14-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
તમે સંગમ પર છો , તમારે જૂની દુનિયા સાથે સંબંધ તોડી દેવાનો છે કારણકે આ દુનિયા હવે
ખતમ થવાની છે”
પ્રશ્ન :-
સંગમ ની કઈ વિશેષતા આખા કલ્પ કરતાં ન્યારી છે?
ઉત્તર :-
સંગમ ની જ વિશેષતા છે - ભણો અહીં છો, પ્રારબ્ધ ભવિષ્ય માં મેળવો છો. આખા કલ્પ માં
આવું ભણતર નથી ભણાવાતું જેની પ્રારબ્ધ બીજા જન્મ માં મળે. હમણાં આપ બાળકો મૃત્યુલોક
માં ભણી રહ્યાં છો અમરલોક માટે. બીજા કોઈ બીજા જન્મ માટે ભણતા નથી.
ગીત :-
દૂર દેશ કા
રહને વાલા…
ઓમ શાંતિ!
દૂર દેશ નાં
રહેવા વાળા કોણ? આ તો કોઈ પણ જાણતું નથી. શું એમને પોતાનો દેશ નથી જે પારકા દેશ માં
આવ્યાં છે? એ પોતાનાં દેશ માં નથી આવતાં. આ રાવણ રાજ્ય પારકો દેશ છે ને? શું શિવબાબા
પોતાનાં દેશ માં નથી આવતાં? અચ્છા, રાવણ નો પરદેશ કયો છે? અને દેશ કયો છે? શિવબાબા
નો પોતાનો દેશ કયો છે, પારકો દેશ કયો છે? પછી બાપ આવે છે પારકા દેશ માં, તો એમનો
દેશ કયો છે? પોતાનાં દેશ ની સ્થાપના કરવા આવે છે પરંતુ શું એ પોતાનાં દેશ માં સ્વયં
આવે છે? (એક-બે એ સંભળાવ્યું) અચ્છા, આનાં પર બધાં વિચાર સાગર મંથન કરજો. આ ખૂબ
સમજવાની વાત છે. રાવણ નો પારકો દેશ બતાવવો ખૂબ સહજ છે. રામ રાજ્ય માં ક્યારેય રાવણ
આવતો નથી. બાપ ને રાવણ નાં દેશ માં આવવું પડે છે કારણકે રાવણ રાજ્ય ને બદલાવાનું
હોય છે. આ છે સંગમયુગ. એ સતયુગ માં પણ નથી આવતાં, કળયુગ માં પણ નથી આવતાં. સંગમયુગ
પર આવે છે. તો આ રામ નો પણ દેશ છે, રાવણ નો પણ દેશ છે. આ કિનારે રામ નો, એ કિનારે
રાવણ નો છે. સંગમ છે ને? હમણાં આપ બાળકો સંગમ પર છો. ન આ તરફ, ન એ તરફ છો. પોતાને
સંગમ પર સમજવું જોઈએ. આપણો એ તરફ સંબંધ નથી. બુદ્ધિ થી જૂની દુનિયાથી સંબંધ તોડવો
પડે છે. રહો તો અહીં જ છો. પરંતુ બુદ્ધિ થી જાણો છો આ જુની દુનિયા જ ખતમ થવાની છે.
આત્મા કહે છે હમણાં હું સંગમ પર છું. બાપ આવેલાં છે, એમને ખેવૈયા પણ કહે છે. હમણાં
આપણે જઈ રહ્યાં છીએ. કેવી રીતે? યોગ થી. યોગ માટે પણ જ્ઞાન છે. જ્ઞાન નાં માટે પણ
જ્ઞાન છે. યોગ માટે સમજાવાય છે સ્વયં ને આત્મા સમજો પછી બાપ ને યાદ કરો. આ પણ જ્ઞાન
છે ને? જ્ઞાન અર્થાત સમજણ. બાપ મત આપવા આવ્યા છે. કહે છે પોતાને આત્મા સમજો. આત્મા
જ ૮૪ જન્મ લે છે. બાપ બાળકો ને જ વિસ્તાર થી બેસીને સમજાવે છે. હમણાં આ રાવણ રાજ્ય
ખતમ થવાનું છે. અહીં છે કર્મ-બંધન, ત્યાં છે કર્મ-સંબંધ. બંધન દુઃખ નું નામ છે.
સંબંધ સુખ નું નામ છે. હવે કર્મ-બંધન ને તોડવાનાં છે. બુદ્ધિ માં છે આપણે આ સમયે
બ્રાહ્મણ સંબંધ માં છીએ પછી દૈવી સંબંધ માં જઈશું. બ્રાહ્મણ સંબંધ નો આ એક જ જન્મ
છે. પછી ૮ અને ૧૨ જન્મ દૈવી સંબંધ માં હશે. આ જ્ઞાન બુદ્ધિ માં છે એટલે કળયુગી
છી-છી કર્મબંધન થી જેમ ગ્લાનિ કરે છે. આ દુનિયાનાં કર્મબંધન માં હવે રહેવાનું નથી.
બુદ્ધિ મળી છે - આ બધાં છે આસુરી કર્મબંધન. આપણે પણ ગુપ્ત એક યાત્રા પર છીએ. આ બાપે
યાત્રા શિખવાડી છે પછી આ કર્મ-બંધન થી ન્યારા થઈ આપણે કર્માતીત થઈ જઈશું. આ
કર્મ-બંધન હવે તૂટવાનું જ છે. આપણે બાપ ને યાદ કરીએ છીએ કે પવિત્ર બની ચક્ર ને સમજી
ચક્રવર્તી રાજા બનીએ. ભણી રહ્યા છીએ પછી એનો મુખ્ય-ઉદ્દેશ, પ્રારબ્ધ પણ જોઈએ ને? તમે
જાણો છો આપણને ભણાવવા વાળા બેહદનાં બાપ છે. બેહદનાં બાપે આપણને ૫ હજાર વર્ષ પહેલાં
ભણાવ્યા હતાં. આ ડ્રામા છે ને? જેમને કલ્પ પહેલાં ભણાવ્યા હતાં એમને જ ભણાવશે. આવતાં
રહેશે, વૃદ્ધિ ને પામતાં રહેશે. બધાં તો સતયુગ માં નહીં આવશે. બાકી બધાં જશે પાછાં
ઘરે. આ પાર છે નર્ક, એ પાર છે સ્વર્ગ. એ ભણતર માં તો સમજે છે અમે અહીં ભણીએ છીએ, પછી
પ્રારબ્ધ પણ અહીં પામીશું. અહીં આપણે ભણીએ છીએ સંગમયુગ પર, આની પ્રારબ્ધ આપણને નવી
દુનિયા માં મળશે. આ છે નવી વાત. દુનિયામાં એવું કોઈ નહીં કહેશે કે તમને આની
પ્રારબ્ધ બીજા જન્મ માં મળશે. આ જન્મ માં આગલા જન્મો ની પ્રારબ્ધ પામવી - આ ફક્ત આ
સંગમયુગ પર જ થાય છે. બાપ પણ આવે જ સંગમયુગ પર. તમે ભણો છો પુરુષોત્તમ બનવાના માટે.
એક જ વખત ભગવાન જ્ઞાનસાગર આવીને ભણાવે છે નવી દુનિયા અમરપુરી નાં માટે. આ તો છે
કળયુગ, મૃત્યુલોક. આપણે ભણીએ છીએ સતયુગ માટે. નર્કવાસી થી સ્વર્ગવાસી થવાં માટે. આ
છે પારકો દેશ, એ છે આપણો દેશ. એ આપણા દેશ માં બાપ ને આવવાની દરકાર નથી. એ દેશ બાળકો
માટે જ છે, ત્યાં સતયુગ માં રાવણ નું આવવાનું નથી હોતું, રાવણ લોપ થઈ જાય છે. પછી
આવશે દ્વાપર માં. તો બાપ પણ લોપ થઈ જાય છે. સતયુગ માં કોઈ પણ એમને જાણતાં નથી. તો
યાદ પણ કેમ કરશે. સુખ ની પ્રારબ્ધ પૂરી થાય છે તો પછી રાવણ રાજ્ય શરુ થાય છે, આને
પારકો દેશ કહેવાય છે.
હમણાં તમે સમજો છો
આપણે સંગમયુગ પર છીએ, અમને રસ્તો દેખાડવા વાળા બાપ મળ્યાં છે. બાકી બધાં ધક્કા ખાતા
રહે છે. જે ખૂબ થાકેલા હશે, જેમણે કલ્પ પહેલાં રસ્તો લીધો હશે, તેઓ આવતાં રહેશે. તમે
પંડા બધાને રસ્તો બતાવો છો, આ છે રુહાની યાત્રા નો રસ્તો. સીધા ચાલ્યાં જશો સુખધામ.
તમે પંડા, પાંડવ સંપ્રદાય છો. પાંડવ રાજ્ય નહીં કહેશું. રાજ્ય ન પાંડવો નું, ન કૌરવો
નું છે. બંને ને તાજ નથી. ભક્તિ માર્ગ માં બંને ને તાજ આપી દીધાં છે. જો આપે પણ તો
કૌરવો ને લાઈટ (પ્રકાશ) નો તાજ ન અપાય. પાંડવો ને પણ લાઈટ ન આપી શકાય કારણકે
પુરુષાર્થી છે. ચાલતાં-ચાલતાં નીચે પડે છે ત્યારે કોને આપે એટલે આ બધી નિશાની વિષ્ણુ
ને આપી છે કારણકે તે પવિત્ર છે. સતયુગ માં બધાં પવિત્ર સંપૂર્ણ નિર્વિકારી હોય છે.
પવિત્રતા ની લાઈટ નો તાજ છે. આ સમયે તો કોઈ પવિત્ર નથી. સંન્યાસી લોકો કહેવડાવે છે
કે અમે પવિત્ર છીએ. પરંતુ દુનિયા તો પવિત્ર નથી ને? જન્મ તો પણ વિકારી દુનિયા માં જ
લે છે. આ છે રાવણ ની પતિત પુરી. પાવન રાજ્ય સતયુગ નવી દુનિયાને કહેવાય છે. હમણાં આપ
બાળકો ને બાપ બાગવાન કાંટા થી ફૂલ બનાવે છે. એ પતિત-પાવન પણ છે, ખેવૈયા પણ છે,
બાગવાન પણ છે. બાગવાન આવ્યાં છે કાંટાઓ નાં જંગલમાં, તમારાં કમાન્ડર (સેનાપતિ) તો
એક જ છે. યાદવોનાં કમાન્ડર ચીફ શંકર ને કહેવાય? આમ તો તે કોઈ વિનાશ કરાવતાં નથી.
જ્યારે સમય થાય છે તો લડાઈ લાગે છે. કહે છે શંકર ની પ્રેરણા થી મૂસળ વગેરે બને છે.
આ બધી વાર્તાઓ બેસીને બનાવી છે. જૂની દુનિયા ખતમ તો જરુર થવાની છે. મકાન જૂનું થાય
છે તો પડી જાય છે. મનુષ્ય મરી જાય છે. આ પણ જૂની દુનિયા ખતમ થવાની છે. આ બધાં દબાઈ
ને મરી જશે, કોઈ ડૂબી મરશે. કોઈ શોક માં મરશે. બોમ્બ્સ વગેરેનો ઝેરી વાયુ પણ મારી
નાખશે. બાળકોની બુદ્ધિ માં છે કે હવે વિનાશ થવાનો જ છે. આપણે તે પાર જઈ રહ્યાં છીએ.
કળયુગ પૂરો થઈ સતયુગની સ્થાપના જરુર થવાની છે. પછી અડધોકલ્પ લડાઈ થતી જ નથી.
હમણાં બાપ આવ્યાં છે
પુરુષાર્થ કરાવવાં, આ લાસ્ટ ચાન્સ છે. વાર કરી તો પછી અચાનક જ મરી જશો. મોત સામે ઉભું
છે. અચાનક બેઠા-બેઠા મનુષ્ય મરી જાય છે. મરવાનાં પહેલા તો યાદ ની યાત્રા કરો. હવે
આપ બાળકોએ ઘરે જવાનું છે એટલે બાપ કહે છે - બાળકો, ઘર ને યાદ કરો, આનાથી અંત મતિ સો
ગતિ થઈ જશે, ઘરે ચાલ્યાં જશો. પરંતુ ફક્ત ઘર ને યાદ કરશો તો પાપ વિનાશ નહીં થશે.
બાપ ને યાદ કરશો તો પાપ વિનાશ થઇ અને તમે પોતાનાં ઘરે ચાલ્યા જશો એટલે બાપ ને યાદ
કરતાં રહો. પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડશે, આખાં દિવસમાં અમે શું કર્યું? ૫-૬ વર્ષ
ની આયુ થી લઈને પોતાની લાઈફ માં શું-શું કર્યું… તે પણ યાદ રહે છે. એવું પણ નહીં,
પૂરો સમય લખવું પડે છે. ધ્યાન માં રહે છે-બગીચા માં બેસી બાપ ને યાદ કર્યા, દુકાન
પર કોઈ ઘરાક નથી અમે યાદ માં બેસી રહ્યાં. અંદર માં નોંધ રહેશે. જો લખવા ઈચ્છો છો
તો પછી ડાયરી રાખવી પડે. મૂળ વાત છે જ આ. આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે
બનીએ! પવિત્ર દુનિયાનાં માલિક કેવી રીતે બનીએ! પતિત થી પાવન કેવી રીતે બનીએ! બાપ
આવીને આ નોલેજ આપે છે. જ્ઞાન નાં સાગર બાપ જ છે. તમે હમણાં કહો છો બાબા, અમે તમારાં
છીએ. સદૈવ તમારા જ છીએ, ફક્ત ભૂલીને દેહ-અભિમાની થઈ ગયા છીએ. હવે તમે બતાવ્યું છે
તો અમે ફરી દેહી-અભિમાની બનીએ છીએ. સતયુગ માં આપણે દેહી-અભિમાની હતાં. ખુશી થી એક
શરીર છોડી બીજું લેતાં હતાં તો આપ બાળકોએ આ બધી ધારણા કરી પછી સમજાવવાનાં લાયક
બનવાનું છે, તો અનેકોનું કલ્યાણ થશે. બાબા જાણે છે ડ્રામા અનુસાર નંબરવાર પુરુષાર્થ
અનુસાર સર્વિસેબલ બની રહ્યાં છે. અચ્છા, કોઈને ઝાડ વગેરે નથી સમજાવી શકતાં, ભલે આ
તો સહજ છે ને - કોઈને પણ કહો તમે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ તો બિલકુલ
સહજ છે. આ બાપ જ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બીજા કોઈ મનુષ્ય કહી ન શકે
સિવાય આપ બ્રાહ્મણો નાં. બીજું કોઈ ન આત્માને, ન પરમાત્મા બાપ ને જાણે છે. એમ જ
ફક્ત કહી દેશો તો કોઈને તીર લાગશે નહીં. ભગવાન નું રુપ જાણવું પડે. આ બધાં નાટક નાં
એક્ટર્સ છે. દરેક આત્મા શરીર ની સાથે એક્ટ (કર્મ) કરે છે. એક શરીર છોડી બીજું લઈ પછી
પાર્ટ ભજવે છે. તે એક્ટર્સ કપડાં બદલી કરી ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવે છે. તમે પછી શરીર
બદલો છો. તેઓ કોઈ મેલ (પુરુષ) અથવા ફિમેલ (સ્ત્રી) ની ડ્રેસ પહેરશે અલ્પકાળ માટે.
અહીંયા પુરુષ નું શરીર લીધું તો આખું આયુ પુરુષ જ રહેશે. તે હદ નાં ડ્રામાં, આ છે
બેહદ નો. પહેલી-પહેલી મુખ્ય વાત છે બાપ કહે છે મને યાદ કરો. યોગ શબ્દ પણ કામ માં નહીં
લાવો કારણકે યોગ તો અનેક પ્રકાર નાં શીખે છે. તે બધાં છે ભક્તિ માર્ગ નાં. હવે બાપ
કહે છે મને યાદ કરો અને ઘર ને યાદ કરો તો તમે ઘર માં ચાલ્યાં જશો. શિવબાબા આમનામાં
આવીને શિક્ષા આપે છે. બાપ ને યાદ કરતાં-કરતાં તમે પાવન બની જશો પછી પવિત્ર આત્મા
ઉડશે. જેટલાં-જેટલાં યાદ કર્યા હશે, સર્વિસ કરી હશે એટલું તે ઊંચ પદ મેળવશે. યાદ
માં જ ખૂબ વિઘ્ન પડે છે. પાવન નહીં બનશે તો પછી ધર્મરાજ પુરી માં સજાઓ પણ ખાવી પડશે.
ઈજ્જત પણ જશે, પદ પણ ભ્રષ્ટ થશે. પાછળ થી બધાં સાક્ષાત્કાર થશે. પરંતુ કાંઈ કરી નહીં
શકો. સાક્ષાત્કાર કરાવશે તમને આટલું સમજાવ્યાં પછી પણ યાદ ન કર્યા, પાપ રહી ગયાં.
હવે ખાઓ સજા. તે સમયે ભણતર નો સમય નથી રહેતો. અફસોસ કરશો અમે શું કર્યું! નકામો સમય
ગુમાવ્યો. પરંતુ સજા તો ખાવી પડે. કાંઈ થઈ થોડી શકશે? નાપાસ થયા તો થયાં. પછી ભણવાની
વાત નથી. તે ભણતર માં તો નાપાસ થઈ ફરી ભણે છે, આ તો ભણતર જ પૂરું થઈ જશે. અંત સમય
માં પશ્ચાતાપ ન કરવો પડે એનાં માટે બાપ સલાહ આપે છે-બાળકો, સારી રીતે ભણી લો.
ઝરમુઈ-ઝઘમુઈ માં પોતાનો સમય વેસ્ટ નહીં કરો. નહીં તો ખૂબ પસ્તાવું પડશે. માયા ખૂબ
ઉલ્ટા કામ કરાવી દે છે. ચોરી ક્યારેય નહીં કરી હશે, તે પણ કરાવશે. અંત માં સ્મૃતિ
આવશે અમને તો માયાએ દગો આપી દીધો. પહેલાં દિલ માં વિચાર આવે છે, ફલાણી વસ્તુ ઉઠાવું.
બુદ્ધિ તો મળી છે, આ રાઈટ છે કે રોંગ છે. આ વસ્તુ ઉઠાવું તો ખોટું થશે, નહીં ઉઠાવશું
તો રાઇટ થશે. હવે શું કરવાનું છે? પવિત્ર રહેવું તો સારું છે ને? સંગ માં આવીને ઢીલું
ન થવું જોઈએ. આપણે ભાઈ-બહેન છીએ પછી નામ-રુપ માં કેમ ફસાઈએ? દેહ-અભિમાન માં નથી
આવવાનું. પરંતુ માયા ખુબ જબરજસ્ત છે. માયા રોંગ કામ કરાવવાના સંકલ્પ લાવે છે. બાપ
કહે છે તમારે રોંગ કામ કરવાનું નથી. લડાઈ ચાલે છે પછી નીચે પડે છે, પછી રાઈટ બુદ્ધિ
આવતી જ નથી. અમારે રાઈટ કામ કરવાનું છે. આંધળાઓ ની લાઠી બનવાનું છે. સારા માં સારું
કામ છે આ. શરીર નિર્વાહ માટે સમય તો છે. રાત નાં નિંદ્રા પણ કરવાની છે. આત્મા થાકી
જાય છે તો પછી સુઈ જાય છે. શરીર પણ સુઈ જાય છે. તો શરીર નિર્વાહ માટે, આરામ કરવા
માટે સમય તો છે. બાકી સમય મારી સર્વિસ માં લાગી જાઓ. યાદ નો ચાર્ટ રાખો. લખે પણ છે
પછી ચાલતાં-ચાલતાં નાપાસ થઈ જાય છે. બાપ ને યાદ નથી કરતાં, સર્વિસ નથી કરતાં તો
રોંગ કામ થતું રહે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઝરમુઈ
ઝઘમુઈ માં પોતાનો સમય ખોટી નથી કરવાનો. માયા કોઈ પણ ઉલ્ટું કામ ન કરાવે, આ ધ્યાન
રાખવાનું છે. સંગદોષ માં આવીને ક્યારેય ઢીલું નથી થવાનું. દેહ-અભિમાન માં આવીને
કોઈનાં નામ-રુપ માં નથી ફસાવાનું.
2. ઘર ની યાદ ની
સાથે-સાથે બાપ ને પણ યાદ કરવાનાં છે. યાદ નાં ચાર્ટ ની ડાયરી બનાવવાની છે. નોંધ
કરવાનું છે - અમે આખાં દિવસ માં શું-શું કર્યું? કેટલો સમય બાપ ની યાદ માં રહ્યાં?
વરદાન :-
નમ્રતા રુપી
કવચ દ્વારા વ્યર્થ નાં રાવણ ને ચલાવવા વાળા સાચાં સ્નેહી સહયોગી ભવ
કોઈ કેટલું પણ તમારા
સંગઠન માં ખામી શોધવાની કોશિશ કરે પરંતુ જરા પણ સંસ્કાર સ્વભાવ નો ટક્કર દેખાઈ ન આવે
જો કોઈ ગાળો પણ આપે ઈન્સલ્ટ પણ કરે તમે સેન્ટ બની જાઓ. જો કોઈ ખોટું પણ કરે તો તમે
રાઇટ રહો કોઈ ટક્કર લઈ લે છે તો પણ તમે એને સ્નેહ નું પાણી આપો. આ શું, આ કેવું,
કેમ… આ સંકલ્પ કરીને આગ પર તેલ નહી નાંખો. નમ્રતા નું કવચ પહેરીને રહો જ્યાં નમ્રતા
હશે ત્યાં સ્નેહ અને સહયોગ પણ અવશ્ય હશે.
સ્લોગન :-
મારાપણા ની
અનેક હદ ની ભાવનાઓ એક “મારા બાબા” માં સમાવી દો.
અવ્યક્ત ઇશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
રુહાની રોયલ્ટી નું
ફાઉન્ડેશન સંપૂર્ણ પવિત્રતા છે. તો પોતાનાથી પૂછો કે રુહાની રોયલ્ટી ની ઝલક અને ફલક
તમારા રુપ અથવા ચરિત્ર થી દરેક ને અનુભવ થાય છે? નોલેજ નાં દર્પણ માં પોતાને જુઓ કે
મારા ચહેરા પર, ચલન માં તે રુહાની રોયલ્ટી દેખાઈ આવે છે કે સાધારણ ચલન અને ચહેરો
દેખાઈ આવે છે?