14-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  24.10.2010    બાપદાદા મધુબન


“ સમય ની રફતાર પ્રમાણે હવે વિશેષ સ્વભાવ - સંસ્કાર પરિવર્તન કરવામાં તીવ્રતા લાવો , મન્સા

 દ્વારા આત્માઓ ને ભિન્ન - ભિન્ન કિરણો આપો”
 


આજે ચારે તરફ નાં પરમાત્મ-તખ્તનશીન, ભ્રકુટી તખ્તનશીન અને વિશ્વ નાં તખ્તનશીન બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. આ પરમાત્મ-દિલતખ્ત ફક્ત આપ બ્રાહ્મણો માટે જ છે. ભ્રકુટી નું તખ્ત તો બધા પાસે છે પરંતુ પરમાત્મ-તખ્ત ફક્ત બ્રાહ્મણ આત્માઓનાં જ ભાગ્ય માં છે. આ પરમાત્મ-તખ્ત વિશ્વ નું તખ્ત અપાવે છે. તો ત્રણેય તખ્ત નાં અધિકારી આત્માઓ આપ બ્રાહ્મણ જ છો. આ પરમાત્મ-તખ્ત કેટલું શ્રેષ્ઠ છે બીજા કોઈ યુગ માં પરમાત્મ-તખ્ત પ્રાપ્ત નથી થતું. આ પરમાત્મ-તખ્ત ગવાય પણ છે, પરમાત્મ-તખ્ત નાં અધિકારી ભક્તિ માર્ગ માં પણ માળા નાં મણકા નાં રુપ માં ગવાય અને પૂજાય છે. કોટો માં કોઈનાં રુપમાં ગવાય છે. મોટી ભાવના થી એક-એક મણકા ને કેટલી ઊંચી દૃષ્ટિ થી જોતા રહે છે. તો તમને બધાને ફખુર (ગર્વ) છે ને! છે ફખુર કે અમારા સિવાય કોઈ પણ આ તખ્ત નાં અનુભવ નથી કરી શકતા? પરંતુ આપ બધા બ્રાહ્મણો નો તો જન્મસિદ્ધ અધિકાર છે. તમારા માટે આ તખ્ત ગળા નો હાર છે. તો આટલો નશો રહે છે કે ભગવાન નાં દિલતખ્ત નાં અધિકારી છે! આ નશો અને ખુશી બધાને સદા સ્મૃતિ માં રહે છે? અમે કોણ છીએ! આનો નિશ્ચય અને નશો રહે છે?

બાપદાદા તો આવાં ત્રણ તખ્ત નાં અધિકારી બાળકોને જોઈ ખુશ થાય છે વાહ મારા શ્રેષ્ઠ અધિકારી બાળકો વાહ! બાળકો કહે વાહ બાબા વાહ! અને બાપ કહે વાહ બાળકો વાહ! સ્વયં બાપ પણ એવાં બાળકોની મહિમા ગાય છે. તો નશો છે અમે કોણ છીએ? જેટલો નિશ્ચય હશે એટલો જ નશો હશે. અને નિશ્ચય નો નશો તમારા ચહેરા અને ચલન થી દેખાઈ આવશે. જેમને નિશ્ચય છે એમને નશો જરુર હોય છે. બાપદાદા પણ હમણાં દરેક બાળકો નાં ચહેરા અને ચલન દ્વારા આત્માઓ ને અનુભવ કરાવવા ઈચ્છે છે. વાણી દ્વારા તો અનુભવ કરવા લાગ્યા છે, હવે અનુભવ કરવાનું કાર્ય શરુ થઈ ગયું છે. પહેલાં સાંભળતા હતાં, વિચારતા હતા હવે આપ બ્રાહ્મણ આત્માઓની સ્થિતિ નો પ્રભાવ અનુભવ કરવા લાગ્યા છે. તો પોતે સ્વયં ને ચેક કરો કે હું આખાં દિવસ માં કેટલો સમય પરમાત્મા દિલતખ્ત પર રહું છું? કારણ કે આ દિલતખ્ત વિશ્વ નું રાજ્ય પ્રાપ્ત કરાવવાનો આધાર છે. તો આ દિલતખ્ત નાં આધાર થી જેટલો સમય તમે દિલતખ્ત નાં અધિકારી રહો છો એટલો વધારે સમય ભવિષ્ય માં રાજ્ય ઘરાના માં અધિકારી બનો છો. તો ચેક કરજો કે જ્યાર થી હું બ્રાહ્મણ બન્યો છું કેટલો સમય દિલતખ્તનશીન બન્યો? તખ્ત પર તો નંબરવાર બેસશે પરંતુ એનાં આધાર થી સદા રાજ્ય ફેમિલી માં, ઘરાના માં અધિકારી બનશે. ચેક કર્યું છે ક્યારેય? દિલતખ્ત થી ઉતરી તો નથી જતા? પોતાનો હિસાબ કાઢજો કારણ કે એનાં આધાર થી તમે સદા રાજ્ય ઘરાના માં આવશો. ચેક કરજો કે તખ્ત ને છોડી ક્યારેય માટી માં પગ તો નથી રાખતા? ૬૩ જન્મ નાં સંસ્કાર અનુસાર દેહભાન રુપી માટી માં પગ રાખ્યો. એક છે દેહભાન અને બીજું દેહ-અભિમાન. દેહ-અભિમાન ની માટી ઊંડી છે પરંતુ દેહ ભાન આ પણ માટી છે. લોકો પણ કહે છે જ્યારે મનુષ્ય ચાલ્યો જાય છે અને બાળે છે તો આ જ કહે છે કે માટી માટી માં મળી ગઈ, તો ચેક કરો માટી માં પગ નથી જતો. દેહભાન માં આવવું અર્થાત્ માટી માં પગ રાખવો.

બાપદાદાએ આપ શ્રેષ્ઠ આત્માઓ માટે ત્રણ તખ્ત આપ્યા છે કારણકે લાડલા છો ને! સિકીલધા પણ છો, લાડલા પણ છો. તો જે લાડલા બાળકો હોય છે એમને ઝુલા માં અથવા ખોળા માં રાખે છે. માટી માં પગ રાખવા નથી દેતા. તો જે ત્રણ તખ્ત નાં અધિકારી છે એમનાં માટે બાપદાદાએ કેટલાં ભિન્ન-ભિન્ન ઝુલા આપ્યા છે. ક્યારેક શાંતિ નાં ઝુલા માં ઝુલો, ક્યારેક સુખ નાં ઝૂલા માં ઝુલો, ક્યારેક પ્રેમ નાં ઝુલા માં ઝુલો. તખ્ત અને ઝુલો આમાં જ પગ રાખવાનો છે. ઘણા બાળકો પૂછે છે અમે ભવિષ્ય માં ક્યાં આવીશું? શું બનીશું? તો બાપ કહે છે જેટલાં સમય થી આવ્યા છો એટલાં સમય માં ચેક કરો કે મારો પગ જેટલો સમય થયો છે એટલો જ સમય ઝુલામાં અથવા તખ્ત પર રહ્યો છે? એટલાં જ ભવિષ્ય માં રોયલ ઘરાના માં રહેશો. રોયલ પ્રજા માં પણ નહીં આવશો, રોયલ ઘરાના માં જ આવશો. તો આ હિસાબ દરેક પોતે સ્વયં પોતાનો કાઢો. બીજાને નહીં જોતાં, પોતાનો હિસાબ કાઢજો. દરેક ઈચ્છે શું છે? રોયલ ઘરાના, રાજ્ય ઘરાના માં જ રહે. તો હમણાં પણ જેટલો સમય મળે છે કારણકે સમાપ્તિ તો અચાનક થવાની છે. તો જ્યારે જ્યાં સુધી સમાપ્તિ થાય ત્યાં સુધી હમણાં પણ ચેક કરશો તો જેટલો સમય વધારે બાપ નાં ખોળા માં, તખ્ત પર, ઝૂલા માં રહેશો એટલો સમય રોયલ ફેમિલી માં રોયલ ઘરાના માં ભાગ્ય પ્રાપ્ત કરશો.

બાપદાદા તો દરેક બાળકો ને બધો સમય ૨૧ જન્મ જ રોયલ ઘરાના માં, ભલે સૂર્યવંશી, ભલે ચંદ્રવંશી બંને યુગ માં રોયલ ફેમિલી માં રહેવાનો અધિકાર આપી રહ્યા છે. પરંતુ અધિકાર લેવો આ દરેક બાળકો નાં ઉપર છે. બ્રહ્મા બાપ થી પ્રેમ છે તો બ્રહ્મા બાપ નો પણ આપ બાળકો થી પ્રેમ છે. બ્રહ્મા બાપ બાળકોને સાથે-સાથે રોયલ ઘરાના માં જોવા ઈચ્છે છે. તમે શું સમજો છો - બ્રહ્મા બાપ ની આસપાસ રોયલ ઘરાના માં રહેવા વાળા છો કે થોડો સમય રહેશો? પછી દૂર તો જવા નથી ઈચ્છતા ને! સમજાવ્યું - આધાર છે સંગમયુગ નો. બાપદાદા ને બાળકો થી એટલો પ્રેમ છે જે તમે બધા કહો છો કે સાથે રહેશું, સાથે ચાલીશું… હમણાં બ્રહ્મા બાપ અને બ્રાહ્મણ સાથે છે, ભલે અવ્યક્ત રુપ માં છે પરંતુ સાથે છે.

હમણાં બાપદાદાએ જોયું કે બાળકોને માયા પણ હજી સુધી છોડતી નથી, એનો પણ પ્રેમ છે. અને આજકાલ બે રુપો માં વિશેષ માયા પણ ચાન્સ લે છે. બે રુપ માં આવે છે - એક વ્યર્થ સંકલ્પ અને બીજું ક્યાંક-ક્યાંક ક્યારેક-ક્યારેક આ પણ લહેર છે જે મેં કર્યું અથવા વિચાર્યું હું જ રાઇટ છું, હું કમ નથી. આ લહેર ફેલાયેલી છે - હું જ રાઇટ છું, પરંતુ જે કનેક્શન માં આવે છે અથવા નિમિત્ત બનેલા છે તે પણ તમારા વિચાર ને સાથ આપે છે? બીજાની પણ વેરિફિકેશન મળવી જોઈએ. આ વ્યર્થ સંકલ્પ સમય વેસ્ટ કરે છે એટલે બાપદાદા રોજ ની મોરલી મનન કરવા માટે, સેવા કરવા માટે હોમવર્ક માં રોજ આપે છે. જો મનન કરો અથવા મનન કરતાં-કરતાં મગન થઈ જાઓ તો આ રોજ નું હોમવર્ક મન ને વ્યસ્ત કરવાનું સાધન છે. સાંભળવું અને મનન કરવું અથવા મગન થઈ જવું, આ બાપદાદા રોજ નું હોમવર્ક એટલા માટે આપે છે. જેવી રીતે બાળકો ને હોમવર્ક એટલું વધારે આપી દે છે જે એમની બુદ્ધિ કરવામાં બીઝી વ્યસ્ત રહે. એવી રીતે રોજની મોરલી એમાં ચારેય સબ્જેક્ટ નું હોમવર્ક છે. મન્સા નું પણ છે, વાણી નું પણ છે, કર્મ નું પણ અટેન્શન અને દિવ્યતા નો ઈશારો હોમવર્ક છે. તો હોમવર્ક માં બીઝી રહેશો તો વ્યર્થ સંકલ્પ આવવાની માર્જિન નહીં રહેશે. આ વિધિ ને અપનાવતા રહેશો તો વ્યર્થ સંકલ્પ સ્વત: જ તમારા થી વિદાય લઈ જશે કારણકે બાપદાદાએ જોયું, યાદ ની યાત્રા પર બધાનું નંબરવાર અટેન્શન છે, વાચા સેવામાં પણ અટેન્શન છે. પરંતુ હમણાં પોતાનાં સંસ્કાર અથવા બીજા નાં સંસ્કાર ને પરિવર્તન કરવા, આ સ્વભાવ-સંસ્કાર જેમને રોયલ ગ્રુપ માં તમે કહો છો નેચર, મારી નેચર છે, ભાવ નથી નેચર છે, આ ધારણા ની સબ્જેક્ટ હમણાં પણ રોયલ રુપ માં આવતી રહે છે. તો બાપદાદા આજકાલ આ જ ઇશારો આપે છે કે જે પણ ધારણાઓ માં કમી હોય છે એને હવે વિશેષ અટેન્શન આપો.

બાપદાદાએ પહેલા પણ કહ્યું છે કે હવે ધારણા માં આ મુખ્ય ધારણા નું અટેન્શન આપો, કોઈ પણ વાત થઈ ગઈ તો ચેક કરો સેકન્ડ માં ફુલસ્ટોપ આપી શકો છો! કે ઈચ્છો ફુલસ્ટોપ છે પરંતુ થઈ જાય છે ક્વેશ્ચન માર્ક? ફુલસ્ટોપ નહીં, અડધું ફુલસ્ટોપ લાગે છે અને માત્રા બની જાય છે. આગળ ચાલીને એવા સરકમસ્ટાન્શ (પરિસ્થિતિ) આવશે જે તમારે સેકન્ડ માં ફુલસ્ટોપ લગાવવું પડશે. એ સમયે ક્વેશ્ચન માર્ક, આશ્ચર્ય માર્ક ને ઠીક કરવા લાગો, એટલો સમય નહીં મળશે. સેકન્ડ માં ફુલસ્ટોપ ની આવશ્યકતા હશે, આનો અભ્યાસ ઘણા સમય પહેલા નો જોઈએ ત્યારે સમય પર વિજયી બની શકશો. તો હલચલ નાં સમયે જ્યારે સંસ્કાર-સ્વભાવ નાં પેપર હોય, એના માટે હમણાં થી એવા સમય માં અભ્યાસ કરો તો બહુજ સમય નો અભ્યાસ આગળ ચાલી તમને બહુજ સહયોગી બનશે.

તો બાપદાદા અમૃતવેલા ચક્કર લગાવે છે તો દરેક નાં પુરુષાર્થ ને ચેક કરે છે. શું ચારેય સબ્જેક્ટ માં પુરુષાર્થ તીવ્ર છે કે સાધારણ છે? તો શું જોયું? સમય ની રફતાર પ્રમાણે હવે પુરુષાર્થ માં સદા તીવ્ર પુરુષાર્થ ની આવશ્યકતા છે. તો બાપદાદા ઈશારો આપી રહ્યા છે સમય તીવ્રગતિ થી સમીપતા નાં નજીક આવી રહ્યો છે. એ હિસાબ થી હમણાં વિશેષ સ્વભાવ અને સંસ્કાર નાં પરિવર્તન માં તીવ્રગતિ જોઈએ.

હમણાં બાપદાદા બધા બાળકોને સમાન બનાવવા ઈચ્છે છે. તમારું લક્ષ પણ છે બાપ સમાન બનવું જ છે. એનાં માટે સૌથી સહજ સાધન છે બ્રહ્મા બાપ ને ફોલો કરો. ટેલી કરો, જે પણ કર્મ કરો પહેલાં ટેલી કરો, મળાવો. બ્રહ્મા બાપ નાં આ કર્મ અથવા બોલ અથવા સંકલ્પ છે? કહેવાય પણ છે પહેલા વિચારો પછી કરો. બોલવાનાં પહેલાં તોલો પછી બોલો. તો સાંભળ્યું બાપદાદા હમણાં શું ઈચ્છે છે? તમે પણ ઈચ્છો તો છો, જ્યારે રુહરિહાન કરો છો ને તો બાપદાદા બહુ જ મીઠી-મીઠી વાતો સાંભળે છે. ઉમંગની વાતો પણ બહુ જ સારી કરો છો આ કરીને દેખાડીશું, આ કરવું જ છે, આ થવાનું જ છે! સંકલ્પ બહુ જ ઉમંગ નાં હોય છે, પરંતુ કર્મ સુધી આવવામાં કંઈક બદલાઈ જાય છે, કંઈક થાય છે. બાકી બાપદાદા ભિન્ન-ભિન્ન પ્રકાર ની સેવા નાં પ્લાન જે બનાવો છો તે બધાં પસંદ કરે છે. પ્રોગ્રામ પણ જ્યાં ત્યાં સારા ચાલી રહ્યા છે પરંતુ હમણાં જેટલા વાચા દ્વારા અથવા ભિન્ન-ભિન્ન વિધિઓ દ્વારા કરી રહ્યા છો, સફળતા પણ છે, બાપદાદા ખુશ પણ છે, ફક્ત હમણાં મન્સા દ્વારા અનેક આત્માઓને સુખ ની કિરણ, શાંતિ ની કિરણ, ખુશી ની કિરણ, પ્રેમ ની કિરણ પહોંચાડો, આ સેવા પણ સાથે-સાથે કરો. પોતાનાં જ સંસ્કાર પરિવર્તન અથવા બીજા નાં સંસ્કાર ને સહયોગ આપવો, એમાં સમય ઘણાનો વધારે જાય છે. તો મન્સા સેવા દ્વારા ભિન્ન-ભિન્ન કિરણો આત્માઓ ને આપવા, આનું અટેન્શન,આગળ ચાલીને બહુ જ આવશ્યકતા પડશે, એનાં ઉપર પણ ધ્યાન આપતા રહો. જે બાળકો સમજે છે કે આ સેવા હું કરતો રહું છું, તે હાથ ઉઠાવો. અચ્છા, કરી રહ્યા છે, એમને મુબારક છે અને જે નથી કરી રહ્યાં, એમને કરવી જોઈએ કારણકે આગળ ચાલીને સરકમસ્ટાન્શ એવા બનશે જે સાંભળવા વાળા અને સંભળાવવા વાળા, બંને નો મેળ મુશ્કેલ થઈ જશે એટલે બંને સેવા હમણાં થી જેટલું થઈ શકે એટલી આદત પાડો. મન બીઝી પણ રહેશે તો મનમનાભવ થવું સહજ જ થઈ જશે. મન બીઝી હોવાથી સંસ્કાર-સ્વભાવ ને સહજ પરિવર્તન કરવામાં મદદ મળશે.

આજે ખાસ ડબલ ફોરેનર્સ નાં મિલન નો દિવસ છે, બાપદાદા ને ખુશી છે વાહ ડબલ ફોરેનર્સ વાહ! બાપદાદા ને ખુશી છે કે વિશ્વ નાં ખૂણે-ખૂણા માં જે બાપ નાં કલ્પ પહેલા વાળા બાળકો છુપાયેલા છે તે વિશ્વ ની સેવામાં ડબલ ફોરેનર્સ નિમિત્ત બને છે અને બાપદાદાએ સંભળાવ્યું કે દરેક પોત-પોતાનાં એરિયા માં, ગામ-ગામ અથવા શહેરો માં જે રહેલા છે ત્યાં સુધી પહોંચવાનો પ્લાન બનાવતા રહો છો, એની મુબારક છે, મુબારક છે. નહીં તો જ્યારે સમાપ્તિ થવાની હશે, હાલત બદલશે તો તમને બધાને ભલે ભારત, ભલે વિદેશ બહુજ-બહુજ-બહુજ ઉલ્હના (ઠપકા) મળશે કે અમારા બાપ આવ્યા અને તમે અમને બતાવ્યું પણ નહીં. સંદેશ તો આપવો તો, બહુ જ ઉલ્હના મળશે એટલે હમણાં કરી રહ્યા છો હજી વધારે કોઈ ખૂણો રહી ન જાય એનો પ્રયત્ન કરવો. બાકી બાપદાદા ડબલ ફોરેનર્સ અથવા દેશ વાળા બંને બાળકો જે ચારેય તરફ પોતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એમને જોઈ ખુશ છે, બહુજ બહુજ ખુશ છે. કેમ? કેમ ખુશ છે? હમણાં દેશ માં, વિદેશ માં આ પ્લાન બનાવી રહ્યા છે, બાપદાદા ને પસંદ છે, કોઈ પણ સાધન થી સંદેશ પહોંચવો જોઈએ. આ સાયન્સ હકીકત માં તમારા લોકો માટે સમય પર બહુ જ મદદગાર છે. સાધન દિવસ પ્રતિ દિવસ નવાં-નવાં નીકળતા રહે છે, એને કાર્ય માં નિર્વિઘ્ન બની લગાવતા જાઓ. તમે જ્યાં પણ મીટીંગ કરો છો, સર્વિસ વધારવાની, બાપદાદા તે સાંભળે છે અને ખુશ થાય છે કે બાળકોની બુદ્ધિ હવે ઓલરાઉન્ડ જઈ રહી છે, સાધનો ને સેવામાં લગાવવા માટે. એટલે જે પણ તમે પ્લાન બનાવો છો તે બાપદાદા સાંભળે છે, ચક્કર લગાવે છે ને! તમે ક્યાંય પણ મિટિંગ કરો ભલે દિલ્લી માં કરો, દેશ માં, કોઈ પણ શહેર માં કરો, ભલે વિદેશ માં ક્યાંય પણ કરો, બાપદાદા બધું સાંભળતા રહે છે. બાપદાદા ની પાસે પણ સાધન છે. એટલા માટે બાપદાદા ફોરેન નાં એક-એક દેશ થી જે પણ આવ્યા છે, દરેક ને શું આપે છે? બહુજ-બહુજ પ્રેમ આપી રહ્યા છે. ફક્ત હવે થોડી તીવ્રતા લાવો. પ્લાન ને પ્રેક્ટીિકલ માં નવી-નવી વાતો લાવતા રહો. જુઓ તમારો આ યજ્ઞ આરંભ થવામાં થોડા વર્ષ પહેલાં આ બધી ઇન્વેન્શન શરુ થઈ છે. સાયન્સ પણ તમારી સેવા ને મદદગાર છે. ખૂબ લાભ ઉઠાવો, તમારા માટે જ નીકળી છે. દિવસ-પ્રતિ-દિવસ જુઓ કેટલી નવી-નવી વાતો હમણાં હમણાં નીકળી રહી છે. આ ડ્રામા તમને સહયોગ આપી રહ્યો છે. સાધન તમને સહયોગ આપી રહ્યાં છે. અચ્છા.

બધા સદા ખુશ તો છો ને! જે સદા ખુશ રહે છે તે હાથ ઉઠાવો, સદા ખુશ? કોઈ વાત થઈ જાય તો પણ ખુશ? વાતો આવે છે ને, તો પણ ખુશ રહો છો? રહો છો? મોટો હાથ ઉઠાવો. વેલકમ કરો છો ને! ગભરાતા તો નથી, વેલકમ કરો છો. અનુભવી બનાવે છે. આ વિઘ્ન અનુભવ ની ઓથોરિટી ને વધારે છે. માયા આવી ગઈ, માયા આવી ગઈ, આ નહીં કહો, આ પેપર છે, માયા-માયા કહેતા માયા ને આગળ વધારો છો. પેપર છે. માયા ને તો તમે જાણી ગયા છો, કેટલાં વર્ષો થી જાણી ગયા છો. માયા શું છે? એટલે માયા થી ગભરાઓ નહીં, પેપર સમજીને ખુશી-ખુશી થી પેપર આપો અને અનુભવ નાં ક્લાસ માં આગળ વધો. આ ક્લાસ વધારવાનો છે, મૂંઝાવાનું નથી શું કરું? કેવી રીતે કરું? શું? કેમ? આ બ્રાહ્મણો નું વિચારવાનું કામ નથી. ત્રિકાળદર્શી છો, શું, કેમ, કેવી રીતે, આ ઉઠી જ નથી શકતું. પેપર આવ્યુ અનુભવ નાં ક્લાસ માં આગળ વધ્યા. ખુશ છો. હમણાં તો અનુભવી બની ગયા છો અને બનતા રહેશો. અચ્છા.

જે પણ પત્ર, ફોન, જેમના પણ યાદ-પ્યાર અથવા સંદેશ બાપદાદા નાં પ્રત્યે આવ્યા છે, એ બધા બાળકો ને બાપદાદા પોતાનાં નયનો માં સમાવી યાદપ્યાર અથવા સર્વિસ સમાચાર અથવા મન નાં પુરુષાર્થ નાં સમાચાર આપ્યા છે, એ બધાને બાપદાદા મન્સા દ્વારા ઇમર્જ કરી સુખ નાં, શાંતિ નાં, ખુશી નાં કિરણો આપી રહ્યા છે. ભલે કોઈએ અહીં ન પણ મોકલ્યા હોય પરંતુ દિલ માં પણ સંકલ્પ કર્યો, તે સંકલ્પ પણ બાપ ની પાસે પહોંચી ગયા છે.

ચારે તરફ નાં હિમતે બાળકો મદદે બાપ, મીઠાં-મીઠાં બાળકો ને બાપદાદા યાદપ્યાર આપી રહ્યા છે. અને આ વર્ષે કોઈને કોઈ પોતાનાં પ્રત્યે અથવા સેવાકેન્દ્ર પ્રત્યે અથવા વિશ્વ ની આત્માઓ પ્રત્યે કોઈ ન કોઈ એવાં પ્લાન બનાવો જે સેવા નું બળ અને ફળ સર્વ આત્માઓને પ્રાપ્ત થઈ જાય. ચારેય તરફ નાં બાળકોને બાપદાદા નાં વિશેષ દિલ નાં યાદ અને પ્યાર સ્વીકાર થાય. ઓમ્ શાંતિ.

વરદાન :-
સાધારણતા દ્વારા મહાનતા ને પ્રસિદ્ધ કરવા વાળા સિમ્પલ અને સેમ્પલ ભવ

જેવી રીતે કોઈ સિમ્પલ વસ્તુ જો સ્વચ્છ હોય છે તો પોતાનાં તરફ આકર્ષિત જરુર કરે છે. એવી રીતે મન્સા નાં સંકલ્પો માં, સંબંધ માં વ્યવહાર માં, રહન-સહન માં જે સિમ્પલ અને સ્વચ્છ રહે છે તે સેમ્પલ બની સર્વ ને પોતાની તરફ સ્વત: આકર્ષિત કરે છે. સિમ્પલ અર્થાત્ સાધારણ. સાધારણતા થી જ મહાનતા પ્રસિદ્ધ થાય છે. જે સાધારણ અર્થાત્ સિમ્પલ નથી તે પ્રોબ્લેમ રુપ બની જાય છે.

સ્લોગન :-
દિલ થી કહો મારા બાબા તો માયા ની બેહોશી થી બંધ આંખો ખુલી જશે.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

હમણાં-હમણાં અવાજ માં, હમણાં-હમણાં અવાજ થી પરે, જેટલો આ અભ્યાસ સરળ અને સહજ થઈ જશે એટલી સંપૂર્ણતા સમીપ દેખાશે. સંપૂર્ણ સ્ટેજ ની નિશાની છે - એમનો પુરુષાર્થ સરળ હશે. યાદ ની યાત્રા, સર્વિસ બંને જ સહજ પુરુષાર્થ માં આવી જાય છે. જ્યારે બંને માં સરળ, સહજ અનુભવ થાય ત્યારે સમજો સંપૂર્ણતા ની અવસ્થા પ્રાપ્ત થવાની છે.