14-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પ્રાણ બચાવવા વાળા પ્રાણેશ્વર બાપ આવ્યાં છે , આપ બાળકો ને જ્ઞાન ની મીઠી મોરલી
સંભળાવીને પ્રાણ બચાવવાં”
પ્રશ્ન :-
કયો નિશ્ચય તકદીરવાન
બાળકોને જ હોય છે?
ઉત્તર :-
અમારી શ્રેષ્ઠ તકદીર બનાવવા સ્વયં બાપ આવ્યાં છે. બાપ પાસેથી અમને ભક્તિનું ફળ મળી
રહ્યું છે. માયાએ જે પાંખો કાપી નાખી છે - તે પાંખ આપવાં, પોતાની સાથે પાછા લઈ જવા
માટે બાપ આવ્યાં છે. આ નિશ્ચય તકદીરવાન બાળકો ને જ હોય છે.
ગીત :-
યહ કોન આજ આયા
સવેરે...
ઓમ શાંતિ!
સવારે-સવારે આ
કોણ આવીને મોરલી વગાડે છે? દુનિયા તો બિલકુલ ઘોર અંધકાર માં છે. તમે હમણાં મોરલી
સાંભળી રહ્યાં છો-જ્ઞાન સાગર, પતિત-પાવન પ્રાણેશ્વર બાપ થી. એ છે પ્રાણ બચાવવા વાળા
ઈશ્વર. કહે છે ને હે ઈશ્વર આ દુઃખ થી બચાવો. તે હદ ની મદદ માંગે છે. હમણાં આપ
બાળકોને મળે છે - બેહદ ની મદદ કારણકે બેહદ નાં બાપ છે ને! તમે જાણો છો આત્મા ગુપ્ત
છે, બાપ પણ ગુપ્ત છે. જ્યારે બાળકો નું શરીર પ્રત્યક્ષ છે, તો બાપ પણ પ્રત્યક્ષ છે.
આત્મા ગુપ્ત છે તો બાપ પણ ગુપ્ત છે. તમે જાણો છો બાપ આવેલાં છે, આપણને બેહદ નો વારસો
આપવાં. એમની છે શ્રીમત. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા પ્રસિદ્ધ છે ફક્ત તેમાં નામ
બદલી કરી દીધું છે. હવે તમે જાણો છો શ્રીમત ભગવાનુવાચ છે ને! આ પણ સમજી ગયાં -
ભ્રષ્ટાચારી ને શ્રેષ્ઠાચારી બનાવવા વાળા એક જ બાપ છે. એ જ નર થી નારાયણ બનાવે છે.
કથા પણ સત્ય-નારાયણ ની છે. ગવાય છે અમરકથા, અમરપુરી નાં માલિક બનવાની અથવા નર થી
નારાયણ બનવાની છે. વાત એક જ છે. આ છે મૃત્યુલોક. ભારત જ અમરપુરી હતું - આ કોઈને ખબર
નથી. અહીં પણ અમર બાબાએ ભારતવાસીઓ ને સંભળાવ્યું છે. એક પાર્વતી કે એક દ્રૌપદી નથી.
આ તો ઘણાં બાળકો સાંભળી રહ્યાં છે. શિવબાબા સંભળાવે છે બ્રહ્મા દ્વારા. બાપ કહે છે
હું બ્રહ્મા દ્વારા મીઠી-મીઠી રુહો ને સમજાવું છું. બાપે સમજાવ્યું છે બાળકોએ
આત્મ-અભિમાની જરુર બનવાનું છે. બાપ જ બનાવી શકે છે. દુનિયામાં એક પણ મનુષ્ય માત્ર
નથી જેમને આત્મા નું જ્ઞાન હોય. આત્મા નું જ જ્ઞાન નથી તો પરમપિતા પરમાત્મા નું
જ્ઞાન કેવી રીતે હોઈ શકે છે! કહે છે આત્મા સો પરમાત્મા. કેટલી ભારે (મોટી) ભૂલ માં
આખી દુનિયા ફસાયેલી છે. આ સમયે મનુષ્યો ની બુદ્ધિ કોઈ કામ ની નથી. પોતાનાં જ વિનાશ
નાં માટે તૈયારી કરી રહ્યાં છે. આપ બાળકોને માટે આ કોઈ નવી વાત નથી. જાણો છો ડ્રામા
અનુસાર તેમનો પણ પાર્ટ છે. ડ્રામા નાં બંધન માં બંધાયેલાં છે.
આજકાલ દુનિયામાં
હંગામા ખૂબ છે. હમણાં આપ બાળકો છો વિનાશકાળે પ્રીતબુદ્ધિ, જે બાપ થી વિપરીત બુદ્ધિ
છે, તેમનાં માટે વિનશયન્તી ગવાયેલું છે. હવે આ દુનિયા ને બદલાવાનું છે. આ પણ જાણો
છો બરોબર મહાભારત લડાઈ લાગી હતી, બાપે રાજયોગ શીખવાડ્યો હતો. શાસ્ત્રો માં તો ટોટલ
વિનાશ લખી દીધો છે. પરંતુ ટોટલ વિનાશ તો થતો નથી પછી તો પ્રલય થઈ જાય. મનુષ્ય કોઈ
પણ ન રહે ફક્ત ૫ તત્વ રહી જાય. આવું તો થઈ ન શકે. પ્રલય થઈ જાય તો પછી મનુષ્ય
ક્યાંથી આવે? દેખાડે છે કૃષ્ણ અંગૂઠો ચૂસતો પીપળા નાં પાન પર સાગર માં આવ્યાં. બાળક
એમ આવી કેવી રીતે શકે? શાસ્ત્રો માં એવી-એવી વાતો લખી દીધી છે જે વાત નહીં પૂછો. હવે
આપ કુમારીઓ દ્વારા આ વિદ્વાનો, ભીષ્મ પિતામહ વગેરેને પણ જ્ઞાન બાણ લાગવાનાં છે. તે
પણ આગળ જઈને આવશે. જેટલું-જેટલું તમે સર્વિસ (સેવા) માં જોર ભરશો, બાપ નો પરિચય
બધાને આપતાં રહેશો એટલો તમારો પ્રભાવ પડશે. હાં, વિઘ્ન પણ પડશે. આ પણ ગવાયેલું છે,
આ જ્ઞાન-યજ્ઞ માં આસુરી સંપ્રદાય નાં ખૂબ વિઘ્ન પડે છે. તમે શિખવાડી નહીં શકો.
જ્ઞાન અને યોગ બાપ જ શિખવાડી રહ્યાં છે. સદ્દગતિ દાતા એક જ બાપ છે. એ જ પતિતો ને
પાવન બનાવે છે તો જરુર પતિતો ને જ જ્ઞાન આપશે ને! બાપ ને ક્યારેય સર્વવ્યાપી માની
શકાય છે શું! આપ બાળકો સમજો છો આપણે પારસબુદ્ધિ બની પારસનાથ બનીએ છીએ. મનુષ્યોએ
મંદિર કેટલાં અસંખ્ય બનાવ્યાં છે. પરંતુ એ કોણ છે, શું કરીને ગયાં છે, અર્થ નથી
સમજતાં. પારસનાથ નું પણ મંદિર છે. ભારત પારસપુરી હતું. સોના, હીરા, ઝવેરાત નાં મહેલ
હતાં. કાલ ની વાત છે. તે તો લાખો વર્ષ કહી દે છે ફક્ત એક સતયુગ નાં. અને બાપ કહે છે
આખો ડ્રામા જ ૫ હજાર વર્ષ નો છે એટલે કહેવાય છે આજે ભારત શું છે, કાલ નું ભારત શું
હતું! લાખો વર્ષ ની તો કોઈને સ્મૃતિ રહી ન શકે. આપ બાળકોને હવે સ્મૃતિ મળી છે. જાણો
છો ૫ હજાર વર્ષ ની વાત છે. બાબા કહે યોગ માં બેસો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો.
આ જ્ઞાન થયું ને! તે તો છે હઠયોગી. પગ-પગ પર ચઢાવીને બેસે છે. શું-શું કરે છે! આપ
માતાઓ તો એવી રીતે કરી ન શકો. બેસી પણ ન શકો. કેટલાં અસંખ્ય ચિત્ર ભક્તિમાર્ગ નાં
છે. બાપ કહે છે મીઠાં બાળકો આ કાંઈ કરવાની તમારે દરકાર નથી. સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
કાયદેસર તો બેસે છે. બાપ તે પણ નથી કહેતાં. જેવી રીતે ઈચ્છો તેવી રીતે બેસો. બેસીને
થાકી જાઓ તો સારું સુઈ જાઓ. બાબા કોઈ વાત માં ના નથી પાડતાં. આ તો બિલકુલ સહજ
સમજવાની વાત છે, આમાં કોઈ તકલીફ ની વાત નથી. ભલે કેટલાં પણ બીમાર હોવ, હોઈ શકે છે
સાંભળતાં-સાંભળતાં શિવબાબા ની યાદ માં રહેતાં-રહેતાં પ્રાણ તન થી નીકળી જાય. ગવાય
છે ને - ગંગાજલ મુખ મેં હો….. તબ પ્રાણ તન સે નીકલે. તે તો બધી છે ભક્તિમાર્ગ ની
વાતો. હકીકત માં છે આ જ્ઞાન-અમૃત ની વાતો. તમે જાણો છો સાચે જ એવી રીતે જ પ્રાણ તન
થી નીકળવાનાં છે.
આપ બાળકો આવો છો તો
મને છોડીને જાઓ છો. બાપ કહે છે હું તો આપ બાળકોને સાથે લઈ જઈશ. હું આવ્યો જ છું -
આપ બાળકો ને ઘરે લઈ જવાનાં માટે. તમને ન પોતાનાં ઘર ની ખબર છે, ન આત્મા ની ખબર છે.
માયાએ બિલકુલ જ પાંખો કાપી નાખી છે એટલે આત્મા ઉડી ન શકે કારણકે તમોપ્રધાન છે. જ્યાં
સુધી સતોપ્રધાન ન બને ત્યાં સુધી શાંતિધામ માં જઈ કેવી રીતે શકે! આ પણ જાણો છો -
ડ્રામા પ્લાન અનુસાર બધાએ તમોપ્રધાન બનવાનું જ છે. આ સમયે આખું ઝાડ જડજડીભૂત થઈ ગયું
છે. અહીં કોઈની સતોપ્રધાન અવસ્થા હોઈ ન શકે. અહીં આત્મા પવિત્ર બની જાય તો પછી અહીં
રહે નહીં, એકદમ ભાગી જાય. બધાં ભક્તિ કરે જ છે મુક્તિ નાં માટે. પરંતુ કોઈ પણ પાછાં
જઈ ન શકે. લો (કાયદો) નથી કહેતો. બાપ આ બધું રહસ્ય બેસી સમજાવે છે - ધારણ કરવા માટે.
છતાં પણ મુખ્ય વાત છે બાપ ને યાદ કરવાં, સ્વદર્શન ચક્રધારી બનવું. બીજ ને યાદ કરવાથી
આખું ઝાડ બુદ્ધિ માં આવી જશે. તમે એક સેકન્ડ માં બધું જાણી લો છો. દુનિયામાં કોઈને
પણ ખબર નથી - મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ સર્વ નાં એક બાપ છે. શ્રીકૃષ્ણ ભગવાન નથી.
શ્રીકૃષ્ણ ને જ શ્યામ સુંદર કહે છે. એવું નહીં કે કોઈ તક્ષક સાપ ડંખ્યો ત્યારે કાળા
થયાં. આ તો કામ ચિતા પર ચઢવાથી મનુષ્ય કાળા થાય છે. રામ ને પણ કાળા દેખાડે છે, તેમને
ભલા કોણે ડંખ્યા! કાંઈ પણ સમજતાં નથી, છતાં પણ જેમની તકદીર માં છે, નિશ્ચય છે તો
જરુર બાપ પાસેથી વારસો લેશે. નિશ્ચય નહીં હશે તો ક્યારેય પણ નહીં સમજશે. તકદીર માં
નથી તો તદબીર (પુરુષાર્થ) પણ શું કરશે! તકદીર માં નથી તો પછી તે બેસે જ એમ છે જેમ
કાંઈ પણ સમજતાં નથી. એટલો પણ નિશ્ચય નથી, બાપ આવ્યાં છે બેહદ નો વારસો આપવાં. જેમ
કોઈ નવો વ્યક્તિ મેડિકલ કોલેજ માં જઈને બેસે તો શું સમજશે, કાંઈ પણ નહીં. અહીં પણ
એવી રીતે આવીને બેસે છે. આ અવિનાશી જ્ઞાન નો વિનાશ નથી થતો. તે પછી આવીને શું કરશે!
રાજધાની સ્થાપન થાય છે તો નોકર-ચાકર પ્રજા, પ્રજા નાં પણ નોકર-ચાકર બધાં જોઈએ ને.
આગળ ચાલીને કાંઈ ભણવાની કોશિશ કરશે પરંતુ છે મુશ્કેલ કારણ કે તે સમયે ખૂબ હંગામા હશે.
દિવસ-પ્રતિદિવસ તોફાન વધતાં જાય છે. આટલાં સેવાકેન્દ્રો છે, કોઈ આવીને સારી રીતે
સમજશે પણ. આ પણ લખેલું છે - બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ પણ સામે ઉભો છે. વિનાશ
તો થવાનો જ છે. કહે છે જન્મ ઓછાં થાય. પરંતુ ઝાડ ની વૃદ્ધિ તો થવાની જ છે. જ્યાં
સુધી બાપ છે, ત્યાં સુધી બધાં ધર્મ નાં આત્માઓએ અહીં આવવાનું જ છે. જ્યારે જવાનો
સમય થશે ત્યારે આત્માઓનું આવવાનું બંધ થશે. હમણાં તો બધાએ આવવાનું જ છે, પરંતુ આ
વાતો કોઈ સમજતું નથી. કહે પણ છે ભક્તો નાં રક્ષક ભગવાન. તો જરુર ભક્તો પર આપદા આવે
છે. રાવણ રાજ્ય માં બિલકુલ જ બધાં પાપ આત્મા બની ગયાં છે. રાવણ રાજ્ય છે કળિયુગ અંત
માં, રામરાજ્ય છે સતયુગ આદિ માં. આ સમયે બધાં આસુરી રાવણ સંપ્રદાય છે ને. કહે છે
ફલાણાં સ્વર્ગવાસી થયાં, તો એનો અર્થ આ નર્ક છે ને. સ્વર્ગવાસી થયાં તો સારું નામ
છે. અહીં ત્યારે શું હતાં, જરુર નર્કવાસી હતાં. આ પણ સમજતાં નથી કે અમે નર્કવાસી
છીએ. હવે તમે સમજો છો બાપ જ આવીને સ્વર્ગવાસી બનાવશે. ગવાય પણ છે હેવનલી ગોડ ફાધર.
એ જ આવીને હેવન સ્થાપન કરશે. બધાં ગાતાં રહે છે પતિત-પાવન સીતારામ. અમે પતિત છીએ,
પાવન બનાવવા વાળા તમે છો. તે બધી છે ભક્તિમાર્ગ ની સીતાઓ. બાપ છે રામ. કોઈને સીધું
કહો તો માનતાં નથી. રામ ને બોલાવે છે. હવે આપ બાળકોને બાપે ત્રીજું નેત્ર આપ્યું
છે. તમે જેમ કે અલગ દુનિયાનાં થઈ ગયાં છો.
બાપ સમજાવે છે હવે
બધાએ તમોપ્રધાન પણ જરુર બનવાનું છે ત્યારે તો બાપ આવીને સતોપ્રધાન બનાવે. બાપ કેટલું
સારી રીતે બેસી સમજાવે છે. કહે છે ભલે આપ બાળકો સર્વિસ પણ પોતાની કરો છો ફક્ત એક
વાત યાદ રાખો - બાપ ને યાદ કરો. સતોપ્રધાન બનવાનો બીજું કોઈ રસ્તો બતાવી ન શકે.
સર્વ નાં રુહાની સર્જન એક જ છે. એ જ આવીને આત્માઓને ઇન્જેક્શન લગાવે છે કારણકે આત્મા
જ તમોપ્રધાન બન્યો છે. બાપ ને અવિનાશી સર્જન કહેવાય છે. આત્મા અવિનાશી છે, પરમાત્મા
બાપ પણ અવિનાશી છે. હવે આત્મા સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યો છે, તેને ઇન્જેક્શન
જોઈએ. બાપ કહે છે બાળકો પોતાને આત્મા નિશ્ચય કરો અને પોતાનાં બાપ ને યાદ કરો.
બુદ્ધિયોગ ઉપર લગાવો તો સ્વીટહોમ માં ચાલ્યાં જશો. તમારી બુદ્ધિમાં છે હવે મારે
અમારા સ્વીટ સાઈલેન્સ હોમ માં જવાનું છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન અને
યોગ થી બુદ્ધિ ને પારસ બનાવવાની છે. કેટલાં પણ બિમાર હોવ, તકલીફ હોય, તેમાં પણ એક
બાપ ની યાદ રહે.
2. પોતાની ઊંચી તકદીર
બનાવવા માટે પૂરે-પૂરું નિશ્ચયબુદ્ધિ બનવાનું છે. બુદ્ધિયોગ આપણા સ્વીટ સાઇલેન્સ
હોમ માં લગાવવાનો છે.
વરદાન :-
ત્રિકાળદર્શી
બની વ્યર્થ સંકલ્પ કે સંસ્કારો નું પરિવર્તન કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જ્યારે માસ્ટર
ત્રિકાળદર્શી બની સંકલ્પ ને કર્મ માં લાવશો, તો કોઈ પણ કર્મ વ્યર્થ નહીં જશે. આ
વ્યર્થ ને બદલીને સમર્થ સંકલ્પ અને સમર્થ કાર્ય કરવું - આને કહેવાય છે સંપૂર્ણ
સ્ટેજ. ફક્ત પોતાનાં વ્યર્થ સંકલ્પો કે વિકર્મો ને ભસ્મ નથી કરવાનાં પરંતુ શક્તિરુપ
બની આખાં વિશ્વ નાં વિકર્મો નો બોજ હલ્કો કરવો કે અનેક આત્માઓનાં વ્યર્થ સંકલ્પો ને
મિટાવવાની મશીનરી તેજ કરો ત્યારે કહેવાશે વિશ્વ કલ્યાણકારી.
સ્લોગન :-
નષ્ટોમોહા બનવું
છે તો સેવા અર્થ સ્નેહ રાખો, સ્વાર્થ થી નહીં.
માતેશ્વરીજી નાં
અનમોલ મહાવાક્ય
“ જ્ઞાન અને યોગ નો
કોન્ટ્રાસ્ટ ( વિરોધાભાસ )”
યોગ અને જ્ઞાન બે
શબ્દ છે, યોગ કહેવાય છે પરમાત્મા ની યાદ ને. બીજા કોઈની યાદ નાં સંબંધ માં યોગ શબ્દ
નથી આવતો. ગુરુ લોકો જે પણ યોગ શીખવાડે છે, તે પણ પરમાત્મા ની તરફ જ લગાવે છે, પરંતુ
એમને ફક્ત પરમાત્મા નો પૂરો પરિચય નથી એટલે યોગ ની પૂરી સિદ્ધિ નથી મળતી. યોગ અને
જ્ઞાન બંને બળ છે, જે બંને નાં પુરુષાર્થ થી માઈટ મળે છે અને આપણે વિકર્માજીત બની
શ્રેષ્ઠ જીવન બનાવીએ છીએ. યોગ શબ્દ તો બધા કહે છે પરંતુ જેમનાથી યોગ લગાવાય છે એમનો
પહેલાં પરિચય જોઈએ. હવે આ પરમાત્મા નો પરિચય પણ આપણને પરમાત્મા દ્વારા જ મળે છે, એ
પરિચય થી યોગ લગાવવાથી પૂર્ણ સિદ્ધિ મળે છે. યોગ આપણાં પાસ્ટ (ભૂતકાળ) વિકર્મો નો
બોજો ભસ્મ કરે છે અને જ્ઞાન થી પણ ખબર પડે છે કે આગળ નાં માટે આપણે કયા કર્મ કરવાનાં
છે અને શા માટે? જીવન ની જડ છે સંસ્કાર, આત્મા પણ અનાદી સંસ્કારો થી બનેલો છે પરંતુ
કર્મ થી તે સંસ્કાર બદલાતા રહે છે. યોગ અને જ્ઞાન થી આત્મા માં શ્રેષ્ઠતા આવે છે અને
જીવન માં બળ આવે છે, પરંતુ આ બંને વસ્તુ મળે છે પરમાત્મા થી. કર્મ બંધન થી છોડાવવાનો
રસ્તો પણ આપણને પરમાત્મા થી પ્રાપ્ત થાય છે. આપણે જે વિકર્મ થી કર્મબંધન બનાવ્યા છે
એનાથી મુક્ત થઈએ અને આગળ નાં માટે આપણાં કર્મ વિકર્મ ન બને તો આ બંને નું બળ
પરમાત્મા નાં સિવાય કોઈ આપી નથી શકતું. યોગ અને જ્ઞાન બંને જ વસ્તુ પરમાત્મા લઈ આવે
છે, યોગ-અગ્નિ થી કરેલા વિકર્મ ભસ્મ કરાવે છે અને જ્ઞાન થી ભવિષ્ય નાં માટે શ્રેષ્ઠ
કર્મ શીખવાડે છે, જેનાથી કર્મ, અકર્મ થાય છે ત્યારે તો પરમાત્માએ કહ્યું છે કે આ
કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બહુ જ ગહન છે. હવે તો આપણ ને આત્માઓને ડાયરેક્ટ પરમાત્મા
નું બળ જોઈએ, શાસ્ત્રો દ્વારા આ યોગ અને જ્ઞાન નું બળ નથી મળી શકતું પરંતુ એ
સર્વશક્તિમાન બળવાન દ્વારા જ બળ મળે છે. હવે આપણે પોતાનાં જીવન ની જડ (સંસ્કાર) એવી
બનાવવાની છે જેનાથી જીવન માં સુખ મળે. તો પરમાત્મા આવી જીવન ની જડ માં શુદ્ધ
સંસ્કારો નાં બીજ નાંખે છે, જે શુદ્ધ સંસ્કારો નાં આધાર પર આપણે અડધોકલ્પ જીવનમુક્ત
બનીશું. અચ્છા. ઓમ શાંતિ.
અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
આપ પૂર્વજ, પૂજ્ય
આત્માઓને અનેક આત્માઓ શાંતિ દેવા, શક્તિ દેવા કહી યાદ કરી રહ્યા છે. એવા સમય પર હે
શાંતિ દેવ આત્માઓ, માસ્ટર શાંતિ નાં સાગર, માસ્ટર શાંતિ નાં સૂર્ય પોતાની શાંતિ ની
કિરણો, શાંતિ ની લહેર દાતા નાં બાળકો દેવા (દેવતા) બની સર્વ ને આપતા રહો. એવાં સેવા
કરવાનાં વિશેષ અભ્યાસી બનો.