14-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.02.2008
બાપદાદા મધુબન
“ વિશ્વ પરિવર્તન માટે
શાંતિ ની શક્તિ નો પ્રયોગ કરો”
આજે બાપદાદા પોતાનાં
વિશ્વ પરિવર્તક બાપ ની આશાઓ નાં દીપક બાળકો ને ચારેય તરફ જોઈ હર્ષિત થઈ રહ્યાં છે.
બાપદાદા જાણે છે કે બાળકો નો બાપદાદા સાથે અતિ અતિ અતિ પ્રેમ છે અને બાપદાદા નો પણ
દરેક બાળકો ની સાથે પદમગુણા થી પણ વધારે પ્રેમ છે અને આ પ્રેમ તો સદા જ આ સંગમયુગ
માં મળવાનો જ છે. બાપદાદા જાણે છે જેમ-જેમ સમય સમીપ આવી રહ્યો છે એ જ પ્રમાણે દરેક
બાળક નાં દિલ માં આ સંકલ્પ, આ ઉમંગ-ઉત્સાહ છે કે હવે કાંઈક કરવાનું જ છે કારણકે જોઈ
રહ્યાં છો કે આજ ની ત્રણેય સત્તાઓ અતિ હલચલ માં છે. ભલે ધર્મ સત્તા, ભલે રાજ્ય સત્તા
કે સાયન્સ ની સત્તા, સાયન્સ પણ હમણાં પ્રકૃતિ ને યથાર્થ રુપ માં ચલાવી નથી શકતી. આ
જ કહે છે, થવાનું જ છે કારણકે સાયન્સ ની સત્તા પ્રકૃતિ દ્વારા કાર્ય કરે છે. તો
સાયન્સ નાં સાધન હોવા છતાં, પ્રયત્ન કરતા પણ પ્રકૃતિ હવે કંટ્રોલ માં નથી અને આગળ
ચાલીને આ પ્રકૃતિ નાં ખેલ વધારે વધતા જશે કારણકે પ્રકૃતિ માં પણ હવે આદિ સમય ની
શક્તિ નથી રહી. એવાં સમય પર હવે વિચારો, હવે કઈ સત્તા પરિવર્તન કરી શકે છે? આ
સાઈલેન્સ ની શક્તિ જ વિશ્વ પરિવર્તન કરશે. તો ચારેય તરફ ની હલચલ ખતમ કરવા વાળા કોણ
છે? જાણો છો ને? આ પરમાત્મ-પાલના નાં અધિકારી આત્મા નાં સિવાય બીજું કોઈ નથી કરી
શકતું. તો તમને બધાને આ ઉમંગ-ઉત્સાહ છે કે અમે જ બ્રાહ્મણ આત્માઓ બાપદાદા ની સાથે
પણ છીએ અને પરિવર્તન નાં કાર્ય નાં સાથી પણ છીએ.
બાપદાદાએ વિશેષ
અમૃતવેલા તથા આખાં દિવસ માં ચાલતાં-ચાલતાં પણ જોયું છે કે જેટલી દુનિયા માં ત્રણેય
સત્તાઓ ની હલચલ છે એટલો આપ શાંતિ ની દેવીઓ, શાંતિ નાં દેવોએ જે શક્તિશાળી શાંતિ ની
શક્તિ નો પ્રયોગ કરવો જોઈએ, એમાં હજી કમી છે. તો બાપદાદા હવે બધા બાળકો ને આ ઉમંગ
અપાવી રહ્યાં છે. સેવા નાં ક્ષેત્ર માં તો અવાજ સારો ફેલાવી રહ્યાં છો, પરંતુ
સાઈલેન્સ ની શક્તિ ને ચારેય તરફ ફેલાવો. (આજે વારંવાર ખાસી આવી રહી છે) વાજું ખરાબ
છે તો પણ બાપદાદા બાળકો ને મળ્યાં વગર તો રહી નથી શકતાં બાળકો પણ રહી નથી શકતાં. તો
બાપદાદા આ વિશેષ ઈશારો આપી રહ્યાં છે કે હવે શાંતિ ની શક્તિ નાં વાયબ્રેશન ચારેય
તરફ ફેલાવો.
હમણાં વિશેષ બ્રહ્મા
બાબા અને જગદંબા ને જુઓ કે સ્વયં આદિ દેવ હોવા છતાં શાંતિ ની શક્તિ નો કેટલો ગુપ્ત
પુરુષાર્થ કર્યો. તમારી દાદીએ કર્માતીત બનવા માટે આ જ વાત ને કેટલી પાક્કી કરી.
જવાબદારી હોવા સાથે, સેવા નો પ્લાન બનાવતા શાંતિ ની શક્તિ જમા કરી. (ખાંસી વારંવાર
આવી રહી છે) વાજું કેટલું પણ ખરાબ હોય પરંતુ બાપદાદા નો પ્રેમ છે! તો સેવા ની
જવાબદારી કેટલી પણ મોટી હોય પરંતુ સેવા ની સફળતા નું પ્રત્યક્ષ ફળ શાંતિ ની શક્તિ
વગર, જેટલું ઈચ્છે છે એટલું નથી નીકળી શકતું અને પોતાનાં માટે આખાં કલ્પ ની
પ્રારબ્ધ ને પણ સાઈલેન્સ ની શક્તિ થી જ બનાવી શકો છો. એનાં માટે હવે દરેકે સ્વ
પ્રત્યે, આખાં કલ્પ ની પ્રારબ્ધ રાજ્ય ની અને પૂજ્ય ની ભેગી કરવા માટે હમણાં સમય છે
કારણકે સમય નાજુક આવવાનો જ છે. એવાં સમય પર શાંતિ ની શક્તિ દ્વારા ટચિંગ પાવર,
કેચિંગ પાવર બહુ જ આવશ્યક હશે. એવો સમયે આવશે જે આ સાધન કાંઈ નહીં કરી શકશે, ફક્ત
આધ્યાત્મિક બળ, બાપદાદા નાં ડાયરેક્શન ની ટચિંગ કાર્ય કરાવી શકશે. તો પોતાનાં માં
ચેક કરો - બાપદાદા ની એવાં સમયે મન અને બુદ્ધિ માં ટચિંગ આવી શકશે? એમાં બહુજકાળ નો
અભ્યાસ જોઈએ, એનું સાધન છે મન-બુદ્ધિ સદા જ ક્યારેક-ક્યારેક નહીં, સદા ક્લિન અને
ક્લિયર જોઈએ. હવે રીહર્સલ વધતું જશે અને સેકન્ડ માં રીયલ થઈ જશે. જરા પણ જો મન માં,
બુદ્ધિ માં કોઈ પણ આત્મા પ્રત્યે અથવા કોઈપણ કાર્ય પ્રત્યે, કોઈ પણ સાથી, સહયોગી
પ્રત્યે જરા પણ નેગેટિવ હશે તો એને ક્લિન અને ક્લિયર નહીં કહેવાશે એટલે બાપદાદા આ
અટેન્શન ખેંચાવી રહ્યાં છે. આખાં દિવસ માં ચેક કરો - સાઈલેન્સ પાવર કેટલો જમા કર્યો?
સેવા કરતા પણ સાઈલેન્સ ની શક્તિ જો વાણી માં નથી તો પ્રત્યક્ષ ફળ સફળતા જેટલી ઈચ્છો
છો એટલી નહીં હશે. મહેનત વધારે છે ફળ ઓછું. સેવા કરો પરંતુ શાંતિ ની શક્તિ-સંપન્ન
સેવા કરો. એમાં જેટલું રીઝલ્ટ ઈચ્છો છો એનાથી અધિક મળશે. વારંવાર ચેક કરો. બાકી
બાપદાદા ને ખુશી છે કે દિવસે-દિવસે જે પણ જ્યાં પણ સેવા કરી રહ્યાં છે તે સારી કરી
રહ્યાં છે પરંતુ સ્વ પ્રત્યે શાંતિ ની શક્તિ જમા કરવાનું, પરિવર્તન કરવાનું વધારે
અટેન્શન.
હમણાં આખી દુનિયા શોધી
રહી છે કે અંતે વિશ્વ પરિવર્તક નિમિત્ત કોણ બને છે? કારણકે દિવસે-દિવસે દુઃખ અને
અશાંતિ વધતી રહે છે અને વધવાનાં જ છે. તો ભક્ત પોતાનાં ઈષ્ટ ને યાદ કરી રહ્યાં છે,
કોઈ અતિ માં જઈને પરેશાની થી જીવી રહ્યાં છે. ધર્મ ગુરુઓ ની તરફ નજર ફેરવી રહ્યાં
છે અને સાયન્સ વાળા પણ હવે આ જ વિચારી રહ્યાં છે - કેવી રીતે કરીએ? ક્યાં સુધી થશે?
તો આ બધાનો જવાબ આપવા વાળા કોણ? બધાનાં દિલ માં આ જ પોકાર છે કે અંતે પણ ગોલ્ડન
મોર્નિંગ ક્યારે આવવાની છે. તો તમે બધા લાવવા વાળા છો ને? છો? હાથ ઉઠાવો જે સમજે છે
અમે નિમિત્ત છીએ? નિમિત્ત છો? (બધાએ હાથ ઉઠાવ્યો) અચ્છા. આટલાં બધા નિમિત્ત છો તો
કેટલાં સમય માં થવું જોઈએ? તમે બધા પણ ખુશ થઈ જાઓ છો અને બાપદાદા પણ ખુશ થઈ જાય છે.
જુઓ, આ ગોલ્ડન ચાન્સ દરેક ને ગોલ્ડન સમય પ્રમાણે પ્રાપ્ત થયો છે.
હવે પરસ્પર જેવી રીતે
સર્વિસ ની મીટીંગ કરો છો, પ્રોબ્લેમ હલ (ખતમ) કરવા માટે પણ મીટીંગ કરો છો ને? એવી
રીતે આ મીટીંગ કરો, આ પ્લાન બનાવો. યાદ અને સેવા. યાદ નો અર્થ છે શાંતિ નો પાવર અને
તે પ્રાપ્ત થશે, જ્યારે તમે ટોપ ની સ્ટેજ (ઊંચી સ્થિતિ) પર હશો. જેવી રીતે કોઈ ટોપ
સ્થાન હોય છે ને તો ત્યાં ઉભા રહી જાઓ તો કેટલું સારું સ્પષ્ટ દેખાય છે. એવી રીતે
તમારી ટોપ ની સ્ટેજ, સૌથી ટોપ શું છે? પરમધામ. બાપદાદા કહે છે સેવા કરી અને પછી ટોપ
ની સ્ટેજ પર બાપ ની સાથે આવીને બેસી જાઓ. જેવી રીતે થાકી જાય છે ને તો પાંચ મિનિટ
પણ ક્યાંક શાંતિથી બેસી જાય છે તો ફરક પડી જાય છે ને? એવી રીતે જ વચ્ચે-વચ્ચે બાપ
ની સાથે આવીને બેસી જાઓ. અને બીજું ટોપ નું સ્થાન છે સૃષ્ટિ ચક્ર ને જુઓ, સૃષ્ટિ
ચક્ર માં ટોપ સ્થાન કયું છે? સંગમ પર આવીને સોય (કાંટો) ટોપ પર દેખાડો છે ને? તો
નીચે આવ્યાં, સેવા કરી પછી ટોપ સ્થાન પર ચાલ્યાં જાઓ. તો સમજ્યાં શું કરવાનું છે?
સમય તમને પોકારી રહ્યો છે કે તમે સમય ને સમીપ લાવી રહ્યાં છો? રચયિતા કોણ? તો
પરસ્પર એવાં-એવાં પ્લાન બનાવો. અચ્છા.
બાળકોએ કહ્યું આવવાનો
જ છે તો બાપે કહ્યું - હા-જી. એવી રીતે જ એક-બીજા ની વાતો ને, સ્વભાવ ને, વૃતિ ને
સમજતા, હા-જી, હા-જી કરવાથી સંગઠન ની શક્તિ શાંતિ ની જ્વાળા પ્રગટ કરશે. જ્વાળામુખી
જોયો છે ને? તો આ સંગઠન ની શક્તિ શાંતિ ની જ્વાળા પ્રગટ કરશે. અચ્છા.
મહારાષ્ટ્ર,
આંધ્રપ્રદેશ, બોમ્બે ની સેવા નો ટર્ન છે:-
નામ જ મહારાષ્ટ્ર છે.
મહારાષ્ટ્ર ને વિશેષ ડ્રામાનુસાર ગોલ્ડન ગિફ્ટ પ્રાપ્ત થઈ છે. કઈ? બ્રહ્મા બાપ અને
મા ની પાલના મહારાષ્ટ્ર ને ડાયરેક્ટ મળી છે. દિલ્હી અને યુ.પી. માં પણ મળી છે પરંતુ
મહારાષ્ટ્ર ને વધારે. હવે મહારાષ્ટ્ર, મહા તો છો જ. હવે શું કરવાનું છે? મહારાષ્ટ્ર
મળીને એવો પ્લાન બનાવો, એવી મીટીંગ કરો જેમાં બધાનો એક જ સ્વભાવ, એક જ સંસ્કાર, એક
જ સેવા નું લક્ષ, શાંતિ ની શક્તિ કેવી રીતે ફેલાવો, એનો પ્લાન બનાવો. બનાવશો ને?
બનાવશો? અચ્છા, બાપદાદા ને એક મહિના પછી રિપોર્ટ આપશો કે શું પ્લાન બનાવ્યો છે?
તમારા આ રુહરિહાન થી વધારે પણ એડિશન (ઉમેરો) થઈ જશે. ભિન્ન-ભિન્ન ઝોન છે ને, તો તે
પણ એડિશન કરશે એમાં ઘાટ તમે બનાવો અને હીરા તે જડશે. છે ને હિંમત? ટીચર્સ, હિંમત
છે? પહેલી લાઈન, હિંમત છે? સંસ્કાર મિલન આ રાસ કયું ઝોન કરશે? કોઈ ઝોન શુભ વૃત્તિ,
શુભ દૃષ્ટિ અને શુભ કૃતિ આ કેવી રીતે થાય, એક ઝોન આ ઉઠાવે. બીજું ઝોન - જો કોઈ આત્મા
સ્વયં સંસ્કાર પરિવર્તન નથી કરી શકતો, ઈચ્છે પણ છે પરંતુ કરી નથી શકતો તો એમનાં
પ્રત્યે રહ્મદિલ બની, ક્ષમા સહયોગ, સ્નેહ આપીને કેવી રીતે પોતાનાં બ્રાહ્મણ-પરિવાર
ને શક્તિશાળી બનાવે - એનો પ્લાન બનાવે. આ બની શકે છે? બની શકે છે? પહેલી લાઈન બતાવો
બની શકે છે? હાથ ઉઠાવો બની શકે છે? કારણકે પહેલી લાઈન માં બધા મહારથી બેઠાં છે. હમણાં
બાપદાદા નામ નથી સંભળાવતા, દરેક ઝોન ને જે ગમે તે રુહરિહાન કરી પછી શિવરાત્રી ની પછી
પણ એક મહિના માં રીઝલ્ટ સંભળાવે. મહારાષ્ટ્ર છે ને વધારે સારું છે. વૃદ્ધિ તો બધી
જગ્યાએ થઈ રહી છે એની બાપદાદા મુબારક, મુબારક આપી રહ્યાં છે. હવે જે કર્યુ એની તો
મુબારક છે પરંતુ હવે ક્વોલિટી ની વૃદ્ધિ કરો. ક્વોલિટી નો અર્થ આ નથી કે સાહુકાર
હોય, ક્વોલિટી નો મતલબ છે યાદ નાં નિયમ પ્રમાણે જીવન માં સબૂત (પ્રમાણ) બનીને દેખાડે.
બાકી માઈક અને વારીસ તે તો જાણો જ છો. નિશ્ચયબુદ્ધિ અને નિશ્ચિંત છો. અચ્છા.
ડબલ ફોરેનર્સ માં,
યુગલો અને કુમારીઓ ની વિશેષ રિટ્રીટ ચાલી છે:-
આ નિશાની લગાવી ને આવ્યાં છે. સારું લાગે છે. કુમારીઓ એવી રીતે ફરી જાઓ જે બીજા જુએ,
ચક્ર લગાવો. સારું છે. બધા લક્કી છે પરંતુ કુમારીઓ ડબલ લક્કી છે. કેમ? એમ તો કુમાર
પણ લક્કી છે પરંતુ કુમારીઓ ને જે કુમારી જીવન માં અમર રહે છે તો બાપદાદા નું,
ગુરુભાઈ નું તખ્ત મળે છે. દિલતખ્ત તો છે જ. તે તો બધાને છે પરંતુ ગુરુ નું તખ્ત છે
જ્યાં બેસીને મોરલી સંભળાવે છે. ટીચર બનીને ટીચ કરો છો એટલે બાપદાદા કહે છે કે
કુમારીઓ ડબલ લક્કી છે. કુમારીઓ માટે ગાયન છે કે ૨૧ પરિવાર નો ઉદ્ધાર કરવા વાળી છે.
તો તમે પોતાનાં ૨૧ જન્મો નો તો ઉદ્ધાર કર્યો પરંતુ બીજા જેમનાં નિમિત્ત બનો છો એમનો
પણ ૨૧ જન્મો માટે ઉદ્ધાર થઈ જાય છે. તો એવી કુમારીઓ છો ને? એવી છો? પાક્કું. જે
થોડા-થોડા કાચ્ચા છે તે હાથ ઉઠાવો. પાક્કા છે. તમે જોયું (દાદીઓ સાથે) પાક્કી
કુમારીઓ છે? પાક્કી છે! મોહિની બહેન (ન્યુયોર્ક) બતાવો, પાક્કી છે? કુમારીઓ નું
ગ્રુપ પાક્કું છે? એમનાં ટીચર કોણ? (મીરાબહેન) પાક્કી છે તો તાળી વગાડો. બાપદાદા ને
પણ ખુશી છે. અચ્છા. (આ કુમારીઓ ની આઠમી રીટ્રીટ છે - એમનો વિષય હતો પોતાના-પણા નો
અનુભવ, ૩૦ દેશો ની ૮૦ કુમારીઓ આવી છે, બધાએ પોતાના-પણા નો બહુ જ સારો અનુભવ કર્યો
છે) મુબારક છે. આ તો કુમારીઓ થઈ, તમે બધા કોણ છો? તમે કહો આ તો કુમારીઓ છે અમે
બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ છીએ. તમે પણ ઓછા નથી. આ કુમારો નું ગ્રુપ છે,
હળેલું-મળેલું ગ્રુપ છે. સારું છે. યુગલો ને કયો નશો છે? એક્સ્ટ્રા નશો, ખબર છે?
જ્યાર થી પ્રવૃત્તિ વાળા આ નોલેજ ને ધારણ કરવા લાગ્યાં છે તો મેજોરીટી હવે લોકો માં
હિંમત આવી છે કે અમે પણ કરી શકીએ છીએ. પહેલાં સમજતા હતાં કે બ્રહ્માકુમારીઓ બનવું
અર્થાત્ બધુ છોડવું પરંતુ હવે સમજે છે કે બ્રહ્માકુમાર-કુમારી બનીને પરિવાર,
વ્યવહાર બધું જ ચાલી શકે છે. અને યુગલો ની એક વિશેષતા બીજી છે, એમણે મહાત્માઓ ને પણ
ચેલેન્જ કરી છે કે અમે સાથે રહેવા છતાં, વ્યવહાર કરવા છતાં, અમારો પરમાર્થ શ્રેષ્ઠ
છે. વિજયી છીએ. તો વિજય ની હિંમત અપાવવી, આ યુગલો નું કામ છે એટલે બાપદાદા યુગલો ને
પણ મુબારક આપે છે. ઠીક છે ને? ચેલેન્જ કરવા વાળા છો ને? પાક્કું? કોઈ આવીને સી.આઈ.ડી.
કરે તો કરવા દો? કહો કરવા દો? છે તાકાત? છે? હાથ ઉઠાવો. અચ્છા.
બાપદાદા સદા જ ડબલ
ફોરેનર્સ ને હિંમતવાળા સમજે છે. કેમ? બાપદાદાએ જોયું છે કે કામ પર પણ જતા, ક્લાસ પણ
કરતા, ઘણાં ક્લાસ પણ કરાવતા પરંતુ ઓલરાઉન્ડ સેન્ટર ની સેવા માં પણ મદદગાર બને છે.
એટલે બાપદાદા ટાઈટલ આપે છે, આ છે ઓલરાઉન્ડ ગ્રુપ, અચ્છા. આવી રીતે જ આગળ વધતા રહેજો
અને બીજાઓ ને પણ આગળ વધારતા રહેજો. અચ્છા.
ટીચર્સ સાથે :-
ટીચર્સ ઠીક છે? ઘણાં છે ટીચર્સ. સારું છે જુઓ, બાપ સમાન ટાઈટલ તમારું પણ છે. બાપ પણ
ટીચર બનીને આવે છે તો ટીચર એટલે સ્વ-અનુભવ નાં આધાર થી બીજાઓ ને પણ અનુભવી બનાવવાં.
અનુભવ ની ઓથોરિટી સૌથી વધારે છે. જો એકવાર પણ કોઈ વાત નો અનુભવ કરી લે છે, તો
જીવનભર નથી ભૂલતાં. સાંભળેલી વાત, જોયેલી વાત ભૂલી જવાય છે પરંતુ અનુભવ થયેલી વાત
ક્યારેય પણ ભૂલાતી નથી. તો ટીચર્સ અર્થાત્ અનુભવી બની અનુભવી બનાવવા. આ જ કામ કરો
છો ને? સારું છે. જે પણ અનુભવ માં કમીઓ છે ને, તે એક મહિના માં ભરી દેજો. પછી
બાપદાદા રીઝલ્ટ મંગાવશે. અચ્છા.
ચારેય તરફ નાં બાપદાદા
નાં દિલ તખ્તનશીન અને વિશ્વ રાજ્ય નાં તખ્તનશીન, સદા પોતાની સાઈલેન્સ ની શક્તિ ને
આગળ વધારતા અને બીજાઓ ને પણ આગળ વધારવાનો ઉમંગ-ઉત્સાહ આપવા વાળા, સદા ખુશ રહેવા વાળા
અને બધાને ખુશી ની ગિફ્ટ આપવા વાળા ચારેય તરફ નાં બાપદાદા નાં લક્કી અને લવલી બાળકો
ને બાપદાદા નાં યાદ-પ્યાર અને દુવાઓ, નમસ્તે.
વરદાન :-
દરેક કન્ડિશન
માં સેફ ( સુરક્ષિત ) રહેવા વાળા એરકન્ડિશન ની ટિકિટ નાં અધિકારી ભવ
એરકન્ડિશન ની ટિકિટ એ
જ બાળકો ને મળે છે જે અહીં દરેક કન્ડિશન માં સેફ રહે છે. કોઈ પણ પરિસ્થિતિ આવી જાય,
કેવી પણ સમસ્યાઓ આવી જાય પરંતુ દરેક સમસ્યા ને સેકન્ડ માં પાર કરવાનું સર્ટિફિકેટ
જોઈએ. જેવી રીતે એ ટિકિટ માટે પૈસા આપો છો એવી રીતે અહીં “સદા વિજયી” બનવાનાં મની (પૈસા)
જોઈએ - જેનાથી ટિકિટ મળી શકે. આ મની પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની જરુર નથી, ફક્ત
બાપ ની સદા સાથે રહો તો અગણિત કમાણી જમા થતી રહેશે.
સ્લોગન :-
કેવી પણ
પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ ચાલી જાય પરંતુ ખુશી ન જાય.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
જેવી રીતે તમારી રચના
કાચબો સેકન્ડ માં બધા અંગ સમેટી લે છે. સમેટવા ની શક્તિ રચના માં પણ છે. તમે માસ્ટર
રચયિતા સમેટવા ની શક્તિ નાં આધાર થી સેકન્ડ માં સર્વ સંકલ્પો ને સમાવીને એક સંકલ્પ
માં સ્થિત થઈ જાઓ. જ્યારે સર્વ કર્મેન્દ્રિયો નાં કર્મ ની સ્મૃતિ થી પરે એક જ
આત્મિક સ્વરુપ માં થઈ જશો ત્યારે કર્માતીત અવસ્થા નો અનુભવ થશે.