15-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારા
મુખ માંથી ક્યારેય પણ હે ઈશ્વર , હે બાબા શબ્દ નીકળવો ન જોઈએ , આ તો ભક્તિ માર્ગ ની
પ્રેક્ટિસ છે”
પ્રશ્ન :-
આપ બાળકો સફેદ ડ્રેસ પસંદ કેમ કરો છો? આ કઈ વાત નું પ્રતીક છે?
ઉત્તર :-
હમણાં તમે આ જૂની દુનિયા થી જીવતે જીવ મરી ચૂક્યાં છો એટલે તમને સફેદ ડ્રેસ પસંદ
છે. આ સફેદ ડ્રેસ મૃત્યુ ને સિદ્ધ કરે છે. જ્યારે કોઈ મરે છે તો તેનાં પર પણ સફેદ
કપડા નાખે છે, આપ બાળકો પણ હમણાં મરજીવા બન્યાં છો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકો ને સમજાવે છે, રુહાની શબ્દ ન કહી ફક્ત બાપ કહે તો પણ ઠીક છે. બાપ બાળકો ને
સમજાવે છે. બધા પોતાને ભાઈ-ભાઈ તો કહે જ છે. તો બાપ સમજાવે છે બાળકો ને. બધાને તો
નહીં સમજાવતા હશે. બધા પોતાને ભાઈ-ભાઈ કહે જ છે. ગીતા માં લખેલું છે - ભગવાનુવાચ.
હવે ભગવાનુવાચ કોનાં પ્રત્યે? ભગવાન નાં છે બધા બાળકો. એ બાપ છે તો ભગવાન નાં બાળકો
બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે. ભગવાને જ સમજાવ્યું હશે, રાજયોગ શીખવાડ્યો હશે. હમણાં
તમારી બુદ્ધિ નું તાળું ખુલેલું છે. દુનિયા માં બીજા કોઈ નાં પણ આવાં વિચાર નથી ચાલી
શકતાં. જેને-જેને સંદેશ મળતો જશે તે સ્કૂલ માં આવતા જશે, ભણતા જશે. સમજશે પ્રદર્શન
તો જોયું, હવે જઈને કાંઈક વધારે સાંભળીએ. પહેલી-પહેલી મુખ્ય વાત છે જ્ઞાન નાં સાગર,
પતિત-પાવન ગીતા જ્ઞાન દાતા શિવ ભગવાનુવાચ, પહેલાં-પહેલાં તેમને આ ખબર પડે કે તેમને
શીખવાડવા વાળા અથવા સમજાવવા વાળા કોણ છે? એ સુપ્રીમ સોલ (પરમ આત્મા) જ્ઞાન નાં સાગર
નિરાકાર છે. એ તો છે જ સત્ય (ટ્રુથ). એ સત્ય જ બતાવશે. પછી તેમાં બીજા કોઈ પ્રશ્નો
ઉઠી નથી શકતાં. પહેલાં-પહેલાં તો આનાં પર સમજાવવાનું છે, અમને પરમપિતા પરમાત્મા
બ્રહ્મા દ્વારા રાજયોગ શીખવાડે છે. આ રાજાઈ પદ છે. જેમને નિશ્ચય થઈ જશે કે જે સર્વ
નાં બાપ છે, એ પારલૌકિક બાપ બેસીને સમજાવે છે, એ જ સૌથી મોટી ઓથોરિટી (સત્તા) છે તો
પછી બીજા કોઈ પ્રશ્ન ઉઠી જ નથી શકતાં. એ છે પતિત-પાવન તો જ્યારે એ અહીં આવે છે તો
જરુર પોતાનાં સમય પર આવતા હશે. તમે જુઓ પણ છો - આ એ જ મહાભારત લડાઈ છે. વિનાશ પછી
ફરી વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા બનવાની છે. આ છે વિશશ (વિકારી) દુનિયા. આ મનુષ્ય
નથી જાણતા કે ભારત જ વાઈસલેસ હતું. કાંઈ પણ બુદ્ધિ ચાલતી નથી. ગોદરેજ નું તાળું
લાગેલું છે. તેની ચાવી એક બાપ ની પાસે જ છે એટલે એમને જ જ્ઞાન દાતા, દિવ્ય ચક્ષુ
વિધાતા કહેવાય છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે. આ કોઈને ખબર નથી કે તમને ભણાવવા
વાળા કોણ છે. દાદા સમજી લે છે ત્યારે ટીકા કરે છે. કાંઈ ને કાંઈ બોલે છે - એટલે
પહેલી-પહેલી વાત જ આ સમજાવો. આમાં લખેલું પણ છે - શિવ ભગવાનુવાચ. એ તો છે જ સત્ય.
બાપ સમજે છે હું
પતિત-પાવન શિવ છું. હું પરમધામ થી આવ્યો છું, આ સાલિગ્રામો ને ભણાવવાં. બાપ છે જ
નોલેજફુલ. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. આ શિક્ષા હમણાં જ તમને જ
બેહદ નાં બાપ પાસે થી મળી રહી છે. એ જ સૃષ્ટિ નાં રચયિતા છે. પતિત સૃષ્ટિ ને પાવન
બનાવવા વાળા છે. બોલાવે પણ છે હે પતિત-પાવન આવો તો પહેલાં-પહેલાં એમનો જ પરિચય
આપવાનો છે. એ પરમપિતા પરમાત્મા ની સાથે તમારો શું સંબંધ છે? એ છે જ સત્ય. નર થી
નારાયણ બનવાની સત્ય નોલેજ આપે છે. બાળકો જાણે છે બાપ સત્ય છે, બાપ જ સચખંડ બનાવે
છે. તમે નર થી નારાયણ બનવા અહીં આવો છો. બેરિસ્ટર પાસે જશે તો સમજશે અમે બેરિસ્ટર
બનવા આવ્યાં છીએ. હવે તમને નિશ્ચય છે કે આપણને ભગવાન ભણાવે છે. ઘણાં નિશ્ચય કરે પણ
છે પછી સંશયબુદ્ધિ બની જાય છે તો તેમને બધા મનુષ્ય કહે છે તમે તો કહેતાં હતાં,
ભગવાન ભણાવે છે પછી ભગવાન ને છોડીને કેમ આવ્યાં છો? સંશય આવવાથી જ ભાગન્તી થઈ જાય
છે. કોઈ ન કોઈ વિકર્મ કરે છે. ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, એનાં પર જીત મેળવવા થી જ
તમે જગતજીત બનશો. જે પાવન બનશે એ જ પાવન દુનિયા માં જશે. અહીં છે જ રાજયોગ ની વાત.
તમે જઈને ત્યાં રાજાઈ કરશો. બાકી જે પણ આત્માઓ છે તે પોતાનો હિસાબ-કિતાબ ચૂક્તું કરી
પાછા પોતાનાં ઘરે ચાલ્યાં જશે. આ કયામત નો સમય છે. હવે આ બુદ્ધિ કહે છે સતયુગ ની
સ્થાપના જરુર થવાની છે. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે. બાકી બધા મુક્તિધામ માં
ચાલ્યાં જશે. તેમણે પછી પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. તમે પણ પોતાનો પુરુષાર્થ કરતા
રહો છો. પાવન બની અને પાવન દુનિયા નાં માલિક બનવા માટે. માલિક તો બધા પોતાને સમજશે
ને? પ્રજા પણ માલિક છે. હમણાં પ્રજા પણ કહે છે ને - અમારું ભારત. મોટા માં મોટા
મનુષ્ય સંન્યાસી વગેરે પણ કહે છે અમારું ભારત. તમે સમજો છો આ સમયે ભારત માં બધા
નર્કવાસી છે. હમણાં આપણે સ્વર્ગવાસી બનવા માટે આ રાજયોગ શીખી રહ્યાં છીએ. બધા તો
સ્વર્ગવાસી નહીં બનશે. આ હમણાં જ્ઞાન આવ્યું છે. તે લોકો જે સંભળાવે છે, શાસ્ત્ર
સંભળાવે છે. તે છે શાસ્ત્રો ની ઓથોરિટી. બાપ કહે છે આ ભક્તિમાર્ગ નાં વેદ-શાસ્ત્ર
વગેરે બધા વાંચવાથી સીડી નીચે ઉતરતા જાય છે. આ બધો છે ભક્તિમાર્ગ. બાપ કહે છે જ્યારે
ભક્તિ માર્ગ પૂરો થશે ત્યારે જ હું આવીશ. મારે જ આવીને બધા ભક્તો ને ભક્તિ નું ફળ
આપવાનું છે. મેજોરીટી (મોટી સંખ્યા) તો ભક્તો ની છે. બધા પોકારતા રહે છે ને - હે
ગોડ ફાધર. ભક્તો નાં મુખ માંથી ઓ ગોડ ફાધર, હે ભગવાન જરુર નીકળશે. હવે ભક્તિ અને
જ્ઞાન માં તો ફરક છે. તમારા મુખ માંથી ક્યારેય હે ઈશ્વર, હે ભગવાન આ શબ્દ નહીં
નીકળશે. મનુષ્યો ને તો આ અડધાકલ્પ ની પ્રેક્ટિસ પડેલી છે. તમે જાણો છો એ તો આપણા
બાપ છે, તમારે હે બાબા થોડી કરવાનું છે? બાપ પાસે થી તો તમારે વારસો લેવાનો છે.
પહેલાં તો આ નિશ્ચય છે અમે બાપ પાસે થી વારસો લઈએ છીએ. બાપ બાળકો ને વારસો લેવાના
અધિકારી બનાવે છે. આ તો સાચાં બાપ છે ને? બાપ જાણે છે - આ મારા બાળકો છે, જેમને હું
જ્ઞાન અમૃત પીવડાવી, જ્ઞાન ચિતા પર બેસાડી ઘોર નિંદ્રા થી જગાડી સ્વર્ગ માં લઈ જાઉં
છું. બાપે સમજાવ્યું છે - આત્માઓ ત્યાં શાંતિધામ અને સુખધામ માં રહે છે. સુખધામ ને
કહેવાય છે વાઈસલેસ વર્લ્ડ. સંપૂર્ણ નિર્વિકારી દેવતાઓ છે ને? અને તે છે સ્વીટ હોમ.
તમે જાણી ગયા છો કે આપણું હોમ (ઘર) તે છે, આપણે એક્ટર્સ તે શાંતિધામ થી આવીએ છીએ -
અહીંયા પાર્ટ ભજવવાં. આપણે આત્માઓ અહીં નાં રહેવાસી નથી. તે એક્ટર્સ અહીં નાં
રહેવાસી હોય છે. ફક્ત ઘરે થી આવીને ડ્રેસ બદલીને પાર્ટ ભજવે છે. તમે તો સમજો છો આપણું
ઘર શાંતિધામ છે, ત્યાં આપણે ફરી પાછા જઈએ છીએ. જ્યારે બધા એક્ટર્સ સ્ટેજ પર આવી જાય
છે ત્યારે પછી બાપ આવીને બધાને લઈ જશે, એટલે એમને લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક)
પણ કહેવાય છે. દુઃખહર્તા સુખકર્તા છે તો આટલાં બધા મનુષ્ય ક્યાં જશે? વિચાર કરો -
પતિત-પાવન ને બોલાવે છે. શેના માટે? પોતાનાં મૃત્યુ માટે, દુઃખ ની દુનિયા માં રહેવા
નથી ઈચ્છતાં. એટલે કહે છે ઘરે ચાલો. આ બધા મુક્તિ ને જ માનવા વાળા છે. ભારત નો
પ્રાચીન રાજયોગ પણ કેટલો પ્રખ્યાત છે. વિલાયત માં પણ જાય છે પ્રાચીન રાજયોગ શીખવાડવાં.
હકીકત માં હઠયોગી તો રાજયોગ જાણતા જ નથી. તેમનો યોગ જ ખોટો છે એટલે તેમને જઈને
સાચ્ચો રાજયોગ શીખવાડવાનો છે. મનુષ્ય સંન્યાસીઓ ની કફની જોઈ તેમને કેટલું માન આપે
છે. બૌદ્ધ ધર્મ માં પણ સંન્યાસીઓ ને, કફની પહેરેલી જોઈ તેમને માને છે. સંન્યાસી તો
પછી આવે છે. બૌદ્ધ ધર્મ માં પણ શરુઆત માં કોઈ સંન્યાસી હોતાં નથી. જ્યારે પાપ વધે
છે, ત્યારે સંન્યાસ ધર્મ સ્થાપન થાય છે. શરુઆત માં તો તે આત્માઓ ઉપર થી આવે છે. એમની
સંખ્યા આવે છે. શરુ માં સંન્યાસ શીખવાડીને શું કરશે, સંન્યાસ થાય છે પાછળ થી. આ પણ
અહીં થી કોપી (નકલ) કરે છે. ક્રિશ્ચન માં પણ અનેક છે જે સંન્યાસીઓ નું માન રાખે છે.
કફની નો જે પહેરવેશ છે, તે હઠયોગીઓ નો છે. તમારે તો ઘરબાર છોડવાના નથી. નથી કોઈ
સફેદ કપડા નું બંધન પરંતુ સફેદ સારા છે. તમે ભઠ્ઠી માં રહ્યાં છો તો ડ્રેસ પણ આ થઈ
ગયો છે. આજકાલ સફેદ ઘણાં પસંદ કરે છે. મનુષ્ય મરે છે તો પણ સફેદ ચાદર નાખે છે. તમે
પણ હમણાં મરજીવા બન્યાં છો તો સફેદ ડ્રેસ સારો છે.
તો પહેલાં કોઈને પણ
બાપ નો પરિચય આપવાનો છે. બે બાપ છે, આ વાતો સમજવા માં સમય લે છે. પ્રદર્શન માં એટલું
સમજાવી નહીં શકો. સતયુગ માં હોય છે એક બાપ. આ સમયે તમને ૩ બાપ છે કારણકે ભગવાન આવે
છે પ્રજાપિતા બ્રહ્મા નાં તન માં, તે પણ તો બાપ છે બધાનાં. લૌકિક બાપ પણ છે. અચ્છા,
હવે ત્રણેય બાપ માં ઊંચો વારસો કોનો? નિરાકાર બાપ વારસો કેવી રીતે આપે? એ પછી આપે
છે બ્રહ્મા દ્વારા. આ ચિત્ર પર તમે ખૂબ સારી રીતે સમજાવી શકો છો. શિવબાબા નિરાકાર
છે અને આ છે પ્રજાપિતા બ્રહ્મા આદિદેવ, ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. બાપ કહે છે મુજ
શિવ ને તમે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર નહીં કહેશો. હું બધાનો બાપ છું. આ છે પ્રજાપિતા
બ્રહ્મા. તમે થઈ ગયા બધા બહેન-ભાઈ. ભલે સ્ત્રી-પુરુષ છો પરંતુ બુદ્ધિ થી જાણો છો અમે
ભાઈ-બહેન છીએ. બાપ પાસે થી વારસો લઈએ છીએ. ભાઈ-બહેન પરસ્પર ક્રિમિનલ એસાલ્ટ (કુકર્મ)
કરી ન શકે. જો બંને ની પરસ્પર વિકારી દૃષ્ટિ ખેંચાય છે તો પછી નીચે પડી જાય છે. બાપ
ને ભૂલી જાય છે. બાપ કહે છે તમે મારા બાળક બની પછી મુખ કાળું કરો છો. બેહદ નાં બાપ
બાળકો ને સમજાવે છે. તમને આ નશો ચઢેલો છે. જાણો છો ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું
છે. લૌકિક સંબંધીઓ ને પણ મોઢું બતાવવાનું છે, તોડ (સંબંધ) નિભાવવાનો છે. લૌકિક બાપ
ને તો તમે બાપ કહેશો ને? તેમને તો તમે ભાઈ ન કહી શકો. ઓર્ડિનરી વે માં (સાધારણ રીતે)
બાપ ને બાપ જ કહેવાશે. બુદ્ધિ માં છે આ અમારા લૌકિક બાપ છે. જ્ઞાન તો છે ને? આ
જ્ઞાન બહુ વિચિત્ર છે. આજકાલ તો નામ પણ લઈ લે છે પરંતુ કોઈ વિઝીટર (મુલાકાતી) વગેરે
બહાર નાં માણસ ની સામે ભાઈ કહી દો તો તે સમજશે આમનું માથું ખરાબ થયું છે. આમાં ખૂબ
યુક્તિ જોઈએ. તમારું ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત સંબંધ છે. આમાં ખૂબ યુક્તિ થી ચાલવાનું
છે. પરંતુ એક-બીજા ને રિગાર્ડ આપવો સારું છે. લૌકિક સાથે પણ સંબંધ નિભાવવાનો છે.
બુદ્ધિ ચાલી જવી જોઈએ ઉપર. આપણે બાબા પાસે થી વારસો લઈ રહ્યાં છીએ. બાકી કાકા ને
કાકા, બાપ ને બાપ કહેવું પડશે. જે બી.કે. બન્યાં નથી તે તો ભાઈ-બહેન સમજશે નહીં. જે
બ્રહ્માકુમાર-કુમારીઓ બન્યાં છે એ જ આ વાતો ને સમજશે. બહાર વાળા તો પહેલાં સાંભળીને
ચમકશે. આમાં સમજવાની ખૂબ સારી બુદ્ધિ જોઈએ. બાપ આપ બાળકો ને વિશાળ બુદ્ધિ બનાવે છે.
તમે પહેલાં હદ ની બુદ્ધિ માં હતાં. હવે બુદ્ધિ ચાલી જાય છે બેહદ માં. આપણા એ બેહદ
નાં બાપ છે. આ બધા આપણા ભાઈ-બહેન છે. બાકી સંબંધ માં તો વહુ ને વહુ, સાસુ ને સાસુ જ
કહેવાશે, બહેન થોડી કહેવાશે? આવે તો બંને છે. ઘર માં રહેતાં પણ ખૂબ યુક્તિ થી ચાલવું
પડશે. લોક સંગ્રહ ને પણ જોવું પડે છે. નહીં તો તે લોકો કહેશે આ પતિ ને ભાઈ, સાસુ ને
બહેન કહે છે, આ શું શીખે છે? આ જ્ઞાન ની વાતો તો તમે જ જાણો બીજા ન જાણે કોઈ. કહે
છે ને - તમારી ગતિ-મતિ તમે જ જાણો. હવે તમે એમનાં બાળક બન્યાં છો તો તમારી ગતિ-મતિ
તમે જ જાણો. ખૂબ સંભાળી ને ચાલવું પડે છે. ક્યાંય કોઈ મુંઝાય નહીં. તો પ્રદર્શન માં
પણ આપ બાળકોએ પહેલાં-પહેલાં આ જ સમજાવવાનું છે કે આપણને ભણાવવા વાળા ભગવાન છે. હવે
બતાવો એ કોણ છે? નિરાકાર શિવ કે શ્રીકૃષ્ણ? શિવજયંતી પછી આવે છે કૃષ્ણ જયંતી કારણકે
બાપ રાજયોગ શીખવાડે છે. બાળકો ની બુદ્ધિ માં આવ્યું ને? જ્યાં સુધી શિવ પરમાત્મા ન
આવે, શિવ જયંતી મનાવી ન શકાય. જ્યાં સુધી શિવ આવીને કૃષ્ણપુરી સ્થાપન ન કરે તો
શ્રીકૃષ્ણ જયંતી પણ કેવી રીતે મનાવાય? શ્રીકૃષ્ણ નો જન્મ તો મનાવે છે પરંતુ સમજે
થોડી છે? શ્રીકૃષ્ણ પ્રિન્સ (રાજકુમાર) હતાં તો જરુર સતયુગ માં પ્રિન્સ હશે ને?
દેવી-દેવતાઓ ની રાજધાની હશે. ફક્ત એક શ્રીકૃષ્ણ ને તો બાદશાહી નહીં મળી હશે. જરુર
કૃષ્ણપુરી હશે ને? કહે પણ છે કૃષ્ણપુરી અને આ છે કંસપુરી. કંસપુરી ખતમ થઈ પછી
કૃષ્ણપુરી સ્થાપન થઈ ને? થાય છે ભારત માં જ. નવી દુનિયા માં થોડી આ કંસ વગેરે હોઈ
શકે છે? કંસપુરી કહેવાય છે કળિયુગ ને. અહીં તો જુઓ કેટલાં મનુષ્ય છે! સતયુગ માં થોડા
હોય છે. દેવતાઓએ કોઈ લડાઈ નથી કરી. કૃષ્ણપુરી કહો અથવા વિષ્ણુપુરી કહો, દૈવી
સંપ્રદાય કહો, આસુરી સંપ્રદાય અહીં છે. બાકી નથી દેવતાઓ અને અસુરો ની લડાઈ થઈ, નથી
કૌરવો-પાંડવો ની થઈ. તમે રાવણ પર જીત મેળવો છો. બાપ કહે છે આ ૫ વિકારો પર જીત મેળવો
તો તમે જગતજીત બની જશો, આમાં કાંઈ લડવાનું નથી. લડવાનું નામ લે તો હિંસા થઈ જાય.
રાવણ પર જીત મેળવવાની છે, પરંતુ નોનવાયોલેંસ (અહિંસા) થી. ફક્ત બાપ ને યાદ કરવાથી
આપણા વિકર્મ વિનાશ થાય છે. લડાઈ વગેરે ની કોઈ વાત નથી. બાપ કહે છે તમે તમોપ્રધાન બની
ગયા છો હવે ફરી તમારે સતોપ્રધાન બનવાનું છે. ભારત નો પ્રાચીન રાજયોગ પ્રખ્યાત છે.
બાપ કહે છે - મારી સાથે બુદ્ધિ નો યોગ લગાવો તો તમારા પાપ ભસ્મ થશે. બાપ પતિત-પાવન
છે તો એમની સાથે બુદ્ધિયોગ લગાવવાનો છે ત્યારે તમે પતિત થી પાવન બની જશો. હવે
પ્રેક્ટિકલ માં તમે એમની સાથે યોગ લગાવી રહ્યાં છો, આમાં લડાઈ ની કોઈ વાત નથી. જે
સારી રીતે ભણશે અને બાપ ની સાથે યોગ લગાવશે એ જ બાપ પાસે થી વારસો મેળવશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભાઈ-ભાઈ ની
દૃષ્ટિ નો અભ્યાસ કરતા લૌકિક બંધનો થી તોડ નિભાવવાનો છે. બહુ જ યુક્તિ થી ચાલવાનું
છે. વિકારી દૃષ્ટિ બિલકુલ જવી ન જોઈએ. કયામત નાં સમયે સંપૂર્ણ પાવન બનવાનું છે.
2. બાપ પાસે થી પૂરો
વારસો લેવા માટે સારી રીતે ભણતર ભણવાનું છે અને પતિત-પાવન બાપ સાથે યોગ લગાવીને
પાવન બનવાનું છે.
વરદાન :-
પોતાની
સંપૂર્ણતા નાં આધાર પર સમય ને સમીપ લાવવા વાળા માસ્ટર રચયિતા ભવ
સમય તમારી રચના છે,
આપ માસ્ટર રચયિતા છો. રચયિતા રચના નાં આધાર પર નથી હોતાં. રચયિતા રચના ને અધીન કરે
છે એટલે આ ક્યારેય ન વિચારો કે સમય જાતે જ સંપૂર્ણ બનાવી દેશે. તમારે સંપૂર્ણ બની
સમય ને સમીપ લાવવાનો છે. આમ કોઈ પણ વિઘ્ન આવે છે તો સમય પ્રમાણે જશે જરુર પરંતુ સમય
ની પહેલાં પરિવર્તન શક્તિ દ્વારા એને પરિવર્તન કરી નાખો - તો એની પ્રાપ્તિ તમને થઈ
જશે. સમય નાં આધાર પર પરિવર્તન કર્યુ તો એની પ્રાપ્તિ તમને નહીં થશે.
સ્લોગન :-
કર્મ અને યોગ
નું બેલેન્સ રાખવા વાળા જ સાચાં કર્મયોગી છે.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જ્યાં સુધી
કર્મેન્દ્રિયો નો આધાર છે તો કર્મ તો કરવાના જ છે, પરંતુ કર્મબંધન નહીં કર્મસંબંધ.
જીવન-મુક્ત અવસ્થા અર્થાત્ સફળતા પણ વધારે અને કર્મ નો બોજ પણ નથી. જે મુક્ત છે તે
સદા સફળતામૂર્ત છે. જીવનમુક્ત આત્મા સદા ફલક થી કહે છે કે વિજય નિશ્ચિત છે, સફળતા
જન્મસિદ્ધ અધિકાર છે.