15-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 24.01.2009
બાપદાદા મધુબન
“ બાપદાદા દ્વારા
મળેલા ખજાનાઓ ને સ્વયં માં સમાવી કાર્ય માં લગાવો , અનુભવ ની ઓથોરિટી બનો”
આજે ચારેય તરફ નાં
સર્વ ખજાના જમા કરવા વાળા સંપન્ન બાળકો ને જોઈ રહ્યાં છે. સાથે-સાથે દરેક બાળકે ક્યાં
સુધી સર્વ ખજાનાઓ જમા કર્યા છે, તેનું રીઝલ્ટ જોઈ રહ્યાં હતાં. ખજાના તો બાપદાદા
દ્વારા ખૂબ અવિનાશી પ્રાપ્ત થયેલા છે. સૌથી પહેલો મોટા માં મોટો ખજાનો છે જ્ઞાન-ધન,
જેનાથી મુક્તિ અને જીવન મુક્તિ ની પ્રાપ્તિ થયેલી છે. જૂનો દેહ અને જૂની દુનિયા થી
મુક્ત, જીવનમુક્ત સ્થિતિ અને મુક્તિધામ માં જવાની, બધા બાળકો ને પ્રાપ્ત છે. સાથે
એક જ્ઞાન નો ખજાનો નથી પરંતુ યોગ નો પણ ખજાનો છે જેનાથી સર્વશક્તિઓ ની પ્રાપ્તિ થાય
છે. સાથે-સાથે ધારણા કરવાનો ખજાનો, જેનાથી સર્વ ગુણો ની પ્રાપ્તિ થાય છે. સાથે-સાથે
સેવા નો ખજાનો જેનાથી દુવાઓ નો ખજાનો, ખુશી નો ખજાનો પ્રાપ્ત થાય છે. સાથે-સાથે સૌથી
મોટા માં મોટો ખજાનો વર્તમાન સંગમયુગ નો છે, સમય નો છે કારણકે આખાં કલ્પ માં આ સંગમ
નો સમય અમૂલ્ય ખજાનો છે. આ સંગમ નાં સમય નાં એક-એક સંકલ્પ તથા એક-એક ઘડી ખૂબ અમૂલ્ય
છે કારણકે સંગમ સમય પર જ બાપદાદા અને બાળકો નું મધુર મિલન થાય છે બીજા કોઈ પણ યુગ
માં પરમાત્મ-બાપ અને પરમાત્મ-બાળકો નું મિલન નથી થતું. સાથે-સાથે સંગમ સમય જ છે જેમાં
બાપદાદા દ્વારા સર્વ ખજાના પ્રાપ્ત થાય છે. ખજાના જમા કરવાનો સમય સંગમયુગ જ છે. બીજા
કોઈ પણ યુગ માં જમા નું ખાતુ, જમા કરવાની બેન્ક જ નથી. ફક્ત એક સંગમયુગ છે જેમાં
જેટલાં ખજાના જમા કરવા ઈચ્છો એટલાં કરી શકો છો અને આ સંગમ સમય નું જે મહત્વ છે તે આ
જ છે કે એક જન્મ માં અનેક જન્મો માટે ખજાના જમા કરી શકો છો એટલે આ નાનકડાં યુગ નું
ખૂબ મહત્વ છે અને ખજાના પણ બાપદાદા દ્વારા બધા બાળકો ને પ્રાપ્ત થાય છે. બાપ બધાને
આપે છે પરંતુ ખજાના ને જમા કરવામાં દરેક બાળક પોતાનાં પુરુષાર્થ અનુસાર કરે છે. બાપ
આપવા વાળા પણ એક છે અને એક જેવાં બધાને આપે છે, એક જ સમય પર આપે છે પરંતુ ધારણ
કરવામાં શું જોયું કે બાપે એક જેવાં આપ્યાં પરંતુ ધારણ કરવામાં દરેક નો પોત-પોતાનો
પુરુષાર્થ રહ્યો કારણકે ખજાના ને ધારણ કરવા માટે એક તો પોતાનાં પુરુષાર્થ થી
પ્રારબ્ધ બનાવી શકો છો, બીજું સદા સ્વયં સંતુષ્ટ રહેવું અને સર્વ ને સંતુષ્ટ કરવાં,
સંતુષ્ટતા ની વિશેષતા થી જ ખજાના જમા કરી શકો છો અને ત્રીજું સેવા થી કારણકે સેવા
થી સર્વ આત્માઓ ને ખુશી ની પ્રાપ્તિ થાય છે તો ખુશી નો ખજાનો પ્રાપ્ત કરી શકો છો.
પોતાનો પુરુષાર્થ, બીજો સર્વ ને સંતુષ્ટ કરવાનો પુરુષાર્થ અને ત્રીજો સેવા નો
પુરુષાર્થ. આ ત્રણેય પ્રકાર થી ખજાના જમા કરી શકો છો. ખજાના જમા કરવામાં વિશેષ
સંબંધ-સંપર્ક માં આવવામાં એક તો નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ, નિઃસ્વાર્થ ભાવ, દરેક
આત્મા પ્રત્યે શુભભાવના અને શુભકામના રાખવાની આવશ્યક્તા છે. જો સેવા માં કે
સંબંધ-સંપર્ક માં આ બધું છે તો પુણ્ય નું ખાતું અને દુવાઓ નું ખાતું ખૂબ સહજ જમા કરી
શકો છો.
બાપદાદા બધાનાં પોતામેલ જોઈ રહ્યાં હતાં તો શું જોયું? ચારેય તરફ નાં બાળકો માં
નંબરવાર જોયું. બાપ એક છે, એક જ સમયે આપે છે પરંતુ જમા કરવામાં બે પ્રકાર નાં બાળકો
જોયા - એક બાળકો કે જેમણે જમા થયેલો ખજાનો ખાધો, જમા પણ કર્યુ અને ખાઈને ખતમ કરી દે
છે. બીજા જેમણે ખાધું, જમા કર્યુ અને જમા કરવામાં અટેન્શન આપીને વધાર્યા પણ. ખજાના
વધારવાનું સાધન શું છે? વધારવાનું સાધન છે જે ખજાના મળ્યાં તે સમય પર જે પરિસ્થિતિ
આવે છે એ પરિસ્થિતિ અનુસાર કાર્ય માં લગાવવાં. જે કાર્ય માં લગાવે છે સ્થિતિ દ્વારા
પરિસ્થિતિ ને બદલી શકે છે એમનું જમા થાય છે. જે કાર્ય માં નથી લગાવતા તો જમા નથી થતું.
તો દરેક પોતે-પોતાને પૂછો કે સમય પર પોતાનાં પ્રત્યે તથા બીજાઓ પ્રત્યે કાર્ય માં
લગાવો છો? જેટલાં કાર્ય માં લગાવશો એટલાં વધતા જશે કારણકે કાર્ય માં લગાવવા થી
અનુભવ થતો જાય છે. તો અનુભવ ની ઓથોરિટી વધતી જાય છે. તો ચેક કરો પોતે-પોતાને પૂછો
કે આ બધા ખજાના જમા છે? અને વધારવાનું સાધન સમય પર કાર્ય માં લગાવો છો? અનુભવ ની
ઓથોરિટી વધતી જાય છે? કારણકે ઓથોરિટીસ્ માં સૌથી વધારે અનુભવ ની ઓથોરિટી ગવાયેલી
છે. તો દરેકે પોતાનું ખાતું વધારવાનું છે. ચેક કરવાનું છે કારણકે હમણાં સમય છે ચેક
કરીને હજી પણ ખજાના વધારી શકો છો. હમણાં ચાન્સ છે પછી ચાન્સ પણ ખતમ થઈ જશે. ઈચ્છશો
ખજાના વધારીએ પરંતુ વધારી નહીં શકો.
બાપદાદાએ જોયું ખજાના મળે છે, ખુશી-ખુશી થી પોતાનામાં સમાવવા નો પ્રયત્ન પણ કરે છે
પરંતુ ખજાના જ્યારે મળે છે, મોરલી દ્વારા જ ખજાના મળે છે તો બે પ્રકાર નાં બાળકો છે
- એક સાંભળવા વાળા અને બીજા છે સમાવવા વાળા. ઘણાં બાળકો સાંભળીને ખૂબ ખુશ થાય છે
પરંતુ સાંભળવું અને સમાવવું બંને માં ખૂબ ફરક છે. સમાવવા વાળા અનુભવી બનતા જાય છે
કારણકે સમાયેલું સમય પર કાર્ય માં લગાવે છે, ખજાના ને વધારતા રહે છે. સાંભળવા વાળા
વર્ણન કરે છે, ખૂબ સારું સંભળાવ્યું, બાબાએ ખૂબ સારી વાતો બોલી, પરંતુ સમાવ્યા વગર
સમય પર કામ માં નથી લાવી શકતાં. તો તમે બધા ચેક કરો સમાવવા વાળા છો? થોડું પણ જો ઓછું
હશે, ભરપૂર નહીં હશે તો હલચલ થશે. પરંતુ સમાવેલું ફુલ (ભરપૂર) હશે તો હલચલ નહીં થશે.
એટલે આજે બાપદાદાએ બધાનાં ખજાના ચેક કર્યાં. સંભળાવ્યું ને, કે બે પ્રકાર નાં બાળકો
છે, હવે પોતાને ચેક કરો હું કોણ? ખજાના ને વધારવા અર્થાત્ સમય પર કાર્ય માં લગાવવાં.
જેટલાં કાર્ય માં લગાવતા જાઓ એટલાં ખજાના વધતા જાય છે કારણકે જે પણ ખજાના છે ખજાના
નાં માલિક ખજાના ને કાર્ય માં લાવે છે, ખજાના પોતાને કાર્ય માં નથી લાવતાં. તો તમને
બધાને સર્વ ખજાના બાપે વારસા માં આપ્યાં છે. તો બાપ નાં ખજાના ને પોતાનાં ખજાના
બનાવ્યાં આ દરેકે પોતાનું અટેન્શન અપવાનું છે કારણકે જેટલાં ખજાના ભરપૂર હશે એટલાં
જ ભરપૂર અવસ્થા માં અચલ-અડોલ હશો.
બાપદાદા આ જ ઈચ્છે છે કે એક-એક બાળક સંપન્ન હોય, ઓછું ન હોય કારણકે આ ચાન્સ બાપ
દ્વારા અવિનાશી ખજાના જમા થવાનો, આ ફક્ત હમણાં થઈ શકે છે એટલે કહેવાયેલું પણ છે હમણાં
નહીં તો ક્યારેય નહીં. આ સંગમ સમય ને માટે જ ગાયન છે. ભવિષ્ય માં તો જમા કર્યુ છે
એનું ફળ પ્રાપ્ત કરશો પરંતુ પ્રાપ્તિ નો સમય ફક્ત હમણાં છે. તો દરેકે પોતાનું ખાતું
જોવાનું છે. જેનાં જેટલાં ભંડારા ભરપૂર છે એટલાં નયનો થી, ચલન થી, ચહેરા થી ખબર પડતી
જાય છે, એમની ચલન અને ચહેરો એવો લાગશે જાણે ખીલેલું ગુલાબ નું ફૂલ. બાપદાદા દરેક ની
ચલન અને ચહેરા થી જોતા રહે કે કેટલાં હર્ષિત, કેટલાં ખુશમિજાજ રહે છે? નયનો થી
રુહાનિયત, ચહેરા થી મુસ્કુરાહટ (હર્ષિતમુખ) અને કર્મ થી દરેક ગુણ બધાને અનુભવ થાય
છે? તો દરેક પોતે-પોતાને ચેક કરો.
બાપદાદા ની દરેક બાળક માં આ જ શુભ ભાવના છે કે દરેક બાળક અનેક આત્માઓ ને એવાં ખજાના
થી સંપન્ન બનાવે. આજે વિશ્વ નાં આત્માઓ બધા આ જ ઈચ્છે છે કે કાંઈ ન કાંઈ આધ્યાત્મિક
શક્તિ મળી જાય. અને આધ્યાત્મિક શક્તિ નાં દાતા આપ બ્રાહ્મણ બાળકો જ છો કારણકે
હોલીએસ્ટ, હાઈએસ્ટ, રિચેસ્ટ આપ આત્માઓ જ છો. હોલીએસ્ટ પણ સર્વ આત્માઓ કરતાં વધારે
તમે છો. આપ આત્માઓ ની પૂજા જેવી રીતે વિધિપૂર્વક થાય છે, તેવી રીતે બીજા કોઈની પણ
નથી થતી. હમણાં અંતિમ જન્મ માં પણ આપ આત્માઓ ની પૂજા, બીજા કોઈ પણ ધર્મ પિતા તથા
મહાન આત્માઓ જે નિમિત્ત બનેલા છે એમની નથી. વિધિપૂર્વક પૂજા, ભલે યાદગાર બનાવે છે
પરંતુ વિધિપૂર્વક પૂજા નથી થતી. અને તમારા જેવાં ખજાના રિચેસ્ટ ઈન ધ વર્લ્ડ, આપ
બ્રાહ્મણ આત્માઓ નો એક જન્મ નો ખજાનો ગેરંટી છે ૨૧ જન્મ ચાલવાનો જ છે કારણકે બાપ
દ્વારા, બાપ નો વારસો મળેલો છે. તો જેવી રીતે બાપ અવિનાશી છે, તેવી રીતે જ બાપ
દ્વારા મળેલાં ખજાના પણ અવિનાશી થઈ જાય છે. એટલે રિચેસ્ટ ઈન ધ વર્લ્ડ, હોલીએસ્ટ ઈન
ધ વર્લ્ડ.
તો બધા પોતાને એવાં વિશેષ સેવાધારી સમજો છો ને? આજ નાં સમય અનુસાર વિશ્વ નાં આત્માઓ
ને આવશ્યક્તા કઈ વસ્તુઓ ની છે, જાણો છો ને? આજે વિશ્વ ને ખુશી, શક્તિ અને સ્નેહ ની
આવશ્યક્તા છે. આત્મિક-સ્નેહ ઈચ્છે છે પરંતુ આપ બ્રાહ્મણ આત્માઓ હવે સમય અનુસાર દાતા
બનો. મન્સા થી શક્તિઓ આપો, વાચા થી જ્ઞાન આપો અને કર્મણા થી ગુણદાન કરો. બ્રહ્મા
બાપે અંત માં ત્રણ શબ્દ બધા બાળકો ને સોગાત (ભેટ) માં આપ્યાં, યાદ છે ને - આ ત્રણ
શબ્દો ને જો સેવા માં લગાવો તો ઘણાં આત્માઓ ને સંતુષ્ટ કરી શકો છો. તે ત્રણ શબ્દ છે
નિરાકારી, નિરહંકારી અને નિર્વિકારી. તો મન્સા દ્વારા નિરાકારી, વાચા દ્વારા
નિરહંકારી અને કર્મણા દ્વારા નિર્વિકારી. આ ત્રણેય શબ્દ સેવા માં લગાવો. હવે વિશ્વ
ને પોતાની શક્તિ દ્વારા થોડોક દિલ નો આનંદ, સુખ ની પ્રાપ્તિ થાય, બધા નિરાશ છે અને
તમે વિશ્વ માટે આશાઓ નાં સિતારા છો અને બાપદાદા બધા બાળકો ને બાપ નાં આશાઓ નાં
સિતારા જુએ છે. ફક્ત ઉમ્મીદો નાં સિતારા નથી, પરંતુ આશાઓ ને પૂર્ણ કરવાવાળા આશાઓ
નાં સિતારા છો.
બાપદાદા ની પાસે બાળકો નો સ્નેહ સદા પહોંચે છે અને સૌથી સહજ પુરુષાર્થ કયો છે?
ભિન્ન-ભિન્ન પુરુષાર્થ છે પરંતુ સૌથી સહજ પુરુષાર્થ સ્નેહ છે. સ્નેહ માં મહેનત પણ
મહોબ્બત નાં રુપ માં બદલાઈ જાય છે. તો બાપ નાં સ્નેહી બનવું, અર્થાત્ સહજ પુરુષાર્થ
કરવો. સ્નેહ માં તમે બધા પોતાને સ્નેહી સમજો છો, ક્યારેક-ક્યારેક નહીં, સદા સ્નેહી.
જે પોતાને સદા સ્નેહ નાં સાગર માં સમાયેલા સમજે છે, સદા સ્નેહ નાં સાગર માં સમાયેલાં.
ડૂબકી લગાવવા વાળા નહીં, સમાયેલા. જે પોતાને એવાં સ્નેહ નાં સાગર માં સમાયેલા સમજે
છે તે હાથ ઉઠાવો. સદા? સદા શબ્દ ને અંડરલાઇન કરો. હાથ ઉઠાવો, સદા, સદા? હાથ તો સારો
ઉઠાવ્યો છે. બાપદાદા હાથ ને જોઈને ખુશ થાય છે કારણકે હિંમત રાખે છે. જો થોડો ઓછો પણ
હશે તો યાદ તો આવશે કે હાથ ઉઠાવ્યો છે કારણકે બાપદાદા નો એક-એક બાળક સાથે અતિ સ્નેહ
છે. કેમ? કારણકે બાપદાદા જાણે છે કે આ એક-એક આત્મા અનેક વાર સ્નેહી બન્યાં છે, હમણાં
પણ બન્યાં છે અને દરેક કલ્પ આ જ આત્માઓ સ્નેહી બનશે. નશો છે, ખુશી છે કે અમે જ દરેક
કલ્પ નાં અધિકારી આત્માઓ છીએ?
બાપદાદા એવાં અધિકારી આત્માઓ ને જોઈ દિલ ની દુવાઓ આપી રહ્યાં છે. સદા અથક બની ઉડતા
ચાલો. ક્યારેય પણ જો કોઈ પરિસ્થિતિ આવે છે તો સ્વ-સ્થિતિ ને નીચે-ઉપર ન કરો.
સ્વ-સ્થિતિ ની આગળ પરિસ્થિતિ કાંઈ નથી કરી શકતી.
સારું, પહેલીવાર કોણ આવ્યાં છે, તે હાથ ઉઠાવો. ઘણાં આવ્યાં છે. બાપદાદા ને એક-એક
બાળક ને જોઈ નાઝ છે - વાહ મારા બાળકો વાહ! જેમ તમે દિલ માં ગીત ગાઓ છો ને ઓટોમેટિક
વાહ બાબા વાહ! મારા બાબા વાહ! એમ જ બાપ પણ બાળકો પ્રત્યે આ જ ગીત ગાય છે કે વાહ
દરેક બાળક વાહ! કારણકે બાપ ને પણ કલ્પ પછી આપ બાળકો મળો છો અને એક-એક બાળક વિશ્વ ની
આગળ મહાન છે. તો બાપ પણ ગીત ગાય છે વાહ બાળકો વાહ! વાહ વાહ છો ને? વાહ! વાહ! બાળકો
છો ને? વાહ! વાહ! બાળકો, હાથ ઉઠાવો.
તો સદા આ જ યાદ રાખો અમે વાહ વાહ! બાળકો છીએ. ભલે પુરુષાથી છીએ પરંતુ છીએ વાહ! વાહ!
બાળકો, બાપ નાં વાહ! વાહ! બાળકો, બાપ ની સાથે જ ચાલશે. રહી તો નહીં જશે ને? બાપ તો
કહે છે દરેક બાળક ને સ્નેહ ની ગોદી (સ્નેહ નાં ખોળા) માં સાથે લઈ જાય. તો તૈયાર છો?
તૈયાર છો? રસ્તા માં રોકાઈ તો નહીં જશો? સાથે ચાલશો કારણકે વાયદો છે, વાયદો તો
નિભાવવા વાળા છો.
હવે બાપદાદા આ જ ઈચ્છે છે કે ફરિશ્તા રુપ પોતાનું ઈમર્જ કરો. ચાલતાં-ફરતાં ફરિશ્તા
ડ્રેસ વાળા અનુભવ કરાવો. બાપદાદાએ ડ્રિલ સંભળાવી ને? વસ્ત્ર બદલવાની આદત તો છે ને?
તો જેમ શરીર નો ડ્રેસ બદલો છો, એમ જ આત્મા નું સ્વરુપ ફરિશ્તા, વારંવાર અનુભવ કરો.
ફરિશ્તા ની ડ્રેસ પસંદ છે ને? જેમ બ્રહ્મા બાપ અવ્યક્ત ફરિશ્તા રુપ માં વતન માં બેઠાં
છે એમ બ્રહ્મા બાપ સમાન તમે બધા પણ ચાલતાં-ફરતાં ફરિશ્તા રુપ માં અનુભવ કરો કારણકે
ફરિશ્તા રુપ હશે ત્યારે જ દેવતા બનશો. જેવી રીતે બાપ નાં ત્રણેય રુપ યાદ રહે છે ને?
બાપ, શિક્ષક અને સદ્દગુરુ, એવી રીતે પોતાનાં પણ ત્રણેય રુપ યાદ કરો - બ્રાહ્મણ સો
ફરિશ્તા અને ફરિશ્તા સો દેવતા. આ ત્રણેય રુપ પાક્કા છે ને? ક્યારેક બ્રાહ્મણ નો
ડ્રેસ પહેરો, ક્યારેક ફરિશ્તા નો, ક્યારેક દેવતા નો. આ ત્રણેય રુપ માં સ્વતઃ જ
ત્રિકાળદર્શી ની સીટ પર બેસી સાક્ષી બનીને દરેક કાર્ય કરતા રહેશો. તો બધા પાસે થી
બાપદાદા આ જ ઈચ્છે છે કે સદા બાપ ની સાથે રહો, એકલા ન બનો. સાથે રહેશો ત્યારે સાથે
ચાલશો. જો હમણાં ક્યારેક-ક્યારેક રહેશો તો સાથે કેવી રીતે ચાલશો? સ્નેહી, સ્નેહી ને
ક્યારેય ભૂલી નથી શકતાં. આખાં દિવસ માં અભ્યાસ કરતા રહો. હમણાં-હમણાં બ્રાહ્મણ,
હમણાં-હમણાં ફરિશ્તા, હમણાં-હમણાં દેવતા. અચ્છા!
ચારેય તરફ નાં સર્વ બાળકો ને જે સદા ખજાના થી સંપન્ન છે, સદા પોતાની ચલન અને ચહેરા
થી સેવાધારી છે કારણકે તમારા બધાનો વાયદો છે અમે વિશ્વ પરિવર્તક બની વિશ્વ નું
પરિવર્તન કરીશું, તો ચાલતાં-ફરતાં પણ સેવાધારી સેવા માં તત્પર રહે છે. એવાં વિશ્વ
સેવાધારી, વિશ્વ પરિવર્તક દરેક ને બાપ નાં ખજાના થી ભરપૂર કરવાવાળા, બાપદાદા નાં
ચારેય તરફ નાં બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને દિલ થી દુવાઓ અને નમસ્તે. અચ્છા!
વરદાન :-
માસ્ટર
ત્રિકાળદર્શી બની દરેક કર્મ યુક્તિયુક્ત કરવાવાળા કર્મબંધન મુક્ત ભવ
જે પણ સંકલ્પ, બોલ તથા
કર્મ કરો છો - તે માસ્ટર ત્રિકાળદર્શી બનીને કરો તો કોઈ પણ કર્મ વ્યર્થ કે અનર્થ થતા
નથી. ત્રિકાળદર્શી અર્થાત્ સાક્ષીપણા ની સ્થિતિ માં સ્થિત થઈને, કર્મો ની ગુહ્ય ગતિ
ને જાણીને આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવો તો ક્યારેય પણ કર્મ નાં બંધન માં નહીં
બંધાશો. તો દરેક કર્મ કરતા કર્મબંધન મુક્ત, કર્માતીત સ્થિતિ નો અનુભવ કરતા રહેશો.
સ્લોગન :-
જેમની પાસે હદ
ની ઈચ્છાઓ ની અવિદ્યા છે એ જ મહાન સંપત્તિવાન છે.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
જેવી રીતે ચોકી કરવા
વાળા ચોકીદાર જો શસ્ત્રધારી હોય છે અને એને નિશ્ચય છે કે મારું શસ્ત્ર દુશ્મન ને
ભગાવવા વાળું છે, હાર ખવડાવવા વાળું છે તો તે કેટલો નિર્ભય થઈને ચાલતો રહે છે. તો
તમારી પાસે પણ સર્વ શક્તિઓ રુપી શસ્ત્ર સદા સાથે છે, ફક્ત આહવાન કરો અર્થાત્ માલિક
બની ઓર્ડર કરો તો સફળતા સદા થયેલી જ છે.