15-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાનો સ્વભાવ બાપ સમાન ઈઝી ( સહજ ) બનાવો , તમારા માં કોઈ ઘમંડ ( અહંકાર ) ન હોવો
જોઈએ , જ્ઞાન યુક્ત બુદ્ધિ હોય , અભિમાન ન હોય”
પ્રશ્ન :-
સર્વિસ (સેવા) કરવા છતાં પણ ઘણાં બાળકો બેબી થી પણ બેબી છે - કેવી રીતે?
ઉત્તર :-
ઘણાં બાળકો સર્વિસ કરતા રહે છે, બીજા ને જ્ઞાન સંભળાવતા રહે છે પરંતુ બાપ ને યાદ નથી
કરતાં. કહે છે બાબા યાદ ભૂલાઈ જાય છે. તો બાબા એમને બેબી થી બેબી કહે છે કારણકે
બાળકો ક્યારેય બાપ ને ભૂલતાં નથી, તમને જે બાપ પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી)
બનાવે, એમને તમે ભૂલી કેમ જાઓ છો? જો ભૂલશો તો વારસો કેવી રીતે મળશે? તમારે હાથે થી
કામ કરતા પણ બાપ ને યાદ કરવાના છે.
ઓમ શાંતિ!
ભણતર નો
મુખ્ય-ઉદ્દેશ તો બાળકો ની સામે છે. બાળકો આ પણ જાણે છે કે બાપ સાધારણ તન માં છે, એ
પણ વૃદ્ધ તન છે. ત્યાં તો ભલે વૃદ્ધ થાય છે તો પણ ખુશી રહે છે કે અમે બાળક બનીશું.
તો આ પણ જાણે છે, આમને આ ખુશી છે કે હું આ બનવાનો છું. બાળક જેવી ચલન થઈ જાય છે.
બાળકો ની જેમ ઇઝી (સહજ) રહે છે. ઘમંડ વગેરે કાંઈ નથી. જ્ઞાન ની બુદ્ધિ છે. જેમ આમની
છે તેમ આપ બાળકો ની હોવી જોઈએ. બાબા આપણને ભણાવવા આવ્યાં છે, આપણે આ બનીશું. તો આપ
બાળકો ને આ ખુશી અંદર હોવી જોઈએ ને - આપણે શરીર છોડી જઈને આ બનીશું. રાજયોગ શીખી
રહ્યાં છીએ. નાનાં બાળકો અથવા મોટા, બધા શરીર છોડશે. બધા માટે ભણતર એક જ છે. આ પણ
કહે છે હું રાજયોગ શીખું છું. પછી હું જઈને પ્રિન્સ બનીશ. તમે પણ કહો છો અમે
પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. તમે ભણી રહ્યાં છો પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે. અંત મતિ
સો ગતિ થઈ જશે. બુદ્ધિ માં આ નિશ્ચય છે અમે બેગર થી પ્રિન્સ બનવાના છીએ. આ બેગર (કંગાળ)
દુનિયા જ ખતમ થવાની છે. બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ. બાબા બાળકો ને પણ આપ સમાન
બનાવે છે. શિવબાબા કહે છે મારે તો પ્રિન્સ-પ્રિન્સેસ બનવાનું નથી. આ બાબા કહે છે
મારે તો બનવાનું છે ને? હું ભણી રહ્યો છું, આ બનવા માટે. રાજયોગ છે ને? બાળકો પણ કહે
છે અમે પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. બાપ કહે છે બિલકુલ ઠીક છે. તમારા મુખ માં ગુલાબ.
આ પરીક્ષા છે પણ પ્રિન્સ-પ્રિન્સેસ બનવાની. નોલેજ તો ખૂબ સહજ છે. બાપ ને યાદ કરવાના
છે અને ભવિષ્ય વારસા ને યાદ કરવાનો છે. આ યાદ કરવામાં જ મહેનત છે. આ યાદ માં રહેશો
તો પછી અંત મતિ સો ગતિ થઈ જશે. સંન્યાસી લોકો દૃષ્ટાંત આપે છે, કોઈ કહે ભેંસ છું…
તો સાચ્ચે જ સમજવા લાગ્યા. તે છે બધી ફાલતુ વાતો. અહીં તો રિલીજન (ધર્મ) ની વાત છે.
તો બાપ બાળકો ને સમજાવે છે જ્ઞાન તો ખૂબ સહજ છે, પરંતુ યાદ માં મહેનત છે. બાબા મોટા
ભાગે કહે છે - તમે તો બેબી છો. તો બાળકો ની ફરિયાદ આવે છે, અમે બેબી છીએ? બાબા કહે
છે - હા, બેબી છો. ભલે જ્ઞાન તો ખૂબ સારું છે, પ્રદર્શન માં સર્વિસ ખૂબ સારી કરો
છો, રાત-દિવસ સર્વિસ માં લાગી જાઓ છો તો પણ બેબી કહું છું. બાપ કહે છે આ (બ્રહ્મા)
પણ બેબી છે. આ બાબા કહે છે તમે મારા કરતાં પણ મોટા છો, આમની ઉપર તો ખૂબ જવાબદારી
છે. જેમનાં માથે મામલો… બધા વિચાર ચાલે છે. કેટલાં સમાચાર બાબા ની પાસે આવે છે એટલે
પછી સવારે બેસી યાદ કરવાની કોશિશ કરે છે. વારસો તો એમની પાસે થી જ મેળવવાનો છે. તો
બાપ ને યાદ કરવાના છે. બધા બાળકો ને રોજ સમજાવું છું. મીઠાં બાળકો, તમે યાદની યાત્રા
માં ખૂબ કમજોર છો. જ્ઞાન માં તો ભલે સારા છો પરંતુ દરેક પોતાનાં દિલ થી પૂછે - હું
બાબા ની યાદ માં કેટલો રહું છું? અચ્છા, દિવસ માં ખૂબ કામ વગેરે માં બીઝી (વ્યસ્ત)
રહો છો, આમ તો કામ કરતા પણ યાદ માં રહી શકો છો. કહેવત પણ છે હથ કાર ડે દિલ યાર ડે…
(હાથે થી કામ કરતા, બુદ્ધિ ત્યાં લાગી રહે) જેમ ભક્તિ માર્ગ માં ભલે પૂજા કરતા રહે
છે, બુદ્ધિ બીજી-બીજી તરફ ધંધા વગેરે માં ચાલી જાય છે અથવા કોઈ સ્ત્રી નો પતિ
વિલાયત માં હશે તો તેની બુદ્ધિ ત્યાં ચાલી જશે, જેની સાથે વધારે કનેક્શન (સંબંધ)
છે. તો ભલે સર્વિસ સારી કરે છે છતાં પણ બાબા બેબી બુદ્ધિ કહે છે. ઘણાં બાળકો લખે છે
- અમે બાબા ની યાદ ભૂલી જઈએ છીએ. અરે, બાપ ને તો બેબી પણ નથી ભૂલતા, તમે તો બેબી થી
પણ બેબી છો. જે બાપ દ્વારા તમે પ્રિન્સ-પ્રિન્સેસ બનો છો, એ તમારા બાપ-શિક્ષક-ગુરુ
છે, તમે એમને ભૂલી જાઓ છો?
જે બાળકો પોતાનો
પૂરે-પૂરો પોતામેલ બાપ ને મોકલી દે છે બાબા એમને જ પોતાની સલાહ આપે છે. બાળકોએ
બતાવવું જોઈએ અમે બાપ ને કેવી રીતે યાદ કરીએ છીએ? ક્યારે યાદ કરીએ છીએ? પછી બાપ
સલાહ આપશે. બાબા સમજી જશે આમની આ સર્વિસ છે, તે અનુસાર એમને કેટલી ફુરસદ રહી શકે
છે? ગવર્મેન્ટ (સરકાર) ની નોકરી વાળા ને ફુરસદ ખૂબ રહે છે. કામ થોડું ઓછું થયું,
બાપ ને યાદ કરતા રહો. હરતાં-ફરતાં પણ બાપ ની યાદ રહે. બાબા સમય પણ આપે છે. અચ્છા,
રાત્રે ૯ વાગ્યે સુઈ જાઓ પછી ૨-૩ વાગે ઉઠી ને યાદ કરો. અહીં આવીને બેસી જાઓ. પરંતુ
આ પણ બેસવાની આદત બાબા નથી પાડતાં, યાદ તો હરતાં-ફરતાં પણ કરી શકો છો. અહીં તો બાળકો
ને ખૂબ ફુરસદ છે. પહેલાં તમે એકાંત માં પહાડો પર જઈને બેસતાં હતાં. બાપ ને યાદ તો
જરુર કરવાના છે. નહીં તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે? બાપ ને યાદ નથી કરી શકતા તો
જાણે બેબી થી પણ બેબી થયા ને? બધો આધાર યાદ પર છે. પતિત-પાવન બાપ ને યાદ કરવાની
મહેનત છે. નોલેજ તો ખૂબ સહજ છે. આ પણ જાણે છે - અહીં આવીને સમજશે પણ તે જે કલ્પ
પહેલાં આવ્યાં હશે. બાળકો ને ડાયરેક્શન (માર્ગદર્શન) મળતું રહે છે. કોશિશ એ જ કરવાની
છે આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનીએ? બાપ ની યાદ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
બાબા ને બતાવી શકો છો, બાબા અમારો આ ધંધો હોવાનાં કારણે અથવા આ કાર્ય હોવાનાં કારણે
અમે યાદ નથી કરી શકતાં. બાબા ફટ થી સલાહ આપશે - આમ નહીં, આમ કરો. તમારો બધો આધાર
યાદ પર છે. સારા-સારા બાળકો જ્ઞાન તો ખૂબ સારું આપે છે, કોઈને ખુશ કરી દે છે પરંતુ
યોગ નથી. બાપ ને યાદ કરવાના છે. આ સમજતા હોવા છતાં પણ પછી ભૂલી જાય છે, આમાં જ
મહેનત છે. આદત પડી જશે તો પછી એરોપ્લેન (વિમાન) અથવા ટ્રેન માં બેઠાં રહેશે તો પણ
પોતાની ધૂન લાગી રહેશે. અંદર ખુશી હશે અમે બાબા દ્વારા ભવિષ્ય પ્રિન્સ-પ્રિન્સેસ બની
રહ્યાં છીએ. સવારે ઉઠીને એવાં બાપ ની યાદ માં બેસી જાઓ. પછી થાકી જાઓ છો. અચ્છા,
યાદ માં સુઈ જાઓ. બાપ યુક્તિઓ બતાવે છે. હરતાં-ફરતાં યાદ નથી કરી શકતાં તો બાબા
કહેશે અચ્છા રાત્રે નેષ્ઠા (યાદ) માં બેસો તો કાંઈક તમારું જમા થઈ જાય. પરંતુ આ
જબરજસ્તી એક જગ્યાએ બેસવું હઠયોગ થઈ જાય છે. તમારો તો છે સહજ માર્ગ. રોટલી ખાઓ છો
બાબા ને યાદ કરો. આપણે બાબા દ્વારા વિશ્વ નાં માલિક બની રહ્યાં છીએ. પોતાની સાથે
વાતો કરતા રહો, હું આ ભણતર થી આ બનું છું. ભણતર પર પૂરું અટેન્શન (ધ્યાન) આપવાનું
છે. તમારા વિષય જ થોડા છે. બાબા કેટલું થોડું સમજાવે છે, કોઈ પણ વાત ન સમજો તો બાબા
ને પૂછો. પોતાને આત્મા સમજવાનો છે, આ શરીર તો ૫ ભૂતો નું છે. હું શરીર છું, એમ કહેવું
એટલે પોતાને ભૂત સમજવું છે. આ છે જ આસુરી દુનિયા, તે છે દૈવી દુનિયા. અહીં બધા
દેહ-અભિમાની છે. પોતાનાં આત્મા ને કોઈ પણ જાણતા નથી. સાચ્ચું અને ખોટું તો હોય છે
ને? આપણે આત્મા અવિનાશી છીએ - આ સમજવાનું છે સાચ્ચું. પોતાને વિનાશી શરીર સમજવું
ખોટું થઈ જાય છે. દેહ નો ખૂબ અંહકાર છે. હવે બાપ કહે છે - દેહ ને ભૂલો, આત્મ-અભિમાની
બનો. આમાં છે મહેનત. ૮૪ જન્મ લો છો, હવે ઘરે જવાનું છે. તમને જ ઇઝી લાગે છે, તમારા
જ ૮૪ જન્મ છે. સૂર્યવંશી દેવતા ધર્મવાળા નાં ૮૪ જન્મ છે, સુધારો કરીને લખવાનું હોય
છે. બાળકો ભણતા રહે છે, સુધારો થતો રહે છે. એ ભણતર માં પણ નંબરવાર હોય છે ને? ઓછું
ભણશો તો પગાર (પૈસા) પણ ઓછો મળશે. હમણાં આપ બાળકો બાબા ની પાસે આવ્યાં છો
સાચ્ચી-સાચ્ચી નર થી નારાયણ બનવાની અમરકથા સાંભળવાં. આ મૃત્યુલોક હવે ખતમ થવાનો છે.
આપણે અમરલોક જવાનું છે. હવે આપ બાળકો ને આ ચિંતા લાગી જવી જોઈએ કે આપણે તમોપ્રધાન
થી સતોપ્રધાન, પતિત થી પાવન બનવાનું છે. પતિત-પાવન બાપ બધા બાળકો ને એક જ યુક્તિ
બતાવે છે - ફક્ત કહે છે બાપ ને યાદ કરો, ચાર્ટ રાખો તો તમને ખૂબ ખુશી થશે. હમણાં
તમને જ્ઞાન છે, દુનિયા તો ઘોર અંધકાર માં છે. તમને હવે પ્રકાશ (સમજ) મળે છે. તમે
ત્રિનેત્રી, ત્રિકાળદર્શી બની રહ્યાં છો. ઘણાં એવાં પણ મનુષ્ય છે જે કહે છે જ્ઞાન
તો જ્યાં-ત્યાં મળતું રહે છે, આ કોઈ નવી વાત નથી. અરે, આ જ્ઞાન કોઈને મળતું જ નથી.
જો ત્યાં જ્ઞાન મળે પણ છે તો પણ કરતા તો કાંઈ નથી. નર થી નારાયણ બનવાનો કોઈ
પુરુષાર્થ કરે છે? કાંઈ પણ નહીં. તો બાપ બાળકો ને કહે છે - સવાર નો સમય ખૂબ સારો
છે. ખૂબ મજા આવે છે, શાંત થઈ જાય છે, વાયુમંડળ સારું રહે છે. સૌથી ખરાબ વાયુમંડળ રહે
છે - ૧૦ થી ૧૨ સુધી એટલે સવાર નો સમય ખૂબ સારો છે. રાત્રે જલ્દી સુઈ જાઓ પછી ૨-૩
વાગ્યે ઉઠો. આરામ થી બેસો. બાબા સાથે વાતો કરો. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી યાદ કરો.
શિવબાબા કહે છે - મારા માં જ્ઞાન છે ને, રચયિતા અને રચના નું. હું તમને શિક્ષક બનીને
ભણાવું છું. તમે આત્મા બાપ ને યાદ કરતા રહો છો. ભારત નો પ્રાચીન યોગ પ્રખ્યાત છે.
યોગ કોની સાથે? આ પણ લખવાનું છે. આત્મા નો પરમાત્મા સાથે યોગ અર્થાત્ યાદ છે. આપ
બાળકો હવે જાણો છો આપણે ઓલરાઉન્ડર (દરેક ક્ષેત્ર માં કુશળ) છીએ, પૂરાં ૮૪ જન્મ લઈએ
છીએ. અહીં બ્રાહ્મણ કુળ નાં જ આવશે. આપણે બ્રાહ્મણ છીએ. હવે આપણે દેવતા બનવાના છીએ.
સરસ્વતી પણ પુત્રી છે ને? વૃદ્ધ પણ છું, ખૂબ ખુશી થાય છે, હવે હું શરીર છોડી પછી
જઈને રાજા નાં ઘર માં જન્મ લઈશ. હું ભણી રહ્યો છું. પછી ગોલ્ડન સ્પૂન ઈન માઉથ (સોના
ની ચમચી મોઢા માં) હશે. તમારા બધા નો આ મુખ્ય-ઉદ્દેશ છે. ખુશી કેમ ન થવી જોઈએ?
મનુષ્ય ભલે કાંઈ પણ બોલતાં રહે. તમારી ખુશી કેમ ગુમ થઈ જવી જોઈએ? બાપ ને યાદ જ નહીં
કરશો તો નર થી નારાયણ કેવી રીતે બનશો? ઊંચું બનવું જોઈએ ને? એવો પુરુષાર્થ કરીને
દેખાડો, મૂંઝાવ છો કેમ? દિલહોલ (નિરાશ) કેમ થાઓ છો કે બધા થોડી રાજા બનશે? આ વિચાર
આવ્યો, ફેલ (નાપાસ) થયાં. સ્કૂલ માં બેરીસ્ટરી, એન્જિનિયરિ વગેરે ભણે છે. એવું કહેશે
શું કે બધા બેરિસ્ટર થોડી બનશે? નહીં ભણશે તો ફેલ થઈ જશે. ૧૬,૧૦૮ ની આખી માળા છે.
પહેલાં-પહેલાં કોણ આવશે? જેટલો જે પુરુષાર્થ કરશે. એક-બીજા કરતાં તીવ્ર પુરુષાર્થ
કરે તો છે ને? આપ બાળકો ની બુદ્ધિમાં છે - હવે આપણે આ જુનું શરીર છોડી ઘરે જવાનું
છે. આ પણ યાદ રહે તો પુરુષાર્થ તીવ્ર થઈ જશે. આપ બાળકો ની બુદ્ધિ માં રહેવું જોઈએ
કે સર્વ નાં મુક્તિ-જીવન મુક્તિ દાતા છે જ એક બાપ. આજે દુનિયા માં આટલાં કરોડો
મનુષ્ય છે. તમે ૯ લાખ હશો. તે પણ અંદાજે કહેવાય છે. સતયુગ માં વધારે કેટલાં હશે?
રાજાઈ માં થોડાક તો મનુષ્ય જોઈએ ને? આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. બુદ્ધિ કહે છે સતયુગ
માં ખૂબ નાનું ઝાડ હોય છે, બ્યુટીફુલ (સુંદર). નામ જ છે સ્વર્ગ, પેરેડાઇઝ. આપ બાળકો
ની બુદ્ધિ માં આખું ચક્ર ફરતું રહે છે. આ પણ સદૈવ ફરતુ રહે તો પણ સારું.
આ ખાસી (ઉધરસ) વગેરે
થાય છે આ કર્મભોગ છે, આ જૂની જુત્તી (જૂનું શરીર) છે. નવી તો અહીં મળવાની નથી. હું
પુનર્જન્મ તો લેતો નથી. નથી કોઈ ગર્ભ માં જતો. હું તો સાધારણ તન માં પ્રવેશ કરું
છું. વાનપ્રસ્થ અવસ્થા છે, હવે વાણી થી પરે શાંતિધામ જવાનું છે. જેમ રાત થી દિવસ,
દિવસ થી રાત જરુર થવાની છે, તેમ જૂની દુનિયા જરુર વિનાશ થવાની છે. આ સંગમયુગ જરુર
પૂરો થઈ પછી સતયુગ આવશે. બાળકોએ યાદ ની યાત્રા પર ખૂબ ધ્યાન આપવાનું છે, જે હમણાં
ખૂબ ઓછું છે, એટલે બાબા બેબી કહે છે. બેબીપણું દેખાડે છે. કહે છે બાબા ને યાદ નથી
કરી શકતો, તો બેબી કહેશે ને? તમે નાનાં બેબી છો, બાપ ને ભૂલી જાઓ છો? મીઠાં થી મીઠાં
બાપ, શિક્ષક, ગુરુ અડધાકલ્પ નાં બિલોવેડ મોસ્ટ (સૌથી પ્રિય), એમને ભૂલી જાઓ છો! અડધો
કલ્પ દુઃખ માં તમે એમને યાદ કરતા આવ્યાં છો, હે ભગવાન! આત્મા શરીર દ્વારા કહે છે
ને? હમણાં હું આવ્યો છું, સારી રીતે યાદ કરો. અનેક ને રસ્તો બતાવો. આગળ ચાલીને ખૂબ
વૃદ્ધિ થતી રહેશે. ધર્મ ની વૃદ્ધિ તો થાય છે ને? અરવિંદ ઘોષ નું દૃષ્ટાંત. આજે તેમનાં
કેટલાં સેન્ટર્સ છે. હમણાં તમે જાણો છો તે બધો છે ભક્તિમાર્ગ. હમણાં તમને જ્ઞાન મળે
છે. પુરુષોત્તમ બનવાની આ નોલેજ છે. તમે મનુષ્ય થી દેવતા બનો છો. બાપ આવીને બધા
મૂતપલીતી કપડા ને સાફ કરે છે. એમની જ મહિમા છે. મુખ્ય છે યાદ. નોલેજ તો ખૂબ સહજ છે.
મોરલી વાંચીને સંભળાવો. યાદ કરતા રહો. યાદ કરતા-કરતા આત્મા પવિત્ર બની જશે. પેટ્રોલ
ભરાતું જશે. પછી આ ભાગ્યાં. આ શિવબાબા ની બારાત (જાન) કહો, બાળકો કહો. બાપ કહે છે
હું આવ્યો છું, કામ ચિતા થી ઉતારી તમને હવે યોગ ચિતા પર બેસાડું છું. યોગ થી હેલ્થ
(સ્વાસ્થ્ય), જ્ઞાન થી વેલ્થ (સંપત્તિ) મળે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
મુખ્ય-ઉદ્દેશ ને સામે રાખી ખુશી માં રહેવાનું છે. ક્યારેય દિલહોલ (દિલશિકસ્ત) નથી
બનવાનું - આ વિચાર ક્યારેય ન આવે કે બધા થોડી રાજા બનશે. પુરુષાર્થ કરી ઊંચ પદ
મેળવવાનું છે.
2. મોસ્ટ બિલોવેડ (સૌથી
પ્રિય) બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરવાના છે, એમાં બેબી નથી બનવાનું. યાદ માટે સવાર
નો સમય સારો છે. આરામ થી શાંતિ માં બેસી યાદ કરો.
વરદાન :-
યજ્ઞ સેવા
દ્વારા સર્વ પ્રાપ્તિઓ નો પ્રસાદ પ્રાપ્ત કરવાવાળા ઓલરાઉન્ડ સેવાધારી ભવ
સંગમયુગ પર ઓલરાઉન્ડ
સેવા નો ચાન્સ મળવો - આ પણ ડ્રામા માં એક લિફ્ટ છે, જે પ્રેમ થી યજ્ઞ ની ઓલરાઉન્ડ
સેવા કરે છે એમને સર્વપ્રાપ્તિઓ નો પ્રસાદ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. તે નિર્વિઘ્ન
રહે છે. એકવાર સેવા કરી અને હજાર વાર સેવા નું ફળ પ્રાપ્ત થઈ ગયું. સદા સ્થૂળ
સૂક્ષ્મ લંગર લાગેલું રહે. કોઈને પણ સંતુષ્ટ કરવા - આ સૌથી મોટી સેવા છે. મહેમાન
નવાજી (આગતાસ્વાગતા) કરવી આ સૌથી મોટું ભાગ્ય છે.
સ્લોગન :-
સ્વમાન માં
સ્થિત રહો તો અનેક પ્રકાર નાં અભિમાન સ્વતઃ સમાપ્ત થઈ જશે.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
જેવી રીતે દુનિયા નાં
રોયલ આત્માઓ ક્યારેય નાની-નાની વાતો માં, નાની વસ્તુઓ માં પોતાની બુદ્ધિ અથવા સમય
નથી આપતા, જોવા છતાં પણ નથી જોતા, સાંભળવા છતાં પણ નથી સાંભળતા, એવાં આપ રુહાની
રોયલ આત્માઓ કોઈ પણ આત્મા ની નાની-નાની વાતો માં, જે રોયલ નથી એમાં પોતાની બુદ્ધિ
અથવા સમય નથી આપી શકતાં. રુહાની રોયલ આત્માઓ નાં મુખ માંથી ક્યારેય વ્યર્થ અથવા
સાધારણ બોલ પણ નથી નીકળી શકતાં.