15-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - અમર બાબા આવ્યાં છે તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવાં , હવે તમે ત્રણેય કાળ અને ત્રણેય લોક ને જાણો છો”

પ્રશ્ન :-
રુહાની બાપ રુહો ને વારસો કયાં આધાર પર આપે છે?

ઉત્તર :-
ભણતર નાં આધાર પર. જે બાળકો સારી રીતે ભણે છે દેહ-અભિમાન ને છોડી દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરે છે, એમને જ બાપ નો વારસો મળે છે. લૌકિક બાપ ફકત બાળકો ને વારસો આપે પરંતુ પારલૌકિક બાપ નો સંબંધ રુહો થી છે, એટલે રુહો ને વારસો આપે છે.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા…

ઓમ શાંતિ!
રુહાની બાળકો, રુહાની બાપ થી અમરકથા સાંભળી રહ્યાં છે - આ મૃત્યુલોક થી અમરલોક માં જવાનાં માટે. નિર્વાણધામ ને અમરલોક નથી કહેવાતું. અમરલોક જ્યાં તમે અકાળે મૃત્યુ ને નથી પામતાં એટલે એને અમરલોક કહેવાય છે. રુહાની બાપ જેમને અમરનાથ કહેવાય છે. જરુર અમરલોક માં લઈ જવા માટે મૃત્યુલોક માં કથા સંભળાવશે. ત્રણ કથાઓ ભારત માં જ પ્રસિદ્ધ છે. અમરકથા, સત્ય નારાયણ ની કથા, તિજરી ની કથા. ભક્તિમાર્ગ માં તો તિજરી નો અર્થ કોઇ સમજતું જ નથી. જ્ઞાન નું ત્રીજું નેત્ર જ્ઞાનસાગર અમર બાબા સિવાય કોઈ આપી ન શકે. આ પણ ખોટી કથાઓ સંભળાવે છે. મીઠાં-મીઠાં રુહાની બાળકો હવે જાણી ગયાં છે કે અમને હવે જ્ઞાન નું ત્રીજું નેત્ર મળી રહ્યું છે, જે ત્રીજા નેત્ર થી ત્રણેય કાળ, ત્રણેય લોક ને તમે જાણી ચૂક્યાં છો. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણી ચૂક્યાં છો એટલે બાળકો પોતાને ત્રિકાળદર્શી પણ સમજે છે. આપ મીઠાં-મીઠાં બાળકો વગર સૃષ્ટિ માં કોઈ ત્રિકાળદર્શી નથી હોતું. ત્રણેય કાળ અર્થાત્ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન ને ઘણાં જાણે છે. પરંતુ ત્રણેય કાળ નાં આદિ-મધ્ય-અંત ને કોઈ નથી જાણતું. હમણાં મીઠાં-મીઠાં રુહાની બાળકો રુહાની બાપ થી સાંભળી રહ્યા છે. આપણે એમનાં બાળક બન્યાં છીએ. એક જ વાર આપ રુહાની બાળકોને રુહાની બાપ મળે છે. રુહો ને ભણાવે છે બીજા બધાં દેહ-અભિમાની હોવાનાં કારણે કહે છે - હું આ ભણું છું. હું આ કરું છું. દેહ-અભિમાન આવી જાય છે. હમણાં આ સંગમ પર રુહાની બાપ આવી ને રુહાની બાળકો ને કહે છે તમે સારી રીતે ભણો. બાપ થી દરેક બાળક વારસો લેવાનો હકદાર છે કારણકે બધા રુહાની બાળકો છો ને. લૌકિક સંબંધ માં ફક્ત બાળક વારસા નો હકદાર બને છે. આ પારલૌકિક સંબંધ માં બધા બાળકો, રુહો ને વારસો મળે છે. અમરનાથ ની પણ કથા સંભળાવે છે. કહે છે પાર્વતી ને પહાડો પર, ગુફાઓમાં જઈને કથા સંભળાવી. આ તો ખોટું છે ને. હવે તમે બાળકો જાણો છો કે ખોટું શું છે? સાચું શું છે? સાચું તો જરુર સાચાં બાબા જ સંભળાવશે. બાપ એક જ વાર સાચું સંભળાવી સચખંડ નાં માલિક બનાવે છે. તમે જાણો છો આ જુઠ્ઠખંડ ને આગ લાગવાની છે. આ જે કંઈ જોવામાં આવે છે, આ નહીં રહેશે. સમય બાકી થોડો છે. આ શિવબાબા નો જ્ઞાન-યજ્ઞ છે. જેમ લૌકિક સંબંધ માં પણ બાપ યજ્ઞ રચે છે. કોઈ રુદ્ર યજ્ઞ રચે છે, કોઈ ગીતા યજ્ઞ. કોઈ રામાયણ યજ્ઞ રચે છે. આ છે શિવબાબા અથવા રુદ્ર જ્ઞાન યજ્ઞ. આ અંતિમ યજ્ઞ છે.

તમે જાણો છો આપણે અમરપુરી માં હમણાં જઈ રહ્યાં છીએ. બાકી થોડી મિનિટ નો હવે રસ્તો છે. કોઈ પણ મનુષ્ય ને આ ખબર નથી. તેઓ તો કહી દે છે - મૃત્યુલોક થી અમરલોક માં જવા માટે ૪૦,૦૦૦ વર્ષ હજું બાકી છે. અમરલોક સતયુગ ને કહેવાય છે. આપ બાળકોને હમણાં બાબા સન્મુખ બેસી અમરકથા, તિજરી ની કથા, સત્ય નારાયણ ની કથા સંભળાવી રહ્યાં છે. ભક્તિમાર્ગ માં શું-શું થાય છે, તે તો જોયું. ભક્તિમાર્ગ નો કેટલો વિસ્તાર છે. જેમ ઝાડ નો ખૂબ વિસ્તાર હોય છે તેમ જ ભક્તિ નું પણ મોટું કર્મકાંડ નું ઝાડ છે. યજ્ઞ, વ્રત, નિયમ, જપ-તપ વગેરે કેટલું કરે છે. આ જન્મ નાં ભક્ત તો બહુજ બેઠાં છે. મનુષ્યો ની વૃદ્ધિ થતી રહે છે. તમે ભક્તિમાર્ગ માં આવ્યાં છો ત્યાર થી બીજા ધર્મ સ્થાપન થયાં છે. દરેક નો પોતાનાં ધર્મ થી સંબંધ છે. દરેક નાં રીત-રિવાજ અલગ છે. ભારત અમરપુરી હતું, ભારત હમણાં મૃત્યુલોક છે. તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં. પરંતુ હમણાં પતિત હોવાનાં કારણે તમે પોતાને દેવતા કહી નથી શકતાં. આ તમે ભૂલી ગયાં છો કે આપણે જ દેવતા હતાં. જેમ કહે છે ક્રાઈસ્ટે અમારો ધર્મ સ્થાપન કર્યો તો અમારા ક્રિશ્ચન ચાલ્યાં આવ્યાં છે. એવું નહીં કે યુરોપિયન ધર્મ નાં છે. એમ તમે હિન્દુસ્તાન માં રહેવા વાળા અથવા ભારત માં રહેવા વાળા દેવી-દેવતા ધર્મ નાં છો. પરતું પોતાને દેવતા કહી નથી શકતાં. સમજો છો અમે તો પાપી, નીંચ, કંગાળ, વિકારી છીએ. ભક્તિમાર્ગ માં મનુષ્ય દુઃખી થાય છે તો બાપ ને જ પોકારે છે. આ ફક્ત તમે બ્રાહ્મણ બાળકો જ જાણો છો કે જે બાપ ને પોકારતાં આવ્યાં છીએ એ આપણને બેહદ નો વારસો આપવા માટે અમરકથા સંભળાવી રહ્યાં છે. આપણે અમરપુરી નાં માલિક બનવા વાળા છીએ. અમરપુરી ને સ્વર્ગ કહેવાય છે. તમે કહેશો અમે સ્વર્ગવાસી બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. કળિયુગ માં મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. હવે એને કોઈ સ્વર્ગ માં જવા માટે કોઈ પુરુષાર્થ થોડી કર્યો? તમે તો પુરુષાર્થ કરી રહ્યાં છો અમરપુરી વૈકુંઠ માં જવા માટે. પુરુષાર્થ કરાવવા વાળા કોણ? અમરબાબા, જેમને અમરનાથ પણ કહેવાય છે. આ યજ્ઞ ને પાઠશાળા પણ કહેવાય છે. બીજી કોઈ પાઠશાળા ને યજ્ઞ નથી કહેવાતું. યજ્ઞ અલગ રચાય છે, જેમાં બ્રાહ્મણ લોકો બેસીને મંત્ર વાંચે છે. બાપ કહે છે આ તમારી કોલેજ પણ છે, યજ્ઞ પણ છે, બંને સાથે છે. તમે જાણો છો આ જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજ્જવલિત થઈ, એમાં આખી દુનિયા સ્વાહા થઈ જવાની છે. પછી નવી દુનિયા બનવાની છે, એનું નામ જ છે મહાભારી મહાભારત લડાઈ. આનાં જેવી લડાઈ બીજી કોઈ હોતી નથી. કહે છે યુદ્ધ માં મુશળો થી લડાઈ થઈ. તમારા સાથે લડાઈ તો નથી. આને મહાભારત લડાઈ કેમ કહે છે? ભારત માં તો એક જ ધર્મ હોય છે ને. મોત તો બહાર છે. અહીં લડાઈ ની તો વાત જ નથી. બાપ સમજાવે છે - તમારાં માટે નવી દુનિયા જોઈએ તો જરુર જૂની દુનિયા નો વિનાશ થશે.

આપ બાળકો ની બુદ્ધિમાં વિરાટ રુપ નું પણ બધું જ્ઞાન છે. આ પણ સમજો છો જે કલ્પ પહેલાં આવ્યાં હતાં તે જ આવશે દેવતા બનવા માટે. બુદ્ધિનું કામ છે. આપણે જેટલાં બ્રાહ્મણ બન્યા છીએ, હવે ફરી દેવતા બનીશું. પ્રજાપિતા બ્રહ્મા પણ ગવાય છે. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે એટલે બ્રહ્મા ને પ્રજાપિતા કહે છે. પરંતુ કેવી રીતે, ક્યારે રચે છે? આ કોઈ નથી જાણતું. શું શરું માં મનુષ્ય નથી જેમને રચે છે? બોલાવે જ છે પતિત-પાવન આવો. તો જ્યારે મનુષ્ય પતિત હોય છે ત્યારે તો બાપ આવે છે. દુનિયા ને બદલવાની છે. તમને બાપ નવી દુનિયાનાં લાયક બનાવે છે. હમણાં બધાં તમોપ્રધાન જૂની દુનિયામાં છો પછી સતોપ્રધાન બનવાનું છે. બાપે સમજાવ્યું છે - દરેક મનુષ્ય માત્ર ને, દરેક વસ્તુ ને સતો-રજો-તમો માં આવવાનું હોય છે. દુનિયા નવી થી જૂની જરુર થાય છે. કપડાં પણ નવાં પહેરે છે પછી જૂનાં થાય છે. તમને જ્ઞાન મળ્યું છે, સાચી સત્ય નારાયણ ની કથા હમણાં તમે સાંભળી રહ્યાં છો. ગીતા છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી. બાકી છે એમનાં બાળ-બચ્ચા. જેમ બ્રહ્માની વંશાવલી, તેમ ગીતા છે મુખ્ય. ઊંચે થી ઊંચા મા-બાપ, બાકી છે બાળકો. હમણાં મા-બાપ થી વારસો મળી શકે છે. બાકી કેટલાં પણ શાસ્ત્ર વાંચો, કંઈ પણ કરો, વારસો મળી ન શકે. કરીને જે શાસ્ત્ર વાંચે છે, એમની ખુબ કમાણી થાય છે. તે તો થઈ ગયું અલ્પકાળ માટે. અહીં આપ બાળકો સાંભળો છો તો કેટલી કમાણી કરો છો - ૨૧ જન્મ માટે, વિચાર કરો. તે એક સંભળાવશે, બધા એમને પૈસા આપશે. અહીં બાપ આપ બાળકોને સંભળાવે છે - તમે ૨૧ જન્મ માટે કેટલાં સાહૂકાર બનો છો. ત્યાં સંભળાવવા વાળાનું ખિસ્સું ભરાય છે. ભક્તિ વગેરે કરવી પ્રવૃત્તિ માર્ગ વાળાઓનું કામ છે. તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. તમે જાણો છો - સ્વર્ગલોક માં આપણે પૂજ્ય હતાં. નહીં તો ૮૪ જન્મો નો હિસાબ ક્યાંથી આવ્યો? આ છે રુહાની જ્ઞાન, જે સુપ્રીમ રુહ જ્ઞાન સાગર થી મળે છે. પતિત-પાવન બાપ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે. આપણને બાળકોને અમરકથા સંભળાવી રહ્યાં છે. જન્મ-જન્માંતર ખોટી કથા સાંભળતાં આવ્યાં છો. હવે સાચ્ચી કથા સાંભળી ને તમે સોળે કળા સંપૂર્ણ બનો છો. ચંદ્રમાને સોળે કળા સંપૂર્ણ કહેવાય છે. સૂર્ય માટે નથી કહેતાં.

તમે જાણો છો આપણે આત્માઓ ભવિષ્ય માં સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ બનીશું. પછી અડધાકલ્પ પછી એમનામાં ખાદ પડી જાય છે. હમણાં તમે સમજો છો આપણે ફરી થી સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપન્ન… એ જ દેવતા ફરીથી બની રહ્યાં છીએ. આપણે આત્માઓ પહેલાં આપણાં ઘરે જઈશું પછી આપણે શરીર ધારણ કરી દેવતા બનીશું પછી ચંદ્રવંશી વંશજ માં આવીશું. ૮૪ જન્મો નો હિસાબ-કિતાબ જોઈએ. કયા યુગ માં, કયા વર્ષ માં કેટલાં જન્મ થયાં, બાપે ૮૪ જન્મો ની સાચી-સાચી કથા હમણાં સંભળાવી છે. આપ બાળકો ને કહેશે તમે ભારતવાસી ૮૪ જન્મ લો છો. પોતાને એક તો બ્રાહ્મણ સમજવું પડે. મમ્મા-બાબા કહો છો ને. વારસો શિવબાબા થી લો છો, બ્રહ્મા બાબા દ્વારા. બ્રહ્મા પણ એમનાં થઈ ગયાં. બ્રહ્મા પાસેથી વારસો મળી ન શકે. આ પણ ભાઈ થઈ ગયાં. આ શરીરધારી છે ને. તમે બધાં બાળકો વારસો એમનાથી લો છો. આમનાં (બ્રહ્મા) થી નહીં. જેમનાથી વારસો નથી મેળવવાનો, એમને યાદ નથી કરવાનાં. એક શિવબાબા ને જ યાદ કરવાનાં છે. એમને જ કહે છે તમે માત-પિતા અમે બાળક તમારા. તમે આમની પાસે આવો છો તો બુદ્ધિ માં રહે છે, અમે શિવબાબા ની પાસે જઈએ છીએ. યાદ શિવબાબા ને જ કરવાનાં છે. આત્મા બિંદી છે, એમાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. આત્મા ભ્રકુટી ની વચ્ચે રહે છે. ઉડે પણ સેકન્ડ માં છે, હું આત્મા એક શરીર છોડી બીજું લઉં છું. ભ્રકુટી ની વચ્ચે જઈ વિરાજમાન થાઉં છું. બુદ્ધિ માં સમજ છે - અમારો આત્મા આવી છે. સતયુગ માં તો કોઈ એવી વસ્તુ જોવાની આશા નથી રહેતી. આત્માને જોઈ શકાય છે, દિવ્ય દૃષ્ટિ થી. કોઈ આ આંખો થી જોવાની વાત નથી. ભક્તિમાર્ગ માં જ સાક્ષાત્કાર કરે છે. જેમ રામકૃષ્ણ નાં શિષ્ય વિવેકાનંદ હતાં, એમણે બતાવ્યું છે હું સામે બેઠો હતો તો એમનો આત્મા નીકળી ને મારા માં પ્રવેશ થઈ ગયો. એવું કંઈ થતું નથી. આત્મા કેવી રીતે એક શરીર છોડી બીજા માં પ્રવેશ કરે છે, આ બધી વાતો આપ બાળકોને સમજાવાય છે. હમણાં તમે સમજો છો અમે અમરલોક માં જવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, અમરલોક માં અમે જન્મ લઈશું. ત્યાં અમે ગર્ભમહેલ માં હોઈશું. અહીં તો ગર્ભજેલ માં ખુબ ત્રાહિ-ત્રાહિ કરે છે. હવે અડધાકલ્પ માટે બાબા તમને બધા દુઃખો થી છોડાવે છે. તો કેટલાં પ્રેમ થી આવાં બાપ ને યાદ કરવાં જોઈએ. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને રુહ સમજી, રુહાની બાપ થી ભણીને પૂરો વારસો લેવાનો છે. સચખંડ નાં માલિક બનવા માટે સાચ્ચી કથા સાંભળવાની અને સંભળાવવાની છે.

2. જે બાપ પાસેથી બેહદ નો વારસો મળે છે, એમને જ યાદ કરવાનાં છે. કોઈ દેહધારી ને નહીં. આ જૂની દુનિયા ને આગ લાગવાની છે એટલે એને જોતાં પણ નથી જોવાની.

વરદાન :-
સાઇલેન્સ ની શક્તિ દ્વારા પોતાનાં રજીસ્ટર ને સાફ કરવા વાળા લોકપ્રિય , પ્રભુ પ્રિય ભવ

જેવી રીતે સાયન્સે એવી ઇન્વેન્શન કરી છે જે લખેલું બધું ભુસાઈ જાય, ખબર ન પડે. એવી રીતે તમે સાઈલેન્સ ની શક્તિ થી પોતાનાં રજીસ્ટર ને રોજ સાફ કરો તો પ્રભુ પ્રિય કે દૈવી લોકપ્રિય બની જશો. સચ્ચાઈ-સફાઈ ને બધા પસંદ કરે છે એટલે એક દિવસ નાં કરેલા વ્યર્થ સંકલ્પ કે વ્યર્થ કર્મ ની બીજા દિવસ પર લીક પણ ન રહે, વીતેલા ને વિતી કરી ફુલસ્ટોપ લગાવી દો તો રજીસ્ટર સાફ રહેશે અને સાહેબ રાજી થઈ જશે.

સ્લોગન :-
વ્યર્થ સંકલ્પ કરવો કે બીજાઓ નાં વ્યર્થ સંકલ્પ ચલાવવાને નિમિત્ત બનવું - આ પણ અપવિત્રતા છે.

આ અવ્યક્ત ઈશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

મન, વાણી, કર્મ માં સરળતા અને સહનશીલતા આ બંને આવશ્યક છે. જો સરળતા છે, સહનશીલતા નથી તો પણ શ્રેષ્ઠ નથી. સરળતા ની સાથે સહનશીલતા છે તો શક્તિ સ્વરુપ કહેવાય છે. શક્તિઓ નાં ચિત્રો માં સરળતા અને સહનશીલતા બંને જ ગુણ દેખાડે છે. હમણાં ની રીઝલ્ટ માં ક્યાંક સહનશીલતા વધારે છે, ક્યાંક સરળતા વધારે છે. હવે આ બંને ને સમાન બનાવો.