15-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધાને આ જ પૈગામ ( સંદેશ ) આપો કે દેહ સહિત દેહ નાં બધાં ધર્મો ને ભૂલી પોતાને આત્મા સમજો તો બધાં દુઃખ દૂર થઈ જશે”

પ્રશ્ન :-
આપ બાળકોએ કઈ વાત માં ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરવાનું છે?

ઉત્તર :-
જેવી રીતે આ બ્રહ્માએ પોતાનું સર્વસ્વ ઈશ્વર અર્પણ કરી દીધું. પૂરાં ટ્રસ્ટી બન્યાં, એવી રીતે ટ્રસ્ટી બનીને રહો. ક્યારેય પણ ઉલ્ટા-સુલ્ટા ખર્ચા કરી પાપ આત્માઓ ને નહીં આપતાં. પોતાનું સર્વસ્વ ઈશ્વરીય સેવા માં લગાવો, પૂરાં ટ્રસ્ટી બનો. બાપ ની શ્રીમત પર ચાલતાં રહો. બાપ જુએ છે કયું બાળક કેટલું શ્રીમત પર ચાલે છે!

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. કહે છે બાબા અમે ક્યાંથી આવ્યાં? ક્યારે આવ્યાં અને પછી પાછાં જવાની રાહ (રસ્તો) કેવી રીતે ભૂલ્યાં? આ ડ્રામા કાન માં સમજાવી દો. અમે કોણ છીએ, ક્યાંથી આવ્યાં પછી ક્યાં ચાલ્યાં ગયાં! આ જ્ઞાન નું ટીપું તો આપી દો કારણ કે જ્ઞાનસાગર છો ને. હવે બાળકો જાણે છે આપણે આત્માઓ ક્યાં નાં રહેવાવાળા છીએ પછી બાપ ને અને આપણાં સ્વર્ગ ને કેવી રીતે ભૂલ્યાં અને કેવી રીતે આવીને અહીં દુઃખી થયાં - આ રહસ્ય કાન માં સંભળાવો. હવે બાપ જ્ઞાન નાં સાગર પણ છે, પવિત્રતા નાં સાગર પણ છે. પ્રેમ નાં સાગર પણ છે. શાંતિ નાં, સુખ અને સંપત્તિ નાં સાગર પણ છે. હવે બેહદ નાં બાપ દ્વારા આ બધી વાતો સમજીએ છીએ. આદિ માં ક્યાંથી આવ્યાં પછી મધ્ય માં શું થયું, જે આપણે રસ્તો ભૂલી દુઃખી થયાં. પછી હવે બાપને કહીએ છીએ બાબા અમને રસ્તો બતાવો. અમે પોતાનાં સુખધામ-શાંતિધામ માં જઈએ. બાપ જ બેસી બતાવે છે - તમે આદિ માં કોણ હતાં પછી મધ્ય માં શું થયું? ભક્તિમાર્ગ કેવી રીતે શરું થયો, અંત માં શું થયું, આ આદિ-મધ્ય-અંત નું રહસ્ય હવે બુદ્ધિમાં બેસેલું છે. આ ડ્રામા છે ને! આ મનુષ્યોએ જરુર જાણવાનું છે - કારણકે એક્ટર્સ છે. જાણે છે અમે આત્માઓ નિરાકારી શાંતિધામ થી આવીએ છીએ, અહીં ટોકી ધામ માં. મૂળવતન, સૂક્ષ્મવતન પછી આ છે સ્થૂળવતન. પછી મૂળવતન થી આત્માઓ આવે છે તો ટોકીધામ માં, શરીર ધારણ કરી પાર્ટ ભજવવાં. આત્માનું નિવાસ સ્થાન શાંતિધામ છે. આ વાતો દુનિયામાં કોઈ પણ નથી જાણતું. આ જ્ઞાન સાગર બાપે જ આવીને સમજાવ્યું છે. હવે સમજાવી રહ્યાં છે - જ્ઞાન સાગર કહેવાય છે પારલૌકિક પરમપિતા પરમાત્મા ને. મનુષ્ય ને નથી કહી શકાતું. આ મહિમા ફક્ત એક બાપ ની ગવાયેલી છે, જેમને બીજું કોઈ નથી જાણતું. હમણાં વિનાશ નો સમય છે. ગવાયેલું છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ યુરોપવાસી… હવે બાપે તમારો બુદ્ધિયોગ પોતાની સાથે લગાવ્યો છે કે મામેકમ્ યાદ કરો. હું મુસલમાન છું, હિંદુ છું, બૌદ્ધી છું... આ બધા દેહ નાં ધર્મ છે. આત્મા તો આત્મા જ છે. બાપ સમજાવે છે - દેહ નાં બધા ધર્મ છોડી પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરશો તો પતિત થી પાવન બની જશો. બાપ કહે છે - આ દેહ ને પણ ભૂલો. આ બધાનાં માટે બાપ નો પૈગામ છે. દેહ સહિત દેહ નાં જે સંબંધ છે, બધાને ભૂલો. હું આત્મા છું, આપણાં, સર્વ બ્રધર્સ (ભાઈઓ) નાં બાપ એક છે. આ બ્રહ્મા પણ કહેશે હું આત્મા છું તો બધા ભાઈ-ભાઈ થઈ ગયાં. આ સમયે બધાં ભાઈ-ભાઈ પતિત દુઃખી છે. બધાં કામ ચિતા પર ચઢી ભસ્મ થઈ ગયાં છે. જ્યારે દ્વાપર નાં આદિ માં રાવણ રાજ્ય શરું થાય છે તો પછી તમે વામમાર્ગ માં જાઓ છો. ત્યાર થી જ પછી બીજા ધર્મ શરું થાય છે. અડધો સમય તમે પવિત્ર રહો છો. પછી અડધા માં તમે પતિત બનો છો. ૨૧ જન્મ ભારત માં જ ગવાય છે. કુમારી તે જે ૨૧ કુળ નો ઉદ્ધાર કરે. કુમારી નું માન છે. તમે ભારત નો તો શું આખી દુનિયાનો ઉદ્ધાર કરી રહ્યાં છો. તમે જાણો છો આપણે બધા આત્માઓ શિવબાબા નાં બાળકો છીએ. તો કુમાર જ થયાં. ભાઈ-બહેન ત્યારે થાય છે જ્યારે પ્રજાપિતા બ્રહ્મા નાં બાળક બને છે. આ આપ બાળકો ને જ્ઞાન છે. અમે આત્માઓ બધાં ભાઈ-ભાઈ છીએ, બધા બાપ ને પોકારે છે - હે પતિત-પાવન આવો. અહીં રાવણ રાજ્ય થી, દુઃખ થી અમને લિબ્રેટ (મુક્ત) કરો. પછી અમારા ગાઈડ (માર્ગદર્શક) બની અમને પાછાં લઈ ચાલો. અમારા દુઃખ હરો અને સુખ આપો. હવે તમે સમજો છો બરોબર બાબા આવેલાં છે. આપણ ને આ કળિયુગી રાવણ રાજ્ય થી છોડાવી સાથે લઈ ચાલશે. બાપ જાણે છે બધા આત્માઓ પતિત છે, એટલે શરીર પણ પતિત છે. આત્માને જ પાવન બનાવી લઈ જાય છે નિર્વાણધામ માં. પાસ્ટ થી પ્રેઝન્ટ પછી ફ્યુચર થશે (ભૂતકાળ થી વર્તમાન પછી ભવિષ્ય થશે). આદિ-મધ્ય-અંત પછી આદિ. સતયુગ આદિ કળિયુગ અંત પછી ફ્યુચર થશે સતયુગ. આ તો સહજ છે ને. સારું, વચ્ચે શું થયું? આપણે કેવી રીતે પડ્યાં? આપણે પાવન દેવતા હતાં પછી પાવન થી પતિત કેવી રીતે બન્યાં! હમણાં તમે સમજો છો, બાપ સમજાવે છે - જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે ત્યારે તમે પતિત બનો છો. હવે ફરી તમને ભવિષ્ય દેવતા બનાવવા આવ્યો છું. આમાં મુશ્કેલી ની કોઈ વાત નથી. બાપ કહે છે - તમને આ વિષય સાગર થી પાર લઈ જાઉં છું. ગાય પણ છે નૈયા મેરી… બધાં પોકારે છે એક બાપ ને. અમારી નાવ જે ડૂબેલી છે, તેને ક્ષીરસાગર માં લઈ ચાલો. એમને ખેવૈયા, બાગવાન પણ કહે છે. હમણાં તો કાંટાઓ નાં જંગલ માં પડ્યાં છીએ. અમને પછી ફૂલો નાં બગીચા માં લઈ ચાલો. દેવતાઓ ફૂલ છે ને. હમણાં બધા છે કાંટા. એક-બીજા ને દુઃખ જ આપતાં રહે છે. દેવતાઓ ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. ત્યાં તો સુખ જ સુખ છે. તેઓ તો ફક્ત ગાય છે તમે અહીં પ્રેક્ટિકલ સાંભળી રહ્યાં છો. કહો છો ને - બાબા અમે ક્યાંથી ભૂલ્યાં! આ સૃષ્ટિ ચક્ર ને અમે કેવી રીતે ભૂલ્યાં! સતયુગ-ત્રેતા માં આ નથી જાણતાં કારણકે ત્યાં તો આપણે સુખી છીએ પછી દુઃખી ક્યારે થયાં? જ્યારે રાવણ રાજ્ય શરું થયું. ભારતવાસી રાવણ ને બાળતાં જ રહે છે. જ્યાં સુધી તેનો વિનાશ નથી થયો. પછી સતયુગ માં થોડી દર વર્ષે બાળશે? આ છે ભક્તિમાર્ગ. હવે રાવણનું રાજ્ય ખલાસ થવાનું છે. ભક્તિમાર્ગ માં રાવણ ને દર વર્ષે બાળે છે પરંતુ મરતો જ નથી. હમણાં રાવણ તમારી આગળ જેવી રીતે મરી ગયો છે. તમે જાણો છો રાવણ રાજ્ય હવે ખતમ થવાનું છે. ૫ ભૂતો નું માથું કપાય છે. પહેલાં-પહેલાં કામ નાં માથા ને કાપો છો. કામ જ મહાશત્રુ છે. બાપ કહે છે - આ ૫ ભૂતો પર વિજય મેળવવાથી જ તમે વિશ્વ પર જીત મેળવશો. મનુષ્ય સ્વયં પણ કહે છે અમે પતિત છીએ એટલે બોલાવે છે - પતિતો ને પાવન બનાવવા આવો. આત્મા બોલાવે છે હે પતિત-પાવન, હે બાબા… ખેવૈયા, રહેમદિલ બાબા આવો. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ આવું છું. કેવી રીતે આવું છું, આ કોઈ નથી જાણતું. ગીતા માં પણ છે - ભગવાને આવીને રાજયોગ શીખવાડ્યો. પરંતુ ભગવાન કોણ છે, ક્યારે આવ્યાં આ કોઈ ને ખબર નથી. ગીતા ને તો ખંડન કરી દીધી છે. કૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયાં છે. દ્વાપર પછી તો દુનિયા વધારે જ પતિત થાય છે. તો દ્વાપર માં કૃષ્ણએ આવીને શું કર્યું. મનુષ્ય તો કાંઈ પણ સમજતાં નથી. બિલકુલ જ અનરાઈટીયસ છે. સતયુગ માં હોય છે રાઈટીયસ. તમે હમણાં અનરાઈટીયસ થી રાઈટીયસ બનો છો. બાપ સમજાવે છે તમે જ સંપૂર્ણ નિર્વિકારી પૂજ્ય હતાં, તમે જ હવે વિકારી પુજારી બન્યાં છો. આપેહી પૂજ્ય… પહેલાં તમે પૂજ્ય હતાં, ૨૧ જન્મ સુધી, પછી પુજારી બનો છો. સતયુગ માં ૮ જન્મ પછી ત્રેતા માં ૧૨ જન્મ લો છો. બાપ જ બતાવે છે - તમે પતિત કેવી રીતે બન્યાં છો, ક્યાર થી પડ્યાં છો, આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી આદિ-મધ્ય-અંત નું રહસ્ય બાળકો ને બાપ બેસી સમજાવે છે. બધાં એકરસ તો નહીં સમજશે. નંબરવાર જ સમજે છે.

બાબા કહે છે - હું આવીને કિંગડમ (રાજધાની) સ્થાપન કરું છું. હવે તમારે સર્વગુણ સંપન્ન બનવાનું છે, ત્યાં સુધી સતયુગ માં જઈ નહીં શકો. બનવાનું અહીં છે પછી ભવિષ્ય માં જઈને તમે રાજ્ય કરશો. તેની વચ્ચે બધું વિનાશ થઇ જશે. વિનાશ પણ જોશો જરુર. તમે પ્રેક્ટિકલ માં પોતાનો પાર્ટ ભજવશો. તમને થોડી ખબર પડે છે - આગળ શું થશે. જે કલ્પ પહેલાં થયું હશે તે જ થશે.

તમને ટોટલ બતાવાય છે - સ્થાપના અને વિનાશ થવાનો છે. વિનાશ કેવી રીતે થશે? તે તો જ્યારે થશે ત્યારે જોશો. દિવ્ય દૃષ્ટિ થી વિનાશ તો જોયો છે. આગળ ચાલી પ્રેક્ટિકલ પણ જોશો. સ્થાપના નો પણ સાક્ષાત્કાર દિવ્ય દૃષ્ટિ થી કર્યો છે અને પ્રેક્ટિકલ માં પણ જોશો. બાકી વધારે ધ્યાન માં જવું પણ ઠીક નથી. પછી વૈકુંઠ માં જઈને ડાન્સ કરવા લાગી જાય છે. ન જ્ઞાન, ન યોગ, બંને થી વંચિત થઈ જાય છે. ધ્યાન માં જવાની કોઇ દરકાર નથી. આ તો ભોગ ફક્ત લગાવાય છે. તમે બ્રાહ્મણ ત્યાં જાઓ છો. દેવતાઓ અને બ્રાહ્મણો ની મહેફિલ લાગે છે. અહીં તમે પિયરઘર માં બેઠાં છો પછી તમને લાયક બનાવાય છે, વિષ્ણુપુરી જવા માટે. કન્યાની જ્યારે સગાઈ કરે છે તો તેને સમજાવાય છે - સાસરે કેવી રીતે ચાલવું, સૌથી પ્રેમ થી રહેવું, ઝઘડો ન કરવો. આ પણ હૂબહૂ એવું છે. બાપ કહે છે - તમારે સર્વગુણ સમ્પન્ન… અહીં બનવાનું છે. સ્વર્ગ માં આ લડાઈ-ઝઘડા વગેરે હોતાં નથી. હવે તમે વિષ્ણુપુરી સાસરે જાઓ છો. ત્યાં છે મહાન વૈષ્ણવ. તેમનાં જેવાં વૈષ્ણવ સૃષ્ટિ પર હોતાં નથી. વૈષ્ણવ દેવતાઓ વિકાર માં થોડી જાય છે. વિકાર છે હિંસા. કહેવાય છે અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. હવે તમે જાણો છો આપણે પિયરઘર માં બેઠા છીએ, હવે આપણે વિષ્ણુપુરી માં જવાનું છે. જાણો છો ત્યાં ખૂબ સુખ હોય છે. લગ્ન પહેલાં કન્યા ફાટેલાં કપડા પહેરે છે, જેને વનવાહ કહે છે. તમારી પાસે પણ હમણાં શું છે? કંઈ પણ નથી. આ તો ઠીકકર-ભિત્તર છે. અહીં તમારે કોઈ પણ ઘરેણા વગેરે પહેરવાની દરકાર નથી. પરંતુ કહે છે ગૃહસ્થ માં રહેવાનું છે, લગ્ન વગેરે માં જવું પડે છે તો ઘરેણા વગેરે પણ ભલે પહેરો. મનાઈ નથી. નહીં તો કહેશે વિધવા ઘરેણાં નથી પહેરતી. નામ બદનામ થશે ત્યારે બાબા કહે છે નામ બદનામ નથી કરવાનું. કંઈ પણ પહેરો, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. જાઓ ભલે ક્યાંય પણ, આ મંત્ર યાદ રાખો. આ પરીક્ષા લો અમે યાદ માં રહીએ છીએ. અહીં અમે જઈએ છીએ - બાબા નાં ડાયરેક્શન થી. તેમની સાથે પણ તોડ (સંબંધ) નિભાવવાનો છે. પરંતુ હથ કાર ડે દિલ યાર ડે… તો સમજશે આ મજબૂત છે. ઘરેણાં વગેરે પહેરી લગ્ન માં ભલે જાઓ, સાથે રહો પરંતુ મહાવીર બનવાનું છે. સંન્યાસીઓનું પણ દેખાડે છે ને - ગુરુએ વેશ્યા પાસે મોકલી દીધાં, સાપ ની પાસે મોકલી દીધાં. તો બહાદુરી થી પાસ થઈ દેખાડે છે તેને મહાવીર કહેવાય છે. બાપ ની યાદ માં રહેશો તો પછી કોઈ કર્મન્દ્રિયો થી ચંચળતા નહીં થશે. બાપ ને ભૂલ્યાં તો કર્મેન્દ્રિયો ચંચળ થશે. વિશ્વ નાં તમે માલિક બનો છો, આ ઓછી વાત છે શું! સંન્યાસી આ વાતો ને બિલકુલ નથી જાણતાં. શાસ્ત્રો માં ભલે કાંઈક વાતો છે પરંતુ ખંડન કરી દીધું છે. ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું. જ્યાં સુધી જીવતા રહેશો - જ્ઞાન અમૃત પીતા રહેશો, સાંભળતાં રહેશો. રાજધાની સ્થાપન થઈ જશે. બાળકોને ઘડી-ઘડી શિક્ષા અપાય છે - એક બાપ ને યાદ કરો, દૈવી લક્ષણ શીખો. કોઈ પણ વિકર્મ ન થાય. આ તો અસુરો નું કામ છે. તમે હવે દેવતા બનો છો તો દૈવીગુણ ધારણ કરવાનાં છે. સૌથી મોટો છે કામ નો કાંટો. આદત પડેલી છે તો ઘડી-ઘડી પડી જાય છે, માયા ચમાટ મારી ફાઁ કરી દે છે. ત્યારે ગવાય છે - આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી… હવે તમે એક બાપ નાં બન્યાં છો. કહો પણ છો આ બધું ઈશ્વર નું આપેલું છે. તો તમે ટ્રસ્ટી બની જાઓ છો. આ બધું એમનું છે, અમારે એમની શ્રીમત પર ચાલવાનું છે. બાપ પણ જુએ છે મને બધું અર્પણ કરી પછી મારી શ્રીમત પર કેવી રીતે ચાલે છે. કોઈ ઉલ્ટો-સુલ્ટો ખર્ચો કરી તો નથી દેતાં? શરું માં આ (બ્રહ્મા) એ પણ ટ્રસ્ટી થઈ દેખાડ્યું ને. સર્વસ્વ ઈશ્વર અર્પણ કરી સ્વયં ટ્રસ્ટી બની ગયાં. બસ, કોઈને પણ કાંઈ ન આપ્યું. ઈશ્વર અર્થ કર્યું તો ઈશ્વર નાં કામ માં જ લાગવાનું છે. શરીર નિર્વાહ પણ તો થતું હતું ને. જે કંઈ હતું બધું સર્વિસ માં લગાડી દીધું. એમને જોઈ પછી બીજાઓએ પણ એવી રીતે કર્યું. ભઠ્ઠી બની ગઈ. ભઠ્ઠી ન બનત તો આટલાં બાળકો હોશિયાર કેવી રીતે થાત, સર્વિસ માટે. પાકિસ્તાન માં શીખ્યાં પછી અહીં આવીને શીખ્યાં. જ્યારે સમજાવવા લાયક બને ત્યારે બહાર નીકળે. હમણાં તો જુઓ કેટલાં પ્રદર્શન વગેરે કરતાં રહે છે. મોટા-મોટા ને નિમંત્રણ આપે છે. આ જ્ઞાન-યજ્ઞ માં વિઘ્ન પણ અનેક પ્રકાર નાં પડશે. વિઘ્નો થી ડરવાનું નથી. અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે. બાપ કહે છે - યોગબળ માં રહી તેમને સમજાવો. ભગવાન બાપ નાં પણ બાળક બની પછી બાપ ને ભૂલી જાઓ છો. માયા નાં બની જાઓ છો. આ પણ હાર-જીત ની કુશ્તી છે. પરંતુ બોક્સિંગ ની જેમ છે. માયા ઘૂંસો લગાવે છે તો ફાઁ થઈ જાય છે. બાપ કહે છે - માયા થી ક્યારેય હારવાનું નથી. પવિત્ર રહેશો તો વિશ્વનાં માલિક બનશો. કેટલી મોટી કમાણી છે. જો પૂરો પુરુષાર્થ નહીં કરશો તો જઈને દાસ-દાસી બનશો. રાજધાની આખી અહીં જ સ્થાપન થઈ રહી છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યાં સુધી જીવવાનું છે જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. મહાવીર બની માયા ની બોક્સિંગ માં વિજયી બનવાનું છે. બધાની સાથે તોડ (સંબંધ) નિભાવતા દિલ એક બાપ માં રાખવાનું છે.

2. વિઘ્નો થી ડરવાનું નથી. સર્વિસ માં પોતાનું બધુંજ સફળ કરવાનું છે. ઈશ્વર અર્પણ કરી ટ્રસ્ટી બની રહેવાનું છે. કંઈ પણ ઉલ્ટા-સુલ્ટા કાર્ય માં નથી લગાવવાનું.

વરદાન :-
પોતાનાં સંપૂર્ણ સ્વરુપ નાં આહવાન દ્વારા આવાગમન નાં ચક્ર થી છૂટવા વાળા લક્કી સિતારા ભવ

હવે પોતાની સંપૂર્ણ સ્થિતિ કે સંપૂર્ણ સ્વરુપ નું આહવાન કરો તો તે જ સ્વરુપ સદા સ્મૃતિ માં રહેશે પછી જે ક્યારેક ઊંચી સ્થિતિ, ક્યારેક નીચી સ્થિતિ માં આવવા-જવાનું (આવાગમન નું) ચક્ર ચાલે છે, વારંવાર સ્મૃતિ અને વિસ્મૃતિ નાં ચક્ર માં આવો છો, આ ચક્ર થી મુક્ત થઈ જશો. તે લોકો જન્મ-મરણ નાં ચક્ર થી છૂટવા ઈચ્છે છે અને તમે લોકો વ્યર્થ વાતો થી છૂટી ચમકતા લક્કી સિતારા બની જાઓ છો.

સ્લોગન :-
કોઈ પણ વિઘ્ન નાં વશ થવું અર્થાત્ ડાયમંડ પર ડાઘ લગાવવો.

આ અવ્યકત ઈશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

જેવી રીતે તમારું આદિ સ્વરુપ પવિત્ર દેવતા છે, એવી રીતે આ અંતિમ જન્મ પણ પવિત્ર બ્રાહ્મણ જીવન છે, આ સ્મૃતિ નાં આધાર પર પવિત્ર જીવન અતિ સહજ અનુભવ કરો. પવિત્ર બનો, યોગી બનો - આ જ મહામંત્ર સર્વ પ્રાપ્તિઓની ચાવી છે. જો પવિત્રતા નથી, યોગી જીવન નથી તો અધિકારી હોવા છતાં પણ અધિકાર ની અનુભૂતિ નહીં કરી શકો. આ મહામંત્ર જ સર્વ ખજાના નાં અનુભૂતિ ની ચાવી છે.