16-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પ્રાણેશ્વર બાપ આવ્યાં છે આપ બાળકો ને પ્રાણદાન આપવા , પ્રાણદાન મળવું અર્થાત્ તમોપ્રધાન થી સતોપ્રધાન બનવું”

પ્રશ્ન :-
ડ્રામા નાં દરેક રહસ્ય ને જાણવાનાં કારણે કયું દૃશ્ય તમારા માટે નવું નથી?

ઉત્તર :-
આ સમયે જે આખી દુનિયા માં હંગામા (તોફાનો) છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ બની પોતાનાં જ કુળ નું ખૂન કરવા માટે અનેક સાધન બનાવતા જાય છે. આ કોઈ નવી વાત નથી કારણકે તમે જાણો છો આ દુનિયા તો બદલાવાની જ છે. મહાભારત લડાઈ પછી જ આપણી નવી દુનિયા આવશે.

ગીત :-
યહ કૌન આજ આયા…

ઓમ શાંતિ!
સવારે-સવારે આ કોણ આવીને મોરલી વગાડે છે? દુનિયા તો બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તમે હમણાં મોરલી સાંભળી રહ્યાં છો. જ્ઞાન સાગર, પતિત-પાવન પ્રાણેશ્વર બાપ પાસે થી. એ છે પ્રાણ બચાવવા વાળા ઈશ્વર. કહે છે ને - હે ઈશ્વર આ દુઃખ થી બચાવો. તેઓ હદ ની મદદ માંગે છે. હમણાં આપ બાળકો ને મળે છે બેહદ ની મદદ કારણકે બેહદ નાં બાપ છે ને? તમે જાણો છો - આત્મા પણ ગુપ્ત છે. બાળકો નું શરીર પ્રત્યક્ષ છે. તો બાપ ની શ્રીમત છે બાળકો પ્રત્યે. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા પ્રસિદ્ધ છે. ફક્ત એમાં નામ લખી દીધું છે શ્રીકૃષ્ણ નું. હવે તમે જાણો છો શ્રીમત ભગવાનુવાચ છે. આ પણ સમજી ગયા કે ભ્રષ્ટાચારી ને શ્રેષ્ઠાચારી બનાવવા વાળા એક જ બાપ છે. એ જ નર થી નારાયણ બનાવે છે. કથા પણ છે સત્ય નારાયણ ની. ગવાય છે અમરકથા. અમરપુરી નાં માલિક બનાવવાની અથવા નર થી નારાયણ બનાવવાની વાત એક જ છે. આ છે મૃત્યુલોક. ભારત જ અમરપુરી હતું. આ કોઈને પણ ખબર નથી. અહીં જ અમર બાબાએ પાર્વતીઓ ને સંભળાવ્યું છે. એક પાર્વતી તથા એક દ્રોપદી નહોતી. આ તો અનેક બાળકો સાંભળી રહ્યાં છે. શિવબાબા સંભળાવે છે બ્રહ્મા દ્વારા. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા મીઠાં-મીઠાં બાળકો ને સમજાવું છું.

બાપે સમજાવ્યું છે બાળકોએ આત્મ-અભિમાની જરુર બનવાનું છે. બાપ જ બનાવી શકે છે. દુનિયા માં એક પણ મનુષ્ય માત્ર નથી જેમને આત્મા નું જ્ઞાન હોય. આત્મા નું જ જ્ઞાન નથી તો પરમાત્મા નું જ્ઞાન કેવી રીતે હોય શકે છે? કહી દે છે અમે આત્મા સો પરમાત્મા. કેટલી ભારે ભૂલ માં આખી દુનિયા ફસાયેલી છે. બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે. વિલાયત વાળા પણ પથ્થર બુદ્ધિ ઓછા નથી, આ બુદ્ધિ માં નથી આવતું કે અમે આ જે બોમ્બ્સ વગેરે બનાવી રહ્યાં છીએ, આ તો પોતાનું પણ ખૂન, આખી દુનિયા નું પણ ખૂન કરવા માટે બનાવી રહ્યાં છીએ. તો આ સમયે બુદ્ધિ કોઈ કામ ની નથી રહી. પોતાનાં જ વિનાશ માટે બધી તૈયારી કરી રહ્યાં છે. આપ બાળકો માટે આ કોઈ નવી વાત નથી. જાણો છો ડ્રામા અનુસાર તેમનો પણ પાર્ટ છે. ડ્રામા નાં બંધન માં બંધાયેલા છે. પથ્થરબુદ્ધિ ન હોત તો એવું કામ કરી શકે છે શું? આખાં કુળ નો વિનાશ કરી રહ્યાં છે. વન્ડર (આશ્ચર્ય) છે ને - શું કરી રહ્યાં છે! બેઠાં-બેઠાં આજે ઠીક ચાલી રહ્યું છે, કાલે મિલેટ્રી બગડી તો પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) ને પણ મારી દે. એવાં-એવાં સંજોગ બનતા રહે છે. કોઈને પણ સહન નથી કરતાં. પાવરફુલ (શક્તિશાળી) છે ને. આજકાલ ની દુનિયા માં હંગામા ખૂબ છે, પથ્થરબુદ્ધિ પણ અથાહ છે. હમણાં આપ બાળકો જાણો છો વિનાશકાળે જે બાપ સાથે વિપરીત બુદ્ધિ છે, તેમનાં માટે વિનશયન્તી ગવાયેલું છે. હવે આ દુનિયા બદલાવાની છે. આ પણ જાણો છો બરોબર મહાભારત લડાઈ લાગી હતી. બાપે રાજયોગ શીખવાડ્યો હતો. શાસ્ત્રો માં તો ટોટલ વિનાશ દેખાડી દીધો છે. પરંતુ ટોટલ વિનાશ તો થતો નથી પછી તો પ્રલય થઈ જાય. મનુષ્ય કોઈ પણ ન રહે, ફક્ત ૫ તત્વ રહી જાય. એવું તો થઈ નથી શકતું. પ્રલય થઈ જાય તો પછી મનુષ્ય ક્યાંથી આવે? દેખાડે છે શ્રીકૃષ્ણ અંગૂઠો ચૂસતા પીપળા નાં પાન પર સાગર માં આવ્યાં. બાળક આમ કેવી રીતે આવી શકે? શાસ્ત્રો માં એવી-એવી વાતો લખી દીધી છે જે વાત ન પૂછો. હવે આપ કુમારીઓ દ્વારા આ વિદ્વાનો, ભીષ્મ પિતામહ વગેરે ને પણ જ્ઞાનબાણ લાગે છે. તે પણ આગળ ચાલીને આવશે. જેટલું-જેટલું તમે સર્વિસ (સેવા) માં જોર ભરશો, બાપ નો પરિચય બધાને આપતા રહેશો એટલો તમારો પ્રભાવ વધશે. હા, વિઘ્ન પણ પડશે. આ પણ ગવાયેલું છે આસુરી સંપ્રદાય નાં આ જ્ઞાન-યજ્ઞ માં ખૂબ વિઘ્ન પડે છે. બિચારા પથ્થરબુદ્ધિ મનુષ્ય કાંઈ નથી જાણતા કે આ શું છે? કહે છે આમનું તો જ્ઞાન જ ન્યારું છે. આ પણ તમે સમજો છો નવી દુનિયા માટે નવી વાત છે.

બાપ કહે છે આ રાજયોગ તમને બીજું કોઈ શીખવાડી નહીં શકે. જ્ઞાન અને યોગ બાપ જ શીખવાડી રહ્યાં છે. સદ્દગતિ દાતા એક જ બાપ છે, એ જ પતિત-પાવન છે તો જરુર પતિતો ને જ જ્ઞાન આપશે ને? આપ બાળકો સમજો છો - અમે પથ્થરબુદ્ધિ બની પારસનાથ બનીએ છીએ. મનુષ્યોએ મંદિર કેટલાં અનેક બનાવ્યાં છે, પરંતુ એ કોણ છે? શું કરીને ગયા છે? અર્થ કાંઈ પણ નથી સમજતાં. પારસનાથ નું પણ મંદિર છે, પરંતુ કોઈને પણ ખબર નથી. ભારત પારસપુરી હતું, સોના, હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. કાલ ની વાત છે. તે તો લાખો વર્ષ કહી દે છે ફક્ત એક સતયુગ ને. અને બાપ કહે છે આખો ડ્રામા જ ૫ હજાર વર્ષ નો છે એટલે કહેવાય છે - આજ નું ભારત શું છે! કાલ નું ભારત શું હતું! લાખો વર્ષ ની તો કોઈને સ્મૃતિ રહી ન શકે. આપ બાળકો ને હમણાં સ્મૃતિ મળી છે. જાણો છો બાબા દર ૫ હજાર વર્ષ પછી આવીને આપણને સ્મૃતિ અપાવે છે. આપ બાળકો સ્વર્ગ નાં માલિક હતાં. ૫ હજાર વર્ષ ની વાત છે. કોઈને પણ પૂછવામાં આવે કે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? કેટલાં વર્ષ થયાં? તો લાખો વર્ષ કહી દેશે. તમે સમજાવી શકો છો આ તો ૫ હજાર વર્ષ ની વાત છે. કહે પણ છે ક્રાઈસ્ટ થી આટલાં સમય પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. બાપ આવે જ છે ભારત માં. આ પણ બાળકો ને સમજાવ્યું છે - બાબા ની જયંતી મનાવે છે તો જરુર કાંઈક કરવા આવ્યાં હશે. પતિત-પાવન છે તો જરુર આવીને પાવન બનાવતા હશે. જ્ઞાનસાગર છે તો જરુર જ્ઞાન આપશે ને? યોગ માં બેસો, પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, આ જ્ઞાન થયું ને? તે તો છે હઠયોગી. પગ, પગ પર ચઢાવીને બેસે છે. શું-શું કરે છે. આપ માતાઓ તો એવું કરી ન શકો. બેસી પણ ન શકો. બાપ કહે છે મીઠાં બાળકો, આ કાંઈ કરવાની તમને જરુર નથી. સ્કૂલ માં વિદ્યાર્થી કાયદેસર તો બેસે છે ને? બાપ તો તે પણ નથી કહેતાં. જેમ ઈચ્છો તેમ બેસો. બેસીને થાકી જાઓ તો ઠીક છે સુઈ જાઓ. બાબા કોઈ વાત માં મનાઈ નથી કરતાં. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે, આમાં કોઈ તકલીફ ની વાત નથી. ભલે કેટલાં પણ બીમાર હોય. ખબર નહીં સાંભળતાં-સાંભળતાં શિવબાબા ની યાદ માં રહેતાં-રહેતાં અને પ્રાણ તન થી નીકળી જાય. ગવાય છે ને - ગંગા નો તટ હોય, ગંગા જળ મુખ માં હોય ત્યારે પ્રાણ તન થી નીકળે. તે તો બધી છે ભક્તિમાર્ગ ની વાતો. હકીકત માં છે આ જ્ઞાન અમૃત ની વાત. તમે જાણો છો - સાચ્ચે જ એમ જ પ્રાણ નીકળવાના છે. આપ બાળકો આવો છો પરમધામ થી. મને છોડીને જાઓ છો. બાપ કહે છે હું તો આપ બાળકો ને સાથે લઈ જઈશ. હું આવ્યો છું આપ બાળકો ને ઘરે લઈ જવા માટે. તમને નથી પોતાનાં ઘર ની ખબર, નથી આત્મા ની ખબર. માયાએ બિલકુલ જ પાંખો કાપી દીધી છે, એટલે આત્મા ઉડી નથી શકતો કારણકે તમોપ્રધાન છે. જ્યાં સુધી સતોપ્રધાન બને ત્યાં સુધી શાંતિધામ માં જઈ કેવી રીતે શકશે? આ પણ જાણો છો - ડ્રામા પ્લાન અનુસાર બધાએ તમોપ્રધાન બનવાનું જ છે. આ સમયે આખું ઝાડ બિલકુલ તમોપ્રધાન જડજડીભૂત થઈ ગયું છે. બાળકો જાણે છે બધા આત્માઓ તમોપ્રધાન છે. નવી દુનિયા માં હોય છે સતોપ્રધાન. અહીં કોઈની સતોપ્રધાન અવસ્થા હોઈ ન શકે. અહીં આત્મા પવિત્ર બની જાય તો પછી અહીંયા રહશે નહીં, એકદમ ભાગી જાય. બધા ભક્તિ કરે જ છે મુક્તિ માટે અથવા શાંતિધામ માં જવા માટે. પરંતુ કોઈ પણ પાછા જઈ નથી શકતાં. કાયદો નથી કહેતો. બાપ આ બધા રહસ્ય સમજાવે છે ધારણ કરવા માટે, છતાં પણ મુખ્ય વાત છે બાપ ને યાદ કરવા, સ્વદર્શન ચક્રધારી બનવું. બીજ ને યાદ કરવાથી આખું ઝાડ બુદ્ધિ માં આવી જશે. ઝાડ પહેલાં નાનું હોય છે પછી મોટું થતું જાય છે. અનેક ધર્મ છે ને? તમે એક સેકન્ડ માં જાણી લો છો. દુનિયા માં કોઈને પણ ખબર નથી. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ બધાનાં એક બાપ છે. બાપ ક્યારેય સર્વવ્યાપી થોડી હોય શકે? મોટા માં મોટી ભૂલ છે આ. તમે સમજાવો પણ છો મનુષ્ય ને ક્યારેય ભગવાન નથી કહેવાતાં. બાપ બાળકો ને બધી વાતો સહજ કરીને સમજાવે છે પછી જેમની તકદીર માં છે, નિશ્ચય છે તો તે જરુર બાપ પાસે થી વારસો લેશે. નિશ્ચય નહીં હશે તો ક્યારેય પણ નહીં સમજશે. તકદીર જ નથી તો પછી તદબીર (પુરુષાર્થ) પણ શું કરશે? તકદીર માં નથી તો તે બેસે જ એવી રીતે છે જાણે કાંઈ પણ સમજતા નથી. એટલો પણ નિશ્ચય નથી કે બાપ આવ્યાં છે બેહદ નો વારસો આપવાં. જેમ કોઈ નવું વ્યક્તિ મેડિકલ કોલેજ માં જઈને બેસે તો શું સમજશે? કાંઈ પણ નહીં. અહીંયા પણ એવી રીતે આવીને બેસે છે. આ અવિનાશી જ્ઞાન નો વિનાશ નથી થતો.

આ પણ બાપે સમજાવ્યું છે - રાજધાની સ્થાપન થાય છે ને? તો નોકર-ચાકર, પ્રજા, પ્રજા નાં પણ નોકર-ચાકર બધા જોઈએ ને? તો એવાં પણ આવે છે. કોઈને તો ખૂબ સારી રીતે સમજ માં આવી જશે. ઓપિનિયન (અભિપ્રાય) પણ લખે છે ને? આગળ ચાલી કાંઈક ચઢવાની કોશિશ કરશે. પરંતુ તે સમયે છે મુશ્કેલ કારણકે તે સમયે તો ખૂબ હંગામા થશે. દિવસે-દિવસે તોફાન વધતા જાય છે. આટલાં સેવાકેન્દ્રો છે. સારી રીતે સમજશે પણ. આ પણ લખેલું છે - બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ પણ સામે જુએ છે. વિનાશ તો થવાનો જ છે. સરકાર કહે છે જન્મ ઓછા થાય, પરંતુ આમાં કરી જ શું શકશે? ઝાડ ની વૃદ્ધિ તો થવાની જ છે. જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી બધા ધર્મો નાં આત્માઓએ અહીં રહેવાનું જ છે. જ્યારે જવાનો સમય થશે ત્યારે આત્માઓ નું આવવાનું બંધ થશે. હમણાં તો બધાએ આવવાનું જ છે. પરંતુ આ વાતો કોઈ સમજતા નથી. બાપુજી પણ કહેતાં હતાં રાવણ રાજ્ય છે, અમને રામરાજ્ય જોઈએ. કહે છે ફલાણા સ્વર્ગવાસી થયા તો તેનો મતલબ આ નર્ક છે ને? મનુષ્ય આટલું પણ સમજતા નથી. સ્વર્ગવાસી થયા તો સારું છે ને? જરુર નર્કવાસી હતાં. બાબા સમજાવે છે મનુષ્યો ની સૂરત (ચહેરો) મનુષ્ય ની, સીરત (ચરિત્ર) વાંદરા ની છે. બધા ગાતા રહે છે પતિત-પાવન સીતારામ. આપણે પતિત છીએ, પાવન બનાવવા વાળા છે બાપ. તે બધી છે ભક્તિમાર્ગ ની સીતાઓ, બાપ છે રામ. કોઈને સીધું કહો તો માનતા નથી. રામ ને બોલાવે છે. હમણાં આપ બાળકો ને બાપે ત્રીજું નેત્ર આપ્યું છે. તમે જાણે અલગ દુનિયા નાં થઈ ગયા છો. જૂની દુનિયા માં શું-શું કરતા રહે છે. હમણાં તમે સમજો છો. આપ બાળકો બેસમજ થી સમજદાર બનો છો. રાવણે તમને કેટલાં બેસમજ બનાવી દીધાં છે. બાપ સમજાવે છે આ સમયે બધા મનુષ્ય તમોપ્રધાન બની ગયા છે, ત્યારે તો બાપ આવીને સતોપ્રધાન બનાવે છે.

બાપ કહે છે ભલે આપ બાળકો પોતાની સર્વિસ (નોકરી) પણ કરતા રહો ફક્ત એક વાત યાદ રાખો - બાપ ને યાદ કરો. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનો રસ્તો બીજું કોઈ બતાવી ન શકે. સર્વ નાં રુહાની સર્જન એક જ છે. એ જ આવીને આત્માઓને ઇન્જેક્શન લગાવે છે કારણ કે આત્મા જ તમોપ્રધાન બન્યો છે. બાપ ને અવિનાશી સર્જન કહેવાય છે. હમણાં આત્મા સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યો છે, તેને ઇન્જેક્શન જોઈએ. બાપ કહે છે - બાળકો, સ્વયં ને આત્મા નિશ્ચય કરો અને પોતાનાં બાપ ને યાદ કરો. બુદ્ધિયોગ ઉપર સ્વીટ હોમ માં લગાવો. આપણે સ્વીટ સાઇલેન્સ હોમ માં જવાનું છે. નિર્વાણધામ ને સ્વીટ હોમ કહેવાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયા વિનાશ થયેલી જ છે એટલે આનાંથી પોતાને અલગ સમજવાનું છે. ઝાડ ની વૃદ્ધિ ની સાથે-સાથે જે વિઘ્નો રુપી તોફાન આવે છે, એનાથી ડરવાનું નથી, પાર થવાનું છે.

2. આત્મા ને સતોપ્રધાન બનાવવા માટે પોતાને જ્ઞાન-યોગ નું ઇન્જેક્શન આપવાનું છે. પોતાનો બુદ્ધિયોગ સ્વીટ હોમ માં લગાવવાનો છે,

વરદાન :-
“ પહેલાં તમે” નાં પાઠ દ્વારા તાજધારી બનવા વાળા ચતુર - સુજાન ભવ

જેવી રીતે બાપદાદા પોતાને ઓબીડિન્ટ સર્વેન્ટ (આજ્ઞાકારી સેવાધારી) કહે છે, સર્વેન્ટ કહેવાથી રાજધાની સ્વત: બની જાય છે, એવી રીતે આપ બાળકો પણ સ્વયં નમ્રચિત બની બીજાને શ્રેષ્ઠ સીટ આપી દો, એમને સીટ પર બેસાડશો તો તે ઉતરીને તમને સ્વત: જ બેસાડી દેશે. જો તમે બેસવાની કોશિશ કરશો તો તે બેસવા નહીં દેશે એટલે બેસાડવા જ બેસવું છે. તો “પહેલાં તમે” નો પાઠ પાક્કો કરો પછી સંસ્કાર પણ સહજ જ મળી જશે, તાજધારી પણ બની જશો, આ જ ચતુર-સુજાન બનવાની રીત છે, એમાં મહેનત પણ નથી પ્રાપ્તિ પણ વધારે છે.

સ્લોગન :-
અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરવા માટે અંતર્મુખી, એકાંતવાસી બનો.

અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

હમણાં સુધી અલગ-અલગ ફૂલ પોત-પોતાની રંગત દેખાડી રહ્યાં છે પરંતુ જ્યારે ગુલદસ્તા નાં રુપ માં પોતાની સુગંધ ફેલાવશે, શક્તિ દળ પ્રત્યક્ષ થશે ત્યારે આ સંગઠન ની શક્તિ પરમાત્મ-પ્રત્યક્ષતા ને નિમિત્ત બનશે. હવે એક-એક અલગ હોવાનાં કારણે મહેનત વધારે કરવી પડે છે પરંતુ જ્યારે સંગઠન એકમત હશે તો મહેનત ઓછી સફળતા વધારે થશે.