16-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમને સદ્દગતિ ની સૌથી ન્યારી મત મળી છે કે દેહ નાં સર્વ ધર્મ ત્યાગ આત્મ - અભિમાની ભવ , મામેકમ્ યાદ કરો”

પ્રશ્ન :-
જે પરમાત્મા ને નામ-રુપ થી ન્યારા કહે છે, એમને તમે કયો પ્રશ્ન પૂછી શકો છો?

ઉત્તર :-
એમને પૂછો - ગીતા માં જે દેખાડે છે અર્જુન ને અખંડ જ્યોતિ સ્વરુપ નો સાક્ષાત્કાર થયો, કહ્યું બસ કરો હું સહન નથી કરી શકતો. તો પછી નામ-રુપ થી ન્યારા કેવી રીતે કહો છો. બાબા કહે છે હું તો તમારો બાપ છું. બાપ નું રુપ જોઈને બાળકો ખુશ થશે, તે કેવી રીતે કહેશે હું સહન નથી કરી શકતો.

ગીત :-
તેરે દ્વાર ખડા…

ઓમ શાંતિ!
ભક્ત કહે છે અમે બહુ જ કંગાળ બની ગયા છીએ. હે બાબા, અમારી સૌની ઝોલી ભરી દો. ભગત ગાતા રહે છે જન્મ બાય જન્મ. સતયુગ માં ભક્તિ હોતી નથી. ત્યાં પાવન દેવી-દેવતા હોય છે. ભક્તો ને ક્યારેય દેવતા નથી કહેવાતાં. જે સ્વર્ગવાસી દેવી-દેવતા હોય છે તે પછી પુનર્જન્મ લેતાં-લેતાં નર્કવાસી, પુજારી, ભગત, કંગાળ બને છે. બાપ બાળકો ને સમજાવે છે. બાપ ને એક પણ મનુષ્ય નથી જાણતાં. બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાનો પરિચય આપે. ભગવાન ને જ બાબા કહેવાય છે. બધા ભક્તો નાં છે એક ભગવાન. બાકી બધા છે ભગત. ચર્ચ વગેરે માં જાય છે તો જરુર ભક્ત થયાં ને? આ સમયે બધા પતિત તમોપ્રધાન છે, એટલે બધા પોકારે છે હે પતિતો ને પાવન બનાવવા વાળા આવો. હે બાબા અમારી ભક્તો ની ઝોલી ભરી દો. ભક્ત ભગવાન પાસે થી ધન માંગે છે. આપ બાળકો શું માંગો છો? તમે કહો છો બાબા, અમને સ્વર્ગ નાં માલિક બનાવો. ત્યાં તો અથાહ ધન હોય છે. હીરા-ઝવેરાત નાં મહેલ હોય છે. હવે તમે જાણો છો આપણે ભગવાન દ્વારા રાજાઈ નો વારસો મેળવી રહ્યાં છીએ. આ સાચ્ચી ગીતા છે. તે ગીતા નથી. તે તો પુસ્તક વગેરે ભક્તિમાર્ગ માટે બનાવ્યાં છે. તેમને ભગવાને જ્ઞાન નથી આપ્યું. ભગવાન તો આ સમયે નર થી નારાયણ બનાવવા માટે રાજયોગ શીખવાડે છે. રાજા ની સાથે પ્રજા પણ જરુર હશે. ફક્ત લક્ષ્મી-નારાયણ તો નહીં બનશે. આખી રાજધાની બને છે. હવે આપ બાળકો જાણો છો કે ભગવાન કોણ છે બીજા કોઈ પણ મનુષ્ય-માત્ર નથી જાણતાં. બાપ કહે છે તમે કહો છો ઓ ગોડફાધર, તો બતાવો તમારા ગોડફાધર નું નામ, રુપ, દેશ કાળ શું છે? નથી ભગવાન ને જાણતાં, નથી એમની રચના ને જાણતાં. બાપ આવીને કહે છે કલ્પ-કલ્પ નાં સંગમ પર આવું છું. આખી રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય હું “રચયિતા” જ આવીને સમજાવું છું. ઘણાં તો કહે છે - એ નામ-રુપ થી ન્યારા છે, તે આવી ન શકે. તમે જાણો છો બાપ આવ્યાં છે. શિવ જયંતી પણ નિરાકાર ની ગવાય છે તો શ્રીકૃષ્ણ જયંતી પણ ગવાય છે. હવે શિવ જયંતી ક્યારે થાય છે, તે ખબર હોવી જોઈએ ને? જેમ ક્રિશ્ચન ને ખબર છે ક્રાઈસ્ટ નો જન્મ ક્યારે થયો? ક્રિશ્ચન ધર્મ ક્યારે સ્થાપન થયો? આ તો છે ભારત ની વાત. ભગવાન ભારત ની ઝોલી ક્યારે ભરે છે? ભગત પોકારે છે હે ભગવાન - ઝોલી ભરી દો. સદ્દગતિ માં લઈ જાઓ કારણકે અમે દુર્ગતિ માં પડ્યાં છીએ, તમોપ્રધાન છીએ. આત્મા જ શરીર ની સાથે ભોગવે છે. ઘણાં મનુષ્ય, સાધુ-સંત વગેરે કહે છે કે આત્મા નિર્લેપ છે. કહે પણ છે કે સારા તથા ખરાબ સંસ્કાર આત્મા માં હોય છે. એ આધાર પર આત્મા જન્મ લે છે. પછી કહે છે આત્મા તો નિર્લેપ છે. કોઈ પણ બુદ્ધિવાન મનુષ્ય નથી જે સમજાવે. એમાં પણ અનેક મત છે. જે ઘરે થી રિસાતા તે શાસ્ત્ર બનાવી દેતાં. શ્રીમત્ ભગવદ્ ગીતા છે એક. વ્યાસે જે શ્લોક વગેરે બનાવ્યાં તે કોઈ ભગવાને નથી ગાયાં. ભગવાન નિરાકાર જે જ્ઞાન નાં સાગર છે, એ બેસી બાળકો ને સમજાવે છે કે ભગવાન એક છે. ભારતવાસીઓ ને આ ખબર નથી. ગાય પણ છે ઈશ્વર ની ગત-મત ન્યારી છે. અચ્છા, કઈ ગત-મત ન્યારી છે? ઈશ્વર ની ગત-મત ન્યારી છે આ કોણે કહ્યું? આત્મા કહે છે, એમની સદ્દગતિ માટે જે મત છે, એને શ્રીમત કહેવાય છે. કલ્પ-કલ્પ તમને આવીને સમજાવું છું - મનમનાભવ. દેહ નાં સર્વ ધર્મ ત્યાગ આત્મ-અભિમાની ભવ. મામેકમ્ યાદ કરો. હમણાં તમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. આ રાજયોગ નું મુખ્ય લક્ષ છે જ લક્ષ્મી-નારાયણ બનવાનું. ભણતર થી કોઈ રાજા બનતા નથી. એવી કોઈ શાળા નથી. ગીતા માં જ છે, આપ બાળકો ને રાજયોગ શીખવાડું છું. આવું પણ ત્યારે છું જ્યારે કોઈ પણ રાજા નું રાજ્ય નથી રહેતું. મને એક પણ મનુષ્ય બિલકુલ નથી જાણતાં. બાબા કહે છે કે આપ બાળકોએ આટલું મોટું લિંગ જે બનાવ્યું છે, તે મારું કોઈ આ રુપ નથી. મનુષ્ય કહી દે છે કે અખંડ જ્યોતિ રુપ પરમાત્મા, તેજોમય છે. અર્જુને જોઈને કહ્યું બસ કરો, હું સહન નથી કરી શકતો. અરે, બાળક બાપ નું રુપ જોઈ સહન ન કરી શકે, આ કેવી રીતે થઈ શકે છે! બાળક તો બાપ ને જોઈને ખુશ થશે ને? બાપ કહે છે કે મારું કોઈ એવું રુપ થોડી છે? હું છું જ પરમપિતા અર્થાત્ પરે થી પરે રહેવા વાળો પરમ આત્મા એટલે પરમાત્મા. પછી ગાય છે પરમાત્મા મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. ભગત એમની મહિમા કરે છે. સતયુગ-ત્રેતા માં કોઈ મહિમા નથી કરતું કારણકે ત્યાં તો છે સુખ. ગાય પણ છે દુઃખ માં સિમરણ સૌ કરે, સુખ માં કરે ન કોઈ. આનો પણ અર્થ નથી સમજતાં. પોપટ ની જેમ બધા કહેતાં રહે છે. સુખ ક્યારે હોય છે, દુઃખ ક્યારે હોય છે? ભારત ની જ તો વાત છે ને? ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું પછી ત્રેતા માં બે કળા ઓછી થઈ. સતયુગ-ત્રેતા માં દુઃખ નું નામ નથી રહેતું. છે જ સુખધામ. સ્વર્ગ કહેવાથી જ મુખ મીઠું થાય છે. સ્વર્ગ માં પછી દુઃખ ક્યાંથી આવ્યું? કહે છે ત્યાં પણ કંસ, જરાસંધી વગેરે હતાં, પરંતુ આ હોઈ ન શકે.

ભક્ત સમજે છે કે અમે નૌધા ભક્તિ કરીએ છીએ તો દીદાર (સાક્ષાત્કાર) થાય છે. દીદાર થવો એટલે અમને ભગવાન મળ્યાં. લક્ષ્મી ની પૂજા કરી, એમનાં દર્શન થયા બસ, અમે તો પાર થઈ ગયાં, એમાં જ ખુશ થઈ જાય છે. પરંતુ છે કાંઈ પણ નહીં. અલ્પકાળ માટે સુખ મળે છે. દર્શન થયા ખલાસ. એવું તો નથી મુક્તિ-જીવનમુક્તિ ને મેળવી લીધી, કાંઈ પણ નહીં. બાબાએ સીડી પર પણ સમજાવ્યું છે - ભારત ઊંચા માં ઊંચું હતું. ભગવાન પણ ઊંચા માં ઊંચા છે. ભારત માં ઊંચા માં ઊંચો વારસો છે આ લક્ષ્મી-નારાયણ નો. જ્યારે સ્વર્ગ હતું, સતોપ્રધાન હતાં પછી કળિયુગ અંત માં બધા તમોપ્રધાન બને છે. પોકારે છે અમે બિલકુલ પતિત થઈ ગયા છીએ. બાપ કહે છે કે હું કલ્પ નાં સંગમયુગ પર આવું છું, તમને રાજયોગ શીખવાડવાં. હું જે છું, જેવો છું મને યથાર્થ રીતે કોઈ નથી જાણતું. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. સીડી વાળું ચિત્ર દેખાડવાનું છે. આ ભારત ની સીડી છે. સતયુગ માં દેવી-દેવતા હતાં. ૫ હજાર વર્ષ પહેલાં ભારત આવું હતું. શાસ્ત્રો માં લાખો વર્ષ નું કલ્પ લખી દીધું છે. બાપ કહે છે કે લાખો વર્ષ નું નહીં, કલ્પ પાંચ હજાર વર્ષ નું છે. સતયુગ-ત્રેતા નવી દુનિયા, દ્વાપર-કળિયુગ જૂની દુનિયા. અડધું-અડધું હોય છે ને? નવી દુનિયા માં તમે ભારતવાસી હતાં. બાપ સમજાવે છે મીઠાં બાળકો, હમણાં તમે પોતાનાં જન્મો ને જાણો છો બાકી કોઈ રથ વગેરે ની વાત નથી. શ્રીકૃષ્ણ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) છે. શ્રીકૃષ્ણ નું એ રુપ દિવ્ય દૃષ્ટિ સિવાય દેખાતું નથી. આ ચૈતન્ય રુપ થી તો સતયુગ માં હતાં પછી ક્યારેય તે રુપ મળી ન શકે. પછી તો નામ, રુપ, દેશ, કાળ બદલાઈ જાય છે. ૮૪ જન્મ લે છે. ૮૪ જન્મો માં ૮૪ મા-બાપ મળે છે. ભિન્ન-ભિન્ન નામ, રુપ, ધંધો હોય છે. હવે આ ભારત ની જ સીડી છે. તમે છો હમણાં બ્રાહ્મણ કુળભૂષણ. બાપે કલ્પ પહેલાં પણ આવીને તમને દેવી-દેવતા બનાવ્યાં હતાં. ત્યાં તમે સર્વોત્તમ કર્મ કરતા હતાં. તમે સદા સુખી હતાં ૨૧ જન્મ. પછી તમને આ દુર્ગતિ માં કોણે પહોંચાડ્યાં? મેં કલ્પ પહેલાં તમને સદ્દગતિ આપી હતી પછી ૮૪ જન્મ લેતાં જરુર ઉતરવું પડે. સૂર્યવંશી માં ૮ જન્મ, ચંદ્રવંશી માં ૧૨ જન્મ પછી એમ ઉતરતા આવ્યાં છો. તમે જ તો પૂજ્ય દેવતા હતાં, તમે જ પુજારી પતિત બન્યાં છો. ભારત હમણાં કંગાળ છે. ભગવાનુવાચ, તમે જે ૧૦૦ ટકા પવિત્ર અને સોલવેન્ટ, એવરહેલ્થી (સદા સ્વસ્થ), એવરવેલ્થી (સદા સંપન્ન) હતાં. કોઈ રોગ, દુઃખ ની વાત નહોતી, સુખધામ હતું. એને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નો બગીચો). અલ્લાહે બગીચો સ્થાપન કર્યો. જે દેવી-દેવતા હતાં તે હવે કાંટા બન્યાં છે. હવે જંગલ બની ગયું છે. જંગલ માં કાંટા લાગે છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર જીત મેળવો. એણે આદિ-મધ્ય-અંત તમને દુઃખ આપ્યું છે. એક-બીજા પર કામ-કટારી ચલાવવી આ સૌથી મોટું પાપ છે. બાપ બેસી પોતાનો પરિચય આપે છે કે હું પરમધામ માં રહેવા વાળો પરમ આત્મા છું. મને કહે છે હું સૃષ્ટિ નો બીજરુપ પરમ આત્મા, હું બધાનો બાપ છું. સર્વ આત્માઓ બાપ ને પોકારે છે કે હે પરમપિતા પરમાત્મા. જેમ તમારો આત્મા સ્ટાર જેવો છે, બાબા પણ પરમ આત્મા સ્ટાર છે. નાનાં-મોટાં નથી. બાપ કહે છે હું અંગૂઠા જેવો પણ નથી. હું પરમ આત્મા છું. તમારા બધાનો બાપ છું. એમને કહેવાય છે સુપ્રિમ સોલ, નોલેજફુલ. બાપ સમજાવે છે હું નોલેજફુલ, મનુષ્ય સૃષ્ટિ નાં ઝાડ નું બીજું રુપ છું. મને ભક્ત લોકો કહે છે કે પરમાત્મા સત્, ચિત્ અને આનંદ સ્વરુપ છે, એ જ્ઞાન નાં સાગર છે, સુખ નાં સાગર છે. મહિમા કેટલી છે. જો નામ, રુપ, દેશ, કાળ નથી તો પોકારશે કોને? સાધુ-સંત વગેરે બધા તમને ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર સંભળાવે છે. હું તમને આવીને રાજયોગ શીખવાડું છું.

બાપ સમજાવે છે કે તમે પતિત-પાવન મુજ જ્ઞાનસાગર બાપ ને કહો છો. તમે પણ માસ્ટર જ્ઞાનસાગર બનો છો. જ્ઞાન થી સદ્દગતિ મળી જાય છે. ભારત ને સદ્દગતિ બાપ જ આપશે. સર્વ નાં સદ્દગતિ દાતા એક છે. સર્વ ની દુર્ગતિ પછી કોણ કરે છે? રાવણ. હવે તમને આ કોણ સમજાવી રહ્યું છે? આ છે પરમ આત્મા. આત્મા તો એક સ્ટાર જેવો અતિ સૂક્ષ્મ છે. પરમાત્મા પણ ડ્રામા માં પાર્ટ ભજવે છે. ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર છે. બાપ સમજાવે છે કે ઊંચા માં ઊંચા પાર્ટધારી કોણ છે? ઊંચા માં ઊંચા ભગવાન. જેમની સાથે આપ સર્વ આત્માઓ, બધા બાળકો રહો છો. કહે પણ છે કે પરમાત્મા બધાને મોકલવા વાળા છે. આ પણ સમજવાની વાત છે. ડ્રામા તો અનાદિ બનેલો છે. બાપ કહે છે કે મને તમે કહો છો જ્ઞાન નાં સાગર, આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવા વાળા. હમણાં આ (બ્રહ્મા) જે શાસ્ત્ર વગેરે વાંચે છે, એમને બાપ જાણે છે. બાપ કહે છે કે હું પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બધા શાસ્ત્રો નો સાર આવીને બતાવું છું. દેખાડે છે કે વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા નીકળ્યાં. તો ક્યાં નિકળ્યાં? મનુષ્ય તો જરુર અહીં જ હશે ને? એમની નાભિ થી બ્રહ્મા નીકળ્યાં પછી ભગવાને એમનાં દ્વારા બધા વેદો-શાસ્ત્રો નો સાર સંભળાવ્યો. પોતાનું પણ નામ, રુપ, દેશ-કાળ સમજાવ્યું છે. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે ને? આ વૃક્ષ ની ઉત્પત્તિ, પાલના, વિનાશ કેવી રીતે થાય છે, તે કોઈ પણ નથી જાણતું. આને વેરાયટી ઝાડ કહેવાય છે. બધા નંબરવાર પોતાનાં સમય પર આવે છે. પહેલાં નંબર માં દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરાવું છું જ્યારે તે ધર્મ નથી. બાપ કહે છે કે કેટલી તુચ્છ બુદ્ધિ થઈ ગયા છે. દેવતાઓ ની, લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે પરંતુ એમનું રાજ્ય સૃષ્ટિ પર ક્યારે હતું તે કાંઈ નથી જાણતાં. હમણાં ભારત નો તે દેવતા ધર્મ જ નથી, ફક્ત ચિત્ર રહી ગયું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માસ્ટર જ્ઞાનસાગર બની પતિત થી પાવન બનવાની સેવા કરવાની છે. બાપે જે બધા શાસ્ત્રો નો સાર સંભળાવ્યો છે તે બુદ્ધિ માં રાખી સદા હર્ષિત રહેવાનું છે.

2. એક બાપ ની શ્રીમત દરેક પળ પાલન કરવાની છે. દેહ નાં સર્વ ધર્મ ત્યાગ આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે.

વરદાન :-
વિસ્તાર ને સાર માં સમાવીને પોતાની શ્રેષ્ઠ સ્થિતિ બનાવવા વાળા બાપ સમાન લાઈટ - માઈટ હાઉસ ભવ

બાપ સમાન લાઈટ-માઈટ હાઉસ બનવા માટે કોઈ પણ વાત જુઓ અથવા સાંભળો છો તો એનાં સાર ને જાણીને એક સેકન્ડ માં સમાવી દેવા અથવા પરિવર્તન કરવાનો અભ્યાસ કરો. કેમ, શું નાં વિસ્તાર માં ન જાઓ કારણકે કોઈ પણ વાત નાં વિસ્તાર માં જવાથી સમય અને શક્તિઓ વ્યર્થ જાય છે. તો વિસ્તાર ને સમાવીને સાર માં સ્થિત થવાનો અભ્યાસ કરો - એનાથી અન્ય આત્માઓ ને પણ સેકન્ડ માં બધા જ્ઞાન નો સાર અનુભવ કરાવી શકશો.

સ્લોગન :-
પોતાની વૃત્તિ ને પાવરફુલ બનાવો તો સેવા માં વૃદ્ધિ સ્વત: થશે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

જો નિશ્ચય રુપી ફાઉન્ડેશન પાક્કું છે તો સહજ યોગી, નિર્મલ સ્વભાવ, શુભ ભાવના ની વૃત્તિ અને આત્મિક દૃષ્ટિ વાળા હશે. ચલન અને ચહેરા થી દરેક સમયે સરળતા ની ઝલક અનુભવ થતી રહેશે. તો દરેક ની વિશેષતા ને સ્મૃતિ માં રાખી એક-બીજા માં ફેથફુલ (વિશ્વાસ) રહો તો એમની વાતો નો ભાવ બદલાઈ જશે.