16-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે હમણાં સાચાં - સાચાં રાજયોગી છો , તમને રાજઋષિ પણ કહેવાય છે , રાજઋષિ એટલે જ પવિત્ર”

પ્રશ્ન :-
આપ બાળકો મનુષ્યો ને માયા રુપી રાવણ નાં દલ-દલ થી ક્યારે કાઢી શકશો?

ઉત્તર :-
જ્યારે તમે સ્વયં તે દલ-દલ થી નીકળેલાં હશો. દલ-દલ થી નીકળવા વાળાઓ ની નિશાની છે - ઈચ્છા માત્રમ્ અવિદ્યા. એક બાપ સિવાય બીજું કંઈ પણ યાદ ન આવે. સારાં કપડાં પહેરીએ, સારી વસ્તુ ખાઈએ… આ લાલચ ન હોય, તમે પૂરા વનવાહ માં છો. આ શરીર ને પણ ભૂલેલાં, મારું કંઈ પણ નથી, હું આત્મા છું - એવાં આત્મ-અભિમાની બાળકો જ રાવણ નાં દલ-દલ થી મનુષ્યો ને કાઢી શકે છે.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈં…

ઓમ શાંતિ!
કોઈ સમયે ગીત જ્યારે વગાડાતું હતું તો બાળકો થી ગીત નો અર્થ પણ પૂછતાં હતાં. હવે બતાવો તમે ક્યારથી રાહ (માર્ગ) ભૂલ્યાં છો? (કોઈએ કહ્યું દ્વાપર થી, કોઈએ કહ્યું સતયુગ થી) જે કહે છે દ્વાપર થી ભૂલ્યાં છીએ, ખોટું છે. સતયુગ થી રાહ ભૂલ્યાં છો. રાહ બતાવવા વાળા તો હમણાં તમને મળ્યાં છે. સતયુગ માં રાહ બતાવવા વાળાને નથી જાણતાં. ત્યાં કોઈ બાપ ને જાણતાં જ નથી. એટલે ભૂલેલાં છે. ભૂલવાની પણ ડ્રામા માં નોંધ છે. ફરી હવે રાહ બતાવવા આવ્યાં છે. કહે છે ને પ્રભુ રાહ બતાવો. આપણે સતયુગ થી લઈને બાપ ને ભૂલ્યાં છીએ. બાબા પ્રશ્ન પૂછે છે - બુદ્ધિ ચલાવવા માટે. આ જ્ઞાન જ નિરાળું છે ને, જ્ઞાન નાં સાગર બાપ જ છે. બાપ સન્મુખ સમજાવે છે. જ્ઞાન નો સાગર, સુખ નો સાગર હું જ છું. તમે જાણો છો - બરોબર પતિત-પાવન પણ એક જ બાપ છે. આ તો ભક્તિ વાળા પણ માને છે. પાવન દુનિયા છે જ શાંતિધામ અને સુખધામ. હવે સુખધામ અને દુઃખધામ અડધું-અડધું છે. આ તો બાળકો સારી રીતે જાણે છે. બાપ પ્રેમ નાં સાગર છે, ત્યારે તો એમને બધાં ફાધર કહી પોકારે છે પરંતુ એ કોણ છે? કેવી રીતે આવે છે? આ ભૂલી જાય છે. ૫ હજાર વર્ષ ની વાત છે, બરોબર આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. સતયુગ માં છે સદ્દગતિ પછી દુર્ગતિ કેવી રીતે થાય છે, કોણ બતાવે? બાપ જ આવીને સમજાવે છે, દ્વાપર થી તમારી દુર્ગતિ થઈ છે ત્યારે તો બોલાવે છે. તમે સમજો છો આ કોઇ નવી વાત નથી. બાપ કલ્પ-કલ્પ આવે છે. હમણાં નિરાકાર બાપ આત્માઓ ને સમજાવે છે. કોઈ પણ પોતાની આત્મા ને નથી જાણતાં. એવું ક્યારેય કોઈ નહીં કહેશે કે અમારા આત્મા માં પૂરો પાર્ટ ભરેલો છે. ક્યારેય નહીં કહેશે કે હું અનેકવાર આ બન્યો છું, પાર્ટ ભજવ્યો છે. ડ્રામા ને તે જાણતાં જ નથી. કરીને લાખો હજાર વર્ષ કહે છતાં પણ ડ્રામા તો છે ને. ડ્રામા રિપીટ થાય છે. આ તો કહેશે ને. આ જ્ઞાન બાપ જ બાળકો ને સન્મુખ આપે છે. મુખ થી વાત કરી રહ્યાં છે. તમે જાણો છો આપણને શિવબાબાએ બ્રહ્મા દ્વારા પોતાનાં બનાવી બ્રાહ્મણ બનાવ્યાં છે. શિવબાબા નાં આ બાળક પણ છે. વન્ની (સ્ત્રી) પણ છે. જુઓ, કેટલાં બાળકો ની સંભાળ કરાય છે. એકલાં પુરુષ હોવાનાં કારણે સરસ્વતી ને મદદગાર બનાવી છે કે બાળકો ને સંભાળો. આ વાતો શાસ્ત્રો માં નથી. આ છે પ્રેક્ટિકલ. બાપ જ રાજયોગ શીખવાડે છે, જેમને રાજયોગ શીખવાડ્યો, તે રાજાઓ બન્યાં. ૮૪ જન્મો માં આવ્યાં. બાઈબલ, કુરાન, વેદ-શાસ્ત્ર વગેરે વાંચે તો ઘણાં છે પરંતુ સમજતા કાંઈ પણ નથી. હવે તમે કોઈ તત્વ યોગી નથી. તમારો તો બાપ થી યોગ છે અર્થાત્ બાપ ની યાદ છે. તમે હમણાં રાજયોગી, રાજઋષિ છો અર્થાત્ યોગીરાજ છો. યોગી પવિત્ર ને કહેવાય છે. સ્વર્ગની રાજાઈ લેવા માટે તમે યોગી બન્યાં છો. બાપ પહેલાં-પહેલાં કહે છે પવિત્ર બનો. યોગી નામ જ એમનું છે. તમે બધાં રાજયોગી છો. આ આપ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ ની વાત છે. તમને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે, વિદ્યાર્થી થઈ ગયાં ને. વિદ્યાર્થી ને ક્યારેય શિક્ષક ભૂલાશે શું? જાણો છો શિવબાબા આપણ ને ભણાવી રહ્યાં છે. પરંતુ માયા છતાં પણ ભુલાવી દે છે. તમે પોતાનાં ભણાવવા વાળા શિક્ષક ને ભૂલી જાઓ છો. ભગવાન ભણાવે છે - આ સમજે ત્યારે તો નશો ચઢે. સ્કૂલ માં આઇ.સી.એસ. ભણે છે તો કેટલો નશો રહે છે. આપ બાળકો તો ૨૧ જન્મ નાં માટે આ રાજયોગ નું ભણતર ભણો છો. ભણવાનું તો છતાં પણ હોય છે. રાજવિદ્યા પણ ભણવી પડે, ભાષા વગેરે શીખવી પડે.

આપ બાળકો સમજો છો સતયુગ થી આપણે આ રાહ ભૂલવાનું શરું કરીએ છીએ. પછી એક-એક પગથિયું એક-એક જન્મ માં નીચે ઉતરીએ છીએ. હવે તમને બધું યાદ છે. કેવી રીતે આપણે ચઢીએ છીએ, કેવી રીતે આપણે ઉતરીએ છીએ. આ સીડી સારી રીતે યાદ કરો. ૮૪ જન્મ પૂરાં થયાંં, હવે આપણે જવાનું છે. તો ખુશી થાય છે, આ બેહદ નું નાટક છે. આત્મા કેટલો નાનો છે. પાર્ટ ભજવતાં-ભજવતાં આત્મા થાકી જાય છે ત્યારે કહે છે બાબા રાહ બતાવો તો અમે વિશ્રામ મેળવીએ, સુખ-શાંતિ મેળવીએ. તમે સુખધામ માં છો તો તમારા માટે ત્યાં સુખ-શાંતિ પણ છે. ત્યાં કોઈ હંગામા નથી. આત્મા ને શાંતિ છે. શાંતિ નાં બે સ્થાન છે - શાંતિધામ અને સુખધામ. દુઃખધામ માં અશાંતિ છે. આ ભણતર છે, તમે જાણો છો આપણ ને બાબા સુખધામ વાયા શાંતિધામ માં લઈ જઈ રહ્યાં છે. તમારા કહેવાની દરકાર નથી. તમે જાણો છો આપણે અહીં પાર્ટ ભજવવાં આવ્યાં છીએ પછી જવાનું છે. આ ખુશી છે. શાંતિ ની ખુશી નથી. પાર્ટ ભજવવામાં આપણ ને મજા આવે છે, ખુશી થાય છે. જાણો છો બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. કોઈ કહે છે અમને મન ની શાંતિ મળે. આ શબ્દ પણ ખોટા છે. ના, આપણે બાપ ને યાદ કરીએ છીએ કે વિકર્મ વિનાશ થાય. શાંત તો મન રહી ન શકે. કર્મ વગર રહી ન શકાય. બાકી મહેસૂસતા આવે છે, અમે બાપ પાસેથી પવિત્રતા, સુખ-શાંતિ નો વારસો લઈ રહ્યાં છીએ, તો ખુશી હોવી જોઈએ. આ તો છે જ દુઃખધામ. આમાં સુખ હોઈ ન શકે. મનુષ્ય શાંતિધામ-સુખધામ ને ભૂલી ગયાં છે. તો જેમને ખૂબ પૈસા છે, સમજે છે અમે સુખ માં છીએ, સંન્યાસી ઘરબાર છોડી જંગલ માં જાય છે. કોઈ હંગામા તો નથી. તો શાંત તો થઈ જાય છે પરંતુ તે થયું અલ્પકાળ માટે. આત્મા નો જે શાંતિ સ્વધર્મ છે, તેમાં તમે શાંતિ માં રહો છો. અહીં તો પ્રવૃત્તિ માં આવવાનું જ છે. પાર્ટ ભજવવાનો જ છે. અહીં આવો જ છો કર્મ કરવાં. કર્મ માં તો આત્માએ જરુર આવવાનું જ છે. આપ બાળકો સમજો છો - આ સમજણ બેહદ નાં બાપ આપી રહ્યાં છે. નિરાકાર ભગવાનુવાચ - હવે તમે જાણો છો આપણે આત્મા છીએ, આપણાં બાપ પરમ આત્મા છે. પરમ આત્મા એટલે પરમાત્મા. એમને આ આત્મા બોલાવે છે. એ બાપ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે. હવે બાપ કહે છે - બાળકો દેહી-અભિમાની બનો. આ જ મહેનત છે. અડધા કલ્પ થી જે ખાદ પડી છે, તે આ યાદ થી જ નીકળશે. તમારે સાચું સોનું બનવાનું છે. જેવી રીતે સાચાં સોના માં ખાદ મેળવી પછી ઘરેણા બનાવે છે. તમે અસલ માં સાચું સોનું હતાં પછી તમારા માં ખાદ પડે છે. હવે તમારી બુદ્ધિ માં છે, અમે પાર્ટ ભજવ્યો છે. હવે અમે જઈએ છીએ પિયરઘર. જેમ વિદેશ થી જ્યારે પિયરઘર આવે છે તો ખુશી થાય છે, તમને પણ ખુશી છે, તમે જાણો છો બાબા અમારા માટે સ્વર્ગ લાવ્યાં છે. બેહદ નાં બાપ ની સોગાત છે - બેહદ ની બાદશાહી અર્થાત્ સદ્દગતિ. સંન્યાસી લોકો મુક્તિ ની સોગાત પસંદ કરે છે. કોઈ મરે છે તો પણ કહે છે સ્વર્ગવાસી થયાં. સંન્યાસી કહેશે જ્યોતિ જ્યોત સમાયા, જેમાં બધાં મળી જશે. તે તો રહેવાનું સ્થાન છે, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. બાકી કોઈ જ્યોતિ કે આગ થોડી છે, જેમાં બધું મળી જાય! બ્રહ્મ મહતત્વ છે, જેમાં આત્માઓ રહે છે. બાપ પણ ત્યાં રહે છે. એ પણ છે બિંદી. બિંદી નો કોઈને સાક્ષાત્કાર થાય તો સમજી નહીં શકશે. ઘણાં બાળકો કહે છે - બાબા, યાદ કરવામાં મુશ્કેલી થાય છે. બિંદુ રુપ ને કેવી રીતે યાદ કરીએ. અડધોકલ્પ તો મોટા લિંગ રુપ ને યાદ કર્યા. એ પણ બાપ સમજાવે છે. બિંદુ ની તો પૂજા થઇ ન શકે. આમનું મંદિર કેવી રીતે બનાવશે? બિંદુ તો જોવામાં પણ ન આવે, એટલે શિવલિંગ મોટું બનાવે છે. બાકી આત્માઓનાં સાલિગ્રામ તો ખૂબ નાનાં-નાનાં બનાવે છે. અંડાકાર જેવાં બનાવે છે. કહેશે પહેલાં આ કેમ નહીં કહ્યું - પરમાત્મા બિંદી જેવાં છે. બાપ કહે છે - તે સમયે આ બતાવવાનો પાર્ટ જ નહોતો. અરે, તમે આઈ.સી.એસ શરું થી કેમ નથી ભણતાં? ભણતર નાં પણ કાયદા છે ને. કોઈ એવી વાત પૂછે તો તમે કહી શકો છો - સારું, બાબા થી પૂછીએ છીએ કે અમારા થી મોટા શિક્ષક છે તેમને લખીને પૂછીએ છીએ. બાબાને બતાવવાનું હશે તો બતાવશે કાં તો કહેશે આગળ ચાલી સમજી લેશે. એક જ સમયે તો નહીં સંભળાવશે. આ બધી છે નવી વાતો. તમારા વેદ-શાસ્ત્રો માં જે છે - બાપ બેસી સાર બતાવે છે. આ પણ ભક્તિમાર્ગ ની નોંધ છે, છતાં પણ તમારે વાંચવાના જ હશે. આ ભક્તિ નો પાર્ટ ભજવવાનો જ હશે. પતિત બનવાનો પણ પાર્ટ ભજવવાનો છે. કહે છે ભક્તિ નાં દુબન માં ફસાઈ ગયાં છીએ. બહાર થી તો સુંદરતા ખૂબ છે. જેમ રુણ્ય નાં પાણી નું ઉદાહરણ આપે છે. ભક્તિ પણ સુહૈન (આકર્ષક) ખૂબ છે. બાપ કહે છે રુણ્ય નું પાણી છે. (મૃગતૃષ્ણા સમાન) આ દુબન માં ફસાઈ જાય છે. પછી નીકળવું જ મુશ્કેલ થઈ જાય છે, એકદમ ફસાઈ જાય છે. જાય છે બીજાઓને કાઢવા પછી સ્વયં જ ફસાઈ જાય છે. એવાં ઘણાં ફસાઈ ગયાં. આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી બીજાઓને કાઢન્તી, ચાલતાં-ચાલતાં પછી સ્વયં ફસાઇ જાય છે. કેટલાં સારા-સારા ફર્સ્ટ ક્લાસ હતાં. પછી તેમને કાઢવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. બાપ ને ભૂલી જાય છે, તો દુબન થી કાઢવામાં કેટલી મહેનત લાગે છે. કેટલું પણ સમજાવો બુદ્ધિ માં નથી બેસતું. હવે તમે સમજી શકો છો કે અમે માયારુપી રાવણ નાં દલ-દલ થી કેટલાં નીકળ્યાં છીએ. જેટલાં-જેટલાં નીકળતા જાય છે, એટલી-એટલી ખુશી થાય છે. જે સ્વયં નીકળ્યાં હશે તેમની પાસે શક્તિ હશે બીજાઓને કાઢવાની. બાણ ચલાવવા વાળા કોઈ હોશિયાર હોય છે, કોઈ કમજોર હોય છે. ભીલ અને અર્જુન નું પણ ઉદાહરણ છે ને! અર્જુન સાથે રહેવાવાળો હતો, અર્જુન એક ને નહીં, જે બાપ નાં બનીને બાપ ની સાથે રહે છે, તેને કહેવાય છે અર્જુન. સાથે રહેવા વાળા અને બહાર રહેવા વાળા ની રેસ કરાય છે. ભીલ અર્થાત્ બહાર રહેવા વાળા આગળ ચાલ્યાં ગયાં. ઉદાહરણ એક નું અપાય છે. વાત તો અનેકો ની છે. તીર પણ આ જ્ઞાન નું છે. દરેક પોતાને સમજી શકે છે અમે કેટલું બાપ ને યાદ કરીએ છીએ, બીજા કોઈની યાદ તો નથી આવતી! સારી વસ્તુ પહેરવાની કે ખાવાની લાલચ તો નથી રહેતી! અહીં સારું પહેરશો તો ત્યાં ઓછું થઈ જશે. આપણે અહીં તો વનવાહ માં રહેવાનું છે. બાપ કહે છે તમે પોતાનાં આ શરીર ને પણ ભૂલી જાઓ. આ તો જૂનું તમોપ્રધાન શરીર છે. તમે સ્વર્ગ નાં માલિક બનો છો. ઇચ્છા માત્રમ્ અવિદ્યા.

બાપ કહે છે - તમે અહીં ઘરેણા વગેરે પણ નહીં પહેરો, એવું કેમ કહે છે? એનાં પણ અનેક કારણ છે. કોઈ નું ઘરેણું ખોવાઈ જશે તો કહેશે ત્યાં બી.કે. ને આપીને આવી છે અને પછી ચોર-ચકાર પણ રસ્તા માં ચાલતાં છીનવી લે છે. આજકાલ માઈઓ (સ્ત્રીઓ) પણ લૂંટવા વાળી ખૂબ નીકળી છે. સ્ત્રી પણ ડાકા મારે છે. દુનિયાની હાલત જુઓ શું છે? તમે સમજો છો, આ દુનિયા બિલકુલ વેશ્યાલય છે. આપણે અહીં શિવાલય માં બેઠા છીએ - શિવબાબા ની સાથે. એ સત્ છે, ચૈતન્ય છે, આનંદ સ્વરુપ છે. આત્મા ની જ મહિમા છે. આત્મા જ કહે છે હું પ્રેસિડન્ટ બનું છું, હું ફલાણો છું. અને તમારો આત્મા કહે છે અમે બ્રાહ્મણ છીએ. બાબા થી વારસો લઈ રહ્યાં છીએ. આત્મ-અભિમાન માં રહેવાનું છે, આમાં જ મહેનત છે. આ મારા ફલાણા છે, આ મારા છે… આ યાદ રહે છે, અમે આત્મા ભાઈ-ભાઈ છીએ, આ ભૂલી જાય છે. અહીં મારું-મારું છોડવું પડે છે. હું આત્મા છું, આમનો આત્મા પણ જાણે છે. બાપ સમજાવી રહ્યાં છે, હું પણ સાંભળતો રહું છું. પહેલાં હું સાંભળું છું, ભલે હું પણ સંભળાવી શકું છું પરંતુ બાળકોનાં કલ્યાણ અર્થ કહું છું - તમે સદા સમજો કે શિવબાબા સમજાવે છે. વિચાર સાગર મંથન કરવાનું બાળકોનું કામ છે. જેવી રીતે તમે કરો છો, તેવી રીતે હું પણ કરું છું. નહીં તો પહેલાં નંબર માં કેવી રીતે જશે પરંતુ પોતાને ગુપ્ત રાખે છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મારું-મારું બધું છોડી પોતાને આત્મા સમજવાનો છે. આત્મ-અભિમાની રહેવાની મહેનત કરવાની છે. અહીં બિલકુલ વનવાહ માં રહેવાનું છે. કોઈ પણ પહેરવા, ખાવાની ઈચ્છા થી ઇચ્છા માત્રમ્ અવિદ્યા બનવાનું છે.

2. પાર્ટ ભજવતા, કર્મ કરતાં પોતાનાં શાંતિ સ્વધર્મ માં સ્થિત રહેવાનું છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે. આ દુઃખધામ ને ભૂલી જવાનું છે.

વરદાન :-
રુહાબ અને રહેમ નાં ગુણ દ્વારા વિશ્વ નવ - નિર્માણ કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

વિશ્વ કલ્યાણકારી બનવા માટે મુખ્ય બે ધારણાઓ આવશ્યક છે એક ઈશ્વરીય રુહાબ અને બીજું રહેમ. જો રુહાબ અને રહેમ બંને સાથે-સાથે અને સમાન છે તો રુહાનિયત ની સ્ટેજ બની જાય છે. તો જ્યારે પણ કોઈ કર્તવ્ય કરો છો અથવા મુખ થી શબ્દ વર્ણન કરો છો તો ચેક કરો કે રહેમ અને રુહાબ બંને સમાન રુપ માં છે? શક્તિઓનાં ચિત્રો માં આ બંને ગુણો ની સમાનતા દેખાડે છે, આનાં જ આધાર પર વિશ્વ નવ-નિર્માણ નાં નિમિત્ત બની શકો છો.

સ્લોગન :-
બાપ નાં પ્રેમ ની પાછળ વ્યર્થ સંકલ્પ ન્યોછાવર કરી દો - આ જ સાચી કુરબાની છે.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

જેટલાં જે સ્વયં સરળ હશે એટલી યાદ પણ સરળ રહેશે. જેટલાં જે દરેક વાત માં સ્પષ્ટ અર્થાત્ સાફ હશે એટલાં સરળ હશે. જે જેવા સ્વયં હોય છે તેવા જ એમની રચના માં પણ તે જ સંસ્કાર હોય છે. તો દરેક ગુણ નાં પ્રેક્ટિકલ સ્વરુપ એક્ઝામ્પલ બનો.