16-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.2011    બાપદાદા મધુબન


“ મન્સા દ્વારા પ્રકૃતિ ને સતોગુણી બનાવવાની સેવા કરો , શુભ ભાવના - શુભકામના રાખી સંસ્કાર -

 મિલન ની રાસ કરો”
 


આજે હોલીએસ્ટ બાપ પોતાનાં બાળકો સાથે હોળી મનાવવા આવ્યા છે. તમે બધા પણ હોળી મનાવવા આવ્યા છો. ચારેય તરફનાં દૂર બેઠેલાં બાળકો પણ દૂર બેસી પણ હોળી મનાવવા બેઠાં છે. તમે બધા કયા રંગ ની હોળી મનાવવા આવ્યા છો! જાણો છો સૌથી શ્રેષ્ઠ રંગ છે પરમાત્મ-સંગ નો રંગ. આ રંગ સદા શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનાવવા વાળો છે. જેવી રીતે બાપ ઊંચે થી ઊંચા છે એવી રીતે આ પરમાત્મ-સંગ ઊંચે થી ઊંચા બનાવવા વાળો છે. દરેક બાળક નાં મસ્તક માં ચમકતો ભાગ્ય નો સિતારો જોઈ રહ્યા છે. આ ભાગ્ય નો સિતારો આખાં કલ્પ માં આપ ભાગ્યશાળી બાળકો નાં સિવાય બીજા કોઈ પ્રાપ્ત નથી કરી શકતાં. તે શ્રેષ્ઠ ભાગ્ય છે કે આપ બાળકો જ ડબલ પવિત્ર અર્થાત્ હોલી બનો છો. આમ ધર્માત્માઓ પણ છે પરંતુ તે શરીર થી પવિત્ર નથી બનતાં. આપ બ્રાહ્મણ આત્માઓનાં ભવિષ્ય માં આત્મા પણ પવિત્ર બને અને શરીર પણ પવિત્ર બને છે. એની નિશાની ડબલ પવિત્ર તો ડબલ તાજ પ્રાપ્ત થાય છે. આખાં કલ્પ માં તમે સંગમયુગ પર બાપ નાં સંગ નાં રંગ થી ડબલ પવિત્ર ડબલ તાજધારી બનો છો. સંગમયુગ નો પરમાત્મ-સંગ ડબલ પવિત્ર બનાવી દે છે. તો તમે હોલી બાપ ની સાથે રહેવાથી, બાપ ને કમ્બાઈન્ડ બનાવવાથી ડબલ પવિત્ર બની જાઓ છો. સદા દિલ માં બાપ નો સંગ રહે છે, આ સંગ કેટલો શ્રેષ્ઠ છે જે એટલાં શ્રેષ્ઠ બનાવી દે છે. લોકો તો સ્થૂળ રંગ થી હોળી મનાવે છે પરંતુ તમે બાપ નાં સંગ નાં રંગ થી હોલી (પવિત્ર) બની જાઓ છો. તે પણ ડબલ હોલી. તો તમારી હોળી દુનિયાથી ન્યારી પરમાત્મા ની પ્યારી છે. તો નશો રહે છે ને કે અમારી હોળી પ્રભુ સંગ નાં રંગ નાં કારણે અડધોકલ્પ એવા પવિત્ર બનાવે છે જે હમણાં સુધી પણ તમારા ચિત્ર કાયદા પ્રમાણે પૂજાય છે બીજા કોઈનાં પણ ચિત્ર એવાં પ્રેમપૂર્વક પૂજાતા નથી. તમે સ્વયં પોતાનાં ચિત્રો ને જોઈ રહ્યા છો. બીજા પણ પૂજાય છે પરંતુ એટલો સમય એવી વિધિપૂર્વક પૂજા નથી થતી. તમે સદા ઉમંગ અને ઉત્સાહ માં રહો છો. રહો છો ને! ઉમંગ-ઉત્સાહ માં રહો છો? હાથ ઉઠાવો. રહો છો, ક્યારેક-ક્યારેક કે સદા? જે કહે છે અમે સદા ઉમંગ-ઉત્સાહ માં રહીએ પણ છીએ અને બીજાને પણ ઉમંગ-ઉત્સાહ અપાવીએ છીએ, તે હાથ ઉઠાવો. ક્યારેક-ક્યારેક નહીં, સદા. સદા શબ્દ ને અંડરલાઇન કરો છો ને! પરંતુ તમારી યાદગાર, જે પણ તમારી સ્થિતિ રહી છે એની યાદગાર તમારા ભક્ત ઉત્સવ નાં રુપ માં મનાવે છે. તમે પ્રભુ નાં સંગ નો રંગ લગાવ્યો તો તે પણ રંગ લગાવે છે પરંતુ બોડીકોન્શિયસ (દેહ-અભિમાન) છે ને તો સ્થૂળ રંગ લગાવી દે છે. જે રંગ માં ખર્ચો પણ બહુજ અને પછી રીઝલ્ટ પણ કંઈક સારું કંઈક સારું નથી, એવી રીતે મનાવે છે. પરંતુ તમારા ઉત્સાહ ની યાદગાર ઉત્સવ જરુર મનાવે છે. તમે પરમાત્મા નાં બનવા માટે પહેલાં પોતાનાં સંસ્કારો ને બાળો છો અને પછી પ્રભુ નાં સંગ નો રંગ લાગવાથી સદા મનાવતા રહો છો. તે પણ પહેલાં બાળો છો પછી મનાવો છો પરંતુ તમારું મનાવવું અને એમનાં મનાવવામાં રાત-દિવસ નું અંતર છે. તે બોડીકોન્શિયસ, તમે આત્મ અભિમાની. તે દેહભાન માં તમે આત્મિક-ભાન માં.

તમને બાપદાદા નું ડાયરેક્શન છે હોળી અર્થાત્ બીતી સો બીતી (વીતી ગયું તે વીતી ગયું). આ પણ કહો છો હો.લી. પરંતુ અર્થ ને પ્રેક્ટિકલ માં નથી લાવી શકતાં. તમે બધા હો.લી. અર્થાત્ બીતી સો બીતી કરો છો. કરો છો ને! કે ક્યારેક-ક્યારેક કરો છો? કારણકે બીતી ને યાદ કરવાથી વ્યર્થ સંકલ્પ બહુ જ ચાલે છે. સમય પણ વ્યર્થ જાય છે. જે બહુ જ સમય નાં સંસ્કાર છે તે ન ઈચ્છતા પણ જ્યારે ચાલે છે તો આ સંગમયુગ ની એક-એક મિનિટ જે એક જન્મ માં ૨૧ જન્મ ની પ્રારબ્ધ બનાવે છે, તે એક-એક સંકલ્પ, એક-એક મિનિટ કેટલી વેલ્યુએબલ છે. એક સેકન્ડ નથી ગઈ પરંતુ અનેક જન્મ ની પ્રારબ્ધ માં ફરક પડી જાય છે. બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે કે સંગમ નો સમય અને સંકલ્પ ક્યારેય પણ વ્યર્થ નહીં ગુમાવતાં. જો સદા પ્રભુ રંગમાં રંગાયેલા છો અર્થાત્ બાપ ને સદા નાં સાથી બનાવીને રહો છો તો સંગમયુગ નાં એક-એક સંકલ્પ અને સમય એટલે એક-એક મિનિટ ને સફળ કરી શકો છો. તો ચેક કરો પોતાને કે એક-એક મિનિટ, એક-એક સંકલ્પ સફળ થાય છે? કે વ્યર્થ પણ જાય છે? કારણકે એક મિનિટ નહીં ૨૧ જન્મ નું કનેક્શન દરેક મિનિટ અને દરેક સંકલ્પ નું છે. એટલી વેલ્યુ છે. તો પોતાનાં દિલ માં વિચારો કે આટલી વેલ્યુ સદા રહે છે. આ સંગમ નાં સમય માટે કહેવાયું છે - “અબ નહીં તો કબ નહીં.” આટલી વેલ્યુ સદા સ્મૃતિ માં રહે. તો તમે બધાએ આજે હોળી મનાવી અર્થાત્ સદા બાપ નાં સંગ નો રંગ લગાવ્યો. તો આખો દિવસ ચેક કર્યું કે બાપ નો રંગ લાગેલો રહ્યો? પરમાત્મ-સંગ માં રહ્યાં કે બીજે પણ ક્યાંય સમય કે સંકલ્પ ગયો? ચેક કર્યું? ગરદન હલાવો, હાથ નહીં, આમ કરો.

બાપદાદા સદા આ જ ઈશારો આપે છે કે પોતાનાં મન નાં શુભ સતોગુણી સંકલ્પ દ્વારા પ્રવૃત્તિ ને પણ સતોગુણી બનાવતા રહો. તો તે મન્સા સેવા યાદ રહે છે? કારણકે હમણાં પ્રકૃતિ મોટા રુપમાં પોતાનું કાર્ય કરવાની છે. આ તો નાની વાત છે પરંતુ પ્રકૃતિને મનુષ્યાત્માઓ હેરાન કરે છે તો તે પણ હેરાન કરવાનું શરું કરે છે એટલે બાપ કહે છે જેવી રીતે માયાજીત બનવાનું અટેન્શન રાખે છે. રાખો છો ને! માયા થી વાયદો છે તારું કામ છે આવવું અને અમારું કામ છે વિજય પ્રાપ્ત કરવો. કર્યો છે ને વાયદો બધાએ? કર્યો છે? માયાજીત બનવું છે ને! એવી રીતે જ પ્રકૃતિજીત પણ બનવાનું છે કારણકે તમારે રાજ્ય કરવાનું છે ને. તમારું રાજ્ય આવી રહ્યું છે ને! નશો છે ને! લોકો તો બિચારા વિચારે છે શું થશે? ડરે છે. પરંતુ તમને ખબર છે તો હમણાં સંગમયુગ અમૃતવેલા ચાલી રહ્યો છે. તો અમૃતવેલા નાં પછી શું આવે છે? સવાર. એ સવાર માં જ આપણું રાજ્ય આવવાનું છે. છે ને નશો? આપણું રાજ્ય છે કે ફક્ત મહારથીઓનાં માટે રાજ્ય છે? તમારા બધાનું રાજ્ય છે. તમને ચિંતા નથી શું થશે! સારાં થી સારું થશે. તો તમારા રાજ્ય માં પ્રકૃતિ પણ સતોપ્રધાન થવાની છે. તો પ્રકૃતિને તમોગુણી થી સતોગુણી કોણ બનાવશે? કે પ્રકૃતિ જેવી પણ હોય ચાલશે? તમારા રાજ્ય માં ચાલશે? ચાલશે? હા કરો કે ના કરો. નહીં ચાલશે? તો પ્રકૃતિ ને સતોગુણી કોણ બનાવશે? તમે જ બનાવશો ને! એટલે હમણાં અચાનક નું પહેલું દૃશ્ય, નાનું છે આ, શરું થયું છે. હવે તો મોટાં-મોટાં આવવાનાં છે અને અચાનક જ આવવાનાં છે. જે વિચાર માં નહીં હશે તે જ થવાનું છે.

બાપદાદાએ તો બહુ જ સમય થી અચાનક નો પાઠ ભણાવ્યો છે. પરંતુ હમણાં પ્રત્યક્ષ રુપમાં જોઈને હવે પોતાનું કામ શરું કરો. ગભરાઓ નહીં. કહાણી સંભળાવે છે ને - ચારેય તરફ આગ લાગી પરંતુ પરમાત્મા નાં બાળકો સેફ (સુરક્ષિત) રહ્યાં. તો હમણાં પણ બાળકો તો સેફ છે ને! પેપર તો આવવાના જ છે પરંતુ તમારું ડબલ કામ છે. એક તો નિર્ભય થઈને સામનો કરો, બીજું પોતાનાં ભક્ત અને પોતાનાં દુઃખી ભાઈ-બહેનો ની સેવા પણ કોણ કરશે? તમે પ્રભુ નાં સંગ માં રંગાયેલા છો, તો જે પરમાત્મા નાં સંગ નાં રંગ માં પ્રાપ્ત કર્યું છે તે પોતાનાં ભાઈ-બહેનો ને, ભક્તો ને ખૂબ પ્રેમ થી દિલ થી વહેંચો. દુઃખ નાં સમયે કોણ યાદ આવે છે? તો પણ પરમાત્મા ભલે સમજે ભલે ન સમજે, પરંતુ મજબૂરી થી પણ હે બાપ, હે પરમાત્મા કહેશે જરુર. તો આપ પરમાત્મ બાળકોએ હવે દુ:ખીઓનો સહારો બનવાનું છે. એમને શુભભાવના-શુભકામના દ્વારા, બાપ દ્વારા પ્રાપ્ત થયેલી કિરણો દ્વારા સહારો બનો. તો પણ તમારો પરિવાર છે ને! તો પરિવાર માં એકબીજા ને સહયોગ આપો છો ને! તો નામ જ છે સહયોગ, શ્રેષ્ઠયોગ. તે સાધન છે સહારો આપવાનું. સંદેશ પણ મોકલ્યો હતો કે સમય ફિક્સ કરો. એવું નહીં થઈ જશે, જેવી રીતે ટ્રાફિક કંટ્રોલ, અમૃતવેલા નિશ્ચિત છે તો કરો છો ને. એવી રીતે પોતાનાં કાર્ય પ્રમાણે આ મન્સા સેવા પણ હમણાં નાં સમય પ્રમાણે અતિ આવશ્યક છે. તો સમય કાઢો, રહેમદિલ બનો. કલ્યાણકારી બનો. તમારું સ્વમાન શું છે? વિશ્વ કલ્યાણકારી. તો રહેમ આવે છે? કે થઈ જશે. એમાં અલબેલા નહીં બનતા કારણકે જેમને તમે સકાશ આપશો તે જ તમારા ભક્ત બનશે એટલે શું કરવાનું છે? છે અટેન્શન? છે? જે સમજે છે અમારું અટેન્શન છે વધારે વધશે તે હાથ ઉઠાવો. નીચે-ઉપર કરી રહ્યા છે. અહીં જોવામાં આવી રહ્યું છે. (ટી.વી.માં) જો આટલાં બધાએ પોતાનાં સ્વમાન ને પ્રેક્ટિકલ માં લાવ્યાં તો આત્માઓ હમણાં પણ સંગમ પર તમારા દિલ થી ગીત ગાશે વાહ પરમાત્મ-બાળકો વાહ! અમને સહારો આપ્યો. હમણાં નો સહારો અડધોકલ્પ તમારા ગીત ગાતા રહેશે. તમે એમનાં પૂર્વજ થઈ જશો. પૂર્વજ છો. ઝાડ માં ક્યાં બેઠા છે બ્રાહ્મણ! નીચે બેઠાં છે ને! તો પૂર્વજ છો ને! અવાજ સાંભળવામાં આવે છે ભક્તો નો? થોડા પોતાને સાવધાન કરો, દુ:ખીઓ નાં સહારા બનવાનું જ છે તો અવાજ સાંભળવામાં આવશે.

તો બધાએ હોળી તો મનાવી, તમારી તો આખું સંગમ જ હોળી છે. પરમાત્મા નાં સંગ નાં રંગ માં જ રહો છો. યાદગાર મનાવે છે એક-બે દિવસ પરંતુ તમે તો પૂરો સંગમ પ્રભુ નાં સંગ માં રહેવા વાળા છો. નશો છે ને! લોકો બિચારા માંગતા રહે છે હે પ્રભુ આ કરી દો, તે કરી દો પરંતુ તમને ૨૧ જન્મ ની ગેરંટી મળી છે, ક્યારેક સ્વપ્ન માં પણ કોઈ દુઃખ નાં દૃશ્ય નહીં આવશે. સંકલ્પ માં પણ દુઃખ ની લહેર નહીં આવશે. તો સદા દરેક ને જો રાજ્ય લેવું છે તો હમણાં પોતાનાં પરિવાર સતયુગ નાં સાથી અને રોયલ પ્રજા, સાધારણ પ્રજા બધું હમણાં બનાવી શકો છો. ૨૧ જન્મ ની ગેરંટી છે. થોડી સેવા કરો, સમય કાઢો કારણકે તમારા પાસે સંકલ્પ શક્તિ તો છે જ. ફક્ત જે બાપ થી મળ્યું છે તે પોતાનાં ભાઈ-બહેનો ને પણ આપો.

બાપદાદાએ પહેલાં પણ કહ્યું હતું કે સદા આ ચેક કરો કે મને બ્રાહ્મણ-પરિવાર નાં વચ્ચે સંસ્કાર-મિલન ની રાસ કરતા આવડે છે? બાપદાદાએ કહ્યું હતું તે રાસ ક્યારે કરશો એની ડેટ પણ ફિક્સ કરો. ફિક્સ થઈ શકે છે? થઈ શકે છે? પહેલી લાઈન બતાવો. હાથ ઉઠાવો. થઈ શકે છે? પાંડવ પણ ઉઠાવો. પાંડવો નાં વગર ગતિ નથી. અચ્છા. તો હવે લાસ્ટ ટર્ન છે, એક ટર્ન રહેલો છે. એમાં દરેક પોતાનાં માટે શું દૃઢ સંકલ્પ છે, તે ફિક્સ કરીને લખજો. કેટલો સમય લાગશે, જે બ્રાહ્મણ-પરિવાર માં ક્યાંય પણ ક્યારેય પણ સંસ્કાર પોતાનું કાર્ય નહીં કરે. ભલે મારા સંસ્કાર, ભલે બીજા નાં સંસ્કાર પણ મારા પર પ્રભાવ ન નાખે. આ ડેટ ફિક્સ થઈ શકે છે? થઈ શકે છે? હાથ ઉઠાવો. અચ્છા, બધાનો ફોટો પાડો. કારણકે જ્યારે આ અચાનક સીન જોયો ને. (જાપાન માં ભૂકંપ અને સુનામી આવી છે જેમાં બહુ જ નુકસાન થયું છે) એવી રીતે અચાનક જ બધું થવાનું છે એટલે બાપદાદા તૈયારી તો જોશે ને! જ્યારે બીજાઓ ને શુભભાવના-શુભકામના આપો છો, બાપદાદાએ જોયું આ બીજાઓ ની સેવા નો પ્રોગ્રામ પણ બનાવ્યો હતો તો જો દરેક આત્માનાં પ્રત્યે સદા શુભભાવના અને શુભકામના રાખો. નંબરવાર તો થવાનું જ છે. તમારી યાદગાર માળા માં બધા એક નંબર છે શું? નંબરવાર છે પરંતુ માળા માં તો પરોવાયેલા છે ને! નંબર કેમ મળ્યાં? ભિન્ન-ભિન્ન સંસ્કાર છે પરંતુ આપણે સંસ્કાર જોવાને બદલે શુભભાવના-શુભકામના રાખવાની છે. અંત માં પણ બ્રાહ્મણ-પરિવાર છે ને. કેવો પણ છે, પરિવાર તો મારો છે ને! જેવી રીતે મારા બાબા કહો છો, તેવી રીતે મારો પરિવાર પણ છે. તો સારું છે મેજોરીટીએ હાથ ઉઠાવ્યો છે. તો બધાનો ઉમંગ-ઉત્સાહ છે ત્યારે તો હાથ ઉઠાવ્યો છે ને! તો એકબીજા નાં સહયોગી બની શુભભાવના-શુભકામના ની દૃષ્ટિ-વૃત્તિ-સ્મૃતિ રાખવાથી આ રાસ થવો કોઈ મોટી વાત નથી. આનાં પર જે બહુ જ સારો નંબર લેશે, ડેટ પર પ્રેક્ટિકલ કરીને દેખાડશે એમને ન્યારું અને પ્યારું ઇનામ મળશે. ઇનામ હમણાં નહીં બતાવશે પરંતુ બાપદાદા ઇનામ આપશે. કેમ? સેવા કરવાનો સમય કાઢવાનો છે ને. તો આ સંસ્કાર ની ખીટપીટ, સમય પોતાનાં તરફ ખેંચી લે છે એટલે સમય ને હમણાં આવશ્યકતા છે. ઠીક છે ને!

આ બધા મધુબન વાળા છે ને! (આગળ બેસવા વાળાને જોઈ બાબા બોલ્યા) પસંદ છે ને! કારણકે મધુબન વાસી વિશેષ છે. બાપદાદા ને પણ મધુબન નિવાસીઓ પ્રત્યે દિલ નો પ્રેમ છે. અને મધુબન વાળા નો પણ છે. આ પણ બાબા કહે છે, બાપ થી પ્રેમ છે અને રહેશે. ખલાસ નથી થઈ શકતો. અમર છે આમાં. ત્યારે તો મધુબન વાસી બન્યા છો ને! ક્યાંય પણ મધુબન વાસી જાય છે તો શું રિગાર્ડ થી જુએ છે? મધુબન નાં છે, મધુબન નાં છે. એટલે આ અટેન્શન રાખજો, લાસ્ટ ટર્ન નાં પહેલાં બધા મધુબન માં કોઈ સ્થાન મુકરર કરજો જ્યાં પોતાની ચિઠ્ઠી નાખે. પરંતુ લાસ્ટ ટર્ન નાં પહેલાં.

બધાએ હોળી મનાવી? તમારી તો રોજ હોળી છે. હમણાં પણ આ તો બહાર ની થોડી મનાવવાની હોય છે. કયાં મનાવવા જાય, અહીં જ તો મનાવશે. પરંતુ તે થયાં રીતિ-રિવાજ. તો બધા ચારેય તરફ નાં બાપદાદા નાં અતિ સ્નેહી, અતિ પ્યારા, લાડલા, સિકિલધા, સ્વમાનધારી, દરેક બાળકોને બાપદાદા પદમગુણા યાદપ્યાર પણ આપી રહ્યા છે અને દિલ નો દુલાર પણ આપી રહ્યા છે. બાપદાદા જોઈ રહ્યા છે ચારેય તરફ બધા સાંભળીને જોઈને હર્ષિત થઈ રહ્યા છે.

અચ્છા, આજે પહેલી વાર કોણ આવ્યું છે? ઉઠો. આ બધા પહેલી વાર આવ્યા છે. અચ્છા, પહેલી વાર મધુબન નિવાસી બનવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે. બધા તમારા ભાઈ-બહેનો અને બાપદાદા પણ તમને બધાને પહેલી વાર આવવાની મુબારક આપી રહ્યા છે. હવે બાપદાદા જોશે કારણકે ચાન્સ છે કે થોડાં મોડા પણ આવ્યા છે પરંતુ જે ઈચ્છે તે હમણાં પણ લાસ્ટ સો ફાસ્ટ જઈને ફર્સ્ટ નંબર લઈને ફસ્ટ ડિવિઝન માં આવી શકો છો. આ બાપદાદા નું જે પણ આજે આવ્યા છે એ બધા બાળકોને વરદાન છે. ફક્ત જે બાપ નાં મહાવાક્ય છે એ શ્રીમત પર ચાલતા રહેશો તો શ્રીમત તમને શ્રેષ્ઠ ડિવિઝન માં લાવી શકે છે, લાવશે? આટલો આખાં પરિવાર દ્વારા તમને બધાને, વરદાન તો બાપ નું હોય છે, પરંતુ શુભભાવના-શુભકામના છે કે તમે જેટલાં આગળ વધવા ઈચ્છો એટલાં વધી શકો છો. બધા તમને દિલ થી દુવાઓ આપશે. જ્યાં પણ ક્લાસ માં આવો છો ત્યાં તમને દુવાઓ મળતી રહેશે અને તે દુવાઓ તમને તીવ્ર પુરુષાર્થી બનાવી આગળ વધારશે, આ નિશ્ચય રાખો. અચ્છા. હવે બાપદાદા બધાથી બહુ જ સુંદર ગુડનાઈટ કરી રહ્યા છે. અચ્છા.

વરદાન :-
દરેક સંકલ્પ અને કર્મ માં સિદ્ધિ અર્થાત્ સફળતા પ્રાપ્ત કરવા વાળા સંપૂર્ણ મૂર્ત ભવ

સંકલ્પો ની સિદ્ધિ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે સમર્થ સંકલ્પો ની રચના કરશો. જે અધિક સંકલ્પો ની રચના કરે છે તે એમની પાલના નથી કરી શકતાં એટલે જેટલી રચના વધારે એટલી શક્તિહીન હોય છે. તો પહેલાં વ્યર્થ રચના બંધ કરો ત્યારે સફળતા પ્રાપ્ત થશે અને કર્મો માં સફળતા પ્રાપ્ત કરવાની યુક્તિ છે - કર્મ કરવાથી પહેલાં આદિ-મધ્ય અને અંત ને જાણીને પછી કર્મ કરો. એનાથી જ સંપૂર્ણ મૂર્ત બની જશો.

સ્લોગન :-
સમય પર દુઃખ અને દગા થી બચીને સફળ થવા વાળા જ જ્ઞાની (સમજદાર) છે.

અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

આપ હોલીહંસ બાળકોનો આહાર પણ શુદ્ધ, વ્યવહાર પણ શુદ્ધ, અશુદ્ધિનું નામ-નિશાન પણ ન હોય કારણકે શુદ્ધ દુનિયામાં જઈ રહ્યા છો જ્યાં અપવિત્રતા કે અશુદ્ધિ નું નામ-નિશાન નથી. જ્યારે એવા હોલીહંસ બનો છો ત્યારે ભવિષ્ય માં હિઝ હોલીનેસ કહેવાઓ છો.

વિશેષ સૂચના - માસ નાં ત્રીજા રવિવાર નો યોગ અભ્યાસ

આજે માસ નો ત્રીજો રવિવાર છે, બધા ભાઈ-બહેનો સંગઠિત રુપમાં એકત્રિત થઈને સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી પોતાનાં પરમ પવિત્ર સ્વરુપ માં સ્થિત થઈ, પવિત્રતા ની દિવ્ય કિરણો ફેલાવતા સર્વ આત્માઓને

“પવિત્ર બનો-યોગી બનો” ની શુભ પ્રેરણાઓ સકાશ રુપમાં આપવાની સેવા કરે.