16-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ જૂની દુનિયા થી બેહદ નાં વૈરાગી બનો કારણકે બાપ તમારા માટે નવું સ્વર્ગ રુપી ઘર બનાવી રહ્યાં છે”

પ્રશ્ન :-
આ અવિનાશી રુદ્ર યજ્ઞ માં કઈ-કઈ વાતો નાં કારણે જ વિઘ્ન પડે છે?

ઉત્તર :-
આ શિવબાબા નો રચેલો અવિનાશી રુદ્ર યજ્ઞ છે, આમાં તમે મનુષ્ય થી દેવતા બનવાનાં માટે પવિત્ર બનો છો, ભક્તિ વગેરે છોડો છો એનાં કારણે વિઘ્ન પડે છે. લોકો કહે છે - શાંતિ થાય, વિનાશ ન થાય અને બાપે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો જ છે જૂની દુનિયા નાં વિનાશ નાં માટે. એનાં પછી જ શાંતિ ની દુનિયા આવશે.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ બાપે બાળકોને સમજાવ્યો છે. અહમ્ આત્મા નો સ્વધર્મ છે શાંત. શાંતિધામ માં જવાનાં માટે કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો. આત્મા સ્વયં શાંત સ્વરુપ, શાંતિધામ માં રહેવા વાળો છે. અહીં થોડાં સમય નાં માટે શાંત રહી શકે છે. આત્મા કહે છે મારી કર્મેન્દ્રિયો નું વાજું થાકી ગયું છે. હું મારા સ્વધર્મ માં ટકી જાઉં છું, શરીર થી અલગ થઈ જાઉં છું. પરંતુ કર્મ તો કરવાનાં જ છે. શાંતિ માં ક્યાં સુધી બેસી રહેશો. આત્મા કહે છે-હું શાંતિ દેશ નો રહેવાસી છું. ફક્ત અહીં શરીરમાં આવવાથી ટોકી બન્યો (વાચામાં આવું) છું. અહમ્ (હું) આત્મા મમ્ (મારું) શરીર છે. આત્મા જ પતિત અને પાવન બને છે. આત્મા પતિત બને છે તો શરીર પણ પતિત બને છે કારણકે સતયુગ માં ૫ તત્વ પણ સતોપ્રધાન હોય છે. અહીં ૫ તત્વ તમોપ્રધાન છે. સોનામાં ખાદ પડવાથી સોનું પતિત બની જાય છે. પછી એને સાફ કરવા માટે આગ માં નખાય છે. એને યોગ અગ્નિ નથી કહેવાતી. યોગ અગ્નિ પણ છે, જેનાથી પાપ બળે છે. આત્મા ને પતિત થી પાવન બનાવવા વાળા પરમાત્મા છે. નામ જ એક નું છે. બોલાવે છે હે પતિત-પાવન આવો. ડ્રામા પ્લાન અનુસાર બધાંને પતિત તમોપ્રધાન બનવાનું જ છે. આ ઝાડ છે ને. એ ઝાડ નું બીજ નીચે રહે છે, આનું બીજ ઊપર માં છે. બાપને જ્યારે બોલાવે છે તો બુદ્ધિ ઉપર ચાલી જાય છે. જેમનાથી તમે વારસો લઈ રહ્યાં છો તે હમણાં નીચે આવેલાં છે. કહે છે મારે આવવું પડે છે. મારું જે આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ છે, આ અનેક વેરાયટી (વિભિન્ન) ધર્મો નું છે. હમણાં તે તમોપ્રધાન પતિત જડજડીભૂત અવસ્થા ને પામેલું છે.

બાપ બેસી બાળકોને સમજાવે છે - સતયુગ માં પહેલાં-પહેલાં હોય છે દેવી-દેવતાઓ. હમણાં કળિયુગ માં છે અસુર. બાકી અસુર અને દેવતાઓ ની લડાઈ લાગી નથી. તમે આ આસુરી ૫ વિકારો પર યોગબળ થી જીત મેળવો છો. બાકી કોઈ હિંસક લડાઈની વાત નથી. તમે કોઈ પણ પ્રકારની હિંસા નથી કરતાં. તમે કોઈને હાથ પણ નહીં લગાવશો. તમે ડબલ અહિંસક છો. કામ કટારી ચલાવવી, આ તો સૌથી મોટું પાપ છે. બાપ કહે છે - આ કામ કટારી આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. વિકાર માં નથી જવાનું. દેવતાઓ ની આગળ મહિમા ગાય છે - આપ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી. આત્મા આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા જાણે છે. કહે છે કે અમે પતિત બની ગયાં છીએ તો જરુર ક્યારેક પાવન હતાં, જે કહે છે અમે પતિત બન્યાં છીએ. બોલાવે પણ છે હે પતિત-પાવન આવો. જ્યારે પાવન છે ત્યારે કોઈ બોલાવતું જ નથી. એને સ્વર્ગ કહેવાય છે. અહીં તો સાધુ-સંત વગેરે કેટલી ધૂન લગાવે છે પતિત-પાવન સીતારામ… જ્યાં પણ જાઓ ગાતાં રહે છે. બાપ સમજાવે છે કે આખી દુનિયા પતિત છે. રાવણ રાજ્ય છે ને, રાવણ ને બાળે છે. પરતું એમનું રાજ્ય ક્યાર થી થયું, કોઈને ખબર નથી. અનેકા-અનેક ભક્તિમાર્ગ ની સામગ્રી છે. કોઈ શું કરે, કોઈ શું કરે! સંન્યાસી પણ કેટલાં યોગ શિખવાડે છે. હકીકત માં યોગ કોને કહેવાય છે - આ કોઈને ખબર નથી. આ પણ કોઈનો દોષ નથી. આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે. જ્યાં સુધી હું ન આવું, એમને પોતાનો પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન છે દિવસ સતયુગ-ત્રેતા, ભક્તિ છે રાત દ્વાપર-કળિયુગ પછી છે વૈરાગ. જૂની દુનિયા થી વૈરાગ. આ છે બેહદ નો વૈરાગ. એમનો છે હદ નો વૈરાગ. તમે જાણો છો આ જૂની દુનિયા હમણાં ખતમ થવાની છે. નવું ઘર બનાવે છે તો જૂના થી વૈરાગ થઈ જાય છે.

જુઓ, બેહદ નાં બાપ કેવાં છે! તમને સ્વર્ગ રુપી ઘર બનાવીને આપે છે. સ્વર્ગ છે નવી દુનિયા. નર્ક છે જૂની દુનિયા. નવી થી જૂની તે ફરી નવી બને છે. નવી દુનિયાની આયુ કેટલી છે, આ કોઈને ખબર નથી. હમણાં જૂની દુનિયામાં રહી આપણે નવી દુનિયા બનાવીએ છીએ. જૂનાં કબ્રિસ્તાન પર આપણે પરિસ્તાન બનાવીશું. આ જ જમુના નો કિનારો હશે, આનાં પર મહેલ બનશે. આ જ દિલ્લી જમુના નદી પર હશે. બાકી આ જે બતાવે છે - પાંડવો નાં કિલ્લા હતાં. આ બધું ડ્રામા પ્લાન અનુસાર ફરી પણ બનશે. જેમ તમે તપ, દાન વગેરે કરતાં હશો, આ ફરી પણ કરવાનું હશે. પહેલાં શિવ ની ભક્તિ કરો છો. ફર્સ્ટ ક્લાસ મંદિર બનાવો છો, એને અવ્યભિચારી ભક્તિ કહેવાય છે. હમણાં તમે જ્ઞાન માર્ગ માં છો. આ છે અવ્યભિચારી જ્ઞાન. એક જ શિવબાબા થી તમે સાંભળો છો જેમની પહેલાં તમે ભક્તિ કરી, એ સમયે કોઈ બીજો ધર્મ હોતો નથી. એ સમયે તમે બહુજ સુખી રહો છો. દેવતા ધર્મ બહુજ સુખ આપવા વાળો છે. નામ લેવાથી મુખ મીઠું થઈ જાય છે. તમે એક બાપ થી જ જ્ઞાન સાંભળો છો. બાપ કહે છે બીજા કોઈ થી તમે ન સાંભળો. આ છે તમારું અવ્યભિચારી જ્ઞાન. બેહદ બાપ નાં તમે બન્યાં છો. બાપ પાસેથી જ વારસો મળશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ થોડાં સમય નાં માટે સાકાર માં આવેલાં છે. કહે છે મારે આપ બાળકો ને જ જ્ઞાન આપવાનું છે. મારું આ સ્થાઈ શરીર નથી, હું આમાં પ્રવેશ કરું છું. શિવજયંતી થી પછી ઝટ ગીતાજયંતી થઈ જાય છે. એમનાં થી જ્ઞાન શરું કરી દે છે. આ રુહાની વિદ્યા સુપ્રીમ રુહ આપી રહ્યાં છે. પાણી ની વાત નથી. પાણીને થોડી જ્ઞાન કહેશે. પતિત થી પાવન, જ્ઞાન થી બનશો. પાણી થી થોડી પાવન બનશો. નદીઓ તો આખી દુનિયામાં છે જ. આ તો જ્ઞાન સાગર બાપ આવે છે, આમાં પ્રવેશ કરી જ્ઞાન સંભળાવે છે. અહીં ગૌમુખ પર જાય છે. હકીકત માં ગૌમુખ તમે ચૈતન્ય માં છો. તમારા મુખ થી જ્ઞાન અમૃત નીકળે છે. ગાય થી તો દૂધ મળે છે. પાણી ની તો વાત જ નથી, આ બધું બાપ બેસી સમજાવે છે. જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. હમણાં બધાં દુર્ગતિ માં પડ્યાં છે. આગળ તમે નહોતાં જાણતાં કે રાવણને કેમ બાળે છે. હવે તમે જાણો છો બેહદ નો દશેરા થવાનો છે. આ આખી દુનિયા બેટ (ટાપુ) છે. રાવણ નું રાજ્ય આખી સૃષ્ટિ પર છે. જે શાસ્ત્રો માં છે વાનર સેના હતી, વાનરો એ પુલ બનાવ્યો… આ બધી છે દંત કથાઓ. ભક્તિ વગેરે ચાલે છે, પહેલાં હોય છે અવ્યભિચારી ભક્તિ, પછી વ્યભિચારી ભક્તિ. દશેરા, રક્ષાબંધન બધાં હમણાનાં જ તહેવાર છે. શિવજયંતી નાં પછી થાય છે શ્રીકૃષ્ણ જયંતી. હમણાં કૃષ્ણપુરી સ્થાપન થઈ રહી છે. આજે છે કંસપુરી, કાલે હશે કૃષ્ણપુરી. કંસ આસુરી સંપ્રદાય ને કહેવાય છે. પાંડવ અને કૌરવો ની લડાઈ નથી. શ્રીકૃષ્ણ નો જન્મ છે સતયુગ માં, તે છે ફર્સ્ટ પ્રિન્સ (રાજકુમાર). શાળા માં ભણવા જાય છે. જ્યારે મોટાં થાય છે તો રાજગાદી પર બેસે છે. મહિમા બધી શિવબાબા ની છે, જે પતિતો ને પાવન બનાવવા વાળા છે. બાકી આ રાસ લીલા વગેરે આ તો પરસ્પર માં ખુશી મનાવતાં હશે. બાકી શ્રીકૃષ્ણ કોઈ ને જ્ઞાન સંભળાવે, આ કેવી રીતે હોઈ શકે. બાબા કહે છે - કોઈને મનાઈ નથી કરવાની કે ભક્તિ ન કરો. જાતે જ છુટી જાય છે. ભક્તિ છોડે છે, વિકાર છોડે છે, આનાં પર જ હંગામા થાય છે. બાબાએ કહ્યું છે હું રુદ્ર યજ્ઞ રચું છું, એમાં આસુરી સંપ્રદાય નાં વિઘ્ન પડે છે. આ છે શિવબાબા નો બેહદ નો યજ્ઞ, જેનાથી મનુષ્ય થી દેવતા બને છે. ગવાયેલું છે જ્ઞાન યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રગટ થઈ. જ્યારે જૂની દુનિયાનો વિનાશ થાય-ત્યારે તમે નવી દુનિયામાં રાજ્ય કરશો. લોકો કહે છે અમે કહીએ શાંતિ આપો, આ બી. કે. કહે છે વિનાશ થાય. જ્ઞાન ન સમજવાનાં કારણે એવું બોલે છે. બાપ સમજાવે છે - આ આખી જૂની દુનિયા આ જ્ઞાન યજ્ઞ માં સ્વાહા થઈ જશે. જૂની દુનિયાને આગ લાગવાની છે. કુદરતી આપત્તિઓ આવશે, સરસો (રાઈ) ની જેમ બધાં પિસાઈને ખતમ થઈ જશે. બાકી થોડાં આત્માઓ બચી જશે. આત્મા તો અવિનાશી છે. હવે બેહદ ની હોળીકા થવાની છે, જેમાં શરીર બધાં ખતમ થઈ જશે. બાકી આત્મા પવિત્ર બનીને ચાલ્યાં જશે. આગ માં વસ્તુ શુદ્ધ થાય છે. હવન કરે છે શુદ્ધતા નાં માટે. તે બઘી છે શારીરીક વાતો. આ આખી દુનિયા સ્વાહા થવાની છે. વિનાશ નાં પહેલાં જરુર સ્થાપના થવી જોઈએ. કોઈને સમજાવો - પહેલાં સ્થાપના પછી વિનાશ. બ્રહ્મા દ્વારા સ્થાપના. પ્રજાપિતા પ્રખ્યાત છે આદિ દેવ, આદિ દેવી… જગદંબા નાં લાખો મંદિર છે. કેટલાં મેળા લાગે છે. તમે છો જગદંબાનાં બાળકો જ્ઞાન-જ્ઞાનેશ્વરી, પછી બનશો રાજ-રાજેશ્વરી. તમે ખૂબ ધનવાન બનો છો. પછી ભક્તિમાર્ગ માં લક્ષ્મી થી દિપમાળા પર વિનાશી ધન માંગે છે. ત્યાં તમને બધું જ મળી જાય છે આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ. ત્યાં ૧૫૦ વર્ષ આયુષ્ય રહે છે. તમે જેટલો યોગ લગાવશો એટલું આયુષ્ય વધતું જશે. તમે ઈશ્વર થી યોગ લગાવીને યોગેશ્વર બનો છો.

બાપ કહે છે હું ધોબી છું. બધાં મૂત પલીત (પતિત) આત્માઓ ને સાફ કરું છું. પછી શરીર પણ શુદ્ધ મળશે. હું સેકન્ડમાં દુનિયાનાં કપડા સાફ કરી લઉં છું. ફક્ત મનમનાભવ થવાથી આત્મા અને શરીર પવિત્ર બની જશે. છૂં મંતર થયું ને. સેકન્ડમાં જીવનમુક્તિ, કેટલો સહજ ઉપાય છે. ચાલતાં-ફરતાં ફક્ત બાપ ને યાદ કરો બીજી કોઈ જરા પણ તકલીફ નથી આપતો. હમણાં તમારી એક સેકન્ડમાં ચઢતી કળા થાય છે. બાપ કહે છે - હું આપ બાળકો નો સરવન્ટ (સેવક) બનીને આવ્યો છું. તમે બોલાવ્યો છે - હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો તો સેવક થયો ને. જ્યારે તમે બહુજ પતિત બનો છો તો જોર થી ચિલ્લાવો છો. હમણાં હું આવ્યો છું. હું કલ્પ-કલ્પ આવીને બાળકોને મંત્ર આપું છું કે મને યાદ કરો. મનમનાભવ નો અર્થ પણ આ છે. પછી વિષ્ણુપુરી નાં માલિક બનશો. તમે આવ્યાં છો વિષ્ણુપુરી નું રાજ્ય લેવાં, રાવણપુરી નાં પછી છે વિષ્ણુપુરી. કંસપુરી નાં પછી કૃષ્ણપુરી. કેટલું સહજ સમજાવાય છે. બાપ કહે છે આ જૂની દુનિયા થી ફક્ત મમત્વ મિટાવી દો. હવે આપણે ૮૪ જન્મ પૂરા કર્યા છે. આ જુનું શરીર છોડી આપણે જઈશું નવી દુનિયામાં. યાદ થી જ તમારા પાપ કપાઈ જશે, એટલી હિંમત કરવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મુખ થી સદૈવ જ્ઞાન અમૃત નીકાળવાનું છે. જ્ઞાન થી જ બધાં ની સદ્દગતિ કરવાની છે. એક બાપ થી જ જ્ઞાન સાંભળવાનું છે, બીજા થી નહીં.

2. ચઢતી કળા માં જવાનાં માટે ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. આ જૂની દુનિયા, જૂનાં શરીર થી મમત્વ મિટાવી દેવાનું છે.

વરદાન :-
બુદ્ધિ રુપી પગ દ્વારા આ પાંચ તત્વો ની આકર્ષણ થી પરે રહેવા વાળા ફરિશ્તા સ્વરુપ ભવ

ફરિશ્તા ને સદા પ્રકાશ ની કાયા દેખાડે છે પ્રકાશ ની કાયા વાળા આ દેહ ની સ્મૃતિ થી પણ પરે રહે છે એમનાં બુદ્ધિ રુપી પગ આ પાંચ તત્વોની આકર્ષણ થી ઊંચે અર્થાત્ પરે હોય છે એવા ફરિશ્તાઓ ને માયા કે કોઈપણ માયાવી વ્યક્તિ ટચ નથી કરી શકતા પરંતુ આ ત્યારે થશે જ્યારે ક્યારેય કોઈના અધિન નહીં હશે શરીર નાં પણ અધિકારી બનીને ચાલજો, માયા નાં પણ અધિકારી બનજો, લૌકિક કે અલૌકિક સંબંધની પણ અધિનતા માં નહીં આવતાં.

સ્લોગન :-
શરીરને જોવાની આદત છે તો લાઈટ નું શરીર જુઓ, લાઈટ રુપ માં સ્થિત રહો.

માતેશ્વરી જી નાં અનમોલ મહાવાક્ય -

“ નિરંતર ઈશ્વરીય યાદ ની બેઠક”

હવે જ્યારે પરમાત્મા ની યાદમાં બેસો છો તો બેસવાનો મતલબ શું છે? આપણે ફક્ત પરમાત્મા ની યાદમાં બેસતા નથી પરંતુ પોતાની ઈશ્વરીય યાદ તો નિત્ય ચાલતા-ફરતા દરેક સમયે કરવાની છે અને યાદ પણ એ વસ્તુની રહે છે જેમનો પરિચય હોય. એમનું નામ-રુપ શું છે, જો આપણે કહીએ ઈશ્વર નામ રુપથી ન્યારા છે તો પછી કયા રુપને યાદ કરીએ? જો કહે ઈશ્વર સર્વવ્યાપી છે તો એમની વ્યાપકતા તો સર્વત્ર થઈ ગઈ તો પછી યાદ કોને કરીએ, જો યાદ શબ્દ છે તો અવશ્ય યાદ નું રુપ પણ હશે. યાદ નો અર્થ છે એક યાદ કરવા વાળા, બીજા જેને યાદ કરો છો તો જરુર યાદ કરવા વાળા એનાથી પણ ભિન્ન છે, તો પછી ઈશ્વર સર્વવ્યાપી ન થયા. જો કોઈ કહે અમે આત્માઓ પરમાત્માનો અંશ છીએ તો શું પરમાત્મા પણ ટુકડા-ટુકડા થાય છે. પછી તો પરમાત્મા વિનાશી થયા! એમની યાદ પણ વિનાશી થઈ. હવે આ વાત ને લોકો નથી જાણતા, પરમાત્મા પણ અવિનાશી છે, આપણે એ અવિનાશી પરમપિતા પરમાત્મા નાં સંતાન આત્મા પણ અવિનાશી છીએ. તો આપણે વંશ થયા ન કે અંશ. હવે આ જોઈએ નોલેજ, જે પરમાત્મા સ્વયં આવીને આપણ ને બાળકોને આપે છે. પરમાત્મા નાં આપણાં બાળકો નાં પ્રત્યે મહાવાક્ય છે બાળકો, હું જે છું જેવો છું એ રુપ ને યાદ કરવાથી તમે મને અવશ્ય પ્રાપ્ત કરશો. જો હું દુઃખ-સુખ થી ન્યારો પિતા સર્વવ્યાપી હોત તો પછી ખેલ માં સુખ-દુઃખ ન હોત. તો હું સર્વવ્યાપી નથી, હું પણ આત્મા જેવો આત્મા છું પરંતુ સર્વ આત્માઓ થી મારા ગુણ પરમ છે એટલે મને પરમ આત્મા અર્થાત્ પરમાત્મા કહે છે. અચ્છા, ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

મન્સા સેવા કરવા માટે સર્વ નાં પ્રત્યે સદા જ શ્રેષ્ઠ અને નિ:સ્વાર્થ સંકલ્પ હોય, સદા પર-ઉપકાર ની ભાવના હોય. અપકારી પર પણ ઉપકાર ની શ્રેષ્ઠ શક્તિ હોય. સદા દાતાપણા ની ભાવના હોય. સદા સ્વ પરિવર્તન, સ્વ નાં શ્રેષ્ઠ કર્મ દ્વારા બીજાઓને શ્રેષ્ઠ કર્મ ની પ્રેરણા આપવા વાળા છો.