17-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
જ્યારે આ ભારત સ્વર્ગ હતું ત્યારે તમે ઘોર સોજરા ( અજવાળા ) માં હતાં , હમણાં અંધારું
છે , ફરી અજવાળા માં ચાલો”
પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકો ને
કઈ એક કહાણી (વાર્તા) સંભળાવવા આવ્યાં છે?
ઉત્તર :-
બાબા કહે છે મીઠાં બાળકો - હું તમને ૮૪ જન્મો ની કહાણી સંભળાવું છું. તમે જ્યારે
પહેલાં-પહેલાં જન્મ માં હતાં ત્યારે એક જ દૈવી ધર્મ હતો પછી તમે જ બે યુગ પછી
મોટાં-મોટાં મંદિર બનાવ્યાં છે. ભક્તિ શરુ કરી છે. હમણાં તમારો આ અંત નાં પણ અંત નો
જન્મ છે. તમે પોકાર્યુ દુ:ખહર્તા-સુખકર્તા આવો… હવે હું આવ્યો છું.
ગીત :-
આજ અંધેરે મેં
હૈ ઇન્સાન…
ઓમ શાંતિ!
આપ બાળકો જાણો
છો હમણાં આ કળિયુગી દુનિયા છે, બધા અંધારા માં છે. પહેલાં સોજરા (અજવાળા) માં હતાં,
જ્યારે ભારત સ્વર્ગ હતું. આ જ ભારતવાસી જે હમણાં પોતાને હિન્દુ કહેવડાવે છે તે અસલ
દેવી-દેવતાઓ હતાં. ભારત માં સ્વર્ગવાસી હતાં જ્યારે બીજો કોઈ ધર્મ નહોતો. એક જ ધર્મ
હતો. સ્વર્ગ, વૈકુંઠ, બહિશ્ત, હેવન - આ બધા આ ભારત નાં નામ હતાં. ભારત પવિત્ર અને
પ્રાચીન ધનવાન હતું. હમણાં તો ભારત કંગાળ છે કારણકે હમણાં કળિયુગ છે. તમે જાણો છો
આપણે અંધારા માં છીએ. જ્યારે સ્વર્ગ માં હતાં તો સોજરા માં હતાં. સ્વર્ગ નાં
રાજ-રાજેશ્વર, રાજ-રાજેશ્વરી શ્રી લક્ષ્મી-નારાયણ હતાં. એને સુખધામ કહેવાય છે. બાપ
પાસે થી જ તમારે સ્વર્ગ નો વારસો લેવાનો છે, જેને જીવનમુક્તિ કહેવાય છે. હમણાં તો
બધા જીવન-બંધ માં છે. ખાસ ભારત અને સામાન્ય રીતે દુનિયા રાવણ ની જેલ માં, શોકવાટિકા
માં છે. એવું નથી રાવણ ફક્ત લંકા માં હતો અને રામ ભારત માં હતાં, તેણે આવીને સીતા
ચોરી. આ તો બધી છે દંત કથાઓ. ગીતા છે મુખ્ય, સર્વ શાસ્ત્રમઈ શિરોમણી શ્રીમત અર્થાત્
ભગવાન ની સંભળાવેલી છે, ભારત માં. મનુષ્ય તો કોઈની સદ્દગતિ કરી નથી શકતાં. સતયુગ
માં હતાં જીવનમુક્ત દેવી-દેવતાઓ, જેમણે આ વારસો કળિયુગ અંત માં મેળવ્યો હતો.
ભારતવાસીઓ ને આ ખબર નથી, નથી કોઈ શાસ્ત્રો માં. શાસ્ત્રો માં છે ભક્તિમાર્ગ નું
જ્ઞાન. સદ્દગતિ માર્ગ નું જ્ઞાન મનુષ્યમાત્ર માં બિલકુલ નથી. બધા ભક્તિ શીખવાડવા
વાળા છે. કહેશે શાસ્ત્ર વાંચો, દાન-પુણ્ય કરો. આ ભક્તિ દ્વાપર થી ચાલી આવે છે.
સતયુગ અને ત્રેતા માં છે જ્ઞાન ની પ્રારબ્ધ. એવું નથી કે ત્યાં પણ આ જ્ઞાન ચાલ્યું
આવે છે. આ જે વારસો ભારત પાસે હતો તે બાપ પાસે થી સંગમયુગ પર જ મળ્યો હતો જે પછી
હમણાં તમને મળી રહ્યો છે. ભારતવાસી જ્યારે નર્કવાસી બેહદ દુઃખી બની જાય છે ત્યારે
પોકારે છે - હે પતિત-પાવન દુઃખહર્તા સુખકર્તા. કોનાં? સર્વ નાં કારણકે ભારત ખાસ,
બાકી દુનિયા બધા માં ૫ વિકાર છે. બાપ છે પતિત-પાવન. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ,
કલ્પ નાં સંગમ પર આવું છું. સર્વ નો સદ્દગતિ દાતા બનું છું. અહિલ્યાઓ, ગણિકાઓ અને
જે ગુરુ લોકો છે તે બધાનો ઉદ્ધાર મારે જ કરવો પડે છે કારણ કે આ તો છે જ પતિત દુનિયા.
પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે. ભારત માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું.
ભારતવાસી આ નથી જાણતા કે આ સ્વર્ગ નાં માલિક હતાં. પતિત ખંડ એટલે જુઠખંડ, પાવન ખંડ
એટલે સચખંડ. ભારત પાવન ખંડ હતો, આ ભારત છે અવિનાશી ખંડ, જે ક્યારેય વિનાશ નથી થતો.
જ્યારે આમનું (લક્ષ્મી-નારાયણ નું) રાજ્ય હતું તો બીજા કોઈ ખંડ નહોતાં. તે બધા પછી
થી આવે છે. મનુષ્યોએ તો કલ્પ લાખો વર્ષ નું લખી દીધું છે. બાપ કહે છે કલ્પ ની આયુ ૫
હજાર વર્ષ છે. તે પછી કહી દે છે મનુષ્ય ૮૪ લાખ જન્મ લે છે. મનુષ્ય ને કુતરા, બિલાડી,
ગધેડા વગેરે બધા બનાવી દીધાં છે. પરંતુ કુતરા, બિલાડી નો જન્મ અલગ છે, ૮૪ લાખ
વેરાઈટી (વિવિધતા) છે. મનુષ્યો ની તો વેરાઈટી એક જ છે. તેમનાં જ ૮૪ જન્મ છે. બાપ કહે
છે ભારતવાસી પોતાનાં ધર્મ ને ડ્રામા પ્લાન અનુસાર ભૂલી ગયા છે. કળિયુગ અંત માં
બિલકુલ જ પતિત બની ગયા છે. પછી બાપ સંગમ પર આવીને પાવન બનાવે છે, આને કહેવાય છે
દુઃખધામ પછી ભારત સુખધામ થશે. બાપ કહે છે-હે બાળકો, તમે ભારતવાસી, સ્વર્ગવાસી હતાં
પછી તમે ૮૪ જન્મો ની સીડી ઉતરો છો. સતો થી રજો-તમો માં જરુર આવવાનું છે. આપ દેવતાઓ
જેવાં ધનવાન એવરહેપ્પી, અવરહેલ્દી, વેલ્દી કોઈ નથી હોતાં. ભારત કેટલું સાહૂકાર હતું,
હીરા-ઝવેરાત તો પથ્થરો જેટલાં હતાં. બે યુગ પછી ભક્તિમાર્ગ માં આટલાં મોટાં-મોટાં
મંદિર બનાવે છે. તે પણ કેટલાં મોટાં મંદિર બનાવ્યાં. સોમનાથ નું મંદિર મોટા માં મોટું
હતું. ફક્ત એક મંદિર તો નહીં હશે ને? બીજા પણ રાજાઓ નાં મંદિર હતાં. કેટલું લૂંટીને
લઈ ગયા છે. બાપ આપ બાળકો ને સ્મૃતિ અપાવે છે. તમને કેટલાં સાહૂકાર બનાવ્યાં હતાં.
તમે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ હતાં યથા મહારાજા-મહારાણી. તેમને ભગવાન-ભગવતી
પણ કહી શકાય છે. પરંતુ બાપે સમજાવ્યું છે - ભગવાન એક છે, એ બાપ છે. ફક્ત ઈશ્વર અથવા
પ્રભુ કહેવાથી પણ યાદ નથી આવતું કે એ સર્વ આત્માઓ નાં બાપ છે. બાપ કહાણી બેસીને
સંભળાવે છે. હમણાં તમારા અનેક જન્મો નાં અંત નો જન્મ છે. એક ની વાત નથી, નથી કોઈ
યુદ્ધ નું મેદાન વગેરે. ભારતવાસી આ ભૂલી ગયા છે કે તેમનું રાજ્ય હતું. સતયુગ ની આયુ
લાંબી કરી દેવાથી ખૂબ દૂર લઈ ગયા છે. બાપ આવીને સમજાવે છે - મનુષ્ય ને ભગવાન ન કહી
શકાય. મનુષ્ય કોઈની સદ્દગતિ નથી કરી શકતાં. કહેવત છે - સર્વ નાં સદ્દગતિ દાતા, પતિતો
નાં પાવન કર્તા એક છે. એક જ સાચાં બાબા છે જે સચખંડ ની સ્થાપના કરાવવા વાળા છે. પૂજા
પણ કરે છે પરંતુ ભક્તિમાર્ગ માં તમે જેમની પૂજા કરતા આવ્યાં છો, એક ની પણ બાયોગ્રાફી
ને નથી જાણતાં એટલે બાપ સમજાવે છે, તમે શિવજયંતી તો મનાવો છો ને? બાપ છે નવી દુનિયા
નાં રચયિતા, હેવનલી ગોડ ફાધર. બેહદ સુખ આપવા વાળા. સતયુગ માં ખૂબ સુખ હતું. તે કેવી
રીતે અને કોણે સ્થાપન કર્યું? આ બાપ જ સમજાવે છે. નર્કવાસી ને આવીને સ્વર્ગવાસી
બનાવવા અથવા ભ્રષ્ટાચારીઓ ને શ્રેષ્ઠાચારી દેવતા બનાવવાં, આ તો બાપ નું જ કામ છે.
બાપ કહે છે - હું આપ બાળકો ને પાવન બનાવું છું. તમે સ્વર્ગ નાં માલિક બનો છો. તમને
પતિત કોણ બનાવે છે? આ રાવણ. મનુષ્ય કહી દે છે દુઃખ પણ ઈશ્વર જ આપે છે. બાપ કહે છે -
હું તો બધાને એટલું સુખ આપું છું જે પછી અડધોકલ્પ તમે બાપ નું સિમરણ (સ્મરણ) નહીં
કરશો. પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે તો બધાની પૂજા કરવા લાગી જાય છે. આ છે તમારો
અનેક જન્મો નાં અંત નો જન્મ. કહે છે બાબા કેટલાં જન્મ અમે લીધાં? બાબા કહે છે -
મીઠાં-મીઠાં ભારતવાસીઓ, હે આત્માઓ, હવે તમને બેહદ નો વારસો આપું છું. બાળકો, તમે ૮૪
જન્મ લીધાંં છે. હમણાં તમે ૨૧ જન્મ માટે બાપ થી વારસો લેવા આવ્યાં છો. બધા તો ભેગા
નહીં આવશે. તમે જ સતયુગ નું સૂર્યવંશી પદ ફરી થી લો છો અર્થાત્ સાચાં સત્ય બાબા પાસે
થી સત્ય નર થી નારાયણ બનવાનું જ્ઞાન સાંભળો છો. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. શાસ્ત્ર
વગેરે બધું છે ભક્તિમાર્ગ માટે. એ જ્ઞાનમાર્ગ નાં નથી. આ છે સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક)
રુહાની નોલેજ. સુપ્રીમ રુહ નોલેજ આપે છે. બાળકોએ દેહી-અભિમાની બનવું પડે. પોતાને
આત્મા નિશ્ચય કરી મામેકમ્ યાદ કરો. બાપ સમજાવે છે - આત્મા માં જ સારા કે ખરાબ
સંસ્કાર હોય છે, જેનાં અનુસાર જ મનુષ્ય ને સારો કે ખરાબ જન્મ મળે છે. બાપ સમજાવે છે
આ જે પાવન હતાં, અંતિમ જન્મ માં પતિત છે, તત્ ત્વમ્. મુજ બાપ ને આ જૂની રાવણ ની
દુનિયા, પતિત દુનિયા માં આવવું પડે છે. આવવાનું પણ એ તન માં છે જે પછી પહેલાં નંબર
માં જવાના છે. સૂર્યવંશી જ પૂરાં ૮૪ જન્મ લે છે. આ છે બ્રહ્મા અને બ્રહ્માવંશી
બ્રાહ્મણ. બાપ સમજાવે તો રોજ છે. પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ બનાવવા માસી નું ઘર નથી.
હે આત્માઓ, હવે દેહી-અભિમાની બનો. હે આત્માઓ, એક બાપ ને યાદ કરો અને રાજાઈ ને યાદ
કરો. દેહ નાં સબંધ ને છોડો. મરવાનું તો બધાએ છે. બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. એક
સદ્દગુરુ વગર સર્વ નાં સદ્દગતિ દાતા કોઈ હોઈ ન શકે. બાપ કહે છે - હે ભારતવાસી બાળકો,
તમે પહેલાં-પહેલાં મારા થી જુદા પડ્યાં છો. ગાયન છે - આત્માયેં પરમાત્મા અલગ રહે
બહુકાલ… પહેલાં-પહેલાં તમે ભારતવાસી દેવી-દેવતા ધર્મ વાળા આવ્યાં છો. બીજા ધર્મ
વાળાઓ નાં જન્મ થોડા હોય છે. આખું ચક્ર કેવી રીતે ફરે છે તે બાપ સમજાવે છે. જે ધારણ
નથી કરી શકતા, તેમનાં માટે પણ ખૂબ સહજ છે. આત્માઓ ધારણ કરે છે, પુણ્ય આત્મા, પાપ
આત્મા બને છે ને? તમારો આ ૮૪ મો અંતિમ જન્મ છે. તમે બધા વાનપ્રસ્થ અવસ્થા માં છો.
વાનપ્રસ્થ અવસ્થા વાળા ગુરુ કરે છે, મંત્ર લેવા માટે. તમારે તો હવે દેહધારી ગુરુ
કરવાની જરુર નથી. તમારા બધાનો હું બાપ, શિક્ષક, ગુરુ છું. મને કહો પણ છો - હે
પતિત-પાવન શિવબાબા. હમણાં સ્મૃતિ આવી છે. બધા આત્માઓનાં બાપ છે, આત્મા સત્ છે,
ચૈતન્ય છે કારણકે અમર છે. બધા આત્માઓમાં પાર્ટ ભરેલો છે. બાપ પણ સત્ ચૈતન્ય છે. એ
મનુષ્ય સૃષ્ટિ નાં બીજ રુપ હોવાનાં કારણે કહે છે - હું આખાં ઝાડ નાં આદિ-મધ્ય-અંત
ને જાણું છું એટલે મને નોલેજફુલ કહે છે. તમને પણ બધી નોલેજ છે. બીજ માંથી ઝાડ કેવી
રીતે નીકળે છે! ઝાડ વધવામાં સમય લાગે છે ને? બાપ કહે છે હું બીજરુપ છું, અંત માં આખાં
ઝાડ ની જડજડીભૂત અવસ્થા થઈ જાય છે. હમણાં જુઓ દેવી-દેવતાં ધર્મ નું ફાઉન્ડેશન નથી.
પ્રાયઃ લોપ છે. જ્યારે દેવતા ધર્મ લોપ થઈ જાય છે ત્યારે બાપે આવવું પડે છે - એક
ધર્મ ની સ્થાપના કરી બાકી બધાનો વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાપ
સ્થાપના કરાવી રહ્યાં છે, આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની. આ પણ આખો ડ્રામા બનેલો છે.
આનો અંત થતો નથી. બાપ આવે છે અંત માં. જ્યારે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ
સંભળાવવાની છે તો જરુર સંગમ પર આવશે. તમારા એક બાપ છે. આત્માઓ બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ)
છે, મૂળવતન માં રહેવા વાળા. એ એક બાપ ને બધા યાદ કરે છે. દુઃખ માં સિમરણ સૌ કરે…
રાવણ રાજ્ય માં દુઃખ છે ને? અહીં સિમરણ કરે છે તો બાપ સર્વ નાં સદ્દગતિ દાતા એક છે.
એમની જ મહિમા છે. બાપ નહીં આવે તો ભારત ને સ્વર્ગ કોણ બનાવે? ઈસ્લામી વગેરે જે પણ
છે બધા આ સમયે તમોપ્રધાન છે. બધાએ પુનર્જન્મ તો જરુર લેવાનો છે. હમણાં પુનર્જન્મ મળે
છે નર્ક માં. એવું નથી કે સ્વર્ગ માં ચાલ્યાં જાય છે. જેમ હિંદુ લોકો કહે છે
સ્વર્ગવાસી થયા તો જરુર નર્ક માં હતાં ને? હવે સ્વર્ગ માં ગયાં. તમારા મુખ માં
ગુલાબ. સ્વર્ગવાસી થયા પછી નર્ક નાં આસુરી વૈભવ તમે તેમને કેમ ખવડાવો છો? બંગાળ માં
માછલીઓ વગેરે પણ ખવડાવે છે. અરે, તેમને આ બધું ખાવાની જરુર જ શું છે? કહે છે ફલાણા
પાર નિર્વાણ ગયા, બાપ કહે આ બધા છે ગપોડા. પાછા કોઈ પણ જઈ નથી શકતાં. જ્યારે પહેલાં
નંબર વાળા ને જ ૮૪ જન્મ લેવા પડે છે.
બાપ સમજાવે છે આમાં કોઈ તકલીફ નથી. ભક્તિમાર્ગ માં કેટલી તકલીફ છે. રામ-રામ જપતા
રોમાંચ ઉભા થઈ જાય છે. તે બધો છે ભક્તિ માર્ગ. આ સૂર્ય-ચંદ્ર પણ તમે જાણો છો કે
પ્રકાશ કરવા વાળા છે. આ કોઈ દેવતાઓ થોડી છે? હકીકત માં જ્ઞાનસૂર્ય, જ્ઞાનચંદ્ર અને
જ્ઞાન-તારાઓ છે. તેમની મહિમા છે. તે પછી કહી દે સૂર્ય દેવતાય નમઃ. તેમને દેવતા સમજી
પાણી આપે છે. તો બાપ સમજાવે છે આ બધો છે ભક્તિ માર્ગ, જે ફરી થી પણ થશે. પહેલાં હોય
છે અવ્યભિચારી ભક્તિ એક શિવબાબા ની પછી દેવતાઓ ની પછી ઉતરતાં-ઉતરતાં હમણાં તો જુઓ
તિવાટા પર (જ્યાં ત્રણ રસ્તાં મળે છે) પણ માટી નાં દીવા પ્રગટાવી, તેલ વગેરે નાખી
તેની પણ પૂજા કરે છે. તત્વો ની પણ પૂજા કરે છે. મનુષ્યો નાં પણ ચિત્ર બનાવી પૂજે
છે. હવે આનાંથી પ્રાપ્તિ તો કાંઈ પણ થતી નથી, આ વાતો ને આપ બાળકો જ સમજો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા નાં
ખરાબ સંસ્કારો ને કાઢવા માટે દેહી-અભિમાની રહેવાનો અભ્યાસ કરવાનો છે. આ અંતિમ ૮૪ મો
જન્મ છે, વાનપ્રસ્થ અવસ્થા છે એટલે પુણ્ય આત્મા બનવાની મહેનત કરવાની છે.
2. દેહ નાં બધા સંબંધો
ને છોડી એક બાપ ને અને રાજાઈ ને યાદ કરવાના છે, બીજ અને ઝાડ નું જ્ઞાન સિમરણ કરી સદા
હર્ષિત રહેવાનું છે.
વરદાન :-
ઉપરામ અને
એવરરેડી બની બુદ્ધિ દ્વારા અશરીરીપણા નો અભ્યાસ કરવા વાળા સર્વ કળાઓ માં સંપન્ન ભવ
જેવી રીતે સર્કસ માં
કળા દેખાડવા વાળા કળાબાજ નું દરેક કર્મ કળા બની જાય છે. તે કળા બાજ શરીર નાં કોઈપણ
અંગ ને જેવી રીતે ઈચ્છે, જ્યાં ઈચ્છે, જેટલો સમય ઈચ્છે મોલ્ડ કરી શકે છે, આ જ કળા
છે. આપ બાળકો બુદ્ધિ ને જ્યારે ઈચ્છો જેટલો સમય, જ્યાં સ્થિત કરવા ઈચ્છો ત્યાં
સ્થિત કરી લો - આ જ સૌથી મોટી કળા છે. આ એક કળા થી સોળે કળા સંપન્ન બની જશો. એનાં
માટે એવા ઉપરામ અને એવરરેડી બનો જે ઓર્ડર પ્રમાણે એક સેકન્ડ માં અશરીરી બની જાઓ.
યુદ્ધ માં સમય ન જાય.
સ્લોગન :-
સરળતા અને
સહનશીલતા નાં ગુણ ને ધારણ કરવા વાળા જ સાચાં સ્નેહી અને સહયોગી છે.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જે પરમાત્મ-જ્ઞાની
બાળકો છે, એમને જ્ઞાન નું ફળ મુક્તિ અને જીવનમુક્તિ નો વારસો સંગમ પર જ પ્રાપ્ત થાય
છે. જ્ઞાન અર્થાત્ સમજ. સમજદાર દરેક કર્મ કરતા સદા સ્વયં ને બંધનમુક્ત, સર્વ આકર્ષણો
થી મુક્ત બનાવવાની સમજ રાખે છે. એમનાં દરેક સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ અને સંપર્ક
માં મુક્તિ-જીવનમુક્તિ ની સ્ટેજ રહે છે, જેમને ન્યારા અને પ્યારા કહેવાય છે.