17-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે સાચાં - સાચાં સત્ય બાપ પાસે થી સત્ય કથા સાંભળી નર થી નારાયણ બનો છો , તમને ૨૧ જન્મો માટે બેહદ નાં બાપ પાસે થી વારસો મળી જાય છે”

પ્રશ્ન :-
બાપ ની કઈ આજ્ઞા નું પાલન કરવાવાળા બાળકો જ પારસબુદ્ધિ બને છે?

ઉત્તર :-
બાપ ની આજ્ઞા છે - દેહ નાં બધા સંબંધો ને ભૂલી બાપ ને અને રાજાઈ ને યાદ કરો. આ જ સદ્દગતિ માટે સદ્દગુરુ ની શ્રીમત છે. જે આ શ્રીમત નું પાલન કરે અર્થાત્ દેહી-અભિમાની બને છે તે જ પારસબુદ્ધિ બને છે.

ગીત :-
આજ અંધેરે મેં હમ ઇન્સાન…

ઓમ શાંતિ!
આ કળિયુગી દુનિયા છે. બધા અંધકાર માં છે. આ જ ભારત અજવાળા માં હતું. જ્યારે આ ભારત સ્વર્ગ હતું. આ જ ભારતવાસી જે હવે પોતાને હિન્દુ કહેવડાવે છે, આ અસલ દેવી-દેવતાઓ હતાં. ભારતવાસી સ્વર્ગવાસી હતાં. જ્યારે કોઈ ધર્મ નહોતો, એક જ ધર્મ હતો. સ્વર્ગ, વૈકુંઠ, બહિશ્ત, હેવન આ બધા ભારત નાં નામ હતાં. ભારત પ્રાચીન પવિત્ર ખૂબ-ખૂબ ધનવાન હતું. હવે તો ભારત કંગાળ છે કારણકે હમણાં કળિયુગી છે. તે સતયુગ હતો. તમે બધા ભારતવાસી છો. તમે જાણો છો આપણે અંધારા માં છીએ જ્યારે સ્વર્ગ માં હતાં તો અજવાળા માં હતાં. સ્વર્ગ નાં રાજ-રાજેશ્વર, રાજ-રાજેશ્વરી લક્ષ્મી-નારાયણ હતાં. તેને સુખધામ કહેવાય છે. નવાં-નવાં આવે છે તો બાપ ફરી સમજાવે છે. બાપ પાસે થી જ તમારે સ્વર્ગ નો વારસો લેવાનો છે, જેને જીવનમુક્તિ કહેવાય છે. હમણાં બધા જીવનબંધ માં છે. ખાસ ભારત સામાન્ય રીતે દુનિયા, રાવણ ની જેલ શોક વાટિકા માં છે. એવું નથી કે રાવણ ફક્ત લંકા માં હતો અને રામ ભારત માં હતાં અને તેણે આવીને સીતા ચોરી. આ બધી છે દંતકથાઓ. ગીત છે મુખ્ય, સર્વ શાસ્ત્રો માં શિરોમણી શ્રીમત અર્થાત્ ભગવાન ની સંભળાવેલી ગીતા. મનુષ્ય તો કોઈને સદ્દગતિ કરી નથી શકતાં. સતયુગ માં હતાં જીવનમુક્ત દેવી-દેવતાઓ, જેમણે આ વારસો કળિયુગ અંત માં મેળવ્યો હતો. ભારત ને આ ખબર નહોતી, નથી કોઈ શાસ્ત્રો માં. શાસ્ત્ર તો બધા છે ભક્તિમાર્ગ નાં માટે. તે બધું ભક્તિમાર્ગ નું જ્ઞાન છે. સદ્દગતિ માર્ગ નું જ્ઞાન મનુષ્ય-માત્ર માં નથી. બાપ કહે છે કે મનુષ્ય, મનુષ્ય નાં ગુરુ બની ન શકે. ગુરુ કોઈ સદ્દગતિ આપી નથી શકતાં. તે ગુરુ કહેશે ભક્તિ કરો, દાન-પુણ્ય કરો. ભક્તિ દ્વાપર થી ચાલી આવી છે. સતયુગ-ત્રેતા માં છે જ્ઞાન ની પ્રારબ્ધ, એવું નથી ત્યાં આ જ્ઞાન ચાલ્યું આવે છે. આ જે વારસો ભારત ને હતો, આ બાપ પાસે થી સંગમ પર જ મળ્યો હતો. જે ફરી હમણાં તમને મળી રહ્યો છે. ભારતવાસી, નર્કવાસી મહાન દુઃખી બની જાય છે ત્યારે પોકારે છે હે પતિત-પાવન દુઃખહર્તા-સુખકર્તા, કોનાં? સર્વ નાં કારણકે ખાસ ભારત, દુનિયા માં સામાન્ય રીતે પાંચ વિકાર છે જ છે. બાપ છે પતિત-પાવન. બાપ કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર આવું છું અને સર્વ નો સદ્દગતિ દાતા બનું છું. અબળાઓ, અહીલ્યાઓ, ગણિકાઓ અને ગુરુ લોકો જે છે તેમનો પણ ઉદ્ધાર મારે કરવાનો છે કારણકે આ તો છે જ પતિત દુનિયા. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે. ભારત માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ ભારતવાસી નથી જાણતા કે આ સ્વર્ગ નાં માલિક હતાં. પતિત ખંડ એટલે જુઠ્ઠ ખંડ, પાવન ખંડ એટલે સચખંડ. ભારત પાવન ખંડ હતો. આ લક્ષ્મી-નારાયણ ની સૂર્યવંશી ડિનાયસ્ટી (રાજધાની) હતી. આ ભારત છે અવિનાશી ખંડ, જે ક્યારેય વિનાશ નથી થતો. જ્યારે આમનું રાજ્ય હતું તો બીજા કોઈ ખંડ નહોતાં. તે બધા પછી આવે છે. શાસ્ત્રો માં સૌથી મોટી ભૂલ તો આ કરી છે જે કલ્પ લાખો વર્ષ નું લખી દીધું છે. બાપ કહે છે ન તો કલ્પ લાખો વર્ષ નું હોય છે, ન સતયુગ લાખો વર્ષ નો હોય છે. કલ્પ ની આયુ ૫ હજાર વર્ષ છે. આ પછી કહી દે કે મનુષ્ય ૮૪ લાખ જન્મ લે છે. મનુષ્ય ને કુતરા-બિલાડી વગેરે બનાવી દીધાં છે. પરંતુ તેમનો જન્મ અલગ છે. ૮૪ લાખ વેરાઈટી છે. મનુષ્યો ની વેરાઈટી એક છે, તેમનાં જ ૮૪ જન્મ છે.

બાપ કહે છે બાળકો, તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં. ભારતવાસી પોતાનાં ધર્મ ને ડ્રામા પ્લાન અનુસાર ભૂલી ગયા છે. કળિયુગ અંત માં બિલકુલ પતિત બની ગયા છે. પછી બાપ આવીને સંગમ પર પાવન બનાવે છે, આને કહેવાય છે દુઃખધામ. પછી પાર્ટ સુખધામ માં હશે. બાપ કહે છે - હે બાળકો, તમે ભારતવાસી જ સ્વર્ગવાસી હતાં. પછી તમે ૮૪ જન્મો ની સીડી ઉતરો છો. સતો થી રજો, તમો માં જરુર આવવાનું છે. આપ દેવતાઓ જેટલાં ધનવાન એવરહેપ્પી (સદા ખુશ), એવરહેલ્થી (સદા સ્વસ્થ) કોઈ નથી હોતાં. ભારત કેટલું સાહૂકાર હતું! હીરા-ઝવેરાત તો મોટાં-મોટાં પથ્થરો ની જેમ હતાં, કેટલાં તો તૂટી ગયા છે. બાપ આપ બાળકો ને સ્મૃતિ અપાવે છે કે તમને કેટલાં સાહૂકાર બનાવ્યાં હતાં. તમે સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ હતાં. યથા રાજા રાણી… આમને ભગવાન-ભગવતી પણ કહી શકાય છે. પરંતુ બાપે સમજાવ્યું છે કે ભગવાન એક છે, એ બાપ છે. ફક્ત ઈશ્વર કે પ્રભુ કહેવાથી પણ યાદ નથી આવતું કે એ સર્વ આત્માઓ નાં બાપ છે. એ તો છે બેહદ નાં બાપ. એ સમજાવે છે કે ભારતવાસી તમે જયંતી મનાવો છો પરંતુ ખરેખર બાપ ક્યારે આવ્યાં હતાં, તે કોઈ પણ નથી જાણતું. છે જ આયરન એજેડ (કળિયુગ), પથ્થરબુદ્ધિ. પારસનાથ હતાં, આ સમયે પથ્થરનાથ છે. નાથ પણ નહીં કહેવાશે કારણકે રાજા-રાણી તો નથી. પહેલાં અહીં દૈવી રાજસ્થાન હતું પછી આસુરી રાજ્ય બની જાય છે. આ ખેલ છે. તે છે હદ નો ડ્રામા. આ છે બેહદ નો ડ્રામા. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી આદિ થી અંત સુધી તમે હમણાં જાણો છો બીજું કોઈ પણ નથી જાણતું. ભારત માં જ્યારે દેવી-દેવતા હતાં તો આખી સૃષ્ટિ નાં માલિક હતાં અને ભારત માં જ હતાં. બાપ ભારતવાસીઓ ને સ્મૃતિ અપાવે છે. સતયુગ માં આદિ સનાતન દેવી-દેવતા, આમનો શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ કર્મ હતાં પછી ૮૪ જન્મ માં ઉતરવું પડે. આ બાબા બેસીને કહાણી સંભળાવે છે કે હવે તમારા અનેક જન્મો નાં અંત નો જન્મ છે. એક ની વાત નથી. નથી યુદ્ધ નું મેદાન વગેરે. ભારતવાસી આ પણ ભૂલી ગયા છે કે આમનું (લક્ષ્મી-નારાયણ નું) રાજ્ય હતું. સતયુગ ની આયુ લાંબી કરવા થી ખુબ દૂર લઈ ગયા છે.

બાપ સમજાવે છે મનુષ્ય ને ભગવાન નથી કહી શકાતાં. મનુષ્ય, મનુષ્ય ની સદ્દગતિ નથી કરી શકતાં. કહેવત છે કે સર્વ નાં સદ્દગતિ દાતા પતિતો નાં પાવન-કર્તા એક છે. આ છે જુઠ ખંડ. સાચાં બાબા સચખંડ સ્થાપન કરવા વાળા છે. ભક્ત પૂજા કરે છે પરંતુ ભક્તિમાર્ગ માં જેમની પણ પૂજા કરતા આવ્યાં છે, એક ની પણ બાયોગ્રાફી (જીવનકહાણી) નથી જાણતાં. શિવ જયંતી તો મનાવે છે. બાપ છે નવી દુનિયા નાં રચયિતા. હેવનલી ગોડફાધર. બેહદ સુખ આપવા વાળા. સતયુગ માં સુખ હતું. તે કેવી રીતે અને કોણે સ્થાપન કર્યું? નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવ્યાં. ભ્રષ્ટાચારીઓ ને શ્રેષ્ઠચારી દેવતા બનાવ્યાં. આ તો બાપ નું જ કામ છે. આપ બાળકો ને પાવન બનાવું છું. તમે સ્વર્ગ નાં માલિક બનો છો. પછી તમને પતિત કોણ બનાવે છે? આ રાવણ. મનુષ્ય કહી દે છે - સુખ-દુઃખ ઈશ્વર આપે છે. બાપ કહે છે હું તો બધાને સુખ આપું છું. અડધોકલ્પ પછી તમે બાપ નું સિમરણ નહીં કરશો પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે તો બધાની પૂજા કરવા લાગી જાય છે. આ તમારો અનેક જન્મો નાં અંત નો જન્મ છે. કહે છે બાબા, અમે કેટલાં જન્મ લીધાં છે? બાપ કહે છે બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. તમે પૂરાં ૮૪ જન્મ લીધાં છે. તમે ૨૧ જન્મ માટે બેહદ નાં બાપ પાસે થી વારસો લેવા આવ્યાં છો અર્થાત્ સાચાં-સાચાં સત્ય બાબા પાસે થી સત્યકથા, નર થી નારાયણ બનવાનું જ્ઞાન સાંભળો છો. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. આ આધ્યાત્મિક નોલેજ સુપ્રીમ રુહ આવીને આપે છે. બાળકોએ દેહી-અભિમાની બનવું પડે. પોતાને આત્મા નિશ્ચય કરી મામેકમ્ યાદ કરો. શિવબાબા તો સર્વ આત્માઓ નાં બાપ છે. આત્માઓ બધા પરમધામ થી પાર્ટ ભજવવા આવે છે, શરીર માં. આને કર્મક્ષેત્ર કહેવાય છે. ખૂબ ભારે ખેલ છે. આત્મા માં ખરાબ કે સારા સંસ્કાર રહે છે. જે અનુસાર જ મનુષ્ય ને જન્મ મળે છે સારો કે ખરાબ. આ જે પાવન હતાં, હમણાં પતિત છે, તત્ ત્વમ્. મુજ બાપ ને આ જૂની રાવણ ની દુનિયા, પતિત શરીર માં આવવું પડે છે. આવવાનું પણ એમાં છે જે પહેલાં નંબર માં જાય છે. સૂર્યવંશી જ પૂરાં ૮૪ જન્મ લે છે. આ છે બ્રહ્મા અને બ્રાહ્મણ. બાપ સમજાવે છે રોજ, પરંતુ પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ બનાવવા માસી નું ઘર નથી. હે આત્માઓ, હવે દેહી-અભિમાની બનો, હે આત્માઓ, એક બાપ ને યાદ કરો અને રાજાઈ ને યાદ કરો. દેહ નાં સંબંધો ને છોડો તો પારસબુદ્ધિ બની જશો. મરવાનું તો બધાએ છે. બધાની હવે વાનપ્રસ્થ અવસ્થા છે. એક સદ્દગુરુ વગર સર્વ નાં સદ્દગતિ દાતા કોઈ બની ન શકે. બાપ કહે છે હે ભારતવાસી બાળકો, તમે પહેલાં પારસબુદ્ધિ હતાં. ગવાયેલું છે કે આત્મા-પરમાત્મા અલગ રહે… તો પહેલાં-પહેલાં તમે ભારતવાસી દેવી-દેવતા ધર્મ વાળા આવ્યાં છો બીજા ધર્મ વાળા પાછળ થી આવે છે તો તેમનાં જન્મ પણ થોડાક હોય છે. આખી સૃષ્ટિ નું ઝાડ કેવી રીતે ફરે છે તે બાપ સમજાવે છે. જે ધારણા કરી શકે છે, તેમનાં માટે ખૂબ સહજ છે. આત્મા ધારણ કરે છે. પુણ્ય આત્મા અને પાપ આત્મા તો આત્મા બને છે. તમારો અંતિમ ૮૪ મો જન્મ છે. તમે વાન્પ્રસ્થ અવસ્થા માં છો. વાનપ્રસ્થ અવસ્થા વાળા ગુરુ કરે છે - મંત્ર લેવા માટે. તમારે હવે બહાર નાં મનુષ્ય ગુરુ નથી કરવાનાં. આપ સર્વ નો હું બાપ, શિક્ષક, સદ્દગુરુ છું. મને કહે જ છે - હે પતિત-પાવન શિવબાબા. હવે સ્મૃતિ આવી છે, સર્વ આત્માઓનાં આ બાપ છે. આત્મા સત્ય છે, ચૈતન્ય છે કારણકે અમર છે. બધા આત્માઓ માં પાર્ટ ભરેલો છે. બાપ પણ સત્ય ચૈતન્ય છે. એ મનુષ્ય સૃષ્ટિ નાં બીજ રુપ હોવાનાં કારણે કહે છે કે હું આખાં ઝાડ નાં આદિ-મધ્ય-અંત ને જાણું છું, એટલે મને નોલેજફુલ કહેવાય છે. તમને પણ બધી નોલેજ છે કે બીજ થી ઝાડ કેવી રીતે નીકળે છે. ઝાડ વધવામાં તો સમય લાગે છે. બાપ કહે છે કે હું બીજરુપ છું. અંત માં આખાં ઝાડ ની જડજડીભૂત અવસ્થા થઈ જાય છે. હમણાં જુઓ દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન નથી. પ્રાયઃલોપ છે. જ્યારે દેવી-દેવતા ધર્મ ગુમ થઈ જાય છે ત્યારે બાપે આવવું પડે. એક ધર્મ ની સ્થાપના કરી બાકી બધાનો વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બાપ સ્થાપના કરાવી રહ્યાં છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની. તમે આવ્યાં છો ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી દેવતા બનવાં. આ ડ્રામા બનેલો છે, આનો અંત નથી થતો. બાપ આવે છે. આત્માઓ બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છે, મૂળવતન માં રહેવાવાળા. જે એ એક બાપ ને બધા યાદ કરે છે. દુઃખ માં સિમરણ સૌ કરે… રાવણ રાજ્ય માં દુઃખ છે. અહીં સિમરણ કરે છે તો બાપ સર્વ નાં સદ્દગતિ દાતા એક છે. એમની મહિમા છે. બાપ ન આવે તો પાવન કોણ બનાવે? ક્રિશ્ચન, ઈસ્લામી વગેરે જે પણ મનુષ્ય છે આ સમયે બધા તમોપ્રધાન છે. બધાએ પુનર્જન્મ જરુર લેવાનો છે. હમણાં પુનર્જન્મ મળે છે નર્ક માં. એવું નથી કે સુખ માં ચાલ્યાં જાય છે. જેવી રીતે હિંદુ ધર્મ વાળા કહે છે કે સ્વર્ગવાસી થયા તો જરુર નર્ક માં હતાં ને? હવે સ્વર્ગ માં ગયાં, તમારા મુખ માં ગુલાબ. જ્યારે સ્વર્ગવાસી થયા પછી તેમને નર્ક નાં આસુરી વૈભવ કેમ ખવડાવો છો? પિતૃ ખવડાવે છે ને? બંગાળ માં માછલી, ઈંડા વગેરે ખવડાવે છે. અરે, તેમને આ બધું ખાવાની દરકાર શું છે? પાછું કોઈ જઈ નથી શકતું. જ્યારે પહેલાં નંબર વાળા ને ૮૪ જન્મ લેવા પડે છે. આ જ્ઞાન માં કોઈ તકલીફ નથી. ભક્તિમાર્ગ માં કેટલી મહેનત છે! રામ-રામ જપતા રોમાંચ ઉભા થઈ જાય છે. આ બધો છે ભક્તિમાર્ગ. આ સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશ કરવાવાળા છે, આ દેવતા થોડી છે? હકીકત માં જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમા અને જ્ઞાન-સિતારાઓ અહીં ની મહિમા છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ ૮૪ માં જન્મ માં કોઈ પણ પાપ કર્મ (વિકર્મ) નથી કરવાનાં. પુણ્ય આત્મા બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. સંપૂર્ણ પાવન બનવાનું છે

2. પોતાની બુદ્ધિ ને પારસબુદ્ધિ બનાવવા માટે દેહ નાં બધા સંબંધો ને ભૂલી દેહી-અભિમાની બનવાનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
જૂનાં સંસ્કારો તથા વિઘ્નો થી મુક્તિ પ્રાપ્ત કરવાવાળા સદા શક્તિ સંપન્ન ભવ

કોઈ પણ પ્રકાર નાં વિઘ્નો થી, કમજોરીઓ થી કે જૂનાં સંસ્કારો થી મુક્તિ ઈચ્છો છો તો શક્તિ ધારણ કરો અર્થાત્ અલંકારી રુપ બનીને રહો. જે અલંકારો થી સદા શૃંગારિત રહે છે તે ભવિષ્ય માં વિષ્ણુવંશી બને છે પરંતુ હમણાં વૈષ્ણવ બની જાય છે. એમને કોઈ પણ તમોગુણી સંકલ્પ તથા સંસ્કાર સ્પર્શ નથી કરી શકતાં. તે જૂની દુનિયા અથવા દુનિયા ની કોઈ પણ વસ્તુ અને વ્યક્તિઓ થી સહજ જ કિનારો કરી લે છે, તેમને કારણે-અકારણે પણ કોઈ સ્પર્શ નથી કરી શકતું.

સ્લોગન :-
દરેક સમયે દરેક કર્મ માં બેલેન્સ રાખવું જ સર્વ ની બ્લેસિંગ પ્રાપ્ત કરવાનું સાધન છે.

આ અવ્યક્ત ઈશારા - નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો

જેવી રીતે પરસ્પર બે મિત્રો હોય છે તો એમની વચ્ચે જો કોઈ એની ગ્લાનિ કરવા આવે છે તો તે એનાં ભાવ ને બદલી દે છે. જ્યાં નિશ્ચય હોય છે ત્યાં શબ્દ નો ભાવ બદલાઈ સાધારણ વાત થઈ જાય છે. તો દરેક ની વિશેષતા ને જુઓ ત્યારે અનેક હોવા છતાં પણ એક દેખાશે. એકમત સંગઠન થઈ જશે. કોઈ કોઈની ગ્લાનિ ની વાતો સંભળાવે તો એને સાથ આપવાને બદલે સંભળાવવા વાળા નું રુપ પરિવર્તન કરી દો.