17-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સૂર્યવંશી રાજય પદ લેવા માટે પોતાનું સર્વસ્વ બાપ પર સ્વાહા કરો , સૂર્યવંશી રાજ્ય પદ અર્થાત્ એરકન્ડિશન ટિકિટ”

પ્રશ્ન :-
આ દુનિયામાં આપ બાળકો થી અધિક ખુશનસીબ કોઈ પણ નથી - કેવી રીતે?

ઉત્તર :-
આપ બાળકો નાં સન્મુખ બેહદ નાં બાપ છે. એમનાથી તમને બેહદ નો વારસો મળી રહ્યો છે. તમે આ સમયે બેહદ બાપ, શિક્ષક અને સદ્દગુરુ નાં બનીને એમનાથી બેહદ ની પ્રાપ્તિ કરો છો. દુનિયા વાળા તો એમને જાણતાં પણ નથી તો તમારા જેવા ખુશનસીબ હોઈ કેવી રીતે શકે!

ગીત :-
બડા ખુશનસીબ હૈ…

ઓમ શાંતિ!
બ્રાહ્મણ કુળભૂષણ બાળકો જાણે છે કે હમણાં અમે બ્રાહ્મણ સંપ્રદાય નાં છીએ પછી દૈવી સંપ્રદાય બનીશું. બાળકોને બાપ બેસી સમજાવે છે - જ્યારે કે બેહદ નાં બાપ સન્મુખ છે અને એમનાથી બેહદ નો વારસો મળી રહ્યો છે. બાકી બીજું શું જોઈએ. ભક્તિમાર્ગ ક્યાર થી ચાલે છે, આ કોઈને ખબર નથી. ભક્તિમાર્ગ વાળા ભક્ત ભગવાન ને અથવા સજની સાજન ને યાદ કરે છે. પરંતુ વન્ડર (આશ્ચર્ય) છે કે એમને જાણતા નથી. એવું ક્યારેય જોયું કે સજની સાજન ને ન જાણે. નહીં તો યાદ કરી જ કેવી રીતે શકે? ભગવાન તો સર્વ નાં બાપ થયાં. બાળકો બાપ ને યાદ કરે છે. પરતું પરિચય વગર યાદ કરવું બધું વ્યર્થ થઈ જાય છે એટલે યાદ કરવાથી કોઈ ફાયદો નથી નીકળતો. યાદ કરતાં કોઇ પણ એ મુખ્ય ઉદ્દેશ ને પામતા નથી. ભગવાન કોણ છે, એમનાથી શું મળશે? કંઈ પણ નથી જાણતાં. આટલાં બધાં ધર્મ ક્રાઈસ્ટ, બૌદ્ધ વગેરે પ્રિસેપ્ટર અથવા ધર્મ સ્થાપન કરવા વાળાને એમનાં ફોલોઅર્સ (અનુયાયીઓ) યાદ કરે છે પરંતુ એમને યાદ કરવાથી પોતાને શું મળવાનું છે, કંઈ પણ ખબર નથી. આનાંથી તો શારીરિક ભણતર સારું છે. મુખ્ય ઉદ્દેશ તો બુદ્ધિમાં રહે છે ને? બાપ થી શું મળે છે? શિક્ષક થી શું મળે છે? અને ગુરુ થી શું મળે છે? આ બીજું કોઈ પણ નથી સમજી શકતું. તમે અહીં બાપ નાં પછી શિક્ષક નાં પછી સદગુરુ નાં બનો છો. બાપ અને શિક્ષક થી ગુરુ ઊંચા હોય છે. હમણાં આપ બાળકોને નિશ્ચય થયો છે કે અમે બાપ નાં બન્યાં છીએ. બાબા અમને પ હજાર વર્ષ પહેલાં ની જેમ આવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે અથવા શાંતિધામ નાં માલિક બનાવે છે. બાપ કહે છે - લાડલાં બાળકો, તમે મારાથી પોતાનો વારસો લેશો ને! બધા કહે છે, હા, બાબા કેમ નહીં લઈશું. અચ્છા - ચંદ્રવંશી રામ પદ પામવામાં રાજી થશો? તમને શું જોઈએ? બાપ સૌગાત (ભેંટ) લઈ આવ્યાં છે. તમે સૂર્યવંશી લક્ષ્મી ને પરણશો કે ચંદ્રવંશી સીતા ને? તમે પોતાની શકલ (ચહેરો) તો જુઓ. શ્રીનારાયણ ને કે શ્રીલક્ષ્મી ને પરણવા ને લાયક છો? લાયક બન્યાં વગર પરણી કેવી રીતે શકશો? હવે બાપ બેસી સમજાવે છે - હૂબહૂ જેમ કલ્પ પહેલા સમજાવ્યું હતું ફરીથી સમજાવી રહ્યાં છે. તમે ફરીથી આવીને વારસો લઈ રહ્યાં છો. તમારો મુખ્ય ઉદ્દેશ જ છે બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો લેવાનો. તે છે સૂર્યવંશી રાજ્ય પદ, સેકન્ડ ગ્રેડ છે ચંદ્રવંશી. જેમ એરકન્ડિશન, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ હોય છે ને. તો સતયુગ ની આખી રાજધાની, એરકન્ડિશન સમજો. એરકન્ડિશન થી ઊંચું તો કંઈ હોતું નથી. પછી છે ફર્સ્ટ ક્લાસ. તો હવે બાપ કહે છે - એરકન્ડિશન નું સૂર્યવંશી રાજ્ય લેશો કે ચંદ્રવંશી ફર્સ્ટ ક્લાસ નું? એનાંથી પણ ઓછું તો પછી સેકન્ડ ક્લાસ માં નંબરવાર વારિસ બનો પછી તમે પાછળ-પાછળ આવીને રાજ્ય મેળવશો. નહીં તો થર્ડક્લાસ પ્રજા પછી એમાં પણ ટિકિટ રિઝર્વ (આરક્ષિત) હોય છે. ફર્સ્ટક્લાસ રીઝર્વ, સેકન્ડ ક્લાસ રીઝર્વ, નંબરવાર વિભાગ હોય છે ને! બાકી સુખ તો ત્યાં છે જ. અલગ-અલગ કમ્પાર્ટમેન્ટ તો છે ને. સાહૂકાર વ્યક્તિ ટિકિટ લેશે એરકન્ડિશન ની. તમારા માં સાહુકાર કોણ બને છે? જે સર્વસ્વ બાપ ને આપી દે છે. બાબા આ સર્વસ્વ તમારું છે. ભારત માં જ મહિમા ગવાયેલી છે - સોદાગર, રત્નાગર, જાદુગર આ મહિમા છે બાપ ની, ન કે કૃષ્ણ ની. કૃષ્ણએ તો વારસો લીધો, સતયુગ માં પ્રારબ્ધ મેળવી. તે પણ બાબા નાં બન્યાં. પ્રારબ્ધ ક્યાંક થી તો મેળવી હશે ને! લક્ષ્મી-નારાયણ સતયુગ માં પ્રારબ્ધ ભોગવે છે. હવે આપ બાળકો સારી રીતે જાણો છો, જરુર એમણે ભૂતકાળ માં પ્રારબ્ધ બનાવી હશે ને! નહેરુ ની પ્રારબ્ધ કેટલી સારી હતી. જરુર સારા કર્મ કર્યા હતાં. વગર તાજે ભારત નાં બાદશાહ હતાં. ભારત ની મહિમા તો ખુબ છે. ભારત જેવો ઊંચો દેશ કોઈ હોઈ ન શકે. ભારત પરમપિતા પરમાત્મા ની જન્મભૂમિ છે. આ રહસ્ય કોઈની બુદ્ધિમાં નથી બેસતું. પરમાત્મા જ સૌને સુખ-શાંતિ આપે છે, અડધાકલ્પ માટે. ભારત જ નંબરવન તીર્થસ્થાન છે. પરંતુ ડ્રામા અનુસાર એક બાપ ને ભૂલવાથી સૃષ્ટિ ની હાલત કેવી થઈ ગઈ છે એટલે શિવબાબા ફરી થી આવે છે. નિમિત્ત તો કોઈ બને છે ને.

હવે બાપ કહે છે - અશરીરી ભવ, પોતાને આત્મા નિશ્ચય કરો. હું આત્મા કોની સંતાન છું, આ કોઈ જાણતું નથી. વન્ડર (અદ્દભુત) છે ને. કહે પણ છે, ઓ ગોડ ફાધર રહેમ કરો. શિવ જયંતી પણ મનાવે છે, પરંતુ એ ક્યારે આવ્યાં હતાં, કોઈને ખબર નથી. અને આ છે પ હજાર વર્ષ ની વાત. બાપ જ આવીને નવી દુનિયા સતયુગ સ્થાપન કરે છે. સતયુગ ની આયુ લાખો વર્ષ તો નથી. તો ઘોર અંધારું છે ને. ગીતા નો ઉપદેશ કેટલાં આવીને સાંભળે છે. પરતું ન ભણાવવા વાળા, ન ભણવા વાળા કંઈ સમજે છે. બાપ કેટલું સહજ કરી સમજાવે છે, ફક્ત બાપ ને યાદ કરો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનો. વિષ્ણુ ને જ બધા અલંકાર આપ્યાં છે. શંખ પણ આપ્યો છે, ફૂલ પણ આપ્યું છે. હકીકત માં દેવતાઓને થોડી અપાય છે. આ કેટલી ગુહ્ય ગંભીર વાતો છે. છે બ્રાહ્મણો નાં અલંકાર. પરંતુ બ્રાહ્મણો ને કેવી રીતે આપે, આજે બ્રાહ્મણ છે, કાલે શૂદ્ર બની જાય છે. બ્રહ્માકુમાર જ શુદ્ર કુમાર બની પડે છે. માયા મોડું નથી કરતી. જો કોઈ ગફલત કરી, બાપ ની શ્રીમત પર ન ચાલ્યાં, બુદ્ધિ ખરાબ થઈ, માયા સારી રીતે થપ્પડ મારી મુખ ફેરવી લે છે. મનુષ્ય ગુસ્સા માં કહે છે ને - થપ્પડ મારી મોઢું ફેરવી દઈશ. તો માયા પણ એવી છે. બાપ ને ભૂલ્યાં અને માયા એક સેકન્ડ માં થપ્પડ મારી મુખ ફેરવી દે છે. એક સેકન્ડમાં જીવનમુક્તિ પામે છે. માયા સેકન્ડ માં જીવનમુક્તિ ખતમ કરી દે છે. કેટલાં સારા-સારા બાળકો ને માયા પકડી લે છે. જુએ છે ક્યાંય ગફલત માં છે તો જ ઝટ થપ્પડ લગાવી દે છે. બાપ તો આવીને જૂની દુનિયાથી મુખ ફેરવે છે. લૌકિક બાપ કોઈ ગરીબ હોય છે, જૂની ઝુંપડી માં રહે છે પછી નવી બનાવે છે તો બાળકો ની બુદ્ધિ માં બેસી જાય છે બસ હવે નવું મકાન તૈયાર થશે, અમે જઈને બેસીશું. આ જૂનું તોડી દેશે. હવે બાપ તમારા માટે હથેળી પર બહિશ્ત અથવા વૈકુંઠ લાવ્યાં છે. કહે છે લાડલાં બાળકો, આત્માઓ થી વાત કરે છે. આ આંખો દ્વારા આપ બાળકોને જોઈ રહ્યાં છે. બાપ સમજાવે છે - હું પણ ડ્રામા નાં વશ છું. એવું નહીં ડ્રામા વગર કંઈ કરી શકું છું. ના, બાળકો બીમાર પડે છે, એવું નહીં હું ઠીક કરી દઈશ. ઓપરેશન કરવાથી છોડાવી દઇશ. ના, કર્મભોગ તો બધાએ ભોગવવાનાં જ છે. તમારા ઉપર તો બોઝ ખુબ જ છે કારણ કે તમે સૌથી જૂના છો. સતોપ્રધાન થી એકદમ તમોપ્રધાન બન્યાં છો. હમણાં આપ બાળકોને બાપ મળ્યા છે તો બાપ થી વારસો લેવો જોઈએ. તમે જાણો છો કલ્પ-કલ્પ ડ્રામા અનુસાર આપણે બાપ થી વારસો લઈએ છીએ. જે સૂર્યવંશી, ચંદ્રવંશી વંશજ હશે તે અવશ્ય આવશે. જે દેવતા હતાં પછી શૂદ્ર બની ગયાં છે ફરી તે જ બ્રાહ્મણ બની દૈવી સંપ્રદાય બનશે. આ વાતો બાપ વગર કોઈ સમજાવી ન શકે.

બાપ ને આપ બાળકો કેટલાં મીઠાં લાગો છો. કહે છે, તમે એ જ કલ્પ પહેલાં વાળા મારા બાળકો છો. હું કલ્પ-કલ્પ તમને આવીને ભણાવું છું. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. નિરાકાર ભગવાનુવાચ. શરીર થી વાચ (વાત) કરશે ને. શરીર અલગ થઈ જાય છે તો આત્મા વાત નથી કરી શકતી. આત્મા ડીટેચ (અલગ) થઈ જાય છે. હવે બાપ કહે છે-અશરીરી ભવ. એવું નહીં કે પ્રાણાયામ વગેરે ચઢાવવાનું છે. ના, સમજવાનું છે હું આત્મા અવિનાશી છું. મારા આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. બાપ પોતે કહે છે - મારો આત્મા પણ જે એક્ટ (કર્મ) કરે છે, તે બધો પાર્ટ ભરેલો છે. ભક્તિમાર્ગ માં ત્યાં પાર્ટ ચાલે છે પછી જ્ઞાનમાર્ગ માં અહીં આવીને જ્ઞાન આપું છું. ભક્તિમાર્ગ વાળાને જ્ઞાન ની ખબર જ નથી. કોઈએ દારુ પીધો નથી તો સ્વાદ ની કેવી રીતે ખબર હોય. જ્ઞાન પણ જ્યારે લે ત્યારે ખબર પડે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે તો જરુર જ્ઞાન સાગર જ સદ્દગતિ કરી શકે છે. બાપ કહે છે હું સર્વ નો સદ્દગતિ દાતા છું. સર્વોદય લીડર છે ને. કેટલાં પ્રકાર-પ્રકાર નાં છે. હકીકત માં તો સર્વ પર દયા કરવા વાળા બાપ છે. બાપ ને કહે છે - હે ભગવાન રહેમ કરો. બધા પર રહેમ કરો. તો બધા ઉપર રહેમ એ કરે છે, બાકી બધા છે હદ નાં રહેમ કરવા વાળા. બાપ તો આખી દુનિયા ને સતોપ્રધાન બનાવે છે. એમાં તત્વ પણ સતોપ્રધાન બની જાય છે. આ કામ છે જ પરમાત્મા નું. તો સર્વોદયા નો અર્થ કેટલો વિશાળ છે. એકદમ બધાં પર દયા કરી દે છે. સ્વર્ગ ની સ્થાપના માં કોઈ પણ દુઃખી નથી થતું. ત્યાં નંબરવન ફર્નિચર, વૈભવ વગેરે મળે છે. દુ:ખ આપવા વાળા જાનવર, માખી વગેરે કોઈ નથી હોતું. ત્યાં પણ મોટા માણસો નાં ઘર માં કેટલી સ્વચ્છતા હોય છે. ક્યારેય તમે માખી નહીં જોશો. કોઈ મચ્છર વગેરે ઘૂસી ન શકે. સ્વર્ગ માં કોઈની તાકાત નથી જે આવી શકે. ગંદ કરવા વાળી કોઈ વસ્તુ હોતી નથી. કુદરતી ફૂલો વગેરે ની સુગંધ હોય છે. તમને સૂક્ષ્મવતન માં બાબા શૂબીરસ પીવડાવે છે. હવે સૂક્ષ્મ વતન માં તો કંઈ પણ નથી. આ બધો સાક્ષાત્કાર છે. વૈકુંઠ માં કેટલાં સારા-સારા ફૂલ, બગીચા વગેરે હોય છે. સૂક્ષ્મવતન માં થોડી બગીચા રાખ્યાં છે. આ બધો છે સાક્ષાત્કાર. અહીં બેઠાં તમે સાક્ષાત્કાર કરો છો.

ગીત પણ ખુબ ફર્સ્ટક્લાસ છે. તમે જાણો છો - આપણને બાપ મળ્યાં છે બીજું શું જોઈએ? બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો લઈએ છીએ તો બાપ ને યાદ કરવાં જોઈએ. બાપ ની મત પ્રસિદ્ધ છે. શ્રીમત થી આપણે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનશું. બાકી છે બધાની આસુરી મત, એટલે તેઓ જાણતા નથી કે સતયુગ માં સદૈવ સુખ હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. નાનપણ માં તે જ રાધા-કૃષ્ણ છે, એમનાં ચરિત્ર વગેરે કંઈ નથી. સ્વર્ગ માં તો બધાં બાળકો બહુજ ફર્સ્ટ ક્લાસ હોય છે. ચંચળતા ની કોઈ વાત જ નથી હોતી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યારે આ જૂની દુનિયા થી મુખ ફેરવી લીધું તો પછી એવી કોઈ ભૂલો નથી કરવાની જે માયા પોતાની તરફ મુખ કરી લે. શ્રીમત ની અવજ્ઞા નથી કરવાની. બાપ થી પૂરો વારસો લેવાનો છે.

2. બાપ પર પોતાનું સર્વસ્વ સ્વાહા કરી પાક્કા વારિસ બની સતયુગી એરકન્ડિશન ની ટીકીટ લેવાની છે. મુખ્ય ઉદ્દેશ ને બુદ્ધિ માં રાખી પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સ્વ - સ્થિતિ દ્વારા સર્વ પરિસ્થિતિઓ નો સામનો કરવાવાળા અવ્યક્ત સ્થિતિ નાં અભ્યાસી ભવ

જ્યારે અવ્યક્ત સ્થિતિ નાં અભ્યાસ ની આદત બની જશે ત્યારે સ્વસ્થિતિ દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો. અને આ આદત અદાલત માં જવાથી બચાવી દેશે એટલે આ અભ્યાસ ને જ્યારે નેચરલ અને નેચર બનાવો ત્યારે નેચરલ કેલલામિટીજ થાય કારણકે જ્યારે સામનો કરવાવાળા સ્વ સ્થિતિ થી દરેક પરિસ્થિતિને પાર કરવાની શક્તિ ધારણ કરી લેશે ત્યારે પડદો ખુલશે. એના માટે જૂની આદતો થી, જૂનાં સંસ્કારો થી, જૂની વાતો થી… પૂરું વૈરાગ્ય જોઈએ.

સ્લોગન :-
સ્વયંને નિમિત્ત કરનહાર સમજો તો કોઈ પણ કર્મ માં થકાવટ ન હોઈ શકે.

માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય - “ મનુષ્ય - લોક , દેવ - લોક , ભૂત - પ્રેતો ની દુનિયા નો વિસ્તાર”

ઘણાં મનુષ્ય પ્રશ્ન કરે છે - આ જે અશુદ્ધ જીવાત્માઓ જેને ઘોસ્ટ (ભૂતપ્રેત) કહેવાય છે, આ સાચું છે કે કલ્પના છે? અથવા વહેમ છે? એનાં પર આજે સ્પષ્ટ સમજાવાય છે કે મનુષ્ય આત્મા જ્યારે વિકર્મ કરે છે તો એને અનેક પ્રકાર થી સજાઓ ભોગવવી અવશ્ય પડે છે અને ભોગવવાની પણ મનુષ્ય જન્મ માં છે, ન કે જાનવર, પક્ષી અને પશુ યોનિ માં. મનુષ્ય, મનુષ્ય જ બને છે. મનુષ્ય આત્મા અલગ છે અને જાનવરો નો આત્મા અલગ છે, મનુષ્ય ક્યારેય જાનવર નથી બનતા અને ન જાનવર ક્યારેય મનુષ્ય બની શકે છે. એમની દુનિયા પોતાની છે, આ મનુષ્ય આત્માઓની દુનિયા પોતાની છે. દુઃખ-સુખ ભોગવવાની મહેસૂસતા મનુષ્ય માં વધારે છે, ન કે જાનવરો માં. જ્યારે આપણે શુદ્ધ કર્મ કરવાથી સુખ પણ મનુષ્ય તન માં પામીએ છીએ તો દુઃખ પણ જરુર મનુષ્ય તન માં જ આવીને ભોગવવાનું છે. બીજું આ જ્ઞાન સાંભળવાની બુદ્ધિ પણ મનુષ્ય તન માં જ હોય છે, ન કે જાનવરો માં, તો આ સૃષ્ટિ ખેલ માં મુખ્ય પાર્ટ મનુષ્યો નો છે. આ જાનવર, પક્ષી વગેરે તો જેમ સૃષ્ટિ ડ્રામા ની શોભા છે, આખાં કલ્પ ની અંદર સતયુગ આદિ થી કળિયુગ નાં અંત સુધી મનુષ્ય આત્માઓનાં ૮૪ જન્મ છે, બાકી આ ૮૪ લાખ તો જાનવર, પક્ષી વગેરે ની વેરાઈટી હોઈ શકે છે. હવે આ બધા રહસ્ય પરમાત્મા વગર કોઈ નથી સમજાવી શકતું. આત્માઓનું નિવાસ સ્થાન છે બ્રહ્મ તત્વ અર્થાત્ નિરાકારી દુનિયા, બાકી આ જાનવરો નાં આત્માઓ બ્રહ્મ તત્વ માં નથી જઈ શકતાં, તે આ આકાશ તત્વ ની અંદર જ પાર્ટ ભજવે છે, એમનો પણ મર્જ (વિસ્મૃતિ), ઈમર્જ (સ્મૃતિ) નો અને સતો, રજો, તમો માં આવવાનો પાર્ટ હોય છે એટલે આપણે પ્રકૃતિ નાં બહુજ વિસ્તાર માં ન જઈને પહેલા પોતાનાં આત્માનું કલ્યાણ કરીએ અર્થાત્ મનમનાભવ. હવે આવીએ છીએ મનુષ્ય આત્મા પર, તો જે આત્માઓ અશુદ્ધ કર્મ કરવાથી વિકર્મ બનાવે છે તો પોતાનાં અશુદ્ધ સંસ્કાર અનુસાર જન્મ-મરણ નાં ચક્કર માં આવી આદિ-મધ્ય-અંત અર્થાત્ મરવાનાં સમયે પોતાનાં કરેલાં વિકર્મો નો સાક્ષાત્કાર કરી સૂક્ષ્મ માં સજાઓ ભોગવે છે. આ થોડા સમય માં અનેક જન્મો નું દુઃખ મહેસૂસ થાય છે પછી શરીર છોડી જઈ ને ગર્ભ જેલ માં દુઃખ ભોગવે છે અને પછી સંસ્કાર અનુસાર એવાં માતા-પિતા ની પાસે જન્મ લઈ ત્યાં પણ પોતાનાં જીવન માં સુખ-દુઃખ ભોગવે છે, આને કહેવાય છે આદિ-મધ્ય-અંત. પરંતુ કોઈ આત્મા શરીર ન ધારણ કરી આકારી રુપમાં આ આકાશ તત્વ ની અંદર ભૂતપ્રેત બનીને ભટકતી રહે છે, આ પણ એક સજા છે અર્થાત ભોગના છે. તે અશુદ્ધ જીવાત્મા નાં સાથે કોઈ નો હિસાબ-કિતાબ હોય છે તો તે એમાં પ્રવેશ કરી એમને દુઃખ આપે છે અર્થાત્ હિસાબ-કિતાબ ચુક્તૂં કરી પછી જઈને પોતાનું શરીર ધારણ કરે છે. કોઈ જીવાત્મા તો જેમાં પ્રવેશ કરે છે એમને બહુજ મારે પણ છે, ખુબ કષ્ટ આપે છે પરંતુ આ બધું હિસાબ-કિતાબ ની અંદર ભોગના નાં પ્રકાર છે, જે બધું મનુષ્ય તન માં જ સુખ-દુઃખ મહેસૂસ થાય છે. આ તો તમને સમજાવાયું છે કે જે આત્મા મુક્તિધામ થી આ સાકારી ખેલ માં આવે છે તે વચ્ચે પાછી મુક્તિધામ માં જઈ નથી શકતો, પરંતુ પોતાનાં કરેલાં અશુદ્ધ, શુદ્ધ કર્મો અનુસાર સંસ્કાર લઈ દુઃખ-સુખ નાં ચક્કર માં આવે છે. બધા આત્માઓનો પુનર્જન્મ થાય છે ફક્ત એક પરમાત્મા નો નથી થતો. અચ્છા.

આ અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

બાપદાદાને બધાથી પ્રિય સાફ દિલવાળા બાળકો છે. સાફ દિલ સદા બાપદાદા નાં દિલ તખ્તનશીન છે. તે વૃત્તિ માં, દૃષ્ટિ માં, બોલ માં, સંબંધ-સંપર્ક માં સરળ અને સ્પષ્ટ એક સમાન દેખાય છે. સરળતા ની નિશાની છે - દિલ, દિમાગ, બોલ માં એક સમાન. દિલ માં એક, બોલ માં બીજું - આ સરળતા ની નિશાની નથી. સરળ સ્વભાવ વાળા સદા નિર્માણચિત્ત, નિરહંકારી, નિ:સ્વાર્થી હોય છે. તે સરળચિત્ત, સરળ વાણી, સરળ વૃત્તિ, સરળ દૃષ્ટિ વાળા હોય છે.