17-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
અને દાદા ની પણ વન્ડરફુલ ( અદ્દભુત ) કહાણી છે , બાપ જ્યારે દાદા માં પ્રવેશ કરે
ત્યારે તમે બ્રહ્માકુમાર - કુમારી વારસા નાં અધિકારી બનો”
પ્રશ્ન :-
નિશ્ચિત ડ્રામા ને
જાણતાં હોવા છતાં પણ આપ બાળકોએ કયું લક્ષ અવશ્ય રાખવાનું છે?
ઉત્તર :-
પુરુષાર્થ કરી ગેલપ કરવાનું અર્થાત્ વિનાશ નાં પહેલાં બાપ ની યાદ માં રહી કર્માતીત
બનવાનું લક્ષ રાખવાનું છે. કર્માતીત અર્થાત્ આયરન એજડ (તમોપ્રધાન) થી ગોલ્ડન એજડ (સતોપ્રધાન)
બનવું. પુરુષાર્થ નો આ જ થોડોક સમય છે એટલે વિનાશ પહેલાં પોતાની અવસ્થા ને અચળ-અડોલ
બનાવવાની છે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ. આ
બંને કોણ કહે છે? એક હતાં બાબા, એક હતાં દાદા. કહાણી સંભળાવે છે ને - એક હતો રાજા,
એક હતી રાણી. હવે આ પછી છે નવી વાતો. એક બાબા એક દાદા તમે કહેશો ૫ હજાર વર્ષ પહેલાં
પણ એક હતાં શિવબાબા, બીજા હતાં દાદા. હવે શિવ નાં બાળકો તો બધાં છે. બધા આત્માઓ એક
બાપ નાં સંતાન છે. એ તો છે જ છે. બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ પણ હતાં, પ્રજાપિતા
બ્રહ્માનાં સંતાન બ્રહ્મા કુમાર-કુમારીઓ હતાં. તેમને કોણ ભણાવતાં હતાં? શિવબાબા.
પ્રજાપિતા બ્રહ્માનાં આ બ્રહ્માકુમાર-કુમારીઓ અસંખ્ય બાળકો છે ને.
બ્રહ્માકુમાર-કુમારીઓ માને છે બરોબર અમે શિવબાબા નાં બાળકો પણ છીએ, પૌત્ર પણ છીએ.
બાળકો તો છે જ, હવે પૌત્ર બન્યાં છે. બ્રહ્મા દ્વારા દાદા પાસેથી વારસો લેવાં. હવે
તમને દાદા પાસેથી વારસો મળે છે, જેને શિવબાબા કહેવાય છે. પરંતુ
બ્રહ્માકુમાર-કુમારીઓ હોવાનાં કારણે એમને આપણે દાદા કહીએ છીએ. વારસો દાદા નો છે.
બ્રહ્મા દાદા નો નથી. વૈકુંઠવાસી બનવાનો વારસો એ બાપ પાસેથી મળે છે. અડધોકલ્પ વારસો
મેળવો છો પછી તમને શ્રાપ મળે છે - રાવણ થી. નીચે ઉતરતાં આવો છો. જેમ કે ગ્રહચારી
બેસે છે, નીચે ઉતરવાની. હવે આપ બાળકો સમજો છો - અમારી ગ્રહચારી રાહુ ની દશા પૂરી થઈ.
રાહુની દશા છે સૌથી ખરાબ. ઊંચે થી ઊંચ બૃહસ્પતિ ની દશા પછી રાહુની દશા બેસી તો ૫
વિકારો નાં કારણે આપણે કાળા થઈ ગયાં. હવે ફરી બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. છે
તમારી વાત. તેમણે પછી સૂર્ય-ચંદ્ર નું ગ્રહણ સમજી લીધું છે. જ્યારે ગ્રહણ લાગે છે
તો દાન માંગે છે. અહીં બાપ તમને કહે છે ૫ વિકારો નું દાન આપો તો ગ્રહચારી ઉતરી જશે.
આ વિકારો થી જ તમે પાપાત્મા બન્યાં છો. મુખ્ય છે દેહ-અભિમાન. પહેલાં એવાં સતોપ્રધાન
હતાં, પછી સતો-રજો-તમો બન્યાં છો. ૮૪ જન્મ લીધાં છે. આ તો પાક્કો નિશ્ચય છે બરોબર
દેવતાઓ જ ૮૪ જન્મ લે છે. પહેલાં તેમને જ મળવું જોઈએ બાપ થી. ગવાયેલું છે આત્માઓ
પરમાત્મા અલગ રહ્યાં… બાપ કહે છે - પહેલાં-પહેલાં તમને સતયુગ માં મોકલ્યાં હતાં. ફરી
હવે તમે જ આવીને મળ્યાં છો. પહેલાં તો ફક્ત ગાતાં હતાં તેનો યથાર્થ અર્થ હવે બાપ
બેસી સમજાવે છે. બધાં વેદ-શાસ્ત્ર, જપ-તપ, સુવિચાર વગેરે જે પણ છે બધા નો સાર બાપ
બેસી સમજાવે છે. ચક્ર તો બિલકુલ સહજ છે. હમણાં કળિયુગ અને સતયુગ નો સંગમ છે. લડાઈ
પણ સામે ઉભી છે. આ પણ તમને નિશ્ચય છે - સતયુગ ની સ્થાપના થાય છે. કળિયુગ માં જેટલાં
પણ છે, તે બધાનાં શરીર ખલાસ થઈ જશે, બાકી આત્માઓ પવિત્ર બની હિસાબ-કિતાબ ચૂક્તું કરી
જશે. આ બધાનો કયામત નો સમય છે. આત્માઓ શરીર છોડી ચાલ્યાં જશે. આ તમારી બુદ્ધિ માં
હમણાં છે. જ્યાં સુધી આપણે કર્માતીત અવસ્થા ને પામીએ ત્યાં સુધી સંગમ પર ઉભાં છીએ.
એક તરફ છે કરોડો મનુષ્ય, બીજી તરફ છો ફક્ત તમે થોડાંક. તમારામાં પણ કેટલાં છે જે
નિશ્ચયબુદ્ધિ થતાં જાય છે. નિશ્ચયબુદ્ધિ વિજયંતી પછી જઈને વિષ્ણુ નાં ગળા ની માળા
બનશે. એક છે રુદ્રાક્ષની માળા, બીજી છે રુંડ માળા. તે રુંડ માળા માં નાની-નાની શકલ
હોય છે. આ નિશાની છે. આપણે આત્માઓ જ આવીને પછી બાપ નાં ગળા ની માળા નાં દાણા બનીશું
પછી અહીં આવીશું નંબરવાર. માળા ૮ ની પણ છે, ૧૦૮ ની પણ છે, ૧૬,૧૦૮ ની પણ છે. હવે ૧૬
હજાર છે કે ૫-૧૦ હજાર છે, તેનો કોઇ હિસાબ નથી કાઢી શકાતો. આ માળાઓ ગવાય છે. બાબા કહે
છે આ બધો તમે કેમ વિચાર કરો છો. જેટલાં પણ રાજાઓ કલ્પ પહેલાં સતયુગ-ત્રેતા માં બન્યાં
હતાં, એટલાં જ બનશે. ૧૦૦ બને કે ૨૦૦-૩૦૦ બને - આ પૂછવાનું નથી.
બાપ કહે છે - તમે
જેટલાં નજીક આવતા જશો તો આ બધું સમજી જશો. આજે આપણે અહીં છીએ કાલે વિનાશ થશે પછી
સતયુગ માં થોડાં દેવી-દેવતા હશે. પછી વૃદ્ધિને પામે છે. સતયુગ નાં આસાર પણ જોવા મળે
છે. બાકી લાખો જઈને રહેશે પછી લાખ રહે કે ૯-૧૦ લાખ રહે, એક્યુરેટ ન કહી શકાય. હાં
તમે જ્યારે એક્યુરેટ સંપૂર્ણ બનવાનાં લાયક બનશો ત્યારે તમને વધારે સાક્ષાત્કાર થઈ
જશે. હમણાં તો ઘણું બધું સમજવાનો સમય બાકી છે. ખુબ સાક્ષાત્કાર કરતા રહેશો. લડાઈ ની
તૈયારીઓ પણ ખૂબ થતી રહે છે. બધી વસ્તુઓ મોંઘી થતી જશે. વિલાયત માં પણ હવે ખૂબ ટેક્સ
વગેરે લાગતાં રહેશે. ખૂબ-ખૂબ મોંઘવારી થઈને પછી એકદમ સસ્તાઈ થઈ જશે. સતયુગ માં કોઈ
વસ્તુ પર ખર્ચો નહીં થશે. બધી ખાણો વગેરે ભરપૂર થઈ જશે. નવી દુનિયામાં વૈભવ ખૂબ હોય
છે. લક્ષ્મી-નારાયણ ની પાસે ખૂબ વૈભવ હતાં ને. શ્રીનાથ દ્વારા માં મૂર્તિઓની આગળ પણ
કેટલાં વૈભવો નો ભોગ લગાવે છે. ત્યાં ખૂબ માલ બનાવે છે અને ખાતાં રહે છે. કહેશે અમે
દેવતાઓને ભોગ ચઢાવીએ છીએ. કહેશે દેવતાઓ ને ભોગ નહીં લગાવીશું તો તે નારાજ થઈ જશે.
હવે આમાં નારાજ થવાની તો વાત જ નથી. તમે કોઈ પર નારાજ નથી થતાં. જાણો છો ડ્રામા
અનુસાર આ વિનાશ થવાનો જ છે. કળિયુગ થી બદલાઈ સતયુગ થશે. આપણે ડ્રામા ને સમજીએ છીએ
કે ડ્રામા અનુસાર હવે નવું ચક્ર શરું થવાનું છે. તમે પણ ડ્રામા નાં વશ છો. ડ્રામા
અનુસાર બાપ પણ આવેલાં છે. ડ્રામા માં એક મિનિટ પણ નીચે-ઉપર નથી થઈ શકતી. જેવી રીતે
બાબા આવ્યાં તમે જોયું કલ્પ બાદ પણ હૂબહૂ એવું થશે. શાસ્ત્રો માં તો કલ્પ ની આયુ
લાંબી લખી દીધી છે. હવે આપ બાળકોની બુદ્ધિમાં છે બરોબર વિનાશ સામે ઉભો છે. હમણાં તમે
ગૈલપ કરી રહ્યાં છો. જાણો છો બાપ ને યાદ કરી આપણે કર્માતીત અવસ્થા ને જરુર પામવાની
છે અર્થાત્ આયરન એજ (તમોપ્રધાન) થી ગોલ્ડન એજ (સતોપ્રધાન) બનવાનું છે. હમણાં જો
પુરુષાર્થ નહીં કરશો તો પદ ભ્રષ્ટ થઈ જશે. હે આત્માઓ, હમણાં તમે પતિત બની ગયાં છો.
આ પણ જાણો છો ઘણાં પ્રકાર નાં આવશે જે બીજા ધર્મ માં બદલી થઇ ગયાં છે તે નીકળી આવતાં
રહેશે. આવીને પોતાનો પુરુષાર્થ કરતાં રહેશે - બાપ પાસેથી વારસા મેળવવાનો. બ્રાહ્મણ
ધર્મ માં આવીને પછી દેવતા ધર્મ માં આવશે. બ્રાહ્મણ ધર્મ માં નહીં આવશે તો દેવતા
ધર્મ માં કેવી રીતે આવશે? બ્રાહ્મણ દિવસે-દિવસે વૃદ્ધિ ને પામતાં રહેશે. જોશે વિનાશ
સામે આવી ગયો છે, આ તો ઠીક કહે છે પછી વૃદ્ધિ થતી જશે. બ્રાહ્મણોનું ઝાડ વૃદ્ધિને
પામીને ફુલ (સંપૂર્ણ) થઈ જશે પછી પાછાં જશે. દેવતાઓનું ઝાડ વધશે.
હમણાં તમે સંગમ પર
રાજયોગ શીખી રહ્યાં છો. આ સંગમ ને કલ્યાણકારી યુગ કહેવાય છે. સંગમ નું જ ગાયન છે -
ગંગા-સાગર નો મેળો દેખાડે છે. તે બધું છે ભક્તિમાર્ગ નું. આ છે જ્ઞાનસાગર અને
જ્ઞાનસાગર થી નીકળેલી જ્ઞાન-ગંગાઓ. જ્ઞાનસાગર થી પતિત-પાવન શબ્દ લાગે છે. તેઓ સમજે
છે - પતિત પાવની ગંગા છે અને પછી ગંગા માં સ્નાન કરતાં જ આવે છે. આ નદીઓ તો સતયુગ
થી લઈને ચાલતી આવે છે, આજકાલ તો નદીઓ પણ ક્યાંક-ક્યાંક ડુબાડી દે છે. પ્રકૃતિ પણ
તમોપ્રધાન, સાગર પણ તમોપ્રધાન થઇ ગયો છે. સાગર થોડો ઉછળશે તો બધું ખલાસ કરી દેશે.
સતયુગ માં ફક્ત આપણે થોડાક જ ભારત માં રહીએ છીએ - યમુના નાં કાંઠા પર. દિલ્લી
પરીસ્થાન હતું ફરી બનવાનું છે. સતયુગ માં થોડાં જીવ આત્માઓ રહે છે પછી ધીરે-ધીરે
આવતા જાય છે. હમણાં છે કળિયુગ નો અંત. કેટલાં અસંખ્ય મનુષ્ય થઈ ગયાં છે, બેહદ નું
નાટક છે, જેને સારી રીતે સમજવાનું છે. ભલે કોઈ પોતાને એક્ટર સમજે પણ છે પરંતુ કલ્પ
૫ હજાર વર્ષ નું છે, આ કોઈને પણ ખબર નથી. ક્યાં ૮૪ જન્મ, ક્યાં ૮૪ લાખ. હમણાં તમે
રોશની માં છો. તમને બાપ પાસેથી વારસો મળે છે. બાપ કહે છે - મનમનાભવ. બાપ ને યાદ
કરવાનાં છે. શિવ ભગવાનુવાચ, કૃષ્ણ થોડી જ્ઞાન નાં સાગર છે. ભગવાન ની મહિમા માં અને
દેવતાઓની મહિમા માં ખૂબ ફરક છે. બાપ જે નવી રચના રચે છે, એમની મહિમા છે સર્વગુણ
સમ્પન્ન… હવે તમે એવાં બની રહ્યાં છો. બાપની મહિમા અને આમની મહિમા માં રાત-દિવસ નો
ફરક છે. આ રાજયોગ છે ને. ગવાયેલું પણ છે - ભગવાન રાજ્યોગ શીખવાડે છે. એ છે નિરાકાર,
તો જરુર નિરાકાર થી સાકાર માં આવવું પડે. ભગવાન ની આટલી મહિમા છે તો જરુર આવવું પડે.
એમનો જન્મ દિવ્ય અલૌકિક છે બીજા કોઈનો દિવ્ય જન્મ નથી ગવાતો. આ પણ બાળકોને સમજાવ્યું
છે એક હોય છે લૌકિક બાપ, બીજા છે પારલૌકિક બાપ, જેમને જ ભગવાન કહી યાદ કરે છે અને
ત્રીજા છે અલૌકિક બાપ, આ પછી વન્ડરફુલ બાપ છે. જ્યારે પારલૌકિક બાળકો ને એડોપ્ટ કરે
છે તો વચ્ચે આ અલૌકિક આવી જાય છે. પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં અસંખ્ય બાળકો છે.
શિવબાબા આવીને બ્રહ્મા દ્વારા તમને પોતાનાં બનાવે છે. કેટલાં બ્રહ્માકુમાર-કુમારીઓ
બને છે. લૌકિક બાપ ને તો કરીને ૮-૧૦ બાળકો હશે. સારું, શિવબાબા પણ છે પારલૌકિક બાપ.
એમના તો અનેક બાળકો છે. બધા આત્માઓ કહે છે - અમે બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. હવે આ
સંગમ પર ફરી અલૌકિક બાપ મળે છે. આ જ્ઞાન તમને ત્યાં નહીં રહેશે. પ્રજાપિતા બ્રહ્મા
બાપ મળે જ ત્યારે છે જ્યારે કે બાપ આવીને નવી સૃષ્ટિ રચે છે. તો આ અલૌકિક જન્મ થયો
ને, આમને કોઈ સમજી નથી શકતાં. તે લૌકિક આ પારલૌકિક અને આ છે સંગમયુગી અલૌકિક બાપ.
લૌકિક બાપ તો સતયુગ થી લઈને હોય છે. પારલૌકિક બાપ ને ત્યાં કોઈ યાદ નથી કરતું, ત્યાં
હોય જ છે એક બાપ. હે ભગવાન, હે પરમાત્મા કહીને યાદ નથી કરતાં પછી દ્વાપર માં જ્યારે
ભક્તિમાર્ગ શરું થાય છે તો બાપ બે હોય છે. સંગમ પર છે ૩ બાપ. પ્રજાપિતા બ્રહ્મા પણ
હમણાં મળે છે, હમણાં તમે એમનાં બનો છો. જાણો છો આ અલૌકિક બાપ છે. હવે તમે આ બધી વાતો
ને સારી રીતે જાણો છો અને યાદ કરો છો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. સતયુગ માં
યાદ કરવાની દરકાર જ નથી. દુઃખ માં પારલૌકિક બાપ નું બધા સિમરણ કરે છે. આ તો બિલકુલ
સહજ વાત છે. સતયુગ ત્રેતા માં એક બાપ હોય છે, દ્વાપર માં બે બાપ હોય છે. આ સમયે તમે
અલૌકિક બાપ નાં બાળકો બન્યાં છો જેમનાં દ્વારા તમે વારસો લો છો. આપ બાળકો જ
બ્રાહ્મણ બનો છો જે પછી દેવતા બનશો. વિનાશ પણ તમારે જ જોવાનો છે, જે તમે આ આંખો થી
જોશો, બોમ્બ્સ છોડશે. મનુષ્ય તો મરશે ને. જાપાન માં પણ બોમ્બ છોડ્યો, જોયું ને કેવી
રીતે મનુષ્ય મર્યા. હવે અહીં લડાઈઓ લાગતી રહે છે. સ્વયં પણ કહે છે અમે હેરાન થઈ જઈએ
છીએ. ૧૦-૧૦ વર્ષ સુધી પણ લડાઈ ચાલતી રહે છે. બોમ્બ્સ માં તો ચપટી માં (સેકન્ડમાં)
બધું ખલાસ થઈ જશે. ચિંગારી લાગે છે તો શહેર નષ્ટ થઈ જાય છે. આ તો બોમ્બ્સ છે. આગ પણ
લાગવાની છે.
આપ બાળકો જાણો છો બાપ
આવ્યાં છે સ્થાપના અને વિનાશ કરવાં. તો જરુર આ બધું થશે. પુરુષાર્થ કરવાનો હમણાં
સમય છે. માયા ઘડી-ઘડી તમારો બુદ્ધિયોગ તોડી દે છે. હજું તમે અડોલ સ્થિર ક્યાં બન્યાં
છો. કહે છે બાબા માયાનાં તોફાન ખૂબ આવે છે. કોઈ તો આખાં દિવસ માં કલાક અડધો કલાક પણ
યાદ નથી કરતાં. બાપ કહે છે - તમે કર્મયોગી છો. ૮ કલાક તો આ સેવા કરશો. ૮ કલાક યાદ
કરી શકો એટલો પુરુષાર્થ કરવાનો છે. યાદ કરતાં રહેવાથી વિકર્મ વિનાશ થતાં જશે, આને જ
યોગ અગ્નિ કહેવાય છે. આ છે મહેનત. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં યાદ કરવાનાં છે. આ પણ
બાબા બતાવે છે કે જેમણે ગૃહસ્થ છોડ્યો છે, બાળકો બન્યાં છે, તે પણ એટલું યાદ નથી
કરતાં. ઘર માં રહેવા વાળા વધારે જ યાદ કરે છે. અર્જુન અને ભીલ નું પણ ઉદાહરણ આપે
છે. મહેનત છે બાપ ને યાદ કરવાની અને ચક્ર ને સમજવાનું છે. મહાભારત લડાઈ પણ જરુર
લાગશે. સતયુગ માં થોડી લાગશે. તો આપ બાળકોએ આંધળાઓની લાકડી પણ બનવાનું છે. બધાને
રસ્તો બતાવવાનો છે કે બાપ ને યાદ કરો, ચક્ર ને યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનો.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.ઓછા માં ઓછું
૮ કલાક યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. પોતાની અવસ્થા અચળ-અડોલ રાખવા માટે
યાદ નો અભ્યાસ વધારવાનો છે. ગફલત નથી કરવાની.
2. આ ડ્રામા બિલકુલ
એક્યુરેટ બનેલો છે એટલે કોઈ પર પણ નારાજ નથી થવાનું. નિશ્ચયબુદ્ધિ બનવાનું છે.
વરદાન :-
તોડવું , મોડવું
અને જોડવું - આ ત્રણેય શબ્દો ની સ્મૃતિ દ્વારા સદા વિજયી ભવ
પૂરાં ભણતર અને શિક્ષા
નો સાર આ ત્રણ શબ્દ છે:- ૧. કર્મબંધન તોડવાના છે. ૨. પોતાનાં સંસ્કાર-સ્વભાવ ને
મોડવાનાં છે અને ૩. એક બાપ થી સર્વ સંબંધ જોડવાના છે - આ જ ત્રણ શબ્દ સંપૂર્ણ વિજયી
બનાવી દેશે. એટલા માટે સદા આ જ સ્મૃતિ રહે કે જે પણ આ વિનાશી વસ્તુ જુઓ છો તે બધું
વિનાશ થયેલું જ છે. એને જોતા પણ પોતાનાં નવાં સંબંધ, નવી સૃષ્ટિ ને જોતા રહો તો
ક્યારેય હાર થઈ નથી શકતી.
સ્લોગન :-
યોગી ની નિશાની
છે - સદા ક્લિન અને ક્લિયર.
આ અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
જો બ્રાહ્મણ-જીવન માં
સંકલ્પ માં પણ અપવિત્રતા કે અમર્યાદા આવી જાય છે તો તખ્તનશીન નાં બદલે ઉતરતી કળા
માં અર્થાત્ નીચે આવી જાઓ છો. કોઈ વિકર્મ ન થયું પરંતુ વ્યર્થ કર્મ પણ થયું તો
પશ્ચાતાપ નાં બદલે મહેસુસતા ની સ્ટેજ હોય છે. મહેસુસ થાય છે કે આ રોંગ છે, ન થવું
જોઈએ… આ વાતો કાંટા સમાન ખૂંચતી રહેશે, એટલે આ વ્યર્થ થી પણ મુક્ત બનો.