17-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હિયર
નો ઈવિલ ( ખરાબ ન સાંભળો ), એક બાપ થી જ સાંભળવાનું છે , ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં
કમળફૂલ સમાન રહેવાનું છે”
પ્રશ્ન :-
કયાં ખેલ ને યથાર્થ
રીતે જાણવા વાળા બાળકો ક્યારેય મુંઝાય ન શકે?
ઉત્તર :-
દુઃખ અને સુખ, ભક્તિ અને જ્ઞાન નો જે ખેલ ચાલે છે, એને યથાર્થ રીતે જાણવા વાળા
ક્યારેય મૂંઝાતા નથી. તમે જાણો છો ભગવાન કોઈને દુઃખ નથી આપતાં, એ છે દુઃખહર્તા
સુખકર્તા. જ્યારે બધા દુઃખી થઈ જાય છે, ત્યારે દુઃખો થી લબ્રેટ (મુક્ત) કરવાનાં માટે
એ આવે છે.
ગીત :-
યહા કોન આજ આયા
સવેરે-સવેરે…
ઓમ શાંતિ!
બાળકોએ શું
સાંભળ્યું? ભક્તિ નું ગીત. ભક્તિ ને અંગ્રેજી માં ફિલોસોફી કહે છે. ટાઈટલ (શિર્ષક)
મળે છે ડોક્ટર ઓફ ફિલોસોફી. હવે ફિલોસોફી (ભક્તિ) તો નાનાં-મોટાં મનુષ્ય બધાં જાણે
છે. કોઈ થી પણ પૂછો ઈશ્વર ક્યાં રહે છે, તો કહી દેશે સર્વવ્યાપી છે. આ પણ ફિલોસોફી
થઈ ને. હવે શાસ્ત્રોની કોઈ પણ વાત બાપ નથી સંભળાવતાં. કોઈપણ ભગત ને જ્ઞાન સાગર નહીં
કહેશે. ન તેમાં જ્ઞાન છે, ન જ્ઞાન સાગર નાં બાળકો છે. જ્ઞાન સાગર બાપ ને કોઈ નથી
જાણતું. ન પોતાને બાળક સમજે છે. તે બધાં ભક્તિ કરે છે ભગવાન થી મળવાનાં માટે. પરંતુ
ભગવાન ને જાણતાં નથી તો ભક્તિ થી શું ફાયદો થશે. ઘણાઓ ને આ ટાઈટલ મળતું હશે ડોક્ટર
ઓફ ફિલોસોફી, તેમની બુદ્ધિમાં તો એક જ વાત છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. તેને ફિલોસોફી
સમજે છે, આનાથી જ પડતાં આવ્યાં છે, આને કહેવાય છે ધર્મગ્લાનિ. આપણે કોઈપણ મનુષ્યો
થી શાસ્ત્રો નો કાંઈ વાદ-વિવાદ ન કરી શકીએ. આપણે કોઈ મનુષ્ય થી ભણેલાં નથી, બીજા બધાં
મનુષ્ય, મનુષ્ય દ્વારા ભણેલાં હોય છે. વેદ-શાસ્ત્ર વગેરે બધા મનુષ્ય થી જ ભણે છે.
બનાવ્યાં પણ મનુષ્યોએ છે. તમને તો આ જ્ઞાન સંભળાવવા વાળા છે એક જ રુહાની બાપ. એ એક
જ વાર આવીને સમજાવે છે. હવે આપણે કોઈ મનુષ્ય થી કાંઈ પણ શિખવાનું નથી. તમારે હવે
સ્પ્રીચ્યુઅલ બાપ થી જ સાંભળવાનું છે. સાંભળવા વાળા છે રુહાની બાળકો, આત્માઓ. તે બધા
મનુષ્ય, મનુષ્ય ને સંભળાવે છે. આ છે રુહાની બાપ નું જ્ઞાન. તે છે મનુષ્યો નું જ્ઞાન.
આ બાબા પણ (સાકાર) મનુષ્ય છે ને. બોલો, રુહાની બાપ આમનાં દ્વારા સંભળાવે છે. અમે
રુહ સાંભળીએ છીએ. અમે રુહ પછી શરીર દ્વારા બીજાઓને સંભળાવીએ છીએ. આ છે રુહાની જ્ઞાન.
બાકી બધું છે શારીરિક. ભક્તિમાં શરીર ની પૂજા કરે છે. બાપ કહે છે - તમે પોતાને
મનુષ્ય નાં ભગત ન સમજો. પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. તમે આત્માઓ ભાઈ-ભાઈ
છો. ગવાયેલું પણ છે આત્મા-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ….. તો આપણે કોઈપણ મનુષ્ય થી
સાંભળવાનું નથી. કોઈ સવાલ પૂછે તો બોલો - અમારું કોઈ શાસ્ત્રો નું જ્ઞાન નથી. અમે
તેને ફિલોસોફી કહીએ છીએ અર્થાત્ ભક્તિમાર્ગ નું જ્ઞાન છે. સદ્દગતિ આપવાનું જ્ઞાન
ફક્ત એક બાપ જ આપે છે. સર્વનાં સદ્દગતિ દાતા એક જ ગવાયેલાં છે. તો આપ બાળકોએ કોઈ થી
ડિબેટ (વિવાદ) નથી કરવાની.
બાપ કહે છે જ્ઞાન ની
ઓથોરીટી (સત્તા), જ્ઞાનસાગર હું છું. હું તમને કોઈ શાસ્ત્ર વગેરે નથી સંભળાવતો. આપણું
આ છે રુહાની જ્ઞાન. બાકી બધું છે શારીરિક જ્ઞાન. તે સતસંગ વગેરે બધાં ભક્તિમાર્ગ
નાં માટે છે. આ રુહાની બાપ બેસી રુહો ને સમજાવે છે. એટલે દેહી-અભિમાની બનવામાં
બાળકોને મહેનત લાગે છે. આપણે આત્માઓ બાપ થી વારસો લઈએ છીએ. બાપ નાં બાળકો જરુર બાપની
જ ગાદી નાં વારિસ હશે ને. લક્ષ્મી-નારાયણ પણ દેહધારી છે. તેમનાં બાળકો શરીરધારી બાપ
થી વારસો પામે છે. આ વાત જ ન્યારી છે. સતયુગમાં પણ શારીરિક વાત થઈ જાય છે. ત્યાં આ
નહીં કહેશે કે રુહાની બાપ થી વારસો મળે છે. દેહ-અભિમાન ને તોડવાનું છે. આપણે આત્મા
છીએ અને બાપ ને યાદ કરવાનાં છે. આ જ ભારત નો પ્રાચીન યોગ ગવાયેલો છે. યાદ અક્ષર
હિન્દી નો છે. તો આ નોલેજ તમને હમણાં કોણ આપે છે? આ કોઈ મનુષ્ય નથી જાણતું.
જન્મ-જન્માંતર મનુષ્ય, મનુષ્ય થી વાત કરતાં આવ્યાં છે. હમણાં રુહાની બાપ રુહાની
બાળકો થી વાત કરે છે. રુહ સંભળાવે છે એટલે આને રુહાની સ્પ્રીચ્યુઅલ નોલેજ કહેવાય
છે. ગીતા ને પણ તેઓ સ્પ્રીચ્યુઅલ નોલેજ સમજે છે. પરંતુ તેમાં નામ કૃષ્ણ દેહધારી નું
નાખી દીધું છે. બાપ કહે છે કે કોઈ પણ મનુષ્ય માં આ નોલેજ હોય ન શકે. ક્યારેય પણ કોઈ
તમારા થી ડિબેટ (વિવાદ) કરે છે તો બોલો, આ છે તમારું ભક્તિ નું જ્ઞાન. મનુષ્યો નાં
બનાવેલાં શાસ્ત્રો નું જ્ઞાન. સત્ય જ્ઞાન તો એક જ્ઞાન સાગર બાપ નાં પાસે જ છે, એ જ
સ્વયં નોલેજ આપી રહ્યાં છે. એમને સુપ્રીમ બાપ કહે છે. પૂજા પણ એ નિરાકાર ની થાય છે.
જો બીજા નિરાકારીઓ ની પૂજા થાય છે તો તે પણ તેમનાં બાળકો જ છે. માટી નાં સાલિગ્રામ
બનાવી પૂજા કરે છે. રુદ્ર યજ્ઞ રચે છે. તમે જાણો છો એ પરમપિતા પરમાત્મા નિરાકારી
દુનિયામાં રહે છે. આપણે આત્માઓ પણ ત્યાં રહીએ છીએ. એ જ્ઞાનનાં સાગર આવીને જ્ઞાન
સંભળાવી બધાની સદ્દગતિ કરી દે છે. એ છે પરે થી પરે રહેવા વાળા પરમપિતા પરમાત્મા. બધા
આત્માઓ બ્રધર્સ (ભાઈઓ) ને પાર્ટ મળ્યો છે, જે ફરી શરીર ધારણ કરી ભાઈ-બહેન બને છે.
આત્મા બધા એક બાપ નાં સંતાન છે. આત્મા જ્યારે શરીર ધારણ કરે છે તો સ્વર્ગ માં સુખ,
નર્ક માં દુઃખ ને પામે છે. આ કેમ થાય છે? સમજાવાય છે - જ્ઞાન અને ભક્તિ. તે છે દિવસ,
આ છે રાત. જ્ઞાન થી સુખ, ભક્તિ થી દુઃખ, આ ખેલ બનેલો છે. એવું નથી કે દુઃખ સુખ બધું
ભગવાન જ રચે છે. ભગવાન ને બોલાવે જ ત્યારે છે જ્યારે દુઃખી થાય છે. સમજે છે તે સુખ
આપવા વાળા છે. પછી જ્યારે સુખ નો સમય પૂરો થાય છે પછી રાવણ ૫ વિકારોનાં કારણે દુઃખ
શરું થાય છે. આ જ ખેલ છે, જેને યથાર્થ રીતે સમજવાનો છે. આને જ રુહાની જ્ઞાન કહેવાય
છે. બાકી છે બધું શારીરિક જ્ઞાન, તે અમે સાંભળવા નથી ઈચ્છતાં. અમને હુકમ મળેલો છે -
ફક્ત નિરાકાર બાપ થી જ સાંભળો. બાપ કહે છે - હિયર નો ઈવિલ…..અમે એક ભગવાન થી
સાંભળીએ છીએ. તમે મનુષ્યો થી સાંભળો છો. રાત-દિવસ નો ફરક છે. મોટાં-મોટાં વિદ્વાન
શાસ્ત્ર વગેરે ભણે છે. એ તો અમે પણ બહુ ભણ્યાં. હવે ભગવાન કહે છે તમે ગુરુ બહુ કર્યાં
છે, હવે તેમને છોડો, હું જે સંભળાવું છું તે સાંભળો. ભગવાન છે જ નિરાકાર, એમનું નામ
છે શિવ. હમણાં અમે એમનાથી સાંભળી રહ્યાં છીએ. બાપ સ્વયં પોતાનો પરિચય અને પોતાની
રચના નાં આદિ મધ્ય અંત નો પરિચય આપે છે. પછી અમે તમારા શાસ્ત્રો વગેરે ની વાતો
સાંભળીએ જ કેમ! અમે તમને રુહાની નોલેજ સંભળાવીએ છીએ. સાંભળવું હોય તો સાંભળો.
મુંઝાવાની તો કોઈ વાત જ નથી. આખી દુનિયા છે એક તરફ અને તમે કેટલાં થોડાં છો. બાપ હવે
કહે છે મને યાદ કરો તો તમારા ઉપર જે પાપો નો બોજો છે તે ઉતરી જશે અને તમે પવિત્ર બની
જશો. જે પવિત્ર બનશે તે જ પવિત્ર દુનિયાનાં માલિક બનશે. હવે જૂની દુનિયા બદલાવાની
છે. કળયુગ નાં પછી સતયુગ આવવાનો છે. સતયુગ છે પાવન દુનિયા. કળયુગ માં જ મને બોલાવે
છે કે આવીને પાવન દુનિયા બનાવો. તો હું હવે આવ્યો છું, મામેકમ્ યાદ કરો. હવે દુનિયા
બદલાઈ રહી છે. આ અંતિમ જન્મ છે. આ જૂની દુનિયામાં આસુરી રાજ્ય ખલાસ થઈ રામરાજ્ય
સ્થાપન થઈ રહ્યું છે એટલે હવે અંતિમ જન્મ ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન
પવિત્ર બનો. આ વિષય સાગર છે ને. કમળફૂલ પાણી ની ઉપર રહે છે. તો હવે તમે ગૃહસ્થ
વ્યવહાર માં રહેતાં કમળફૂલ નાં સમાન પવિત્ર બનો. આપ બાળકો જાણો છો આપણે રાજાઈ
સ્થાપન કરી રહ્યાં છીએ. હવે આખી દુનિયા બદલાવાની છે. તે ધર્મ સ્થાપક ફક્ત પોત-પોતાનો
ધર્મ સ્થાપન કરે છે. પહેલાં તે પાવન હોય છે પછી પતિત બને છે. સદ્દગુરુ તો એક જ
સદ્દગતિ દાતા છે. મનુષ્ય ગુરુ કરે જ ત્યારે છે જ્યારે સદ્દગતિ માં જવા ઈચ્છે છે.
જ્યારે પાપ ખૂબ થાય છે ત્યારે રુહાની બાપ જ્ઞાન સંભળાવે છે. ભક્તિ નું ફળ જ્ઞાન તમને
ભગવાન થી મળે છે. ભગવાન કોઈ ભક્તિ નથી શિખવાડતાં. એ તો જ્ઞાન આપે છે. કહે છે મામેકમ્
યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને બીજો કોઈ પાવન બનવાનો રસ્તો જ નથી. નવી
દુનિયામાં બધાં સ્વર્ગવાસી હતાં. હવે જૂની દુનિયામાં બધાં નર્કવાસી છે એટલે બાપ કહે
છે કે હું બધાનો ઉદ્ધાર કરવા આવું છું. હું જ આવીને રુહાની જ્ઞાન આપું છું. બાપ
પોતાનો પરિચય આપી રહ્યાં છે. હું તમારો બાપ છું. હમણાં આ છે નર્ક. નવી દુનિયાને
સ્વર્ગ કહેવાય છે. એમ કેમ કહેશે કે અહીંયા જ સ્વર્ગ નર્ક છે, જેમને ખૂબ ધન છે તે
સ્વર્ગમાં છે. સ્વર્ગ તો હોય જ છે નવી દુનિયામાં. અહીંયા સ્વર્ગ ક્યાંથી આવ્યું એટલે
આપણે કોઈ મનુષ્ય ની વાત સાંભળતાં નથી. બાપ કહે છે તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન
બનવાનું છે તો મામેકમ્ યાદ કરો. આખો દિવસ બુદ્ધિમાં આ નોલેજ રહેવું જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ થી
જ રુહાની વાતો સાંભળવાની છે. કોઈ થી બીજી વાતો નાં વાદ-વિવાદ નથી કરવાનાં.
2. દેહી-અભિમાની
બનવાની મહેનત કરવાની છે. સતોપ્રધાન બનવાનાં માટે એક બાપ ની યાદ માં રહેવાનું છે.
વરદાન :-
કર્મ દ્વારા
ગુણોનું દાન કરવાવાળા ડબલ લાઈટ ફરિશ્તા મૂર્ત ભવ
જે બાળકો કર્મણા
દ્વારા ગુણોનું દાન કરે છે એની ચલન અને ચહેરો બંને જ ફરિશ્તા ની જેમ દેખાય છે. તે
ડબલ લાઈટ અર્થાત્ પ્રકાશમય અને હલકાપણા ની અનુભૂતિ કરે છે. એમને કોઈ પણ બોજ મહેસુસ
નથી થતો. દરેક કર્મમાં મદદની મહેસુસતા થાય છે. જેવી રીતે કોઈ શક્તિ ચલાવી રહી છે.
દરેક કર્મ દ્વારા મહાદાની બનવાનાં કારણે એમને સર્વનાં આશીર્વાદ કે સર્વનાં વરદાનોની
પ્રાપ્તિ નો અનુભવ થાય છે.
સ્લોગન :-
સેવામાં
સફળતાનો સિતારો બનો, કમજોર નહીં.
માતેશ્વરીજી નાં
અનમોલ મહાવાક્ય
જ્ઞાન, યોગ અને દૈવી
ગુણોની ધારણા જીવનનો આધાર છે
આ તો પોતાને નિશ્ચય
છે કે પરમપિતા પરમાત્મા દ્વારા આપણ ને નોલેજ મળી રહી છે. આ નોલેજમાં મુખ્ય ત્રણ
પોઇન્ટ છે જેના માટે પોતાને પૂરો પુરુષાર્થ કરવાનું ધ્યાન રાખવાનું છે. આમાં પહેલાં
છે યોગ અથવા ઈશ્વરીય નિરંતર યાદ, જેનાથી વિકર્મોનો વિનાશ થાય છે. બીજું છે જ્ઞાન
એટલે આ આખાં બ્રહ્માંડ, સૃષ્ટિનો આદિ-મધ્ય-અંત કેવી રીતે થાય છે, જ્યારે આ નોલેજ
હોય ત્યારે જ આ જીવનમાં પ્રેક્ટીકલ ચેન્જ આવી શકે છે અને આપણે ભવિષ્ય પ્રાલબ્ધ સારી
બનાવી શકીએ છીએ. ત્રીજી પોઇન્ટ છે - કવોલિફિકેશન તો આપણને સર્વગુણ સંપન્ન, ૧૬ કળા
સંપૂર્ણ અવશ્ય બનવાનું છે ત્યારે દેવતા બની શકીએ છીએ. તો પોતે પોતાને ચાલતાં-ફરતાં,
ખાતાં-પિતાં ત્રણેય પોઇન્ટ પર ધ્યાન દેવું જરુરી છે. આ એક જ જન્મમાં જ્ઞાન બળ, યોગ
બળ અને દૈવી ગુણોની ધારણા કરાય છે. ત્રણેયનું પરસ્પર કનેક્શન છે - જ્ઞાન વગર યોગ નથી
લાગી શકતો અને યોગ વગર દૈવી ગુણોની ધારણા નથી થતી, આ ત્રણેય પોઇન્ટ પર પૂરાં જીવનનો
આધાર છે, ત્યારે જ વિકર્મોનું ખાતું ખલાસ થઈ સારા કર્મ બને છે. આને જ ઈશ્વરીય જીવન
કહેવાય છે.
ભારત નો પ્રાચીન યોગ
પરમાત્મા દ્વારા શીખવાડેલો છે
આપણો આ ઈશ્વરી યોગ
ભારતમાં પ્રાચીન યોગનાં નામથી પ્રસિદ્ધ છે. આ યોગને અવિનાશી યોગ કેમ કહે છે? કારણકે
અવિનાશી પરમપિતા પરમાત્મા દ્વારા શીખવાડેલો છે. ભલે યોગ બીજા મનુષ્ય આત્માઓ પણ
શીખવાડે છે એટલે યોગાશ્રમ વગેરે ખોલતા રહે છે પરંતુ તે પ્રાચીન યોગ શિખવાડી નથી શકતાં.
જો એવો યોગ હોત તો પછી તે બળ ક્યાં! ભારત તો દિવસે-દિવસે નિર્બળ થતું જાય છે આનાથી
સિદ્ધ છે તે યોગ અવિનાશી યોગ નથી, જેની સાથે યોગ લાગડવા નો છે તે સ્વયં જ શીખવાડી
શકે છે. બાકી બીજાઓથી તો યોગ લગાવવાનો જ નથી તો પછી શીખવાડશે કેવી રીતે? આ તો સ્વયં
પરમાત્મા જ કાર્ય કરી શકે છે, એ જ આપણને પૂરો ભેદ બતાવી શકે છે. બાકી તો બધા તરફ
કહેતા રહે છે, અમે યોગ શીખવાડીશું. આ તો આપણે જાણીએ છીએ કે સાચ્ચો યોગ તો સ્વયં
પરમાત્મા જ શીખવાડી સૂર્યવંશી ચંદ્રવંશી ઘરાના કે દૈવી રાજ્ય સ્થાપન કરે છે. હવે તે
પ્રાચીન યોગ પરમાત્મા આવીને કલ્પ-કલ્પ આપણને શીખવાડે છે. કહે છે હે આત્મા મુજ
પરમાત્માની સાથે નિરંતર યોગ લગાવો તો તમારા પાપ નષ્ટ થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ.
આ અવ્યક્ત ઇશારા -
પરોપકારની ભાવનાથી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
કોઈ કેવા પણ આત્મા
સંપર્કમાં આવે ભલે સતોગુણી, ભલે તમોગુણી બધાને પ્રત્યે શુભચિંતક અર્થાત્ અપકારી નાં
ઉપર પણ ઉપકાર કરવાવાળા. ક્યારેય કોઈ આત્માનાં પ્રત્યે ધૃણા દૃષ્ટિ નહીં કારણકે જાણો
છો કે આ અજ્ઞાન નાં વશીભુત છે અર્થાત્ બેસમજ બાળક છે. બેસમજ બાળક નાં કોઈ પણ કર્મ
પર ઘૃણા નથી થતી વધારે જ બાળકનાં ઉપર રહેમ કે સ્નેહ આવશે.