18-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
આ યુનિવર્સિટી માં આવ્યાં છો જૂની દુનિયા થી મરીને નવી દુનિયા માં જવા , હવે તમારી
પ્રીત એક ભગવાન સાથે થઈ છે”
પ્રશ્ન :-
કઈ વિધિ થી બાપ ની
યાદ તમને સાહૂકાર બનાવી દે છે?
ઉત્તર :-
બાપ છે બિંદુ. તમે બિંદુ બની બિંદુ ને યાદ કરો તો સાહૂકાર બની જશો. જેમ એક નાં સાથે
બિંદુ લગાવો તો ૧૦, પછી બિંદુ લગાવો તો ૧૦૦, પછી ૧૦૦૦ થઈ જાય છે. એમ બાપ ની યાદ થી
બિંદુ લાગતા જાય છે. તમે ધનવાન બનતા જાઓ છો. યાદ માં જ સાચ્ચી કમાણી છે.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા…
ઓમ શાંતિ!
આ ગીત નો અર્થ
કેટલો વિચિત્ર છે - પ્રીત બની છે કોનાં માટે? કોની સાથે બની છે? ભગવાન સાથે કારણકે
આ દુનિયા થી મરીને એમની પાસે જવાનું છે. આવી ક્યારેય કોઈની સાથે પ્રીત હોય છે શું?
જે આ વિચાર માં આવે કે મરી જઈશું. પછી કોઈ પ્રીત રાખશે? ગીત નો અર્થ કેટલો વન્ડરફુલ
છે! શમા સાથે પરવાના પ્રીત રાખી ફેરી લગાવી-લગાવી ને બળી મરે છે. તમારે પણ બાપ ની
પ્રીત માં આ શરીર છોડવાનું છે અર્થાત્ બાપ ને યાદ કરતાં-કરતાં શરીર છોડવાનું છે. આ
ગાયન ફક્ત એક માટે છે. એ બાપ જ્યારે આવે છે તો એમની સાથે જે પ્રીત રાખે છે, એમને આ
દુનિયા થી મરવું પડે છે. ભગવાન સાથે પ્રીત રાખે છે તો મરીને ક્યાં જશે? જરુર ભગવાન
ની પાસે જ જશે. મનુષ્ય દાન-પુણ્ય, તીર્થ-યાત્રા વગેરે કરે છે ભગવાન ની પાસે જવા માટે.
શરીર છોડતી વખતે પણ મનુષ્ય ને કહે છે ભગવાન ને યાદ કરો. ભગવાન કેટલાં પ્રસિદ્ધ છે!
એ આવે છે તો આખી દુનિયા ને ખતમ કરી દે છે. તમે જાણો છો આપણે આ યુનિવર્સિટી માં આવીએ
છીએ જૂની દુનિયા થી મરીને નવી દુનિયા માં જવા માટે. જૂની દુનિયા ને પતિત દુનિયા,
નર્ક કહેવાય છે. બાપ નવી દુનિયા માં જવાનો રસ્તો બતાવે છે. ફક્ત મને યાદ કરો, હું
છું હેવનલી ગોડફાધર. એ ફાધર પાસે થી તમને ધન મળે છે, મિલકત, મકાન વગેરે મળશે.
બાળકીઓ ને તો વારસો મળવાનો નથી. તેમને બીજા ઘરે મોકલી દે છે. એટલે તે વારિસ ન થઈ. આ
ભગવાન તો છે સર્વ આત્માઓ નાં બાપ, એમની પાસે બધાએ આવવાનું છે. કોઈ સમયે જરુર બાપ આવે
છે બધાને ઘરે લઈ જાય છે કારણકે નવી દુનિયા માં ખૂબ થોડા મનુષ્ય હોય છે. જૂની દુનિયા
માં તો ખૂબ છે. નવી દુનિયા માં મનુષ્ય પણ થોડા અને સુખ પણ ખૂબ હોય છે. જૂની દુનિયા
માં ખૂબ મનુષ્ય છે તો દુઃખ પણ ખૂબ છે, એટલે પોકારે છે. બાપુ ગાંધી પણ કહેતાં હતાં
હે પતિત-પાવન આવો. ફક્ત એમને જાણતા નહોતાં. સમજે પણ છે પતિત-પાવન પરમપિતા પરમાત્મા
છે, એ જ વર્લ્ડ નાં લિબ્રેટર (મુક્તિદાતા) છે. રામ-સીતા ને તો આખી દુનિયા નહીં માનશે.
આખી દુનિયા પરમપિતા પરમાત્મા ને લિબ્રેટર, ગાઈડ (માર્ગદર્શક) માને છે. લિબ્રેટ કરે
છે દુઃખ થી. અચ્છા, દુઃખ આપવા વાળા કોણ? બાપ તો દુઃખ આપી ન શકે કારણકે એ તો
પતિત-પાવન છે. પાવન દુનિયા સુખધામ માં લઈ જવા વાળા છે. તમે છો આ રુહાની બાપ નાં
રુહાની બાળકો. જેવાં બાપ, એવાં બાળકો. લૌકિક બાપ નાં છે લૌકિક અર્થાત્ શરીરધારી
બાળકો. હવે આપ બાળકોએ આ સમજવાનું છે આપણે આત્મા છીએ, પરમપિતા પરમાત્મા આપણને વારસો
આપવા આવ્યાં છે. આપણે એમનાં બાળકો બનીશું તો સ્વર્ગ નો વારસો જરુર મળશે. એ છે જ
સ્વર્ગ સ્થાપન કરવા વાળા. આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ, આ ભૂલવું ન જોઈએ. બાળકો
ની બુદ્ધિ માં રહે છે શિવબાબા મધુબન માં મોરલી વગાડે છે. તે (કાંઠ ની) મોરલી તો
અહીંયા નથી. શ્રીકૃષ્ણ નું નૃત્ય કરવું, મોરલી વગાડવી - તે બધું ભક્તિમાર્ગ નું છે.
બાકી જ્ઞાન ની મોરલી તો શિવબાબા જ વગાડે છે. તમારી પાસે સારા-સારા ગીત બનાવવા વાળા
આવશે. ગીત ખાસ કરીને પુરુષ જ બનાવે છે. તમારે જ્ઞાન નાં ગીત જ ગાવા જોઈએ જેનાથી
શિવબાબા ની યાદ આવે.
બાપ કહે છે મુજ અલ્ફ
ને યાદ કરો. શિવ ને કહેવાય છે બિંદુ. વેપારી લોકો બિંદુ લખશે તો કહેશે શિવ. એક નાં
આગળ બિંદુ લગાડો તો ૧૦ થઈ જશે પછી બિંદુ લગાડો તો ૧૦૦ થઈ જાય. પછી બિંદુ લગાડો તો
૧૦૦૦ થઈ જશે. તો તમારે પણ શિવ ને યાદ કરવાના છે. જેટલાં શિવ ને યાદ કરશો બિંદુ-બિંદુ
લાગતું જશે. તમે અડધાકલ્પ માટે સાહૂકાર બની જાઓ છો. ત્યાં ગરીબ હોતાં જ નથી. બધા
સુખી રહે છે. દુઃખ નું નામ નથી. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ થતા જશે. તમે ખૂબ ધનવાન
બનશો. આને કહેવાય છે સાચ્ચા બાપ દ્વારા સાચ્ચી કમાણી. આ જ સાથે ચાલશે. મનુષ્ય બધા
ખાલી હાથે જાય છે. તમારે ભરતું હાથે (ભરપૂર થઈને) જવાનું છે. બાપ ને યાદ કરવાનાં
છે. બાપે સમજાવ્યું છે પ્યોરિટી (પવિત્રતા) હશે તો પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સમૃદ્ધિ)
મળશે. તમે આત્મા પહેલાં પ્યોર હતાં પછી ઈમપ્યોર (અપવિત્ર) બન્યાં છો. સંન્યાસીઓ ને
પણ સેમીપ્યોર કહેવાશે. તમારો છે ફુલ સંન્યાસ. તમે જાણો છો તેઓ કેટલું સુખ લે છે.
થોડું સુખ છે પછી તો દુઃખ જ છે. પહેલાં તે લોકો સર્વવ્યાપી નહોતાં કહેતાં.
સર્વવ્યાપી કહેવાથી પડતા (ઉતરતા) જાય છે. દુનિયા માં અનેક પ્રકાર નાં મેળા લાગે છે
કારણકે આવક તો થાય જ છે ને? આ પણ તેમનો ધંધો છે. કહે છે બધા ધંધા માં ધૂળ, ધંધા વગર
નર થી નારાયણ બનવાનું. આ ધંધો કોઈ વિરલા કરે. બાપ નાં બનીને બધું દેહ સહિત બાપ ને
આપી દેવાનું છે કારણકે તમે ઈચ્છો છો નવું શરીર મળે. બાપ કહે છે તમે કૃષ્ણપુરી માં
જઈ શકો છો પરંતુ આત્મા જ્યારે તમોપ્રધાન થી સતોપ્રધાન બને. શ્રીકૃષ્ણપુરી માં એવું
નહીં કહેશે - અમને પાવન બનાવો. અહીં બધા મનુષ્ય માત્ર પોકારે છે હે લિબ્રેટર આવો. આ
પાપ આત્માઓ ની દુનિયા થી અમને લિબ્રેટ કરો.
હમણાં તમે જાણો છો
બાપ આવ્યાં છે આપણને પોતાની સાથે લઈ જવાં. ત્યાં જવું તો સારું છે ને? મનુષ્ય શાંતિ
ઈચ્છે છે. હવે શાંતિ કોને કહેવાય છે? કર્મ વગર તો કોઈ રહી ન શકે. શાંતિ તો છે જ
શાંતિધામ માં. છતાં પણ શરીર લઈને કર્મ તો કરવાના જ છે. સતયુગ માં કર્મ કરવા છતાં પણ
શાંતિ રહે છે. અશાંતિ માં મનુષ્ય ને દુઃખ થાય છે એટલે કહે છે શાંતિ કેવી રીતે મળે?
હમણાં આપ બાળકો જાણો છો શાંતિધામ તો આપણું ઘર છે. સતયુગ માં શાંતિ પણ છે, સુખ પણ
છે. બધું જ છે. હવે તે જોઈએ કે ફક્ત શાંતિ જોઈએ? અહીં તો દુઃખ છે એટલે પતિત-પાવન
બાપ ને પણ અહીં પોકારે છે. ભક્તિ કરે જ છે ભગવાન ને મળવાં. ભક્તિ પણ પહેલાં
અવ્યભિચારી પછી વ્યભિચારી થાય છે. વ્યભિચારી ભક્તિ માં જુઓ શું-શું કરે છે! સીડી
માં કેટલું સારું દેખાડેલું છે પરંતુ પહેલાં-પહેલાં તો સિદ્ધ કરવું જોઈએ - ભગવાન
કોણ છે? શ્રીકૃષ્ણ ને આવાં કોણે બનાવ્યાં? પહેલાં નાં જન્મ માં કોણ હતાં? સમજાવવાની
બહુ જ યુક્તિ જોઈએ. જે સારી સર્વિસ (સેવા) કરે છે એમનું દિલ પણ ગવાહી આપે છે.
યુનિવર્સિટી માં જે સારી રીતે ભણશે તે જરુર આગળ જશે. નંબરવાર તો હોય જ છે. કોઈ
ડલહેડ (મંદ બુદ્ધિ) પણ હોય છે. શિવબાબા ને આત્મા કહે છે - મારી બુદ્ધિ નું તાળું
ખોલો. બાપ કહે છે બુદ્ધિ નું તાળું ખોલવા માટે જ તો આવ્યો છું. પરંતુ તમારા કર્મ એવાં
છે જે તાળું ખુલતું જ નથી. પછી બાબા શું કરશે? ખૂબ પાપ કરેલા છે. હવે બાબા એમને શું
કરશે? શિક્ષક ને જો વિદ્યાર્થી કહે કે અમે ઓછું ભણીએ છીએ તો શિક્ષક શું કરશે?
શિક્ષક કોઈ કૃપા તો નહીં કરશે! કદાચ એનાં માટે એક્સ્ટ્રા (વધારે) સમય રાખશે. તે તો
તમને મનાઈ નથી. પ્રદર્શન ખુલ્લું પડ્યું છે બેસીને પ્રેક્ટિસ કરો. ભક્તિમાર્ગ માં
તો કોઈ કહેશે માળા ફેરવો, કોઈ કહેશે આ મંત્ર યાદ કરો. અહીં તો બાપ પોતાનો પરિચય આપે
છે. બાપ ને યાદ કરવાના છે, જેમની પાસે થી વારસો મળી જાય છે. તો સારી રીતે બાપ પાસે
થી પૂરો વારસો લેવો જોઈએ ને? એમાં પણ બાપ કહે છે વિકાર માં ક્યારેય નહીં જતાં. થોડો
પણ વિકાર નો રસ પડ્યો તો પછી વૃદ્ધિ થઈ જશે. સિગરેટ વગેરે નો એક વખત પણ ટેસ્ટ કરે
છે તો સંગ નો રંગ ઝટ લાગી જાય છે. પછી આદત છોડવી પણ મુશ્કેલ થઈ જાય. બહાના કેટલાં
કરે છે. આદત કોઈ ન પડવી જોઈએ. છી-છી આદતો ખતમ કરવાની છે. બાપ કહે છે જીવતે જીવ શરીર
નું ભાન છોડી મને યાદ કરો. દેવતાઓ ને ભોગ હંમેશા પવિત્ર જ લગાવાય છે, તો તમે પણ
પવિત્ર ભોજન ખાઓ. આજકાલ તો સાચ્ચું ઘી મળતું નથી, તેલ ખાય છે. ત્યાં તેલ વગેરે હોતું
નથી. અહીં તો ડેરી માં જુઓ પ્યોર (શુદ્ધ) ઘી રાખ્યું છે, અશુદ્ધ પણ રાખ્યું છે. બંને
પર લખેલું છે - પ્યોર ઘી, કિંમત માં ફરક પડી જાય છે. હવે આપ બાળકોએ ફૂલ ની જેમ
ખીલેલા હર્ષિત રહેવું જોઈએ. સ્વર્ગ માં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) રહે છે.
ત્યાં પ્રકૃતિ પણ સતોપ્રધાન થઈ જાય છે. લક્ષ્મી-નારાયણ જેવી નેચરલ બ્યુટી અહીં કોઈ
બનાવી ન શકે. એમને આ આંખો થી કોઈ જોઈ થોડી શકે છે? હા, સાક્ષાત્કાર થાય છે પરંતુ
સાક્ષાત્કાર થવાથી કોઈ હૂબહૂ ચિત્ર બનાવી થોડી શકશે? હા, કોઈ આર્ટિસ્ટ (ચિત્રકાર)
ને સાક્ષાત્કાર થતો જાય અને એ સમયે બેસીને બનાવે… પરંતુ છે ખૂબ મુશ્કેલ. તો આપ બાળકો
ને ખૂબ નશો રહેવો જોઈએ. હમણાં આપણને બાબા લેવા માટે આવ્યાં છે. બાપ પાસે થી આપણને
સ્વર્ગ નો વારસો મળવાનો છે. હવે આપણા ૮૪ જન્મ પૂરા થયાં. આવાં-આવાં વિચાર બુદ્ધિ
માં રહેવાથી ખુશી થશે. વિકાર નો જરા પણ વિચાર ન આવવો જોઈએ. બાપ કહે છે કામ મહાશત્રુ
છે. દ્રોપદીએ પણ એટલે પોકાર્યા છે ને? તેને કોઈ ૫ પતિ નહોતાં. તે તો પોકારતી હતી કે
અમને આ દુઃશાસન નંગન (નિર્વસ્ત્ર) કરે છે, આનાંથી બચાવો. પછી ૫ પતિ કેવી રીતે હોય
શકે છે? એવી વાત હોય ન શકે. ઘડી-ઘડી આપ બાળકો ને નવાં-નવાં પોઈન્ટ્સ મળતા રહે છે તો
ચેન્જ (પરિવર્તન) કરવું પડે. કાંઈ ન કાંઈ ચેન્જ કરી શબ્દ લખી દેવા જોઈએ.
તમે લખો છો થોડા સમય
નાં અંદર અમે આ ભારત ને પરિસ્તાન બનાવીશું. તમે ચેલેન્જ (પડકાર) કરો છો. બાપ કહેશે
બાળકો ને, સન શોઝ ફાધર (બાળક પિતા ને પ્રત્યક્ષ કરે છે), ફાધર શોઝ સન (પિતા બાળક ને
પ્રત્યક્ષ કરે છે). ફાધર કયા? શિવ અને સાલિગ્રામ, ગાયન આમનું છે. શિવબાબા જે સમજાવે
છે એનાં પર ફોલો (અનુસરણ) કરો. ફોલો ફાધર પણ ગાયન એમનું છે. લૌકિક ફાધર ને ફોલો
કરવાથી તો તમે પતિત બની જાઓ છો. આ તો ફોલો કરાવે છે પાવન બનાવવા માટે. ફરક છે ને?
બાપ કહે છે - મીઠાં બાળકો, ફોલો કરી પવિત્ર બનો. ફોલો કરવાથી જ સ્વર્ગ નાં માલિક
બનશો. લૌકિક બાપ ને ફોલો કરવાથી ૬૩ જન્મ તમે સીઢી નીચે ઉતરો છો. હવે બાપ ને ફોલો કરી
ઉપર ચઢવાનું છે. બાપ ની સાથે જવાનું છે. બાપ કહે છે આ એક-એક રત્ન લાખો રુપિયા નાં
છે. તમે બાપ ને જાણીને બાપ પાસે થી વારસો મેળવો છો. તે તો કહે બ્રહ્મ માં લીન થઈ
જઈશું. લીન તો થવાનાં નથી, ફરી આવશે. બાપ રોજ સમજાવતા રહે છે - મીઠાં-મીઠાં બાળકો,
પહેલાં-પહેલાં બધાને બાપ નો પરિચય આપવાનો છે. પારલૌકિક બાપ વારસો આપે છે પાવન
બનાવવાનો, એટલે બેહદ નાં બાપ ને કહે પણ છે પાવન બનાવો. એ છે પતિત-પાવન. લૌકિક બાપ
ને પતિત-પાવન નહીં કહેવાશે. તેઓ જાતે જ પોકારતા રહે છે હે પતિત-પાવન આવો. તો બે બાપ
નો પરિચય બધાને આપવાનો છે. લૌકિક બાપ કહેશે લગ્ન કરી પતિત બનો, પારલૌકિક બાપ કહે છે
પાવન બનો. મને યાદ કરવાથી તમે પાવન બની જશો. એક બાપ બધાને પાવન બનાવવા વાળા છે. આ
પોઈન્ટ્સ ખૂબ સારા છે સમજાવવાનાં. ભિન્ન-ભિન્ન પ્રકાર નાં પોઈન્ટ્સ વિચાર સાગર મંથન
કરી સમજાવતા રહો. આ તમારો જ ધંધો થયો. તમે છો જ પતિતો ને પાવન બનાવવા વાળા.
પારલૌકિક બાપ હમણાં કહે છે પાવન બનો જ્યારે વિનાશ સામે છે. હવે શું કરવું જોઈએ?
જરુર પારલૌકિક બાપ ની મત પર ચાલવું જોઈએ ને? આ પણ પ્રતિજ્ઞા લખવી જોઈએ પ્રદર્શન
માં. પારલૌકિક ફાધર ને ફોલો કરીશું. પતિત બનવાનું છોડીશું. લખો બાપ પાસે થી ગેરંટી
લઈએ છીએ. બધી વાત છે પ્યોરિટી (પવિત્રતા) ની. આપ બાળકો ને દિવસ-રાત ખુશી હોવી જોઈએ
- બાપ અમને સ્વર્ગ નો વારસો આપી રહ્યાં છે. અલ્ફ અને બે, બાદશાહી. હમણાં તમે સમજો
છો શિવજયંતી એટલે જ ભારત નાં સ્વર્ગ ની જયંતી. ગીતા જ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે -
ગીતા માતા. વારસો તો બાપ પાસે થી જ મળશે. ગીતા નાં રચયિતા છે જ શિવબાબા. પારલૌકિક
બાપ પાસે થી પાવન બનવાનો વારસો મળે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે ગોડલી
સ્ટુડન્ટ્સ છીએ તે સદૈવ સ્મૃતિ માં રાખવાનું છે. કોઈ પણ છી-છી આદતો નથી પાડવાની. એને
ખતમ કરવાની છે. વિકાર નો જરા પણ વિચાર ન આવવો જોઈએ.
2. જીવતે જીવ શરીર
નું ભાન ભૂલીને બાપ ને યાદ કરવાનાં છે. ભિન્ન-ભિન્ન પોઈન્ટ્સ પર વિચાર સાગર મંથન કરી
પતિતો ને પાવન બનાવવાનો ધંધો કરવાનો છે.
વરદાન :-
સંતુષ્ટતા નાં
ત્રિમૂર્તિ સર્ટિફિકેટ દ્વારા સદા સફળતા પ્રાપ્ત કરવા વાળા ઊંચ પદ નાં અધિકારી ભવ
સદા સફળ થવા માટે બાપ
અને પરિવાર સાથે ઠીક કનેક્શન જોઈએ. દરેક ને ત્રણ સર્ટિફિકેટ લેવાનાં છે - બાપ, આપ
અને પરિવાર. પરિવાર ને સંતુષ્ટ કરવા માટે નાનકડી વાત યાદ રાખો કે રિગાર્ડ આપવાનો
રેકોર્ડ નિરંતર ચાલતો રહે, એમાં નિષ્કામ બનો. બાપ ને સંતુષ્ટ કરવા માટે સાચાં બનો.
અને સ્વયં ને સંતુષ્ટ રહેવા માટે સદા શ્રીમત ની લકીર (મર્યાદા) ની અંદર રહો. આ ત્રણ
સર્ટિફિકેટ ઊંચ પદ નાં અધિકારી બનાવી દેશે.
સ્લોગન :-
જે ચિત્ર ને ન
જોઈ ચૈતન્ય અને ચરિત્ર ને જુએ છે એ જ શ્રેષ્ઠ ચરિત્રવાન છે.
અવ્યક્ત ઈશારા - એકતા
અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
જેવી રીતે સર્વ
આત્માઓ ને જ્ઞાન ની રોશની આપવા માટે સદૈવ શુભ ભાવના અથવા કલ્યાણ ની ભાવના રાખો છો.
તેવી રીતે પોતાનાં આ દૈવી સંગઠન ને પણ એક-રસ સ્થિતિ માં સ્થિત કરી સંગઠન ની શક્તિ
ને વધારવાનો પ્રયત્ન કરો ત્યારે તમારા આ દૈવી સંગઠન ની મૂર્ત માં એકતા અને એકરસ
સ્થિતિ નો પ્રત્યક્ષ રુપ માં સાક્ષાત્કાર થશે.