18-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં - મીઠાં સર્વિસેબલ બાળકો - એવું કોઈ પણ કામ નહીં કરતા જેનાથી સર્વિસ માં કોઈ પણ વિઘ્ન પડે”

પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકોએ બિલકુલ એક્યુરેટ બનવાનું છે, એક્યુરેટ કોણ બની શકે છે?

ઉત્તર :-
જે સાચાં બાપ ની સાથે સદા સાચાં રહે છે, અંદર એક, બાહર બીજું - એવું ન હોય. ૨. જે શિવબાબા સિવાય બીજી વાતો માં નથી જતાં. ૩. દરેક કદમ શ્રીમત પર ચાલે છે, કોઈ પણ ભૂલ નથી કરતાં, તે જ એક્યુરેટ બને છે.

ગીત :-
બચપન કે દિન ભુલા ન દેના…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત નાં બે શબ્દો સાંભળ્યાં આ તો નિશ્ચય કરો છો - બેહદ નાં બાપ હમણાં બેહદ નાં સુખ નો વારસો આપી રહ્યાં છે. એવાં બાપ નાં આપણે આવીને બાળકો બન્યાં છીએ તો બાપ ની શ્રીમત પર પણ ચાલવાનું છે. નહીં તો શું થશે? હમણાં-હમણાં હસો છો, કહો છો અમે મહારાજા-મહારાણી બનીશું અને જો હાથ છોડી દીધો તો પછી જઈને સાધારણ પ્રજા બનશો. સ્વર્ગ માં તો જરુર આવશો. એવું પણ નથી કે બધા સ્વર્ગ માં આવવા વાળા છે. જે સતયુગ-ત્રેતા માં આવવા વાળા હશે, તે જ આવશે. સતયુગ અને ત્રેતા બંને મળીને સ્વર્ગ કહેવાય છે. છતાં પણ જે પહેલાં-પહેલાં નવી દુનિયા માં આવે છે તે સારું સુખ મેળવે છે બાકી જે પછી થી આવવાવાળા છે તે કોઈ આવીને જ્ઞાન નહીં લેશે. જ્ઞાન લેવાવાળા સતયુગ-ત્રેતા માં આવશે. બાકી આવે જ છે રાવણ રાજ્ય માં. તે થોડુંક સુખ મેળવી શકશે. સતયુગ-ત્રેતા માં તો બહુ જ સુખ છે ને એટલે પુરુષાર્થ કરીને બાપ પાસે થી બેહદ સુખ નો વારસો મેળવવો જોઈએ બીજી આ મહાન ખુશખબરી લખો - કાર્ડસ જે છપાવો છો એમાં પણ આ લખવું જોઈએ - ઊંચા માં ઊંચા બેહદ નાં બાપ ની ખુશખબરી. પ્રદર્શન માં તમે દેખાડો છો નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે. તો આ સ્પષ્ટ અને મોટા અક્ષરો માં લખવું જોઈએ. બેહદ નાં બાપ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન, સદ્દગતિ દાતા ગીતા નાં ભગવાન શિવ કેવી રીતે બ્રહ્માકુમાર-કુમારીઓ દ્વારા ફરીથી કળિયુગી સંપૂર્ણ વિકારી, ભ્રષ્ટાચારી પતિત દુનિયા ને સતયુગી સંપૂર્ણ નિર્વિકારી પાવન શ્રેષ્ઠાચારી દુનિયા બનાવી રહ્યાં છે. તે ખુશખબરી આવીને સાંભળો અને સમજો. ગવર્મેન્ટ (સરકાર) સાથે પણ તમારી આ પ્રતિજ્ઞા છે કે અમે ભારત માં ફરી થી સતયુગી શ્રેષ્ઠાચારી ૧૦૦ ટકા પવિત્રતા-સુખ-શાંતિ નું દૈવી સ્વરાજ્ય કેવી રીતે સ્થાપન કરી રહ્યાં છીએ અને આ વિકારી દુનિયા નો વિનાશ કેવી રીતે થશે તે આવીને સમજો. આવું ક્લિયર (સ્પષ્ટ) લખવું જોઈએ. કાર્ડ માં એવું લખો જે મનુષ્ય સારી રીતે સમજી શકે. આ પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ કલ્પ પહેલાં ની જેમ ડ્રામા પ્લાન અનુસાર પરમપિતા પરમાત્મા શિવ ની શ્રીમત પર સહજ રાજ્યોગ અને પવિત્રતા નાં બળ થી, પોતાનાં તન-મન-ધન થી ભારત ને એવું શ્રેષ્ઠાચારી પાવન કેવી રીતે બનાવી રહ્યાં છે, તે આવીને સમજો. ક્લિયર કરીને કાર્ડ માં છપાવવું જોઈએ, જે કોઈ પણ સમજી જાય. આ બી.કે. શિવબાબા ની મત પર રામરાજ્ય સ્થાપન કરી રહ્યાં છે, જે ગાંધીજી ની ઈચ્છા હતી. સમાચાર માં પણ આવું પૂરું નિમંત્રણ છપાઈ જાય. આ જરુર સમજાવવાનું છે કે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ પોતાનાં તન-મન-ધન થી આ કરી રહ્યાં છે. તો મનુષ્ય એવું ક્યારેય ન સમજે કે આ કોઈ ભીખ કે દાન વગેરે માંગે છે. દુનિયા માં તો બધું દાન પર જ ચાલે છે. અહીં તમે કહો છો કે અમે બી.કે. પોતાનાં તન-મન-ધન થી કરી રહ્યાં છીએ. તે પોતે જ સ્વરાજ્ય લે છે તો જરુર પોતાનો જ ખર્ચો કરશે. જે મહેનત કરે છે એમને જ ૨૧ જન્મો માટે વારસો મળે છે. ભારતવાસી જ ૨૧ જન્મો માટે શ્રેષ્ઠાચારી ડબલ સિરતાજ બને છે. આ લક્ષ્મી-નારાયણ ડબલ સિરતાજ છે ને? હવે તો કોઈ તાજ નથી રહ્યો. તો આ સારી રીતે સમજાવવું પડે. બાપ સમજાવે છે આવું-આવું લખો તો બિચારાઓ ને ખબર પડે કે બી.કે. શું કરી રહ્યાં છે. મોટાઓ નો અવાજ થશે તો પછી ગરીબો નું પણ સાંભળશે. નહીં તો ગરીબ ની કોઈ વાત નથી સાંભળતાં. સાહૂકાર નો અવાજ ઝટ થાય છે. તમે સિદ્ધ કરીને બતાવો છો અમે ખાસ ભારત ને સ્વર્ગ બનાવીએ છીએ. બાકી બધાને શાંતિધામ માં મોકલી દેશે. સમજાવવાનું પણ એવું છે. ભારત ૫ હજાર વર્ષ પહેલાં આવું સ્વર્ગ હતું. હમણાં તો કળિયુગ છે, તે સતયુગ હતો. હવે બતાવો સતયુગ માં કેટલાં મનુષ્ય હતાં. હમણાં કળિયુગ નો અંત છે. આ એ જ મહાભારત મહાભારી લડાઈ છે. બીજા કોઈ સમયે તો આવી લડાઈ લાગી જ નથી. આ પણ ત્રીજું યુદ્ધ પાછળ થી થયું છે. ટ્રાય (કોશિશ) કરે છે ને. હવે તો ઓટોમેટીક બોમ્બ્સ બનાવતા રહે છે. કોઈનું પણ સાંભળતા નથી. તેઓ કહે છે જે બોમ્બ્સ બનાવેલા છે તે બધા સમુદ્ર માં નાખી દો તો અમે પણ ન બનાવીએ. તમે રાખો અને અમે ન બનાવીએ આ કેવી રીતે થઈ શકે? પરંતુ આપ બાળકો જાણો છો આ તો ભાવી બનેલી છે. કેટલી પણ એમને મત આપો, સમજશે નહીં. વિનાશ ન થાય તો રાજ્ય કેવી રીતે કરશો? આપ બાળકો ને તો નિશ્ચય છે ને? સંશય બુદ્ધિ જે છે તે ભાગન્તી થઈ જાય છે, ટ્રેટર (દગાબાજ) બની જાય છે. બાપ નાં બનીને પછી ટ્રેટર નથી બનવાનું. તમારે તો યાદ કરવાના છે શિવબાબા ને બીજી વાતો થી શું ફાયદો? સાચાં બાપ ની સાથે સાચાં બનવાનું છે. અંદર એક બહાર બીજું રાખશો તો પોતાનું પદ ભ્રષ્ટ કરી દેશો. પોતાનું જ નુકસાન કરશો. કલ્પ-કલ્પાંતર માટે ક્યારેય પણ ઊંચ પદ મેળવી નહીં શકશો એટલે આ સમયે બહુજ એક્યુરેટ બનવાનું છે. કોઈ ગફલત ન કરવી જોઈએ. જેટલું થઈ શકે શ્રીમત પર રહેવાનું છે. નિરંતર યાદ તો અંત માં રહેશે. એક બાપ સિવાય બીજા કોઈની યાદ ન રહે. ગવાયેલું પણ છે અંતકાળ જે સ્ત્રી સીમરે… જેનામાં મોહ હશે તો તે યાદ આવી જશે. આગળ ચાલી જેટલાં તમે નજીક આવતા જશો, સાક્ષાત્કાર થતા જશે. બાબા દરેક ને દેખાડશે કે તમે આવાં-આવાં કામ કર્યા છે. શરું-શરું માં પણ તમે સાક્ષાત્કાર કર્યા છે. સજાઓ જે ભોગવતા હતાં તે ખુબજ ચિલ્લાવતા (ચીસો પાડતા) હતાં. બાબા કહે છે તમને દેખાડવા માટે એમની સો-ગણી સજાઓ કપાવી દીધી.

તો એવાં કામ નથી કરવાના જે બાબા ની સર્વિસ માં વિઘ્ન પડે. અંત માં પણ તમને બધા સાક્ષાત્કાર થશે. આમ-આમ તમે બાપ ની સર્વિસ માં ખૂબ વિઘ્ન નાખી નુકસાન કર્યુ છે. આસુરી સંપ્રદાય છે ને? જેમણે વિઘ્ન નાખ્યાં છે એમને બહુ જ સજા મળે છે. શિવબાબા નો ખૂબ મોટો દરબાર છે. જમણી બાજુ માં ધર્મરાજ પણ છે. તે છે હદ ની સજાઓ. અહીં તો ૨૧ જન્મો નું નુકસાન થઈ જાય છે, પદ ભ્રષ્ટ થઈ જાય છે. દરેક વાત માં બાપ સમજાવતા રહે છે. તો એવું કોઈ ન કહે કે અમને ખબર નથી એટલે બાબા બધી સાવધાની આપતા રહે છે. જુએ છે દરેક સેવાકેન્દ્ર માં કેટલાં ભાગન્તી થાય છે. હેરાન કરે છે. વિકારી બની જાય છે. સ્કૂલ માં તો પૂરી રીતે ભણવું જોઈએ. નહીં તો શું પદ મેળવશો? પદ નો બહુજ ફરક પડી જાય છે. જેમ અહીં દુઃખધામ માં કોઈ પ્રધાનમંત્રી છે, કોઈ સાહૂકાર છે, કોઈ ગરીબ છે તેમ ત્યાં સુખધામ માં પણ પદ તો નંબરવાર હશે. જે રોયલ બુદ્ધિવાન બાળકો હશે, તે બાપ પાસે થી પૂરો વારસો લેવાની કોશિશ કરશે. માયા ની બોક્સિંગ (યુદ્ધ) છે ને? માયા બહુ જ પ્રબળ છે હાર-જીત થતી રહે છે. કેટલાં આવે છે પછી ટ્રેટર (દગાબાજ) બની ચાલ્યાં જાય છે. ચાલતાં-ચાલતાં ફેલ (નાપાસ) થઈ જાય છે. ઘણાં કહે છે આ થઈ કેવી રીતે શકે? આ તો ક્યારેય નથી સાંભળ્યું કે ગૃહસ્થ વ્યવહાર માં રહીને પવિત્ર રહી શકાય છે. અરે ભગવાનુવાચ છે ને - કામ મહાશત્રુ છે. ગીતા માં પણ શબ્દ છે ને? તમે જાણો છો સતયુગ માં છે દૈવીગુણો વાળા મનુષ્ય અને કળિયુગ માં છે આસુરી અવગુણો વાળા. આસુરી ગુણોવાળા દૈવી ગુણવાળા ની મહિમા ગાય છે. કેટલો ફરક છે. હમણાં તમે સમજો છો આપણે શું હતાં, શું બની રહ્યાં છીએ. અહીં તમારે બધા ગુણ ધારણ કરવાના છે. ખાન-પાન વગેરે માં પણ સતોગુણી ખાવાનું છે. જોવાનું છે, દેવતાઓ ને શું ખવડાવે છે. શ્રીનાથ દ્વારા માં જઈને જુઓ - કેટલો માલ અથવા શુદ્ધ ભોજન બને છે. ત્યાં છે જ વૈષ્ણવ. અને ત્યાં જગન્નાથપુરી માં જુઓ શું મળે છે? ચોખા. ત્યાં છે વામમાર્ગ નાં બહુ જ ગંદા ચિત્ર. જ્યારે રાજાઈ હતી તો ૩૬ પ્રકાર નાં ભોજન મળતા હતાં. તો શ્રીનાથ દ્વારા માં બહુ જ માલ બને છે. પુરી અને શ્રીનાથ નું અલગ-અલગ છે. પુરી નાં મંદિર માં બહુ જ ગંદા ચિત્ર છે, દેવતાઓ નાં ડ્રેસ માં. તો ભોગ પણ વિશેષ ચોખા નો લાગે છે. એમાં ઘી પણ નથી નાખતાં. આ ફરક દેખાડે છે. ભારત શું હતું પછી શું બની ગયું. હમણાં તો જુઓ શું હાલત છે. પૂરું અનાજ પણ નથી મળતું. એમનાં પ્લાન અને શિવબાબા નાં પ્લાન માં રાત-દિવસ નો ફરક છે. તે બધા પ્લાન માટી માં ભળી જશે. કુદરતી આપદાઓ થશે. અનાજ વગેરે કાંઈ નહીં મળશે, વરસાદ ક્યાંક જુઓ તો ખૂબ પડશે. ક્યાંક બિલકુલ પડતો નથી. કેટલું નુકસાન કરી દે છે. આ સમયે તત્વ પણ તમોપ્રધાન છે તો વરસાદ પણ ઉલ્ટા-સુલ્ટા સમય પર પડતો રહે છે. તોફાન પણ તમોપ્રધાન, સૂર્ય પણ તાપ કેવો કરશે જે વાત ન પૂછો. આ કુદરતી આપદાઓ ડ્રામા માં નોંધ છે. તેમની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તમારી છે બાપ ની સાથે પ્રીતબુદ્ધિ. જ્ઞાનકાળ માં પણ સપૂત બાળકો પર મા-બાપ નો પ્રેમ રહે છે એટલે બાબા કહે પણ છે નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદપ્યાર… જેટલી-જેટલી સર્વિસ કરશે... ખિદ્દમત (સેવા) તો કરવાની છે ને? ભારત ની ખાસ અને દુનિયા ની સામાન્ય રીતે, ભારત ને સ્વર્ગ બનાવવાનું છે. બાકી બધાને મોકલી દેવાના છે શાંતિધામ. ભારત ને સ્વર્ગ નો વારસો મળે છે, બાકી બધાને મુક્તિ નો વારસો મળે છે. બધા ચાલ્યાં જશે. હાહાકાર પછી જય જયકાર થઈ જશે. કેટલો હાહાકાર મચશે. આ છે જ ખૂને નાહેક ખેલ. કુદરતી આપદાઓ પણ આવશે. મોત તો બધાનું થવાનું જ છે.

બાપ બાળકો ને સમજાવે છે પૂરો પુરુષાર્થ કરી લો. બાપ ની સાથે સદૈવ ફરમાનવરદાર, વફાદાર બનવાનું છે. સર્વિસેબલ (સેવાધારી) બનવાનું છે. જેમણે કલ્પ પહેલાં જેવી સેવા કરી છે, એનો સાક્ષાત્કાર થતો રહેશે. તમે સાક્ષી થઈ જોતા રહેશો. તમે હમણાં સ્વદર્શન ચક્રધારી બન્યાં છો. સદૈવ બુદ્ધિ માં સ્વદર્શન ચક્ર ફરતું રહેવું જોઈએ. આપણે ૮૪ જન્મ આવી-આવી રીતે લીધાં છે. હવે આપણે ફરી થી ઘરે જઈએ છીએ. બાપ પણ યાદ રહે, ઘર પણ યાદ રહે, સતયુગ પણ યાદ રહે. આખો દિવસ બુદ્ધિ માં આ જ ચિંતન કરવાનું છે. હવે આપણે વિશ્વ નાં મહારાજકુમાર બનીશું. આપણે શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણ બનીશું. નશો ચઢવો જોઈએ ને? બાબા ને નશો રહે છે. બાબા રોજ આ (લક્ષ્મી-નારાયણ નાં) ચિત્ર ને જુએ છે, અંદર માં નશો રહે છે ને? બસ, કાલે હું જઈને આ શ્રીકૃષ્ણ બનીશ. પછી સ્વયંવર પછી શ્રી નારાયણ બનીશ. તત્ત્વમ્. તમે પણ તો બનશો ને? આ છે જ રાજ્યોગ. પ્રજા યોગ નથી. આત્માઓ ને ફરી થી પોતાનું રાજ્ય ભાગ્ય મળે છે. બાળકોએ રાજ્ય ગુમાવ્યું હતું. હવે ફરી રાજ્ય લઈ રહ્યાં છે. બાબા આ ચિત્ર વગેરે બનાવે જ એટલે છે કે આપ બાળકો ને જોઈને ખુશી થાય. ૨૧ જન્મ માટે આપણે સ્વર્ગ નું રાજ્ય ભાગ્ય મેળવી રહ્યાં છીએ. કેટલું સહજ છે. આ શિવબાબા, આ પ્રજાપિતા બ્રહ્મા આમનાં દ્વારા આ રાજયોગ શીખવાડે છે. પછી આપણે આ જઈને બનીશું. જોવાથી જ ખુશી નો પારો ચઢી જાય છે. આપણે બાપ ની યાદ માં રહેવાથી વિશ્વ નાં રાજકુમાર બનીશું. કેટલી ખુશી રહેવી જોઈએ! હું પણ ભણી રહ્યો છું, તમે પણ ભણી રહ્યાં છો. આ ભણતર પછી આપણે જઈને આ બનીશું. બધો આધાર ભણતર પર છે. જેટલું ભણશો એટલી કમાણી થશે ને? બાબાએ બતાવ્યું છે કોઈ સર્જન તો એટલાં હોંશિયાર હોય છે જે લાખ રુપિયા પણ એક કેસ પર કમાય છે. બેરીસ્ટર માં પણ એવાં હોય છે. કોઈ તો બહુ જ કમાય છે, કોઈ ને જુઓ તો કોટ પણ ફાટેલો હશે. આ પણ એવું છે એટલે બાબા વારંવાર કહે છે બાળકો, કોઈ પણ ભૂલ ન કરો. સદૈવ શ્રીમત પર ચાલો. શ્રી શ્રી શિવબાબા દ્વારા તમે શ્રેષ્ઠ બનો છો. આપ બાળકોએ બાપ પાસે થી અનેકવાર વારસો લીધો છે અને ગુમાવ્યો છે. ૨૧ જન્મો નો વારસો અડધા કલ્પ માટે મળે છે. અડધો કલ્પ ૨૫૦૦ વર્ષ સુખ મેળવો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર-બહાર સાચાં રહેવાનું છે. ભણતર માં ક્યારેય પણ ભૂલ નથી કરવાની. ક્યારેય પણ સંશય બુદ્ધિ બની ભણતર નથી છોડવાનું. સર્વિસ માં વિઘ્ન રુપ નથી બનવાનું.

2. બધાને આ જ ખુશખબરી સંભળાવો કે અમે પવિત્રતા નાં બળ થી, શ્રીમત પર પોતાનાં તન-મન-ધન નાં સહયોગ થી ૨૧ જન્મો માટે ભારત ને શ્રેષ્ઠાચારી ડબલ સિરતાજ બનાવવાની સેવા કરી રહ્યાં છીએ.

વરદાન :-
સદા પુણ્ય નું ખાતું જમા કરવા અને કરાવવા વાળા માસ્ટર શિક્ષક ભવ

આપણે માસ્ટર શિક્ષક છીએ, માસ્ટર કહેવાથી બાપ સ્વત: યાદ આવે છે. બનાવવા વાળા ની યાદ આવવાથી સ્વયં નિમિત્ત છું - આ સ્વતઃ સ્મૃતિ માં આવી જાય છે. વિશેષ સ્મૃતિ રહે કે અમે પુણ્ય આત્મા છીએ, પુણ્ય નું ખાતું જમા કરવું અને કરાવવું - આ જ વિશેષ સેવા છે‌‌. પુણ્ય આત્મા ક્યારેય પાપ નો એક પર્સન્ટ સંકલ્પ માત્ર પણ નથી કરી શકતાં. માસ્ટર શિક્ષક એટલે સદા પુણ્ય નું ખાતું જમા કરવા અને કરાવવા વાળા બાપ સમાન.

સ્લોગન :-
સંગઠન નાં મહત્વ ને જાણવા વાળા સંગઠન માં જ સ્વયં ની સેફ્ટી નો અનુભવ કરે છે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

જે જેટલાં નિશ્ચયબુદ્ધિ હશે એટલાં જ બધી વાતો માં વિજયી થશે. નિશ્ચયબુદ્ધિ ની ક્યારેય હાર નથી થતી. હાર થાય છે તો સમજવું જોઈએ કે નિશ્ચય ની કમી છે. નિશ્ચયબુદ્ધિ વિજયી રત્નો માંથી અમે એક રત્ન છીએ, એમ પોતાને સમજવાનું છે. કોઈ પણ વિધ્ન આવે તો એને પેપર સમજી પાસ કરવાનાં છે. વાત ને નથી જોવાની પરંતુ પેપર સમજીને પાસ થવાનું છે.