18-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  25.03.2005    બાપદાદા મધુબન


“ માસ્ટર જ્ઞાન - સૂર્ય બની અનુભૂતિ ની કિરણો ફેલાવો , વિધાતા બનો , તપસ્વી બનો”
 


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં હોલીહંસ બાળકો સાથે હોળી મનાવવા માટે આવ્યાં છે. બાળકો પણ પ્રેમ ની દોરી માં બંધાયેલા હોળી મનાવવા માટે પહોંચી ગયા છે. મિલન મનાવવા માટે કેટલાં પ્રેમ થી પહોંચી ગયા છે. બાપદાદા સર્વ બાળકો નાં ભાગ્ય ને જોઈ રહ્યાં હતાં - કેટલું ઊંચું ભાગ્ય, જેટલાં જ હોલીએસ્ટ (સૌથી પવિત્ર) છે એટલાં જ હાઈએસ્ટ (સૌથી ઊંચા) પણ છે. આખા કલ્પ માં જુઓ તમારા બધા નાં ભાગ્ય કરતાં ઊંચું ભાગ્ય બીજા કોઈ નું નથી. જાણો છો ને પોતાનાં ભાગ્ય ને? વર્તમાન સમયે પણ પરમાત્મ-પાલના, પરમાત્મ-ભણતર અને પરમાત્મ-વરદાનો થી પાલન થઇ રહ્યું છે. ભવિષ્ય માં પણ વિશ્વ નાં રાજ્ય અધિકારી બનો છો. બનવાનું જ છે, નિશ્ચિત છે, નિશ્ચય જ છે. પછી પણ જ્યારે પૂજ્ય બનો છો તો આપ શ્રેષ્ઠ આત્માઓ જેવી પૂજા વિધિપૂર્વક બીજા કોઈ ની પણ નથી થતી. તો વર્તમાન, ભવિષ્ય અને પૂજ્ય સ્વરુપ માં હાઈએસ્ટ અર્થાત્ ઊંચા માં ઊંચા છો. તમારા જડ ચિત્ર, એમની પણ દરેક કર્મ ની પૂજા થાય છે. અનેક ધર્મ પિતા, મહાન આત્માઓ થયા છે પરંતુ એવી રીતે વિધિપૂર્વક પૂજા આપ ઊંચા માં ઊંચા પરમાત્મ-બાળકો ની થાય છે કારણકે આ સમયે દરેક કર્મ માં કર્મયોગી બની કર્મ કરવાની વિધિ નું ફળ પૂજા પણ વિધિપૂર્વક થાય છે. આ સંગમ સમય નાં પુરુષાર્થ ની પ્રારબ્ધ મળે છે. તો ઊંચાં માં ઊંચા ભગવાન આપ બાળકો ને પણ ઊંચા માં ઊંચી પ્રાપ્તિ કરાવે છે.

હોલી અર્થાત્ પવિત્રતા, હોલીએસ્ટ પણ છો તો હાઈએસ્ટ પણ છો. આ બ્રાહ્મણ-જીવન નું ફાઉન્ડેશન જ પવિત્રતા છે. સંકલ્પ માત્ર પણ અપવિત્રતા શ્રેષ્ઠ બનવા નથી દેતી. પવિત્રતા જ સુખ, શાંતિ ની જનની છે. પવિત્રતા સર્વ પ્રાપ્તિઓ ની ચાવી છે, એટલે તમારા બધા નું સ્લોગન આ જ છે - “પવિત્ર બનો, યોગી બનો”. જે હોળી પણ યાદગાર છે, એમાં પણ જુઓ, પહેલાં બાળે છે પછી મનાવે છે. બાળ્યા વગર નથી મનાવતાં. અપવિત્રતા ને બાળવી, યોગ ની અગ્નિ દ્વારા અપવિત્રતા ને બાળો છો, એનું યાદગાર તે આગ માં બાળે છે અને બાળ્યા પછી બધા પવિત્ર બને છે તો ખુશીઓ મનાવે છે. પવિત્ર બનવાનું યાદગાર મિલન મનાવે છે કારણકે તમે બધા પણ જ્યારે અપવિત્રતા ને બાળો છો, પરમાત્મ-સંગ નાં રંગ માં લાલ થઈ જાઓ છો તો સર્વ આત્માઓ પ્રત્યે શુભ ભાવના, શુભ કામના નું મિલન મનાવો છો. એનું યાદગાર મંગળ મિલન મનાવે છે. એટલે બાપદાદા બધા બાળકો ને આ જ સ્મૃતિ અપાવે છે કે સદા દરેક થી દુવાઓ લો અને દુવાઓ આપો. પોતાની દુવાઓ ની શુભ ભાવના થી મંગળ મિલન મનાવો કારણકે જો કોઈ બદ-દુવા આપે પણ છે, તે તો પરવશ છે અપવિત્રતા થી પરંતુ જો તમે બદ-દુવા ને મન માં સમાવો છો તો શું ખુશ રહો છો? સુખી રહો છો કે વ્યર્થ સંકલ્પો નું કેમ, શું, કેવી રીતે, કોણ… આ દુઃખ નો અનુભવ કરો છો? બદ-દુવા લેવી અર્થાત્ પોતાને પણ દુઃખ અને અશાંતિ અનુભવ કરાવવી. જે બાપદાદા ની શ્રીમત છે સુખ દો અને સુખ લો, એ શ્રીમત નું ઉલ્લંઘન થઈ જાય છે. તો હવે બધા બાળકો દુવાઓ લેતા અને દુવાઓ આપતા શીખી ગયા છો ને? શીખ્યું છે?

પ્રતિજ્ઞા અને દૃઢતા, દૃઢતા થી પ્રતિજ્ઞા કરો - સુખ આપવું છે અને સુખ લેવું છે . દુવાઓ આપવી છે , લેવી છે . છે પ્રતિજ્ઞા? હિંમત છે? જેમના માં હિંમત છે આજ થી દૃઢતા નો સંકલ્પ લે છે - દુવાઓ લઈશું, દુવાઓ આપીશું, તે હાથ ઉઠાવો. પાક્કું? પાક્કું? કાચ્ચા નહીં થતાં. કાચ્ચા બનશો ને, તો કાચ્ચા ફળ ને ચકલી ખૂબ ખાય છે. દૃઢતા સફળતા ની ચાવી છે. બધા ની પાસે ચાવી છે? છે ચાવી? ચાવી કાયમ છે, માયા ચોરી તો નથી કરી લેતી? એને પણ ચાવી સાથે પ્રેમ છે. સદૈવ સંકલ્પ કરતા સાથે આ સંકલ્પ ઈમર્જ કરો, મર્જ નહીં, ઈમર્જ. ઇમર્જ કરો મારે કરવાનું જ છે. બનવાનું જ છે. થવાનું જ છે. થયેલું જ છે. આને કહેવાય છે નિશ્ચયબુદ્ધિ, વિજયંતિ. ડ્રામા વિજય નો બનેલો જ છે. ફક્ત રીપીટ કરવાનો છે. પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. બનેલો છે, રિપીટ કરી બનાવવાનો છે. મુશ્કેલ છે? ક્યારેક-ક્યારેક મુશ્કેલ થઈ જાય છે! મુશ્કેલ કેમ થાય છે? પોતે જાતે જ સહજ ને મુશ્કેલ કરી દો છો. નાની ભૂલ કરી લો છો - ખબર છે કઈ ભૂલ કરો છો? બાપદાદાને એ સમયે બાળકો પર બહુ જ રહેમ શું કહે, પ્રેમ આવે છે. શું પ્રેમ આવે છે? એક તરફ તો કહો છો કે બાપ અમારી સાથે કમ્બાઈન્ડ છે. સાથે નહીં કમ્બાઈન્ડ છે. તો કમ્બાઈન્ડ છે? ડબલ ફોરેનર્સ કમ્બાઈન્ડ છે? પાછળ વાળા કમ્બાઈન્ડ છે? ગેલેરી વાળા કમ્બાઈન્ડ છે?

અચ્છા - આજે તો બાપદાદા ને સમાચાર મળ્યાં કે મધુબન નિવાસી પાંડવ ભવન, જ્ઞાન સરોવર અને અહીં વાળા પણ અલગ હોલ માં સાંભળી રહ્યાં છે. તો એમને પણ બાપદાદા પૂછી રહ્યાં છે કે બાપદાદા કમ્બાઈન્ડ છે? હાથ ઉઠાવી રહ્યાં છે. જ્યારે સર્વ શક્તિવાન્ બાપદાદા કમ્બાઈન્ડ છે પછી એકલા કેમ બની જાઓ છો? જો તમે કમજોર પણ છો તો બાપદાદા તો સર્વ શક્તિવાન્ છે ને? એકલા બની જાઓ છો ત્યારે જ કમજોર બની જાઓ છો. કમ્બાઈન્ડ રુપ માં રહો. બાપદાદા દરેક બાળકો નાં દરેક સમયે સહયોગી છે. શિવ બાપ પરમધામ થી આવ્યાં કેમ છે? શા માટે આવ્યાં છે? બાળકો નાં સહયોગી બનવા માટે આવ્યાં છે. જુઓ, બ્રહ્મા બાપ પણ વ્યક્ત થી અવ્યક્ત થયા, શા માટે? સાકાર શરીર કરતાં અવ્યક્ત રુપ માં વધારે થી વધારે સહયોગ આપી શકે છે. તો જ્યારે બાપદાદા સહયોગ આપવા માટે ઓફર કરી રહ્યાં છે તો એકલા કેમ બની જાઓ છો? મહેનત માં કેમ લાગી જાઓ છો? ૬૩ જન્મ તો મહેનત કરી છે ને? શું તે મહેનત નાં સંસ્કાર હજી પણ ખેંચે છે શું? મહોબ્બત માં રહો, લવ માં લીન રહો. મહોબ્બત મહેનત થી મુક્ત કરાવવા વાળી છે. મહેનત ગમે છે શું? શું આદત થી મજબૂર થઈ જાઓ છો? સહજયોગી છો, બાપદાદા વિશેષ બાળકો માટે પરમધામ થી ભેટ લાવ્યાં છે, ખબર છે શું ભેટ લાવ્યાં છે? તિરી પર બહિશ્ત લાવ્યાં છે. (હથેળી પર સ્વર્ગ લાવ્યાં છે) તમારું ચિત્ર પણ છે ને? રાજ્ય ભાગ્ય લાવ્યાં છે બાળકો માટે, એટલે બાપદાદા ને મહેનત ગમતી નથી.

બાપદાદા દરેક બાળકો ને મહેનત મુક્ત, મહોબ્બત માં મગન જોવા ઈચ્છે છે. તો મહેનત અથવા માયા નાં યુદ્ધ થી મુક્ત બનવાની આજે સંકલ્પ દ્વારા હોળી પ્રગટાવશો? પ્રગટાવશો? બાળવું એટલે નામ-નિશાન ગુમ. કોઈ પણ વસ્તુ બાળો છો તો નામ-નિશાન ખતમ થઈ જાય છે ને? તો એવી હોળી મનાવશો? હાથ તો હલાવી રહ્યાં છે. બાપદાદા હાથ જોઈને ખુશ થઈ રહ્યાં છે. પરંતુ… પરંતુ છે? પરંતુ બોલે શું કે નહીં? મન નો હાથ હલાવજો. આ હાથ હલાવવો તો બહુ જ ઈઝી (સહેલું) છે. જો મને માન્યું કરવું જ છે, તો થયેલું જ છે. નવાં-નવાં પણ ખૂબ આવ્યાં છે. જે પહેલી વાર મિલન મનાવવા માટે આવ્યાં છે, તે હાથ ઉઠાવો. ડબલ ફોરેનર્સ પણ છે.

હમણાં જે પણ પહેલીવાર આવ્યાં છે, બાપદાદા વિશેષ એમને પોતાનું ભાગ્ય બનાવવા ની મુબારક આપી રહ્યાં છે, પરંતુ આ મુબારક સ્મૃતિ માં રાખજો અને હજી બધા ને લાસ્ટ સો ફાસ્ટ જવાનો ચાન્સ છે, કારણકે ફાઈનલ રિઝલ્ટ બહાર નથી પડ્યું. તો લાસ્ટ માં આવવા વાળા પણ, પહેલાં વાળા થી લાસ્ટ માં આવ્યાં છો ને? તો લાસ્ટ વાળા લાસ્ટ સો ફાસ્ટ અને ફાસ્ટ સો ફર્સ્ટ આવી શકે છે. સંમતિ છે, જઈ શકો છો. તો સદા આ લક્ષ યાદ રાખજો કે મારે અર્થાત્ મારે આત્મા ને ફાસ્ટ અને ફર્સ્ટ ક્લાસ માં આવવાનું જ છે. હા, વી.આઈ.પી. ઘણાં આવ્યાં છે ને, ટાઈટલ વી.આઈ.પી નું છે. જે વી.આઈ.પી આવ્યાં છે તે લાંબો હાથ ઉઠાવો. (લગભગ ૧૫૦ ભારત નાં મહેમાન બાપદાદા ની સામે બેઠાં છે) વેલકમ. પોતાનાં ઘર માં આવવાનું વેલકમ, ભલે પધાર્યાં. હમણાં તો પરિચય માટે વી.આઈ.પી. કહે છે પરંતુ હવે વી.આઈ.પી થી વી.વી.વી.આઈ.પી. બનવાનું છે. જુઓ, દેવતાઓ તમારા જડ ચિત્ર વી. વી. વી. આઈ. પી. છે તો તમારે પણ પૂર્વજ જેવા બનવાનું જ છે. બાપદાદા બાળકો ને જોઈને ખુશ થાય છે. સંબંધ માં આવ્યાં. જે વી.આઈ.પી. આવ્યાં છે ઉઠો. બેઠા-બેઠા થાકી પણ ગયા હશો, થોડા ઉઠો. અચ્છા.

વર્તમાન સમયે બાપદાદા બે વાતો પર વારંવાર અટેન્શન અપાવી રહ્યાં છે- એક સ્ટોપ, બિંદુ લગાવો, પોઈન્ટ લગાવો. બીજું - સ્ટોક જમા કરો. બંને જરુરી છે. ત્રણ ખજાના વિશેષ જમા કરો - એક પોતાનાં પુરુષાર્થ ની પ્રારબ્ધ અર્થાત્ પ્રત્યક્ષ ફળ, તે જમા કરો. બીજું - સદા સંતુષ્ટ રહેવું, સંતુષ્ટ કરવા. ફક્ત રહેવાનું નથી, કરવાનું પણ. એનાં ફળ સ્વરુપ દુવાઓ જમા કરો. દુવાઓનું ખાતું ક્યારેક-ક્યારેક કોઈ બાળકો જમા કરે છે પરંતુ ચાલતાં-ચાલતાં કોઈ નાની-મોટી વાત માં કન્ફ્યુઝ થઈને, હિંમતહીન થઈને જમા થયેલા ખજાનો માં પણ લકીર લગાવી દો છો. તો દુવાઓનું ખાતું પણ જમા હોય. એની વિધિ સંતુષ્ટ રહેવું, સંતુષ્ટ કરવા. ત્રીજું-સેવા દ્વારા સેવા નું ફળ જમા કરવું અથવા ખજાના જમા કરવા અને સેવા માં પણ વિશેષ નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ, નિર્મળ વાણી. બેહદ ની સેવા. મારું નથી, બાબા. બાબા કરાવનહાર મુજ કરનહાર દ્વારા કરાવી રહ્યાં છે, આ છે બેહદ ની સેવા. આ ત્રણેય ખાતા ચેક કરો - ત્રણેય ખાતા જમા છે? મારાપણા નો અભાવ હોય. ઈચ્છા માત્રમ્ અવિદ્યા. વિચારે છે આ વર્ષ માં શું કરવાનું છે? સિઝન પૂરી થઈ રહી છે, હવે ૬ મહિના શું કરવાનું છે? તો એક તો ખાતા જમા કરજો, સારી રીતે ચેક કરજો. કોઈ ખુણા માં પણ હદ ની ઈચ્છા તો નથી? હું અને મારાપણું તો નથી? લેવતા તો નથી? વિધાતા બનો, લેવતા નહીં. ન નામ, ન માન, ન શાન, કોઈ નાં પણ લેવતા નહીં, દાતા, વિધાતા બનો.

હવે દુઃખ ખૂબ-ખૂબ વધી રહ્યું છે, વધતું રહેશે, એટલે માસ્ટર સૂર્ય બની અનુભૂતિ ની કિરણો ફેલાવો. જેવી રીતે સૂર્ય એક જ સમય માં કેટલી પ્રાપ્તિઓ કરાવે છે, એક પ્રાપ્તિ નથી કરાવતો. ફક્ત રોશની નથી આપતો, પાવર (શક્તિ) પણ આપે છે. અનેક પ્રાપ્તિઓ કરાવે છે. એવી રીતે તમે બધા આ ૬ મહિના માં જ્ઞાન-સૂર્ય બની સુખ ની, ખુશી ની, શાંતિ ની, સહયોગ ની કિરણો ફેલાવો. અનુભૂતિ કરાવો. તમારા ચહેરા ને જોતાં જ દુઃખ ની લહેર માં કમ સે કમ સ્મિત આવી જાય. તમારી દૃષ્ટિ થી હિંમત આવી જાય. તો આ અટેન્શન આપવાનું છે. વિધાતા બનવાનું છે, તપસ્વી બનવાનું છે. એવી તપસ્યા કરો જે તપસ્યા ની જ્વાળા કોઈ ને કોઈ અનુભૂતિ કરાવે. ફક્ત વાણી ન સાંભળે, અનુભૂતિ કરાવો. અનુભૂતિ અમર હોય છે. ફક્ત વાણી થોડો સમય ગમે છે, સદા યાદ નથી રહેતી, એટલે અનુભવ ની અથોરીટી બની અનુભવ કરાવો. જે પણ સંબંધ સંપર્ક માં આવી રહ્યાં છે એમને હિંમત, ઉમંગ-ઉત્સાહ પોતાનાં સહયોગ થી, બાપદાદા નાં કનેક્શન થી અપાવો. વધારે મહેનત નહીં કરાવો. ન પોતે મહેનત કરો ન બીજાઓ ને કરાવો. નિમિત્ત છો ને? તો વાયબ્રેશન એવાં ઉમંગ-ઉત્સાહ નાં બનાવો જે ગંભીર પણ ઉમંગ-ઉત્સાહ માં આવી જાય. ખુશી માં મન નાચવા લાગે. સાંભળ્યું શું કરવાનું છે? જોશે રીઝલ્ટ. કયા સ્થાને કેટલાં આત્માઓ ને દૃઢ બનાવ્યાં, પોતે દૃઢ બન્યાં, કેટલાં આત્માઓ ને દૃઢ બનાવ્યાં? સાધારણ પોતામેલ નહીં જોશે, ભૂલ નથી કરી, ખોટું નથી બોલ્યાં, કોઈ વિકર્મ નથી કર્યા, પરંતુ કેટલાં આત્માઓ ને ઉમંગ-ઉત્સાહ માં લાવ્યાં, અનુભૂતિ કરાવી, દૃઢતા ની ચાવી આપી? ઠીક છે ને, કરવાનું જ છે ને? બાપદાદા પણ કેમ કહે કે કરશો! ના, કરવાનું જ છે. તમે નહીં કરશો તો કોણ કરશે? પાછળ આવવા વાળા? તમે જ કલ્પ-કલ્પ બાપ પાસે થી અધિકારી બન્યાં હતાં, બન્યાં છો અને દરેક કલ્પ માં બનશો. એવું દૃઢતા પૂર્વક બાળકો નું સંગઠન બાપદાદા ને જોવું જ છે. ઠીક છે ને? હાથ ઉઠાવો, બનવાનું જ છે, મન નો હાથ ઉઠાવો. દૃઢ નિશ્ચય નો હાથ ઉઠાવો. આ તો બધા પાસ થઈ ગયા છે. પાસ છે ને? અચ્છા.

ચારેય તરફ નાં દિલતખ્તનશીન બાળકો ને, દૂર બેઠેલા પણ પરમાત્મ -પ્રેમ નો અનુભવ કરવા વાળા બાળકો ને, સદા હોલી અર્થાત્ પવિત્રતા નાં ફાઉન્ડેશન દૃઢ કરવા વાળા, સ્વપ્ન-માત્ર પણ અપવિત્રતા નાં અંશમાત્ર થી પણ દૂર રહેવા વાળા મહાવીર, મહાવીરણી બાળકો ને, સદા દરેક સમયે સર્વ જમા નું ખાતુ, જમા કરવા વાળા સંપન્ન બાળકો ને, સદા સંતુષ્ટમણી બની સંતુષ્ટ રહેવા અને સંતુષ્ટ કરવા વાળા બાપ સમાન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર દુવાઓ અને નમસ્તે.

દાદીઓ સાથે :- દાદીઓ તો ગુરુભાઈ છે ને, તો સાથે બેસો. ભાઈ સાથે બેસે છે. સારું છે. બાપદાદા રોજ સ્નેહ ની માલિશ કરે છે. નિમિત્ત છે ને? આ માલિશ ચાલાવી રહી છે. સારું છે - તમારા બધા નાં એક્ઝામ્પલ જોઈને બધા ને હિંમત આવે છે. નિમિત્ત દાદીઓ સમાન સેવા માં, નિમિત્ત ભાવ માં આગળ વધવાનું છે. સારું છે, તમારા લોકોનો આ જે પાક્કો નિશ્ચય છે ને - કરાવનહાર કરાવી રહ્યાં છે, ચલાવવા વાળા ચલાવી રહ્યાં છે. આ નિમિત્ત ભાવ સેવા કરાવી રહ્યો છે. હું-પણું છે? કાંઈ પણ હું-પણું આવે છે? સારું છે. આખા વિશ્વ ની આગળ નિમિત્ત એક્ઝામ્પલ છે ને? તો બાપદાદા પણ સદા વિશેષ પ્રેમ અને દુવાઓ આપતા જ રહે છે. અચ્છા. ઘણાં આવ્યાં છે તો સારું છે ને? લાસ્ટ ટર્નવાળા ફાસ્ટ ગયા છે. અચ્છા.

ડબલ વિદેશી મુખ્ય ટીચર્સ બહેનો સાથે :- બધા મળીને બધા ની પાલના કરવાને નિમિત્ત બનો છો આ ખૂબ સારો પાર્ટ ભજવો છો. પોતે પણ રિફ્રેશ થઈ જાઓ છો અને બીજા ને પણ રિફ્રેશ કરી દો છો. સારો પ્રોગ્રામ બનાવો છો. બાપદાદા ને પસંદ છે. પોતે રિફ્રેશ થશે ત્યારે તો રિફ્રેશ કરશે. બહુ જ સારું. બધાએ રીફ્રેશમેન્ટ સારી કરી. બાપદાદા ખુશ છે. બહુ જ સારું. ઓમ્ શાંતિ.

વરદાન :-
નોલેજફુલ સ્થિતિ દ્વારા પરિસ્થિતિઓ ને પાર કરવા વાળા અંગદ સમાન અચલ - અડોલ ભવ

રાવણ રાજ્ય ની કોઈ પણ પરિસ્થિતિ તથા વ્યક્તિ જરા પણ સંકલ્પ રુપ માં પણ હલાવી ન શકે. એવાં અચલ-અડોલ ભવ નાં વરદાની બનો. કારણકે કોઈ પણ વિધ્ન નીચે પાડવા માટે નથી, મજબૂત બનાવવા માટે આવે છે. નોલેજફુલ ક્યારેય પેપર ને જોઈને મૂંઝાતા નથી. માયા કોઈ પણ રુપ માં આવી શકે છે - પરંતુ તમે યોગ અગ્નિ પ્રગટાવી ને રાખો, નોલેજફુલ સ્થિતિ માં રહો તો બધા વિઘ્ન સ્વતઃ સમાપ્ત થઈ જશે અને તમે અચલ-અડોલ સ્થિતિ માં સ્થિત રહેશો.

સ્લોગન :-
શુદ્ધ સંકલ્પ નો ખજાનો જમા હોય તો વ્યર્થ સંકલ્પો માં સમય નહીં જશે.

અવ્યક્ત ઇશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

પ્યોરિટી ની પર્સનાલિટી નાં આધાર પર બ્રહ્મા-બાપ આદિ દેવ અથવા પહેલાં પ્રિન્સ બન્યાં. એમ તમે પણ ફોલો ફાધર કરી વન નંબર ની પર્સનાલિટી નાં લિસ્ટ માં આવી જાઓ કારણકે બ્રાહ્મણ-જન્મ નાં સંસ્કારો જ પવિત્ર છે. તમારી શ્રેષ્ઠતા અથવા મહાનતા જ પવિત્રતા છે.

સુચના :- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈ પ્રભુ-પ્રેમ માં સમાવવાનો અનુભવ કરે. સદા એ જ સ્વમાન માં બેસે કે હું આત્મા સર્વ પ્રાપ્તિઓ થી સંપન્ન સર્વ શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા છું. પ્રેમ નાં સાગર બાપ નાં પ્રેમ ની કિરણો નીકળી ને મુજ આત્મા માં સમાઈ રહી છે. તે જ પ્રેમ નાં વાયબ્રેશન ચારેય તરફ વાતાવરણ માં ફેલાઈ રહ્યાં છે.