18-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ જ
રુહાની નશા માં રહો કે અમે ઈશ્વરીય ફેમિલી નાં છીએ , અમે પોતાની ગુપ્ત દૈવી રાજધાની
સ્થાપન કરી રહ્યાં છીએ”
પ્રશ્ન :-
બાળકોમાં કઈ આદત
પાક્કી હોય તો આખો દિવસ ખુશી બની રહે?
ઉત્તર :-
જો સવારે-સવારે ઊઠીને વિચાર સાગર મંથન કરવાની આદત હોય તો આખો દિવસ અપાર ખુશી રહે.
બાપ ની શ્રીમત છે બાળકો, અમૃતવેલા ઉઠી ને પોતાનાં બાપ સાથે મીઠી-મીઠી વાતો કરો.
વિચાર કરો - અમે હમણાં કયાં ફેમિલી નાં છીએ. અમારું કર્તવ્ય શું છે, જો બુદ્ધિમાં
રહે કે અમે આ ઈશ્વરીય ફેમિલી છીએ, અમે પોતાની નવી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ તો
આખો દિવસ ખુશી બની રહે.
ઓમ શાંતિ!
બાળકો જાણે છે
કે આ રુહાની પરિવાર છે, તે બધાંં છે શરીરધારી પરિવાર. આ છે રુહાની પરિવાર. રુહાની
બાપ નો આ પરિવાર, જેમ લૌકિક ઘર માં મા-બાપ, બાળકો હોય છે, તે થયો હદ નો પરિવાર. તમે
હમણાં બેહદ ની ફેમિલી (પરિવાર) થઈ ગયાં. બાળકો ગાય પણ છે તુમ માત-પિતા… તો જેમ
ફેમિલી થઈ ગયાં. રચયિતા ની રચના થયાં. આમ તો બાળકો એમની રચના છે, પરંતુ જાણતાં નથી.
આપ બાળકો હમણાં જાણો છો, બરોબર બેહદ બાપ ની આ ફેમિલી છે. ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય.
આમનાં માટે ગવાયેલું છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ વિજયંતી. આવી ફેમિલી ક્યારેય ગીતા
માં નથી ગવાયેલી. તમે ઈશ્વરીય ફેમિલી; ગુપ્ત દૈવી રાજધાની સ્થાપન કરી રહ્યાં છો.
કોઈને પણ ખબર નથી પડતી. તમને નશો છે, જે-જે બાપ ને યાદ કરશે, તેમને નશો રહેશે.
દેહ-અભિમાન માં આવવાથી તે નશો ઉતરી જશે. આ ઈશ્વરીય ફેમિલી છે. આપણે ઘરે જવાનું છે
પછી દૈવી રાજધાની માં આવીશું. ત્યાં છે દૈવી ફેમિલી. તે આસુરી ફેમિલી, આ છે તમારી
ઈશ્વરીય ફેમિલી. રુહાની બાપદાદા નાં બાળકો બહેન-ભાઈ છે. બસ, આ છે રુહાની પ્રવૃત્તિ
માર્ગ. સતયુગ માં ઈશ્વરીય ફેમિલી નહીં કહેવાશે. ત્યાં દૈવી ફેમિલી થઈ જાય છે. આ
ઈશ્વરીય ફેમિલી ખુબ જબરજસ્ત છે. તમે જાણો છો હમણાં આપણે ઈશ્વરીય ફેમિલી, દૈવી રાજ્ય
સ્થાપન કરી રહ્યાં છીએ. આવી-આવી પોતાની સાથે વાતો કરતાં, વિચાર મંથન કરવું જોઈએ.
સવારે ઉઠીને યાદ માં બેસો તો વિચાર સાગર મંથન કરવાની આદત પડી જશે. ઉમંગ માં આવતાં
જશો. જ્યારે બીજા બધાંં મનુષ્ય નિંદર માં સૂતેલા રહે છે, તમે તે સમયે જાગો છો. તમારે
સવારે-સવારે ઊઠીને એવાં-એવાં વિચાર કરવાં જોઈએ પછી જુઓ તમને કેટલી ખુશી રહે છે. જે
પણ શ્રીમત મળે છે તેનાં પર ચાલવાનું છે પછી તમને ખુશી ખૂબ થશે, ઈશ્વરીય ફેમિલી ની
યાદ આવશે. આસુરી ફેમિલી થી દિલ હટી જશે. નવું મકાન જ્યારે બિલકુલ તૈયાર થઈ જાય છે
તો પછી જૂના થી આસક્તિ નીકળી જાય છે. જ્યાં સુધી નવું નથી બન્યું ત્યાં સુધી કંઈ ન
કંઈ સમારકામ વગેરે કરતાં રહે છે. પછી દિલ હટી જાય છે આ જૂની દુનિયા પણ એવી છે.
હવે તમે જાણો છો આ
જૂનું ઘર છે, આપણે નવાં ઘર માં જઈશું. પછી નવું વસ્ત્ર (શરીર) પહેરશું. આ દેહ પણ
જુનું છે. હવે તમે ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છો. અહીં રાજ્ય
નથી કરવાનું. અહીં થાય છે સ્થાપના. આ વાતો ફક્ત તમે જ જાણો છો. છે પણ આ ગીતા,
રાજ્યોગ છે ને. આને કહેવાય છે સહજ રાજ્યોગ. અનેક વાર તમે આ રાજ્યોગ અભ્યાસ દ્વારા
દૈવી રાજ્ય સ્થાપન કરો છો. ત્યાં આ વાતો યાદ નહીં રહેશે. જો ત્યાં આ વાતો યાદ રહે
તો પછી સુખ જ ન ભાસે. ચિંતા લાગી જાય. આ સમયે તમને ગુપ્ત નશો છે. ઊંચે થી ઊંચા બાબા
ની આ ફેમિલી છે. આને કહેવાય છે ઇશ્વરીય ગુપ્ત ફેમિલી સમાન. ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,
ઈશ્વર યજ્ઞ પણ કહે છે. ફેમિલી છે, આપણે ખૂબ લવલી (પ્રેમાળ) બનવાનું છે. ભવિષ્ય માં
તમે ખૂબ પ્રેમાળ બનો છો. તમે છો રુપ-વસંત. આત્મા રુપ પણ છે, વસંત પણ છે. આટલો નાનો
આત્મા અવિનાશી પાર્ટ ભજવે છે. આ સમયે તમે રુપ-વસંત બન્યાં છો. બાપ જ્ઞાન નાં સાગર
છે. જ્ઞાન જરુર આપશે ત્યારે, જ્યારે આ શરીર માં આવશે. તમે જાણો છો - જ્ઞાન ની વર્ષા
વરસાવે છે. એક-એક રતન લાખો રુપિયા નાં છે. હવે આપ આત્માઓને બાપ નો પરિચય મળ્યો છે.
બાપે સ્મૃતિ અપાવી છે. તમારી બુદ્ધિમાં છે - આ ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે એટલે
તમારું નામ જ છે - સ્વદર્શન ચક્રધારી. વિષ્ણુ કે લક્ષ્મી-નારાયણ સ્વદર્શન ચક્રધારી
નહોતાં, તેમનામાં આ જ્ઞાન નથી હોતું. હમણાં આત્મા ને આ જ્ઞાન મળે છે. સૃષ્ટિનું
ચક્ર કેવી રીતે ફરે છે. ભલે ત્રિમૂર્તિ કહે તો પણ શિવ નથી દેખાડતાં. ત્રિમૂર્તિ નાં
ચિત્ર ઘણાં જોયા હશે. સાકાર માં પ્રજાપિતા બ્રહ્મા તો અહીં છે ને. આ થઈ ગયાં ખૂબ
જૂના, ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. તો આ થયો પ્રજાપિતા બ્રહ્મા નો સિઝરો (વંશજ). બાપ
સૃષ્ટિ રચે છે, બ્રહ્મા દ્વારા. તો બ્રહ્મા મોટાં થયાં ને! દેખાડે પણ વૃદ્ધ છે. આ
૮૪ જન્મોનું ચક્ર લગાવેલું છે. હવે તમે આ વાતો ને સમજી ગયાં છો. આ પણ જાણો છો કે
બાપનાં તો બધાંં બાળકો છે. આત્માઓ ને બાપ નો પરિચય આપવાનો છે. હમણાં ભારતનું ખૂબ
મોટું કલ્યાણ થઈ રહ્યું છે. બધા આત્માઓ પવિત્ર થઈ મુક્તિધામ માં ચાલ્યા જશે. તમે છો
જ ભારતની સેવા પર. ભારત ખાસ, દુનિયા આમ. તમે હમણાં થોડાક છો, જે આ વાતો ને સમજો છો
પછી નટશેલ (સંક્ષિપ્ત) માં સમજાવાય છે, બાળકો મનમનાભવ. અલગ પણ સમજાવાય છે, જે કાંઈ
છે દૈવી રાજધાની સ્થાપન કરવામાં લગાવો. બાપુ ગાંધી શું કરતાં હતાં! તે પણ રામરાજ્ય
ઇચ્છતાં હતાં. કેવો વન્ડરફુલ (અદ્દભુત) ખેલ છે ને! હમણાં તમે સાક્ષી થઈ ખેલ જુવો
છો. તમને હસવું આવે છે. ક્યાં ની વાતો ક્યાં લઈ જાય છે.
બાપ કહે છે - ડ્રામા
અનુસાર દુનિયાની ગતિ ખરાબ થઈ ગઈ છે પછી બાપ આવીને સદ્દગતિ કરે છે. આપ બાળકો ને નશો
ચઢ્યો છે. આ છે આખાં વર્લ્ડ નાં નિરાકાર બાપુજી. આ બ્રહ્મા પણ કોનાં બાળક છે?
શિવબાબા નાં. એ કોનાં બાળક? આ માતાઓ કહે છે - શિવબાબા અમારા બાળક. આ છે શિવબાબા નો
ખેલપાલ. બાકી ધ્યાન-દીદાર માં તો માયા ની ખૂબ પ્રવેશતા થાય છે. આ જે કહે છે - અમારા
માં શિવબાબા આવે છે. શિવબાબા આ બોલે છે. આ બધી ભૂતની પ્રવેશતા છે. આપ બાળકોએ ખબરદાર
રહેવાનું છે. આ ભૂત ની બીમારી એવી છે જે બંને જહાન થી ઉડાવી દે છે. આ ક્યારેય પણ
વિચાર ન આવવો જોઈએ કે અમે સાક્ષાત્કાર કરીએ. આ બધાંં ભક્તિ નાં વિચાર છે.
જ્ઞાનમાર્ગ ને સારી રીતે સમજવાનો છે. માયા અનેક પ્રકાર થી દગો આપે છે. સાક્ષાત્કાર
વગેરે થી કોઈ ફાયદો નથી. બાપ કહે છે આમનાં દ્વારા સગાઈ કરાવે છે. બાપનું ફરમાન છે -
તમારે કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. તમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો.
પોતાનાં કલ્યાણ માટે બાપ ને યાદ કરવાનાં છે. આ તો ખૂબ સમજણ ની વાત છે. બાબા ને કોઈ
પણ સમાચાર લખી શકે છે. કોઈ બાળકોને તો એટલી પણ અક્કલ નથી કે બેહદનાં બાપ ને ચિઠ્ઠી
માં પોતાનાં ખુશ-ખેરાફત નાં સમાચાર લખીએ. લૌકિક બાપ ને ચિઠ્ઠી ન લખે તો આરામ જ ખતમ
થઇ જાય. આ પણ બેહદ નાં બાપ છે. જુએ છે મહિનો દોઢ મહિનો ચિઠ્ઠી નથી આવતી તો સમજે છે,
આમને કદાચ માયા ખાઈ ગઈ, જે આવાં પારલૌકિક બાપને ચિઠ્ઠી નથી લખતાં. એટલું તો લખવું
જોઈએ - બાબા, અમે નારાયણી નશા માં સદૈવ રહીએ છીએ. તમારી આપેલી યુક્તિ માં જ અમે
તત્પર છીએ. તો બાબા સમજશે ખુશ-રાજી છે. ચિઠ્ઠી નથી લખતાં તો સમજશે બીમાર છે. યાદ
માં જ નથી રહેતાં. નહીં તો બાબાને સમાચાર આપવાનાં છે, બાબા અમે આ સર્વિસ કરી છે,
આમને સમજાવ્યું, આની બુદ્ધિ માં પૂરું નથી બેસ્યું. તો પછી આ પણ સમજાવશે કે આ રીતે
સમજાવો.
ભક્તિમાર્ગ માં જે
કંઈ કહે છે, સમજતાં કાંઈ પણ નથી. મુખ્ય વાત - બાપ ને જ નથી જાણતાં. બાપ ને જાણવાથી
ભારત સદ્દગતિ ને પામે છે. બાપ ને ન જાણવાનાં કારણે ભારત બિલકુલ દુર્ગતિ ને પામે છે.
હવે બાપ આપ બાળકો ને સમજાવે છે - હું તમને સદ્દગતિ માં લઈ જઈશ, બાકી બધાને મુક્તિ
માં લઈ જઈશ. ભારત જીવનમુક્તિ માં છે તો બાકી બધાંં મુક્તિમાં છે. આ પરિવર્તન સિવાય
બાપ નાં બીજું કોઈ નથી કરી શકતું. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. સર્વની
સદ્દગતિ જરુર કલ્પ-કલ્પ સંગમ પર જ થશે.
તમે જાણો છો આપણા સૌ
આત્માઓનાં રુહાની બાપ એક છે. એમને આત્મા જ યાદ કરે છે. તમને ભક્તિમાર્ગ માં બે બાપ
છે. સતયુગ માં છે એક બાપ. સંગમ પર છે ૩ બાપ. પ્રજાપિતા બ્રહ્મા પણ તો બાપ થયાં ને!
શિવ પણ બાબા છે. એ છે સર્વ આત્માઓનાં બાપ, એમનાથી જ વારસો લેવાનો છે. એમને યાદ
કરવાથી જ વિકર્મ વિનાશ થશે. બ્રહ્મા ને યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે, એટલે
શિવબાબા ને જ યાદ કરવાનાં છે. આપણે એમનાં બન્યાં છીએ, આ છે સાચું-સાચું સત્ય જ્ઞાન,
રુહાની બાપ નું રુહાની બાળકો પ્રત્યે. બાકી બધાંં છે દેહ-અભિમાની. દેહ-અભિમાની પતિત
મનુષ્ય જે કર્તવ્ય કરે છે તે પતિત જ કરે છે. દાન-પુણ્ય વગેરે જે પણ કરે છે, તે બધું
પતિત જ બનાવે છે. રાવણ રાજ્ય માં આ થાય જ છે. હવે બાપ આવીને ઓરડીનેન્સ (કાયદો) કાઢે
છે. કહે છે - બાળકો ખબરદાર, વિકાર માં નહીં જતા, કામ પર વિજય મેળવવાનો છે. તોફાન
વગેરે તો ઘણાં આવશે. આમાં ફા ન થવું જોઈએ. માયા નાં એટલાં વિકલ્પ આવશે જે અજ્ઞાન
કાળ માં પણ નહીં આવતાં હોય, એવાં પણ વિકલ્પ આવે છે. કહે છે - ભક્તિમાર્ગ માં તો ખુબ
ખુશી રહે છે. હમણાં તમે યાદ કરવા ઈચ્છો છો તો કરી નથી શકતાં. બિંદી યાદ નથી આવતી.
મોટી ચીજ હોય તો યાદ કરે.
બાબા કહે છે કે તમે
શિવબાબા કહી ને યાદ કરો, આ જૂની દુનિયા ને ભૂલી જાઓ. તમે શાંતિધામ માં યાદ કરો.
ફક્ત શાંતિધામ ને યાદ નથી કરવાનું, બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. આત્મા નો
સ્વીટ બાપ થી પ્રેમ જોઈએ. અડધાકલ્પ નાં પ્રેમી છો. આત્મા કહે છે અમે અડધોકલ્પ તમને
ભૂલી ગયાં છીએ. અહીં બ્રાહ્મણીઓ જેમને લઈ આવે છે, ખૂબ ખબરદારી થી નિશ્ચયબુદ્ધિ વાળા
ને જ આવવાનું છે. જો અહીં આવીને પછી જઈ કોઈ પતિત બને તો દંડ બ્રાહ્મણી પર આવી જશે
એટલે બ્રાહ્મણી પર ખૂબ રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે. બાબાએ આ રથ લીધો છે. બધી
વાતો નાં અનુભવી છે. અહીં તો ગંદ ની વાત નથી. પરસ્પર હસવું, રમવું, વાતચીત કરવી આની
કોઈ મનાઈ નથી. બાકી થોડો પણ કોઈ આત્મા થી પ્રેમ રાખશો તો પછી વધારે વધતો જશે. તેની
યાદ આવતી રહેશે એટલે આનાથી પણ પાર જવાનું છે.
હવે તમે ઘર માં બેઠા
છો કે સતયુગ માં બેઠા છો? (ઘર માં) બાપ બાળકોને ઘર માં ભણાવે છે. તમારા બધાનું આ ઘર
છે. જ્યારે બહાર જાઓ છો તો આવું નહીં કહેશો. અહીં ખૂબ સારો નશો રહેશે. દેહ નું
અભિમાન છોડવાનું છે. દેહી-અભિમાની બનો તો જાત-પાત નો ભેદ બધો નીકળી જશે. જૂની દુનિયા
તમોપ્રધાન છે, તેમાં ભેદભાવ વધારે જ વધતો જાય છે. પહેલાં બ્રિટીશ ગવર્મેન્ટ નાં સમયે
ભાષાઓની ખિટપિટ નહોતી, હવે દિવસ-પ્રતિ-દિવસ ફૂટ વધતી જાય છે. પછી સતયુગ માં એક જ
ભાષા હશે. કોઈ ભેદભાવ નહીં હશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
દેહધારી ની યાદ ન આવે, એનાં માટે કોઈ થી પણ પ્રેમ નથી કરવાનો. આનાંથી પણ પાર જવાનું
છે. ખૂબ ખબરદારી રાખવાની છે. માયા નાં વિકલ્પો થી ગભરાવાનું નથી, વિજયી બનવાનું છે.
2. ધ્યાન-દીદાર માં
માયાની ખૂબ પ્રવેશતા થાય છે આ ભૂત પ્રવેશતા થી પોતાને બચાવવાનું છે. બાપ ને પોતાનાં
સાચાં-સાચાં સમાચાર આપવાનાં છે.
વરદાન :-
દરેક વાત માં
સાર ને ગ્રહણ કરી ઓલરાઉન્ડર બનવા વાળા સરળ પુરુષાર્થી ભવ
જે પણ વાત જુઓ છો
સાંભળો છો - એના સાર ને સમજી લો અને જે બોલ બોલો, જે કર્મ કરો એમાં સાર ભરેલો હોય
તો પુરુષાર્થ સરળ થઈ જશે. એવા સરળ પુરુષાર્થ થી બધી વાતો માં ઓલરાઉન્ડર હોય છે.
એમનામાં કોઈ પણ ખામી દેખાતી નથી. કોઈ પણ વાતમાં હિંમત ઓછી નથી થતી, મુખ થી એવા બોલ
નથી નીકળતા કે અમે આ નથી કરી શકતાં. એ સરળ પુરુષાર્થી સ્વયં પણ સરળ રહેશે અને બીજાને
પણ સરળ બનાવી દે છે.
સ્લોગન :-
સાધન યુઝ કરતા
એના પ્રભાવ થી ન્યારા અને બાપ નાં પ્યારા બનો.
અવ્યક્ત ઇશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
એકરસ સ્થિતિ
બનાવવા માટે સિવાય એક નાં બીજું કંઈ પણ ન જુઓ. આ જે કંઈ પણ જુઓ છો આ કંઈ પણ વસ્તુ
રહેવાની નથી. તો એકરસ, સ્થેરિયમ ત્યારે રહી શકશો જયારે કોઈ પણ દૃશ્ય જોતાં શું ની
ઉત્પત્તિ ન થાય, આ જ વ્યર્થ સંકલ્પો ની હલચલ નું કારણ છે. આ ક્યૂ ની સમાપ્તિ પછી જ
સંપૂર્ણતા આવશે.