18-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ રુદ્ર જ્ઞાન યજ્ઞ સ્વયં રુદ્ર ભગવાને રચ્યો છે , આમાં તમે પોતાનું બધું જ સ્વાહા કરો કારણકે હવે ઘરે જવાનું છે”

પ્રશ્ન :-
સંગમયુગ પર કયો વન્ડરફુલ (અદ્દભુત) ખેલ ચાલે છે?

ઉત્તર :-
ભગવાને રચેલા યજ્ઞ માં જ અસુરો નાં વિઘ્ન પડે છે. આ પણ સંગમ પર જ વન્ડરફુલ ખેલ ચાલે છે. આવો યજ્ઞ પછી આખા કલ્પ માં નથી રચાતો. આ છે રાજસ્વ અશ્વમેધ યજ્ઞ, સ્વરાજ્ય મેળવવા માટે. આમાં જ વિઘ્ન પડે છે.

ઓમ શાંતિ!
તમે ક્યાં બેઠાં છો? આને સ્કૂલ અથવા યુનિવર્સિટી પણ કહી શકો છો. વિશ્વ વિદ્યાલય છે, જેની ઈશ્વરીય બ્રાન્ચિસ (શાખાઓ) છે. બાપે મોટા માં મોટી યુનિવર્સિટી ખોલી છે. શાસ્ત્રો માં રુદ્ર યજ્ઞ નામ લખી દીધું છે, આ સમયે આપ બાળકો જાણો છો શિવબાબાએ આ પાઠશાળા અથવા યુનિવર્સિટી ખોલી છે. ઊંચા માં ઊંચા બાપ ભણાવે છે. આ તો બાળકો ની બુદ્ધિ માં યાદ રહેવું જોઈએ - ભગવાન આપણને ભણાવે છે. એમનો આ યજ્ઞ રચેલો છે, આનું નામ પણ પ્રસિધ્ધ છે. રાજસ્વ અશ્વમેધ રુદ્ર જ્ઞાન યજ્ઞ, રાજસ્વ અર્થાત્ સ્વરાજ્ય માટે. અશ્વમેધ, આ જે કાંઈ પણ દેખાય છે, તે બધા ને સ્વાહા કરી રહ્યાં છીએ, શરીર પણ સ્વાહા થઈ જાય છે. આત્મા તો સ્વાહા થઈ નથી શકતો. બધા શરીર સ્વાહા થઈ જશે. બાકી આત્માઓ પાછા ભાગશે. આ છે સંગમયુગ. ખૂબ આત્માઓ ભાગશે, બાકી શરીર ખતમ થઈ જશે. આ છે આખો ડ્રામા, તમે ડ્રામા ને વશ ચાલી રહ્યાં છો. બાપ કહે છે મેં રાજસ્વ યજ્ઞ રચ્યો છે. આ પણ ડ્રામા પ્લાન અનુસાર રચાયેલો છે. એવું નહીં કહેવાશે કે મેં યજ્ઞ રચ્યો છે. ડ્રામા પ્લાન અનુસાર આપ બાળકો ને ભણાવવા માટે કલ્પ પહેલાં ની જેમ જ્ઞાન યજ્ઞ રચાયેલો છે. મેં રચ્યો છે, આ પણ અર્થ નથી નીકળતો. ડ્રામા પ્લાન અનુસાર રચાયેલો છે. કલ્પ-કલ્પ રચાય છે. આ ડ્રામા બનેલો છે ને? ડ્રામા પ્લાન અનુસાર એક જ વાર યજ્ઞ રચાય છે, આ કોઈ નવી વાત નથી. હમણાં બુદ્ધિ માં બેઠું છે - બરોબર ૫ હજાર વર્ષ પહેલાં પણ સતયુગ હતો, હવે ચક્ર ફરી રિપીટ થઈ રહ્યું છે. ફરી થી નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. તમે નવી દુનિયા માં સ્વરાજ્ય મેળવવા માટે ભણી રહ્યાં છો. પવિત્ર પણ જરુર બનવાનું છે. બને પણ એ જ છે જે ડ્રામા અનુસાર કલ્પ પહેલાં બન્યાં હતાં. હમણાં પણ બનશે. સાક્ષી થઈ ડ્રામા ને જોવાનો હોય છે અને પછી પુરુષાર્થ પણ કરવાનો છે. બાળકો ને માર્ગ પણ બતાવવાનો છે, મુખ્ય વાત છે પવિત્રતા ની. બાપ ને બોલાવો જ છો કે આવો પવિત્ર બનાવીને અમને આ છી-છી દુનિયા માંથી લઈ જાઓ. બાપ આવ્યાં જ છે ઘરે લઈ જવાં માટે. બાળકો ને પોઈન્ટ્સ તો ખૂબ અપાય છે. મુખ્ય વાત તો પણ બાપ કહે છે મનમનાભવ. પાવન બનવા માટે બાપ ને યાદ કરીએ છીએ, આ ભૂલવું ન જોઈએ. જેટલાં યાદ કરશો એટલો ફાયદો થશે, ચાર્ટ રાખવો જોઈએ. નહીં તો પછી અંત માં નાપાસ થઈ જશો. બાળકો સમજે છે, આપણે જ સતોપ્રધાન હતાં, નંબરવાર પુરુષાર્થ અનુસાર જે ઊંચ બને છે, એમને મહેનત પણ વધારે કરવી પડશે. યાદ માં રહેવું પડશે. આ તો સમજો છો બાકી થોડો સમય છે, પછી સુખ નાં દિવસો આવવાનાં છે. બરોબર આપણા અથાહ સુખ નાં દિવસો આવવાનાં છે. બાપ એક જ વાર આવે છે, દુઃખધામ ખલાસ કરી આપણા સુખધામ માં લઈ જાય છે. આપ બાળકો જાણો છો હમણાં આપણે ઈશ્વરીય પરિવાર માં છીએ, પછી દૈવી પરિવાર માં જઈશું. આ સમય નું જ ગાયન છે - આ સંગમ જ પુરુષોત્તમ ઊંચ બનવાનો યુગ છે. આપ બાળકો જાણો છો આપણને બેહદ નાં બાપ ભણાવી રહ્યાં છે. પછી આગળ જઈ સંન્યાસી લોકો પણ માનશે. તે પણ સમય આવશે ને? હમણાં તમારો પ્રભાવ એટલો નથી નીકળી શકતો. હમણાં રાજધાની સ્થાપન થઈ રહી છે, ટાઈમ બાકી છે. અંત માં આ સંન્યાસી વગેરે પણ આવીને સમજશે. સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે? આ નોલેજ કોઈ માં નથી. આ પણ બાળકો જાણે છે પવિત્રતા પર કેટલાં વિઘ્ન પડે છે. અબળાઓ પર અત્યાચાર થાય છે. દ્રૌપદીએ પોકાર્યા છે ને? હકીકત માં તમે બધી દ્રૌપદીઓ, સીતાઓ, પાર્વતીઓ છો. યાદ માં રહેવા થી અબળાઓ, કુબ્જાઓ પણ બાપ પાસે થી વારસો મેળવી લે છે. યાદ માં તો રહી શકે છે ને? ભગવાને આવીને યજ્ઞ રચ્યો છે, આમાં કેટલાં વિઘ્ન પડે છે! હજી પણ વિઘ્ન પડતા રહે છે, કન્યાઓ ને જબરજસ્તી લગ્ન કરાવે છે, નહીં તો મારી ને કાઢી મુકે છે એટલે પોકારે છે હે પતિત-પાવન આવો તો જરુર એમને રથ જોઈએ, જેમાં આવીને પાવન બનાવે. ગંગા નાં પાણી થી પાવન નહીં બનશે. બાપ જ આવીને પાવન બનાવી પાવન દુનિયાનાં માલિક બનાવે છે.

તમે જુઓ છો આ પતિત દુનિયા નો વિનાશ સામે છે. કેમ નહીં બાબા નાં બની જઈએ, સ્વાહા થઈ જઈએ. પૂછે છે સ્વાહા કેવી રીતે થવાય? ટ્રાન્સફર કેવી રીતે કરીએ? બાબા કહે - બાળકો, તમે આ (સાકાર) બાબા ને જુઓ છો ને? આ પોતે કરીને શીખવાડી રહ્યાં છે. જેસા કર્મ હમ કરેંગે હમકો દેખ ઔર કરેંગે (જેવાં કર્મ આપણે કરીશું આપણને જોઈ બીજા કરશે). બાપે આમની પાસે કર્મ કરાવ્યાં ને? બધું યજ્ઞ માં સ્વાહા કરી દીધું. સ્વાહા થવામાં કોઈ તકલીફ થોડી છે? આ નહોતાં ખૂબ સાહૂકાર, નહોતાં ગરીબ. સાધારણ હતાં. યજ્ઞ રચાય છે તો તેમાં ખાવા-પીવાની બધી સામગ્રી જોઈએ ને? આ છે ઈશ્વરીય યજ્ઞ. ઈશ્વરે આવીને આ જ્ઞાન-યજ્ઞ ની સ્થાપના કરી છે. તમને ભણાવે છે, આ યજ્ઞ ની મહિમા બહુ જ ભારે (ઊંચી) છે. ઈશ્વરીય યજ્ઞ થી જ તમારું શરીર નિર્વાહ થાય છે. જે પોતાને અર્પણમય સમજે છે, અમે ટ્રસ્ટી છીએ. આ બધું જ ઈશ્વર નું છે, અમે શિવબાબાનાં યજ્ઞ માંથી ભોજન ખાઈએ છીએ - આ સમજ ની વાત છે ને? અહીં તો બધાએ આવીને નથી બેસવાનું. આમનું ઉદાહરણ તો જોયું-કેવી રીતે બધું જ સ્વાહા કર્યું. બાબા કહે છે જેવાં કર્મ આ કરે છે, આમને જોઈ બીજાને પણ આવડ્યું. અનેક સ્વાહા થયાં. જે-જે થયા તે પોતાનો વારસો લે છે. બુદ્ધિ થી પણ સમજાય છે-આત્મા તો ચાલ્યો જશે, બાકી શરીર બધા ખતમ થઈ જશે. આ બેહદ નો યજ્ઞ છે, આમાં બધા સ્વાહા થશે. આપ બાળકો ને સમજાવાય છે કેવી રીતે બુદ્ધિ થી સ્વાહા થઈ નષ્ટોમોહા બની જાઓ. આ પણ જાણો છો આ બધી સામગ્રી ખાખ (નષ્ટ) થઈ જવાની છે. કેટલો મોટો યજ્ઞ છે, ત્યાં પછી કોઈ યજ્ઞ નથી રચાતો. નથી કોઈ ઉપદ્રવ હોતાં. આ બધા જે ભક્તિમાર્ગ નાં અનેક યજ્ઞ છે તે બધા ખતમ થઈ જાય છે. જ્ઞાન સાગર એક જ ભગવાન છે. એ જ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ, સત્ ચૈતન્ય છે. શરીર તો જડ છે, આત્મા જ ચૈતન્ય છે. એ જ્ઞાન સાગર છે, આપ બાળકો ને જ્ઞાન સાગર ભણાવે છે. તે ફક્ત ગાતા રહે છે અને તમને બાબા બધું જ્ઞાન સંભળાવી રહ્યાં છે. જ્ઞાન કોઈ ખૂબ તો નથી. વર્લ્ડ નું ચક્ર કેવી રીતે ફરે છે, આ ફક્ત સમજાવવાનું છે.

અહીં બાપ તમને સ્વયં ભણાવી રહ્યાં છે. કહે પણ છે સાધારણ તન માં પ્રવેશ કરું છું. ભાગીરથ પણ પ્રસિદ્ધ છે, જરુર મનુષ્ય જ હશે જેમાં બાપ આવશે. એમનું એક જ નામ ચાલ્યું આવે છે શિવ, બીજા બધા નાં નામ બદલાય છે, એમનું નામ નથી બદલાતું. બાકી ભક્તિ માં અનેક નામ રાખી દીધાં છે. અહીં તો છે જ શિવબાબા. શિવ કલ્યાણકારી કહેવાય છે. ભગવાન જ આવીને નવી દુનિયા સ્વર્ગ સ્થાપન કરે છે. તો કલ્યાણકારી થયા ને? તમે જાણો છો ભારત માં સ્વર્ગ હતું. હમણાં નર્ક છે પછી સ્વર્ગ જરુર થશે. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ જ્યારે બાપ ખેવૈયા બની તમને આ પાર થી પેલે પાર લઈ જાય છે. આ છે જૂની દુઃખ ની દુનિયા પછી જરુર નવી દુનિયા થશે, ડ્રામા અનુસાર, જેનાં માટે તમે હમણાં પુરુષાર્થ કરો છો. બાપ ની યાદ જ ઘડી-ઘડી ભૂલાઈ જાય છે, આમાં છે મહેનત બાકી તમારા થી જે વિકર્મ થયા છે, તેની સજા કર્મભોગ નાં રુપ માં ભોગવવી જ પડે છે, કર્મભોગ અંત સુધી ભોગવવાનાં જ છે, તેમાં માફી નથી મળી શકતી. એવું નહીં, બાબા ક્ષમા કરો. કાંઈ પણ નહીં. ડ્રામા અનુસાર બધું થાય છે. ક્ષમા વગેરે થતી જ નથી. હિસાબ-કિતાબ ચૂક્તું કરવાના જ છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે, એનાં માટે શ્રીમત પણ મળે છે, શ્રી શ્રી શિવબાબા ની શ્રીમત થી તમે શ્રી બનો છો. ઊંચા માં ઊંચા બાપ તમને ઊંચ બનાવે છે. તમે હમણાં બની રહ્યાં છો, હમણાં તમને સ્મૃતિ આવી છે - બાબા કલ્પ-કલ્પ આવીને આપણને ભણાવે છે. અડધોકલ્પ એની પ્રારબ્ધ મળે છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? તે નોલેજ ની જરુર નથી રહેતી. કલ્પ-કલ્પ એક જ વાર આવીને બતાવે છે કે આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે?

તમારું કામ છે ભણવું અને પવિત્ર બનવું. યોગ માં રહેવાનું છે. બાપ નાં બનીને અને પવિત્ર નહીં બનશો તો સો ગુણા દંડ પડી જશે. નામ પણ બદનામ થઈ જાય છે. ગાયન પણ છે સદ્દગુરુ કા નીંદક ઠૌર ન પાયે. મનુષ્યો ને ખબર નથી કે આ કોણ છે? સત્ બાપ જ સદ્દગુરુ, સત્ શિક્ષક હશે ને? તમને ભણાવે એ છે, સાચાં સદ્દગુરુ પણ છે. જેમ બાપ જ્ઞાન નાં સાગર છે, તમે પણ જ્ઞાન નાં સાગર છો ને? બાપે તો બધું જ્ઞાન આપી દીધું છે, જેમણે જેટલું કલ્પ પહેલાં ધારણ કર્યુ છે, એટલું જ કરશે. પુરુષાર્થ કરવાનો છે, કર્મ વગર તો કોઈ રહી ન શકે. કેટલાં પણ હઠયોગ વગેરે કરે છે, તે પણ કર્મ છે ને? આ પણ એક ધંધો છે, આજીવિકા માટે. નામ થાય છે, ખૂબ પૈસા મળે છે, પાણી પર, આગ પર ચાલ્યાં જાય છે. ફક્ત ઉડી નથી શકતાં. એમાં તો પેટ્રોલ વગેરે જોઈએ ને? પરંતુ એનાંથી ફાયદો તો કાંઈ નથી. પાવન તો બનતા નથી. સાયન્સ વાળા (વૈજ્ઞાનિક) ની પણ રેસ (દોડ) છે. તેમની છે સાયન્સ ની રેસ અને તમારી છે સાઈલેન્સ ની. બધા શાંતિ જ માંગે છે. બાપ કહે છે શાંતિ તો તમારો સ્વધર્મ છે, પોતાને આત્મા સમજો, પોતાનાં ઘરે જવાનું છે શાંતિધામ. આ છે દુઃખધામ. આપણે શાંતિધામ થી પછી સુખધામ માં આવીશું. આ દુઃખધામ ખલાસ થવાનું છે. આ સારી રીતે ધારણ કરી પછી બીજાઓ ને ધારણ કરાવવાનું છે. બાકી થોડા દિવસ છે, તે ભણતર ભણીને પછી શરીર નિર્વાહ અર્થ માથું મારવું પડે છે. તકદીરવાન બાળકો તરત નિર્ણય લઈ લે છે કે અમારે કયું ભણતર ભણવાનું છે. તે ભણતર થી શું મળે છે અને આ ભણતર થી શું મળે છે! આ ભણતર થી તો ૨૧ જન્મો ની પ્રારબ્ધ બને છે. તો વિચાર કરવો જોઈએ કે અમારે કયું ભણતર ભણવાનું છે! જેમને બેહદ નાં બાપ પાસે થી વારસો લેવો છે, તે બેહદ નાં ભણતર માં લાગી જાય છે. પરંતુ ડ્રામા પ્લાન અનુસાર કોઈની તકદીર માં નથી તો પછી પેલા ભણતર માં લાગી જાય છે. આ ભણતર નથી ભણતાં. કહે છે સમય નથી મળતો. બાબા પૂછે છે, કઈ નોલેજ સારી? એનાંથી શું મળશે અને આનાંથી શું મળશે? કહે છે બાબા શારીરિક ભણતર થી શું મળશે, થોડું કમાઈશું. અહીં તો ભગવાન ભણાવે છે. આપણે તો ભણીને રાજાઈ પદ મેળવવાનું છે તો વધારે ધ્યાન કઈ વાત પર આપવું જોઈએ? કોઈ તો પછી કહે છે બાબા તે કોર્સ પૂરો કરી પછી આવીશું. બાબા સમજી જાય છે આમની તકદીર માં નથી. શું થવાનું છે તે આગળ ચાલી જોવાનું છે. સમજે છે શરીર પર ભરોસો નથી, તો પછી સાચ્ચી કમાણી માં લાગી જવું જોઈએ. જેમની તકદીર માં છે એ જ પોતાની તકદીર જગાવશે. પૂરું જોર લગાવવાનું છે, અમે તો બાપ પાસે થી વારસો લઈને જ છોડીશું. બેહદ નાં બાબા અમને રાજાઈ આપે છે તો કેમ નહીં આ એક અંતિમ જન્મ અમે પવિત્ર બનીશું? આટલાં અનેક બાળકો પવિત્ર રહે છે. જુઠ્ઠું થોડી બોલે છે? બધા પુરુષાર્થ કરી રહ્યાં છે. ભણી રહ્યાં છે, છતાં પણ વિશ્વાસ નથી કરતાં. બેહદ નાં બાપ આવે જ ત્યારે છે જ્યારે જૂની દુનિયા ને નવી બનાવવાની હોય છે. જૂની દુનિયાનો વિનાશ તો સામે છે. આ ખૂબ ક્લિયર છે. સમય પણ બરોબર એ જ છે, અનેક ધર્મ પણ છે, સતયુગ માં હોય જ છે એક ધર્મ. આ પણ તમારી બુદ્ધિ માં છે. તમારામાં પણ કોઈ છે જે નિશ્ચય હજી કરી રહ્યાં છે. અરે નિશ્ચય કરવામાં સમય લાગે છે શું? શરીર પર પણ ભરોસો થોડી છે? જરા પણ ચાન્સ ગુમાવવો ન જોઈએ. કોઈની તકદીર માં નથી તો જરા પણ બુદ્ધિ માં આવતું નથી. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચ્ચી કમાણી કરી ૨૧ જન્મો માટે પોતાની તકદીર બનાવવાની છે. શરીર પર કોઈ ભરોસો નથી એટલે જરા પણ ચાન્સ નથી ગુમાવવાનો.

2. નષ્ટોમોહા બની પોતાનું બધું જ રુદ્ર યજ્ઞ માં સ્વાહા કરવાનું છે. પોતાને અર્પણ કરી ટ્રસ્ટી બની સંભાળવાનું છે. સાકાર બાપ ને ફોલો કરવાના છે.

વરદાન :-
ઈશ્વરીય નશા દ્વારા જૂની દુનિયા ને ભૂલવા વાળા સર્વ પ્રાપ્તિ સંપન્ન ભવ

જેવી રીતે તે નશો સર્વસ્વ ભુલાવી દે છે, એવી રીતે આ ઈશ્વરીય નશો દુઃખો ની દુનિયા ને સહજ ભુલાવી દે છે. તે નશા માં તો ખૂબ નુકસાન થાય છે, અધિક પીવાથી ખતમ થઈ જાય છે પરંતુ આ નશો અવિનાશી બનાવી દે છે. જે સદા ઈશ્વરીય નશા માં મસ્ત રહે છે તે સર્વ પ્રાપ્તિ સંપન્ન બની જાય છે. એક બાપ બીજું ન કોઈ - આ સ્મૃતિ જ નશો ચઢાવે છે. આ જ સ્મૃતિ થી સમર્થી આવી જાય છે.

સ્લોગન :-
એક બીજા ને કોપી કરવાને બદલે બાપ ને કોપી કરો.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવા નો અભ્યાસ કરો , અંતર્મુખી બનો .

અંતર્મુખી રહેવા વાળા જ દરેક જ્ઞાન-રત્ન ની ગુહ્યતા માં જઈ શકે છે. જ્ઞાન નાં દરેક પોઈન્ટ નું રહસ્ય શું છે અને કયા સમયે, કઈ વિધિ થી એને કાર્ય માં અથવા સેવા માં લગાવવાનું છે, એ રીતે એનાં પર મનન કરતા એ રહસ્ય નાં રસ માં ચાલ્યાં જાઓ, તો નશા ની અનુભૂતિ કરી શકશો.