18-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
અતીન્દ્રિય સુખ નો અનુભવ કરવા માટે સદા એ જ સ્મૃતિ માં રહો કે આપણે કોનાં બાળકો છીએ
, જો બાપ ને ભૂલ્યાં તો સુખ ગુમ થઈ જશે”
પ્રશ્ન :-
બાપ મળવાની સ્થાઈ ખુશી
કયાં બાળકોને રહે છે?
ઉત્તર :-
જે બાળકોએ એક થી પોતાનાં સર્વ સંબંધ જોડ્યાં છે, જે એક બાપ ની યાદ માં રહેવાની જ
મહેનત કરે છે, કોઈ દેહધારી ને યાદ નથી કરતાં તેમને જ સ્થાઈ ખુશી રહે છે. જો દેહધારી
ની યાદ છે તો બહુ જ રડવું પડશે. વિશ્વનાં માલિક બનવા વાળા ક્યારેય રડતાં નથી.
ગીત :-
બચપન કે દિન
ભુલા ન દેના…
ઓમ શાંતિ!
બાપ કહે છે
મીઠાં બાળકો - આપણે બેહદ નાં બાપ નાં બાળકો છીએ, આ ભૂલો નહીં. આ ભૂલ્યાં તો પોતાને
રડાવી દેશો. છી-છી દુનિયામાં બુદ્ધિ ચાલી જશે. બાપ ની યાદ રહેવાથી અતીન્દ્રિય સુખ
ભાસે છે. તે સુખ, બાપ ને ભૂલી જવાથી ગુમ થઈ જશે. દરેક પળે યાદ રહેવું જોઈએ કે આપણે
બાપ નાં બાળકો છીએ, નહીં તો પોતાને રડાવી દેશો. બધાં ભગવાન નાં બાળકો છે, બધાં કહે
છે હે બાબા, હે પરમપિતા પરમાત્મા રક્ષા કરો. પરંતુ બાપ થી રક્ષા ક્યારે થાય છે - આ
કોઈને પણ ખબર નથી. સાધૂ-સંત વગેરે કોઈ પણ નથી જાણતાં કે બાપ થી અમને
મુક્તિ-જીવનમુક્તિ ક્યારે મળવાની છે કારણ કે ભગવાન ને જ કણ-કણ માં કહી દીધાં છે. હવે
આપ બાળકો બેહદ નાં બાપ ને જાણી ગયાં છો. મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ છે, એનાથી
પ્રિય વસ્તુ બીજી કોઈ હોતી નથી. એવાં બાપ ને ન જાણવાં ખૂબ મોટી ભૂલ છે. શિવ જયંતી
કેમ મનાવે છે, એ કોણ છે? આ પણ કોઈ નથી જાણતું. બાપ કહે છે તમે કેટલાં બેસમજ બની ગયાં
છો. માયા રાવણે તમને શું બનાવી દીધાં છે! હવે તમે બાળકો જાણો છો આ મારી જન્મભૂમિ
છે. હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું. તે પછી કહી દે છે ૪૦ હજાર વર્ષ પછી જ્યારે આ
કળિયુગ પૂરો થશે ત્યારે આવશે. ચિત્ર પણ દેખાડાય છે ત્રિમૂર્તિ નું. ત્રિમૂર્તિ
માર્ગ નામ પણ રાખ્યું છે પરંતુ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને કોઈ નથી જાણતાં.
બ્રહ્મા શું કરીને ગયાં? વિષ્ણુ અને શંકર શું કરે છે, ક્યાં રહે છે, કંઈ પણ નથી
જાણતાં. બિલકુલ જ ઘોર અંધકાર માં છે. બાપ છે રચયિતા. એમની આ કેટલી મોટી રચના છે.
કેટલું બેહદ નું નાટક છે. આમાં બેહદ નાં મનુષ્ય રહે છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં
જ્યારે સતયુગ હતો, ભારત માં જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો બીજું કોઈ
રાજ્ય નહોતું. ભગવતી શ્રી લક્ષ્મી, ભગવાન શ્રી નારાયણ ને કહેવાય છે. રામ-સીતા ને પણ
ભગવાન રામ, ભગવતી સીતા કહે છે. હવે આ ભગવાન નારાયણ, ભગવતી લક્ષ્મી ક્યાંથી આવ્યાં?
રાજ્ય કરીને ગયાં છે. પરંતુ તેમની જીવન કહાણી તો એક પણ નથી જાણતાં. ફક્ત ગાતા રહે
છે હે ભગવાન દુખહર્તા સુખકર્તા. પરંતુ આ કોઈને બુદ્ધિમાં નથી આવતું - એ દુઃખહર્તા
સુખકર્તા કેવી રીતે છે? કયું સુખ બધાને આપ્યું? અને ક્યારે બધાનું દુઃખ હર્યું? કંઈ
પણ નથી જાણતાં.
આપ બાળકો હમણાં અહીં
રાજયોગ શીખી રહ્યાં છો - ભગવતી લક્ષ્મી, ભગવાન નારાયણ બનવાનાં માટે. જાણો છો ભગવતી
સીતા, ભગવાન રામ પણ બનવાનું છે. ૮ જન્મ સતયુગ માં પૂરા કરીને પછી રામ-સીતા નાં
રાજ્ય માં આવવાનું છે. ૨૧ જન્મ નાં માટે બેહદ ની રાજાઈ તમે અહીં સ્થાપન કરી રહ્યાં
છો. તમે ભગવતી ભગવાન સ્વર્ગ નાં માલિક બની રહ્યાં છો. સ્વર્ગ કોઈ આકાશ માં નથી. આ
પણ કોઈને ખબર નથી. બિલકુલ જ તુચ્છ બુદ્ધિ છે. કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા. પરંતુ
સમજતા કાંઈ પણ નથી. અચ્છા, શું ક્રિશ્ચન, બૌદ્ધી બધાં હેવન (સ્વર્ગ) માં જશે? તે
પાછળ થી આવીને પોતાનો ધર્મ સ્થાપન કરે છે. તો પછી તે સ્વર્ગમાં કેવી રીતે આવી શકે?
સ્વર્ગ કોને કહેવાય? એ પણ તેમને ખબર નથી. સંન્યાસી લોકો કહે જ્યોતિ જ્યોત સમાયા.
કોઈ પછી કહે છે નિર્વાણધામ ગયાં. નિર્વાણ પણ તો લોક છે ને. તે તો નિવાસસ્થાન છે.
જ્યોતિ જ્યોત માં લીન થવાની વાત જ નથી. જ્યોતિ માં મળી જાય તો પછી તો આત્મા જ ખતમ
થઇ જાય. ખેલ જ ખતમ થઇ જાય છે. આ ડ્રામા થી કોઈ પણ આત્માં છૂટી નથી શકતો. કોઈ પણ
મોક્ષ ને પામી નથી શકતાં. ગીતા નો અર્થ પણ કોઈ સમજતાં નથી. ન જીવનમુક્તિ નો અર્થ
સમજે છે, ન આત્મા-પરમાત્મા નો અર્થ સમજે છે. બાપ કહે છે - તમારી શકલ તો મનુષ્ય ની
છે, જે આ દેવતાઓની પણ હતી. સતયુગ આદિ માં દેવતાઓ હતાં. એમનું ૨૫૦૦ વર્ષ રાજ્ય ચાલ્યું.
બાકી ૨૫૦૦ વર્ષ ની વાત છે, જેમાં બીજા બધાં ધર્મ આવે છે. ૫ હજાર વર્ષ ની બદલે
મનુષ્ય કહી દે છે લાખો વર્ષ કલ્પવૃક્ષ ની આયુ છે. પરંતુ તમારી વાત સમજવા માટે પણ નહીં
આવે. હાં, આવશે પણ તે જ, જેમણે કલ્પ પહેલાં આવી ને સમજ્યું હશે. પહેલાં તો સમજાવવાનું
છે - એક છે હદ નો સંન્યાસ, જે સંન્યાસી લોકો ઘરબાર છોડી જંગલ માં રહે છે,
પહેલાં-પહેલાં તે સતોપ્રધાન હતાં. પછી હવે તમોપ્રધાન બન્યાં છે તો જંગલો થી પાછા આવી
મોટા-મોટા મહેલ બનાવ્યાં છે. આ સંન્યાસીઓ એ પણ પવિત્રતા નાં આધાર પર ભારત ને થમાવ્યું
જરુર છે. ભારત ની સેવા કરી છે. આ સંન્યાસ ધર્મ ન હોત તો ભારત એકદમ વિકારો માં બળી
મરત, પતીત બની જાત. આ પણ ડ્રામા બનેલો છે. તેમનામાં પહેલાં પવિત્રતા ની તાકાત હતી,
જેનાથી ભારત ને થમાવ્યું છે. આ દેવતાઓનું જ્યારે રાજ્ય હતું તો ભારત કેટલો સાહૂકાર
હતો. એમનાં આટલાં મોટા-મોટા હીરા-ઝવેરાત નાં મહેલ હતાં. તે બધાં ક્યાં ગયાં? બધાં
નીચે ચાલ્યાં ગયાં. લંકા અને દ્વારિકા નાં માટે કહે છે - સમુદ્ર ની નીચે ચાલી ગઈ.
હમણાં તો નથી. સોના નાં મહેલ વગેરે બધાં હતાં ને. જ્યારે મંદિરો વગેરે માં
હીરા-ઝવેરાત લગાવી શકે છે, તો ત્યાં શું નહીં હશે! કેટલી આપ બાળકો ને ખુશી થવી જોઈએ.
બાબા ફરી થી આવેલાં છે. કહે છે બાપ ને યાદ કરો. યાદ એક ને જ કરવાનાં છે, જેનાથી
વિકર્મ વિનાશ થાય છે. પરંતુ તે ભૂલી જાય છે અને દેહધારીઓની યાદ આવી જાય છે. દેહધારી
ની યાદ થી તો કંઈ પણ ફાયદો નથી. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો. કોઈ પણ દેહધારી ને
યાદ નહીં કરો. અમ્મા મરે તો ભી હલવા ખાના… એક બાપ ની યાદ થી જ કમાણી છે. આપણે
શિવબાબા નાં બાળકો છીએ, એમનાથી વારસો લેવાનો છે. આ સમયે બાપ ને યાદ ન કર્યા તો પછી
ખૂબ પસ્તાવું પડશે, રડવું પડશે. વિશ્વ નાં માલિક બનવા વાળા ને રડવાની શું દરકાર છે.
તમે બાપ ને ભૂલો છો ત્યારે જ માયા થપ્પડ લગાવે છે એટલે બાબા વારંવાર સમજાવે છે કે
બાપ ને અને વારસા ને યાદ કરો. અમરનાથે અમરપુરી માં એક પાર્વતી ને તો બેસાડી અમરકથા
નહીં સંભળાવી હોય. જરુર ઘણાં હશે. જે પણ મનુષ્ય માત્ર છે બધાને બાપ સમજાવે છે કે હવે
પતિત નહીં બનો, આ અંતિમ જન્મ પવિત્ર બનો. ત્યાં સ્વર્ગ માં કોઈ વિકાર નથી હોતાં. જો
ત્યાં પણ વિકાર હોત તો પછી સ્વર્ગ અને નર્ક માં ફરક શું થયો? દેવી-દેવતાઓની મહિમા
ગાય છે - સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ… છે. ભગવાન આવીને ભગવાન-ભગવતી જ બનાવશે,
સિવાય ભગવાન નાં કોઈ બનાવી ન શકે. ભગવાન તો એક જ છે. ગવાયેલું પણ છે - ભગવાન-ભગવતી
ની રાજધાની. યથા રાજા-રાણી તથા પ્રજા પણ તે જ હશે. પરંતુ ભગવાન-ભગવતી કહેવાતું નથી
એટલે કહેવાય છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. આ કોઈને ખબર નથી. આમનાં (બ્રહ્માનાં)
આત્મા ને પણ બાપ સમજાવે છે. એક બાપ નો, એક દાદા નો - બે આત્માઓ છે ને. એક આત્મા ૮૪
જન્મ લે છે, બીજો આત્મા પુનર્જન્મ રહિત છે. બાપ ક્યારેય પુનર્જન્મ નથી લેતાં. એક જ
વાર આવીને આખાં વિશ્વને પવિત્ર બનાવવા માટે આપણને રાજયોગ શીખવાડે છે. બાપ તમને
સમજાવે છે - મેં આમનામાં પ્રવેશ કર્યો છે. આ ૮૪ જન્મ ભોગવી આવ્યાં છે. હવે આમનાં
અનેક જન્મો નો આ અંતિમ જન્મ છે. હવે હું નિરાકાર છું તો કેવી રીતે આવીને બાળકોને
રાજ્યોગ શીખવાડું? પ્રેરણા થી તો કંઈ થઈ ન શકે. કૃષ્ણ ભગવાનુવાચ તો હોઈ ન શકે. તે
કેવી રીતે આવી શકે છે? તે તો છે જ સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર), સોળે કળા સંપૂર્ણ...
પછી ત્રેતા માં હોય છે ૧૪ કળા સંપૂર્ણ, પછી દ્વાપર માં કૃષ્ણ ને કેમ લઈ ગયાં છે?
તેમણે તો પહેલાં આવવું જોઈએ. બાપ સમજાવે છે - પહેલાં, બાપ ને યાદ કરો. નહીં તો માયા
એકદમ થપ્પડ મારી દેશે. છુઈમુઈ (લજામણી) નું એક ઝાડ હોય છે. હાથ લગાવો તો મુરઝાઇ જાય.
તમારી પણ એવી જ હાલત થાય છે, બાપ ને યાદ ન કર્યા તો ખલાસ. ગીત માં પણ સાંભળ્યું -
બચપન કે દિન ભુલા ન દેના. બાપ ને ભૂલ્યા તો ક્યાંય ને ક્યાંય ચોટ (માર) લાગી જશે.
બાપ કહે છે - તમે મારા બાળકો છો ને. આ શરીર તો વિષ થી પેદા થયું છે. તે આનાં લૌકિક
મા-બાપ છે. આ તો છે પારલૌકિક બાપ અને આમને પછી અલૌકિક બાપ કહેવાય છે. આ હદ નાં હતાં,
પછી બેહદ નાં બની ગયાં. હવે જુઓ આ લૌકિક બાળકી (નિર્મલશાંતા) બેઠી છે. આ લૌકિક પણ
છે, અલૌકિક પણ છે, પારલૌકિક પણ છે. બાકી શિવબાબા નાં તો ભાઇ-બહેન નથી. ન લૌકિક, ન
અલૌકિક, ન પારલૌકિક. કેટલો ફરક છે! એક બાપ નાં બનવું માસી નું ઘર નથી. એવાં બાપ થી
સંબંધ જોડવાનો છે, સમય લાગે છે. શિવબાબા ની યાદ માં રહેવું, ખુબ મહેનત છે. કોઈ ૫૦
વર્ષ થી રહેવાવાળા પણ આખો દિવસ શિવબાબા ને યાદ પણ નથી કરતાં, એવાં પણ છે. બીજા બધાં
ને ભૂલી એક ને યાદ કરવાં ખૂબ-ખૂબ મહેનત છે. કોઈ ૧ પરસેન્ટ (ટકા) યાદ કરે છે, કોઈ ૨
પરસેન્ટ, કોઈ અડધો પરસેન્ટ પણ મુશ્કેલ યાદ કરે છે. આ ખુબ ભારે મંઝિલ છે. તો બાપ
સમજાવે છે- બાળપણ ને નહીં ભૂલતાં. બાપ પાસેથી સ્વર્ગ નો વારસો મળે છે. તમે જાણો છો
આપણે જીવતે જીવ મરીને બાપ નાં આવીને બન્યાં છીએ - નવી દુનિયામાં જવા માટે. તો તમને
સ્થાઈ ખુશી રહેવી જોઈએ, ઓહો! અમે ડબલ સિરતાજ બનીશું! મનુષ્ય થોડી જાણે છે કે સતયુગ
માં આ દેવતાઓ ને સોળે કળા સંપૂર્ણ અને ૧૪ કળા સંપૂર્ણ કેમ કહે છે? કંઈ પણ નથી જાણતાં.
આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર વગેરે ફરી પણ બનશે. આ હઠયોગ, તીર્થ યાત્રા વગેરે બધું ફરી
પણ થશે. પરંતુ આનાથી શું થશે? શું હેવન (સ્વર્ગ) માં જશે? ના, બહુજ રિદ્ધિ-સિદ્ધિ
થી કામ કરે છે. રિદ્ધિ-સિદ્ધિ વાળા બહુજ છે. હજારો મનુષ્ય એમની પાછળ પડતાં રહે છે.
રિદ્ધિ-સિદ્ધિ થી બહુ જ ઘડિયાળો વગેરે વસ્તુઓ કાઢે છે. આ થોડી સમજે છે કે આ અલ્પકાળ
નાં માટે બધું છે. આમાં ખૂબ મહેનત કરવી પડે છે. આ રિદ્ધિ-સિદ્ધિ વગેરે શીખવાની પણ
પુસ્તક હોય છે. કેટલાં લાખો મનુષ્ય એમની પાછળ પડે છે. આપ બાળકો જાણો છો આપણને બાબા
પાસેથી સ્વર્ગ નો વારસો મળે છે. આ આંખો થી જે કંઈ જુઓ છો તે નહીં રહેશે. બાપ સમજાવે
છે - તમે અશરીરી આવ્યાં હતાં પછી શરીર સાથે પાર્ટ ભજવ્યો. જો ૮૪ લાખ નો હિસાબ-કિતાબ
બતાવે તો ૧૨ મહિના લાગી જાય. થઇ જ નથી શકતું. ૮૪ જન્મો નો હિસાબ-કિતાબ બતાવવો તો
બિલકુલ સહજ છે. તમે ૮૪ નું ચક્ર લગાવતાં રહો છો. સૂર્યવંશી છે તો ચંદ્રવંશી નથી.
સૂર્યવંશી વંશજ પૂરો થયો પછી ચંદ્રવંશી… બન્યાં.
હવે તમે જાણો છો આપણે
છીએ બ્રાહ્મણ વંશી પછી દેવતા વંશી બનવાનું છે, એટલે આપણે ભણતર ભણી રહ્યાં છીએ. પછી
સીડી નીચે ઉતરતાં-ઉતરતાં વૈશ્ય, શુદ્રવંશી બનીશું. હવે આપણને ૮૪ જન્મો ની સ્મૃતિ આવી
છે. આ ચક્ર પણ યાદ કરવું પડે. બાપ ને યાદ કરવાથી એવર હેલ્દી (સદા સ્વસ્થ), એવર
વેલ્દી (સદા સંપન્ન) બનીશું. પાપ કપાઈ જશે. ચક્ર ને જાણવાથી ચક્રવર્તી બની જશો. તમે
જાણો છો આ જૂની દુનિયા કબ્રિસ્તાન બનવાની છે. કંઈ પણ નહીં રહેશે. ખતમ થઇ જશે. રામ
ગયો, રાવણ ગયો… રામ નો કેટલો નાનો પરિવાર હશે સતયુગ માં. હમણાં રાવણ નો કેટલો મોટો
પરિવાર છે. બાળકો જાણે છે કે આ રાજધાની સ્થાપન થઈ રહી છે. દરેક વાત માં પુરુષાર્થ
ફર્સ્ટ (પહેલાં) છે. બાપ પુરુષાર્થ કરાવે છે - બાળકો, મને યાદ કરો. જે બાપ થી અથાહ
સ્વર્ગ ની બાદશાહી મળે છે, શું એમને યાદ નહીં કરો? બાપ સ્મૃતિ અપાવે છે કે તમે
સ્વર્ગ નાં માલિક હતાં. હવે ફરી થી પુરુષાર્થ કરી સ્વર્ગ નાં માલિક બનો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
કોઈ વાત માં છુઈ-મુઈ નથી બનવાનું. ઈશ્વરીય બાળપણ ને ભૂલી મુરઝાવાનું નથી. આ આંખો થી
જે કંઈ દેખાય છે, તેને જોવા છતાં નથી જોવાનું.
2. એક બાપ ની યાદ માં
જ કમાણી છે એટલે દેહધારીઓ ને યાદ કરી રડવાનું નથી. બાપ અને વારસા ને યાદ કરી વિશ્વ
ની બાદશાહી લેવાની છે.
વરદાન :-
શ્રેષ્ઠ મત
નાં આધાર પર માયાવી સંગદોષ થી પરે રહેવા વાળા શક્તિ સ્વરુપ ભવ
બાળકોની એક કમ્પ્લેન
રહે છે કે સંબંધી નથી સાંભળતા, સંગ સારો નથી, આ કારણે શક્તિ શાળી નથી બની શકતાં.
પરંતુ શ્રેષ્ઠ મત નાં આધાર પર જ્ઞાન સ્વરુપ, શક્તિ સ્વરુપ નાં વરદાની બની પોતાની
સ્થિતિ ને અચળ બનાવો. સાક્ષી થઈને દરેક નો પાર્ટ જુઓ. પોતાનાં સતોગુણી પાર્ટ માં
સ્થિત રહો. સદા બાપ નાં સંગ માં રહો તો તમોગુણી આત્મા નાં સંગ નાં રંગ નો પ્રભાવ પડી
નથી શકતો.
સ્લોગન :-
કર્મયોગી તે
છે જે કર્મ નાં કલ્પવૃક્ષ ની ડાળી પર બેસી કર્મ કરતા પણ ઉપરામ સ્થિતિ માં રહે.
અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
જેમ કોઈ પણ વિશેષ
નેચર હોય છે, એ નેચર નાં વશ ન ઈચ્છતા પણ ચાલતા રહો છો. કહે છે ઇચ્છતા નથી પરંતુ મારી
આ નેચર છે. એવી રીતે આપ બાળકોની સરળ નેચર છે જે બધાને અનુભવ થાય કે આ સહજ યોગી,
સ્વત: યોગી છે. શું કરું, કેવી રીતે યોગ લગાડું… આ વાતો ખલાસ. છે જ સદા સહયોગી
અર્થાત્ યોગી. આ જ એક વાત ને નેચર અને નેચરલ કરવાથી બધા સબ્જેક્ટ માં પરફેક્ટ થઈ જશો.