18-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
સાંભળેલી - સંભળાવેલી વાતો પર વિશ્વાસ નહીં કરો , જો કોઈ ઉલ્ટી - સુલ્ટી વાતો
સંભળાવે તો એક કાન થી સાંભળી બીજા થી કાઢી દો”
પ્રશ્ન :-
જે બાળકો જ્ઞાન ની
ખુશી માં રહે છે એમની નિશાની શું હશે?
ઉત્તર :-
તેઓ જૂનાં કર્મભોગ નાં હિસાબ-કિતાબ ખુશી માં મર્જ (ભૂલતાં) કરતાં જશે. જ્ઞાન ની ખુશી
માં દુઃખ-દર્દ, ગમ ની દુનિયા જ ભૂલી જાય છે. બુદ્ધિ માં રહે છે હવે તો અમે ખુશી ની
દુનિયા માં જઈ રહ્યાં છીએ. રાવણે શ્રાપિત કરી દુઃખી કર્યા, હવે બાપ આવ્યાં છે એ
દુઃખ ની, ગમ ની દુનિયાથી કાઢી ખુશી ની દુનિયા માં લઈ જવાં.
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. જરુર બાળકો નાં રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ કારણકે ગવાય
છે ખુશી જેવો ખોરાક નથી. હમણાં આપ બધાં રુહાની બાળકોને બેહદ નાં બાપ મળ્યાં છે.
બેહદ નાં બાપ તો એક જ હોય છે અને બાળકો જાણે છે જ્યારે વધારે બાળકો બનશે તો એમનાં
પણ રોમાંચ ઉભાં થશે. તમે જાણો છો આપણું રાજ્ય હતું પછી રાજ્ય ગુમાવ્યું, હવે ફરી
રાજ્ય લઈએ છીએ. ભારતવાસીઓ નાં માટે આ ખુશખબરી છે ને. પરંતુ જ્યારે સારી રીતે સાંભળે
અને સમજે. બરોબર આ ખુશી ની વાત છે ને, કલ્પ-કલ્પ બાપ આવે છે. બાપ નો જન્મ પણ અહીં
ગવાય છે. તહેવાર પણ જે છે બધાં આ સમય નાં છે. બાપે આવીને તમને બહુજ સહજ રસ્તો
બતાવ્યો છે. મનુષ્યો ને તો અનેક પ્રકાર નાં ગમ (દુઃખ) છે, અહીં આ જ્ઞાન ની ખુશી માં
તે દુઃખ-દર્દ વગેરે બધું મર્જ થઈ જાય છે. જેમ કોઈ બિમાર ઠીક થવા પર આવે છે તો બધાને
ખુશી થાય છે. બિમારી વગેરે દુઃખ ની વાતો જેમ ભૂલી જાય છે. પિયરઘર, સસુરઘર,
મિત્ર-સંબંધી વગેરે બધાં ખુશી માં આવી જાય છે. આપ બાળકો જાણો છો આપણે બધાં વિશ્વ
નાં માલિક હતાં પછી રાવણે શ્રાપ આપ્યો છે. આ છે ગમ ની, દુઃખ ની દુનિયા. પછી કાલે હશે
ખુશી ની દુનિયા. ખુશી ની દુનિયા યાદ રહેવાથી ગમ-દુઃખ વગેરે બધું ભૂલી જવું જોઈએ. આ
છે તમોપ્રધાન દુનિયા. ભિન્ન-ભિન્ન પ્રકાર નાં, કર્મભોગ છે. અબળાઓ પર પણ કેટલાં
અત્યાચાર થાય છે. અનેક પ્રકાર નાં વિઘ્ન આવે છે. આ વિઘ્નો નાં, કર્મભોગ નાં દિવસ
બાકી થોડો સમય છે. બાપ ધીરજ આપે છે, બાકી થોડાં દિવસ છે. કલ્પ પહેલાં પણ થયું હતું.
કર્મભોગ નાં હિસાબ-કિતાબ ચૂક્તું થવાનાં છે. ખુશી માં આ બધું મર્જ કરતાં જાઓ. બસ,
બાપ અને વારસા ને યાદ કરતાં રહો. ઉલ્ટા-સુલ્ટા કોઈ પણ કામ ન કરો. નહીં તો વધારે જ
દંડ પડી જાય છે, પદ ભ્રષ્ટ થઈ જાય છે. બાળકો નું કામ છે એક બાપ ને યાદ કરવાં. બાપ
કહે છે - મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. હિસાબ-કિતાબ ચૂક્તું થઈ જશે.
બાકી થોડો સમય છે, હિસાબ-કિતાબ ચૂક્તું કરતાં જાઓ કારણકે તમે છો આંધળા ની લાઠી (લાકડી).
તમે પણ યાદ કરો, બીજાને પણ રસ્તો બતાવો. વિઘ્ન તો બહુજ પડશે. જેટલું થઈ શકે, બધાને
આ સમજાવતાં રહો કે બાપ ને યાદ કરો. શબ્દ પણ નામીગ્રામી છે. મનમનાભવ અર્થાત્ હે
આત્માઓ મામેકમ્ યાદ કરો તો તમારા પાસ્ટ નાં વિકર્મ ભસ્મ થશે. એમાં મૂંઝાવાની તો વાત
જ નથી. ફક્ત બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. તમે જાણો છો આપણે
૮૪ નું ચક્ર લગાવ્યું છે. ચક્ર લગાવતાં આવ્યાં છીએ, લગાવતાં રહીશું. આ છે જૂની
દુનિયા, જુનું શરીર… આને ભૂલી જવાનું છે. આ છે આત્માઓ નો બેહદ નો સંન્યાસ. એમનો છે
હદ નો સંન્યાસ, ઘરબાર છોડી જાય છે. એમનો પણ ડ્રામા માં પાર્ટ છે. ફરી પણ એવું જ થશે.
સેકન્ડ-સેકન્ડ જે પસાર થાય તે ડ્રામા, ફરી એ જ ડ્રામા રીપિટ થશે. શાસ્ત્ર બધાં છે
ભક્તિમાર્ગ નાં પુસ્તક. ભક્તિ પછી છે જ્ઞાન. આ સીડી નાં ચિત્ર પર કોઈને પણ સમજાવવું
ખુબ સહજ છે. મુખ્ય જે ચિત્ર છે તે પોતાનાં ઘર માં પણ રાખી શકો છો. ત્રિમૂર્તિ પણ
બહુજ ક્લિયર (સ્પષ્ટ) છે. ઉપર શિવ પણ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ છે, સૂક્ષ્મવતન
વાસી પછી ઊંચા માં ઊંચા છે ભગવાન. બાળકો પણ સમજે છે જ્યાં બાપ રહે છે તે છે આપણું
આત્માઓનું રહેવાનું સ્થાન, જેને નિર્વાણધામ કહો અથવા શાંતિધામ કહો - વાત એક જ છે.
શાંતિધામ નામ ઠીક છે અથવા નિર્વાણધામ અર્થાત્ વાણી થી પરે ધામ, તે શાંતિધામ જ થઈ ગયું.
તે શાંતિધામ પછી છે સુખ અને શાંતિ-સંપત્તિ ધામ. પછી હોય છે દુઃખ અને અશાંતિધામ.
સુખધામ માં તો કારુન નાં ખજાના હોય છે અથાહ. આજે શું છે, કાલે શું હશે. આજે કળિયુગ
નો અંત, કાલે હશે સતયુગ નો આદિ. રાત-દિવસ નો ફરક છે ને. કહે પણ છે બ્રહ્મા અને
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો નો દિવસ અને પછી રાત. દિવસ માં છે દેવતાઓ. રાત માં
છે શૂદ્ર. વચ્ચે છો તમે બ્રાહ્મણ. આ સંગમયુગ ની કોઈને ખબર નથી. મનુષ્ય તો બિલકુલ
ઘોર અંધારા માં છે. તો ઘોર અજવાળા માં લઈ આવવા, આપ બાળકો ની ફરજ છે. હમણાં સામે એ જ
મહાભારત લડાઈ છે. ગવાયેલું પણ છે - વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશન્તી. વિનાશકાળે
પ્રીત બુદ્ધિ વિજયંતી.
આપ બાળકો જાણો છો બાબા
આપણને ફરીથી તે જ રાજાઈ આપે છે. તે આપણી રાજાઈ કોઈ છીનવી ન શકે. રાવણ ની પ્રવેશતા
તો થશે દ્વાપર થી. રાવણે આપણી રાજાઈ છીનવી છે, જેને દુશ્મન જ સમજો કારણકે દુશ્મન ની
જ એફિજી (પુતળું) બનાવીને બાળે છે. આ બહુજ જુનો દુશ્મન છે. કહે પણ છે - રાવણ રાજ્ય
પરંતુ કોઈ ની બુદ્ધિ માં નથી આવતું. તો ઘોર અંધકાર કહેવાશે ને. બેહદ નાં બાપ છે
નોલેજફુલ. એમને જ્ઞાન નાં દાતા, દિવ્ય ચક્ષુ વિધાતા કહે છે. હમણાં આપ આત્માઓ ને
જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. પહેલાં તો કંઈ નહોતાં જાણતાં. હવે બધું જાણી ગયાં
છો. બાપ જ્ઞાન નાં સાગર છે તો જરુર જ્ઞાન સંભળાવશે ને. જ્ઞાન સંભળાવ્યા વગર સિદ્ધ
કેવી રીતે થાય! તમે જુઓ છો બાપ જ્ઞાન સંભળાવે છે, જે જ્ઞાન થી પછી અડધોકલ્પ સદ્દગતિ
થાય છે. ભક્તિ જ અડધોકલ્પ ચાલવાની છે. જ્ઞાન થી સદ્દગતિ સંગમ પર જ થાય છે. કોઈ પણ
વાત બાળકોની ક્યારેય છુપાઈ ન શકે. બાપ કહે છે - કોઈ પણ ખરાબ કામ થઈ જાય તો બતાવો.
બાબા જાણે છે ઘણાઓથી ખરાબ કર્મ થતાં રહે છે. રાવણ રાજ્ય છે ને. માયા ચમાટ (થપ્પડ)
મારતી રહે છે, પરતું છુપાવે છે ઘણાં. બાબા કહે છે કોઈ ભૂલ થાય છે તો તરત બતાવવા થી
આગળ નાં માટે યુક્તિ મળશે. નહીં તો વૃદ્ધિ થતી જશે. કામ મહાશત્રુ છે. બાબા ને લખે
છે - બાબા માયા નું બહુજ ઓપોઝિશન (વિરોધાભાસ) થાય છે. સદૈવ તો કોઈનો યોગ નથી રહેતો
જે માયા થી બચી શકે. દેહ-અભિમાન બહુજ આવે છે. ઘણાં છે જે માયા નાં થપ્પડ ખાય છે.
બાબા ની પાસે સમાચાર તો બધી તરફ થી આવતાં રહે છે ને. સમાચાર-પત્ર વગેરે માં તો
ઉલ્ટું-સુલ્ટું પણ કેટલું નાખી દે છે. આજકાલ મનુષ્ય વાતો તો કેટલી પણ બનાવી શકે છે,
તમોપ્રધાન છે ને. વ્યાસ ની જ્યારે રજોબુદ્ધિ હતી તો શું-શું વાતો બેસી લખી છે. બાપ
બાળકોને સમજાવે છે સાંભળેલી-સંભળાવેલી વાતો પર ક્યારેય પણ વિશ્વાસ કરી બગડો નહીં.
ફલાણાએ આવું કહ્યું, આ કર્યું… માથું જ ફરી જાય છે. સમજતાં નથી તમોપ્રધાન દુનિયા
છે. માયા પાડવાનો પ્રયત્ન કરશે. કોઈ પણ ખોટી-ખોટી વાતો સંભળાવે તો એક કાન થી સાંભળી
બીજા થી કાઢી દો. બીજાને પણ આ જ સંદેશ આપતાં રહો. બાપ કહે છે - હું સંદેશ લઈ આવું
છું. હવે હે આત્માઓ, શ્રીમત પર ચાલો. મારો સંદેશ સાંભળો. ફક્ત મામેકમ્ યાદ કરો. જે
યાદ કરશે તે પોતાનું જ કલ્યાણ કરશે. યાદ આત્માએ કરવાનું છે, ભૂલ્યો પણ આત્મા છે. હવે
બાપ ની શ્રીમત મળે છે, એમાં આશીર્વાદ કે રહેમ વગેરે કાંઈ પણ નથી માંગવાનું. ફક્ત
બાપ ને યાદ કરવાનાં છે બીજી કોઈ વાત પૂછવા કરવાની પણ દરકાર નથી. સૃષ્ટિ નું ચક્ર
કેવી રીતે ફરે છે - આ તો સાંભળ્યું. એમાં ખિટ-ખિટ ની કોઈ વાત નથી. ઘોર-અંધકાર માં જ
બાપ આવે છે એટલે શિવરાત્રી મનાવે છે. કૃષ્ણ નો પણ જન્મ રાત્રે મનાવે છે. ખીર-પૂરી
વગેરે મંદિરો માં બને છે રાત્રે. હવે શિવ નાં માટે શું બનાવશે? એ તો છે નિરાકાર.
કોઈને ખબર પણ નથી, બાબા કઈ ઘડીએ આવે છે અને કેવી રીતે ચાલ્યાં જાય છે. સદૈવ તો સવારી
નથી કરતાં. આવશે અને ચાલ્યાં જશે. હમણાં તમે જાણો છો અમે શિવબાબા નાં પૌત્રા છીએ.
વારસો એમનાથી મળે છે. બ્રહ્માને પણ વારસો એમનાથી મળે છે. આ તો મનુષ્ય છે ને. સદ્દગતિ
માં પહેલો નંબર છે આ શ્રીકૃષ્ણ. આ બધાને પ્રિય છે કારણ કે સતોપ્રધાન બાળ અવસ્થા છે
ને. થોડાં મોટાં થાય છે તો એમને સતો કહેવાય છે. પછી રજો, તમો. શ્રી કૃષ્ણ-રાધા જ પછી
લક્ષ્મી-નારાયણ બને છે, જેમને બાપે જ્ઞાન આપ્યું છે એમને જ આપશે. ભારત માં જ
દેવી-દેવતા થઈને ગયાં છે તો મંદિર પણ ભારત માં ખુબ છે. ક્રિશ્ચન નાં ચર્ચ માં
ક્રાઈસ્ટ જ ક્રાઈસ્ટ જોશો. દેવતાઓનાં કેટલાં અનેક મંદિર છે. બાપ આવ્યાં છે આપણને
મનુષ્ય થી દેવતા બનાવવાં અથવા ભારત ને સ્વર્ગ બનાવવાં. આપણે બાપ ને યાદ કરી પાવન બની
રહ્યાં છીએ. બાપ ની સાથે આપણે પણ ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. જેમ કે આપણે બાપ
ની સાથે આવ્યાં છીએ. ભક્તિમાર્ગ માં દેવતાઓનાં મંદિર, મૂર્તિઓ વગેરે પર કેટલો ખર્ચો
કરી બનાવે છે. ઉત્પતિ કરી, પાલના કરી પછી વિનાશ કરી દે છે. ૯ દિવસ નાં અંદર જ ડુબાડી
દે છે. બહુજ એમનામાં પ્રેમ હોય છે. નવરાત્રી કલકત્તા માં બહુજ મનાવે છે. આ બધી વાતો
પર હમણાં વન્ડર (આશ્ચર્ય) લાગે છે. પહેલાં તો આપણે પણ પાર્ટધારી હતાં. કરોડો રુપિયા
ખર્ચ કરે છે. કેટલી અંધશ્રદ્ધા છે. રામાયણ થી કેટલો પ્રેમ હોય છે. વાતો સાંભળી ને
આંખો થી આંસુ વહાવે છે. આ બધું છે ભક્તિમાર્ગ, એનાથી ફાયદો કંઈ નથી. બાબા હમણાં આપણ
ને કેટલાં સમજદાર બનાવે છે. તો આ બધું સાંભળીને અહીં નું અહીં ભૂલી ન જાઓ, બધી વાતો
યાદ કરો. પૂરાં રીફ્રેશ થઈને જાઓ. સ્વયં ને આત્મા સમજી દેહ સહિત જે કાંઈ જુઓ છો બધું
ભૂલી જાઓ. આ બધું કબ્રિસ્તાન છે. દિલ્લી માં બિરલા મંદિર માં લખાયેલું છે - ભારત
પરિસ્તાન હતું, જે ધર્મરાજે સ્થાપન કર્યું હતું. હમણાં આપ બાળકો જાણો છો આ દુનિયા
કબ્રિસ્તાન બનવાની છે.
બાપ કહે છે - બધાં
કામ ચિતા પર બેસી એકદમ બળી મર્યા છે. ક્રોધ ચિતા નથી કહેવાતું. કામ ચિતા કહેવાય છે.
એમાં પણ હલ્કો નશો, સેમી નશો પણ હોય છે. બાળકો ને જ બાપ બેસીને સમજાવે છે. ઘર માં
જો કોઈ કપૂત બાળક હશે તો કહેશે ને - આ શું બાપ ની આબરુ ગુમાવો છો? બાપ ની ઈજ્જત જાય
છે ને. બેહદ નાં બાપ પણ કહે છે તમે કાળું મોઢું કરો છો તો બ્રાહ્મણ કુળ ભૂષણ જે
દેવતા બને છે, એમનું નામ બદનામ કરો છો. આપ બાળકો જાણો છો - આપણે પવિત્રતા ની તાકાત
થી જ ભારત ને ફરી થી શ્રેષ્ઠાચારી દેવતા બનાવીએ છીએ. તમારા માટે તો જેમ કે સામાન્ય
વાત છે. જુઓ છો મહાભારત લડાઈ પણ ઉભી છે, એનાથી જ સ્વર્ગ નાં ગેટ (દ્વાર) ખુલે છે.
શાસ્ત્રો માં મહાભારત લડાઈ તો દેખાડી છે. એનાં પછી શું થયું - આ દેખાડ્યું નથી. કહી
દે છે પ્રલય થઈ ગયો. હમણાં કૃષ્ણ નો એક તરફ તો માતા નાં ગર્ભ થી જન્મ દેખાડ્યો છે
બીજી તરફ પછી કહે છે કે પીપળા નાં પાન પર અંગૂઠો ચૂસતાં આવ્યાં, કાંઈ પણ સમજતાં નથી.
ત્યાં તો ગર્ભમહેલ માં રહે છે બહુજ વિશ્રામ થી. બાકી સાગર માં થોડી પાન પર હોઈ શકે.
આ તો અસંભવ છે. આ તો આખો ડ્રામા બનેલ છે, જેને તમે જાણો છો. કલ્પ-કલ્પ આવું થાય જ
છે. હવે બાળકોએ પોતાનું કલ્યાણ કરવાનું છે અને બીજા નું પણ કલ્યાણ કરવાનું છે. મૂળ
વાત છે આ. બાપ તો સ્વર્ગ નાં રચયિતા છે. એમને કહેવાય જ છે હેવનલી ગોડ ફાધર. તો પછી
આપણે બાળકો સ્વર્ગ નાં માલિક હોવાં જોઈએ ને. શિવ જયંતી પણ ભારત માં જ મનાવે છે તો
જરુર ભારત ને કંઈક આપ્યું હશે. હમણાં તમને સ્વર્ગ ની બાદશાહી આપી રહ્યાં છે ને. બાપ
છે જ સદ્દગતિ દાતા. જ્ઞાન નાં સાગર, જ્ઞાન બાપ જ આવીને આપે છે. હમણાં બાપ તમને
નોલેજ આપી રહ્યાં છે. ૫ હજાર વર્ષ પછી ફરી અહીં જ આવશે. બાળકોને નિશ્ચય છે જે-જે આ
બ્રાહ્મણ કુળ નાં હશે તે આવતાં જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે. કોઈ કાંઈ ખોટી વાત સંભળાવે તો
સાંભળી-ન-સાંભળી કરી દેવાની છે. એનાં પર બગડવાનું નથી.
2. ક્યારેય પણ દેવતા
બનવા વાળા બ્રાહ્મણ કુળભૂષણ નું નામ બદનામ ન થાય - આનું ધ્યાન રાખવાનું છે. કોઈ
ઉલ્ટું કર્મ ક્યારેય નથી કરવાનું. પાછળ નાં હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનાં છે.
વરદાન :-
નશા અને નિશાના
ની સ્મૃતિ થી સર્વ કર્મેન્દ્રિયોં ને ઓર્ડર પ્રમાણ ચલાવવા વાળા તાજ કે તખ્તનશીન ભવ
સંગમયુગ પર બાપદાદા
દ્વારા બધા બાળકોને તાજ અને તખ્ત પ્રાપ્ત થાય છે. પ્યોરિટી નો પણ તાજ છે તો
જવાબદારીઓ નો પણ તાજ છે, અકાળ તખ્ત પણ છે તો દિલતખ્તનશીન પણ છો. જ્યારે એવા ડબલ તાજ
અને તખ્તનશીન બનો છો તો નશો અને નિશાની સ્વત: યાદ રહે છે. પછી આ કર્મેન્દ્રિયોં પણ
જી-હજુર કરી કરે છે જે તાજ કે તખ્ત છોડી દે છે એમનો ઓર્ડર કોઈ પણ કારોભારી નથી માનતાં.
સ્લોગન :-
કમજોર સંકલ્પ
પ્રસન્નચિત્ત નાં બદલે પ્રશ્નચિત્ત બનાવી દે છે.
અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
ઈશ્વરીય સેવા નું મોટા
માં મોટું પુણ્ય છે- પવિત્રતા નું દાન આપવું. પવિત્ર બનવું અને બનાવવાં જ પુણ્ય
આત્મા બનવું છે કારણકે કોઈ આત્માને આત્મઘાત મહાપાપ થી છોડાવો છો. અપવિત્રતા આત્મઘાત
છે. પવિત્રતા જીયદાન છે.