18-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.02.2012
બાપદાદા મધુબન
“ હવે સ્મૃતિ સ્વરુપ
અનુભવ ની ઓથોરિટી બનો , જ્વાળામુખી યોગ દ્વારા બધાને લાઈટ - માઈટ ની કિરણો નો સહયોગ
આપો”
આજે બાપદાદા પોતાની
સામે અથવા ચારેય તરફ નાં પોતાનાં નાનાં સંસાર ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે કારણકે આ
સંસાર છે નાનો પરંતુ અતિ પ્યારો છે કારણકે આ સંસાર નો એક-એક આત્મા શ્રેષ્ઠ આત્મા
છે. કોટોમાં કોઈ આત્માઓ છે. બાપ નાં વારસા નાં અધિકારી આત્માઓ છે. બાપદાદા દરેક
બાળકોને જોઈ ખુશ થાય છે કે આ એક-એક બાળક રાજા બાળક છે. બાપદાદાએ દરેક બાળકને
સ્વરાજ્ય અધિકારી અને વિશ્વ રાજ્ય અધિકારી બનાવ્યા છે. આ સમયે બધા સ્વરાજ્ય અધિકારી
છે અર્થાત્ મન-બુદ્ધિ-સંસ્કાર, કર્મેન્દ્રિયો નાં રાજા છે. કર્મેન્દ્રિયો નાં વશ નથી.
મન નાં પણ માલિક છે. તો એવી રીતે જ તમે દરેક બાળક પોતાને મન નાં માલિક, સંસ્કારો
નાં પણ માલિક સમજો છો? એમ તો નથી ક્યારેક તમે મન નાં માલિક હોવ અથવા ક્યારેક મન
તમારું માલિક હોય! કારણકે કહો જ છો મારું મન, હું મન નથી કહેતા. તો મારા નાં તમે
માલિક છો. ચેક કરો ક્યારેક મન તો માલિક નથી બની જતું? કારણકે આ સમયે બાપદાદાએ દરેકને
સ્વરાજ્ય અધિકારી ની સીટ પર બેસાડ્યા છે. હમણાં નાં સ્વરાજ્યધારી છો અને ભવિષ્ય નું
રાજ્ય તો તમારું છે જ. ડબલ રાજ્ય અધિકારી છો. બાપદાદા જુએ છે દરેક બાળક સ્વરાજ્ય
અધિકારી ની સાથે સ્વમાનધારી પણ છે. તો હું સ્વમાનધારી આત્મા છું, આ સ્મૃતિ માં બેસો
તો જુઓ કેટલાં સ્વમાનો ની લિસ્ટ તમારા સામે આવે છે. અનેક સ્વમાન ની માળા સામે આવી
જાય છે ને!
બાપદાદાએ બાળકો ને સ્વમાનો ની માળા દરેક બાળક ને આપી છે. સ્વમાન સાંભળતા જ તમારી
સામે પણ પોતાનાં સ્વમાન સ્મૃતિ માં આવી ગયાં! યાદ કરો, અનાદિ સ્વરુપ માં તમારું
સ્વમાન કેટલું મોટું છે! ચાલ્યા ગયા અનાદિ સ્વરુપ માં? દરેક ને દરેક નું સ્વમાન છે-એક
તો બાપની સાથે-સાથે ચમકતા આત્મા છો, બાપ નાં સાથનાં કારણે વિશેષ ચમકતા દેખાઈ રહ્યાં
છો. જોઈ રહ્યા છો? જેવી રીતે આકાશ માં પણ અહીં કોઈ-કોઈ સિતારો વિશેષ ચમકે છે, એવી
રીતે બાપ ની સાથે-સાથે હોવાને કારણે ચમકતા આત્મા છો. યાદ આવ્યું પોતાનું અનાદિ
સ્વરુપ? સેકન્ડમાં પોતાના અનાદિ સ્વરુપ માં સ્થિત થઈ શકો છો? હમણાં એક સેકન્ડ માં એ
અનાદિ સ્વરુપ માં, એક સેકન્ડ નાં માટે સ્થિત થઈ જાઓ. કેટલો નશો ચઢે છે! આગળ વધો, એ
સૃષ્ટિ ચક્ર નાં આદિ માં આવી ગયા! આ ડ્રીલ કરો સતયુગ આદિ માં પોતાનું સ્વરુપ જુઓ,
કેટલું શ્રેષ્ઠ સુખ સ્વરુપ છે. કેટલું સર્વ પ્રાપ્તિ સ્વરુપ છે. દુઃખ નું નામ-નિશાન
નથી. પ્રકૃતિ કેટલી સુંદર સતોગુણી છે. અનુભવ કરો પોતાનાં દેવતા સ્વરુપ નો. જોઈ રહ્યા
છો પોતાનું સ્વરુપ? કોઈ પણ રાજા છો, મહાત્મા છો, નેતા છો એવા સર્વ પ્રાપ્તિ સ્વરુપ
કોઈ જોયા! તો એક સેકન્ડ માટે પોતાનાં દેવતા સ્વરુપ માં સ્થિત થઈ જાઓ. પોતાનાં
સ્વમાન માં મજા આવે છે ને! હમ સો દેવતા… બાપદાદા આ ડ્રીલ કરાવી રહ્યા છે. પછી નીચે
આવો કયો યુગ આવી ગયો? દ્વાપર માં પણ તમારું સ્વમાન પૂજ્ય નું છે. પૂજ્ય સ્વરુપ છે.
પોતાનાં પૂજ્ય સ્વરુપ ને જોઈ રહ્યા છો? કેટલાં બધા ભાવના થી કાયદા પ્રમાણે પૂજા કરે
છે. એવી રીતે કાયદા પ્રમાણે પૂજા બીજાં કોઈની પણ નથી થતી. ભલે ધર્મ પિતાઓ આવે, ભલે
ગુરુ બન્યા, નેતાઓ બન્યા, અભિનેતાઓ બન્યા પરંતુ એવી કાયદા પ્રમાણે પૂજા કોઇની નથી
થતી. તો પોતાનાં સ્વમાન જોયાં, અનુભવ કર્યો? હવે આવો સંગમ માં, બધા ચક્ર લગાવી રહ્યા
છો? પાછળ વાળા ચક્ર લગાવી રહ્યા છો! હાથ ઉઠાવો. જુઓ પોતાનું સ્વમાન કારણકે સ્વરાજ્ય
અધિકારી છો ને! તો સંગમ પર સ્વયં ભગવાન, તમારાં જીવન માં સ્વયં માલિક આપ બાળકોમાં
પવિત્રતા ની વિશેષતા ભરે છે. જે પવિત્રતા તમારા સર્વ અવિનાશી સુખોની ખાણ છે. અને
બનાવવા વાળા કોણ? સ્વયં ભગવાન. તે તો હમણાં પણ પ્રત્યક્ષ પ્રમાણે તમને પવિત્રતા ની
જાયદાત (સંપત્તિ) બાપ પાસેથી પ્રાપ્ત થઈ ગઈ છે. હવે ચેક કરો - પવિત્રતા સર્વ
પ્રાપ્તિઓ નો આધાર છે, પવિત્રતા થી તમે બધા માસ્ટર સર્વ શક્તિવાનમાન બની ગયા. તો
ચેક કરો સર્વશક્તિઓ પ્રાપ્ત છે? કોઈ-કોઈ બાળકો કહે છે બાપે તો સર્વ શક્તિઓ આપી પરંતુ
કોઈ-કોઈ સમયે જે શક્તિ ની આવશ્યકતા હોય છે તે થોડા સમય પછી આવે છે. વાત પૂરી થઈ જાય
છે પછી આવે છે. એનું કારણ શું? વરદાન માં બાપે આપી તો પણ સમય પર નથી આવતી એનું કારણ
શું? પોતાના માસ્ટર સર્વશક્તિમાન ની સ્મૃતિ ની સીટ પર નથી હોતાં, કોઈ પણ કોઈનો
ઓર્ડર માને છે તો સીટ વાળાનો ઓર્ડર માને છે. તો જ્યારે પણ તમે કોઈ પણ શક્તિનો ઓર્ડર
કરો છો, પહેલાં આ જુઓ કે સ્મૃતિની સીટ પર છીએ? સ્વમાન ની સીટ પર છીએ? સ્મૃતિની સીટ
પર સ્થિત થઈ જાઓ તો સર્વશક્તિઓ તમારી પાસે સમય પર બંધાયેલી છે આવવા માટે કારણકે
સર્વ શક્તિમાન બાપે તમને માસ્ટર સર્વશક્તિમાન બનાવ્યા છે. તો એટલાં પાવરફુલ
સ્વમાનધારી બની ચાલી રહ્યા છો ને? પોતાનાં સ્વમાન જોયાં? સંગમ નાં પછી ક્યાં જશો?
રિટર્ન જર્ની (યાત્રા) કરશો ને! એટલે બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક આખાં દિવસ માં આ
એક્સરસાઇઝ કરતા રહે. સમય કાઢો વારંવાર આ સ્વમાન ની માળા પહેરવાથી, અનુભવ કરવાથી જે
બાપદાદાએ સ્વરાજ્ય અધિકારી બનાવ્યા છે, તે થઈ નથી શકતું કે સ્વમાન તમારા ઓર્ડર પર ન
ચાલે. ફક્ત સીટ પર સેટ રહો.
બાપદાદાએ જોયું બધા અટેન્શન રાખે છે પરંતુ નિયમિત રુપથી પોતાની દિનચર્યા સેટ કરો.
વચ્ચે-વચ્ચે આ પોતાનાં સ્વમાન નાં સ્મૃતિ સ્વરુપ માં સ્થિત રહો. જેવી રીતે ટ્રાફિક
કંટ્રોલ કરો છો એવી રીતે આ સ્વમાન ની સ્મૃતિ આદિકાળ થી રિટર્ન જર્ની સુધી ની,
વચ્ચે-વચ્ચે ટાઈમ ફિક્સ કરો. આ ચાલતા-ફરતા પણ કરી શકો છો કારણકે મન ને સીટ પર
બેસાડવાનું છે. બાપદાદાએ જોયું, પહેલાં પણ કહ્યું છે યોગ બધા લગાવો છો પરંતુ હવે
આવશ્યકતા શેની છે? સમય નાં હાલતો ને જોઈ પહેલાં પણ સંભળાવ્યું હવે જ્વાળામુખી યોગ
ની આવશ્યકતા છે, જેનાથી ડબલ કામ થશે. એક તો પોતાનાં જૂના સંસ્કારો નો સંસ્કાર થઈ જશે,
હમણાં સંસ્કારોને મારો છો પરંતુ બાળતાં નથી, મારવાનાં પછી તો પણ ક્યારેક-ક્યારેક તે
જાગી જાય છે. જેવી રીતે રાવણ ને ફક્ત માર્યો નહીં, બાળ્યો. એવી રીતે તમે પણ પોતાનાં
જૂનાં સંસ્કારો ને જે વચ્ચે-વચ્ચે તીવ્ર પુરુષાર્થ માં કમી કરી દો છો, એટલાં માટે
જ્વાળામુખી યોગ ની આવશ્યકતા છે. એક સ્વયં માટે અને બીજું જ્વાળામુખી યોગ દ્વારા
બીજાઓને પણ લાઈટ રુપ હોવાનાં કારણે, માઈટ રુપ હોવાનાં કારણે એમને પણ પોતાનાં કિરણો
દ્વારા સહયોગ આપી શકો છો. તો હમણાં બધાએ યોગ ને જ્વાળામુખી યોગ માં પરિવર્તન કર્યો?
સમય અનુસાર હવે આત્માઓને તમારા સહયોગ ની આવશ્યકતા છે. બાકી બાપદાદા તો અમૃતવેલા
દરેક બાળકોને સ્નેહ આપે છે.
બાપદાદા જુએ છે લક્ષ બહુ જ સારું રાખે છે, હિંમત પણ રાખે છે પરંતુ આખો દિવસ એ જ
અટેન્શન માં રહે, જેવી રીતે અમૃતવેલાએ રહે છે, તે ઓછું થઈ જાય છે. કારણ શું હોય છે?
આ જે કર્મ માં લાગી જાઓ છો, કર્મયોગી બની કર્મ કરવું, એમાં અંતર પડી જાય છે. તમે
ફક્ત યોગ લગાવવા વાળા નથી, યોગી જીવન વાળા છો. તો જીવન સદા રહે છે, ક્યારેક-ક્યારેક
નહીં. તો બાપદાદા હવે શું ઈચ્છે છે? પ્રેમમાં તો ઘણાં કરીને પાસ છે, પ્રેમ નાં
વિષયમાં બાપે જોયું મેજોરીટી બાપ ની સાથે મારા બાબા, મારા બાબા કહી પ્રેમ નો અનુભવ
કરે છે. પ્રેમ માં તો મેજોરીટી પાસ છે, હવે શેમાં પાસ થવાનું છે? બાપ સમાન બનવામાં.
બધા શું ઈચ્છો છો? બાપ સમાન બનવું છે કે બાપ બાપ રહેશે અને તમે બાળકો છો, તો બાપ
સમાન તો બનવું પડશે. પ્રેમ એટલે શું? પ્રેમ વાળા જે કહે તે કરવાનું જ છે. તો બધા
બાપ નાં પ્યારા છો, બાપ નો પ્રેમ તમારા થી છે? એમાં હાથ ઉઠાવો. પ્રેમ છે સારું,
પ્રેમ છે? તો બધા, બાપદાદા આ જ ઈચ્છે છે કે જેવી રીતે પ્રેમ છે, એવી રીતે આ લક્ષ
રાખો કે અમારે બાપ સમાન બનવું જ છે, એમાં હાથ ઉઠાવો. તો નિશ્ચય રાખો છો, હાથ તો બહુ
જ સારો ઉઠાવો છો. બાપદાદા જોઈ રહ્યા છે.
બાપદાદા ઈચ્છે છે એક-એક બાળક એવો ખુશનુમા, ખુશનસીબ દેખાય, ચહેરા થી, ચલન થી કારણકે
સમય પ્રમાણે હવે તમારો ચહેરો બહુ જ સેવા કરશે. આવશ્યકતા પડશે. એટલા માટે બાપદાદા
ઈચ્છે છે કે હમણાંથી લક્ષ રાખો જેવી રીતે હમણાં આ ૭૫ વર્ષ નાં કારણે બધાનો ઉમંગ છે
સેવા કરવાનો. એવી રીતે ઉમંગ હોય ચહેરા થી સેવા કરવાનો કારણ કે દિવસ-પ્રતિદિવસ સમય
નાજુક આવવાનો જ છે. તો એવા સમય પર તમારો ચહેરો આત્માઓ ને ચિયરફુલ બનાવી દે.
બાપદાદાએ આજે અમૃતવેલા ચક્કર લગાવ્યુ, તો શું જોયું? બેસે બધા પોતાની રુચિ થી પણ છે
પરંતુ સૌથી મોટી ઓથોરિટી છે અનુભવ ની. તો જોયું બેસે છે પરંતુ અનુભવ ની ઓથોરિટી
બનીને બેસે, સ્મૃતિ માં બેસે છે પરંતુ સ્મૃતિ સ્વરુપ અનુભવ થાય. અનુભવ ની ઓથોરિટી
નો આનંદ તે થોડો સમય થાય છે. વિચારે છે હું બાપદાદા નો તખ્તનશીન છું પરંતુ સ્વરુપ
નાં સ્મૃતિ સ્વરુપ અનુભવી મૂર્ત, અનુભવ માં ખોવાઈ જાઓ, એને હવે વધારે પણ આગળ વધારવું
પડશે કારણકે અનુભવ ની ઓથોરિટી સૌથી મોટામાં મોટી છે. સ્મૃતિ સ્વરુપ રહેવું આને
કહેવાય છે અનુભવ. તો અનુભવ માં ખોવાઈ જવું જે સ્વરુપ ની સ્મૃતિ રાખો છો, એ સ્વરુપ
ની અનુભૂતિ માં રહેવું તેની વધારે આવશ્યકતા છે કારણકે અનુભવ ક્યારેય પણ ભૂલાતો નથી.
કોઈને પણ તમે કોઈનાં અનુભવ દ્વારા સાંભળવાની કોશિશ કરો છો સંભળાવવાની કોશિશ કરો છો
તો અનુભવ નો પ્રભાવ પડે છે. તો સ્વયં ને જે સ્વરુપ સ્મૃતિમાં રાખો છો એના સ્વરુપ ની
અનુભૂતિમાં ખોવાઈ જાઓ, અનુભવ પોતાના પુરુષાર્થમાં પણ બહુ જ મદદ કરે છે. તો બાપદાદાએ
જોયું અનુભવ ની ઓથોરિટી માં નંબરવાર છે. તો હવે આ અનુભવ ની ઓથોરિટી નાં અભ્યાસ ઉપર
વધારે અટેન્શન આપો. અનુભવ સ્વરુપની સ્થિતિ સદા સમાયેલી રહે છે, એનો ચહેરો-ચલન સેવા
કરે છે.
તો આજે બાપદાદા બાળકોનો રેકોર્ડ જોઈ રહ્યા હતાં. તો એક તો જ્વાળામુખી યોગ નાં ઉપર
વધારે અટેન્શન આપો જેનાથી સ્વભાવ-સંસ્કાર પરિવર્તન માં સહયોગ મળશે. સંસ્કાર જેને તમે
નેચર કહો છો તે હમણાં પણ પોતાનું કાર્ય વચ્ચે-વચ્ચે કરી લે છે. બાકી બાપદાદા ખુશ
છે, કઈ વાત પર? જાણો છો, કઈ વાત પર બાપદાદા ખુશ છે? જાણો છો? આજકાલ ની મોરલીઓ
સાંભળવા સાથે બાપદાદાએ જોયું પોતની દિનચર્યા માં અટેન્શન વધારે ગયું છે. અટેન્શન
વધાર્યું છે તો ટેન્શન સંસ્કારો નું ઓછું થતું જશે. બાપદાદાએ પહેલાં પણ કહ્યું કે
જ્યારે પણ ટેન્શન આવે ને, એ લગાવી દો, એડ કરી દો એ, અટેન્શન. ચાલવાનું તો બધાને છે
જ. આ તો વાયદો છે જ પાક્કો. સાથે ચાલીશું, સાથે રાજ્ય કરીશું. તો બધા ખુશ છે કે
ક્યારેક-ક્યારેક ખુશ છો? જે સમજે છે કે અમે સદા ખુશ છીએ, ક્યારેક-ક્યારેક નહીં, સદા
ખુશ છીએ, જુઓ વિચારીને હાથ ઉઠાવો. અચ્છા. હાથ પણ વિચારીને ઉઠાવી રહ્યા છે. ખુશી
પોતાની વસ્તુ છે. પોતાની વસ્તુ કેમ જાય? તો હવે શું કરશો? આગળ ચાલવાનું તો છે જ. તો
હવે આગળ શું કરશો? દરેક સેન્ટર નિર્વિઘ્ન વ્યર્થ સંકલ્પ રહિત, થઈ શકે છે? થઈ શકે છે
કે એના માટે સમય જોઈએ? હમણાં સુધી બાપદાદા નાં પાસે કોઈ સેન્ટરે આ રિપોર્ટ નથી આપ્યો
કે અમારું સેન્ટર સદા નિર્વિઘ્ન છે, સાથી પણ નિર્વિઘ્ન છે. ફક્ત સ્વયં નહીં, સાથી
પણ નિર્વિઘ્ન હોય. તે પણ સમય આવવાનો છે. થઈ જશે કારણકે બનવાનું તો બાળકોને જ છે બીજા
કોઈ એક્ઝામ્પલ માં આવશે જે પાછળથી તીવ્ર પુરુષાર્થી બની આગળ જશે પરંતુ મેજોરીટી તો
તમારે જ આગળ જવાનું છે. બાપદાદાએ જોયું મોરલી થી પ્રેમ મેજોરીટી નો છે પરંતુ જેવી
રીતે જગદંબાએ પ્રત્યક્ષ જીવનમાં દેખાડ્યું કે જે બાપે કહ્યું તે કરવાનું જ છે, લક્ષ
રાખ્યું અને પુરુષાર્થ નાં તરફ અટેન્શન પણ આપ્યું. તમારી દીદી-દાદીઓ જે એડવાન્સ
પાર્ટી માં પણ ગયાં છે એમણે પણ અટેન્શન આપ્યું, હવે આપ સર્વ નો ઇન્તજાર (પ્રતિક્ષા)
કરી રહ્યા છે. પૂછે છે તે કે સમાપ્તિ નો ગેટ ક્યારે ખોલશો? એક-બે તો નહીં ખોલશે ને!
તો હવે પુરુષાર્થ કરીને ગેટ ખોલવાનાં સમય ને સમીપ લાવો. સંપન્ન બનવું અર્થાત્ સમીપ
લાવવું.
બધા ચારેય તરફ નાં બાળકોને બાપદાદા દિલ નો સ્નેહ આપી રહ્યા છે. સાથે-સાથે જે
બાપદાદાએ બે મહિનાનું કાર્ય આપ્યું છે, એની પણ સ્મૃતિ અપાવી રહ્યા છે, કેમ? ખાસ
કરીને આ વ્યર્થ સંકલ્પ પુરુષાર્થ ને તીવ્ર નાં બદલે સાધારણ કરી દે છે એટલે ચારેય
તરફ નાં બાળકોને બાપદાદા યાદપ્યાર ની સાથે આ પણ સ્મૃતિ અપાવી રહ્યા છે કે હવે સંગમ
નો સમય કેટલો શ્રેષ્ઠ સુખદ છે, આ સંગમ નાં સમયે જ સર્વ ખજાના બાપ દ્વારા પ્રાપ્ત
થાય છે, સંગમ ની એક-એક સેકન્ડ મહાન છે એટલે સંગમ નાં સમય નું મૂલ્ય સદા પોતાની
બુદ્ધિમાં રાખો. સંગમ ની એક સેકન્ડ પ્રાપ્તિ કેટલી કરાવે છે. તમારાથી કોઈ પૂછે તમને
શું મળ્યું છે! તો શું જવાબ આપશો? અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ અમારા બ્રાહ્મણો નાં દિલ
માં. પાના થા વો પા લીયા. હવે તેને કાર્ય માં લગાવતાં સાથે તીવ્ર પુરુષાર્થી બની
સમય ને સમીપ લાવો. અચ્છા. બાપદાદા જુએ છે બધાને ઉમંગ પણ આવે છે અને આ ઉમંગ સદા આગળ
વધારતા રહો. અચ્છા.
વરદાન :-
પોતાનાં
સ્વરુપ દ્વારા ભક્તો ને લાઇટ નાં ક્રાઉન નો સાક્ષાત્કાર કરાવવા વાળા ઇષ્ટ દેવ ભવ
જ્યાર થી તમે બાપ નાં
બાળકો બન્યા, પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી તો રિટર્ન માં લાઈટ નો તાજ પ્રાપ્ત થઈ ગયો.
આ લાઈટ નાં તાજ ની આગળ રત્નજડીત તાજ કંઈ પણ નથી. જેટલાં-જેટલાં સંકલ્પ, બોલ અને
કર્મ માં પ્યોરીટી ને ધારણ કરતા જશો એટલું આ લાઈટ નું ક્રાઉન સ્પષ્ટ થતું જશે અને
ઇષ્ટ દેવ નાં રુપ માં ભક્તો નાં આગળ પ્રત્યક્ષ થતા જશો.
સ્લોગન :-
સદા બાપદાદા
ની છત્રછાયા ની અંદર રહો તો વિધ્ન-વિનાશક બની જશો.
અવ્યક્ત ઇશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
જેવી રીતે બાપદાદા સદા
બાળકોની સાથે દરેક કદમ માં સહયોગી છે અને અંત સુધી રહેશે. બાપને કોઈ નાં પ્રત્યે
ઘૃણા નથી હોતી. સદૈવ અપકારી નાં પણ શુભચિંતક છે, એવી રીતે ફોલો ફાધર. દરેક આત્મા
નાં પ્રત્યે સદા શુભ ભાવ અને ભાવના રાખો. એણે આવું કેમ કર્યું, આ વિચારવા નાં બદલે
આત્મા નું કલ્યાણ કેવી રીતે થાય - આ વિચારો ત્યારે કહેવાશે શુભચિંતક કે વિશ્વ
કલ્યાણકારી આત્મા.
વિશેષ સૂચના - મહિના
નાં ત્રીજા રવિવાર નો યોગ અભ્યાસ
આજે મહિના નો ત્રીજો
રવિવાર છે, બધા ભાઈ-બહેનો સંગઠિત રુપમાં એકત્રિત થઈને સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા
સુધી પોતાની શાંત સ્વરુપ સ્થિતિ માં સ્થિત થઈ, શાંતિ નાં સાગર ની ગહેરાઈ માં જઈને એ
પરમ સુખ અથવા તો શીતળતા ની ગહન અનુભૂતિ કરે તથા સર્વ આત્માઓને શાંતિનું દાન આપવાની
સેવા કરે.