19-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હમણાં ભારત ખાસ અને સામાન્ય આખી દુનિયા પર બ્રહસ્પતિ ( વૃક્ષપતિ ) ની દશા બેસવાની છે , બાબા આપ બાળકો દ્વારા ભારત ને સુખધામ બનાવી રહ્યાં છે”

પ્રશ્ન :-
સોળે કળા સંપૂર્ણ બનવા માટે આપ બાળકો કયો પુરુષાર્થ કરો છો?

ઉત્તર :-
યોગબળ જમા કરવાનો. યોગબળ થી તમે સોળે કળા સંપૂર્ણ બની રહ્યાં છો. એનાં માટે બાપ કહે છે, દે દાન તો છૂટે ગ્રહણ. કામ વિકાર જે પાડવા વાળો છે તેનું દાન આપો તો તમે સોળે કળા સંપૂર્ણ બની જશો. ૨. દેહ-અભિમાન ને છોડી દેહી-અભિમાની બનો, શરીર નું ભાન છોડી દો.

ગીત :-
તુમ માત પિતા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ પોતાનાં રુહાની બાપ ની મહિમા સાંભળી. તેઓ ગાતા રહે છે અહીં તમે પ્રેક્ટિકલ માં એ બાબા નો વારસો લઈ રહ્યાં છો. તમે જાણો છો - બાબા આપણા દ્વારા જ ભારત ને સુખધામ બનાવી રહ્યાં છે. જેમનાં દ્વારા બનાવી રહ્યાં છે જરુર એ જ સુખધામ નાં માલિક બનશે. બાળકો ને તો ખૂબ ખુશી રહેવી જોઈએ. બાબા ની મહિમા અપરમઅપાર છે. એમની પાસે થી આપણે વારસો મેળવી રહ્યાં છીએ. હમણાં આપ બાળકો પર, ખરેખર આખી દુનિયા પર હવે બ્રહસ્પતિ ની અવિનાશી દશા છે. હમણાં આપ બ્રાહ્મણ જ જાણો છો ભારત ખાસ અને દુનિયા સામાન્ય, બધા પર હવે બ્રહસ્પતિ ની દશા બેસવાની છે કારણકે તમે હવે સોળે કળા સંપૂર્ણ બનો છો. આ સમયે તો કોઈ કળા નથી. બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ. એવું નહીં અહીં ખુશી છે, બહાર જવાથી ગુમ થઈ જાય. જેમની મહિમા ગાઓ છો તે હમણાં તમારી પાસે હાજર છે. બાપ સમજાવે છે - ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને રાજાઈ આપીને ગયો હતો. હવે તમે જોશો - ધીરે-ધીરે બધા પોકારતા રહેશે. તમારા પણ સ્લોગન (સુવિચાર) નીકળતા રહેશે. જેમ ઈન્દિરા ગાંધી કહેતાં હતાં કે એક ધર્મ, એક ભાષા, એક રાજાઈ હોય, તેમનાં માં પણ આત્મા કહે છે ને? આત્મા જાણે છે બરોબર ભારત માં એક રાજધાની હતી, જે હવે સામે છે. સમજે છે ક્યારેય પણ બધું ખતમ થઈ જાય, આ કોઈ નવી વાત નથી. ભારતે ફરી સોળે કળા સંપૂર્ણ જરુર બનવાનું છે. તમે જાણો છો આપણે આ યોગબળ થી સોળે કળા સંપૂર્ણ બની રહ્યાં છીએ. કહે છે ને - દે દાન તો છૂટે ગ્રહણ. બાપ પણ કહે છે વિકારો નું, અવગુણો નું દાન આપો. આ રાવણ રાજ્ય છે. બાપ આવીને આનાંથી છોડાવે છે. આમાં પણ કામ વિકાર ખૂબ મોટો અવગુણ છે. તમે દેહ-અભિમાની બની ગયા છો. હવે દેહી-અભિમાની બનવું પડે. શરીર નું ભાન પણ છોડવું પડે. આ વાતો ને આપ બાળકો જ સમજો છો. દુનિયા નથી જાણતી. ભારત જે સોળે કળા સંપૂર્ણ હતું, સંપૂર્ણ દેવતાઓ નું રાજ્ય હતું, હમણાં ગ્રહણ લાગેલું છે. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની હતી ને? ભારત સ્વર્ગ હતું. હવે વિકારો નું ગ્રહણ લાગેલું છે એટલે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. આ કામ વિકાર જ પાડવા વાળો છે એટલે બાપ કહે છે આ દાન આપો તો તમે સોળે કળા બની જશો. નહીં આપશો તો નહીં બનશો. આત્માઓ ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે ને? આ પણ તમારી બુદ્ધિ માં છે. તમારા આત્મા માં કેટલો પાર્ટ છે! તમે વિશ્વ નું રાજ્ય-ભાગ્ય લો છો. આ બેહદ નો ડ્રામા છે. અથાહ એક્ટર્સ છે. આમાં ફર્સ્ટ ક્લાસ એક્ટર્સ છે આ લક્ષ્મી-નારાયણ. આમનો નંબરવન પાર્ટ છે. વિષ્ણુ સો બ્રહ્મા-સરસ્વતી પછી બ્રહ્મા-સરસ્વતી સો વિષ્ણુ બને છે. આ ૮૪ જન્મ કેવી રીતે લે છે? બધું ચક્ર બુદ્ધિ માં આવી જાય છે. શાસ્ત્ર વાંચવાથી થોડી કોઈ સમજે છે? તે તો કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દે છે. પછી તો સ્વસ્તિકા પણ બની ન શકે. વેપારી લોકો ચોપડો લખે છે તો એનાં પર સ્વસ્તિકા દોરે (બનાવે) છે. ગણેશ ની પૂજા કરે છે. આ છે બેહદ નો ચોપડો. સ્વસ્તિકા માં ૪ ભાગ હોય છે. જેમ જગન્નાથપુરી માં ચોખા નો હાંડો રાખે છે, તે બની જાય છે તો ૪ ભાગ થઈ જાય છે. ત્યાં ચોખા નો જ ભોગ લાગે છે કારણકે ત્યાં ચોખા ખૂબ ખાય છે. શ્રીનાથ દ્વાર માં ચોખા હોતાં નથી. ત્યાં તો બધો ચોખ્ખા ઘી નો પાક્કો માલ બને છે. જ્યારે ભોજન બનાવે છે તો પણ સફાઈ થી મુખ બંધ કરીને બનાવે છે. પ્રસાદ ખૂબ માન થી લઈ જાય છે, ભોગ લગાવીને પછી તે બધા પંડા લોકો ને મળે છે. દુકાન માં જઈને રાખે છે. ત્યાં તો ખૂબ ભીડ હોય છે. બાબા નું જોયેલું છે. હમણાં આપ બાળકો ને કોણ ભણાવી રહ્યું છે? મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ આવીને તમારા સર્વન્ટ (સેવક) બન્યાં છે. તમારી સેવા કરી રહ્યાં છે, એટલો નશો ચઢે છે? આપણને આત્માઓ ને બાપ ભણાવે છે. આત્મા જ બધું કરે છે ને? મનુષ્ય પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. તમે જાણો છો આત્મા માં તો ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ ભરેલો છે, એને પછી નિર્લેપ કહેવું કેટલો રાત-દિવસ નો ફરક થઈ જાય છે. આ જ્યારે કોઈ સારી રીતે મહિનો, દોઢ મહિનો બેસીને સમજે ત્યારે આ પોઈન્ટ્સ બુદ્ધિ માં બેસે. દિવસે-દિવસે પોઈન્ટ્સ તો ખૂબ નિકળતા રહે છે. આ છે જાણે કસ્તુરી. બાળકો ને જ્યારે પૂરો નિશ્ચય બેસે છે તો પછી સમજે છે બરોબર પરમપિતા પરમાત્મા જ આવીને દુર્ગતિ થી સદ્દગતિ કરે છે.

બાપ કહે છે તમારા પર હમણાં બ્રહસ્પતિ ની દશા છે. મેં તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હવે પછી રાવણે રાહુ ની દશા બેસાડી દીધી છે. હવે ફરી બાપ આવ્યાં છે સ્વર્ગ નાં માલિક બનાવવાં. તો પોતાનો ઘાટો (નુકસાન) ન કરવો જોઈએ. વેપારી લોકો પોતાનું ખાતું હંમેશા ઠીક રાખે છે. નુકસાન કરવાવાળા ને અનાડી કહેવાય છે. હમણાં આ તો સૌથી મોટો વેપાર છે. કોઈ વિરલા વેપારી આ વેપાર કરે. આ જ અવિનાશી વેપાર છે બીજા બધા વેપાર તો માટી માં ભળી જવાનાં છે. હમણાં તમારો સાચ્ચો વેપાર થઈ રહ્યો છે. બાપ છે જ્ઞાન નાં સાગર, સૌદાગર, રત્નાગર. પ્રદર્શન માં જુઓ કેટલાં આવે છે. સેવાકેન્દ્ર માં કોઈ મુશ્કેલ આવશે. ભારત તો ખૂબ મોટું છે ને? બધી જગ્યાએ તમારે જવાનું છે. પાણી ની ગંગા આખાં ભારત માં છે ને? આ પણ તમારે સમજાવવું પડે. પતિત-પાવન કોઈ પાણી ની ગંગા નથી. આપ જ્ઞાન-ગંગાઓએ જવું પડશે. ચારેય તરફ મેળા પ્રદર્શન થતા રહેશે. દિવસે-દિવસે ચિત્ર બનતા રહેશે. એવાં શોભનિક ચિત્ર હોય જે જોવાથી જ મજા આવી જાય. આ તો ઠીક સમજાવે છે, હવે લક્ષ્મી-નારાયણ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. સીડી નું ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે. હમણાં બ્રાહ્મણ ધર્મ ની સ્થાપના થઈ રહી છે. આ બ્રાહ્મણ જ પછી દેવતા બને છે. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો તો દિલ માં અંદર પોતાને પૂછતા રહો અમારા માં કોઈ નાનાં-મોટા કાંટા તો નથી? કામ નો કાંટો તો નથી? ક્રોધ નો નાનો કાંટો તે પણ બહુ ખરાબ છે. દેવતાઓ ક્રોધી નથી હોતાં. દેખાડે છે - શંકર ની આંખ ખુલવાથી વિનાશ થઈ જાય છે. આ પણ એક કલંક લગાવ્યો છે. વિનાશ તો થવાનો જ છે. સૂક્ષ્મવતન માં શંકર ને કોઈ સાપ વગેરે થોડી હોય શકે? સૂક્ષ્મવતન અને મૂળવતન માં બાગ-બગીચા, સાપ વગેરે કાંઈ પણ હોતાં નથી. આ બધું અહીંયા હોય છે. સ્વર્ગ પણ અહીં હોય છે. આ સમયે મનુષ્ય કાંટા જેવાં છે, એટલે આને કાંટાઓ નું જંગલ કહેવાય છે. સતયુગ છે ફૂલો નો બગીચો. તમે જુઓ છો બાબા કેવો બગીચો બનાવે છે! મોસ્ટ (સૌથી) બ્યુટીફુલ બનાવે છે. બધાને હસીન (ખૂબ સુંદર) બનાવે છે. પોતે તો સદા હસીન છે. બધી સજનીઓ ને અથવા બાળકો ને હસીન બનાવે છે. રાવણે બિલકુલ કાળા બનાવી દીધાં છે. હવે આપ બાળકો ને ખુશી થવી જોઈએ અમારા ઉપર બ્રહસ્પતિ ની દશા બેઠી છે. અડધો સમય સુખ, અડધો સમય દુઃખ હોય તો આનાથી ફાયદો જ શું? ના, પોણો ભાગ સુખ, પા ભાગ દુઃખ છે. આ ડ્રામા બનેલો છે. ઘણાં લોકો પૂછે છે ડ્રામા આવો કેમ બનાવેલો છે? અરે, આ તો અનાદિ છે ને? કેમ બન્યો? આ પ્રશ્ન ઉઠી ન શકે. આ અનાદિ અવિનાશી ડ્રામા બનેલો છે. પૂર્વ નિર્ધારિત બની રહ્યું છે. કોઈ ને પણ મોક્ષ મળી નથી શકતો. આ તો અનાદિ સૃષ્ટિ ચાલી આવે છે, ચાલતી જ રહેશે. પ્રલય થતો નથી.

બાપ નવી દુનિયા બનાવે છે પરંતુ એમાં ગુંજાઈશ કેટલી છે. જ્યારે મનુષ્ય પતિત દુઃખી થાય છે ત્યારે બોલાવે છે. બાપ આવીને બધાની કાયા કલ્પતરું બનાવે જે અડધોકલ્પ તમારું ક્યારેય અકાળે મૃત્યુ થશે નહીં. તમે કાળ પર જીત મેળવો છો. તો બાળકોએ ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ. જેટલું ઊંચું પદ મેળવો એટલું સારું છે. પુરુષાર્થ તો દરેક વધારે કમાણી માટે કરે જ છે. લાકડા વાળા પણ કહેશે અમે વધારે કમાણી કરીએ. કોઈ ઠગી થી પણ કમાય છે. પૈસા પર જ આફત છે. ત્યાં તો તમારા પૈસા કોઈ લૂંટી ન શકે. જુઓ, દુનિયા માં તો શું-શું થઈ રહ્યું છે! ત્યાં એવી કોઈ દુઃખ ની વાત નથી હોતી. હમણાં તમે બાપ પાસે થી કેટલો વારસો લો છો. પોતાની તપાસ કરવી જોઈએ - અમે સ્વર્ગ માં જવા લાયક છીએ? (નારદ નું દૃષ્ટાંત) મનુષ્ય અનેક તીર્થો વગેરે કરતા રહે છે, મળતું કાંઈ પણ નથી. ગીત પણ છે ને - ચારો તરફ લગાયે ફેરે ફિર ભી હરદમ દૂર રહે... હવે બાપ તમને કેટલી સારી યાત્રા શીખવાડે છે, આમાં કોઈ તકલીફ નથી. ફક્ત બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ખૂબ સારી યુક્તિ સંભળાવું છું. બાળકો સાંભળે છે. આ મારું લોન લીધેલું શરીર છે. આ બાપ ને કેટલી ખુશી થાય છે. મેં બાબા ને શરીર લોન પર આપ્યું છે. બાબા આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. નામ પણ છે ભાગીરથ. હમણાં આપ બાળકો રામપુરી માં જવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. તો પૂરું પુરુષાર્થ માં લાગી જવું જોઈએ. કાંટા કેમ બનવું જોઈએ?

તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો. બધાનો આધાર મોરલી પર છે. મોરલી તમને નહીં મળશે તો તમે શ્રીમત ક્યાંથી લાવશો? એવું નથી ફક્ત એક બ્રાહ્મણીએ જ મોરલી સંભળાવવાની છે. કોઈ પણ મોરલી વાંચીને સંભળાવી શકે છે. બોલવું જોઈએ - આજે તમે સંભળાવો. હવે તો પ્રદર્શન નાં ચિત્ર પણ સમજાવવા માટે સારા બન્યાં છે. આ મુખ્ય ચિત્ર તો પોતાની દુકાન પર રાખો, અનેક નું કલ્યાણ થશે. બોલો, આવો તો અમે તમને સમજાવીએ. આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? કોઈનું કલ્યાણ કરવામાં થોડો સમય ગયો તો વાંધો થોડી છે? તે સોદા સાથે આ સોદો કરાવી શકો છો. આ બાબા ની અવિનાશી જ્ઞાન-રત્નો ની દુકાન છે. નંબરવન છે સીડી નું ચિત્ર અને ગીતા નાં ભગવાન શિવ નું ચિત્ર. ભારત માં શિવ ભગવાન આવ્યાં હતાં, જેમની જયંતી મનાવે છે. હમણાં ફરી એ બાપ આવ્યાં છે. યજ્ઞ પણ રચેલો છે. આપ બાળકો ને રાજયોગ નું જ્ઞાન સંભળાવી રહ્યાં છે. બાપ જ આવીને રાજાઓ નાં રાજા બનાવે છે. બાપ કહે છે હું તમને સૂર્યવંશી રાજા-રાણી બનાવું છું, જેમને પછી વિકારી રાજાઓ પણ નમન કરે છે. તો સ્વર્ગ નાં મહારાજા-મહારાણી બનવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. બાબા કોઈ મકાન વગેરે બનાવવાની મનાઈ નથી કરતાં. ભલે બનાવો. પૈસા પણ તો માટી માં ભળી જશે, એનાં કરતાં કેમ નહીં મકાન બનાવી આરામ થી રહો. પૈસા કામ માં લગાવવા જોઈએ. મકાન પણ બનાવો, ખાવા માટે પણ રાખો. દાન-પુણ્ય પણ કરે છે. જેમ કાશ્મીર નાં રાજા પોતાની પ્રોપર્ટી જે પ્રાઈવેટ હતી, તે બધું આર્ય સમાજીઓ ને દાન માં આપ્યું. પોતાનાં ધર્મ, જાતિ ને માટે કરે છે ને? અહીંયા તો તે કોઈ વાત નથી. બધા બાળકો છે. જાતિ વગેરે ની વાત નથી. તે છે દેહ ની જાતિ વગેરે. હું તો આપ આત્માઓ ને વિશ્વ ની બાદશાહી આપું છું, પવિત્ર બનાવીને. ડ્રામા અનુસાર ભારતવાસી રાજ્ય-ભાગ્ય લેશે. હવે આપ બાળકો જાણો છો - આપણા ઉપર બ્રહસ્પતિ ની દશા બેઠેલી છે. શ્રીમત કહે છે મામેકમ્ યાદ કરો બીજી કોઈ વાત નથી. ભક્તિમાર્ગ માં વેપારી લોકો કાંઈ ન કાંઈ ધર્માઉ જરુર કાઢે છે. એનું પણ બીજા જન્મ માં અલ્પકાળ માટે મળે છે. હમણાં તો હું ડાયરેક્ટ આવ્યો છું, તો તમે આ કાર્ય માં લગાવો. મને તો કાંઈ નથી જોઈતું. શિવબાબા ને પોતાનાં માટે કોઈ મકાન વગેરે બનાવવાના છે શું? આ બધું આપ બ્રાહ્મણો નું છે. ગરીબ, સાહૂકાર બધા સાથે રહે છે. કોઈ-કોઈ બગડે છે - ભગવાન ની પાસે પણ સમ દૃષ્ટિ નથી. કોઈ ને મહેલ માં, કોઈ ને ઝુંપડી માં રાખે છે. શિવબાબા ને ભૂલી જાય છે. શિવબાબા ની યાદ માં રહે તો ક્યારેય આવી વાતો ન કરે. બધાને પૂછવાનું તો હોય છે ને? જોવાય છે આ ઘર માં એવાં આરામ થી રહે છે તો તે પ્રબંધ આપવો પડે એટલે કહે છે બધાની ખાતરી કરો. કોઈ પણ વસ્તુ ન હોય તો મળી શકે છે. બાપ નો તો બાળકો પર પ્રેમ હોય છે. આટલો પ્રેમ બીજા કોઈનો હોય ન શકે. બાળકો ને કેટલું સમજાવે છે પુરુષાર્થ કરો. બીજાઓ માટે પણ યુક્તિ રચો. આમાં જોઈએ ૩ પગ પૃથ્વી નાં, જેમાં બાળકીઓ સમજાવતી રહે. કોઈ મોટા વ્યક્તિ નો હોલ હોય, અમે ફક્ત ચિત્ર રાખીએ છીએ. એક-બે કલાક સવાર-સાંજ નો ક્લાસ કરી ચાલ્યાં જઈશું. ખર્ચો બધો અમારો, નામ તમારું થશે. ઘણાં આવીને કોડી થી હીરા જેવાં બનશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે પણ અંદર માં કાંટા છે તેની તપાસ કરી કાઢવાના છે, રામપુરી માં ચાલવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. અવિનાશી જ્ઞાન-રત્નો નો સોદો કરી કોઈનું પણ કલ્યાણ કરવામાં સમય આપવાનો છે. હસીન બનવાનું અને બનાવવાના છે.

વરદાન :-
તમોગુણી વાયુમંડળ માં પોતાની સ્થિતિ એકરસ , અચલ - અડોલ રાખવા વાળા માસ્ટર સર્વશક્તિમાન્ ભવ

દિવસે-દિવસે પરિસ્થિતિઓ અતિ તમોપ્રધાન બનવાની છે, વાયુમંડળ વધારે બગડવાનું છે. એવાં વાયુમંડળ માં કમળ પુષ્પ સમાન ન્યારા રહેવું, પોતાની સ્થિતિ સતોપ્રધાન બનાવવી - એનાં માટે પણ એટલી હિંમત તથા શક્તિ ની આવશ્યક્તા છે. જ્યારે આ વરદાન સ્મૃતિ માં રહે છે કે હું માસ્ટર સર્વશક્તિમાન્ છું તો ભલે પ્રકૃતિ દ્વારા કે લૌકિક સંબંધ દ્વારા, તથા દૈવી પરિવાર દ્વારા કોઈ પણ પરીક્ષા આવી જાય - એમાં સદા એકરસ, અચલ-અડોલ રહેશો.

સ્લોગન :-
વરદાતા બાપ ને પોતાનાં સાચાં સાથી બનાવી લો તો વરદાન થી ઝોલી ભરેલી રહેશે.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

આ પરમાત્મ-જ્ઞાન થી જ વિશ્વ માં એક ધર્મ, એક રાજ્ય, એક મત ની સ્થાપના થાય છે. તમારા આ બ્રાહ્મણ સંગઠન ની એકમત ની વિશેષતા - દેવતા રુપ માં પ્રેક્ટિકલ ચાલે છે. આ વિશેષતા જ કમાલ કરશે, આનાંથી જ નામ પ્રસિદ્ધ થશે, પ્રત્યક્ષતા થશે. તો આ વિશેષતા માં નંબરવન બનો. એનાં માટે જે પોતાનાં મૂળ સંસ્કાર છે, એને ખતમ કરી બાપદાદા નાં સંસ્કારો ની કોપી (નકલ) કરી સમાન અને સંપૂર્ણ બનો ત્યારે દરેક દ્વારા બાપ દેખાશે અને પ્રત્યક્ષતા થશે.