19-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેવી
રીતે બાપદાદા બંને નિરહંકારી છે , દેહી - અભિમાની છે , એવી રીતે ફોલો ફાધર કરો , તો
સદા ઉન્નતિ થતી રહેશે”
પ્રશ્ન :-
ઊંચ પદ ની પ્રાપ્તિ
માટે કઈ ખબરદારી રાખવી જરુરી છે?
ઉત્તર :-
ઊંચ પદ મેળવવું છે તો ખબરદારી રાખો કે મન્સા થી પણ કોઈને મારા દ્વારા દુઃખ ન થાય,
૨. કોઈ પણ પરિસ્થિતિ માં ક્રોધ ન આવે, ૩. બાપ નાં બનીને બાપ નાં કાર્ય માં, આ
રુદ્ર-યજ્ઞ માં વિઘ્ન રુપ ન બનીએ. જો કોઈ મુખ થી બાબા-બાબા કહે અને ચલન રોયલ ન હોય
તો ઊંચ પદ નથી મળી શકતું.
ઓમ શાંતિ!
બાળકો સારી
રીતે જાણે છે કે બાપ પાસે થી વારસો મેળવવાનો છે જરુર. કેવી રીતે? શ્રીમત પર. બાપે
સમજાવ્યું છે એક જ ગીતા શાસ્ત્ર છે જેમાં શ્રીમત ભગવાનુવાચ છે. ભગવાન તો બધાનાં બાપ
છે. શ્રીમત ભગવાનુવાચ. તો જરુર ભગવાને આવીને શ્રેષ્ઠ બનાવ્યાં હશે, ત્યારે તો એમની
મહિમા છે. શ્રીમત્ ભગવત્ ગીતા અર્થાત્ શ્રીમત ભગવાનુવાચ. ભગવાન તો જરુર ઊંચા માં
ઊંચા થયાં. શ્રીમત પણ એ જ એક શાસ્ત્ર માં ગવાયેલી છે બીજા શાસ્ત્ર માં શ્રીમત
ભગવાનુવાચ નથી. શ્રીમત કોની હોવી જોઈએ, તે લખવાવાળા પણ સમજી ન શકે. તેમાં ભૂલ કેમ
થઈ છે? તે પણ બાપ આવીને સમજાવે છે. રાવણ રાજ્ય શરુ થવાથી જ રાવણ મત પર ચાલી પડે છે.
પહેલાં મોટા માં મોટી ભૂલ આ રાવણ મત વાળાઓએ કરી છે. રાવણ ની ચમાટ લાગે છે. જેમ
કહેવાય છે શંકર પ્રેરક છે, બોમ્બ્સ વગેરે બનાવડાવ્યાં છે. એવી રીતે ૫ વિકારો રુપી
રાવણ પ્રેરક છે મનુષ્ય ને પતિત બનાવવામાં, ત્યારે તો પોકારે છે પતિત-પાવન આવો. તો
પતિત-પાવન એક જ થયાં ને? આનાંથી સિદ્ધ છે કે પતિત બનાવવાળા બીજા છે, પાવન બનાવવાળા
બીજા છે. બંને એક હોઈ ન શકે. આ વાતો તમે જ સમજો છો - નંબરવારવાર પુરુષાર્થ અનુસાર.
એવું નહીં સમજતા કે બધાને નિશ્ચય છે. નંબરવાર છે. જેટલો નિશ્ચય છે એટલી ખુશી વધે
છે. બાપ ની મત પર ચાલવાનું હોય છે. શ્રીમત પર આપણે આ સ્વરાજ્ય પદ મેળવવાનું છે.
મનુષ્ય થી દેવતા બનવામાં વાર નથી લાગતી. તમે પુરુષાર્થ કરો છો. મમ્મા-બાબા ને ફોલો
(અનુસરણ) કરો છો. જેમ તેઓ આપ સમાન બનાવવાની સર્વિસ કરી રહ્યાં છે, તમે પણ સમજો છો
અમે શું સર્વિસ કરી રહ્યાં છીએ અને મમ્મા-બાબા શું સર્વિસ કરી રહ્યાં છે. બાબાએ
સમજાવ્યું હતું કે શિવબાબા અને બ્રહ્મા દાદા બંને સાથે છે. તો સમજવું જોઈએ કે સૌથી
નજીક છે. આમનું જ સંપૂર્ણ રુપ સૂક્ષ્મવતન માં જુઓ છો તો જરુર આ આગળ હશે. પરંતુ જેવી
રીતે બાપ નિરહંકારી છે, દેહી-અભિમાની છે તેવી રીતે આ દાદા પણ નિરહંંકારી છે. કહે છે
કે શિવબાબા જ સમજાવતા રહે છે. જ્યારે મોરલી ચાલે છે તો બાબા સ્વયં કહે છે કે સમજો
કે શિવબાબા આમનાં દ્વારા સંભળાવી રહ્યાં છે. આ બ્રહ્મા પણ જરુર સાંભળતા હશે. આ ન
સાંભળે અને ન સંભળાવે તો ઊંચ પદ કેવી રીતે મેળવે? પરંતુ પોતાનું દેહ-અભિમાન છોડીને
કહે છે કે એવું સમજો કે શિવબાબા જ સંભળાવે છે. હું પુરુષાર્થ કરતો રહું છું. શિવબાબા
જ સમજાવે છે. આમણે તો પતિતપણું પસાર કરેલું છે. મમ્મા તો કુમારી હતી. તો મમ્મા ઊંચી
ચાલી ગઈ. તમે પણ કુમારીઓ મમ્મા ને ફોલો કરો. ગૃહસ્થીઓએ બાબાને ફોલો કરવા જોઈએ. દરેકે
સમજવાનું છે કે હું પતિત છું, મારે પાવન બનવાનું છે. મુખ્ય વાત બાપે યાદ ની યાત્રા
શીખવાડી છે. આમાં દેહ-અભિમાન ન રહેવું જોઈએ. અચ્છા, કોઈ મોરલી નથી સંભળાવી શકતાં તો
યાદ ની યાત્રા પર રહો. યાદ માં રહેતાં મોરલી ચલાવી શકે છે. પરંતુ યાત્રા ભૂલી જાય
છે તો પણ વાંધો નથી. મોરલી ચલાવીને ફરી યાત્રા પર લાગી જાઓ કારણકે તે વાણી થી પરે
વાનપ્રસ્થ અવસ્થા છે. મૂળ વાત છે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરતા રહો અને ચક્ર ને
યાદ કરતા રહો. કોઈ ને દુઃખ ન આપો. આ જ સમજાવતા રહો કે બાપ ને યાદ કરો. આ છે યાત્રા.
મનુષ્ય જ્યારે મરે છે તો કહે છે - સ્વર્ગ પધાર્યાં. અજ્ઞાન કાળ માં કોઈ સ્વર્ગ ને
યાદ નથી કરતાં. સ્વર્ગ ને યાદ કરવું એટલે અહીં થી મરવું. એવું તો કોઈ યાદ નથી કરતાં.
હમણાં આપ બાળકો જાણો છો આપણે પાછા જવાનું છે. બાપ કહે છે - જેટલું તમે યાદ કરશો એટલો
ખુશી નો પારો ચઢશે, વારસો યાદ રહેશે. જેટલાં બાપ ને યાદ કરશો એટલાં હર્ષિત પણ રહેશો.
બાપ ને યાદ ન કરવાથી મૂંઝાય છે. ઘુટકા ખાતા રહે છે. તમે એટલો સમય યાદ કરી નથી શકતાં.
બાબાએ આશિક-માશૂક નું ઉદાહરણ બતાવ્યું છે. તે ભલે ધંધો કરે છે અને તે ભલે ચરખો
ચલાવતી રહે તો પણ તેની સામે માશૂક આવીને ઉભો રહી જાય છે. આશિક માશૂક ને યાદ કરે,
માશૂક પછી આશિક ને યાદ કરે છે. અહીં તો ફક્ત તમારે એક બાપ ને યાદ કરવાના છે. એ બધાનાં
માશૂક છે. આપ બાળકો લખો છો કે બાબા તમે અમને યાદ કરો છો? અરે, જે બધાનાં માશૂક છે એ
પછી તમને આશિકો ને યાદ કેવી રીતે કરે? બની ન શકે. એ છે જ માશૂક. આશિક બની ન શકે.
તમારે જ યાદ કરવાના છે. તમારે દરેકે આશિક બનવાનું છે, તે એક માશૂક નાં. જો એ આશિક
બને તો કેટલાં ને યાદ કરે? આ તો બની ન શકે. કહે છે કે મારા ઉપર પાપો નો બોજો થોડી
છે જે કોઈને યાદ કરું! તમારી ઉપર બોજો છે. બાપ ને યાદ નહીં કરશો તો પાપ નો બોજો નહીં
ઉતરશે. બાકી મારે કેમ કોઈને યાદ કરવા પડે? યાદ કરવાના છે આપ આત્માઓએ. જેટલાં યાદ
કરશો એટલાં પુણ્ય આત્મા બનશો, પાપ કપાતા જશે. ઊંચી મંઝિલ છે. દેહી-અભિમાની બનવામાં
જ મહેનત છે. આ નોલેજ બધી તમને મળી રહી છે. તમે ત્રિકાળદર્શી બનો છો, નંબરવાર
પુરુષાર્થ અનુસાર. આખું ચક્ર તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ. બાપ સમજાવે છે તમે
લાઈટ-હાઉસ છો ને? દરેક ને રસ્તો બતાવવા વાળા છો, શાંતિધામ અને સુખધામ નો. આ બધી નવી
વાતો તમે સાંભળો છો. જાણો છો કે બરોબર આપણે આત્માઓ શાંતિધામ નાં રહેવાસી છીએ. અહીં
પાર્ટ ભજવવા આવીએ છીએ. આપણે એક્ટર છીએ. આ જ ચિંતન બુદ્ધિ માં ચાલતું રહે તો મસ્તી
ચઢી જાય. બાપે સમજાવ્યું છે આદિ થી લઈને અંત સુધી તમારો પાર્ટ છે. હવે કર્માતીત
અવસ્થા માં જરુર જવાનું છે પછી ગોલ્ડન એજ (સતયુગ) માં આવવાનું છે. આ ધૂન માં રહેતાં
પોતાનું કલ્યાણ કરવાનું છે. ફક્ત પંડિત નથી બનવાનું. બીજાઓ ને શીખવાડતા રહેશો, સ્વયં
તે અવસ્થા માં નહીં રહેશો તો અસર પડશે નહીં. પોતાનો પણ પુરુષાર્થ કરવાનો છે. બાપ પણ
બતાવે છે કે હું પણ યાદ કરવાની કોશિશ કરું છું. ક્યારેક માયા નું તોફાન એવું આવે છે
જે બુદ્ધિ નો યોગ તોડી દે છે. ઘણાં બાળકો ચાર્ટ મોકલી દે છે. વન્ડર લાગે છે કે આ તો
અમારા કરતાં પણ આગળ જાય છે. કદાચ વેગ આવે છે તો ચાર્ટ લખવામાં લાગી જાય છે પરંતુ આવી
જો તીવ્ર દોડ લગાવે તો નંબરવન માં ચાલ્યાં જાય. પરંતુ ના, તે ફક્ત ચાર્ટ લખવા સુધી
છે. એવું નથી લખતા કે બાબા આટલાં ને આપ સમાન બનાવ્યાં. અને તે પણ લખે બાબા અમને આમણે
આ રસ્તો બતાવ્યો છે. એવાં સમાચાર નથી આવતાં. તો બાબા શું સમજશે? ફક્ત ચાર્ટ મોકલવા
થી કામ નથી ચાલતું. આપ સમાન પણ બનાવવાના છે. રુપ અને વસંત બંને બનવાનું છે. નહીં તો
બાપ સમાન ન થયાં. રુપ પણ વસંત પણ એક્યુરેટ બનવાનું છે, આમાં જ મહેનત છે. દેહ-અભિમાન
મારી નાખે છે. રાવણે દેહ-અભિમાની બનાવ્યાં છે. હમણાં તમે દેહી-અભિમાની બનો છો. પછી
અડધાકલ્પ પછી માયા રાવણ દેહ-અભિમાની બનાવે છે. દેહી-અભિમાની તો ખૂબ મીઠાં બની જાય
છે. સંપૂર્ણ તો હજી કોઈ પણ બન્યાં નથી એટલે બાબા હંમેશા કહે છે કે કોઈનાં પણ દિલ ને
રંજ નથી કરવાનું, દુઃખ નથી આપવાનું. બધાને બાપ નો પરિચય આપો. બોલવા કરવાની પણ ખૂબ
રોયલ્ટી જોઈએ. ઈશ્વરીય સંતાન નાં મુખ થી સદૈવ રત્ન નીકળવા જોઈએ. તમે મનુષ્ય ને
જીવનદાન આપો છો. રસ્તો બતાવવાનો છે અને સમજાવવાનું છે. તમે પરમાત્મા નાં બાળકો છો
ને? એમની પાસે થી તમને સ્વર્ગ ની રાજાઈ મળવી જોઈએ. પછી હમણાં તે કેમ નથી? યાદ કરો
બરાબર બાપ પાસે થી વારસો મળ્યો હતો ને? તમે ભારતવાસી દેવી-દેવતા હતાં, તમે જ ૮૪
જન્મ લીધાં. તમે સમજો કે આપણે જ લક્ષ્મી-નારાયણ નાં કુળ નાં હતાં. પોતાને ઓછા કેમ
સમજો છો? જો કહે છે કે બાબા બધા થોડી બનશે? તો બાબા સમજી જાય છે કે આ તે કુળ નાં નથી.
હમણાં થી જ થિરકવા લાગી જાય છે. તમે ૮૪ જન્મ લીધાં છે. બાપે ૨૧ જન્મો ની પ્રારબ્ધ
જમા કરાવી તે ખાધી પછી સમાપ્ત થવાનું શરુ થઈ ગયું. કટ ચઢતાં-ચઢતાં તમોપ્રધાન કોડી
જેવા બની ગયાં છો. ભારત જ ૧૦૦ ટકા સોલવેન્ટ (ભરપુર) હતું. આમને આ વારસો ક્યાંથી
મળ્યો? એક્ટર્સ જ બતાવી શકે ને? મનુષ્ય જ એક્ટર છે. તેમને આ ખબર હોવી જોઈએ કે આ
લક્ષ્મી-નારાયણ ને બાદશાહી મળી ક્યાંથી? કેટલાં સારા-સારા પોઈન્ટ્સ છે. જરુર પહેલાં
નાં જન્મ માં જ આ રાજ્ય-ભાગ્ય મેળવ્યું હશે.
બાપ જ પતિત-પાવન છે.
બાપ કહે છે કે હું તમને કર્મ, અકર્મ અને વિકર્મ ની ગતિ સમજાવું છું. રાવણ રાજ્ય માં
મનુષ્ય નાં કર્મ વિકર્મ થઈ જાય છે, ત્યાં તમારા કર્મ અકર્મ થાય છે. તે છે દૈવી
સૃષ્ટિ. હું રચયિતા છું તો જરુર મારે સંગમ પર આવવું પડે. આ છે રાવણ રાજ્ય. તે છે
ઈશ્વરીય રાજ્ય. ઈશ્વર હમણાં સ્થાપના કરાવી રહ્યાં છે. તમે બધા ઈશ્વર નાં બાળકો છો,
તમને વારસો મળી રહ્યો છે. ભારતવાસી જ સોલવેન્ટ હતાં, હવે ઇનસોલવેન્ટ (કંગાળ) બની ગયા
છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં ફરક નથી થઈ શકતો. બધાનું ઝાડ પોત-પોતાનું
છે. વેરાઈટી ઝાડ છે ને? દેવતા ધર્મ વાળા જ ફરી દેવતા ધર્મ માં આવશે. ક્રિશ્ચન ધર્મ
વાળા પોતાનાં ધર્મ માં ખુશ છે બીજાઓ ને પણ પોતાનાં ધર્મ માં ખેંચી લીધાં છે.
ભારતવાસી પોતાનાં ધર્મ ને ભૂલવાના કારણે તે ધર્મ સારો સમજીને ચાલ્યાં જાય છે.
વિલાયત માં નોકરી માટે કેટલાં જાય છે કારણકે ત્યાં કમાણી ખૂબ છે. ડ્રામા ખૂબ
વન્ડરફુલ બનેલો છે. આને સમજવાની સારી બુદ્ધિ જોઈએ. વિચાર સાગર મંથન કરવાથી બધું સમજ
માં આવી જાય છે. આ પૂર્વ નિર્ધારિત અનાદિ ડ્રામા છે. તો આપ બાળકોએ આપ સમાન સદા સુખી
બનાવવાના છે. આ તમારો ધંધો છે પતિતો થી પાવન બનાવવાનો. જેમ બાપ નો ધંધો તેમ તમારો.
તમારું મુખડું સદૈવ દેવતાઓ જેવું હર્ષિત હોવું જોઈએ ખુશી માં. તમે જાણો છો આપણે
વિશ્વ નાં માલિક બનીએ છીએ. તમે છો લવલી ચિલ્ડ્રન (મીઠાં બાળકો). ક્રોધ પર ખૂબ
ખબરદારી રાખવાની છે. બાપ આવ્યાં છે બાળકો ને સુખ નો વારસો આપવાં. સ્વર્ગ નો રસ્તો
બધાને બતાવવાનો છે. બાપ સુખકર્તા-દુઃખહર્તા છે. તો તમારે પણ સુખકર્તા બનવાનું છે.
કોઈને દુઃખ નથી આપવાનું. દુઃખ આપશો તો તમારી સજા ૧૦૦ ગુણા વધી જશે. કોઈ પણ સજા થી
બચી નહીં શકે. બાળકો માટે તો ખાસ ટ્રીબ્યુનલ બેસે છે. બાપ કહે છે કે તમે વિઘ્ન નાખશો
તો ખૂબ સજા ખાશો. કલ્પ-કલ્પાન્તર તમે સાક્ષાત્કાર કરશો કે ફલાણા આ બનશે. પહેલાં
જ્યારે જોતા હતાં તો બાબા ના પાડતાં હતાં કે ન સંભળાવો. અંત માં તો એક્યુરેટ ખબર
પડતી જશે. આગળ ચાલી જોર થી સાક્ષાત્કાર થશે. વૃદ્ધિ તો થતી જશે. આબુ સુધી લાઈન લાગી
જશે. બાબા ને કોઈ પણ મળી નહીં શકશે. કહેશે અહો પ્રભુ તારી લીલા. આ પણ ગવાયેલું તો
છે ને? વિદ્વાન, પંડિત વગેરે પણ પાછળ થી આવશે. તેમનાં સિંહાસન પણ હલશે. આપ બાળકો તો
ખૂબ ખુશી માં રહેશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકીલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર. આવાં યાદ-પ્યાર એક જ વાર મળે છે.
જેટલાં તમે યાદ કરો છો એટલો તમે પ્રેમ મેળવો છો. વિકર્મ વિનાશ થાય છે અને ધારણા પણ
થાય છે. બાળકો ને ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ. જે પણ આવે તેમને રસ્તો બતાવીએ.
બેહદ નો વારસો બેહદ નાં બાપ પાસે થી મેળવવાનો છે. ઓછી વાત છે શું? એવો પુરુષાર્થ
કરવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
બોલવા-ચાલવામાં ખૂબ રોયલ બનવાનું છે. મુખ થી સદૈવ રત્ન બોલવાનાં છે. આપ સમાન
બનાવવાની સેવા કરવાની છે. કોઈ નાં દિલ ને રંજ નથી કરવાનું.
2. ક્રોધ પર ખૂબ
ખબરદારી રાખવાની છે. મુખડું સદૈવ દેવતાઓ જેવું હર્ષિત રાખવાનું છે. સ્વયં ને જ્ઞાન
યોગબળ થી દેવતા બનાવવાનાં છે.
વરદાન :-
પાવરફુલ દર્પણ
દ્વારા બધાને સ્વયં નો સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કારમૂર્ત ભવ
જેવી રીતે દર્પણ ની
આગળ જે પણ જાય છે, એમને સ્વયં નો સ્પષ્ટ સાક્ષાત્કાર થઈ જાય છે. પરંતુ જો દર્પણ
પાવરફુલ નથી તો રીયલ રુપ નાં બદલે બીજું રુપ દેખાય છે. હશે પાતળા દેખાશે જાડા, એટલે
તમે એવાં પાવરફુલ દર્પણ બની જાઓ, જે બધાને સ્વયં નો સાક્ષાત્કાર કરાવી શકો અર્થાત્
તમારી સામે આવતા જ દેહ ને ભૂલી પોતાનાં દેહી રુપ માં સ્થિત થઈ જાય - હકીકત માં સેવા
આ જ છે, આનાંથી જ જયજયકાર થશે.
સ્લોગન :-
શિક્ષાઓ ને
સ્વરુપ માં લાવવા વાળા જ જ્ઞાન સ્વરુપ, પ્રેમ સ્વરુપ આત્મા છે.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
બાપ માં તો નિશ્ચય છે
પરંતુ પોતાનામાં પણ નિશ્ચયબુદ્ધિ બનીને કાર્ય કરો તો પછી વિજય જ વિજય છે. વિજય ની
આગળ સમસ્યા કોઈ વસ્તુ નથી. પછી તે સમસ્યા ફીલ (અનુભવ) નહીં થશે પરંતુ ખેલ ફીલ થશે.
ખેલ ખુશી થી કરાય છે. કોઈ કાર્ય સહજ હોય છે તો કહેવાય છે આ તો ડાબા હાથ નો ખેલ છે
અર્થાત્ સહજ છે. તો આ પણ બુદ્ધિ નો ખેલ થઈ જશે. ખેલ માં ગભરાશો નહીં.