19-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શ્રીમત જ તમને શ્રેષ્ઠ બનાવવા વાળી છે , એટલે શ્રીમત ને ભૂલો નહીં , પોતાની મત ને છોડી એક બાપ ની મત પર ચાલો”

પ્રશ્ન :-
પુણ્ય આત્મા બનવાની યુક્તિ કઈ છે?

ઉત્તર :-
પુણ્ય આત્મા બનવું છે તો સાચાં દિલ થી, પ્રેમ થી એક બાપ ને યાદ કરો. ૨. કર્મેન્દ્રિયો થી કોઈ પણ વિકર્મ નહીં કરો. બધાને રસ્તો બતાવો. પોતાનાં દિલ ને પૂછો - આ પુણ્ય અમે કેટલું કરીએ છીએ? પોતાની ચેકિંગ (તપાસ) કરો - એવું કોઈ કર્મ ન થાય જેની ૧૦૦ ગુણા સજા ખાવી પડે. તો ચેકિંગ કરવાથી પુણ્ય આત્મા બની જશો.

ઓમ શાંતિ!
રુહાની બાપ બાળકો ને સમજાવે છે, આ તો બાળકો ને ખબર છે કે હમણાં આપણે શિવબાબા ની મત પર ચાલી રહ્યાં છીએ. એમની છે ઊંચા માં ઊંચી મત. દુનિયા આ નથી જાણતી કે ઊંચા માં ઊંચા શિવબાબા કેવી રીતે બાળકો ને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ મત આપે છે. આ રાવણ રાજ્ય માં કોઈ પણ મનુષ્ય માત્ર, મનુષ્ય ને શ્રેષ્ઠ મત આપી નથી શકતાં. તમે હમણાં ઈશ્વરીય મત વાળા બનો છો. આ સમયે આપ બાળકો ને પતિત થી પાવન બનવા માટે ઈશ્વરીય મત મળી રહી છે. હમણાં તમને ખબર પડી છે અમે તો વિશ્વ નાં માલિક હતાં. આ (બ્રહ્મા) જે માલિક હતાં તેમને પણ ખબર નહોતી. વિશ્વ નાં માલિક પછી એકદમ પતિત બની જાય છે. આ ખેલ ખૂબ સારી રીતે બુદ્ધિ થી સમજવાનો છે. સાચ્ચું-ખોટું શું છે, આમાં છે બુદ્ધિ ની લડાઈ. આખી દુનિયા છે ખોટી. એક બાપ જ છે સત્ય, સાચ્ચું બોલવા વાળા. એ તમને સચખંડ નાં માલિક બનાવે છે તો એમની મત લેવી જોઈએ. પોતાની મત પર ચાલવા થી દગો ખાશો. પરંતુ એ છે ગુપ્ત. છે પણ નિરાકાર. ઘણાં બાળકો ગફલત (ભૂલ) કરે છે, સમજે છે - આ તો દાદા ની મત છે. માયા શ્રેષ્ઠ મત લેવા નથી દેતી. શ્રીમત પર ચાલવું જોઈએ ને? બાબા તમે જે કહેશો તે અમે માનીશું જરુર. પરંતુ ઘણાં માનતા નથી. નંબરવાર પુરુષાર્થ અનુસાર મત પર ચાલે છે બાકી તો પોતાની મત ચલાવી લે છે. બાબા આવ્યાં છે શ્રેષ્ઠ મત આપવાં. એવાં બાપ ને ઘડી-ઘડી ભૂલી જાય છે. માયા મત લેવા નથી દેતી. શ્રીમત તો ખૂબ સહજ છે ને? દુનિયામાં કોઈને આ સમજ નથી કે અમે તમોપ્રધાન છીએ. મારી મત તો પ્રખ્યાત છે, શ્રીમત ભગવત્ ગીતા. ભગવાન હમણાં કહે છે હું ૫ હજાર વર્ષ પછી આવું છું, આવીને ભારત ને શ્રીમત આપી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનાવું છું. બાપ તો સાવધાન કરે છે, બાળકો શ્રીમત પર નથી ચાલતાં. બાપ રોજ-રોજ સમજાવતા રહે છે - બાળકો, શ્રીમત પર ચાલવાનું ભૂલો નહીં. આમની (બ્રહ્મા) તો વાત જ નથી. એમની વાત સમજો. એ જ આમનાં દ્વારા મત આપે છે. એ જ સમજાવે છે. ખાવા-પીવાનું ખાતા નથી, કહે છે હું અભોક્તા છું. આપ બાળકો ને શ્રીમત આપું છું. નંબરવન મત આપે છે મને યાદ કરો. કોઈ પણ વિકર્મ નહીં કરો. પોતાનાં દિલ ને પૂછો કેટલાં પાપ કર્યા છે? આ તો જાણો છો બધા નાં પાપો નો ઘડો ભરાયેલો છે. આ સમયે બધા ખોટા રસ્તા પર છે. તમને હમણાં બાપ દ્વારા સાચ્ચો રસ્તો મળ્યો છે. તમારી બુદ્ધિ માં બધું જ્ઞાન છે. ગીતા માં જે જ્ઞાન હોવું જોઈએ તે નથી. તે કોઈ બાપ ની બનાવેલી નથી. આ પણ ભક્તિમાર્ગ માં નોંધાયેલું છે. કહે પણ છે ભગવાન આવીને ભક્તિ નું ફળ આપશે. બાળકો ને સમજાવ્યું છે - જ્ઞાન થી સદ્દગતિ. સદ્દગતિ પણ બધા ની થાય છે, દુર્ગતિ પણ બધા ની થાય છે. આ તો દુનિયા જ તમોપ્રધાન છે. સતોપ્રધાન કોઈ નથી. પુનર્જન્મ લેતાં-લેતાં હવે અંત આવીને રહ્યો છે. હવે મોત બધા નાં માથા પર છે. ભારત ની જ વાત છે. ગીતા પણ છે દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. તો તમને બીજા કોઈ ધર્મ માં જવાથી શું ફાયદો? દરેક પોત-પોતાનું કુરાન, બાઈબલ વગેરે જ વાંચે છે. પોતાનાં ધર્મ ને જાણે છે. એક ભારતવાસી જ અન્ય બધા ધર્મો માં ચાલ્યાં જાય છે. બીજા બધા પોત-પોતાનાં ધર્મ માં પાક્કા છે. દરેક ધર્મવાળા નાં ચહેરા વગેરે અલગ છે. બાપ સ્મૃતિ અપાવે છે-બાળકો, તમે પોતાનાં દેવી-દેવતા ધર્મ ને ભૂલી ગયા છો. તમે સ્વર્ગ નાં દેવતા હતાં, હમ સો નો અર્થ ભારતવાસીઓ ને બાપે સંભળાવ્યો છે. બાકી આપણે આત્મા સો પરમાત્મા નથી. આ વાતો તો ભક્તિમાર્ગ નાં ગુરુ લોકોએ બનાવેલી છે. ગુરુ પણ કરોડો હશે. સ્ત્રી ને પતિ માટે કહે છે કે આ તમારા ગુરુ, ઈશ્વર છે. જ્યારે કે પતિ જ ઈશ્વર છે પછી હે ભગવાન, હે રામ કેમ કહો છો? મનુષ્યો ની બુદ્ધિ બિલકુલ જ પથ્થર બની ગઈ છે. આ પોતે પણ કહે છે હું પણ એવો હતો. ક્યાં વૈકુંઠ નાં માલિક શ્રીકૃષ્ણ, ક્યાં પછી તેમને ગામ નો છોકરો કહી દીધો છે. શ્યામ-સુંદર કહે છે. અર્થ થોડી સમજે છે? હવે બાપે તમને સમજાવ્યું છે નંબરવન સુંદર એ જ નંબર લાસ્ટ તમોપ્રધાન શ્યામ બન્યાં છે. તમે સમજો છો આપણે સુંદર હતાં પછી શ્યામ બન્યાં છીએ, ૮૪ નું ચક્ર લગાવી હવે શ્યામ થી સુંદર બનવા માટે બાપ એક જ દવા આપે છે કે મને યાદ કરો. તમારો આત્મા પતિત થી પાવન બની જશે. તમારા જન્મ-જન્માન્તર નાં પાપ નાશ થઈ જશે.

તમે જાણો છો જ્યાર થી રાવણ આવ્યો છે તમે ઉતરતાં-ઉતરતાં પાપ આત્મા બન્યાં છો. આ છે જ પાપ આત્માઓ ની દુનિયા. એક પણ સુંદર નથી. બાપ વગર સુંદર કોઈ બનાવી ન શકે. તમે આવ્યાં છો સ્વર્ગવાસી સુંદર બનવાં. હમણાં નર્કવાસી શ્યામ છે કારણકે કામ ચિતા પર ચઢી કાળા બન્યાં છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. એનાં પર જે જીત મેળવશે એ જ જગતજીત બનશે. નંબરવન છે કામ. તેમને જ પતિત કહેવાય છે. ક્રોધી ને પતિત નહીં કહેવાશે. બોલાવે પણ છે કે આવીને પતિત થી પાવન બનાવો. તો હમણાં બાપ આવ્યાં છે કહે છે આ અંતિમ જન્મ પાવન બનો. જેમ રાત પછી દિવસ, દિવસ પછી રાત થાય છે, તેમ સંગમયુગ પછી ફરી સતયુગ આવવાનો છે. ચક્ર ફરવાનું છે. બાકી બીજી કોઈ આકાશ માં અથવા પાતાળ માં દુનિયા નથી. સૃષ્ટિ તો આ જ છે. સતયુગ, ત્રેતા… અહીં જ છે. ઝાડ પણ એક જ છે, બીજું કોઈ હોઈ ન શકે. આ બધા ગપ્પા છે જે કહે છે અનેક દુનિયાઓ છે. બાપ કહે છે આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. હવે બાપ સત્ય વાત સંભળાવે છે. હવે પોતાની અંદર જુઓ - અમે ક્યાં સુધી શ્રીમત પર ચાલી સતોપ્રધાન અર્થાત્ પુણ્ય આત્મા બની રહ્યાં છીએ? સતોપ્રધાન ને પુણ્ય આત્મા, તમોપ્રધાન ને પાપ આત્મા કહેવાય છે. વિકાર માં જવું પાપ છે. બાપ કહે છે હવે પવિત્ર બનો. મારા બન્યાં છો તો મારી શ્રીમત પર ચાલવાનું છે. મુખ્ય વાત છે કોઈ પાપ નહીં કરો. નંબરવન પાપ છે વિકાર માં જવું. પછી બીજા પણ પાપ ખૂબ થાય છે. ચોરી, ચકારી, ઠગી વગેરે બહુ જ કરે છે. પછી ઘણાં ને ગવર્મેન્ટ (સરકાર) પકડે પણ છે. હમણાં બાપ બાળકો ને કહે છે તમે પોતાનાં દિલ ને પૂછો - અમે કોઈ પાપ તો નથી કરતાં? એવું ન સમજો - અમે ચોરી કરી અથવા લાંચ લીધી તો આ બાબા તો જાની-જાનનહાર છે, બધું જાણે છે. ના, જાની-જાનનહાર નો અર્થ કોઈ આ નથી. અચ્છા, કોઈએ ચોરી કરી, બાપ જાણશે પછી શું? જે ચોરી કરી તેનો દંડ સો-ગુણા થઈ જ જશે. ખૂબ-ખૂબ સજા ખાશે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. બાપ સમજાવે છે એવાં જો કામ કરશો તો દંડ ભોગવવો પડશે. કોઈ ઈશ્વર નું બાળક બનીને પછી ચોરી કરે, શિવબાબા જેમની પાસે થી આટલો વારસો મળે છે, એમનાં ભંડારા થી ચોરી કરે, આ તો બહુ જ મોટું પાપ છે. કોઈ-કોઈ માં ચોરી ની આદત હોય છે, તેમને જેલ બર્ડ કહેવાય છે. આ છે ઈશ્વર નું ઘર. બધું જ ઈશ્વરનું છે ને? ઈશ્વર નાં ઘર માં આવે છે બાપ પાસે થી વારસો લેવાં. પરંતુ કોઈ-કોઈ ની આદત થઈ જાય છે, તેની સજા સો-ગુણા બની જાય છે. સજાઓ પણ ખૂબ મળશે અને પછી જન્મ બાય જન્મ ખરાબ ઘર માં જઈને જન્મ લેશે, તો પોતાનું જ નુકશાન કર્યુ ને? એવાં ઘણાં છે જે યાદ માં બિલકુલ નથી રહેતાં, સાંભળતા કાંઈ જ નથી. બુદ્ધિ માં ચોરી વગેરે નાં જ વિચાર ચાલતાં રહે રહે છે. આમ અનેક સત્સંગ માં જાય છે. ચપ્પલ ચોરી કરી લે, એમનો ધંધો જ આ રહે છે. જ્યાં સત્સંગ હોય ત્યાં જઈને ચપ્પલ ચોરી કરીને આવશે. દુનિયા બિલકુલ જ ડર્ટી (ગંદી) છે. આ છે ઈશ્વર નું ઘર. ચોરી ની આદત તો ખૂબ ખરાબ છે. કહેવાય છે-કખ નો ચોર સો લખ નો ચોર. પોતાને અંદર થી પૂછવું જોઈએ - અમે કેટલાં પુણ્ય આત્મા બન્યાં છીએ? બાપ ને કેટલાં યાદ કરીએ છીએ? કેટલાં અમે સ્વદર્શન ચક્રધારી બન્યાં છીએ? કેટલો સમય ઈશ્વરીય સર્વિસ માં રહીએ છીએ? કેટલાં પાપ કપાતા જાય છે? પોતાનો પોતામેલ રોજ જુઓ. કેટલાં પુણ્ય કર્યા, કેટલાં યોગ માં રહ્યાં? કેટલાં ને રસ્તો બતાવ્યો? ધંધો વગેરે તો ભલે કરો. તમે કર્મયોગી છો. કર્મ તો ભલે કરો. બાબા આ બેજ બનાવતા રહે છે. સારા-સારા લોકો ને આનાં પર સમજાવો. આ મહાભારત લડાઈ દ્વારા જ સ્વર્ગ નાં દ્વાર ખુલી રહ્યાં છે. કૃષ્ણ નાં ચિત્ર માં નીચે લખાણ ખૂબ ફર્સ્ટ ક્લાસ (સરસ) છે. પરંતુ બાળકો હજી એટલાં વિશાળ બુદ્ધિ નથી થયાં. થોડુંક ધન મળે છે તો નાચવા લાગી જાય છે. કોઈને વધારે ધન હોય છે તો સમજે છે અમારા જેવું કોઈ નહીં હશે. જે બાળકો ને બાપ ની પરવા નથી, તેમને બાપ જે આટલાં અવિનાશી જ્ઞાન રત્નો નો ખજાનો આપે છે તેની પણ કદર નથી રહેતી. બાબા એક વાત કહેશે, તે બીજી વાત કરી લે છે. પરવા ન હોવાનાં કારણે ખૂબ પાપ કરતા રહે છે. શ્રીમત પર ચાલતાં જ નથી. પછી નીચે પડી જાય છે. બાપ કહેશે આ પણ ડ્રામા. તેમની તકદીર માં નથી. બાબા તો જાણે છે ને? ખૂબ પાપ કરે છે, જો નિશ્ચય હોય કે બાપ અમને ભણાવે છે તો ખુશી રહેવી જોઈએ. તમે જાણો છો આપણે ભવિષ્ય નવી દુનિયામાં પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું, તો કેટલી ખુશી રહેવી જોઈએ? પરંતુ બાળકો તો હજી સુધી પણ મુરઝાતા (નિરાશ થતા) રહે છે. તે અવસ્થા રહેતી નથી.

બાબાએ સમજાવ્યું છે - વિનાશ માટે રિહર્સલ (પૂર્વતૈયારી) પણ થશે. કેલેમીટીઝ (આપદાઓ) પણ થશે. ભારત ને કમજોર કરતા જશે. બાપ સ્વયં કહે છે-આ બધું થવાનું જ છે. નહીં તો વિનાશ કેવી રીતે થશે? બરફ નો વરસાદ પડશે પછી ખેતી વગેરે ની શું હાલત થશે? લાખો મરતા રહે છે, કોઈ બતાવે થોડી છે? તો બાપ મુખ્ય વાત સમજાવે છે કે એવી પોતાની અંદર તપાસ કરો, હું બાપ ને કેટલાં યાદ કરું છું. બાબા, તમે તો ખૂબ મીઠાં છો, કમાલ છે તમારી. તમારું ફરમાન છે મને યાદ કરો તો ૨૧ જન્મ માટે ક્યારેય રોગી નહીં બનશો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો હું ગેરેન્ટી કરું છું, સન્મુખ બાપ તમને કહે છે તમે પછી બીજા ને સંભળાવો છો. બાપ કહે છે મુજ બાપ ને યાદ કરો, ખૂબ પ્રેમ કરો. તમને કેટલો સહજ રસ્તો બતાવું છું - પતિત થી પાવન બનવાનો. કોઈ કહે છે અમે તો બહુ જ પાપ આત્મા છીએ. અચ્છા, ફરી એવાં પાપ ન કરો, મને યાદ કરતા રહો તો જન્મ-જન્માંતર નાં જે પાપ છે, તે આ યાદ થી ભસ્મ થતા જશે. યાદ ની જ મુખ્ય વાત છે. આને કહેવાય છે સહજ યાદ, યોગ શબ્દ પણ કાઢી નાખો. સંન્યાસીઓ નાં હઠયોગ તો જાત-જાત નાં છે. અનેક પ્રકાર થી શીખવાડે છે. આ બાબાએ ગુરુ તો ખૂબ કર્યા છે ને? હમણાં બેહદ નાં બાપ કહે છે-આ બધા ને છોડો. એ બધા નો પણ મારે ઉદ્ધાર કરવાનો છે. બીજા કોઈ ની તાકાત નથી જે આવું કહી શકે. બાપે જ કહ્યું છે-હું આ સાધુઓ નો પણ ઉદ્ધાર કરું છું. પછી આ ગુરુ કેવી રીતે બની શકે? તો મૂળ એક વાત બાપ સમજાવે છે-પોતાનાં દિલ ને પૂછો, અમે કોઈ પાપ તો નથી કરતાં? કોઈ ને દુઃખ તો નથી આપતાં? આમાં કોઈ તકલીફ નથી. અંદર તપાસ કરવી જોઈએ, આખા દિવસ માં કેટલાં પાપ કર્યાં? કેટલાં યાદ કર્યાં? યાદ થી જ પાપ ભસ્મ થશે. કોશિશ કરવી જોઈએ. આ ખૂબ મહેનતનું કામ છે. જ્ઞાન આપવા વાળા એક જ બાપ છે. બાપ જ મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે અવિનાશી જ્ઞાન-રત્નો નો ખજાનો આપે છે એની કદર કરવાની છે. બેપરવાહ બની પાપ કર્મ નથી કરવાનાં. જો નિશ્ચય છે ભગવાન આપણને ભણાવે છે તો અપાર ખુશી માં રહેવાનું છે.

2. ઈશ્વર નાં ઘર માં ક્યારેય ચોરી વગેરે કરવાનો વિચાર ન આવે. આ આદત બહુ જ ગંદી છે. કહેવાય છે કખ નો ચોર સો લખ નો ચોર. પોતાને અંદર થી પૂછવાનું છે-અમે કેટલાં પુણ્ય આત્મા બન્યાં છીએ?

વરદાન :-
નિર્બળ , દિલ શિકસ્ત ( નિરાશ ), અસમર્થ આત્માઓ ને એકસ્ટ્રા બળ આપવા વાળા રહેમદિલ ભવ

જે રુહાની રહેમદિલ બાળકો છે-તે મહાદાની બની બિલકુલ હોપલેસ કેસ માં હોપ ઉત્પન્ન કરી દે છે. નિર્બળ ને બળવાન બનાવી દે છે. દાન સદા ગરીબ ને, બેસહારા ને અપાય છે. તો જે નિર્બળ દિલશિકસ્ત, અસમર્થ પ્રજા ક્વોલિટી નાં આત્માઓ છે તેમનાં પ્રત્યે રુહાની રહેમદિલ બની મહાદાની બનો. પરસ્પર એક-બીજા પ્રત્યે મહાદાની નહીં. તે તો સહયોગી સાથી છે, ભાઈ-ભાઈ છે, હમશરીફ પુરુષાર્થી છે, સહયોગ આપો, દાન નહીં.

સ્લોગન :-
સદા એક બાપ નાં શ્રેષ્ઠ સંગ માં રહો તો બીજા કોઈ નાં સંગ નાં રંગ નો પ્રભાવ નથી પડી શકતો.

અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

પ્યોરિટી ની સાથે-સાથે ચહેરા અને ચલન માં રુહાનિયત ની પર્સનાલિટી ધારણ કરો, આ ઊંચી પર્સનાલિટી નાં રુહાની નશા માં રહો. પોતાની રુહાની પર્સનાલિટી ને સ્મૃતિ માં રાખી સદા પ્રસન્નચિત રહો તો બધા પ્રશ્ન સમાપ્ત થઈ જશે. અશાંત અને પરેશાન આત્માઓ તમારી પ્રસન્નતા ની નજર થી પ્રસન્ન થઈ જશે.