19-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આત્મ - અભિમાની ભવ , હરતાં - ફરતાં , ઉઠતાં - બેસતાં આ જ અભ્યાસ કરતાં રહો તો તમારી ખૂબ જ ઉન્નતિ થતી રહેશે”
 

પ્રશ્ન :-
બાપ ની એક્યુરેટ યાદ કયા બાળકોની બુદ્ધિમાં રહેશે?

ઉત્તર :-
જે બાળકોએ બાપ ને એક્યુરેટ જાણ્યાં છે. કેટલાંક બાળકો કહે છે કે બિંદુ ને ભલા કેવી રીતે યાદ કરીએ? ભક્તિમાં તો અખંડ જ્યોતિ સમજી યાદ કરતાં આવ્યાં, હવે બિંદુ કહીને મૂંઝાય છે એટલે પહેલાં-પહેલાં આ નિશ્ચય થાય કે બાપ અખંડ જ્યોતિ નથી, એ તો અતિ સૂક્ષ્મ બિંદુ છે ત્યારે યાદ એક્યુરેટ રહી શકે છે.

ઓમ શાંતિ!
બધાં બાળકો યાદ માં બેઠા છે. મનમનાભવ. આ સંસ્કૃત શબ્દ હકીકત માં છે નહીં. બાપે જ્યારે સહજ રાજયોગ શીખવાડ્યો છે ત્યારે આ સંસ્કૃત શબ્દ બોલ્યાં નથી. આ તો સંસ્કૃત જાણતાં જ નથી. બાપ તો હિન્દી માં જ સમજાવે છે. ભલે આ રથ હિન્દી, સિંધી તથા ઇંગલિશ જાણનાર છે પરંતુ બાપ સમજાવે હિન્દી માં છે. જે, જે ધર્મ નો છે તેમની પોતાની ભાષા છે. અહીં હિન્દી ભાષા જ ચાલે છે, આ ભાષા સમજવી સહજ છે અને આ સ્કૂલ પણ વન્ડરફુલ છે. આમાં કોઈ પણ કાગળ, પેન્સિલ, ચોપડી વગેરે ની દરકાર નથી રહેતી. અહીં તો ફક્ત એક શબ્દ યાદ કરવાનો છે અર્થાત્ બાપ ને યાદ કરો. ગોડ ને અથવા ઈશ્વર ને અથવા પરમપિતા પરમાત્મા ને કોઈ યાદ ન કરે - આ મુશ્કેલ છે, યાદ બધા કરે છે પરંતુ એમનો પરિચય નથી. બાપ જ આવીને પોતાની ઓળખ આપે છે. શાસ્ત્રો માં જે કલ્પની આયુ આટલી લાંબી લખી દીધી છે, તે બાપ આવી ને સમજાવે છે. ખૂબ મોટી વાત પણ નથી. અહિલ્યાઓ, ઘરડી-ઘરડી માતાઓ શું સમજશે. આ તો ખૂબ જ સહજ છે. કોઈ નાનાં બાળકો પણ સમજી શકે છે. બાબા શબ્દ કોઈ નવો નથી. શિવ નાં મંદિરમાં જાય છે તો બુદ્ધિમાં આવે છે કે આ શિવબાબા છે, એ નિરાકાર છે. બધા મનુષ્ય-માત્ર બાબા કહે છે. આપણાં સર્વ આત્માઓનાં બાપ એક છે. બધા જીવ નાં આત્માઓ, જે શરીર માં નિવાસ કરે છે, બાપ ને યાદ કરે છે. બધા ધર્મ વાળા જે પણ છે, બધા પરમપિતા પરમાત્મા ને યાદ જરુર કરે છે. એ છે પરમધામ માં રહેવાવાળા બાપ. આપણે પણ ત્યાનાં રહેવાવાળા છીએ. તો હવે ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. ઈચ્છે પણ છે અમે પાવન બનીએ. બોલાવે પણ છે - હે પતિતો ને પાવન કરવા વાળા આવો. નવી દુનિયા પાવન હતી, હવે ફરી જૂની થઇ છે, આને કોઈ નવી નહીં કહેવાશે. ભારતવાસી જાણે છે - નવાં ભારતમાં દેવી-દેવતા રાજ્ય કરતાં હતાં. જ્યારે નવું ભારત હતું તો તેની પહેલાં શું હતું? સંગમ. આનાંથી પણ સહજ કહેવું જોઈએ. નવાં ની આગળ જૂનું હતું. સંગમ ને મનુષ્ય એટલું સહજ સમજી નથી શકતાં. ન્યુ વર્લ્ડ, ઓલ્ડ વર્લ્ડ, આની વચ્ચે ને પછી સંગમ કહે છે. બાપ નાં માટે જ કહે છે - હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. અમે પતિત બની ગયાં છીએ. નવી દુનિયામાં કોઈ પોકારશે નહીં. હમણાં તમારી સમજ માં આવી ગયું છે કે આ ભારત પાવન હતું. હે પતિત-પાવન આવો, આ તો ખુબ સમય થી બોલાવતા આવ્યાં છે. તેમને આ ખબર નથી કે પતિત દુનિયા ક્યારે પૂરી થશે. કહે છે - શાસ્ત્રોમાં એવું લખેલું છે કે હજું ૪૦ હજાર વર્ષ કળિયુગ (પતિત દુનિયા) ચાલશે. બિલકુલ જ ઘોર અંધકાર માં છે. હમણાં તમે પ્રકાશ માં છો. બાપ તમને હવે પ્રકાશ માં લાવ્યાં છે. આ ૫ હજાર વર્ષ માં સૃષ્ટિનું ચક્ર પૂરું થાય છે. કાલ ની વાત છે. તમે રાજ્ય કરતાં હતાં, બરોબર આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, સ્વર્ગ હતું. પાવન દુનિયામાં કોઈ ઉપદ્રવ વગેરે હોઈ ન શકે. ઉપદ્રવ હોય જ છે રાવણ રાજ્ય માં. અહીં તમને બાપ સમજાવે છે, તમે સન્મુખ કાનો થી સાંભળો છો. કોણ સાંભળે છે? આત્મા. આત્માને ખુબ ખુશી થાય છે, અમને બાપ ફરીથી આવી ને મળ્યાં છે. બાપ પાસેથી વારસો લીધો હતો, હવે બાપ કહે છે - મને યાદ કરો. આમાં કોઈ લખવા-વાંચવાની વાત નથી. જ્યારે કોઈ આવે છે તો પૂછાય છે - તમારે કેમ આવવાનું થયું? તો કહેશે અહીં નાં મહાત્મા થી મળવાં? કેમ? તમને શું જોઈએ? બતાવો કોઈ ભિક્ષા જોઈએ? સંન્યાસી હોય તો રોટલી-ટુકડો જોઈએ. સંન્યાસી કોઈની પાસે જાય છે કે રસ્તા માં મળે છે તો ધાર્મિક મનુષ્ય સમજે છે આ છતાં પણ પવિત્ર મનુષ્ય છે, આને ભોજન ખવડાવવું સારું છે. હવે તો પવિત્રતા પણ નથી રહીં. બિલકુલ જ તમોપ્રધાન દુનિયા છે, આમાં ખૂબ ગંદકી છે. મનુષ્ય કેટલાં હેરાન થાય છે. અહીંયા તો હેરાન થવાની કોઈ વાત નથી. બાપ કહે છે લખવાં કરવાની પણ વાત નથી. આ પોઈન્ટ્સ વગેરે પણ લખે છે - ધારણા કરવા માટે. જેવી રીતે ડોક્ટર લોકો પાસે પણ કેટલી દવાઓ હોય છે, આટલી બધી દવાઓ યાદ રહે છે. બેરિસ્ટર ની બુદ્ધિમાં કેટલી લો (કાયદા) ની વાતો યાદ રહે છે. તમારે યાદ શું કરવાનું છે એક વાત, તે પણ ખૂબ સહજ છે. તમે કહો છો એક શિવબાબા ને યાદ કરો. એ કહે છે શિવબાબા કેવી રીતે આવશે? આ પણ તમારા સિવાય બીજા કોઈ ને ખબર નથી. ઈશ્વર ક્યાં છે? એ તો કહેશે નામ-રુપ થી ન્યારા છે કે પછી કહી દે છે સર્વવ્યાપી છે. રાત-દિવસ નો ફરક થઈ જાય છે - બંને શબ્દ માં. નામ-રુપ થી ન્યારી તો કોઈ વસ્તુ નથી. પછી કહી દે - કૂતરા, બિલાડી બધામાં પરમાત્મા છે. બંને એક-બીજા થી વિરુદ્ધ વાતો થઈ ગઈ. તો બાપ પોતાનો પરિચય આપી કહે છે - મુજ બાપ ને યાદ કરો. ગવાય પણ છે - સહજ રાજયોગ. બાબા કહે છે - યોગ શબ્દ કાઢી દો, યાદ કરો. જેવી રીતે નાનું બાળક મા-બાપ ને જોતા જ ઝટ ગળે લાગી જાય છે. પહેલાં વિચાર કરશે શું કે મારા મા-બાપ છે? ના, આમાં વિચાર કરવાની વાત જ નથી. તમારે પણ ફક્ત શિવબાબા ને યાદ કરવાનાં છે. ભક્તિમાર્ગ માં પણ તમે શિવ પર ફૂલ ચઢાવતાં આવ્યાં છો. સોમનાથ નું મંદિર કેટલું ભારે બનાવ્યું છે, જે પછી મોહમ્મદ ગઝનવીએ આવીને લૂંટ્યું હતું. સોમનાથ નું મંદિર ભારતમાં નામીગ્રામી છે. સૌથી પહેલાં તો શિવ ની પૂજા થવી જોઈએ. બાળકોને આ બધી નોલેજ હવે બુદ્ધિમાં આવી છે. ભલે પૂજા વગેરે કરતાં આવ્યાં છો પરંતુ તમને આ ખબર જ નહોતી કે આ જડ ચિત્ર છે. જરુર ચૈતન્ય માં આવ્યાં હશે ત્યારે તો વર્ષે-વર્ષે શિવજયંતી પણ મનાવે છે. આ પણ કહે છે - શિવ પરમાત્મા નિરાકાર છે. આત્મા જાણે છે અમે પણ નિરાકાર છીએ. હવે તમે આત્મ-અભિમાની બનો છો, ખૂબ સહજ છે. એ તો આપણા બાબા છે. જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર, પતિત-પાવન છે. એમની ખૂબ મહિમા છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ની આટલી મહિમા નથી. એક ની જ મહિમા ગાય છે. હવે આપ બાળકો જાણો છો - બાબા આવીને આપણને વારસો આપી રહ્યાં છે. જેમ લૌકિક બાપ બાળકો નું લાલન-પાલન કરે છે, ભણાવતાં નથી. ભણવા માટે સ્કૂલ માં જાય છે પછી વાનપ્રસ્થ માં ગુરુ કરાય છે. આજકાલ તો નાનાં-મોટા બધાં ને ગુરુ કરાવી દે છે. અહીં તો આપ બાળકોને કહેવાય છે - શિવબાબા ને યાદ કરો, બધા નો હક છે. બધા મારા બાળકો છે. તમારામાં પણ કોઈ છે જે સારી રીતે યાદ કરે છે. કોઈ તો કહે છે - બાબા, કોને યાદ કરીએ? બિંદુને કેવી રીતે યાદ કરીએ? મોટી વસ્તુ ને યાદ કરાય છે. અચ્છા પરમાત્મા, જેમને તમે યાદ કરો છો, એ વસ્તુ શું છે? તો કહી દે અખંડ જ્યોતિ સ્વરુપ છે. પરંતુ એવું નથી. અખંડ જ્યોતિ ને યાદ કરવાનું રોંગ (ખોટું) થઈ જાય છે. યાદ તો એક્યુરેટ જોઈએ. પહેલાં એક્યુરેટ જાણવું જોઈએ. બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે, અને પછી બાળકોને આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં સમાચાર પણ સંભળાવે છે. ડિટેલ (વિસ્તાર) માં પણ તો નટશેલ (સાર) માં પણ. હવે બાપ કહે છે બાળકો તમારે પાવન બનવું છે તો એનાં માટે એક જ ઉપાય છે - મને યાદ કરો, મને કહો જ છો પતિત પાવન. આત્મા ને પાવન બનાવવાનો છે. આત્મા જ કહે છે અમે પતિત બની ગયાં છીએ. અમે પાવન હતાં, હવે પતિત છીએ. બધા તમોપ્રધાન છે. દરેક વસ્તુ પહેલાં સતોપ્રધાન પછી તમોપ્રધાન થાય છે. આત્મા પોતે કહે છે હું પતિત બન્યો છું, મને પાવન બનાવો. શાંતિધામ માં પતિત હોતાં નથી. અહીં પતિત છે તો દુઃખી છે. જ્યારે પાવન હતાં તો સુખી હતાં. તો આત્મા જ કહે છે - અમને પાવન બનાવો, તો અમે દુઃખ થી છૂટી જઈએ. તમે સમજો છો આત્મા જ બધું કરે છે. આત્મા જ જ્જ, બેરિસ્ટર વગેરે બને છે. આત્મા જ કહે છે - હું રાજા છું, હું ફલાણો છું. હવે આ શરીર છોડી બીજું લેવાનું છે. આને કહેવાય છે આત્મ-અભિમાની. દેહ હોવાં છતાં આત્મ-અભિમાની. રાવણ નાં રાજ્ય માં દેહ-અભિમાની હોય છે. આત્મ-અભિમાની હમણાં જ બાપ બનાવે છે. આ સમયે આત્મા પતિત દુઃખી છે તો પોકારે છે હે બાબા આવો. આ પણ તમે જાણો છો ડ્રામા પ્લાન અનુસાર પતિત થી પાવન, પાવન થી પતિત બનતાં આવ્યાં છીએ. ચક્ર ફરતું જ રહે છે. હવે તમારી બુદ્ધિમાં બેઠું છે, આપણાં ૮૪ જન્મ કેવી રીતે થયાં છે. હવે આ વાત ભૂલો નહીં. સ્વદર્શન ચક્રધારી થઈ રહો. ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં બુદ્ધિમાં આપણને બધી નોલેજ છે. તમે સમજો છો બેહદનાં બાપ પાસેથી આપણે બેહદ નો વરસો લઈ રહ્યાં છીએ. બાપ બાળકો ને સમજાવે છે કે તમારે એક બાપ ને જ યાદ કરવાનાં છે. બાપ ને યાદ કરવાનાં, રોટલી ટુકડો ખાવાનો છે. બસ.

મીઠાં-મીઠાં સિકીલધા બાળકોને બાપ ઘડી-ઘડી કહે છે - બાળકો પેટ માટે ફક્ત રોટલી ટુકડો ખાવાનો છે. પેટ કોઈ વધારે ખાતું નથી. એક પા લોટ નું ખાય છે. દાળ રોટલી બસ, ૧૦ રુપિયા માં પણ મનુષ્ય પેટ ભરે છે તો ૧૦ હજાર માં પણ પેટ પાળે છે. ગરીબ લોકો ખાય પણ શું છે! છતાં પણ હટ્ટા-કટ્ટા રહે છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓ મનુષ્ય ખાય છે તો વધારે જ બીમાર પડી જાય છે. ડોક્ટર લોકો પણ કહે છે - એક પ્રકારનું ખાવાનું ખાવો તો બીમાર નહીં થશો. તો બાપ પણ સમજાવે છે - રોટલી ટુકડો ખાવો. જે મળે તેમાં ખુશ રહો. દાળ-રોટલી જેવી કોઈ વસ્તુ હોતી નથી. વધારે લાલચ પણ ન રહેવી જોઈએ. સંન્યાસી લોકો શું કરે છે? ઘરબાર છોડી જંગલ માં ચાલ્યાં જાય છે. તત્વ ને પરમાત્મા સમજી યાદ કરે છે, સમજે છે બ્રહ્મ માં લીન થઇ જઈશું. પરંતુ એવું તો નથી. આત્મા તો અમર છે. લીન થવાની વાત નથી. બાકી આત્મા પવિત્ર, અપવિત્ર બને છે. તમને કેટલું સારું જ્ઞાન મળ્યું છે. તમે જ પ્રારબ્ધ ભોગવો છો પછી આ જ્ઞાન ભૂલી જાઓ છો. પછી સીડી ઉતરવાની હોય છે. હવે તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન બેઠેલું છે. આપણે ૮૪ જન્મ કેવી રીતે ભોગવીએ છીએ. આ પાર્ટ ક્યારેય પણ કોઈનો બંધ નથી થતો. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે જે ફરતો જ રહે છે. આ કહી ન શકાય કે ભગવાને ક્યારે, કેવી રીતે, ક્યાં બેસી બનાવ્યો? ના. આ તો ચાલતો જ આવે છે. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થતી જ રહે છે. આ વાતો ને કોઈ સમજતાં જ નથી. તમે જાણો છો - આપણે ડ્રામા પ્લાન અનુસાર આવ્યાં છીએ. હવે ફરીથી ડ્રામા અનુસાર રાજ્ય લઈ રહ્યાં છીએ. આ વાતો બીજા કોઈ સમજી ન શકે. પૂછાય છે - ડ્રામા સર્વશક્તિમાન્ છે કે ઈશ્વર? તો કહે છે ઈશ્વર સર્વશક્તિમાન્ છે. સમજે છે એ બધું કરી શકે છે. બાપ કહે છે - હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. પતિતો ને પાવન બનાવવા મારે આવવું પડે છે. તમે સતયુગ માં સુખી બની જાઓ છો. હું પણ જઈને વિશ્રામી થાઉં છું - પરમધામ માં. તમે સિર કુલ્હે ચઢી જાઓ છો. તમારી સિંહ પર સવારી છે.

તમે જાણો છો સેકન્ડ બાય સેકન્ડ જે પણ ચાલે છે તે ડ્રામા ની નોંધ છે. આપ બાળકોને કેટલી સારી નોલેજ છે. હવે ફક્ત બાપ અને વારસા ને યાદ કરો. બસ. કાગળ, પેન્સિલ વગેરે ની કોઈ દરકાર નથી. બ્રહ્મા બાબા પણ ભણે છે, આ તો કંઈ રાખતા જ નથી. ફક્ત બાપ ને યાદ કરવાનાં છે તો વારસો મળશે. કેટલું સહજ છે. યાદ થી તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ) બનશો. આ છે ધારણા ની વાત. લખવાથી શું ફાયદો થશે, આ તો બધું વિનાશ થઇ જશે. પરંતુ કોઈ યાદ રાખવા માટે લખે છે. જેવી રીતે કોઇ વાત યાદ કરવાની હોય છે તો ગાંઠ બાંધી દે છે. તમે પણ ગાંઠ બાંધી લો, શિવબાબા અને વારસા ને યાદ કરવાનો છે. આ તો ખૂબ સહજ જ છે - યોગ અર્થાત્ યાદ. કહે છે - બાબા યાદ નથી રહેતી. યોગ માં કેવી રીતે બેસીએ? અરે લૌકિક બાપ ની યાદ ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં રહે છે, તમે પણ ફક્ત યાદ કરો. બસ, બેડો પાર છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વદર્શન ચક્રધારી બની ૮૪ નું ચક્ર બુદ્ધિમાં ફરાવતું રહેવાનું છે. બેહદ બાપ ને યાદ કરી બેહદનો વારસો લેવાનો છે, પાવન બનવાનું છે.

2. કોઈ પણ વસ્તુ ની લાલચ નથી કરવાની, જે મળે તેમાં ખુશ રહેવાનું છે. રોટલી-ટુકડો ખાવાનો છે, બાપ ની યાદ માં રહેવાનું છે.

વરદાન :-
સર્વ નાં દિલો નાં રાઝ ને જાણી સર્વ ને રાજી કરવાવાળા સદા વિજય ભવ

વિજયી બનવાન માટે દરેક નાં દિલ નાં રાઝ ને જાણવાનાં છે. કોઈ નાં મુખ દ્વારા નીકળતા અવાજ થી એમનાં દિલ નાં રાઝ ને જાણી લો તો વિજયી બની શકો છો પરંતુ દિલ નાં રાઝ ને જાણવા માટે અંતર્મુખતા જોઈએ. જેટલાં અંતર્મુખી રહેશો એટલાં દરેક નાં રાઝ ને જાણી એને રાજી કરી શકશો. રાજી કરવાવાળા જ વિજયી બને છે.

સ્લોગન :-
વૈરાગ્ય એવી યોગ્ય ધરણી છે જેમાં જે પણ ફળ નાખશો તે ફળીભૂત અવશ્ય થશે.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સદા ઉમંગ-હુલ્લાસ માં એકરસ રહેવા માટે જે પણ સંબંધ માં આવે છે - ભલે સ્ટુડન્ટ, ભલે સાથી બધાને સંતુષ્ટ કરવાની ઉત્કંઠા હોય. જેને પણ જુઓ એનાથી દરેક સમયે ગુણો ઉઠાવતા રહો. સર્વ નાં ગુણો નું બળ મળવાથી સદા કાળ માટે ઉત્સાહ એકરસ રહેશે. ગુણગ્રાહી બનો. અવગુણો ને જોતા પણ નહીં જુઓ.