19-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શિવબાબા તમારા ફૂલ વગેરે સ્વીકાર ન કરી શકે , કારણકે એ પૂજ્ય કે પુજારી નથી બનતાં , તમારે પણ સંગમ પર ફૂલ હાર નથી પહેરવાનાં”

પ્રશ્ન :-
ભવિષ્ય રાજ્ય તખ્ત નાં અધિકારી કોણ બને છે?

ઉત્તર :-
જે હમણાં માત-પિતા નાં દિલતખ્ત ને જીતવા વાળા છે, તે જ ભવિષ્ય તખ્તનશીન બને છે. વન્ડર (અદ્દભુત) છે બાળકો માત-પિતા પર પણ વિજય પ્રાપ્ત કરે છે. મહેનત કરી માત-પિતા થી પણ આગળ જાય છે.

ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન…

ઓમ શાંતિ!
કોઈ
મીઠાં-મીઠાં સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું. આ ગીત થી સર્વવ્યાપી નું જ્ઞાન તો ઉડી જાય છે. યાદ કરે છે, હમણાં ભારત ખૂબ દુઃખી છે. ડ્રામા અનુસાર આ બધા ગીત બન્યાં છે. દુનિયા વાળા નથી જાણતાં. બાપ આવે છે પતિતો ને પાવન કરવા કે દુઃખીઓને દુઃખ થી છોડાવી સુખ આપવાં. બાળકો જાણી ગયાં છે - એ જ બાપ આવેલાં છે. બાળકોને પરિચય મળી ગયો છે. સ્વયં બેસી બતાવે છે - હું સાધારણ તન માં પ્રવેશ કરી આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સંભળાવું છું. સૃષ્ટિ એક જ છે, ફક્ત નવી અને જૂની થાય છે. જેમ શરીર બાળપણ માં નવું હોય છે પછી જૂનું થાય છે. નવું શરીર, જૂનું શરીર બે શરીર તો નહીં કહેશે. છે એક જ ફક્ત નવાં થી જુનું બને છે. એમ દુનિયા એક જ છે. નવાં થી હવે જૂની થાય છે. નવી ક્યારે હતી? આ પછી કોઈ બતાવી ન શકે. બાપ આવી ને સમજાવે છે, બાળકો, જ્યારે નવી દુનિયા હતી તો ભારત નવું હતું. સતયુગ કહેવાતો હતો. તે જ ભારત પછી જુનું બન્યું છે. આને જૂનું, ઓલ્ડ વર્લ્ડ (જૂની દુનિયા) કહેવાય છે. ન્યુ વર્લ્ડ થી પછી ઓલ્ડ બન્યું છે. ફરી એને નવું જરુર બનવાનું છે. નવી દુનિયાનો બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. સારું તે નવી દુનિયાનાં માલિક કોણ હતાં? બરોબર આ લક્ષ્મી-નારાયણ હતાં. આદિ સનાતન દેવી-દેવતા તે દુનિયાનાં માલિક હતાં. આ બાપ બાળકો ને સમજાવી રહ્યાં છે. બાપ કહે છે - હવે નિરંતર આ જ યાદ કરો. બાબા પરમધામ થી આપણને ભણાવવાં, રાજયોગ શીખવાડવાં આવેલાં છે. મહિમા બધી એ એક જ ની છે, આમની મહિમા કંઈ નથી. આ સમયે બધાં તુચ્છ બુદ્ધિ છે, કંઈ નથી સમજતાં એટલે હું આવું છું ત્યારે તો ગીત પણ બનાવેલ છે. સર્વવ્યાપી નું જ્ઞાન તો ઉડી જાય છે. દરેક નો પાર્ટ પોત-પોતાનો છે. બાપ વારંવાર કહે છે - દેહ-અભિમાન છોડી તમે આત્મ-અભિમાની બનો અને ઓર્ગન્સ (અવયવો) દ્વારા શિક્ષા ધારણ કરો. ભલે આ બાબા ને ચાલતાં-ફરતાં જુઓ છો પરંતુ યાદ શિવબાબા ને કરો. એવું જ સમજો શિવબાબા જ બધું કરે છે. બ્રહ્મા નથી. ભલે આમનું રુપ આ આંખો થી દેખાય છે. તમારી બુદ્ધિ શિવબાબા ની તરફ જવી જોઈએ. શિવબાબા ન હોત તો આમનો આત્મા, આમનું શરીર કોઈ કામ નું નથી. હંમેશા સમજો આમાં શિવબાબા છે. એ આમનાં દ્વારા ભણાવે છે. તમારા આ શિક્ષક નથી. સુપ્રીમ શિક્ષક એ છે. યાદ એમને કરવાનાં છે. ક્યારેય પણ શરીર ને યાદ નથી કરવાનું. બુદ્ધિયોગ બાપ ની સાથે લગાવવાનો છે. બાળકો યાદ કરે છે ફરીથી આવીને જ્ઞાન-યોગ શીખવાડો, પરમપિતા પરમાત્મા નાં સિવાય કોઈ રાજયોગ શીખવાડી ન શકે. બાળકોની બુદ્ધિમાં છે એ જ બેસી ગીતા જ્ઞાન સંભળાવે છે પછી આ નોલેજ પ્રાયઃલોપ થઈ જાય છે. ત્યાં દરકાર જ નથી. રાજધાની સ્થાપન થઈ ગઈ. સદ્દગતિ થઈ જાય છે. જ્ઞાન અપાય છે દુર્ગતિ થી સદ્દગતિ થવા માટે. બાકી તે તો બધી છે ભક્તિમાર્ગ ની વાતો. મનુષ્ય જપ-તપ, દાન-પુણ્ય વગેરે જે કંઈ કરે છે, બધી ભક્તિમાર્ગ ની વાતો છે, આનાંથી મને કોઈ મળી નથી શકતું. આત્મા ની પાંખો ટૂટી ગઈ છે. પથ્થર બુદ્ધિ બની ગયાં છે. પથ્થર થી પછી પારસ બનાવવા મારે આવવું પડે. બાપ કહે છે - હવે કેટલાં મનુષ્ય છે. રાઈ ની જેમ સંસાર ભરેલો છે. હવે બધાં ખતમ થવા થઇ જવાનાં છે. સતયુગ માં તો આટલાં મનુષ્ય હોતાં નથી. નવી દુનિયામાં વૈભવ ખૂબ અને મનુષ્ય ઓછા હશે. અહીં તો એટલાં મનુષ્ય છે જે ખાવા માટે પણ નથી મળતું. જૂની રેતાળ જમીન છે પછી નવી થઈ જશે. ત્યાં છે જ એવરીથિંગ ન્યુ (બધુંજ નવું). નામ જ કેટલું મીઠું છે - હેવન, બહિશ્ત, દેવતાઓની નવી દુનિયા. જૂની ને તોડી નવી માં બેસવાનું દિલ હોય છે ને. હમણાં છે નવી દુનિયા, સ્વર્ગ માં જવાની વાત. આમાં જૂનાં શરીરની કોઈ વેલ્યુ નથી. શિવબાબા ને તો કોઈ શરીર નથી.

બાળકો કહે છે - બાબા ને હાર પહેરાવો. પરંતુ આમને હાર પહેરાવશો તો તમારો બુદ્ધિયોગ આમાં ચાલ્યો જશે. શિવબાબા કહે છે હાર ની દરકાર નથી. તમે જ પૂજ્ય બનો છો. પુજારી પણ તમે બનો છો. જાતે જ પૂજ્ય જાતે જ પુજારી. તો પોતાનાં જ ચિત્ર ની પૂજા કરવા લાગે છે. બાબા કહે છે હું ન પૂજ્ય બનું છું, ન ફૂલ વગેરેની દરકાર છે. હું કેમ આ પહેરું એટલે ક્યારેય ફૂલમાળા વગેરે લેતાં નથી. તમે પૂજ્ય બનો છો પછી જેટલાં જોઇએ એટલાં ફૂલ પહેરજો. હું તો આપ બાળકોનો મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) ઓબીડિયન્ટ ફાધર (આજ્ઞાકારી પિતા) પણ છું, શિક્ષક પણ છું, સર્વન્ટ (સેવક) પણ છું. મોટા-મોટા રોયલ વ્યક્તિઓ જ્યારે નીચે હસ્તાક્ષર કરે છે તો લખે છે મિન્ટો, કરજેન વગેરે…. પોતાને લોર્ડ (માલિક) ક્યારેય નહીં લખશે. અહીં તો શ્રી લક્ષ્મી-નારાયણ, શ્રી ફલાણા. એકદમ શ્રી અક્ષર નાખી દે છે. તો બાપ બેસી સમજાવે છે હવે આ શરીર ને યાદ નહીં કરો. પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપ ને યાદ કરો. આ જૂની દુનિયામાં આત્મા અને શરીર બંને જ પતિત છે. સોનું ૯ કેરેટ હશે તો ઘરેણા પણ ૯ કેરેટ. સોના માં જ ખાદ પડે છે. આત્માને ક્યારેય નિર્લેપ ન સમજવો જોઈએ. આ જ્ઞાન તમને હમણાં છે. તમે અડધાકલ્પ ૨૧ જન્મ માટે પ્રારબ્ધ મેળવો છો તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ! પરંતુ બાળકો ઘડી-ઘડી ભૂલી જાય છે. શિવબાબા, બ્રહ્મા દ્વારા આપણને શિક્ષા આપી રહ્યાં છે. બ્રહ્મા નો આત્મા પણ એમને યાદ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે સૂક્ષ્મવતન વાસી. બાપ પહેલાં સૂક્ષ્મ સૃષ્ટિ રચે છે, નિર્વાણધામ ઊંચે થી ઊંચું ધામ છે. આત્માઓનું નિર્વાણધામ સૌથી ઊંચ છે. એક ભગવાન ને બધા ભક્ત યાદ કરે છે. પરંતુ તમોપ્રધાન બની ગયાં છે તો બાપ ને ભૂલી, ઠીક્કર-ભિત્તર બધાની પૂજા કરતાં રહે છે. આપણે જાણીએ છીએ જે કંઈ ચાલે છે ડ્રામા શૂટ થતો જાય છે. ડ્રામા માં એકવાર જે શૂટિંગ થાય છે. સમજો વચ્ચે કોઈ પંખી વગેરે ઉડે છે તો તે ઘડી-ઘડી રીપીટ થતું રહેશે. પતંગ ઉડતી શૂટ થઈ ગઈ તો ફરી-ફરી રીપીટ થતું રહેશે. આ પણ ડ્રામા ની સેકન્ડ-સેકન્ડ રીપીટ થતી જાય છે. શૂટ થતું રહે છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. તમે એક્ટર છો, આખાં ડ્રામા ને સાક્ષી થઈ જુઓ છો. એક-એક સેકન્ડ ડ્રામા અનુસાર પસાર થાય છે. પત્તું હલ્યું, ડ્રામા પસાર થયો. એવું નહીં પત્તા-પત્તા ભગવાન નાં હુકમ થી ચાલે છે. ના, આ બધી ડ્રામા માં નોંધ છે. આને સારી રીતે સમજવું પડે છે. બાપ જ આવીને રાજયોગ શીખવાડે છે અને ડ્રામા નું નોલેજ આપે છે. ચિત્ર પણ કેટલાં સારા બનેલાં છે. સંગમયુગ પર ઘડિયાળ નો કાંટો પણ લાગેલો છે. કળિયુગ નો અંત સતયુગ આદિ નો સંગમ છે. હવે જૂની દુનિયામાં અનેક ધર્મ છે. નવી દુનિયામાં પછી આ નહીં હશે. આપ બાળકો હંમેશા એવું સમજો - અમને બાપ ભણાવે છે, અમે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છીએ. ભગવાનુવાચ - હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. રાજા લોકો પણ લક્ષ્મી-નારાયણ ને પૂજે છે. તો તેમને પૂજ્ય બનાવવા વાળો હું છું. જે પૂજ્ય હતાં તે હવે પુજારી થઈ ગયાં છે. આપ બાળકો સમજી ગયાં છો આપણે જ પૂજ્ય હતાં ફરી આપણે જ પુજારી બન્યાં. બાબા તો નથી બનતાં. બાબા કહે છે, ન હું પુજારી છું, ન પૂજ્ય બનું છું એટલે હું ન હાર પહેરું છું, ન પહેરાવવા પડે છે. પછી આપણે કેમ ફૂલોને સ્વીકાર કરીએ! તમે પણ સ્વીકાર નથી કરી શકતાં. કાયદા અનુસાર તે દેવતાઓનો હક છે, એમનાં આત્મા અને શરીર પવિત્ર છે. એ જ હકદાર છે ફૂલો નાં. ત્યાં સ્વર્ગ માં તો છે જ સુગંધિત ફૂલ. ફૂલ હોય જ છે સુગંધ નાં માટે. પહેરવાનાં માટે પણ હોય છે. બાપ કહે છે - હવે આપ બાળકો વિષ્ણુ નાં ગળા નો હાર બનો છો. નંબરવાર તમારે તખ્ત પર બેસવાનું છે. જેમણે જેટલો કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો છે, હમણાં કરે છે અને કરવા લાગી જશે. નંબરવાર તો છે. બુદ્ધિ કહે છે ફલાણું બાળક ખૂબ સર્વિસેબલ (સેવાધારી) છે. જેમ દુકાન માં હોય છે, શેઠ બને છે, ભાગીદાર બને છે, મેનેજર બને છે. નીચે વાળાઓને પણ લિફ્ટ મળે છે. આ પણ એવું છે. આપ બાળકોએ પણ માત-પિતા પર જીત મેળવવાની છે. તમે વન્ડર (આશ્ચર્ય) ખાઓ છો - માત-પિતા થી આગળ કેવી રીતે જઈ શકાય! બાપ તો બાળકોને મહેનત કરી લાયક બનાવે છે, તખ્તનશીન બનાવવા માટે, એટલે કહે છે, હવે મારા દિલ રુપી તખ્ત પર જીત મેળવવાથી ભવિષ્ય નાં તખ્તનશીન બનશો. પુરુષાર્થ એટલો કરો, જે નર થી નારાયણ બનો. મુખ્ય ઉદ્દેશ છે જ એક, પછી કિંગડમ (રાજધાની) સ્થાપન થઈ રહી છે તેમાં વેરાઈટી પદ છે.

તમારે માયા ને જીતવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. બાળકો વગેરે ને પણ ભલે પ્રેમ થી ચલાવો પરંતુ ટ્રસ્ટી થઈને રહો. ભક્તિમાર્ગ માં કહેતાં હતાં ને પ્રભુ આ બધું તમારું આપેલું છે. તમારી અમાનત તમે લઈ લીધી. સારું પછી રડવાની વાત જ નથી પરંતુ આ તો છે જ રડવાની દુનિયા. મનુષ્ય કથાઓ બહુજ સંભળાવે છે. મોહજીત રાજા ની કથા પણ સંભળાવે છે. પછી કોઈ દુઃખ મહેસૂસ નથી થતું. એક શરીર છોડી જઈ બીજું લીધું. ત્યાં ક્યારેય કોઈ બીમારી વગેરે હોતી નથી. એવરહેલ્દી (સદા સ્વસ્થ), નિરોગી કાયા રહે છે, ૨૧ જન્મ નાં માટે. બાળકોને બધા સાક્ષાત્કાર થાય છે. ત્યાં નાં રીત-રિવાજ કેવી રીતે ચાલે છે, કેવાં ડ્રેસ પહેરે છે. સ્વયંવર વગેરે કેવી રીતે થાય છે - બધા બાળકોએ સાક્ષાત્કાર કર્યા છે. તે પાર્ટ બધો વીતી ગયો. તે સમયે આટલું જ્ઞાન નહોતું. હવે દિવસ-પ્રતિ-દિવસ આપ બાળકોમાં તાકાત ખૂબ આવતી જાય છે. આ પણ બધું ડ્રામા માં નોંધાયેલું છે. વન્ડર છે ને! પરમપિતા પરમાત્મા નો પણ કેટલો ઉંચો પાર્ટ છે. સ્વયં બેસી સમજાવે છે ભક્તિમાર્ગ માં પણ ઉપર બેસી હું કેટલું કામ કરું છું. નીચે તો કલ્પ માં એક જ વાર આવું છું. ઘણાં નિરાકાર નાં પુજારી પણ હોય છે પરંતુ નિરાકાર પરમાત્મા કેવી રીતે આવી ને ભણાવે છે, આ વાત ગુમ કરી દીધી છે. ગીતા માં પણ કૃષ્ણનું નામ નાખી દીધું છે તો નિરાકાર સાથે પ્રીત જ તૂટી ગઈ છે. આ તો પરમાત્માએ જ આવીને સહજ યોગ શીખવાડ્યો અને દુનિયાને બદલી, દુનિયા બદલાતી રહે છે. યુગ ફરતા રહે છે. આ ડ્રામા નાં ચક્ર ને હમણાં તમે સમજી ગયાં છો. મનુષ્ય કંઈ નથી જાણતાં. સતયુગ નાં દેવી-દેવતાઓ ને પણ નથી જાણતાં. ફક્ત દેવતાઓની નિશાનીઓ રહી ગઈ છે, તો બાપ સમજાવે છે, હંમેશા એમ સમજો અમે શિવબાબા નાં છીએ. શિવબાબા અમને ભણાવે છે. શિવબાબા, આ બ્રહ્મા દ્વારા હંમેશા શિક્ષા આપે છે. શિવબાબા ની યાદ માં પછી ખૂબ મજા આવતી રહેશે. એવાં ગોડફાધર કોણ? એ ફાધર પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. કોઈ બાપ બાળકોને ભણાવે પણ છે તો એ જરુર કહેશે અમારા આ ફાધર, શિક્ષક છે પરંતુ તે ફાધર ગુરુ પણ હોય, એવું નથી હોતું. હાં શિક્ષક હોઈ શકે છે. ફાધર ને ગુરુ ક્યારેય નહીં કહેશે. આમનાં (બાબા નાં) ફાધર શિક્ષક હતાં, ભણાવતાં હતાં. તે છે હદ નાં ફાધર શિક્ષક. એ છે બેહદ નાં ફાધર શિક્ષક. તમે પોતાને ગોડલી સ્ટુડન્ટ સમજો તો પણ અહો સૌભાગ્ય! ગોડફાધર ભણાવે છે, કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. તો કેટલાં મીઠાં બાબા છે. મીઠી વસ્તુને યાદ કરાય છે. જેવી રીતે આશિક-માશૂક નો પ્રેમ હોય છે. તેમનો વિકાર નાં માટે પ્રેમ નથી હોતો. બસ, એક બીજા ને જોતાં રહે છે. તમારો પછી છે આત્માઓનો પરમાત્મા બાપ સાથે યોગ. આત્મા કહે છે બાબા કેટલાં જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં સાગર છે. આ પતિત દુનિયા, પતિત શરીર માં આવીને આપણને કેટલાં ઉંચ બનાવે છે. ગાયન પણ છે - મનુષ્ય થી દેવતા કિયે કરત ન લાગી વાર. સેકન્ડ માં વૈકુંઠ માં જાય છે. સેકન્ડ માં મનુષ્ય થી દેવતા બની જાય છે. આ છે મુખ્ય ઉદ્દેશ. આનાં માટે ભણતર ભણવું જોઈએ. ગુરુનાનકે પણ કહ્યું છે ને મૂત પલીતી કપડ ધોએ… લક્ષ સોપ છે ને. બાબા કહે છે હું કેટલો સારો ધોબી છું. તમારા વસ્ત્ર, તમારા આત્મા અને શરીર કેટલાં શુદ્ધ બનાવું છું. તો આમને (દાદા ને) ક્યારેય યાદ નથી કરવાનાં. આ બધું કાર્ય શિવબાબા નું છે, એમને જ યાદ કરો. આમનાં થી મીઠાં એ છે. આત્મા ને કહે છે તમને આ આંખો થી આ બ્રહ્માનો રથ જોવામાં આવે છે પરંતુ તમે યાદ શિવબાબા ને કરો. શિવબાબા આમનાં દ્વારા તમને કોડી થી હીરા જેવા બનાવી રહ્યાં છે. અચ્છા-

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નાં દિલ રુપી તખ્ત પર જીત મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. પરિવાર માં ટ્રસ્ટી રહી પ્રેમ થી બધાને ચલાવવાનાં છે. મોહજીત બનવાનું છે.

2. યોગબળ થી આત્મા ને સ્વચ્છ બનાવવાનો છે. આ આંખો થી હવે આ બધું જોવા છતાં યાદ એક બાપ ને કરવાનાં છે. અહીં ફૂલ-હાર સ્વીકાર ન કરી સુગંધિત ફૂલ બનવાનું છે.

વરદાન :-
પ્રારબ્ધ ની ઈચ્છા ને ત્યાગી સારો પુરુષાર્થ કરવાવાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ

શ્રેષ્ઠ પુરુષાર્થી એમને કહેવાય છે જે પુરુષાર્થ ની પ્રારબ્ધ ને ભોગવવાની ઈચ્છા નથી રાખતાં. જ્યાં ઈચ્છા છે ત્યાં સ્વચ્છતા ખતમ થઈ જાય છે અને વિચારવા વાળા બની જાય છે. જે અહીં જ પ્રારબ્ધ ભોગવવાની ઈચ્છા રાખે છે તે પોતાની ભવિષ્ય કમાણી જમા થવામાં કમી કરી દે છે એટલે ઈચ્છા નાં બદલે અચ્છા (સારો) શબ્દ યાદ રાખો. શ્રેષ્ઠ પુરુષાર્થી સદા ફ્લોલેસ (ખામી-રહિત) બનવાનો પુરુષાર્થ કરે છે, કોઈ પણ વાત માં ફેલ નથી થતાં.

સ્લોગન :-
સાધન કમળ પુષ્પ બનીને યુઝ કરો કારણકે તે તમારા કર્મયોગ નું ફળ છે.

આ અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

સર્વસ્વ ત્યાગી બાળકો માં મુખ્ય સરળતા અને સહનશીલતા નો ગુણ અવશ્ય હશે. એવાં બાળકો સ્વયં હર્ષિત રહે છે અને સર્વ ને આકર્ષિત કરે છે. તે એક-બીજા નાં સ્નેહી બની જાય છે. જો સરળતા નથી તો સ્નેહ પણ ન હોઈ શકે. જેવી રીતે સાકાર રુપ માં જોયું જેટલાં જ નોલેજફુલ એટલાં જ સરળ સ્વભાવ. વૃદ્ધ નાં વૃદ્ધ, બાળપણ નું બાળપણ.