19-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
હમણાં રુહાની કારોબાર કરવાનો છે , રુહ સમજીને દરેક કર્મ કરવાથી આત્મા નિર્વિકારી
બનતો જાય છે”
પ્રશ્ન :-
સ્વર્ગ નો વારસો લેવા
અને સ્વર્ગ માં ઊંચ પદ મેળવવાનો આધાર શું છે?
ઉત્તર :-
બ્રહ્માકુમાર/કુમારી બને તો સ્વર્ગ નો વારસો મળી જશે. પરંતુ ઊંચ પદ નો આધાર છે ભણતર.
જો બાપ નાં બનીને સારી રીતે ભણતર ભણતાં રહે, પૂરાં પવિત્ર બને તો રાજાઈ પદ મળે છે.
કોઈ પૂરું ભણતાં નથી, કર્મબંધન છે, પૂરાં પવિત્ર નથી બનતાં અને શરીર છૂટી ગયું તો
પ્રજા માં પણ સાધારણ પદ પામી લેશે.
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
રુહાની બાપ સમજાવી રહ્યાં છે. અહીં રુહાની કારોબાર છે. બાકી આખી દુનિયામાં શારીરિક
કારોબાર છે. હકીકત માં કારોબાર ચાલે છે રુહો નો. આત્મા જ આ શરીર દ્વારા ભણે છે, ચાલે
છે, વિકર્મ કરે છે એટલે પતિત-આત્મા, પાપ-આત્મા કહેવાય છે. આત્મા જ બધું કરે છે. આ
સમયે બધા મનુષ્ય દેહ-અભિમાની છે, હું આત્મા છું સમજવાનાં બદલે, સમજે છે હું ફલાણો
છું. આ વ્યાપાર કરું છું. આ ફલાણા કામી, ક્રોધી છે. શરીર નું જ નામ લે છે. આને
કહેવાય છે દેહ-અભિમાની દુનિયા, ઉતરતી કળા ની દુનિયા. સતયુગ માં આવું નથી હોતું. ત્યાં
દેહી-અભિમાની હોય છે. તમને દેહી-અભિમાની બનાવાય છે. સ્વયં ને આત્મા નિશ્ચય કરો. હું
આત્મા આ શરીર રુપી વસ્ત્ર ધારણ કરી પાર્ટ ભજવું છું. તે એક્ટર્સ પણ ભિન્ન-ભિન્ન કપડાં
બદલીને પાર્ટ ભજવે છે. બાપ કહે છે - તમે આત્માઓ પહેલાં શાંતિધામ માં હતાં. તમારું
ઘર છે શાંતિધામ. જેમ તે હદ નું નાટક હોય છે, આ પછી છે બેહદ નું નાટક. બધા આત્માઓ
પરમધામ થી આવીને, શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. આત્માઓનું અસલ ઘર છે પરમધામ. તે
એક્ટર્સ નું તો ઘર અહીં જ હોય છે. ફક્ત ડ્રેસ બદલીને આવીને પાર્ટ ભજવે છે. તો બાપ
બેસી સમજાવે છે, તમે આત્માઓ છો. બાપ તો બાળકો-બાળકો જ કહેશે. સંન્યાસી બાળકો-બાળકો
નહીં કહેશે. બાપ કહે છે - હું પતિત-પાવન આપ સર્વ આત્માઓ નો બાપ છું, જેમને તમે
ગોડફાધર કહો છો. ગોડ ફાધર તો નિરાકાર છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ ગોડફાધર નહીં
કહેશે. એમનામાં પણ આત્મા છે પરંતુ એમને કહે છે બ્રહ્મ દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ…
દેવતાઓ શું કરે છે? આ કોઈને ખબર નથી. બાપ જ આવી ને સમજાવે છે - તમે કેવી રીતે ડ્રામા
પ્લાન અનુસાર પાર્ટ ભજવો છો. દુનિયા એક જ છે. એવું નથી કોઈ નીચે પાતાળ માં અથવા ઉપર
દુનિયા છે. દુનિયા એક જ છે, જેનું ચક્ર ફરતું રહે છે. લોકો તો કહી દે છે ચંદ્ર પર
પ્લોટ (સ્થાન) લઈશું. બાપ સમજાવે છે બાળકો કેટલાં ઈનસોલવન્ટ (કંગાળ) બની ગયાં છે.
ભારતવાસીઓનાં માટે જ કહે છે, તમે કેટલાં સાહૂકાર સમજદાર હતાં. આ લક્ષ્મી-નારાયણ નું
આખાં વિશ્વ પર રાજ્ય હતું, જેને કોઈ લૂંટી ન શકે. ત્યાં કોઈ પાર્ટીશન (વિભાજન) વગેરે
નથી હોતું. અહીં તો કેટલાં પાર્ટીશન છે. પરસ્પર ટુકડા-ટુકડા પર લડતાં રહે છે. તમે
આખાં વિશ્વ નાં માલિક હતાં. આખું આકાશ, પૃથ્વી, સમુદ્ર બધું તમારું હતું, તમે એનાં
માલિક હતાં. હવે તો ટુકડા થઈ ગયાં છે. આ કોઈને ખબર નથી, ભારત જ વિશ્વ નું માલિક હતું.
બાપ સમજાવે છે, આત્મા
ને જે પાર્ટ મળ્યો છે તે ક્યારેય ઘસાતો નથી. ચાલતો જ રહે છે. હમણાં તમે ફરીથી
મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. પછી ૮૪ જન્મ લેશો. તમારો પાર્ટ ચાલતો જ રહે છે,
ક્યારેય બંધ નથી થતો. કોઈ મોક્ષ વગેરે પામતું નથી. જેટલાં અનેક ગુરુ, અનેક શાસ્ત્ર,
એટલી અનેક મતો હોય છે. મનુષ્યો માં કેટલી અશાંતિ છે. જ્યાં પણ જાઓ કહેશે મન ને શાંતિ
કેવી રીતે મળે? આ દેહ-અભિમાન માં આવીને કહે છે. બાપ સમજાવે છે મન અને બુદ્ધિ - આ છે
આત્મા નાં અવયવો. બાકી આ બધી શરીર ની ઈન્દ્રિયોં છે. આત્મા કહે છે મારા મન ને શાંતિ
કેવી રીતે મળે? હકીકત માં આ કહેવું ખોટું છે. તમે આત્મા છો, તમારો સ્વધર્મ જ શાંત
છે. તમે એવું કહો મુજ આત્મા ને શાંતિ કેવી રીતે મળશે! આમાં કર્મ તો કરવાનાં જ છે. આ
વાતો બાપ જ બેસી સમજાવે છે. દુનિયામાં આ જ્ઞાન કોઈને નથી. ત્યાં છે ભક્તિ માર્ગ.
તેમને જ્ઞાન ની ખબર નથી. જ્ઞાન તો એક બાપ જ આપે છે. બાપ સ્વયં કહે છે હું કલ્પ-કલ્પ,
કલ્પ નાં સંગમયુગ પર આવું છું. કળિયુગ નાં અંત માં બધા પતિત છે. આ છે રાવણ રાજ્ય.
રાવણ ને બાળે પણ ભારતવાસી જ છે. બાપ, પતિત-પાવન નો જન્મ પણ અહીં છે. તો રાવણ નો
જન્મ પણ અહીં છે. રાવણ જે બધાને પતિત બનાવે છે, એટલે એને બાળે છે. આ વાતો કોઈની
બુદ્ધિ માં નથી.
હવે ભારત માં કૃષ્ણ
જયંતી મનાવે છે. કૃષ્ણ ની લીલા, ભજન વગેરે કરે છે. હવે બાપ કહે છે - હકીકત માં
કૃષ્ણ લીલા કાંઈ છે જ નહીં. કૃષ્ણએ કર્યું શું! કહે છે કંસપુરી માં જન્મ લીધો. હવે
કંસ તો ડેવિલ (અસુર) ને કહેવાય છે. સતયુગ માં ડેવિલ ક્યાંથી આવે? તમે જાણો છો કૃષ્ણ
નો આત્મા જે સતયુગ માં હતો તે પોતાનાં ૮૪ જન્મ ભોગવી આ સમયે પતિત થી પાવન બની રહ્યો
છે. પોતાનું પદ ફરીથી લઈ રહ્યો છે. એમ જ તમે કૃષ્ણપુરી માં રહેવા વાળા હતાં. ૮૪
જન્મ લઈ હવે ફરી પોતાનું પદ લઈ રહ્યાં છો. જયંતી મનાવવાની છે હકીકત માં શિવબાબા ની.
જે શિવબાબા બધાને હેલ (નર્ક) થી હેવન (સ્વર્ગ) માં લઈ જાય છે, એમની કોઈ લીલા નથી.
કહે છે કે હે પતિત-પાવન બાબા આવો, આવીને અમને હેલ થી હેવન માં લઈ જાઓ. તમે અમારા
બાપ છો તો અમે સ્વર્ગ માં હોવાં જોઈએ, અમે વિકારી દુનિયામાં કેમ છીએ? એટલે બોલાવે
છે કે હે ગોડફાધર અમને આ દુઃખ ની દુનિયા થી મુક્ત કરો. આ પણ ડ્રામા માં નોંધ છે.
બાપ કહે છે આ ડ્રામા ને કોઈ જાણતું નથી. શાસ્ત્રો માં ડ્રામા નું આયુષ્ય લાંબુ લખી
દીધું છે. નવી દુનિયાને જૂની બનવાનું જ છે. સતો-રજો-તમો માં આવવાનું જ છે. આ છે
બેહદ ની વાત. હવે તમે ફરીથી વિશ્વ નાં માલિક બની રહ્યાં છો. ભારતવાસી જે નવી
દુનિયામાં હતાં, એ જ ૮૪ જન્મો નો પાર્ટ ભજવશે. હમણાં તમે પવિત્ર બનો છો, બાકી બધા
મનુષ્ય પતિત છે, ત્યારે તો પાવન ની આગળ જઈને નમન કરે છે. પાવન ને પાવન નમન કેમ કરશે.
સંન્યાસી પાવન છે ત્યારે તો પતિત મનુષ્ય એમની આગળ માથું ઝુકાવે છે. કન્યા પવિત્ર છે
તો બધાં એની આગળ માથું ઝુકાવે છે. એ જ કન્યા લગ્ન કરી સાસરે જશે તો માથું ઝુકાવવું
પડે છે. હમણાં બેહદ નાં બાપ આવ્યાં છે સૌને પાવન બનાવવાં. એ બધાં છે કળિયુગ માં. તમે
છો હમણાં સંગમ પર. હવે તમારે પતિત દુનિયામાં નથી જવાનું. આ છે જ કલ્યાણકારી યુગ.
બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે. તમે હમણાં કૃષ્ણ જયંતી મનાવશો, નહીં તો લોકો સમજશે
આ તો નાસ્તિક છે. નાસ્તિક હકીકત માં એમને કહેવાય છે જે પોતાનાં બાપ ને અને રચના નાં
આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. આ સમયે બધાં નિધન નાં ઓરફન (અનાથ) બની ગયાં છે. ઘર-ઘર
માં ઝઘડા છે, એક-બે ને મારવામાં વાર નથી કરતાં, એટલે આને નાસ્તિકો ની દુનિયા કહેવાય
છે, બાપ ને ન જાણવા વાળા. તમે છો જાણવા વાળા. હવે તમે સમજો છો કે અમે પથ્થરબુદ્ધિ
હતાં, બાપ અમને પારસબુદ્ધિ બનાવી રહ્યાં છે, બીજી કોઈ તકલીફ ની વાત નથી. બાપ ફક્ત
કહે છે એક કલાક ભણો. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. શરીર ને યાદ કરશો તો
લૌકિક સંબંધો ની યાદ આવશે. દેહી-અભિમાની રહેશો તો મુજ બાપ ની યાદ રહેશે. આ તો છે જ
વિશશ (વિકારી) દુનિયા. વિષય સાગર માં ગોતા ખાતાં રહે છે. વિષ્ણુ ને ક્ષીરસાગર માં
દેખાડે છે. કહે છે ત્યાં ઘી ની નદીઓ વહે છે. અહીં તો ઘાસલેટ પણ નથી મળતું. ફરક છે
ને. તો આપ બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. બાપ જ ખેવૈયા (નાવિક) છે ને. ગાય પણ છે નૈયા
મારી પાર લગાવો. આ બધી નૈયા છે, ખેવૈયા એક બાપ જ છે. આ શરીર અહીં જ છોડી દેશો. બાકી
આત્માઓ ને પાર લઈ જશે શાંતિધામ. ત્યાંથી પછી મોકલી દેશે સુખધામ. પરમપિતા પરમાત્મા
ને જ ખેવૈયા કહેવાય છે. બાપની જ મહિમા ગાય છે અનેક પ્રકાર થી. હમણાં તમે પવિત્ર બની
પવિત્ર દુનિયાનાં માલિક બનો છો. શ્રી શ્રી શિવબાબા આવ્યાં છે શ્રેષ્ઠ બનાવવાં. સ્વયં
ભગવાન કહે છે આ ભ્રષ્ટાચારી દુનિયા છે. હમણાં તમે પરમપિતા પરમાત્મા ની શ્રીમત પર
શ્રેષ્ઠાચારી બનો છો. કેટલી આ ગુપ્ત રમણીક વાતો છે, જે આપ બાળકોને જ સમજ માં આવે
છે. બીજાઓને સમજ માં આવશે જ નહીં. તમે જાણો છો કે હમણાં દેવી-દેવતા ધર્મ ની કલમ લાગી
રહી છે. જે પણ દેવી-દેવતા ધર્મ વાળા બીજા ધર્મો માં ચાલ્યાં ગયાં છે, તે જ આવીને ફરી
બ્રાહ્મણ બનશે. બ્રહ્માકુમાર-કુમારી બન્યાં વગર બાપ પાસેથી સ્વર્ગ નો વારસો લઈ નહીં
શકે. હમણાં તમે બ્રહ્માકુમાર-કુમારીઓ સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છો. જેટલો
પુરુષાર્થ કરશો, કરાવશો એટલું ઊંચ પદ મેળવશો. બધાં તો આટલું નથી કરી શકતાં. પૂરું
નહીં ભણશે તો એનું પરિણામ શું હશે. જો શરીર છૂટી જાય તો સ્વર્ગ માં આવી જશે. પરંતુ
પ્રજા માં બિલકુલ જ સાધારણ. જો બાપ નાં બનીને સારી રીતે ભણ્યાં તો રાજાઈ પદ મેળવી
શકે છે. નહીં ભણ્યાં તો સમજશે એમની તકદીર માં નથી. પવિત્ર રહેશે, ભણશે તો ઊંચ પદ
મેળવશે. અપવિત્ર થવાથી બાપ ને યાદ ન કરી શકે. એવાં પણ ઘણાં છે - કર્મબંધન નો હિસાબ
જ્યારે છૂટે. ગાડી નાં બંને પૈડા પવિત્ર હશે તો ઠીક ચાલશે. બંને પવિત્ર રહેશે તો
જ્ઞાન ચિતા પર બેસી જશે, નહીં તો ખીટપીટ થાય છે.
ઘણાં બાળકો કહે છે કે
બાબા અમે તો જાણીએ છીએ શ્રીકૃષ્ણ સતયુગ નાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર) છે, તો કેમ
નહીં કાંઈક મનાવીએ! અચ્છા, આપણે કૃષ્ણ નાં આત્મા ને બોલાવી પણ શકીએ છીએ. આવીને
ખેલ-પાલ કરશે, રાસ કરશે બીજું શું કરશે! ગોપ-ગોપીઓ તો અહીં જ હોય છે. ત્યાં તો
પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) એકબીજા ને મળે છે તો રાસ કરે છે. સોના ની
વાંસળી વગાડે છે. આ બધો ખેલ-પાલ તમે અંત માં જોશો. આ બધો પાર્ટ ચાલશે. શરું માં
દેખાડ્યું પછી તમે પુરુષાર્થ માં લાગી ગયાં છો. હવે ફરી અંત માં સાક્ષાત્કાર થવાનું
શરું થશે. કોણ-કોણ કયા પદ ને મેળવશે, આ તમે જાણો છો. બાપ બેસી આ બધા રહસ્ય સમજાવે
છે. તમને પૂછે છે વેદો, શાસ્ત્રો ને માનો છો? બોલો હાં, અમે કેમ નહીં માનીએ. આ બધી
ભક્તિમાર્ગ ની સામગ્રી છે, એમાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન આપવા વાળા તો એક છે. જ્ઞાન મળે
છે તો ભક્તિ આપમેળે છૂટી જાય છે. તમે મંદિર માં પણ જશો તો બુદ્ધિ માં રહેશે કે આ
લક્ષ્મી-નારાયણ પછી હવે નવી દુનિયા માં રાજ્ય કરશે.
બાપ બાળકો ને સમજાવે
છે, બંને તરફ તોડ નિભાવવાનો છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનવાનું છે.
શ્રીમત કહે છે પૂરાં પવિત્ર બનો, પૂરાં વૈષ્ણવ બનો અને વિષ્ણુપુરી નું રાજ્ય લો.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ દ્વારા
કર્મબંધન નાં હિસાબ-કિતાબ ચૂક્તું કરી, પાવન બનવાનું છે. જ્ઞાન-ચિતા પર બેસવાનું
છે. પૂરે-પૂરું વૈષ્ણવ અર્થાત્ પવિત્ર બનવાનું છે.
2. પોતાનાં શાંત
સ્વધર્મ માં સ્થિત રહેવાનું છે. બધાને શાંતિધામ ની યાદ અપાવવાની છે. ક્યારેય પણ
અશાંત નથી થવાનું.
વરદાન :-
અવાજ થી પરે
ની સ્થિતિ માં સ્થિત થઈ સર્વગુણો નો અનુભવ કરવાવાળા માસ્ટર બીજરુપ ભવ
જેવી રીતે બીજ માં
પૂરું વૃક્ષ સમાયેલું હોય છે તેવી રીતે જ અવાજ થી પરે ની સ્થિતિ માં સંગમયુગ નાં
સર્વ વિશેષ ગુણ અનુભવ માં આવે છે. માસ્ટર બીજરુપ બનવું અર્થાત્ ફક્ત શાંતિ નહીં
પરંતુ શાંતિ ની સાથે જ્ઞાન, અતીન્દ્રિય સુખ, પ્રેમ, આનંદ, શક્તિ વગેરે-વગેરે સર્વ
મુખ્ય ગુણો નો અનુભવ કરવો. આ અનુભવ ફક્ત સ્વયં ને નથી થતો પરંતુ અન્ય આત્માઓ પણ એમનાં
ચહેરા થી સર્વગુણો નો અનુભવ કરે છે. એક ગુણ માં સર્વગુણ સમાયેલા રહે છે.
સ્લોગન :-
સારાઈ ધારણ કરો
પરંતુ સારાઈ માં પ્રભાવિત નહીં થઈ જાઓ.
આ અવ્યક્ત ઈશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
પવિત્રતા આપ બ્રાહ્મણ
આત્માઓ નાં અનાદિ-આદિ સંસ્કાર છે, આ નેચરલ સંસ્કાર થી સ્વપ્ન કે સંકલ્પ માં પણ
અપવિત્રતા ઈમર્જ ન થાય. સંકલ્પ આવે અને વિજયી બનો, આનાંથી પણ ઉપર નેચરલ સંસ્કાર
બનાવી લો. તો આ સબ્જેક્ટ માં પુરુષાર્થ કરવાની આવશ્યકતા નહીં રહેશે.