20-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
કમાણી નો ખૂબ શોખ હોવો જોઈએ , આ ભણતર માં જ કમાણી છે”
પ્રશ્ન :-
જ્ઞાન વગર કઈ ખુશી ની
વાત પણ વિઘ્ન રુપ બની જાય છે?
ઉત્તર :-
સાક્ષાત્કાર થવો, આ છે ખુશી ની વાત પરંતુ જો યથાર્થ રુપ થી જ્ઞાન નથી તો વધારે જ
મૂંઝાઈ જાય છે. સમજો કોઈને બાપ નો સાક્ષાત્કાર થયો, બિંદુ જોયું તો શું સમજશે વધારે
જ મૂંઝાશે, એટલે જ્ઞાન વગર સાક્ષાત્કાર થી કોઈ પણ ફાયદો નથી. એમાં વધારે જ માયા નાં
વિઘ્ન પડવા લાગે છે. ઘણાને સાક્ષાત્કાર નો ઉલ્ટો નશો પણ ચઢી જાય છે.
ગીત :-
તકદીર જગાકર
આઈ હૂઁ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. નવાં બાળકોએ પણ સાંભળ્યું, જૂનાઓ એ પણ સાંભળ્યું.
કુમારોએ પણ સાંભળ્યું કે આ પાઠશાળા છે. પાઠશાળા માં કોઈ ન કોઈ તકદીર બનાવાય છે. ત્યાં
તો અનેક પ્રકારની તકદીર છે. કોઈ સર્જન બનવાની, કોઈ બેરિસ્ટર બનવાની તકદીર બનાવે છે.
તકદીર ને મુખ્ય-લક્ષ કહેવાય છે. તકદીર બનાવ્યાં વગર પાઠશાળા માં શું ભણશે? હવે અહીં
બાળકો જાણે છે કે અમે પણ તકદીર બનાવીને આવ્યાં છીએ. નવી દુનિયા માટે પોતાનું
રાજ્ય-ભાગ્ય લેવા આવ્યાં છીએ. આ રાજયોગ છે જ નવી દુનિયા માટે. તે છે જૂની દુનિયા
માટે. તે જૂની દુનિયા માટે બેરિસ્ટર, એન્જિનિયર, સર્જન વગેરે બને છે. તે બનતાં-બનતાં
હવે જૂની દુનિયાનો સમય ખૂબ થોડો રહ્યો છે. તે તો ખતમ થઈ જશે. તે તકદીર છે આ
મૃત્યુલોક માટે એટલે આ જન્મ માટે. તમારું આ ભણતર છે નવી દુનિયા માટે. તમે નવી દુનિયા
માટે તકદીર બનાવીને આવ્યાં છો. નવી દુનિયા માં તમને રાજ્ય-ભાગ્ય મળશે. કોણ ભણાવે
છે? બેહદ નાં બાપ, જેમની પાસે થી જ વારસો મેળવવાનો છે. જેમ ડોક્ટર પાસે થી ડોક્ટરી
નો વારસો મેળવે છે, તે થઈ જાય છે આ જન્મ નો વારસો. એક તો વારસો મળે છે બાપ પાસે થી,
બીજો વારસો મળે છે પોતાનાં ભણતર નો. અચ્છા, પછી જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ગુરુ ની
પાસે જાય છે. શું ઈચ્છે છે? કહે છે અમને શાંતિધામ માં જવાની શિક્ષા આપો. અમને
સદ્દગતિ આપો. અહીંયા થી કાઢી શાંતિધામ લઈ જાઓ. હવે બાપ પાસે થી વારસો મળે છે,
શિક્ષક પાસે થી પણ વારસો મળે છે આ જન્મ માટે, બાકી ગુરુ પાસે થી કાંઈ પણ મળતું નથી.
શિક્ષક પાસે થી ભણીને કાંઈ ન કાંઈ વારસો મેળવે છે. શિક્ષક બને, સિલાઈ નાં શિક્ષક બને,
કારણકે આજીવિકા તો જોઈએ ને? બાપ નો વારસો હોવા છતાં પણ ભણે છે કે અમે પણ પોતાની
કમાણી કરીએ. ગુરુ થી તો કાંઈ પણ કમાણી થતી નથી. હા, કોઈ-કોઈ ગીતા વગેરે સારી રીતે
વાંચીને પછી ગીતા પર ભાષણ વગેરે કરે છે. આ બધું છે અલ્પકાળ સુખ માટે. હવે તો આ
મૃત્યુલોક માં છે થોડો સમય. જૂની દુનિયા ખતમ થવાની છે. તમે જાણો છો આપણે નવી
દુનિયાની તકદીર બનાવવાં આવ્યાં છીએ. આ જૂની દુનિયા ખતમ થવાની છે. બાપ ની કે પોતાની
મિલકત પણ ભસ્મ થઈ જશે. હાથ પછી ખાલી થઈ જશે. હવે તો કમાણી જોઈએ - નવી દુનિયા નાં
માટે. જૂની દુનિયાનાં મનુષ્ય તો તે કરાવી નહીં શકશે. નવી દુનિયા માટે કમાણી કરાવવા
વાળા છે શિવબાબા. અહીંયા તમે નવી દુનિયાનાં માટે તકદીર બનાવવાં આવ્યાં છો. એ બાપ જ
તમારા બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. અને એ આવે પણ છે સંગમ પર. ભવિષ્ય માટે
કમાણી કરવાનું શીખવાડે છે. હવે આ જૂની દુનિયામાં થોડાક દિવસ છે. આ દુનિયા નાં
મનુષ્ય નથી જાણતાં. કહેશે નવી દુનિયા પછી ક્યારે આવશે, આ ગપોડા મારવા વાળા છે. એવું
સમજવા વાળા પણ ઘણાં છે. બાપ કહેશે નવી દુનિયા સ્થાપન થાય છે. બાળક કહેશે આ ગપોડા
છે. આપ બાળકો સમજો છો નવી દુનિયાનાં માટે આ અમારા બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. બાપ આવે
જ છે શાંતિધામ, સુખધામ માં લઈ જવાં. કોઈ તકદીર નથી બનાવતાં અર્થાત્ કાંઈ પણ સમજતાં
નથી. એક જ ઘર માં સ્ત્રી ભણે છે, પુરુષ નહીં ભણશે; બાળકો ભણશે, મા-બાપ નહીં ભણશે.
એવું થતું રહે છે. શરું માં કુટુંબ નાં કુટુંબ આવ્યાં પરંતુ માયા નાં તોફાન લાગવાથી
આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, બાપ ને છોડી ચાલ્યાં ગયાં. ગવાયું પણ છે આશ્ચર્યવત્
સુનન્તી, બાપ નાં બનશે, ભણતર ભણશે છતાં પણ… હાય કુદરત ડ્રામા ની. બાપ પોતે કહે છે
હાય ડ્રામા, હાય માયા. ડ્રામા ની જ વાત થઈ ને? સ્ત્રી-પુરુષ એક-બીજા ને ડાયવોર્સ (છૂટાછેડા)
આપે છે. બાળકો બાપ ને ફારકતી (દગો) આપે છે અહીંયા તો તેવું નથી. અહીં તો ડાયવોર્સ
આપી ન શકે. બાપ તો આવ્યાં જ છે બાળકોને સાચી કમાણી કરાવવાં. બાપ થોડી કોઈને ખાડા
માં નાખશે. બાપ તો છે જ પતિત-પાવન, રહેમદિલ. બાપ આવીને દુઃખ થી લિબરેટ કરે છે અને
ગાઈડ બની સાથે લઈ જવા વાળા છે. આવું કોઈ લૌકિક ગુરુ કહેશે નહીં કે હું તમને સાથે લઈ
જઈશ. આવાં ગુરુ ક્યારેય જોયા, ક્યારેય સાંભળ્યું? ગુરુ લોકો ને તમે પૂછો - આટલાં
તમારા જે ફોલોઅર્સ (અનુયાયી) છે, તમે શરીર છોડી જશો પછી શું આ ફોલોઅર્સ ને પણ સાથે
લઈ જશો? એવું તો ક્યારેક કોઈ નહીં કહેશે કે હું ફોલોઅર્સ ને સાથે લઈ જઈશ. આ તો થઇ ન
શકે. ક્યારેય કોઈ કહી ન શકે કે હું તમને બધાને નિર્વાણધામ કે મુક્તિધામ માં લઈ જઈશ.
એવો પ્રશ્ન કોઈ પૂછી પણ ન શકે કે અમને આપ સાથે લઈ જશો? શાસ્ત્રોમાં છે ભગવાનુવાચ,
હું તમને લઈ જઈશ. મચ્છરો સદૃશ્ય બધાં જાય છે. સતયુગ માં તો મનુષ્ય થોડાં હોય છે.
કળિયુગ માં તો અનેક મનુષ્ય છે. શરીર છોડી બાકી આત્માઓ હિસાબ-કિતાબ ચુક્તું કરી
ચાલ્યાં જશે. ભાગવાનું જરુર છે, આટલાં મનુષ્ય રહી ન શકે. આપ બાળકો સારી રીતે જાણો
છો - હમણાં આપણે જવાનું છે ઘરે. આ શરીર તો છોડવાનું છે. આપ મુયે મર ગઈ દુનિયા.
પોતાને ફક્ત આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. આ જુનું વસ્ત્ર તો છોડવાનું છે. આ
દુનિયા પણ જૂની છે. જેમ જૂનાં ઘર માં બેઠાં નવું ઘર સામે તૈયાર થતું રહે તો સમજશો
અમારા માટે બની રહ્યું છે. બુદ્ધિ ચાલી જશે નવાં ઘર તરફ. આમાં આ બનાવો, આ કરો.
મમત્વ બધું જૂનાં થી મટીને નવાં માં જોડાઈ જાય છે. તે થઈ હદ ની વાત. આ છે બેહદ ની
દુનિયાની વાત. જૂની દુનિયા થી મમત્વ મિટાવવાનું છે અને નવી દુનિયામાં લગાવવાનું છે.
જાણે છે આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે. નવી દુનિયા છે સ્વર્ગ. એમાં આપણે રાજાઈ
પદ મેળવીએ છીએ. જેટલાં યોગ માં રહેશો, જ્ઞાન ની ધારણા કરશો, બીજાઓ ને સમજાવશો, એટલો
ખુશીનો પારો ચઢશે. ખુબ ભારે પરીક્ષા છે. આપણે સ્વર્ગ નાં ૨૧ જન્મ માટે વારસો મેળવી
રહ્યાં છીએ. સાહૂકાર બનવું તો સારું છે ને? મોટી આયુ મળી તો સારું છે ને? સૃષ્ટિ
ચક્ર ને યાદ કરશે, જેટલાં જે આપસમાન બનાવશે એટલો ફાયદો છે. રાજા બનવું છે તો પ્રજા
પણ બનાવવાની છે. પ્રદર્શન માં અનેકાઅનેક આવે છે. તે બધી પ્રજા બનતી જશે કારણ કે આ
અવિનાશી જ્ઞાન નો વિનાશ તો થતો નથી. બુદ્ધિ માં આવી જશે - પવિત્ર બની પવિત્ર
દુનિયાનાં માલિક બનવાનું છે. પુરુષાર્થ વધારે કરશે તો પ્રજા માં ઉંચ પદ પામશે. નહીં
તો ઓછા પદ વાળી પ્રજા બનશે. નંબરવાર તો હોય છે ને. રામ રાજ્ય ની સ્થાપના થઈ રહી છે.
રાવણ રાજ્ય નો વિનાશ થઇ જશે. સતયુગ માં તો હશે જ દેવતાઓ.
બાબાએ સમજાવ્યું છે -
યાદ ની યાત્રા થી તમે સતોપ્રધાન દુનિયા નાં માલિક બનશો. માલિક તો રાજા, પ્રજા બધાં
હોય છે. પ્રજા પણ કહેશે ભારત અમારો સૌથી ઉંચો છે. બરોબર ભારત બહુજ ઉંચો હતો. હમણાં
થોડી છે, હતો જરુર. હમણાં તો બિલકુલ જ ગરીબ થઇ ગયો છે. પ્રાચીન ભારત સૌથી સાહૂકાર
હતો. તમે જાણો છો - બરોબર આપણે ભારતવાસી સૌથી ઉંચ દેવી-દેવતા કુળ નાં હતાં. બીજા
કોઈ ને દેવતા નથી કહેવાતું. હવે તમે બાળકીઓ આ ભણો છો પછી બીજાઓને સમજાવવાનું છે.
મનુષ્યો ને સમજાવવાનું તો છે ને. તમારી પાસે ચિત્ર પણ છે, તમે સિદ્ધ કરી બતાવી શકો
છો - આમણે આ પદ કેવી રીતે મેળવ્યું? અંગે અક્ષરે (તિથિ-તારીખ સહિત) તમે સિદ્ધ કરી
શકો છો. હવે ફરીથી આ પદ મેળવી રહ્યાં છીએ શિવબાબા પાસે થી. એમનું ચિત્ર પણ છે. શિવ
છે પરમપિતા પરમાત્મા. બાપ કહે છે બ્રહ્મા દ્વારા તમને યોગબળ થી ૨૧ જન્મ નો વારસો મળે
છે. સૂર્યવંશી દેવી-દેવતા વિષ્ણુપુરી નાં તમે માલિક બની શકો છો. શિવબાબા, દાદા
બ્રહ્મા દ્વારા આ વારસો આપી રહ્યાં છે. પહેલાં તેમનો આત્મા સાંભળે છે, આત્મા જ ધારણ
કરે છે. મૂળ વાત તો છે જ આ. ચિત્ર તો શિવ નાં દેખાડે છે. આ ચિત્ર પરમપિતા પરમાત્મા
શિવ નાં છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે સૂક્ષ્મવતન નાં દેવતાઓ. પ્રજાપિતા બ્રહ્મા તો
જરુર અહીં જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ અનેક છે. જ્યાં
સુધી બ્રહ્મા નાં બાળકો ન બને, તો બ્રાહ્મણ ન બને, તો શિવબાબા પાસે થી વારસો કેવી
રીતે લેશે? ગર્ભ થી જન્મ તો થઈ ન શકે. ગવાય પણ છે મુખ વંશાવલી. તમે કહેશો અમે
પ્રજાપિતા બ્રહ્માની મુખ વંશાવલી છીએ. તે ગુરુઓનાં ફોલોઅર્સ હોય છે. અહીં તમે એક ને
જ બાપ-શિક્ષક-સદ્દગુરુ કહો છો. તે પણ આમને નથી કહેતાં. નિરાકાર શિવબાબા પણ છે.
જ્ઞાન નાં સાગર છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. શિક્ષક પણ એ નિરાકાર
છે જે સાકાર દ્વારા જ્ઞાન સંભળાવે છે. આત્મા જ બોલે છે. આત્મા કહે છે મારા શરીર ને
હેરાન નહીં કરો. આત્મા દુ:ખી થાય છે તો સમજણ અપાય છે જ્યારે કે વિનાશ સામે ઉભો છે,
પારલૌકિક બાપ આવે જ છે અંત માં બધાને પાછાં લઈ જવાં. બાકી જે પણ કાંઈ છે, આ બધું
વિનાશ થવાનું છે. આને કહેવાય છે મૃત્યુલોક. સ્વર્ગ તો અહીં પૃથ્વી પર હોય છે,
દેલવાડા મંદિર બનેલું છે. નીચે તપસ્યા કરી રહ્યાં છે, ઉપર માં છે સ્વર્ગ. નહીં તો
ક્યાં દેખાડે? ઉપર માં દેવતાઓનાં ચિત્ર દેખાડયાં છે. તે પણ હશે તો અહીંયા ને?
સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ. મંદિર માં જઈને સમજાવવું જોઈએ - આ શિવબાબા નું યાદગાર
છે, જે શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે. શિવ છે હકીકત માં બિંદી, પરંતુ બિંદી ની પૂજા
કેવી રીતે કરાય, ફળ-ફૂલ કેવી રીતે ચઢાવાય એટલે મોટું રુપ બનાવ્યું છે. એટલું કોઈ
હોતું નથી. ગવાય પણ છે ભ્રકુટી વચ્ચે ચમકે છે અજબ તારો. છે પણ અતિ સૂક્ષ્મ, બિંદી
છે. મોટી વસ્તુ હોય તો સાયન્સ વગેરે વાળા ઝટ એને પકડી લે. ન આટલાં હજાર સૂર્ય થી
તેજ વાળા છે, કાંઈ પણ નથી. કોઈ-કોઈ ભગત લોકો પણ આવે છે ને. કહે છે બસ, અમને આ ચહેરો
જોવામાં આવે છે. બાબા સમજાવે છે, આમને પરમપિતા પરમાત્મા નો પૂરો પરિચય મળ્યો નથી.
હમણાં તકદીર જ ખુલી નથી. જ્યાં સુધી બાપ ને ન જાણે, આ ન સમજે કે મારી આત્મા બિંદી
સમાન છે, શિવબાબા પણ બિંદી છે, એમને યાદ કરવાનાં છે. એવું સમજી જ્યારે યાદ કરે
ત્યારે વિકર્મ વિનાશ થાય. બાકી આ જોવામાં આવે છે, આવું દેખાય, તેવું દેખાય… આને પછી
માયા નાં વિઘ્ન કહેવાય છે.
આપ બાળકો તો હમણાં તો
ખુશી થી કહો છો કે અમને બાપ મળ્યાં છે. મનુષ્ય તો શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર કરી ખુબ
ખુશી માં ડાન્સ વગેરે કરે છે પરંતુ એનાથી કોઈ સદ્દગતિ થતી નથી. આ સાક્ષાત્કાર તો
અનાયાસ જ થઈ જાય છે. જો સારી રીતે ભણશે નહીં તો પ્રજા માં ચાલ્યાં જશે. સાક્ષાત્કાર
નો પણ ફાયદો તો મળે છે ને. ભક્તિ માર્ગ માં ખૂબ મહેનત કરે છે ત્યારે સાક્ષાત્કાર
થાય છે. અહીં થોડી પણ મહેનત કરે છે તો સાક્ષાત્કાર થાય છે પરંતુ ફાયદો કાંઈ નહીં.
શ્રીકૃષ્ણપુરી માં સાધારણ પ્રજા વગેરે જઈને બનશે. હમણાં આપ બાળકો જાણો છો શિવબાબા
આપણને આ નોલેજ સંભળાવી રહ્યાં છે. બાપ નું ફરમાન (આદેશ) છે પવિત્ર જરુર બનવાનું છે.
પરંતુ કોઈ-કોઈ પવિત્ર પણ રહી નથી શકતાં, ક્યારેક પતિત પણ અહીં છુપાઇ ને આવી જાય છે.
તે પોતાનું જ નુકસાન કરે છે. પોતાને ઠગે છે. બાપ ને ઠગવાની વાત જ નથી. બાપ થી ઠગી
કરીને કોઈ પૈસા લેવાનાં છે શું? શિવબાબા ની શ્રીમત પર કાયદેસર નથી ચાલતાં તો શું
હાલ થશે? સમજાશે તકદીર માં નથી. ભણતાં નથી વધારે જ બીજા ને દુઃખ આપતાં રહેશે, તો એક
તો ખૂબ સજાઓ ખાવી પડશે અને બીજું પછી પદ પણ ભ્રષ્ટ થઈ જશે. કોઈ પણ કાયદા નાં
વિરુદ્ધ કામ ન કરવું જોઈએ. બાપ તો સમજાવશે ને કે તમારી ચલન ઠીક નથી. બાપ તો કમાણી
કરવાનો રસ્તો બતાવે છે પછી કોઈ કરે ન કરે, એમની તકદીર. સજાઓ ખાઈને પાછું શાંતિધામ
તો જવાનું જ છે. પદ ભ્રષ્ટ થઈ જશે. કાંઈ પણ મળશે નહીં. આવે તો ઘણાં છે પરંતુ અહીં
તો બાપ પાસે થી વારસો લેવાની વાત છે. બાળકો કહે છે બાબા અમે તો સ્વર્ગ નું સૂર્યવંશી
રાજાઈ પદ મેળવીશું. રાજયોગ છે ને. વિદ્યાર્થી સ્કોલરશિપ પણ લે છે ને? પાસ થવા વાળા
ને સ્કોલરશિપ મળે છે. આ માળા એમની બનેલી છે જેમણે સ્કોલરશિપ લીધી છે. જેટલાં-જેટલાં
જેવાં પાસ થશે એવી-એવી સ્કોલરશિપ મળશે. આ માળા બનેલી છે. સ્કોલરશિપ વાળા ની વૃદ્ધિ
થતાં-થતાં હજારો બની જાય છે. રાજાઈ પદ છે સ્કોલરશિપ. જે સારી રીતે ભણતર ભણે છે તે
ગુપ્ત નથી રહેતાં. ખૂબ નવાં-નવાં પણ જૂનાં થી આગળ નીકળી પડશે. જેમ જુઓ ઘણી બાળકીઓ
આવે છે, કહે છે અમને આ ભણતર તો ખૂબ સારું લાગે છે, અમે પ્રણ કરીએ છીએ આ શારીરિક
ભણતર નો કોર્સ પૂરો કરી પછી આ ભણતર માં લાગી જઈશું. પોતાનું હીરા જેવું જીવન બનાવીશું.
અમે પોતાની સાચ્ચી કમાણી કરી ૨૧ જન્મો નાં માટે વારસો મેળવીશું. કેટલી ખુશી થાય છે!
જાણે છે આ વારસો હમણાં નહીં લીધો તો પછી ક્યારેય લઈ શકીશું નહીં. ભણતર નો શોખ હોય
છે ને! કોઈ ને તો જરા પણ શોખ નથી સમજવાનો. જુનાઓને પણ એટલો શોખ નથી, જેટલો નવાંઓ ને
છે. વન્ડર (આશ્ચર્ય) છે ને! કહેશે ડ્રામા અનુસાર તકદીર માં નથી તો ભગવાન પણ શું કરે?
શિક્ષક તો ભણાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
ખામીઓ ને છુપાવવી પણ સ્વયં ને ઠગવું છે - એટલે ક્યારેય પણ પોતાનાથી ઠગી નથી કરવાની.
2. પોતાની ઉંચ તકદીર
બનાવવા માટે કોઈ પણ કામ કાયદા નાં વિરુદ્ધ નથી કરવાનાં. ભણતર નો શોખ રાખવાનો છે. આપ
સમાન બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
અમૃતવેલા ની
મદદ અથવા શ્રીમત ની પાલના દ્વારા સ્મૃતિ ને સમર્થ વાન બનાવવા વાળા સ્મૃતિ સ્વરુપ ભવ
પોતાની સ્મૃતિ ને
સમર્થવાન બનાવવી છે અથવા સ્વતઃ સ્મૃતિ સ્વરુપ બનવું છે તો અમૃતવેલા નાં સમય ની
વેલ્યુ ને જાણો જેવી રીતે શ્રીમત છે એ જ પ્રમાણે સમય ને ઓળખી સમય પ્રમાણે ચાલો તો
સહજ સર્વ પ્રાપ્તિ કરી શકશો અને મહેનત થી છૂટી જશો. અમૃતવેલા નાં મહત્વ ને સમજીને
ચાલવાથી દરેક કર્મ મહત્વ પ્રમાણે થશે. એ સમયે વિશેષ સાયલેન્સ હોય છે એટલે સહજ સ્મૃતિ
ને સમર્થવાન બનાવી શકો છો.
સ્લોગન :-
યાદ અને
નિ:સ્વાર્થ સેવા દ્વારા માયાજીત બનવા વાળા જ સદા વિજયી છે.
અવ્યક્ત ઇશારા - એકતા
અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
સંગઠિત રુપ માં આપ
બ્રાહ્મણ બાળકો ની પરસ્પર નાં સંપર્ક ની ભાષા અવ્યક્ત ભાવ ની હોવી જોઈએ. જેવી રીતે
ફરિશ્તા અથવા આત્માઓ આત્માઓ સાથે બોલી રહ્યાં છે. એનાં માટે કોઈ ની સાંભળેલી ભૂલો
નો સંકલ્પ માં પણ ન સ્વીકાર કરવો, ન કરાવવો. એવી જ્યારે સ્થિતિ હોય ત્યારે જ બાપ ની
જે શુભ કામના છે - એકમત સંગઠન ની, તે પ્રેક્ટિકલ માં હશે અને તમારા દ્વારા બાપ
પ્રત્યક્ષ થશે.