20-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પુણ્ય આત્મા બનવું છે તો એક બાપ ને યાદ કરો , યાદ થી જ ખાદ નીકળશે , આત્મા પાવન બનશે”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિ રહે તો
ક્યારેય પણ કોઈ વાત માં મૂંઝાઈ ન શકો?
ઉત્તર :-
ડ્રામા ની. બની બનાઈ બન રહી, અબ કુછ બનની નાહિં… આ અનાદિ ડ્રામા ચાલતો જ રહે છે. આમાં
કોઈ વાત માં મૂંઝાવાની જરુર નથી. ઘણાં બાળકો કહે છે ખબર નહીં આ અમારો અંતિમ ૮૪ મો
જન્મ છે કે નહીં, મૂંઝાઈ જાય છે. બાબા કહે છે મૂંઝાઓ નહીં, મનુષ્ય થી દેવતા બનવાનો
પુરુષાર્થ કરો.
ઓમ શાંતિ!
બાળકો ને ઓમ્
શાંતિ નાં અર્થ ની તો ખબર છે કે હું આત્મા છું અને મુજ આત્મા નો સ્વધર્મ છે શાંતિ.
હું આત્મા શાંત સ્વરુપ, શાંતિધામ નો રહેવા વાળો છું. આ લેસન પાકું (પાઠ પાક્કો) કરતા
જાઓ. આ કોણ સમજાવે છે? શિવબાબા. યાદ પણ કરવાનાં છે શિવબાબા ને. એમને પોતાનો રથ નથી
એટલે એમને બળદ આપી દે છે. મંદિર માં પણ બળદ રાખી દીધો છે. આને કહેવાય છે પૂરું
અજ્ઞાન. બાપ સમજાવે છે બાળકો ને અથવા રુહો ને. આ છે રુહો નાં બાપ શિવ, આમનાં નામ તો
અનેક છે. પરંતુ અનેક નામ થી મુંઝાઈ ગયા છે. હકીકત માં આમનું નામ જ છે શિવ. શિવજયંતી
પણ ભારત માં મનાવાય છે. એ નિરાકાર બાબા છે, આવીને પતિતો ને પાવન બનાવે છે. કોઈએ
ભાગીરથ, કોઈએ નંદીગણ કહી દીધું છે. બાપ જ બતાવે છે કે હું કયા ભાગ્યશાળી રથ માં આવું
છું. હું બ્રહ્મા નાં તન માં પ્રવેશ કરું છું. બ્રહ્મા દ્વારા ભારત ને સ્વર્ગ બનાવું
છું. તમે બધા ભારતવાસી જાણો છો ને કે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. તમે બધા
ભારતવાસી બાળકો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં. સ્વર્ગવાસી હતાં. ૫ હજાર વર્ષ
પહેલાં જ્યારે હું આવ્યો હતો તો બધાને સતોપ્રધાન સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં.
પછી પુનર્જન્મ જરુર લેવા પડે. બાપ કેટલું સરળ બતાવે છે. હવે જયંતી મનાવો છો (આ ૨૦૨૬
માં લખશો ૯૦ મી શિવજયંતી), બાબા ની પધરામણી થયે હમણાં ૯૦ વર્ષ થયાં. પછી સાથે-સાથે
બ્રહ્મા વિષ્ણુ શંકર ની પણ પધરામણી છે. ત્રિમૂર્તિ બ્રહ્મા ની જયંતી કોઈ દેખાડતા નથી,
દેખાડવી જરુરી છે કારણકે બાબા કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના ફરી થી કરું છું.
બ્રાહ્મણ બનાવતો જાઉં છું. તો બ્રહ્મા અને બ્રાહ્મણ વંશીઓ નો પણ જન્મ થયો. પછી
દેખાડું છું કે તમે જ વિષ્ણુપુરી નાં માલિક બનશો. બાપ ની યાદ થી જ તમારી ખાદ નીકળશે.
ભલે ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે પરતું તે કોણે શીખવાડ્યો હતો, આ કોઈ નથી જાણતું.
સ્વયં કહે છે કે હે બાળકો તમે પોતાનાં બાપ ને યાદ કરો. વારસો તમને મારા પાસે થી મળે
છે. હું તમારો બાપ છું. હું કલ્પ-કલ્પ આવું છું, આવીને તમને મનુષ્ય થી દેવતા બનાવું
છું કારણકે તમે દેવી-દેવતા હતાં પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આવીને પતિત બન્યાં છો.
રાવણ ની મત પર ચાલી રહ્યાં છો. ઈશ્વર મત થી તમે સ્વર્ગ નાં માલિક બનો છો.
બાપ કહે છે હું કલ્પ
પહેલાં પણ આવ્યો હતો. જે કાંઈ પાસ (પસાર) થાય છે, તે કલ્પ-કલ્પ થતું જ રહેશે. બાપ
ફરી પણ આવીને આમનાં માં પ્રવેશ કરશે, આ દાદા ને છોડાવશે. પછી આ બધાની પરવરીશ કરાવશે.
તમે જાણો છો કે આપણે જ સતયુગ માં હતાં. આપણે ભારતવાસીઓ એ જ ૮૪ જન્મ લેવા પડે.
પહેલાં-પહેલાં તમે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ હતાં. યથા રાજા રાણી તથા પ્રજા
નંબરવાર. બધા તો રાજા નથી બની શકતાં. તો બાપ સમજાવે છે સતયુગ માં તમારા ૮ જન્મ,
ત્રેતા માં ૧૨ જન્મ… એમ જ પોતાને સમજો કે આપણે આ પાર્ટ ભજવ્યો છે. પહેલાં સૂર્યવંશી
રાજધાની માં પાર્ટ ભજવ્યો પછી ચંદ્રવંશી માં પછી નીચે ઉતરતા વામમાર્ગ માં આવ્યાં.
પછી આપણે ૬૩ જન્મ લીધાં. ભારતવાસીઓએ જ પૂરાં ૮૪ જન્મ લીધાં છે બીજા કોઈ ધર્મ વાળા
આટલાં જન્મ નથી લેતાં. ગુરુનાનક ને ૫૦૦ વર્ષ થયાં, લગભગ એમનાં ૧૨ થી ૧૪ જન્મ હશે. આ
હિસાબ કાઢવામાં આવે છે. ક્રિશ્ચને ૨ હજાર વર્ષ માં ૬૦ પુનર્જન્મ લીધાં હશે, વૃદ્ધિ
થતી જાય છે. પુનર્જન્મ લેતા જાય છે. બુદ્ધિમાં આ વિચાર કરો કે આપણે જ ૮૪ જન્મ
ભોગવ્યાં છે, ફરી સતોપ્રધાન બનવાનું છે. જે કાંઈ પસાર થયું ડ્રામા. જે ડ્રામા બનેલો
છે તે ફરી રીપીટ થશે. બેહદ ની હિસ્ટ્રી માં તમને લઈ જાઉં છું. તમે પુનર્જન્મ લેતા
આવ્યાં છો. હમણાં તમે ૮૪ જન્મ પૂરાં કર્યા છે. હવે ફરી બાપે યાદ અપાવી કે તમારું ઘર
છે શાંતિધામ. આત્મા નું રુપ શું છે? બિંદુ. ત્યાં જાણે બિંદુઓ નું ઝાડ છે. આત્માઓ
નું પણ નંબરવાર ઝાડ છે. નંબરવાર નીચે આવવાનું હોય છે. પરમાત્મા પણ બિંદુ છે. એવું
નથી કે આટલું મોટું લિંગ છે. બાપ કહે છે તમે મારા બાળકો બનો છો તો હું તમને સ્વર્ગ
નાં માલિક બનાવું છું, પહેલાં તમે મારા બન્યાં પછી હું તમને ભણાવું છું. કહો છો બાબા
અમે તમારા છીએ. સાથે-સાથે ભણવાનું પણ છે. મારા બન્યાં અને તમારું ભણવાનું શરુ થઈ ગયું.
બાબા કહે છે કે આ
તમારો અંતિમ જન્મ છે, કમળ ફૂલ સમાન પવિત્ર બનો. બાળકો વાયદો કરે છે કે બાબા અમે
તમારી પાસે થી વારસો લેવા માટે ક્યારેય પતિત નહીં બનીશું. ૬૩ જન્મ તો પતિત બન્યાં
છીએ. આ ૮૪ જન્મો ની કહાણી છે. બાબા આવીને સહજ કરી બતાવે છે. જેમ લૌકિક બાપ બતાવે છે
ને? તો આ છે બેહદ નાં બાપ. એ આવીને રુહો સાથે બાળકો-બાળકો કહી વાત કરે છે. શિવરાત્રી
પણ મનાવે છે ને? આ છે અડધાકલ્પ નો દિવસ અને અડધાકલ્પ ની રાત. હમણાં છે રાત નો અંત
અને દિવસ નાં આદિ નો સંગમ. ભારત સતયુગ હતું તો દિવસ હતો. સતયુગ-ત્રેતા ને બ્રહ્મા
નો દિવસ કહેવાય છે. તમે બ્રાહ્મણ છો ને? તમે બ્રાહ્મણ જાણો છો કે અમારી હમણાં રાત્રિ
છે. તમોપ્રધાન ભક્તિ છે. દર-દર ધક્કા ખાતા રહે છે, બધાની પૂજા કરતા રહે છે. ટીવાટા
(ત્રણ રસ્તા) ની પણ પૂજા કરે છે. મનુષ્ય નાં શરીર ની પણ પૂજા કરે છે. સંન્યાસી લોકો
પોતાને શિવોહમ્ કહી બેસી જાય છે પછી માતાઓ જઈને એમની પૂજા કરે છે. બાબા ખૂબ અનુભવી
છે. બાબા કહે છે મેં પણ ખૂબ પૂજા કરી છે. પરંતુ એ સમયે જ્ઞાન તો નહોતું. ફળ ચઢાવતો
હતો, લોટી ચઢાવતો હતો મનુષ્ય પર. આ પણ ઠગી થઈ ને? પરંતુ આ બધું પછી પણ થશે. ભક્તો
નાં રક્ષક છે ભગવાન કારણકે બધા દુઃખી છે ને? બાપ સમજાવે છે કે દ્વાપર થી લઈને તમે
ગુરુ કરતા આવ્યાં છો અને ભક્તિમાર્ગ માં ઉતરતા આવ્યાં છો. હજી સુધી પણ સાધુ લોકો તો
સાધના કરે છે. બાપ કહે છે કે એમનો પણ હું ઉદ્ધાર કરું છું. સંગમ પર તમારી સદ્દગતિ
થઈ જાય છે પછી તમે ૮૪ જન્મ લો છો. બાપ ને કહેવાય છે જ્ઞાન નાં સાગર, મનુષ્ય સૃષ્ટિ
નાં બીજરુપ. સત્ ચિત્ આનંદ સ્વરુપ છે. એ ક્યારેય વિનાશ નથી થતાં, એમનામાં જ્ઞાન છે.
જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં સાગર છે, જરુર એમની પાસે થી વારસો મળવો જોઈએ. હમણાં આપ
બાળકો ને વારસો મળી રહ્યો છે. શિવબાબા છે ને? એ પણ બાબા છે, આ પણ તમારા બાપ છે પછી
શિવબાબા બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે એટલે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ કહેવાય
છે. કેટલાં અનેક બી.કે. છે. કહે છે કે અમને દાદા પાસે થી વારસો મળે છે. બાળકો કહે
છે બાબા અમને નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવે છે. કહે છે હે બાળકો - મામેકમ્ યાદ કરો
તો તમારા માથા પર જે પાપો નો બોજો છે તે ભસ્મ થઈ જશે. પછી તમે સતોપ્રધાન બની જશો.
તમે સાચ્ચું સોનું, સાચાં ઘરેણા હતાં. આત્મા અને શરીર બંને સતોપ્રધાન હતાં. આત્મા
પછી સતો-રજો-તમો બને છે તો શરીર પણ એવું તમોગુણી મળે છે. બાપ તમને સલાહ આપે છે કે
બાળકો મને યાદ કરો. મને બોલાવો છો ને કે હે પતિત-પાવન આવો. ભારત નો પ્રાચીન રાજયોગ
પ્રસિદ્ધ છે. તે હવે તમને શીખવાડી રહ્યો છું કે મારી સાથે યોગ રાખો તો એનાથી તમારી
ખાદ બળી જશે. જેટલું યાદ કરશો એટલી ખાદ નીકળતી જશે. યાદ ની જ મુખ્ય વાત છે. નોલેજ
તો બાપે આપી છે - સતયુગ માં યથા રાજા રાણી તથા પ્રજા બધા પવિત્ર હતાં, હમણાં બધા
પતિત છે. બાપ કહે છે કે આમનાં અનેક જન્મો નાં અંત નાં જન્મ માં હું પ્રવેશ કરું
છું. આને કહેવાય છે ભાગ્યશાળી રથ. આ ભણીને પછી પહેલાં નંબર માં જાય છે. નંબરવાર તો
બને છે ને? મુખ્ય એક નામ હોય છે. બાપે બાળકો ને ૮૪ જન્મો નાં રહસ્ય સારી રીતે
સમજાવ્યાં છે. તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છો, નહીં કે હિન્દુ ધર્મ નાં. તમે
કર્મ શ્રેષ્ઠ, ધર્મ શ્રેષ્ઠ હતાં. પછી રાવણ નો પ્રવેશ થવાથી ધર્મ ભ્રષ્ટ થઈ ગયા છો.
પોતાને દેવી-દેવતા કહેવામા શરમ આવે છે એટલે હિંદુ નામ રાખી દીધું છે. હકીકત માં આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં. તમે ૮૪ જન્મ લીધાં છે પછી પતિત બની ગયા છો. ૮૪ નું
ચક્ર ભારતવાસીઓ માટે છે. પાછા જવાનું તો બધાએ છે. પહેલાં તમે જશો. જેમ બારાત (જાન)
જાય છે ને? શિવબાબા ને સાજન પણ કહેવાય છે. તમે સજનીઓ આ સમયે છી-છી તમોપ્રધાન છો,
એમને ગુલ-ગુલ બનાવીને લઈ જશે. આત્માઓ ને પાવન બનાવીને લઈ જશે. આમને લિબરેટર (મુક્તિદાતા),
ગાઈડ (માર્ગદર્શક) કહેવાય છે. બેહદ નાં બાપ લઈ જાય છે. એમનું નામ શું છે? શિવબાબા.
નામ શરીર પર પડે છે પરંતુ પરમાત્મા નું શિવ જ નામ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું તો
સૂક્ષ્મ શરીર છે. શિવબાબા ને તો કોઈ શરીર નથી. એમને શિવબાબા જ કહેવાય છે. બાળકો કહે
છે, હે માતા-પિતા અમે તમારા બાળક બન્યાં છીએ. બીજા તો પોકારતા રહે છે કારણકે એમને
ખબર નથી. જો બધાને ખબર પડી જાય તો ખબર નહીં શું થઈ જાય? દૈવી ઝાડ નું હમણાં સેપલિંગ
(કલમ) લાગે છે. હીરા થી કોડી બનવામાં ૮૪ જન્મ લાગે છે. પછી નવેસર થી શરુ થશે. વિશ્વ
ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થશે. બાપ સમજાવે છે કે તમે પૂરાં ૮૪ જન્મ લીધાં છે. ૮૪
લાખ તો હોઈ ન શકે. આ મોટી ભૂલ છે. ૮૪ લાખ જન્મ સમજવાના કારણે કલ્પ ની આયુ લાખો વર્ષ
કહી દીધી છે. ભારત હમણાં જુઠ્ઠખંડ છે, સચખંડ માં તો તમે સદા સુખી હતાં. આ સમયે તમે
૨૧ જન્મો નો વારસો લો છો. બધું તમારા પુરુષાર્થ પર છે. રાજધાની માં જે ઈચ્છો તે પદ
લો, એમાં જાદુ વગેરે ની કોઈ વાત નથી. હા, મનુષ્ય થી દેવતા જરુર બને છે. આ તો સારું
જાદુ છે ને? તમે સેકન્ડ માં જાણી લો છો કે અમે બાબા નાં બાળકો બન્યાં છીએ.
કલ્પ-કલ્પ બાબા આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે. અડધો કલ્પ ભટકતા આવ્યાં છો,
સ્વર્ગવાસી તો કોઈ પણ બન્યાં નથી. બાપ આવીને આપ બાળકો ને લાયક બનાવે છે. બરોબર અહીં
મહાભારત લડાઈ લાગી હતી અને રાજયોગ શીખવાડ્યો હતો. શિવબાબા કહે છે કે હું જ આવીને
તમને શીખવાડું છું, નહીં કે ક્રાઈસ્ટ. હમણાં તમારો અનેક જન્મો નાં અંત નો જન્મ છે,
મૂંઝાઓ નહીં. તમે ભારતવાસી છો. તમારો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે બીજા ધર્મવાળા તો
વૈકુંઠ માં આવી ન શકે. આ પણ ડ્રામા અનાદિ ચાલતો રહે છે. ક્યારે બન્યો, આ કહી ન શકાય.
આનો અંત નથી. દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. આ છે સંગમયુગ, નાનો યુગ.
ચોટલી છે બ્રાહ્મણો ની. બાપ આપ બ્રાહ્મણો ને દેવતા બનાવી રહ્યાં છે. તો બ્રહ્મા નાં
બાળકો જરુર બનવું પડે. તમને વારસો મળે છે દાદા પાસે થી. જ્યાં સુધી પોતાને બી.કે. ન
સમજો ત્યાં સુધી વારસો કેવી રીતે મળે? છતાં પણ કાંઈ ન કાંઈ જ્ઞાન સાંભળે છે તો
સાધારણ પ્રજા માં આવી જશે. આવવાનું તો જરુર છે. શિવબાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ,
દેવતા, ક્ષત્રિય ધર્મ ની સ્થાપના કરે છે. ગીતા સિવાય બીજું કોઈ પણ શાસ્ત્ર નથી. ગીતા
છે જ સર્વોત્તમ દૈવી ધર્મ નું શાસ્ત્ર જેનાથી ૩ ધર્મ સ્થાપન થાય છે. બ્રાહ્મણ પણ અહીં
બનવાનું છે. દેવતા પણ અહીં જ બનશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક નાં
નિશ્ચિત પાર્ટ ને જાણી સદા નિશ્ચિંત રહેવાનું છે. બની બનાઈ બન રહી… ડ્રામા પર અડોલ
રહેવાનું છે.
2. આ નાનકડાં સંગમયુગ
પર બાપ પાસે થી પૂરો વારસો લેવાનો છે. યાદ નાં બળ થી ખાદ કાઢી સ્વયં ને કોડી થી હીરા
જેવા બનાવવાનાં છે. મીઠાં ઝાડ નાં સેપલિંગ (કલમ) માં ચાલવા માટે લાયક બનવાનું છે.
વરદાન :-
એક બાપ ની યાદ
માં સદા મગન રહી એક રસ અવસ્થા બનાવવા વાળા સાક્ષી દૃષ્ટા ભવ
હવે એવા પેપર આવવાના
છે જે સંકલ્પ-સ્વપ્ન માં પણ નહીં હશે. પરંતુ તમારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ જેવી
રીતે હદ નો ડ્રામા સાક્ષી થઈને જોવાય છે પછી ભલે દર્દ ભર્યો હોય અથવા હસવાનો હોય,
અંતર નથી હોતું. એવી રીતે ભલે કોઈનો રમણીક પાર્ટ હોય કે સ્નેહી આત્મા નો ગંભીર
પાર્ટ હોય… દરેક પાર્ટ સાક્ષી દૃષ્ટા થઈને જુઓ, એકરસ અવસ્થા હોય. પરંતુ એવી અવસ્થા
ત્યારે રહેશે જ્યારે સદા એક બાપ ની યાદ માં મગન હશો.
સ્લોગન :-
દૃઢ નિશ્ચય થી
પોતાનાં ભાગ્ય ને નિશ્ચિત કરી દો તો સદા નિશ્ચિંત રહેશો.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
કર્મ કરતા પહેલાં આ
નિશ્ચય રાખો કે વિજય તો અમારી થયેલી જ છે. અનેક કલ્પ વિજયી બન્યાં છીએ. જ્યારે અનેક
કલ્પ, અનેકવાર વિજયી બની વિજય માળા માં પરોવાવા વાળા, પૂજન થવા વાળા બન્યાં છો તો
હવે તે જ રીપીટ કરવાનું છે. થયેલાં કર્મો ફરીથી રીપીટ કરવાનાં છે એટલે કહેવાય છે કે
પૂર્વ નિર્ધારિત… બનેલું છે પરંતુ હવે ફરીથી રિપિટ કરી ‘બન્યું બનેલું’ જે કહેવત છે
એને પૂરી કરવાની છે.