20-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.01.2005
બાપદાદા મધુબન
“ સેકન્ડ માં દેહભાન થી
મુક્ત થઈ જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો અને માસ્ટર મુક્તિ -
જીવનમુક્તિ દાતા બનો”
આજે બાપદાદા ચારે તરફ
નાં લક્કી અને લવલી બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક બાળક સ્નેહ માં સમાયેલા છે. આ
પરમાત્મ-સ્નેહ અલૌકિક સ્નેહ છે. આ સ્નેહે જ બાળકો ને બાપ નાં બનાવ્યાં છે. સ્નેહે જ
સહજ વિજયી બનાવ્યાં છે. આજે અમૃતવેલા થી ચારેય તરફ નાં દરેક બાળકે પોતાનાં સ્નેહ ની
માળા બાપ ને પહેરાવી કારણકે દરેક બાળક જાણે છે કે આ પરમાત્મ-સ્નેહ શું થી શું બનાવી
દે છે! સ્નેહ ની અનુભૂતિ અનેક પરમાત્મ-ખજાના નાં માલિક બનાવવા વાળી છે અને સર્વ
પરમાત્મ-ખજાનાઓ ની ગોલ્ડન ચાવી બાપે સર્વ બાળકો ને આપી છે. જાણો છો ને? તે ગોલ્ડન
ચાવી શું છે? એ ગોલ્ડન ચાવી છે - “મારા બાબા”. મારા બાબા કહ્યું અને સર્વ ખજાનાઓ
નાં અધિકારી બની ગયાં. સર્વ પ્રાપ્તિઓ નાં અધિકાર થી સંપન્ન બની ગયા, સર્વ શક્તિઓ
થી સમર્થ બની ગયા, માસ્ટર સર્વશક્તિવાન્ આત્માઓ બની ગયાં. એવાં સંપન્ન આત્માઓ નાં
દિલ થી કયું ગીત નીકળે? અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ અમારા બ્રાહ્મણો નાં ખજાના માં.
આજ નાં દિવસ ને સ્મૃતિ
દિવસ કહો છો, આજે બધા બાળકો ને વિશેષ આદિદેવ બ્રહ્મા બાપ વધારે સ્મૃતિ માં આવી રહ્યાં
છે. બ્રહ્મા બાપ આપ બ્રાહ્મણ બાળકો ને જોઈ હર્ષિત થાય છે. શા માટે? દરેક બ્રાહ્મણ
બાળક કોટો માં કોઈ ભાગ્યવાન બાળક છે. પોતાનાં ભાગ્ય ને જાણો છો ને? બાપદાદા દરેક
બાળક નાં મસ્તક માં ચમકતો ભાગ્ય નો સિતારો જોઈ હર્ષિત થાય છે. આજ નાં સ્મૃતિ દિવસે
વિશેષ બાપદાદાએ વિશ્વ સેવા ની જવાબદારી નો તાજ બાળકો ને અર્પણ કર્યો. તો આ સ્મૃતિ
દિવસ આપ બાળકો નાં રાજ્ય તિલક નો દિવસ છે. બાળકો ને વિશેષ સાકાર સ્વરુપ માં વિલ
પાવર વિલ કરવાનો દિવસ છે. સન શોઝ ફાધર આ કહેવત ને સાકાર કરવાનો દિવસ છે. બાપદાદા
બાળકો નાં નિમિત્ત બની નિસ્વાર્થ વિશ્વ સેવા ને જોઈ ખુશ થાય છે. બાપદાદા કરાવનહાર
થઈ કરનહાર બાળકો નાં દરેક કદમ ને જોઈ ખુશ થાય છે કારણ કે સેવા ની સફળતા નો વિશેષ
આધાર જ છે - કરાવનહાર બાપ મુજ કરનહાર આત્મા દ્વારા કરાવી રહ્યાં છે . હું આત્મા
નિમિત્ત છું કારણકે નિમિત્ત ભાવ થી નિર્માણ સ્થિતિ સ્વત: થઈ જાય છે. હું-પણું જે
દેહભાન માં લાવે છે તે સ્વત: જ નિર્માણ ભાવ થી સમાપ્ત થઈ જાય છે. આ બ્રાહ્મણ-જીવન
માં સૌથી વધારે વિધ્ન રુપ બને છે તો દેહભાન નું હું-પણું. કરાવનહાર કરાવી રહ્યાં
છે, હું નિમિત્ત કરનહાર બની કરી રહ્યો છું, તો સહજ દેહ-અભિમાન મુક્ત બની જાઓ છો અને
જીવનમુક્તિ ની મજા અનુભવ કરો છો. ભવિષ્ય માં જીવનમુક્તિ તો પ્રાપ્ત થવાની છે પરંતુ
હમણાં સંગમયુગ પર જીવનમુક્તિ નો અલૌકિક આનંદ વધારે જ અલૌકિક છે. જેવી રીતે બ્રહ્મા
બાપ ને જોયા - કર્મ કરતા કર્મ નાં બંધન થી ન્યારા. જીવન માં હોવા છતાં કમળ પુષ્પ
સમાન ન્યારા અને પ્યારા. આટલાં મોટા પરિવાર ની જવાબદારી, જીવન ની જવાબદારી, યોગી
બનાવવાની જવાબદારી, ફરિશ્તા સો દેવતા બનાવવાની જવાબદારી હોવા છતાં પણ બેફિકર બાદશાહ.
આને જ જીવનમુક્તિ સ્થિતિ કહેવાય છે એટલે ભક્તિ માર્ગ માં પણ બ્રહ્મા નું આસન કમળ
પુષ્પ દેખાડે છે. કમળ આસનધારી દેખાડે છે. તો તમારે બધા બાળકોએ પણ સંગમ પર જીવનમુક્તિ
નો અનુભવ કરવાનો જ છે. બાપદાદા પાસે થી મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આ સમયે જ
પ્રાપ્ત થાય છે. આ સમયે જ માસ્ટર મુક્તિ-જીવનમુક્તિ દાતા બનવાનું છે. બન્યાં છો અને
બનવાનું છે. મુક્તિ જીવન મુક્તિ નાં માસ્ટર દાતા બનવાની વિધિ છે - સેકન્ડ માં દેહ -
ભાન મુક્ત બની જાઓ . આ અભ્યાસ ની હમણાં આવશ્યક્તા છે. મન ની ઉપર એવો કંટ્રોલિંગ
પાવર હોય, જેમ આ સ્થૂળ કમેન્દ્રિઓ હાથ છે, પગ છે એને જ્યારે ઈચ્છો જેમ ઈચ્છો તેમ કરી
શકો છો, સમય લાગે છે શું? હમણાં વિચારો હાથ ને ઉપર કરવો છે, સમય લાગશે? કરી શકો છો
ને? હમણાં બાપદાદા કહે હાથ ઉપર કરો, તો કરી લેશો ને? કરો નહીં, કરી શકો છો. એવી રીતે
મન ની ઉપર એટલો કંટ્રોલ હોય, જ્યાં એકાગ્ર કરવા ઈચ્છો, ત્યાં એકાગ્ર થઈ જાય. મન ભલે
હાથ, પગ થી સુક્ષ્મ છે પરંતુ છે તો તમારું ને? મારું મન કહો છો ને, તારું મન તો નથી
કહેતાં ને? તો જેવી રીતે સ્થૂળ કર્મેન્દ્રિયો કંટ્રોલ માં રહે છે એવી રીતે જ
મન-બુદ્ધિ-સંસ્કાર કંટ્રોલ માં હોય ત્યારે કહેવાશે નંબરવન વિજયી. સાયન્સ વાળા તો
રોકેટ દ્વારા અથવા પોતાનાં સાધનો દ્વારા આ જ લોક સુધી પહોંચે છે, વધારે માં વધારે
ગ્રહ સુધી પહોંચે છે. પરંતુ તમે બ્રાહ્મણ આત્માઓ ત્રણેય લોક સુધી પહોંચી શકો છો.
સેકન્ડ માં સૂક્ષ્મ લોક, નિરાકારી લોક અને સ્થૂળ માં મધુબન સુધી તો પહોંચી શકો છો
ને? જો મન ને ઓર્ડર કરો મધુબન માં પહોંચવાનું છે તો સેકન્ડ માં પહોંચી શકો છો? તન
થી નહીં, મન થી. ઓર્ડર કરો સૂક્ષ્મ વતન માં જવાનું છે, નિરાકારી વતન માં જવાનું છે
તો ત્રણેય લોકો માં જ્યારે ઈચ્છો મન ને પહોંચાડી શકો છો? છે પ્રેક્ટિસ? હવે આ
અભ્યાસ ની આવશ્યક્તા વધારે છે. બાપદાદાએ જોયું છે અભ્યાસ તો કરો છો પરંતુ જ્યારે
ઈચ્છો, જેટલો સમય ઈચ્છો એકાગ્ર થઈ જાઓ, અચલ થઈ જાઓ, હલચલ માં નહીં આવો, આનાં ઉપર
વધારે અટેન્શન. જે ગાયન છે મનજીત જગતજીત, હમણાં ક્યારેક-ક્યારેક મન દગો પણ આપી દે
છે.
તો બાપદાદા આજ નાં
સમર્થ દિવસ પર આ જ સમર્થી વિશેષ અટેન્શન માં આપી રહ્યાં છે. હે સ્વરાજ્ય અધિકારી
બાળકો, હવે આ વિશેષ અભ્યાસ ને ચાલતાં-ફરતાં ચેક કરો કારણકે સમય પ્રમાણે હવે અચાનક
નાં ખેલ ખૂબ જોશો. આનાં માટે એકાગ્રતા ની શક્તિ આવશ્યક છે. એકાગ્રતા ની શક્તિ થી
દૃઢતા ની શક્તિ સહજ આવી જાય છે અને દૃઢતા સફળતા સ્વતઃ પ્રાપ્ત કરાવે છે. તો વિશેષ
સમર્થ દિવસ પર આ જ સમર્થી નો અભ્યાસ વિશેષ અટેન્શન માં રાખો એટલે ભક્તિ માર્ગ માં
પણ કહે છે મન નાં હારે હાર, મન નાં જીતે જીત. તો જ્યારે મારું મન કહો છો, તો મારા
નાં માલિક બની શક્તિઓ ની લગામ થી વિજય પ્રાપ્ત કરો. આ નવાં વર્ષ માં આ હોમવર્ક પર
વિશેષ અટેન્શન! આને જ કહેવાય છે યોગી તો છો પરંતુ હવે પ્રયોગી બનો.
બાકી આજ નાં દિવસ ની
સ્નેહ ની રુહરિહાન, સ્નેહ નાં ઠપકા અને સમાન બનવાનાં ઉમંગ-ઉત્સાહ ત્રણેય પ્રકારની
રુહરિહાન બાપદાદા ની પાસે પહોંચી છે. ચારેય તરફ નાં બાળકો ની સ્નેહભરી યાદો, સ્નેહ
ભરેલો પ્રેમ બાપદાદા ની પાસે પહોંચ્યો. પત્ર પણ પહોંચ્યાં તો રુહરિહાન પણ પહોંચી,
સંદેશ પણ પહોંચ્યાં, બાપદાદાએ બાળકો નો સ્નેહ સ્વીકાર કર્યો. દિલ થી રિટર્ન માં
યાદપ્યાર પણ આપ્યાં. દિલ ની દુવાઓ પણ આપી. એક-એક નું નામ તો નથી લઈ શકતા ને? ખૂબ
છે. પરંતુ ખૂણા-ખૂણા, ગામ-ગામ, શહેર-શહેર માં બધી તરફનાં બાળકોને, બાંધેલીઓ ને,
વિલાપ કરવા વાળા ને બધાને યાદ-પ્યાર પહોંચ્યાં. હવે બાપદાદા આ જ કહે છે - સ્નેહ નાં
રિટર્ન માં હવે પોતે પોતાને ટર્ન કરો , પરિવર્તન કરો . હવે સ્ટેજ પર પોતાનું સંપન્ન
સ્વરુપ પ્રત્યક્ષ કરો . તમારી સંપન્નતા થી દુઃખ અને અશાંતિ ની સમાપ્તિ થવાની છે. હવે
પોતાનાં ભાઈ-બહેનો ને વધારે દુઃખ જોવા નહીં દો. આ દુઃખ, અશાંતિ થી મુક્તિ અપાવો. બહુ
જ ભયભીત છે. શું કરીએ, શું થશે… આ અંધકાર માં ભટકી રહ્યાં છે. હવે આત્માઓ ને રોશની
નો રસ્તો દેખાડો. ઉમંગ આવે છે? રહેમ આવે છે? હવે બેહદ ને જુઓ. બેહદ માં દૃષ્ટિ નાખો.
અચ્છા. હોમવર્ક તો યાદ રહેશે ને? ભૂલી નહી જતાં. પ્રાઈઝ આપશે. જે એક મહિના માં મન
ને બિલકુલ કંટ્રોલિંગ પાવર થી પૂરો મહિનો જયાં ઈચ્છે, જ્યારે ઈચ્છે ત્યાં એકાગ્ર કરી
શકે, આ ચાર્ટ નાં રીઝલ્ટ માં ઈનામ આપશે. ઠીક છે? કોણ ઈનામ લેશે? પાંડવ, પાંડવ પહેલાં.
મુબારક છે પાંડવો ને અને શક્તિઓ? એ વન. પાંડવ નંબરવન તો શક્તિઓ એ વન. શક્તિઓ એ વન
નહીં હશે તો પાંડવ એ વન. હવે થોડી રફતાર (ગતિ) તીવ્ર કરો. આરામ વાળી નહીં. તીવ્ર ગતિ
થી જ આત્માઓ નું દુઃખ દર્દ સમાપ્ત થશે. રહેમ ની છત્રછાયા આત્માઓ નાં ઉપર નાંખો.
અચ્છા.
ડબલ વિદેશી ભાઈ -
બહેનો સાથે :-
ડબલ વિદેશી, બાપદાદા
કહે છે ડબલ વિદેશી અર્થાત્ ડબલ પુરુષાર્થ માં આગળ વધવા વાળા. જેમ ડબલ વિદેશી ટાઈટલ
છે ને, નિશાની છે ને તમારી? એમ જ ડબલ વિદેશી નંબરવન લેવામાં પણ ડબલ ગતિ થી આગળ વધવા
વાળા. સારું છે, દરેક ગ્રુપ માં બાપદાદા ડબલ વિદેશીઓ ને જોઈને ખુશ થાય છે કારણકે
ભારતવાસી તમને બધાને જોઈને ખુશ થાય છે. બાપદાદા પણ વિશ્વ કલ્યાણકારી ટાઈટલ ને જોઈને
ખુશ થાય છે. હવે ડબલ વિદેશી શું પ્લાન બનાવી રહ્યાં છો? બાપદાદા ને ખુશી થઈ, આફ્રિકા
વાળા તીવ્ર પુરુષાર્થ કરી રહ્યાં છે. તો તમે બધા પણ આસપાસ જે તમારા ભાઈ-બહેન રહી ગયા
છે, એમને સંદેશ આપવાનો ઉમંગ-ઉત્સાહ રાખો. ઠપકો ન રહી જાય. વૃદ્ધિ થઈ રહી છે અને થતી
પણ રહેશે પરંતુ હવે ઠપકા પૂરા કરવાના છે. આ વિશેષતા તો ડબલ વિદેશીઓ ની સંભળાવે જ છે
કે ભોળા બાપ ને રાજી કરવાનું જે સાધન છે - સાચાં દિલ પર સાહેબ રાજી, તે ડબલ વિદેશીઓ
ની વિશેષતા છે. બાપ ને રાજી કરવા બહુ જ હોંશિયારી થી આવડે છે. સાચ્ચું દિલ બાપ ને
કેમ પ્રિય લાગે છે? કારણકે બાપ ને કહેવાય જ છે સત્ય. ગોડ ઈઝ ટ્રુથ કહેવાય છે ને? તો
બાપદાદા ને સાફ દિલ, સાચાં દિલવાળા ખૂબ પ્રિય છે. એવું છે ને? સાફ દિલ છે, સાચ્ચું
દિલ છે. સત્યતા જ બ્રાહ્મણ જીવન ની મહાનતા છે. એટલે ડબલ વિદેશીઓ ને બાપદાદા સદા યાદ
કરે છે. ભિન્ન-ભિન્ન દેશ માં આત્માઓ ને સંદેશ આપવાને નિમિત્ત બની ગયાં. જુઓ, કેટલાં
દેશો નાં આવે છે? તો આ બધા દેશો નું કલ્યાણ તો થયું છે ને? તો બાપદાદા, અહીં તો તમે
નિમિત્ત આવેલા છો પરંતુ ચારેય તરફનાં ડબલ વિદેશી બાળકો ને, નિમિત્ત બનેલા બાળકો ને
મુબારક આપી રહ્યાં છે, વધાઈ આપી રહ્યાં છે, ઉડતાં રહો અને ઉડાવતાં રહો. ઉડતી કળા
સર્વ નું ભલું થઈ જ જવાનું છે. બધા રિફ્રેશ થઈ રહ્યાં છે? રિફ્રેશ થયાં? સદા અમર
રહેશે કે મધુબન માં જ અડધું છોડી ને જશો? સાથે રહેશે, સદા રહેશે? અમર ભવ નું વરદાન
છે ને? તો જે પરિવર્તન કર્યુ છે તે સદા વધતું રહેશે. અમર રહેશે. અચ્છા. બાપદાદા ખુશ
છે અને તમે પણ ખુશ છો બીજાઓને પણ ખુશી આપશો. અચ્છા.
જ્ઞાન સરોવર ને ૧૦
વર્ષ થયા છે :-
સારું. સારું છે, જ્ઞાન સરોવરે એક વિશેષતા શરુ કરી, જ્યાર થી જ્ઞાન સરોવર શરુ થયું
છે તો વી.આઈ.પી., આઈ.પી. નાં વિશેષ વિધિપૂર્વક પ્રોગ્રામ શરુ થયા છે. દરેક વર્ગ નાં
પ્રોગ્રામ એક-બીજા ની પાછળ ચાલતાં રહે છે. અને જોવાયું છે કે જ્ઞાન સરોવર માં આવવા
વાળા આત્માઓ ની સ્થૂળ સેવા અને અલૌકિક સેવા ખૂબ સારી રુચી થી કરે છે એટલે જ્ઞાન
સરોવર વાળા ને બાપદાદા વિશેષ મુબારક આપે છે કે સેવા નું રિઝલ્ટ બધા ખુશ થઈને જાય છે
અને ખુશી-ખુશી થી બીજા સાથીઓ ને સાથે લઈ આવે છે. ચારેય તરફ આવાજ ફેલાવવા ને નિમિત્ત
જ્ઞાન સરોવર બન્યું છે. તો મુબારક છે અને સદા મુબારક લેતા રહેજો. અચ્છા.
હમણાં એક સેકન્ડ માં
મન ને એકાગ્ર કરી શકો છો? બધા એક સેકન્ડ માં બિંદુ રુપ માં સ્થિત થઈ જાઓ. (બાપદાદાએ
ડ્રીલ કરાવી) અચ્છા - આવો અભ્યાસ ચાલતાં-ફરતાં કરતા રહો.
ચારેય તરફ નાં સ્નેહી,
લવલીન આત્માઓ ને, સદા રહેમદિલ બની દરેક આત્મા ને દુઃખ-અશાંતિ થી મુક્ત કરવા વાળા
શ્રેષ્ઠ આત્માઓ ને, સદા પોતાનાં મન, બુદ્ધિ, સંસ્કાર ને કંટ્રોલિંગ પાવર દ્વારા
કંટ્રોલ માં રાખવા વાળા મહાવીર આત્માઓ ને, સદા સંગમયુગ ની જીવનમુક્ત સ્થિતિ નો
અનુભવ કરવા વાળા બાપ સમાન આત્માઓ ને બાપદાદા નાં પદમગુણા યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
બધાને ઠેકાણું
આપવા વાળા રહેમદિલ બાપ નાં બાળકો રહેમદિલ ભવ
રહેમદિલ બાપ નાં
રહેમદિલ બાળકો કોઈ ને પણ ભિખારી નાં રુપ માં જોશે તો એમને રહેમ આવશે કે આ આત્મા ને
પણ ઠેકાણું મળી જાય, આમનું પણ કલ્યાણ થઈ જાય. એમનાં સંપર્ક માં જે પણ આવશે એને બાપ
નો પરિચય જરુર આપશે. જેવી રીતે કોઈ ઘર માં આવે છે તો પહેલાં એને પાણી પૂછાય છે, એમ
જ ચાલ્યાં જાય તો ખરાબ સમજે છે, એવી રીતે જે પણ સંપર્ક માં આવે છે એમને બાપ નાં
પરિચય નું પાણી જરુર પૂછો અર્થાત્ દાતા નાં બાળકો દાતા બનીને કાંઈ ન કાંઈ આપો જેનાં
થી એમને પણ ઠેકાણું મળી જાય.
સ્લોગન :-
યથાર્થ
વૈરાગ્ય વૃત્તિ નો સહજ અર્થ છે - જેટલાં ન્યારા એટલા પ્યારા .
અવ્યકત ઇશારા -
“કમ્બાઇન્ડ સ્વરુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
હું અને મારા બાબા, આ
સ્મૃતિ માં કમ્બાઇન્ડ રહો તો માયાજીત બની જશો. કરનકરાવનહાર - આ શબ્દ માં બાપ અને
બાળકો બંને કમ્બાઇન્ડ છે. હાથ બાળકો નો અને કામ બાપ નું. હાથ વધારવા નો ગોલ્ડન
ચાન્સ બાળકો ને જ મળે છે. પરંતુ અનુભવ થાય છે કે કરાવવા વાળા કરાવી રહ્યાં છે.
નિમિત્ત બનાવી ચલાવી રહ્યાં છે - આ જ અવાજ સદા મન થી નીકળે છે.