20-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સ્વયં સ્વયં થી પૂછો કે હું કેટલો સમય બાપ ની યાદ માં રહું છું , દેહી - અભિમાની સ્થિતિ કેટલો સમય રહે છે ?”

પ્રશ્ન :-
તકદીરવાન બાળકો જ બાપ નું કયું ડાયરેક્શન પાલન કરે છે?

ઉત્તર :-
બાપ નું ડાયરેક્શન છે - મીઠાં બાળકો, આત્મ-અભિમાની ભવ. તમે બધાં આત્માઓ પુરુષ છો, સ્ત્રી નહીં. આપ આત્મામાં જ બધો પાર્ટ ભરેલો છે. હવે આ જ મહેનત કે અભ્યાસ કરો કે અમે કેવી રીતે દેહી-અભિમાની રહીએ. આ જ ઊંચી મંઝિલ છે.

ગીત :-
તકદીર જગાકર આઈ હૂઁ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાળકો અર્થાત્ જીવ નાં આત્માઓએ કહ્યું કે અમે નવી દુનિયાની તકદીર એટલે સ્વર્ગની તકદીર બનાવીને રુહાની બાપ ની પાસે બેઠા છીએ. હવે બાળકોએ રુહાની-અભિમાની અર્થાત્ આત્મ-અભિમાની બનવાનું છે. મોટામાં મોટી મહેનત આ છે. સ્વયં ને આત્મા સમજો અને એમ સમજો મેં આત્માએ ૮૪ જન્મ લીધાં છે. ક્યારેક બેરિસ્ટર, ક્યારેક શું, ક્યારેક શું બન્યો છું! આત્મા પુરુષ છે, બધાં ભાઈ-ભાઈ છે, ન કે બહેન. આત્મા કહે છે આ મારું શરીર છે તો એ હિસાબ થી આત્મા પુરુષ, આ શરીર સ્ત્રી થઈ ગયું. દરેક વાત ને સારી રીતે સમજવાનું છે. બાબા બહુજ વિશાળ મહીન (સૂક્ષ્મ) બુદ્ધિ બનાવે છે. હવે તમે જાણો છો - મુજ આત્માએ ૮૪ જન્મ લીધાં છે. સંસ્કાર સારા કે ખરાબ આત્મામાં હોય છે. એ સંસ્કારો અનુસાર શરીર પણ એવું મળે છે. બધો અધાર આત્મા પર છે. આ ખુબ મોટી મહેનત છે. જન્મ-જન્માંતર લૌકિક બાપ ને યાદ કર્યા, હવે પારલૌકિક બાપ ને યાદ કરવાનાં છે. સ્વયં ને ઘડી-ઘડી આત્મા સમજવાનું છે. આપણે આત્મા આ શરીર લઈએ છીએ. હમણાં આપણને આત્માઓ ને બાપ ભણાવે છે. આ છે રુહાની જ્ઞાન, જે રુહાની બાપ આપે છે. પહેલી-પહેલી મુખ્ય વાત બાળકોએ દેહી-અભિમાની થઈ રહેવાનું છે. દેહી-અભિમાની થઈ રહેવું, આ ખુબ ઉંચી મંઝિલ છે. જ્ઞાન ઊંચું નથી. જ્ઞાન માં મહેનત નથી. સૃષ્ટિ ચક્ર ને જાણવું - આ છે હિસ્ટ્રી-જોગ્રાફી. ઊંચે થી ઊંચા બાપ છે, પછી છે સૂક્ષ્મવતન માં દેવતાઓ. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી તો મનુષ્ય સૃષ્ટિ માં હોય છે. મૂળવતન, સૂક્ષ્મવતન માં કોઈ હિસ્ટ્રી-જોગ્રાફી નથી. એ છે જ શાંતિધામ. સતયુગ છે સુખધામ, કળિયુગ છે દુઃખધામ. અહીં રાવણ રાજ્ય માં કોઈ ને શાંતિ મળી નથી શકતી.

હવે આપ બાળકોને જ્ઞાન મળ્યું છે - આપણે આત્મા છીએ જ શાંતિધામ માં રહેવા વાળા. આ ઓર્ગન્સ (અવયવો) કર્મ કરવા માટે છે. ભલે કર્મ કરીએ, ભલે ન કરીએ. આપણે તો આત્મા છીએ, આપણો સ્વધર્મ શાંત છે. કર્મયોગી છીએ ને? કર્મ પણ જરુર કરવાનાં છે. કર્મ-સંન્યાસી ક્યારેય થઈ ન શકાય. આ પણ આ સંન્યાસીઓ નો પાર્ટ છે. ઘરબાર છોડી જાય છે, ખાવાનું નથી બનાવતાં, ગૃહસ્થીઓ થી ભિક્ષા માંગે તો પણ એ ગૃહસ્થીઓની પાસે ખાય છે ને. ઘરબાર છોડીને, કર્મ તો છતાં પણ કરે છે. કર્મ-સંન્યાસ તો થઈ ન શકે. કર્મ-સંન્યાસ ત્યારે છે જ્યારે આત્મા શાંતિધામ માં રહે છે. ત્યાં કર્મેન્દ્રિયો જ નથી તો કર્મ કેવી રીતે કરશે, આને કર્મક્ષેત્ર કહેવાય છે. કર્મક્ષેત્ર પર બધાને આવવું પડે છે. તે છે શાંતિધામ અથવા મૂળવતન. એવું નથી કે બ્રહ્મ માં આત્માએ લીન થવાનું છે. આત્માઓ શાંતિધામ માં રહેવા વાળી છે પછી અહીં કર્મક્ષેત્ર પર પાર્ટ ભજવવા આવે છે. આ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો. નટશેલ (સાર) માં તો કહેવાય છે સ્વયંને આત્મા નિશ્ચય કરો અને બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઇ જાય. આને જ ભારત નો પ્રાચીન યોગ કહેવાય છે. હકીકત માં આને યોગ પણ નહીં, યાદ કહેવું જોઈએ, આમાં મહેનત છે. યોગી બહુજ ઓછા બને છે. યોગ ની શિક્ષા પહેલાં જોઈએ, પછી જ્ઞાન. પહેલાં-પહેલાં છે બાપ ની યાદ.

બાપ કહે છે દેહી-અભિમાની બનો, આ છે રુહાની યાદ ની યાત્રા. જ્ઞાન ની યાત્રા નથી, આમાં બહુજ મહેનત કરવી પડે. કોઈ તો ભલે બી.કે. કહેવાય છે પરંતુ બાપ ને યાદ નથી કરતાં. બાપ આવી ને બ્રહ્મા દ્વારા આપ બાળકો ને દેહી-અભિમાની બનાવે છે. આ દેહ-અભિમાની હતાં. હમણાં દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. બ્રહ્મા કોઈ ભગવાન નથી. અહીં તો બધાં મનુષ્ય-માત્ર પતિત છે. પાવન શ્રેષ્ઠાચારી એક પણ નથી. આત્મા માટે જ કહેવાય છે પુણ્ય આત્મા, પાપ આત્મા. મનુષ્ય પણ કહે છે મુજ આત્મા ને હેરાન નહીં કરો. પરતું સમજતાં નથી કે હું કોણ છું? પૂછાય છે-હેં જીવ ની આત્મા, તમે શું ધંધો કરો છો? કહેશે હું આત્મા આ શરીર દ્વારા ફલાણો ધંધો કરું છું. તો પહેલાં-પહેલાં આ નિશ્ચય કરી બાપ ને યાદ કરો. આ રુહાની નોલેજ સિવાય બાપ નાં કોઈ આપી ન શકે. બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે. એવું નથી કે જ્ઞાન માં કોઈ આગળ જાય છે તો તે પાક્કા દેહી-અભિમાની બને છે. દેહી-અભિમાની જે છે તે જ્ઞાન ને સારી રીતે ધારણ કરે છે. બાકી તો ઘણાં છે જે જ્ઞાન ને સારી રીતે સમજે છે, પરતું શિવબાબા ની યાદ ભૂલી જાય છે. ઘડી-ઘડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, આમાં જિન્ન ની જેવાં બનવાનું છે. જિન્ન ની વાર્તા છે. બાપ પણ આ કામ આપે છે - મને યાદ કરો, નહીં તો માયા તમને ખાઈ જશે. માયા છે જિન્ન. જેટલું બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને તમને બહુજ કશિશ (ખેંચ) થશે. માયા ઉલ્ટા બનાવીને તમને બહુજ તોફાન માં લાવશે. બુદ્ધિ માં આ જ યાદ રહે કે અમે આત્મા બાપ નાં બાળકો છીએ. બસ, આ ખુશીમાં રહેવાનું છે.

દેહ-અભિમાન માં આવવાથી માયા થપ્પડ લગાવે છે. હાથતાળી નો ખેલ પણ દેખાડે છે. મુહલરો નાખવાથી ખોવાઈ જાય છે. તમને પણ માયા હેરાન નહીં કરશે, જો બાપ ની યાદ માં રહેશો તો. આનાં પર જ યુદ્ધ ચાલે છે. તમે પુરુષાર્થ કરો છો યાદ કરવાનો પરંતુ માયા એવું નાક થી પકડશે જે યાદ કરવા નહીં દેશે, તમે તો હેરાન થઈ સૂઈ જશો. એટલું માયા થી યુદ્ધ ચાલશે. બાકી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી તો બહુજ સરળ છે. તમને ઘડી-ઘડી કહેવાય છે હંમેશા સમજો હવે અમારા ૮૪ જન્મ પૂરા થયાં, હવે અમે જઈએ છીએ બાબા ને મળવાં. આ યાદ રહેવું જ મુશ્કેલ છે. બાકી કોઈને સમજાવવું કોઈ મુશ્કેલ નથી. એવું નહીં કે અમે તો બહુજ સારું સમજાવીએ છીએ. ના, પહેલી-પહેલી વાત જ છે યાદ ની. પ્રદર્શન માં તો અનેક આવે છે. પહેલાં-પહેલાં આ પાઠ શીખવાડવાનો છે કે સ્વયં ને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. પહેલું લેસન (અભ્યાસ) જ આ આપવાનું છે. ભારતનો પ્રાચીન યોગ કોઈ શીખવાડી નથી શકતું. બાપ જ્યારે આવીને શીખવાડે ત્યારે શીખી શકો. મનુષ્ય, મનુષ્ય ને રાજયોગ શીખવાડી ન શકે, અસંભવ છે. સતયુગ માં તો છે જ પાવન, ત્યાં તો પ્રારબ્ધ ભોગવે છે. ત્યાં જ્ઞાન-અજ્ઞાન ની વાત જ નથી. ભક્તિમાર્ગ માં જ બાપ ને પોકારે છે કે આવી ને દુઃખ હરો, સુખ આપો. સતયુગ-ત્રેતા માં કોઈ ગુરુ-ગોસાઈ હોતાં નથી. ત્યાં તો સદ્દગતિ પામેલી છે. સદ્દગતિ નો વારસો ૨૧ જન્મ માટે તમે પામી શકો છો. ૨૧ પેઢી, કહે છે બ્રહ્માકુમારી તે જે ૨૧ પેઢી નો ઉદ્ધાર કરે. આ ભારત માં જ ગવાય છે. ભારત માં જ તમને ૨૧ પેઢી નો વારસો મળે છે. ત્યાં તમે એક જ દેવી-દેવતા ધર્મ વાળા હોવ છો, બીજો કોઇ ધર્મ નથી. બાપ આવીને તમને મનુષ્ય થી દેવતા બનાવે છે. પવિત્ર થયાં વગર આપણે પાછાં જઈ કેવી રીતે શકીએ. અહીં તો બધાં વિકારી પતિત છે. જે-જે ધર્મસ્થાપક છે, તે પછી પાલના કરે છે, એમનાં ધર્મ ની વૃદ્ધિ થતી જાય છે. પાછું કોઈ પણ જઈ નથી શકતું. એક પણ એક્ટર પાછું જઈ ન શકે. બધાને સતોપ્રધાન, સતો-રજો-તમો માં આવવાનું જ છે. બ્રહ્મા નાં માટે પણ કહે છે બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. તો શું સૃષ્ટિ માં એકલા જ બ્રહ્મા હશે શું? હમણાં તમે બ્રાહ્મણ કુળ નાં બની રહ્યાં છો. તમે રાત માં હતાં, હવે દિવસ માં જઈ રહ્યાં છો.

તમને સમજાવ્યું છે કે કેટલો સમય પૂજ્યપણા માં રહો છો, કેટલો જન્મ પૂજારી બનો છો. જ્યાં સુધી બાપ ન આવે ત્યાં સુધી કોઈ ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી બનાવી ન શકે. ભ્રષ્ટાચારી એને કહેવાય છે - જે વિકાર થી પેદા થાય છે એટલે આને નર્ક કહેવાય છે. નર્ક અને સ્વર્ગ બંને માં જો દુઃખ છે તો પછી તો એને સ્વર્ગ જ ન કહેવાય. જ્યાં સુધી પૂરું સમજ્યાં નથી, તો ઉલ્ટા-સુલ્ટા પ્રશ્ન કરશે. તમારે સમજાવવાનું છે કે ભારત બહુજ ઊંચું હતું. જેમ ઈશ્વર ની મહિમા અપરંઅપાર છે, તેમ ભારતની પણ મહિમા અપરંઅપાર છે. ભારત શું હતું, આવું કોણે બનાવ્યું? બાપે, જેમની મહિમા ગવાય છે. બાપ જ આવીને બાળકોને વિશ્વ નાં માલિક બનાવે છે. મનુષ્ય-માત્ર ને દુર્ગતિ થી સદ્દગતિ માં લઈ જાય છે. શાંતિધામ માં લઈ જાય છે, જેનાં માટે જ મનુષ્ય પુરુષાર્થ કરે છે. એને અટલ સુખ, અટલ શાંતિ, અટલ પવિત્રતા કહેવાય છે. ત્યાં તમે સુખ માં પણ છો, શાંતિમાં પણ છો અને બાકી આત્માઓ શાંતિ માં રહે છે. વધારે માં વધારે જન્મ તમે લો છો. બાકી ઓછા માં ઓછા વાળા અટલ શાંતિ માં રહે છે. તે જેમ મચ્છરો સદ્રશ્ય આવ્યાં, એક અડધો જન્મ પાર્ટ ભજવ્યો, આ શું? એમની કોઈ કિંમત નથી. મચ્છરો ની શું કિંમત છે. રાત નાં જન્મે છે, રાત નાં જ મરી જાય છે. આ સમયે વધારે કરીને શાંતિ જ ઈચ્છે છે કારણ કે આ સમય નાં ગુરુ લોકો છે, શાંતિ માં જવા વાળા.

તમે અહીંયા આવ્યા છો - સ્વર્ગવાસી બનવા માટે. સ્વર્ગવાસી ને શાંતિવાસી નહીં કહેશે. શાંતિવાસી નિરાકારી દુનિયાને કહેવાય છે. મુક્તિ શબ્દ ગુરુઓ થી શીખે છે. માતાઓ વ્રત નિયમ રાખે છે - વૈકુંઠ પુરી માં જવા માટે. કોઈ મરે છે તો પણ કહે છે - સ્વર્ગવાસી થયાં. કોઈ થતાં નથી પરંતુ ભારતવાસી સ્વર્ગ ને જ માને છે. સમજે છે - ભારત પેરેડાઇઝ (વૈકુંઠ) હતું. શિવબાબા ભારતમાં જ આવીને સ્વર્ગની રચના રચે છે તો જરુર અહીં જ રચશે. સ્વર્ગ માં તો નહીં આવશે. કહે છે - હું આવું છું સ્વર્ગ અને નર્ક નાં સંગમ પર. કલ્પ-કલ્પ નાં સંગમ પર આવે છે. એમણે પછી યુગે-યુગે લખી દીધું છે. કલ્પ નો શબ્દ ભૂલી ગયાં છે. આ પણ ખેલ બનેલો છે, પછી તે જ રીપિટ થશે. આ અંતિમ જન્મ માં તમે બાપ ને અને સૃષ્ટિ ચક્ર ને જાણો છો. કેવી રીતે સ્થાપના થાય છે નંબરવાર, તે હમણાં તમે જાણો છો. આ બધો ખેલ આપ ભારતવાસીઓ પર જ બનેલો છે. હમણાં તમે બાપ દ્વારા રાજયોગ શીખો છો. બાપ ની યાદ થી જ રાજ્ય પામો છો. ચિત્ર પણ ઉભાં છે ને. આ બધાં ચિત્ર કોણે બનાવ્યાં! આમનાં કોઈ ગુરુ ગોસાઈ તો નથી. જો કોઈ ગુરુ હોત તો પણ ગુરુને એક શિષ્ય થોડી હોય. અનેક હોત ને. આ નોલેજ સિવાય એક બાપ નાં બીજું કોઈ જાણી ન શકે. ઘણાં લોકો પૂછે છે આ ચિત્ર તમારા દાદાએ બનાવડાવ્યાં છે? આ તો બાપે દિવ્ય દૃષ્ટિ થી સાક્ષાત્કાર કરાવ્યો છે. વૈકુંઠ નો પણ સાક્ષાત્કાર કરાવ્યો છે. ત્યાં કેવી રીતે શાળા ચાલે છે, કઈ ભાષા હોય છે, બધાં સાક્ષાત્કાર કર્યા છે. બાળકો ભઠ્ઠીમાં હતાં તો બાબા બાળકો ને રમાડતાં હતાં. કરાંચી માં ફક્ત તમે જ અલગ રહ્યાં હતાં, જેમ પોતાની રાજાઈ હતી. પોતાની તાત, પોતાની વાત… બીજા કોઈ સમજી ન શકે. સમજતા હતાં - આ ખુદાપ્રસ્ત છે. બાબાએ સમજાવ્યું છે - તમે છો નન્સ (સાધ્વી). નન બટ વન. (કોઈ નહિં પણ ફક્ત એક) એક બાપ નાં સિવાય બીજા કોઈને યાદ નથી કરવાનાં. તે નન્સ ક્રાઇસ્ટ ને જ જાણે છે, એનાં સિવાય કોઈને નહીં.

તમે જાણો છો વારસો એક શિવબાબા થી મળે છે. શિવબાબા તો છે બિંદુ. તે પણ કોઈનાં દ્વારા જ સમજાવશે ને. પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીં હશે. બાપ કહે છે આમનાં અનેક જન્મો નાં અંત નાં જન્મ માં પતિત શરીર માં પ્રવેશ કરું છું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન ને સારી રીતે ધારણ કરી દેહી-અભિમાની બનવાનું છે. આ જ મહેનત છે. આ ઊંચી મંઝિલ છે. આ મહેનત થી આત્મા ને સતોપ્રધાન બનાવવાનો છે.

2. જિન્ન બનીને યાદ ની યાત્રા કરવાની છે. માયા કેટલાં પણ વિઘ્ન નાખે પરંતુ મુખ માં મુલ્હરો નાખી દેવાનો છે. માયા થી હેરાન નથી થવાનું. એક ની યાદ માં રહીને તોફાન હટાવી દેવાનાં છે.

વરદાન :-
સાધનો ને યુઝ કરવા સાથે સાધના ને પોતાનો આધાર બનાવવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

કોઈ પણ જૂની દુનિયા નાં આકર્ષણમય દૃશ્ય, અલ્પકાળ નાં સુખ નાં સાધન વાપરો છો કે જુઓ છો તો એ સાધનો નાં વશીભૂત થઈ જાઓ છો. સાધનો નાં આધાર પર સાધના એવી રીતે છે જેવી રીતે રેત નાં ફાઉન્ડેશન પર બિલ્ડીંગ એટલે કોઈ પણ વિનાશી સાધન નાં આધાર પર અવિનાશી સાધના ન હોય. સાધન નિમિત્તમાત્ર છે અને સાધના નિર્માણ નો આધાર છે એટલે સાધના ને મહત્વ આપો તો સાધના સિદ્ધિ ને પ્રાપ્ત કરાવશે.

સ્લોગન :-
કોઈ પણ કમજોરી નો અંશ છે તો વંશ પેદા થઈ જશે અને પરવશ બનાવી દેશે.

અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો .

બુદ્ધિને એક ઠેકાણા પર ટકાવવાની જે યુક્તિ મળી છે તે સ્મૃતિ માં રાખો. હલવા ન દો. દેહ અને દેહ ની દુનિયાથી ન્યારા બની, મન-બુદ્ધિ નાં વિમાન થી સેકન્ડ માં આકારી અને નિરાકારી સ્થિતિ નો અનુભવ કરો. બુદ્ધિને હલવા ન દો, નહીં તો યુદ્ધ માં સમય બહુ જ વ્યર્થ જાય છે. જેવી રીતે તપસ્વી સદૈવ આસન પર બેસે છે તેવી રીતે પોતાની એકરસ સ્થિતિ નાં આસન પર વિરાજમાન રહો ત્યારે ભવિષ્ય સિંહાસન મળશે.