20-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  25.02.2006    બાપદાદા મધુબન


“ આજે ઉત્સવ નાં દિવસે મન નાં ઉમંગ - ઉત્સાહ દ્વારા માયા થી મુક્ત રહેવાનું વ્રત લો , મર્સીફુલ

 બની માસ્ટર મુક્તિદાતા બનો , સાથે જવું છે તો સમાન બનો”
 


આજે ચારેય તરફ નાં અતિ સ્નેહી બાળકો ની ઉમંગ-ઉત્સાહ ભરેલી મીઠી-મીઠી યાદ પ્યાર અને વધાઈઓ પહોંચી રહી છે. દરેક નાં મન માં બાપદાદા નાં જન્મ દિવસ ની ઉમંગ ભરી વધાઈઓ સમાયેલી છે. તમે બધા પણ વિશેષ આજે વધાઈઓ આપવા આવ્યાં છો કે લેવા આવ્યાં છો? બાપદાદા પણ દરેક સિકિલધા લાડલા બાળકો ને, બાળકો નાં જન્મ દિવસ ની પદમ-પદમ-પદમગુણા વધાઈઓ આપી રહ્યાં છે. આજ નાં દિવસ ની વિશેષતા જે આખા કલ્પ માં નથી તે આજે છે જે બાપ અને બાળકો નો જન્મદિવસ સાથે-સાથે છે. આને કહેવાય છે વિચિત્ર જયંતિ. આખા કલ્પ માં ચક્ર લગાવીને જુઓ આવી જયંતિ ક્યારેય મનાવી છે? પરંતુ આજે બાપદાદા બાળકો ની જયંતિ મનાવી રહ્યાં છે અને બાળકો બાપદાદા ની જયંતિ મનાવી રહ્યાં છે. નામ તો શિવ જયંતિ કહે છે પરંતુ આ એવી જયંતિ છે જે આ એક જયંતિ માં જ ઘણી જયંતિઓ સમાયેલી છે. તમને બધાને પણ બહુ જ ખુશી થઈ રહી છે ને કે અમે બાપ ને મુબારક આપવા આવ્યાં છીએ અને બાપ અમને મુબારક આપવા આવ્યાં છે કારણકે બાપ અને બાળકો નો સાથે જન્મ દિવસ હોવો આ અતિ પ્રેમ ની નિશાની છે. બાપ બાળકો સિવાય કાંઈ કરી નથી શકતા અને બાળકો બાપ સિવાય નથી કરી શકતાં. જન્મ પણ સાથે છે અને સંગમયુગ માં રહેવાનું પણ સાથે છે કારણકે બાપ અને બાળકો કમ્બાઈન્ડ છે. વિશ્વ કલ્યાણ નું કાર્ય પણ સાથે છે, એકલા બાપ પણ નથી કરી શકતા, બાળકો પણ નથી કરી શકતા, સાથે-સાથે છે અને બાપ નો વાયદો છે - સાથે રહીશું, સાથે ચાલીશું. સાથે ચાલશો ને? વાયદો છે ને? આટલો પ્રેમ બાપ અને બાળકો નો જોયો છે? જોયો છે કે અનુભવ કરી રહ્યાં છો? એટલે આ સંગમયુગ નું મહત્વ છે અને આ જ મિલન યાદગાર ભિન્ન-ભિન્ન મેળા માં બનાવેલું છે. આ શિવ જયંતિ નાં દિવસે ભક્ત પોકારી રહ્યાં છે - આવો. કયારે આવશે, કેવી રીતે આવશે… આ જ વિચારી રહ્યાં છે અને તમે મનાવી રહ્યાં છો.

બાપદાદા ને ભક્તો ઉપર સ્નેહ પણ છે, રહેમ પણ આવે છે, કેટલાં બધા પ્રયત્ન કરે છે, શોધતા રહે છે. તમે શોધ્યાં? કે બાપે તમને શોધ્યાં? કોણે શોધ્યાં? તમે શોધ્યાં? તમે તો ફેરા જ ફરતા રહ્યાં. પરંતુ બાપે જુઓ બાળકો ને શોધી લીધાં, ભલે બાળકો કોઈ પણ ખૂણા માં ખોવાઈ ગયાં. આજે પણ જો ભારત નાં અનેક રાજ્યો માંથી તો આવ્યાં છો પરંતુ વિદેશ પણ ઓછું નથી, સો દેશો થી આવી ગયા છે. અને મહેનત શું કરી? બાપ નાં બનવામાં મહેનત શું કરી? મહેનત કરી? કરી છે મહેનત? હાથ ઉઠાવો જેમણે બાપ ને શોધવા માં મહેનત કરી છે. ભક્તિ માં કરી પરંતુ હવે જ્યારે બાપે શોધી લીધાં, પછી મહેનત કરી? કરી મહેનત? સેકન્ડ માં સોદો કરી લીધો. એક શબ્દ માં સોદો થઈ ગયો. તે એક શબ્દ કયો? “મારા”. બાળકો એ કહ્યું “મારા બાબા”, બાપે કહ્યું “મારા બાળકો” બની ગયાં. સસ્તો સોદો છે કે મુશ્કેલ? સસ્તો છે ને? જે સમજે છે થોડો-થોડો મુશ્કેલ છે તે હાથ ઉઠાવો. ક્યારેક-ક્યારેક તો મુશ્કેલ લાગે છે ને? કે નહીં? છે સહજ પરંતુ પોતાની કમજોરીઓ મુશ્કેલ અનુભવ કરાવે છે.

બાપદાદા જુએ છે ભક્ત પણ જે સાચાં ભક્ત છે, સ્વાર્થી ભક્ત નથી, સાચાં ભક્ત, આજ નાં દિવસે બહુ જ પ્રેમ થી વ્રત રાખે છે. તમે બધાએ પણ વ્રત તો લીધું છે, તે થોડા દિવસો નું વ્રત રાખે છે અને તમે બધાએ એવું વ્રત રાખ્યું છે જે હમણાં નું આ એક વ્રત ૨૧ જન્મ કાયમ રહે છે. તે દર વર્ષે મનાવે છે, વ્રત રાખે છે, તમે કલ્પ માં એક વાર વ્રત લો છો જે ૨૧ જન્મ ન મન થી વ્રત રાખવું પડે, ન તન થી વ્રત રાખવું પડે છે. વ્રત તો તમે પણ લો છો, કયું વ્રત લીધું છે? પવિત્ર વૃત્તિ, દૃષ્ટિ, કૃતિ, પવિત્ર જીવન નું વ્રત લીધું છે. જીવન જ પવિત્ર બની ગયું. પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય વ્રત ની નથી, પરંતુ જીવન માં આહાર, વ્યવહાર, સંસાર, સંસ્કાર બધું પવિત્ર. એવું વ્રત લીધું છે ને? લીધું છે? ગરદન હલાવો. લીધું છે? પાક્કું લીધું છે? પાક્કું કે થોડુ-થોડું કાચ્ચું? અચ્છા, એક મહાભૂત કામ, તેનું વ્રત લીધું છે કે બીજા ચાર નું પણ લીધું છે? બ્રહ્મચારી તો બન્યાં પરંતુ ચાર જે પાછળ છે, એનું પણ વ્રત લીધું છે? ક્રોધ નું વ્રત લીધું છે કે તે છૂટ છે? ક્રોધ કરવાની છુટ્ટી મળી છે? બીજો નંબર છે ને તો કોઈ વાંધો નહીં, એવું તો નથી? જેવી રીતે મહાભૂત ને, મહાભૂત સમજીને મન-વાણી-કર્મ માં વ્રત પાક્કું લીધું છે, એવી રીતે જ ક્રોધ નું પણ વ્રત લીધું છે? જે સમજે છે અમે ક્રોધ નું પણ વ્રત લીધું છે, બાળકો પાછળ પણ છે, લોભ, મોહ, અહંકાર પરંતુ બાપદાદા આજે ક્રોધ નું પૂછી રહ્યાં છે, જેણે ક્રોધ વિકાર નું પૂર્ણ વ્રત લીધું છે, મન્સા માં પણ ક્રોધ નથી, દિલ માં પણ ક્રોધ ની ફીલિંગ નથી, એવું છે? આજે શિવ જયંતિ છે ને? તો ભક્ત વ્રત રાખશે તો બાપદાદા પણ વ્રત તો પૂછશે ને? જે સમજે છે કે સ્વપ્ન માં પણ ક્રોધ નો અંશ આવી નથી શકતો, તે હાથ ઉઠાવો. આવી નથી શકતો? આવતો નથી? નથી આવતો? (થોડાએ હાથ ઉઠાવ્યાં) અચ્છા, જેમણે હાથ ઉઠાવ્યાં એમનો ફોટો પાડો. કારણકે બાપદાદા તમારા હાથ ઉઠાવવા થી નહીં માનશે, તમારા સાથીઓ પાસે થી પણ સર્ટિફિકેટ લેશે પછી પ્રાઈઝ આપશે. સારી વાત છે કારણકે બાપદાદા એ જોયું કે ક્રોધ નો અંશ પણ હોય છે, ઈર્ષ્યા, જેલસી આ પણ ક્રોધ નાં બાળકો છે. પરંતુ સારું છે હિંમત જેમણે રાખી છે, એમને બાપદાદા હમણાં તો મુબારક આપી રહ્યાં છે પરંતુ સર્ટિફિકેટ ની પછી પ્રાઈઝ આપશે કારણકે બાપદાદાએ જે હોમવર્ક આપ્યું, એનું રીઝલ્ટ પણ બાપદાદા જોઈ રહ્યાં છે.

આજે બર્થ ડે બનાવી રહ્યાં છો, તો બર્થ ડે પર શું કરાય છે? એક તો કેક કાપો છો, તો હમણાં બે મહિના તો થઈ ગયા, હવે એક મહિનો રહ્યો છે, એક બે મહિના માં તમે વ્યર્થ સંકલ્પ ની કેક કાપી? તે કેક તો બહુ જ સહજ કાપી લો છો ને? આજે પણ કાપશો. પરંતુ વેસ્ટ થોટ્સ (વ્યર્થ વિચારો) ની કેક કાપી? કાપવી તો પડશે ને? કારણકે સાથે જ જવાનું છે, આ તો પાક્કો વાયદો છે ને? કે સાથે છીએ, સાથે ચાલીશું. સાથે ચાલવાનું છે તો સમાન તો બનવું પડશે ને? જો થોડાક રહી પણ ગયા હોય, બે મહિના તો પૂરાં થઈ ગયા, તો આજ નાં દિવસે બર્થ ડે મનાવવા કયાં-ક્યાં થી આવ્યાં છો. પ્લેન માં પણ આવ્યાં છો, ટ્રેન માં પણ આવ્યાં છો, કાર માં પણ આવ્યાં છો, બાપદાદા ને ખુશી છે કે ભાગી-ભાગીને આવ્યા છો. પરંતુ બર્થ ડે પહેલાં ગિફ્ટ પણ આપે છે, તો જે એક મહિનો રહેલો છે, હોળી પણ આવવાની છે. હોળી માં કાંઈક બાળાય છે. તો થોડાક જે વેસ્ટ થોટ્સ બીજ છે, તે બીજ રહેલા હશે તો ક્યારેક ડાળીઓ પણ નીકળશે, ક્યારેક શાખા પણ નીકળશે, તો શું આજ નાં ઉત્સવ નાં દિવસે મન નાં ઉમંગ-ઉત્સાહ થી, (મન નો ઉમંગ-ઉત્સાહ, મુખ નો નહીં મન નો, મન નાં ઉમંગ-ઉત્સાહ થી) જે થોડાક રહી ગયા છે, ભલે મન્સા માં, ભલે વાણી માં કે સંબંધ-સંપર્ક માં, શું આજે બાપ નાં બર્થ ડે પર બાપ ને આ ગિફ્ટ આપી શકો છો? આપી શકો છો મન નાં ઉમંગ-ઉત્સાહ થી? ફાયદો તો તમારો છે, બાપ ને તો જોવાનું છે. જે ઉમંગ-ઉત્સાહ થી, હિંમત રાખે છે, કરીને જ દેખાડશે, બેસ્ટ બનીને દેખાડશે, તે હાથ ઉઠાવો. છોડવું પડશે, વિચારી લો. બોલ માં પણ નહીં. સંબંધ-સંપર્ક માં પણ નહીં. છે હિંમત? હિંમત છે? મધુબન વાળા માં પણ છે, ફોરેન વાળા માં પણ છે, ભારતવાસીઓ માં પણ છે કારણકે બાપદાદા નો પ્રેમ છે ને! તો બાપદાદા સમજે છે કે બધા સાથે ચાલે, કોઈ રહી ન જાય. જે વાયદો કર્યો છે, સાથે ચાલીશું, તો સમાન તો બનવું જ પડશે. પ્રેમ છે ને? મુશ્કેલી થી તો નથી હાથ ઉઠાવ્યો?

બાપદાદા આ સંગઠન નું, બ્રાહ્મણ પરિવાર નું બાપ સમાન મોઢું જોવા ઈચ્છે છે. ફક્ત દૃઢ સંકલ્પ ની હિંમત કરો, મોટી વાત નથી પરંતુ સહનશક્તિ જોઈએ, સમાવવા ની શક્તિ જોઈએ. આ બે શક્તિઓ , જેમના માં સહનશક્તિ છે , સમાવવા ની શક્તિ છે , તે ક્રોધમુક્ત સહજ થઈ શકે છે . તો આપ બ્રાહ્મણ બાળકો ને તો બાપદાદાએ સર્વ શક્તિઓ વરદાન માં આપી છે, ટાઈટલ જ છે માસ્ટર સર્વ શક્તિવાન્. બસ, એક સ્લોગન યાદ રાખજો, જો એક મહિના માં સમાન બનવું જ છે તો એક સ્લોગન યાદ રાખજો, વાયદા નું છે - નથી દુઃખ આપવાનું , નથી દુ : ખ લેવાનું . ઘણાં આ ચેક કરે છે કે આજ નાં દિવસે કોઈને દુઃખ આપ્યું નથી, પરંતુ લે ખૂબ સહજ છે કારણકે લેવામાં બીજા આપે છે ને, તો પોતાને છોડાવી દે છે, મેં થોડી કાંઈ કર્યું, બીજાએ આપ્યું, પરંતુ લીધું કેમ? લેવા વાળા તમે છો કે આપવા વાળા? આપવા વાળાએ ભૂલ કરી, એ બાપ અને ડ્રામા જાણે એનો હિસાબ-કિતાબ, પરંતુ તમે લીધું કેમ? બાપદાદાએ રીઝલ્ટ માં જોયું છે કે આપવામાં તો પણ વિચારે છે પરંતુ લઈ ખૂબ જલ્દી લે છે એટલે સમાન બની નહીં શકે. લેવાનું નથી કેટલું પણ કોઈ આપે, નહીં તો ફીલિંગ ની બીમારી વધી જાય છે એટલે જો નાની-નાની વાતો માં ફીલિંગ વધે છે તો વેસ્ટ થોટ્સ ખતમ નથી થઈ શકતા પછી બાપ ની સાથે કેવી રીતે ચાલશો? બાપ નો પ્રેમ છે, બાપ તમને છોડી નથી શકતાં, સાથે લઈને જ જવાના છે. મંજૂર છે? પસંદ છે ને? પસંદ છે તો હાથ ઉઠાવો. પાછળ-પાછળ તો નથી આવવાનું ને? જો સાથે ચાલવું છે તો ગિફ્ટ આપવી જ પડશે. એક મહિના બધા અભ્યાસ કરો, નથી દુઃખ લેવાનું, નથી દુઃખ આપવાનું. એવું નહીં કહેતા મેં આપ્યું નથી, એણે લઈ લીધું, કાંઈક તો થાય છે. પરદર્શન નહીં કરતા, સ્વ-દર્શન. હે અર્જુન મારે બનવાનું છે.

જુઓ, બાપદાદાએ રિપોર્ટ માં જોયું, સંતુષ્ટતા નો રિપોર્ટ હમણાં મેજોરીટી નો નહોતો એટલે બાપદાદા પછી એક મહિના માટે અંડરલાઈન કરાવે છે. જો એક મહિનો અભ્યાસ કરી લીધો તો આદત પડી જશે. આદત પાડવાની છે. હલકું નથી છોડવાનું, આ તો થાય જ છે, આટલું તો ચાલશે, ના. જો બાપદાદા સાથે પ્રેમ છે તો પ્રેમ ની પાછળ શું ફક્ત એક ક્રોધ વિકાર ને જ કુરબાન નથી કરી શકતાં? કુરબાન ની નિશાની છે - ફરમાન માનવા વાળા. વ્યર્થ સંકલ્પ અંતિમ ઘડી માં ખૂબ દગો આપી શકે છે કારણકે ચારેય બાજું પોતાની તરફ દુઃખ નું વાયુમંડળ, પ્રકૃતિ નું વાયુમંડળ અને આત્માઓ નું વાયુમંડળ આકર્ષણ કરવા વાળું હશે. જો વેસ્ટ થોટ્સ ની આદત હશે તો વેસ્ટ માં જ ગૂંચવાઈ જશો. તો બાપદાદા નો આજે વિશેષ આ હિંમત નો સંકલ્પ છે, ભલે વિદેશ માં રહે છે કે ભારત માં રહે છે, છે તો બાપદાદા એક નાં બાળકો. તો ચારેય તરફ નાં બાળકો હિંમત અને દૃઢતા રાખી, સફળમૂર્ત બની વિશ્વ માં આ એનાઉન્સ કરે કે કામ નથી, ક્રોધ નથી, અમે પરમાત્મ બાળકો છીએ. બીજાઓ ને દારુ છોડાવે, બી.ડી. છોડાવે, પરંતુ બાપદાદા આજે દરેક બાળકો ને ક્રોધમુક્ત, કામ વિકાર મુક્ત આ બે ની હિંમત અપાવીને સ્ટેજ પર વિશ્વ ને દેખાડવા ઈચ્છે છે. પસંદ છે? દાદીઓ ને પસંદ છે? પહેલી લાઈન વાળાઓ ને પસંદ છે? મધુબન વાળાઓ ને પસંદ છે? મધુબન વાળાઓ ને પણ પસંદ છે. ફોરેન વાળા ને પણ પસંદ છે? તો જે વસ્તુ પસંદ હોય છે એને કરવામાં શું મોટી વાત છે? બાપદાદા પણ એક્સ્ટ્રા કિરણો આપશે. એવો નક્શો દેખાય કે આ દુવાઓ આપવા વાળો અને દુવાઓ લેવા વાળો બ્રાહ્મણ પરિવાર છે કારણકે સમય પણ પોકારી રહ્યો છે, બાપદાદા ની પાસે તો એડવાન્સ પાર્ટી વાળા ની પણ દિલ ની પોકાર છે. માયા પણ હવે થાકી ગઈ છે. તે પણ ઈચ્છે છે કે હવે અમને પણ મુક્તિ આપી દો. મુક્તિ આપે છે પરંતુ વચ્ચે-વચ્ચે થોડી દોસ્તી કરી લે છે કારણકે ૬૩ જન્મ દોસ્ત રહી છે ને? તો બાપદાદા કહે છે કે હે માસ્ટર મુક્તિ દાતા હવે બધાને મુક્તિ આપી દો કારણકે આખા વિશ્વ ને કાંઈ ને કાંઈ પ્રાપ્તિ ની અંચલી આપવાની છે, કેટલું કામ કરવાનું છે કારણકે આ સમયે, સમય તમારો સાથી છે, સર્વ આત્માઓ ને મુક્તિ માં જવાનું જ છે, સમય છે. બીજા સમય માં જો તમે પુરુષાર્થ પણ કરો, તો સમય નથી, એટલે તમે આપી ન શકો. હમણાં સમય છે એટલે બાપદાદા કહે છે પહેલાં સ્વ ને મુક્તિ આપો, પછી વિશ્વ નાં સર્વ આત્માઓ ને મુક્તિ આપવાની અંચલી આપો. તેઓ પોકારી રહ્યાં છે, તમને શું દુઃખીઓ ની પોકાર નો આવાજ નથી આવતો? જો પોતાનાં માં જ બીઝી હશો તો અવાજ સાંભળવા માં નથી આવતો. વારંવાર ગીત ગાઈ રહ્યાં છે - દુ:ખીઓ પર કુછ રહેમ કરો… હમણાં થી દયાળુ, કૃપાળુ, મર્સિફુલ નાં સંસ્કાર બહુ જ કાળ થી નહીં ભરશો તો તમારા જડચિત્ર માં મર્સિફુલ નાં, કૃપા નાં, રહેમ નાં, દયા નાં વાયબ્રેશન કેવી રીતે ભરાશે?

ડબલ ફોરેનર્સ સમજે છે, તમે પણ દ્વાપર માં મર્સિફુલ બનીને પોતાનાં જડ ચિત્રો દ્વારા બધાને મર્સી આપશો ને? તમારા ચિત્ર છે ને કે ઈન્ડિયા વાળા નાં જ છે? ફોરેનર્સ સમજે છે કે અમારા ચિત્ર છે? તો ચિત્ર શું આપે છે? ચિત્રો ની પાસે જઈને શું માંગે છે? મર્સી, મર્સી ની ધૂન લગાવી દે છે. તો હવે સંગમ પર તમે પોતાનાં દ્વાપર-કળિયુગ નાં સમય માટે જડ ચિત્રો માં વાયુમંડળ ભરશો ત્યારે તમારા જડ ચિત્રો દ્વારા અનુભવ કરશે. ભક્તો નું કલ્યાણ તો થશે ને? ભક્ત પણ છે તો તમારી જ વંશાવલી ને? તમે બધા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર નાં સંતાન છો. તો ભક્ત છે, ભલે દુઃખી છે, પરંતુ છે તો તમારી જ વંશાવલી. તો તમને રહેમ નથી આવતો? આવે તો છે પરંતુ થોડો-થોડો અને ક્યાંક વ્યસ્ત થઈ જાઓ છો. હવે પોતાનાં પુરુષાર્થ માં સમય વધારે ન લગાવો. આપવામાં લગાવો, તો આપવાનું લેવાનું થઈ જશે. નાની-નાની વાતો નહીં, મુક્તિ દિવસ મનાવો. આજ નો દિવસ મુક્તિ દિવસ મનાવો. ઠીક છે? હા, પહેલી લાઈન ઠીક છે? મધુબન વાળા ઠીક છે?

આજે મધુબન વાળા બહુ જ પ્રિય લાગી રહ્યાં છે કારણકે મધુબન ને ફોલો ખૂબ જલ્દી કરે છે. દરેક વાત માં મધુબન ને ફોલો જલ્દી કરે છે, તો મધુબન વાળા મુક્તિ દિવસ મનાવશે ને તો બધા ફોલો કરશે. તમે મધુબન નિવાસી બધા માસ્ટર મુક્તિદાતા બની જાઓ. બનવું છે? (બધા હાથ ઉઠાવી રહ્યાં છે) અચ્છા, ખૂબ છે. અચ્છા, હમણાં બાપદાદા બધાને ભલે અહીં સન્મુખ બેઠાં છે કે દેશ-વિદેશ માં દૂર બેસીને સાંભળી રહ્યાં છે અથવા જોઈ રહ્યાં છે, બધા બાળકો ને ડ્રિલ કરાવે છે. બધા તૈયાર થઈ ગયાં. બધા સંકલ્પ મર્જ કરી દો, હવે એક સેકન્ડ માં મન બુદ્ધિ દ્વારા પોતાનાં સ્વીટ હોમ માં પહોંચી જાઓ… હવે પરમધામ થી પોતાનાં સૂક્ષ્મ વતન માં પહોંચી જાઓ… હવે સૂક્ષ્મ વતન થી સ્થૂળ સાકાર વતન પોતાનાં રાજ્ય સ્વર્ગ માં પહોંચી જાઓ… હવે પોતાનાં પુરુષોત્તમ સંગમયુગ માં પહોંચી જાઓ… હવે મધુબન માં આવી જાઓ. એવી રીતે જ વારંવાર સ્વદર્શન ચક્રધારી બની ચક્ર લગાવતા રહો. અચ્છા.

ચારેય તરફ નાં લવલી અને લક્કી બાળકો ને, સદા સ્વરાજ્ય દ્વારા સ્વ-પરિવર્તન કરવા વાળા રાજા બાળકો ને, સદા દૃઢતા દ્વારા સફળતા પ્રાપ્ત કરવા વાળા સફળતા નાં સિતારો ને, સદા ખુશ રહેવા વાળા ખુશનસીબ બાળકો ને, બાપદાદા નાં આજ નાં જન્મદિવસ ની, બાપ અને બાળકો ને બર્થ ડે ની બહુ જ-બહુ જ મુબારક, દુવાઓ અને યાદપ્યાર, આવાં શ્રેષ્ઠ બાળકો ને નમસ્તે.

વરદાન :-
વિશ્વ કલ્યાણ ની જવાબદારી સમજી સમય અને શક્તિઓ ની ઇકોનોમી કરવા વાળા માસ્ટર રચયિતા ભવ

વિશ્વ નાં સર્વ આત્માઓ આપ શ્રેષ્ઠ આત્માઓ નો પરિવાર છે, જેટલો મોટો પરિવાર હોય છે એટલું જ ઇકોનોમી નો વિચાર રખાય છે. તો સર્વ આત્માઓ ને સામે રાખતા, સ્વયં ને બેહદ ની સેવા અર્થ નિમિત્ત સમજીને પોતાનો સમય અને શક્તિઓનો ને કાર્ય માં લગાવો. પોતાનાં પ્રત્યે જ કમાયા, ખાધું અને ગુમાવ્યું - એવાં અલબેલા નહીં બનો. સર્વ ખજાનાઓ નું બજેટ બનાવો. માસ્ટર રચયિતા ભવ નાં વરદાન ને સ્મૃતિ માં રાખી સમય અને શક્તિ નો સ્ટોક સેવા પ્રત્યે જમા કરો.

સ્લોગન :-
મહાદાની એ છે જેમનાં સંકલ્પ અને બોલ દ્વારા બધા ને વરદાનો ની પ્રાપ્તિ થાય.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

તમારી જે સૂક્ષ્મ શક્તિઓ મંત્રી તથા મહામંત્રી છે, (મન અને બુદ્ધિ) એમને પોતાનાં ઓર્ડર પ્રમાણે ચલાવો. જો હમણાં થી રાજ્ય દરબાર ઠીક હશે તો ધર્મરાજ નાં દરબાર માં નહીં જશો. ધર્મરાજ પણ સ્વાગત કરશે. પરંતુ જો કંટ્રોલિંગ પાવર નહીં હશે તો ફાઈનલ રિઝલ્ટ માં ફાઇન ભરવા માટે ધર્મરાજ પુરી માં જવું પડશે. આ સજાઓ ફાઇન છે. રિફાઈન બની જાઓ તો ફાઇન નહીં ભરવો પડશે.

સુચના :- આજે મહિના નો ત્રીજો રવિવાર છે બધા રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી વિશેષ યોગ અભ્યાસ નાં સમયે ભક્તો ની પોકાર સાંભળે અને પોતાનાં ઈષ્ટદેવ રહેમદિલ દાતા સ્વરુપ માં સ્થિત થઈ બધાની મનોકામનાઓ પૂર્ણ કરવાની સેવા કરે.