21-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બાપ ની પાસે આવ્યાં છો પોતાની સૂતેલી તકદીર જગાડવાં , તકદીર જાગવી અર્થાત્ વિશ્વ
નાં માલિક બનવું”
પ્રશ્ન :-
કયો ખોરાક આપ બાળકો
ને બાપ સમાન બુદ્ધિવાન બનાવી દે છે?
ઉત્તર :-
આ ભણતર છે આપ બાળકો ની બુદ્ધિ નો ખોરાક. જે રોજ ભણતર ભણે છે અર્થાત્ આ ખોરાક ને લે
છે તેમની બુદ્ધિ પારસ બની જાય છે. પારસનાથ બાપ જે બુદ્ધિવાનો ની બુદ્ધિ છે એ તમને
આપસમાન પારસબુદ્ધિ બનાવે છે.
ગીત :-
તકદીર જગાકર
આયી હું…
ઓમ શાંતિ!
ગીત ની લાઈન
સાંભળીને પણ મીઠાં-મીઠાં બાળકો નાં રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ. છે તો સાધારણ ગીત
પરંતુ આનો સાર બીજા કોઈ નથી જાણતાં. બાપ જ આવીને ગીત, શાસ્ત્ર વગેરે નો અર્થ સમજાવે
છે. મીઠાં-મીઠાં બાળકો આ પણ જાણે છે કે કળિયુગ માં બધાની તકદીર સૂતેલી છે. સતયુગ
માં બધાની તકદીર જાગેલી છે, સૂતેલી તકદીર ને જગાડવા વાળા અને શ્રીમત આપવા વાળા અથવા
તકદીર બનાવવા વાળા એક જ બાપ છે. એ જ બેસીને બાળકો ની તકદીર જગાડે છે. જેમ બાળક જન્મે
છે અને તકદીર જાગી જાય છે. બાળક જન્મ્યું અને તેને આ ખબર પડી જાય છે કે હું વારિસ
છું. હૂબહૂ આ પછી બેહદ ની વાત છે. બાળકો જાણે છે - કલ્પ-કલ્પ અમારી તકદીર જાગે છે
પછી સુઈ જાય છે. પાવન બનીએ છીએ તો તકદીર જાગે છે. પાવન ગૃહસ્થ આશ્રમ કહેવાય છે.
આશ્રમ શબ્દ પવિત્ર હોય છે. પવિત્ર ગૃહસ્થ આશ્રમ, તેની વિરુદ્ધ પછી છે અપવિત્ર પતિત
ગૃહસ્થ ધર્મ. આશ્રમ નહીં કહેવાશે. ગૃહસ્થ ધર્મ તો બધાનો છે જ. જાનવરો માં પણ છે.
બાળકો ને તો બધા જન્મ આપે જ છે. જાનવરો ને પણ કહેવાશે ગૃહસ્થ ધર્મ માં છે. હવે બાળકો
જાણે છે - આપણે સ્વર્ગ માં પવિત્ર ગૃહસ્થ આશ્રમ માં હતાં, દેવી-દેવતા હતાં. તેમની
મહિમા પણ ગાય છે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ… તમે પોતે પણ ગાતા હતાં. હવે સમજો
છો આપણે મનુષ્ય થી દેવતા ફરી થી બની રહ્યાં છીએ. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા…
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહેવાય છે. બ્રહ્મા દેવતાય નમઃ પછી કહે છે શિવ
પરમાત્માય નમઃ. હવે તેનો અર્થ પણ તમે જાણો છો. તેઓ તો અંધશ્રદ્ધા થી ફક્ત કહી દે
છે. હવે શંકર દેવતાય નમઃ કહેવાશે. શિવ ને માટે કહેવાશે શિવ પરમાત્માય નમઃ તો ફરક થયો
ને? તે દેવતા થઈ ગયા, એ પરમાત્મા થઈ ગયાં. શિવ અને શંકર ને એક કહી ન શકાય. તમે જાણો
છો આપણે બરોબર પથ્થરબુદ્ધિ હતાં, હવે પારસબુદ્ધિ બની રહ્યાં છીએ. દેવતાઓ ને તો
પથ્થરબુદ્ધિ નહીં કહેવાશે. પછી ડ્રામા અનુસાર રાવણ રાજ્ય માં સીડી ઉતરવાની છે.
પારસબુદ્ધિ થી પથ્થરબુદ્ધિ બનવાનું છે. સૌથી બુદ્ધિવાન તો એક જ બાપ છે. હમણાં તમારી
બુદ્ધિ માં દમ નથી રહ્યો. બાપ તેને પારસબુદ્ધિ બનાવે છે. તમે અહીં આવો છો પારસબુદ્ધિ
બનવાં. પારસનાથ નાં પણ મંદિર છે. ત્યાં મેળા લાગે છે. પરંતુ આ કોઈને ખબર નથી કે
પારસનાથ કોણ છે? હકીકત માં પારસ બનાવવા વાળા તો બાપ જ છે. એ છે બુદ્ધિવાનો ની બુદ્ધિ.
આ જ્ઞાન છે આપ બાળકો ની બુદ્ધિ માટે ખોરાક, આનાંથી બુદ્ધિ કેટલી બદલાય છે. આ દુનિયા
છે કાંટાઓ નું જંગલ. કેટલું એક-બીજા ને દુઃખ આપે છે. હમણાં છે જ તમોપ્રધાન રૌરવ
નર્ક. ગરુડ પુરાણ માં પણ ખૂબ રોચક વાતો લખી દીધી છે.
હમણાં આપ બાળકો ની
બુદ્ધિ ને ખોરાક મળી રહ્યો છે. બેહદ નાં બાપ ખોરાક આપી રહ્યાં છે. આ છે ભણતર. આને
જ્ઞાન-અમૃત પણ કહી દે છે. કોઈ જળ વગેરે નથી. આજકાલ બધી વસ્તુ ને અમૃત કહી દે છે.
ગંગાજળ ને પણ અમૃત કહે છે. દેવતાઓનાં પગ ધોઈને પાણી રાખે છે, તેને અમૃત કહી દે છે.
હવે આ પણ બુદ્ધિ થી સમજવાની વાત છે ને? આ અંચલી અમૃત છે કે પતિત-પાવની ગંગા નું પાણી
અમૃત છે? અંચલી જે આપે છે એ એવું નથી કહેતાં કે આ પતિતો ને પાવન બનાવવા વાળું છે,
ગંગાજળ માટે કહે છે પતિત-પાવની છે. કહે પણ છે મનુષ્ય મરે તો ગંગાજળ મુખ માં હોય.
દેખાડે છે અર્જુને બાણ માર્યા પછી અમૃત-જળ પીવડાવ્યું. આપ બાળકોએ કોઈ બાણ વગેરે નથી
ચલાવ્યાં. એક ગામડું છે જ્યાં બાણો થી લડે છે. ત્યાં નાં રાજા ને ઈશ્વર નો અવતાર કહે
છે. હવે ઈશ્વર નો અવતાર તો કોઈ હોય ન શકે. હકીકત માં સાચાં-સાચાં સદ્દગુરુ તો એક જ
છે, જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. જે બધા આત્માઓ ને સાથે લઈ જાય છે. બાપ સિવાય પાછું
કોઈ પણ લઈ જઈ ન શકે. બ્રહ્મ માં લીન થઈ જવાની પણ વાત નથી. આ નાટક બનેલું છે. સૃષ્ટિ
નું ચક્ર અનાદિ ફરતું જ રહે છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય
છે, આ હમણાં તમે જાણો છો બીજું કોઈ નથી જાણતું. મનુષ્ય અર્થાત્ આત્માઓ પોતાનાં બાપ
રચયિતા ને પણ નથી જાણતાં, જેમને યાદ પણ કરે છે ઓ ગોડ ફાધર. હદ નાં બાપ ને ક્યારેય
ગોડફાધર નહીં કહેવાશે. ગોડફાધર શબ્દ ખૂબ આદર થી કહે છે. એમનાં માટે જ ગાય છે
પતિત-પાવન, દુઃખહર્તા-સુખકર્તા છે. એક તરફ કહે છે એ દુઃખહર્તા-સુખકર્તા છે અને
જ્યારે કોઈ દુઃખ હોય છે કે બાળક વગેરે મરી જાય છે તો કહી દે ઈશ્વર જ દુઃખ-સુખ આપે
છે. ઈશ્વરે અમારું બાળક લઈ લીધું. આ શું કર્યું? હવે એક તો મહિમા ગાય છે અને પછી
કાંઈ થાય છે તો ઈશ્વર ને ગાળો આપે છે. કહે પણ છે ઈશ્વરે બાળક આપ્યું છે, પછી જો એને
પાછું લઈ લીધું તો તમે રડો છો કેમ? ઈશ્વર ની પાસે ગયું ને? સતયુગ માં ક્યારેય કોઈ
રડતા નથી. બાપ સમજાવે છે રડવાની તો કોઈ જરુર નથી. આત્માએ પોતાનાં હિસાબ-કિતાબ
અનુસાર જઈ બીજો પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન ન હોવાનાં કારણે મનુષ્ય કેટલાં રડે છે, જાણે
પાગલ થઈ જાય છે. અહીં તો બાપ સમજાવે છે - અમ્મા મરે તો પણ હલવો ખાઓ… નષ્ટોમોહા થવાનું
છે. અમારા તો એક જ બેહદ નાં બાપ છે, બીજું ન કોઈ. એવી અવસ્થા બાળકો ની હોવી જોઈએ.
મોહજીત રાજા ની કથા પણ સાંભળી છે ને? આ છે બધી દંતકથાઓ. સતયુગ માં ક્યારેય દુઃખ ની
વાત હોતી નથી. નથી ક્યારેય અકાળે મૃત્યુ થતું. બાળકો જાણે છે આપણે કાળ પર જીત
મેળવીએ છીએ, બાપ ને મહાકાળ પણ કહેવાય છે. કાળો નાં કાળ તમને કાળ પર જીત અપાવે છે
અર્થાત્ કાળ ક્યારેય ખાતો નથી. કાળ આત્મા ને તો નથી ખાઈ શકતો. આત્મા એક શરીર છોડી
બીજું લે છે, તેને કહેવાય છે કાળ ખાઈ ગયો. બાકી કાળ કોઈ વસ્તુ નથી. મનુષ્ય મહિમા
ગાતા રહે છે, સમજતા કાંઈ પણ નથી. ગાય છે અચતમ્ કેશવમ્… અર્થ કાંઈ નથી સમજતાં.
બિલકુલ જ મનુષ્ય સમજ ની બહાર થઈ ગયા છે. બાપ સમજાવે છે આ ૫ વિકાર તમારી બુદ્ધિ ને
કેટલાં ખરાબ કરી દે છે. કેટલાં મનુષ્ય બદ્રીનાથ વગેરે પર જાય છે. આજે બે લાખ ગયા, ૪
લાખ ગયાં… મોટાં-મોટાં ઓફિસર્સ (અધિકારીઓ) પણ જાય છે તીર્થ કરવાં. તમે તો જતા નથી
તો તે કહેશે આ બી.કે. તો નાસ્તિક છે કારણ કે ભક્તિ નથી કરતાં. તમે પછી કહો છો જે
ભગવાન ને જાણતા નથી તે નાસ્તિક છે. બાપ ને તો કોઈ નથી જાણતા એટલે ઓરફન (અનાથ) ની
દુનિયા કહેવાય છે. કેટલાં પરસ્પર લડતાં-ઝઘડતાં રહે છે. આ આખી દુનિયા બાબા નું ઘર છે
ને? બાપ આખી દુનિયા નાં બાળકો ને પતિત થી પાવન બનાવવા આવે છે. અડધોકલ્પ બરોબર પાવન
દુનિયા હતી ને? ગાય પણ છે રામ રાજા, રામ પ્રજા, રામ સાહૂકાર છે… ત્યાં પછી અધર્મ ની
વાત કેવી રીતે હોય શકે? કહે પણ છે ત્યાં સિંહ-બકરી સાથે પાણી પીવે છે પછી ત્યાં
રાવણ વગેરે ક્યાંથી આવ્યાં? સમજતા નથી. બહારવાળા તો આવી વાતો સાંભળીને હસે છે.
આપ બાળકો જાણો છો -
હમણાં જ્ઞાન નાં સાગર બાપ આવીને આપણને જ્ઞાન આપે છે. આ પતિત દુનિયા છે ને? હવે
પ્રેરણા થી પતિતો ને પાવન બનાવશે શું? બોલાવે છે હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન
બનાવો તો જરુર ભારત માં જ આવ્યાં હતાં. હમણાં પણ કહે છે હું જ્ઞાન નો સાગર આવ્યો
છું. આપ બાળકો જાણો છો શિવબાબા માં જ આખું જ્ઞાન છે, એ જ બાપ બાળકો ને આ બધી વાતો
સમજાવે છે. શાસ્ત્રો માં બધી છે દંત કથાઓ. નામ રાખી દીધું છે - વ્યાસ ભગવાને
શાસ્ત્ર બનાવ્યાં. હવે તે વ્યાસ હતાં ભક્તિમાર્ગ નાં. આ છે વ્યાસ દેવ, એમનાં બાળકો
તમે સુખ દેવ છો. હવે તમે સુખ નાં દેવતા બનો છો. સુખ નો વારસો લઈ રહ્યાં છો વ્યાસ
પાસે થી, શિવાચાર્ય પાસે થી. વ્યાસ નાં બાળકો તમે છો. પરંતુ મનુષ્ય મૂંઝાઈ ન જાય
એટલે કહેવાય છે શિવ નાં બાળકો. એનું અસલ નામ છે જ શિવ. તો હવે બાપ કહે છે - કોઈ
દેહધારી ને ન જુઓ. જ્યારે શિવબાબા સન્મુખ બેઠાં છે. આત્મા ને જાણી શકાય છે, પરમાત્મા
ને પણ જાણી શકાય છે. એ પરમપિતા પરમાત્મા શિવ. એ જ આવીને પતિત થી પાવન બનવાનો રસ્તો
બતાવે છે. કહે છે હું આપ આત્માઓ નો બાપ છું. આત્મા ને રીયલાઈઝ (અનુભવ) કરાય છે,
જોવાતો નથી. બાપ પૂછે છે હવે તમે પોતાનાં આત્મા ને રીયલાઈઝ કર્યો? આટલાં નાનાં આત્મા
માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. જાણે એક રેકોર્ડ છે.
તમે જાણો છો આપણે
આત્મા જ શરીર ધારણ કરીએ છીએ. પહેલાં તમે દેહ-અભિમાની હતાં, હવે દેહી-અભિમાની છો. તમે
જાણો છો આપણે આત્મા ૮૪ જન્મ લઈએ છીએ. તેનો એન્ડ (અંત) નથી થતો. કોઈ-કોઈ પૂછે છે આ
ડ્રામા ક્યાર થી શરુ થયો? પરંતુ આ તો અનાદિ છે, ક્યારેય વિનાશ નથી થતો. આને કહેવાય
છે પૂર્વ નિર્ધારિત અવિનાશી વર્લ્ડ ડ્રામા. તો બાપ બાળકો ને સમજાવે છે. જેમ અભણ
બાળકો ને ભણતર અપાય છે. આત્મા જ શરીર માં રહે છે. આ છે પથ્થરબુદ્ધિ માટે ફૂડ (ભોજન),
બુદ્ધિ ને સમજ મળે છે. આપ બાળકો માટે બાબાએ ચિત્ર બનાવડાવ્યાં છે. ખૂબ સહજ છે. આ છે
ત્રિમૂર્તિ બ્રહ્મા-વિષ્ણુ-શંકર. હવે બ્રહ્મા ને પણ ત્રિમૂર્તિ કેમ કહેવાય છે?
દેવ-દેવ મહાદેવ. એક-બીજા ની ઉપર રાખે છે. અર્થ કાંઈ પણ નથી જાણતાં. હવે બ્રહ્મા
દેવતા કેવી રીતે હોય શકે? પ્રજાપિતા બ્રહ્મા તો અહીં હોવા જોઈએ. આ વાતો કોઈ શાસ્ત્રો
માં નથી. બાપ કહે છે હું આ શરીર માં પ્રવેશ કરી આમનાં દ્વારા તમને સમજાવું છું. આમને
પોતાનાં બનાવું છું. આમનાં અનેક જન્મો નાં અંત માં આવું છું. આ પણ ૫ વિકારો નો
સંન્યાસ કરે છે. સંન્યાસ કરવા વાળા ને યોગી, ઋષિ કહેવાય છે. હમણાં તમે રાજઋષિ બન્યાં
છો. ૫ વિકારો નો સંન્યાસ તમે કર્યો તો નામ બદલાય છે. તમે તો રાજયોગી બનો છો. તમે
પ્રતિજ્ઞા કરો છો. તે સંન્યાસી લોકો તો ઘરબાર છોડીને ચાલ્યાં જાય છે. અહીં તો
સ્ત્રી-પુરુષ સાથે રહે છે, પ્રતિજ્ઞા કરે છે અમે વિકાર માં ક્યારેય નહીં જઈશું. મૂળ
વાત જ છે વિકાર ની.
આપ બાળકો જાણો છો
શિવબાબા રચયિતા છે. એ નવી રચના રચે છે. એ બીજરુપ, સત્ ચિત્ આનંદ નાં સાગર, જ્ઞાન
નાં સાગર છે. સ્થાપના, વિનાશ, પાલના કેવી રીતે કરે છે - આ બાપ જાણે છે, મનુષ્ય નથી
જાણતાં. ફટ થી કહી દે છે તમે બી.કે. તો દુનિયા નો વિનાશ કરશો. અચ્છા, તમારા મુખ માં
ગુલાબ. કહે છે આ તો વિનાશ નાં માટે નિમિત્ત બન્યાં છે. નથી શાસ્ત્રો ને, નથી ભક્તિ
ને, નથી ગુરુઓ ને માનતા, ફક્ત પોતાનાં દાદા ને માને છે. પરંતુ બાપ તો સ્વયં કહે છે
આ પતિત શરીર છે, મેં આમનાં માં પ્રવેશ કર્યો છે. પતિત દુનિયા માં તો કોઈ પાવન હોતાં
નથી. મનુષ્ય તો જે સાંભળેલી-સંભળાવેલી વાતો સાંભળે છે તે બોલી દે છે. એવી
સાંભળેલી-સંભળાવેલી વાતો થી તો ભારત ની દુર્ગતિ થઈ છે, ત્યારે બાપ આવીને સત્ય
સંભળાવી બધાની સદ્દગતિ કરે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસે
થી સુખ નો વારસો લઈને સુખ નાં દેવતા બનવાનું છે. બધાને સુખ આપવાનું છે. રાજઋષિ બનવા
માટે સર્વ વિકારો નો સંન્યાસ કરવાનો છે.
2. ભણતર જ સાચ્ચો
ખોરાક છે. સદ્દગતિ માટે સાંભળેલી-સંભળાવેલી વાતો ને છોડી શ્રીમત પર ચાલવાનું છે. એક
બાપ પાસે થી જ સાંભળવાનું છે. મોહજીત બનવાનું છે.
વરદાન :-
પોતાનાં અસલી
સંસ્કારો ને ઈમર્જ કરી સદા હર્ષિત રહેવાવાળા જ્ઞાન સ્વરુપ ભવ
જે બાળકો જ્ઞાન નું
સ્મરણ કરી એનું સ્વરુપ બને છે તે સદા હર્ષિત રહે છે. સદા હર્ષિત રહેવું - આ
બ્રાહ્મણ-જીવન નાં અસલી સંસ્કાર છે. દિવ્ય ગુણ પોતાની વસ્તુ છે, અવગુણ માયા ની વસ્તુ
છે જે સંગદોષ થી આવી ગયા છે. હવે એને પીઠ આપી દો અને પોતાની ઓલમાઈટી ઓથોરિટી ની
પોઝીશન (સ્થિતિ) પર રહો તો સદા હર્ષિત રહેશો. કોઈ પણ આસુરી કે વ્યર્થ સંસ્કાર સામે
આવવાની હિંમત પણ નહીં રાખી શકે.
સ્લોગન :-
સંપૂર્ણતા નું
લક્ષ સામે રાખો તો સંકલ્પ માં પણ કોઈ આકર્ષણ આકર્ષિત ન કરી શકે.
આ અવ્યક્ત ઈશારા -
એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
એકતા માટે એક રુહાની
તાવીજ સદા પોતાની પાસે રાખો કે રિગાર્ડ આપવો જ રિગાર્ડ લેવો છે. આ રિગાર્ડ નો
રેકોર્ડ સફળતા નો અવિનાશી રેકોર્ડ થઈ જશે. મુખ પર એક જ સફળતા નો મંત્ર છે - “પહેલાં
તમે” - આ મહામંત્ર મન થી પાક્કો રહે. યથાર્થ રુપ થી પહેલાં હું ને ખતમ કરી બીજાઓ ને
આગળ વધારવા તે પોતાનું વધવું સમજીને મહામંત્ર ને આગળ વધારતા સફળતા મેળવતા રહો, આ
મંત્ર અને તાવીજ સદા સાથે રહે તો પ્રત્યક્ષતા નાં નગારા વાગી જશે.