21-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શ્રીમત પર કલ્યાણકારી બનવાનું છે , સૌને સુખ નો રસ્તો બતાવવાનો છે”

પ્રશ્ન :-
કોઈ પણ પ્રકાર ની ગફલત (ભૂલ) થવાનું મુખ્ય કારણ શું છે?

ઉત્તર :-
દેહ-અભિમાન. દેહ-અભિમાન નાં કારણે જ બાળકો થી ખૂબ ભૂલો થાય છે. તે સર્વિસ (સેવા) પણ નથી કરી શકતાં. એમનાં થી એવાં કર્મ થાય છે જે બધા નફરત કરે છે. બાબા કહે છે - બાળકો, આત્મ-અભિમાની બનો. કોઈ પણ અકર્તવ્ય ન કરો. ક્ષીરખંડ બનીને સર્વિસ નાં સારા-સારા પ્લાન બનાવો. મોરલી સાંભળીને ધારણ કરો, એમાં બેપરવાહ ન બનો.

ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન…

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ ની શ્રીમત. હમણાં હું બધા સેવાકેન્દ્રો નાં બાળકો સાથે વાત કરી રહ્યો છું. હવે જે ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ, સીડી, લક્ષ્મી-નારાયણ નું ચિત્ર અને કૃષ્ણ નું ચિત્ર - આ ૬ ચિત્ર છે મુખ્ય. આ જાણે આખું પ્રદર્શન છે, આમાં બધો સાર આવી જાય છે. જેવાં નાટક નાં પડદા બનાવાય છે, જાહેરાત માટે. તે ક્યારેય વરસાદ વગેરે માં ખરાબ નથી થતાં. એવાં આ મુખ્ય ચિત્ર બનાવવા જોઈએ. બાળકો ને શ્રીમત મળે છે રુહાની સર્વિસ વધારવા માટે, ભારતવાસી મનુષ્યો નું કલ્યાણ કરવા માટે. ગાય પણ છે - કલ્યાણકારી બેહદ નાં બાપ છે તો જરુર કોઈ અકલ્યાણકારી પણ હશે. જેનાં કારણે બાપે આવીને પછી કલ્યાણ કરવું પડે છે. રુહાની બાળકો જેમનું કલ્યાણ થઈ રહ્યું છે, તે એ વાતો ને સમજી શકે છે. જેમ અમારું કલ્યાણ થયું છે તો અમે પછી બીજાઓનું પણ કલ્યાણ કરીએ. જેમ બાપ ને પણ ચિંતન ચાલે છે કે કેવી રીતે કલ્યાણ કરીએ? યુક્તિઓ બતાવી રહ્યાં છે. ૬ બાય ૯ નાં માપ ની સીટ પર આ ચિત્ર બનાવવું જોઈએ. દિલ્લી જેવા શહેરો માં ખાસ કરીને ખૂબ મનુષ્ય આવે છે. જ્યાં ગવર્મેન્ટ ની એસેમ્બલી (સરકાર નું સંગઠન) વગેરે હોય છે. મનોચિકિત્સક તરફ ઘણાં લોકો આવે છે, ત્યાં આ ચિત્ર રાખવા જોઈએ. અનેક નું કલ્યાણ કરવા અર્થ બાપ મત આપે છે. એવાં ટીન પર ખૂબ ચિત્ર બની શકે છે. દેહી-અભિમાની બની બાપ ની સર્વિસ માં લાગવાનું છે. બાપ સલાહ આપે છે - આ ચિત્ર હિન્દી અને અંગ્રેજી માં બનાવવા જોઈએ. આ ૬ ચિત્ર મુખ્ય જગ્યા પર લાગી જાય. જો એવાં મુખ્ય સ્થાન પર લાગી જાય તો તમારી પાસે અનેક સમજવા માટે આવશે. પરતું બાળકો માં દેહ-અભિમાન હોવાનાં કારણે ખૂબ ભૂલો થાય છે. એવું કોઈ ન સમજે કે હું પાક્કો દેહી-અભિમાની છું. ભૂલો તો ખૂબ થાય છે, સાચ્ચું નથી બતાવતાં. સમજાવાય છે, એવાં કોઈ કર્તવ્ય ન કરો જે કોઈ ખરાબ નફરત લાવે કે આમનામાં દેહ-અભિમાન છે. તમે સદૈવ યુદ્ધ નાં મેદાન માં છો. બીજી જગ્યાએ તો ૧૦-૨૦ વર્ષ સુધી યુદ્ધ ચાલે છે. તમારું માયા સાથે અંત સુધી યુદ્ધ ચાલવાનું છે. પરંતુ છે ગુપ્ત, જેને કોઈ જાણી ન શકે. ગીતા માં જે મહાભારત લડાઈ છે, તે શારીરિક દેખાડી છે, પરંતુ છે આ રુહાની. રુહાની યુદ્ધ છે પાંડવો નું. તે શારીરિક યુદ્ધ છે જે પરમપિતા પરમાત્મા થી વિપરીત બુદ્ધિ છે. આપ બ્રાહ્મણ કુળભૂષણઓ ની છે પ્રીત બુદ્ધિ. તમે બીજા સંગ તોડી એક બાપ નો સંગ જોડ્યો છે. અનેકવાર દેહ-અભિમાન આવવાના કારણે ભૂલી જાય છે પછી પોતાનું જ પદ ભ્રષ્ટ કરી લે છે. પછી અંત માં બહુજ પસ્તાવું પડશે. કાંઈ કરી નહીં શકે. આ કલ્પ-કલ્પ ની બાજી છે. આ સમયે કોઈ અકર્તવ્ય કાર્ય કરે છે તો કલ્પ-કલ્પાંતર માટે પદ ભ્રષ્ટ થઈ જાય છે. ખૂબ નુકસાન થઈ જાય છે.

બાપ કહે છે - પહેલાં તમે ૧૦૦ ટકા નુકસાન માં હતાં. હવે બાપ ૧૦૦ ટકા ફાયદા માં લઈ જાય છે. તો શ્રીમત પર ચાલવાનું છે. દરેક બાળકે કલ્યાણકારી બનવાનું છે. બધાને સુખ નો રસ્તો બતાવવાનો છે. સુખ છે જ સ્વર્ગ માં, નર્ક માં છે દુઃખ. કેમ? આ છે વિકારી દુનિયા, તે છે નિર્વિકારી હતી, હવે વિકારી દુનિયા બની છે, ફરી બાપ નિર્વિકારી બનાવે છે. એ વાતો ને દુનિયા માં કોઈ નથી જાણતું. તો મુખ્ય આ ચિત્ર સ્થાઈ સ્થાનો પર લાગવા જોઈએ. પહેલો નંબર દિલ્લી મુખ્ય, બીજું બોમ્બે અને કલકત્તા, કોઈને ઓર્ડર આપવાથી શીટ પર બનાવી શકાય છે. આગ્રા માં પણ ફરવા માટે ઘણાં જાય છે. બાળકો સર્વિસ તો બહુ સારી કરી રહ્યાં છે બીજા પણ કાંઈ કર્તવ્ય કરીને દેખાડે. આ ચિત્ર બનાવવા માં કોઈ તકલીફ નથી. ફક્ત અનુભવ જોઈએ. સારા મોટા ચિત્ર હોય જે કોઈ દૂર થી પણ વાંચી શકે. ગોળો પણ મોટો બની શકે છે. ધ્યાન થી રાખવો પડે, જે કોઈ ખરાબ ન કરે. યજ્ઞ માં અસુરો નાં વિઘ્ન પડે છે કારણકે આ છે નવી વાતો. આ દુકાન કાઢીને બેઠાં છે. અંત માં બધા સમજી જશે કે આપણે ઉતરતા આવ્યાં છે, જરુર કાંઈક ખામી છે. બાપ છે જ કલ્યાણકારી. એ જ બતાવી શકે છે કે ભારત નું કલ્યાણ કેવી રીતે અને ક્યારે થયું છે? ભારત ને તમોપ્રધાન કોણ બનાવે છે પછી સતોપ્રધાન કોણ બનાવે છે? આ ચક્ર કેવી રીતે ફરે છે? કોઈ નથી જાણતું. સંગમયુગ ને પણ નથી જાણતાં. સમજે છે ભગવાન યુગે-યુગે આવે છે. ક્યારેક કહે છે ભગવાન તો નામ-રુપ થી ન્યારા છે. ભારત પ્રાચીન સ્વર્ગ હતું. આ પણ કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં દેવતાઓ નું રાજ્ય હતું પછી કલ્પ ની આયુ લાંબી આપી દીધી છે, તો બાળકોએ દેહી-અભિમાની બનવાની ખૂબ મહેનત કરવાની છે. અડધોકલ્પ સતયુગ અને ત્રેતા માં તમે આત્મ-અભિમાની હતાં. પરંતુ પરમાત્મ-અભિમાની નહોતાં. અહીં તો પછી તમે દેહ-અભિમાની બની ગયા છો. ફરી દેહી-અભિમાની બનવું પડે. યાત્રા શબ્દ પણ છે, પરંતુ અર્થ નથી સમજતાં. મનમનાભવ નો અર્થ છે રુહાની યાત્રા પર રહો. હે આત્માઓ, મુજ બાપ ને યાદ કરો. શ્રીકૃષ્ણ તો આવું કહી ન શકે. તેનાં પર કોઈ કલંક લગાવી ન શકે. આ પણ બાપે સમજાવ્યું છે સીડી જ્યારે ઉતરે છે તો અડધોકલ્પ કામ ચિતા પર બેસી કાળા થઈ જાય છે. હવે છે જ આયરન એજ (કળિયુગ). તેમનો સંપ્રદાય કાળો જ હશે. પરંતુ બધાનું સાંવરુ (શ્યામ) રુપ કેવી રીતે બનાવે? ચિત્ર વગેરે જે પણ બનાવ્યાં છે તે બધા બેસમજ નાં. તેને જ શ્યામ પછી સુંદર કહેવું… આ કેવી રીતે થઈ શકે? એમને કહેવાય જ છે અંધશ્રદ્ધા થી ગુડ્ડીઓ (ઢીંગલીઓ) ની પૂજા કરવા વાળા. ગુડ્ડીઓ નું નામ, રુપ, ધંધો વગેરે હોઈ ન શકે. તમે પણ પહેલાં ગુડ્ડીઓ ની પૂજા કરતા હતાં ને? અર્થ કાંઈ પણ સમજતા નહોતાં. તો બાબાએ સમજાવ્યું છે - પ્રદર્શન નાં ચિત્ર મુખ્ય બની જાય. કમિટી (સંગઠન) બને જે પ્રદર્શન પછી પ્રદર્શન કરતા રહે. બંધનમુક્ત તો ઘણાં છે. કન્યાઓ બંધનમુક્ત છે. વાનપ્રસ્થી પણ બંધનમુક્ત છે. તો બાળકો એ ડાયરેક્શન અમલ માં લાવવું જોઈએ. આ છે ગુપ્ત પાંડવ. કોઈને પણ ઓળખાઈ ન શકે. બાપ પણ ગુપ્ત, જ્ઞાન પણ ગુપ્ત. ત્યાં મનુષ્ય, મનુષ્ય ને જ્ઞાન આપે છે. અહીં પરમાત્મા-બાપ જ્ઞાન આપે છે આત્માઓ ને. તો આ નથી સમજતા કે આત્મા જ્ઞાન લે છે કારણકે તે આત્મા ને નિર્લેપ કહી દે છે. હકીકત માં આત્મા જ બધું કરે છે. પુનર્જન્મ આત્મા લે છે, કર્મો અનુસાર. બાપ આ બધા પોઈન્ટ સારી રીતે બુદ્ધિ માં ભરે છે. બધા સેવાકેન્દ્રો માં નંબરવાર દેહી-અભિમાની છે. જે સારી રીતે સમજે અને પછી સમજાવે છે. દેહ-અભિમાની નથી કાંઈ સમજતા, નથી સમજાવી શકતાં. હું કાંઈ સમજતી નથી, આ પણ દેહ-અભિમાન છે. અરે, તમે તો આત્મા છો. બાપ આત્માઓ ને બેસીને સમજાવે છે. દિમાગ જ ખુલી જવું જોઈએ. તકદીર માં નથી તો ખુલતું જ નથી. તો બાપ તદબીર (પુરુષાર્થ) કરાવે છે પરંતુ તકદીર માં નથી તો પુરુષાર્થ પણ નથી કરતાં. છે ખૂબ સહજ, અલ્ફ અને બે સમજવાનું છે. બેહદ નાં બાપ પાસે થી વારસો મળે છે. તમે ભારતવાસી બધા દેવી-દેવતા હતાં. પ્રજા પણ એવી હતી. આ સમયે પતીત બની ગયા છે. કેટલું સમજાવાય છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ કહે છે બાળકો મેં તમને દેવી-દેવતા બનાવ્યાં. તમે હવે શું બની ગયા છો. આ છે કુંભી પાક નર્ક. વિષય વૈતરણી નદી માં મનુષ્ય, જાનવર, પક્ષી વગેરે બધા એક સમાન દેખાડે છે. અહીં તો મનુષ્ય વધારે જ ખરાબ થઈ ગયા છે. મનુષ્યો માં ક્રોધ પણ કેટલો છે. લાખો ને મારી દે છે. ભારત જે વૈશ્યાલય બન્યું છે પછી આને શિવાલય શિવબાબા જ બનાવે છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. ડાયરેક્શન આપે છે આમ-આમ કરો. ચિત્ર બનાવો. પછી જે મોટાં-મોટાં મનુષ્ય છે એમને સમજાવો. આ પ્રાચીન યોગ, પ્રાચીન નોલેજ બધાએ સાંભળવું જોઈએ. હોલ લઈને પ્રદર્શન લગાવવાનું છે. એમણે તો પૈસા વગેરે કાંઈ પણ ન લેવું જોઈએ. છતાં પણ જો ઠીક સમજો તો ભાડું લો. ચિત્ર તો તમે જુઓ, ચિત્ર જોશો તો પછી જલ્દી પૈસા પાછા કરી દેશે. ફક્ત યુક્તિ થી સમજાવવું જોઈએ. ઓથોરિટી તો હાથ માં રહે છે ને? ઈચ્છે તો બધું કરી શકે છે. તે થોડી સમજે છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ તો વિનાશ ને પ્રાપ્ત થઈ ગયાં. પાંડવોએ તો ભવિષ્ય માં પદ મેળવ્યું. તે પણ રાજ્ય પાછળ ભવિષ્ય માં હશે. હમણાં થોડી હશે? આ મકાન વગેરે બધું તૂટી જશે. હવે બાપે સમજાવ્યું છે પ્રદર્શન પણ કરવું જોઈએ. ખૂબ સારી રીતે કાર્ડ પર નિમંત્રણ આપવાનું છે. આ પહેલાં મોટાઓ ને સમજાવો તો મદદ પણ કરશે. બાકી સૂતા નથી રહેવાનું. ઘણાં બાળકો દેહ-અભિમાન માં સૂતા રહે છે. કમિટી બનાવી ક્ષીરખંડ બની પ્લાન બનાવવા જોઈએ. બાકી મોરલી નહીં વાંચશો તો ધારણા કેવી રીતે થશે? એવાં ઘણાં બેપરવાહ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહી-અભિમાની બનીને સર્વિસ ની ભિન્ન-ભિન્ન યુક્તિઓ કાઢવાની છે. પરસ્પર ક્ષીરખંડ બનીને સર્વિસ કરવાની છે. જેમ બાપ કલ્યાણકારી છે એમ કલ્યાણકારી બનવાનું છે.

2. પ્રીતબુદ્ધિ બની બીજા સંગ તોડી એક સંગ જોડવાનો છે. કોઈ એવું અકર્તવ્ય નથી કરવાનું જે કલ્પ-કલ્પાંતર માટે નુકસાન થઈ જાય.

વરદાન :-
બેહદ ની વૈરાગ વૃત્તિ દ્વારા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનવા વાળા અચલ - અડોલ ભવ

જે સદા બેહદ ની વૈરાગ વૃત્તિ માં રહે છે તે ક્યારેય કોઈ પણ દૃશ્ય ને જોતા ગભરાતા કે હલતા નથી, સદા અચલ-અડોલ રહે છે કારણકે બેહદ ની વૈરાગ વૃત્તિ થી નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બની જાય છે. જો થોડુંક કાંઈક જોઈને અંશ માત્ર પણ હલચલ થાય છે અથવા મોહ ઉત્પન્ન થાય છે તો અંગદ સમાન અચલ-અડોલ નહીં કહેવાશે. બેહદ ની વૈરાગ વૃતિ માં ગંભીરતા ની સાથે રમણીકતા પણ સમાયેલી છે.

સ્લોગન :-
રાજ્ય-અધિકારી ની સાથે-સાથે બેહદ નાં વૈરાગી બનીને રહેવું આ જ રાજઋષિ ની નિશાની છે.

માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય :-

“ આત્મા ક્યારેય પરમાત્મા નો અંશ ન હોઈ શકે”

ઘણાં મનુષ્ય એવું સમજે છે, અમે આત્માઓ પરમાત્મા નાં અંશ છીએ, હવે અંશ તો કહેવાય છે ટુકડા ને. એક તરફ કહે છે પરમાત્મા અનાદિ અને અવિનાશી છે, તો એવાં અવિનાશી પરમાત્મા ને ટુકડા માં કેવી રીતે લાવે છે! હવે પરમાત્મા કપાઈ કેવી રીતે શકે છે, આત્મા જ અજર, અમર છે, તો અવશ્ય આત્મા ને ઉત્પન્ન કરવા વાળા અમર થયાં? એવાં અમર પરમાત્મા ને ટુકડા માં લઈ આવવા એટલે પરમાત્મા ને પણ વિનાશી કહી દીધાં પરંતુ આપણે તો જાણીએ છીએ અમે આત્માઓ પરમાત્મા નાં સંતાન છીએ. તો અમે એમના વંશજ થયા અર્થાત્ બાળકો થયા તો પછી અંશ કેવી રીતે હોઈ શકે છે? એટલે પરમાત્મા નાં મહાવાક્ય છે કે બાળકો, હું ખુદ તો ઈમોર્ટલ (અવિનાશી) છું, જાગતી જ્યોત છું, હું દીવો છું, હું ક્યારેય ઓલવાતો નથી બીજા બધા મનુષ્ય આત્માઓ નાં દિપક જાગે પણ છે તો ઓલવાય પણ છે. એ બધાને જગાડવા વાળો હું છું કારણકે લાઈટ અને માઈટ આપવા વાળો હું છું, બાકી એટલું જરુર છે મુજ પરમાત્મા ની લાઈટ અને આત્મા ની લાઈટ બંને માં ફરક અવશ્ય છે. જેવી રીતે બલ્બ હોય છે કોઈ વધારે પાવર વાળો, કોઈ ઓછા પાવર વાળા હોય છે, તેવી રીતે આત્મા પણ કોઈ વધારે પાવર વાળા કોઈ ઓછા પાવર વાળા છે. બાકી પરમાત્મા નો પાવર કોઈથી ઓછો વધારે નથી ત્યારે તો પરમાત્મા માટે કહેવાય છે. પરમાત્મા સર્વશક્તિવાન અર્થાત્ સર્વ આત્માઓ કરતાં એમનાં માં શક્તિ વધારે છે. એ જ સૃષ્ટિ નાં અંત માં આવે છે, જો કોઈ સમજે પરમાત્મા સૃષ્ટિ ની વચ્ચે આવે છે અર્થાત્ યુગે-યુગે આવે છે તો સમજો પરમાત્મા વચ્ચે આવી ગયા તો પછી પરમાત્મા સર્વ થી શ્રેષ્ઠ કેવી રીતે થયાં? જો કોઈ કહે પરમાત્મા યુગે-યુગે આવે છે, તો શું એવું સમજે કે પરમાત્મા ઘડી-ઘડી પોતાની શક્તિ ચલાવે છે. એવી રીતે સર્વશક્તિવાન ની શક્તિ એટલાં સુધી છે, જો વચ્ચે જ પોતાની શક્તિ થી બધાને શક્તિ અથવા સદ્દગતિ આપી દે તો પછી એમની શક્તિ કાયમ હોવી જોઈએ પછી દુર્ગતિ કેમ પ્રાપ્ત કરો છો? તો આનાંથી સાબિત (સિદ્ધ) છે કે પરમાત્મા યુગે યુગે નથી આવતા અર્થાત્ વચ્ચે-વચ્ચે નથી આવતાં. એ આવે છે કલ્પ નાં અંત સમયે એક જ વાર પોતાની શક્તિ થી સર્વ ની સદ્દગતિ કરે છે. જ્યારે પરમાત્માએ આટલી મોટી સર્વિસ કરી છે ત્યારે એમનું યાદગાર મોટું શિવલિંગ બનાવ્યું છે અને એટલી પૂજા કરે છે, તો અવશ્ય પરમાત્મા સત્ પણ છે, ચૈતન્ય પણ છે અને આનંદ સ્વરુપ પણ છે. અચ્છા, ઓમ શાંતિ.

આ અવ્યક્ત ઇશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

વ્યર્થ સંકલ્પ કે સંશય ની માર્જિન હોવા છતાં પણ સમર્થ સંકલ્પ ચાલે કે સદા બાપ રક્ષક છે, કલ્યાણકારી છે. આ નિશ્ચય ની વિજય અવશ્ય થાય છે. તો પ્રશ્ન ચિહ્ન નાં વાંકા રસ્તા ને ન લઈ સદા કલ્યાણ નું બિંદુ લગાવો. ફુલસ્ટોપ. આ જ વિધિ થી દરેક વાત સહજ પણ થશે અને સિદ્ધિ પણ પ્રાપ્ત થશે.