21-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે તમને કરંટ ( શક્તિ ) આપવાં , તમે દેહી - અભિમાની હશો , બુદ્ધિયોગ એક બાપ સાથે હશે તો કરંટ મળતો રહેશે”

પ્રશ્ન :-
સૌથી મોટો આસુરી સ્વભાવ કયો છે, જે આપ બાળકોમાં ન હોવો જોઈએ?

ઉત્તર :-
અશાંતિ ફેલાવવી, આ છે સૌથી મોટો આસુરી સ્વભાવ. અશાંતિ ફેલાવવા વાળા થી મનુષ્ય હેરાન થઈ જાય છે. તેઓ જ્યાં જશે ત્યાં અશાંતિ ફેલાવી દેશે એટલે ભગવાન પાસે બધા શાંતિ નું વરદાન માંગે છે.

ગીત :-
યહ કહાની હૈ દિયે ઔર તુફાન કી…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકીલધા બાળકોએ આ ગીત ની લાઇન સાંભળી. ગીત તો આ ભક્તિમાર્ગ નું છે પછી તેને જ્ઞાન માં ટ્રાન્સફર કરાય છે બીજું કોઈ ટ્રાન્સફર કરી ન શકે. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણી શકે છે, દીવો શું છે? તોફાન શું છે? બાળકો જાણે છે આત્મા ની જ્યોત બુઝાઈ ગઈ છે. હવે બાપ આવ્યાં છે જ્યોત જગાડવા માટે. કોઈ મરે છે તો પણ દીવો પ્રગટાવે છે. એનું ખૂબ ધ્યાન રાખે છે. સમજે છે દીવો જો બુઝાઈ ગયો તો આત્મા ને અંધારા થી જવું પડશે એટલે દીવો પ્રગટાવે છે. હવે સતયુગ માં તો આ વાતો હોતી નથી. ત્યાં તો અજવાળા માં હશો. ભૂખ વગેરે ની વાત જ નથી, ત્યાં તો ખૂબ માલ મળે છે. અહીં છે ઘોર અંધકાર. છી-છી દુનિયા છે ને? બધા આત્માઓની જ્યોત બુઝાયેલી છે. સૌથી વધારે જ્યોત તમારી બુઝાયેલી છે. ખાસ તમારાં માટે જ બાપ આવે છે. તમારી જ્યોત બુઝાઈ ગઈ છે, હવે કરંટ ક્યાંથી મળે? બાળકો જાણે છે કરંટ તો બાપ થી જ મળશે. કરંટ માં જોર હોય છે તો બલ્બ માં પ્રકાશ તેજ થઇ જાય છે. તો હમણાં તમે કરંટ લઈ રહ્યાં છો, મોટા મશીન થી. જુઓ, બોમ્બે જેવાં શહેર માં કેટલાં અસંખ્ય માણસો રહે છે, કેટલો વધારે કરંટ જોઈએ. જરુર એટલું મોટું મશીન હશે. આ છે બેહદ ની વાત. આખી દુનિયાનાં આત્માઓ ની જ્યોત બુઝાયેલી છે. તેમને કરંટ આપવાનો છે. મૂળ વાત બાપ સમજાવે છે, બુદ્ધિયોગ બાપ સાથે લગાવો. દેહી-અભિમાની બનો. કેટલાં મોટા બાપ છે, આખી દુનિયાનાં પતિત મનુષ્ય ને પાવન કરવાવાળા સુપ્રીમ બાપ આવ્યાં છે બધાની જ્યોત જગાડવાં. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ની જ્યોત જગાડે છે. બાપ કોણ છે, કેવી રીતે જ્યોત જગાડે છે? આ તો કોઇ નથી જાણતું. એમને જ્યોતિ સ્વરુપ પણ કહે છે પછી સર્વવ્યાપી પણ કહી દે છે. જ્યોતિ સ્વરુપ ને બોલાવે છે કારણકે જ્યોત બુઝાઈ ગઈ છે. સાક્ષાત્કાર પણ થાય છે, અખંડ જ્યોતિ નો. દેખાડે છે અર્જુને કહ્યું હું તેજ સહન નથી કરી શકતો. ખૂબ કરંટ છે. તો હવે આ વાતો ને આપ બાળકો હમણાં સમજો છો. બધાને સમજાવવાનું પણ આ છે કે તમે આત્મા છો. આત્માઓ ઉપર થી અહીં આવે છે. પહેલાં આત્મા પવિત્ર છે, તેનામાં કરંટ છે. સતોપ્રધાન છે. ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં પવિત્ર આત્માઓ છે પછી તેમને અપવિત્ર પણ બનવાનું છે. જ્યારે અપવિત્ર બને છે ત્યારે ગોડફાધર ને બોલાવે છે કે આવીને લિબરેટ (મુક્ત) કરો અર્થાત્ દુઃખ થી મુક્ત કરો. લિબરેટ કરવું અને પાવન બનાવવું બંને નો અર્થ અલગ-અલગ છે. જરુર કોઈ થી પતિત બન્યાં છે ત્યારે કહે છે બાબા આવો, આવીને લિબરેટ પણ કરો, પાવન પણ બનાવો. અહીં થી શાંતિધામ લઈ જાઓ. શાંતિ નું વર આપો. હવે બાપે સમજાવ્યું છે - અહીં શાંતિ માં તો રહી નથી શકતાં. શાંતિ તો છે જ શાંતિધામ માં. સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય છે તો શાંતિ રહે છે. કોઈ ધમાલ નથી. અહીં મનુષ્ય હેરાન થાય છે અશાંતિ થી. એક જ ઘર માં કેટલાં ઝઘડા થઈ જાય છે. સમજો, સ્ત્રી-પુરુષ નો ઝઘડો છે તો માં, બાપ, બાળકો, ભાઈ-બહેન વગેરે બધા હેરાન થઈ જાય છે. અશાંતિવાળો મનુષ્ય જ્યાં જશે અશાંતિ જ ફેલાવશે કારણકે આસુરી સ્વભાવ છે ને! હવે તમે જાણો છો સતયુગ છે સુખધામ. ત્યાં સુખ અને શાંતિ બંન્ને છે. અને ત્યાં (પરમધામ માં) તો ફક્ત શાંતિ છે, તેને કહેવાય છે સ્વીટ સાઈલેન્સ હોમ. મુક્તિધામ વાળાને ફક્ત એટલું જ સમજાવવાનું હોય છે તમને મુક્તિ જોઇએ છે ને તો બાપ ને યાદ કરો.

મુક્તિ પછી જીવનમુક્તિ જરુર છે. પહેલાં જીવનમુક્ત હોય છે પછી જીવનબંધ માં આવે છે. અડધું-અડધું છે ને? સતોપ્રધાન થી પછી સતો, રજો, તમો માં જરુર આવવાનું છે. પાછળ થી જે એકાદ જન્મ માટે આવતા હશે, તે શું સુખ-દુઃખ નો અનુભવ કરતાં હશે? તમે તો બધો અનુભવ કરો છો. તમે જાણો છો આટલાં જન્મ આપણે સુખ માં રહીએ છીએ પછી આટલાં જન્મ દુઃખ માં હોઈએ છીએ. ફલાણા-ફલાણા ધર્મ નવી દુનિયામાં આવી નથી શકતાં. એમનો પાર્ટ જ પછી છે, ભલે નવો ખંડ છે, એમનાં માટે જેમ કે તે નવી દુનિયા છે. જેમ બૌદ્ધિ ખંડ, ક્રિશ્ચન ખંડ નવો થયો ને? એમને પણ સતો, રજો, તમો પસાર થવાનું છે. ઝાડ માં પણ એવું હોય છે ને? ધીમે-ધીમે વૃદ્ધિ થતી જાય છે. પહેલાં જે નીકળ્યાં તે નીચે જ રહે છે. જોયું છે ને - નવાં-નવાં પાંદડા કેવી રીતે નીકળે છે. નાનાં-નાનાં લીલા પાંદડા નીકળતાં રહે છે પછી ફૂલ નીકળે છે, નવું ઝાડ ખૂબ નાનું છે. નવું બીજ નખાય છે, તેની પૂરી પરવરિશ નથી થતી તો સડી જાય છે. તમે પણ પૂરી પરવરિશ નથી કરતાં તો સડી જાય છે. બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે પછી તેમાં નંબરવાર બને છે. રાજધાની સ્થાપન થાય છે ને? ઘણાં ફેલ (નાપાસ) થઈ જાય છે.

બાળકોની જેવી અવસ્થા છે, એવો પ્રેમ બાપ થી મળે છે. ઘણાં બાળકોને બહાર થી પણ પ્રેમ કરવાનો હોય છે. કોઈ-કોઈ લખે છે બાબા અમે ફેલ થઈ ગયાં. પતિત બની ગયાં. હવે તેમને કોણ હાથ લગાવશે! તેઓ બાપ નાં દિલ પર ચઢી નથી શકતાં. પવિત્ર ને જ બાબા વારસો આપી શકે છે. પહેલા એક-એક થી પૂરા સમાચાર પૂછી પોતામેલ લે છે. જેવી અવસ્થા તેવો પ્રેમ. બહાર થી ભલે પ્રેમ કરશે અંદર જાણે છે આ બિલકુલ જ બુદ્ધુ છે, સર્વિસ (સેવા) કરી નથી શકતાં. ખ્યાલ તો રહે છે ને? અજ્ઞાનકાળ માં બાળક સારું કમાવવા વાળો હોય છે તો બાપ પણ ખૂબ પ્રેમ થી મળશે. કોઈ એટલું કમાવવા વાળા નહીં હશે તો બાપ નો પણ એટલો પ્રેમ નથી રહેતો. તો અહીં પણ એવું છે. બાળકો બહાર માં પણ સર્વિસ કરે છે ને! ભલે કોઈ પણ ધર્મ વાળા હોય, એમને સમજાવવું જોઈએ. બાપ ને લિબ્રેટર કહેવાય છે ને? લિબ્રેટર અને ગાઈડ (માર્ગદર્શક) કોણ છે? એમનો પરિચય આપવાનો છે. સુપ્રીમ ગોડ ફાધર (પરમપિતા) આવે છે, બધાને લિબરેટ કરે છે. બાપ કહે છે તમે કેટલાં પતિત બની ગયાં છો. પ્યોરિટી (પવિત્રતા) છે નહીં. હવે મને યાદ કરો. બાપ તો એવર પ્યોર (સદા પવિત્ર) છે. બાકી બધાં પવિત્ર થી અપવિત્ર જરુર બને છે. પુનર્જન્મ લેતાં-લેતાં ઉતરતાં આવે છે. આ સમયે બધા પતિત છે એટલે બાપ સલાહ આપે છે-બાળકો, તમે મને યાદ કરો તો પાવન બની જશો. હવે મોત તો સામે ઊભું છે. જૂની દુનિયાનો હવે અંત છે. માયા નો પામ્પ (દેખાડો) કેટલો છે એટલે મનુષ્ય સમજે છે આ તો સ્વર્ગ છે. એરોપ્લેન (વિમાન), વીજળીઓ વગેરે શું-શું છે, આ છે બધો માયા નો પામ્પ. આ હવે ખતમ થવાનો છે. પછી સ્વર્ગ ની સ્થાપના થઇ જશે. આ વીજળીઓ વગેરે બધું સ્વર્ગ માં તો હોય છે. હવે આ બધું સ્વર્ગ માં કેવી રીતે આવશે? જરુર જાણકારી વાળા જોઈએ ને! તમારી પાસે ખૂબ સારા-સારા કારીગર લોકો પણ આવશે. તેઓ રાજાઈ માં તો આવશે નહીં તો પણ તમારી પ્રજા માં આવી જશે. એન્જિનિયર વગેરે શીખેલાં સારા-સારા કારીગર આવશે. આ ફેશન બધી બહાર વિલાયત (વિદેશ) થી આવતી જાય છે. તો બહાર વાળા ને પણ તમારે શિવબાબા નો પરિચય આપવાનો છે. બાપ ને યાદ કરો. તમારે પણ યોગ માં રહેવાનો જ પુરુષાર્થ ખૂબ કરવાનો છે. આમાં જ માયા નાં તોફાન ખૂબ આવે છે. બાપ ફક્ત કહે છે મામેકમ્ યાદ કરો. આ તો સારી વાત છે ને? ક્રાઈસ્ટ પણ તેમની રચના છે, રચયિતા સુપ્રીમ સોલ (પરમ આત્મા) તો એક છે. બાકી બધા છે રચના. વારસો રચતા થી જ મળે છે. આવાં-આવાં સારા પોઇન્ટ્સ (વાતો) જે છે તે નોંધ કરવાં જોઈએ.

બાપ નું મુખ્ય કર્તવ્ય છે સર્વ ને દુ:ખ થી લિબ્રેટ કરવાં. એ સુખધામ અને શાંતિધામ નાં ગેટ (દ્વાર) ખોલે છે. એમને કહે છે-હે લિબ્રેટર, દુઃખ થી લિબ્રેટ કરી અમને શાંતિધામ-સુખધામ લઈ જાઓ. જ્યારે અહીં સુખધામ છે તો બાકી આત્માઓ શાંતિધામ માં રહે છે. હેવન (સ્વર્ગ) નો ગેટ બાપ જ ખોલે છે. એક ગેટ ખુલે છે નવી દુનિયા નો, બીજો શાંતિધામ નો. હવે જે આત્માઓ અપવિત્ર થઈ ગયા છે એમને બાપ શ્રીમત આપે છે સ્વયં ને આત્મા સમજો, મને યાદ કરો તો તમારાં પાપ કપાઈ જાય. હવે જે-જે પુરુષાર્થ કરશે તો પછી પોતાનાં ધર્મ માં ઊંચ પદ મેળવશે. પુરુષાર્થ નહીં કરશે તો ઓછું પદ મેળવશે. સારા-સારા પોઇન્ટ્સ નોટ કરો તો સમય પર કામ આવી શકે છે. બોલો, શિવબાબા નું ઓક્યુપેશન (કર્તવ્ય) અમે બતાવીશું તો મનુષ્ય કહેશે આ પછી કોણ છે જે ગોડફાધર શિવ નું ઓક્યુપેશન બતાવે છે. બોલો, તમે આત્મા નાં રુપ માં તો બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છો. પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચે છે તો ભાઈ-બહેન થાય છે. ગોડફાધર જેમને લિબ્રેટર, ગાઈડ કહે છે, એમનું ઓક્યુપેશન અમે તમને બતાવીએ છીએ. જરુર અમને ગોડફાધરએ બતાવ્યું છે ત્યારે તમને બતાવીએ છીએ. સન શોઝ ફાધર. આ પણ સમજાવવું જોઈએ. આત્મા બિલકુલ નાનો સ્ટાર (તારો) છે, આ આંખો થી તેને જોઈ ન શકાય. દિવ્ય દૃષ્ટિ થી સાક્ષાત્કાર થઈ શકે છે. બિંદુ છે, જોવાથી ફાયદો થોડી થઈ શકે છે? બાપ પણ એવું જ બિંદુ છે, એમને સુપ્રીમ સોલ (સર્વ શ્રેષ્ઠ આત્મા) કહે છે. સોલ એક જેવાં જ છે પરંતુ એ સુપ્રીમ છે, નોલેજફુલ છે, બ્લીસફુલ છે, લિબ્રેટર અને ગાઈડ છે. એમની ખૂબ મહિમા કરવી પડે. જરુર બાપ આવશે ત્યારે તો સાથે લઈ જશે ને. આવીને નોલેજ આપશે. બાપ જ બતાવે છે આત્મા આટલો નાનો છે, હું પણ આટલો છું. નોલેજ પણ જરુર કોઈ શરીર માં પ્રવેશ કરીને આપશે. આત્મા ની બાજુ માં આવીને બેસીશ. મારા માં પાવર (શક્તિ) છે, ઓર્ગન્સ મળી ગયા તો હું ધણી થઇ ગયો. આ ઓર્ગન્સ દ્વારા બેસી સમજાવું છું, આમને એડમ પણ કહેવાય છે. એડમ છે પહેલો-પહેલો માણસ. મનુષ્યો નો સીજરો છે ને? આ માતા-પિતા પણ બને છે, એમનાથી પછી રચના થાય છે, છે જૂનાં પરંતુ એડોપ્ટ કર્યા છે, નહીં તો બ્રહ્મા ક્યાંથી આવ્યાં? બ્રહ્મા નાં બાપ નું નામ કોઈ બતાવે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ કોઈ ની રચના તો હશે ને? રચયિતા તો એક જ છે, બાપે તો આમને એડોપ્ટ કર્યા છે, આ આટલાં નાનાં બાળકો બેસી સંભળાવે તો કહેશે આ તો ખૂબ શ્રેષ્ઠ નોલેજ છે.

જે બાળકો ને સારી ધારણા હોય છે એમને ખૂબ ખુશી રહેશે, ક્યારેય બગાસા નહીં આવશે. કોઈ સમજવા વાળા નહીં હશે તો બગાસા મારતા રહેશે. અહીં તો તમને ક્યારેય બગાસું ન આવવું જોઈએ. કમાણી નાં સમયે ક્યારેય બગાસા નથી આવતાં. ગ્રાહક નહીં હશે, ધંધો ઠંડો હશે તો બગાસા આવતા રહેશે. અહીં પણ ધારણા નથી થતી. કોઈ તો બિલકુલ સમજતા નથી કારણકે દેહ-અભિમાન છે. દેહી-અભિમાની થઈ બેસી નહીં શકે. કોઈને કોઈ બહાર ની વાતો યાદ આવી જશે. પોઇન્ટ વગેરે પણ નોંધ નહીં કરી શકશે. શુરુડ બુદ્ધિ ઝટ નોંધ કરશે - આ પોઈન્ટ્સ ખૂબ સારો છે. સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) ની ચલન પણ શિક્ષક ને જોવામાં આવે છે ને? સેન્સીબલ (સમજદાર) શિક્ષક ની નજર બધી બાજુ ફરતી રહે છે ત્યારે તો સર્ટિફિકેટ આપે છે ભણતર નું. મેનર્સ (સભ્યતા) નું સર્ટીફીકેટ કાઢે છે. કેટલું ગેરહાજર રહ્યાં, એ પણ કાઢે છે. અહીં તો ભલે હાજર હોય છે પરંતુ સમજતા કાંઈ નથી, ધારણા થતી નથી. કોઈ કહે છે બુદ્ધિ ડલ છે, ધારણા નથી થતી, બાબા શું કરશે! આ તમારાં કર્મો નો હિસાબ-કિતાબ છે. બાપ તો તદબીર એક જ કરાવે છે. તમારી તકદીર માં નથી તો શું કરશે? સ્કૂલ માં પણ કોઈ પાસ, કોઈ નાપાસ થાય છે. આ છે બેહદ નું ભણતર, જે બેહદ નાં બાપ ભણાવે છે. બીજા ધર્મવાળા ગીતા ની વાત નહીં સમજશે. દેશ જોઈ સમજાવવું પડે છે. પહેલાં-પહેલાં ઊંચા માં ઊંચા બાપ નો પરિચય આપવો પડે છે. એ કેવી રીતે લિબ્રેટર, ગાઈડ છે! હેવન (સ્વર્ગ) માં આ વિકાર હોતાં નથી. આ સમયે આને કહેવાય છે શૈતાની રાજ્ય. જૂની દુનિયા છે ને, આને ગોલ્ડન એજડ (સતયુગ) નહીં કહેવાશે. નવી દુનિયા હતી, હવે જુની દુનિયા થઈ છે. બાળકો માં, જેમને સર્વિસ નો શોખ છે તો પોઇન્ટ્સ નોંધ કરવાં જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર માં ખૂબ-ખૂબ કમાણી છે એટલે કમાણી ખુશી-ખુશી થી કરવાની છે. ભણતી વખતે ક્યારેય બગાસા વગેરે ન આવે, બુદ્ધિયોગ અહીં-ત્યાં ન ભટકે. પોઇન્ટ્સ નોંધ કરી ધારણા કરતાં રહો.

2. પવિત્ર બની બાપ નાં દિલ નો પ્રેમ મેળવવાનાં અધિકારી બનવાનું છે. સર્વિસ માં હોશિયાર બનવાનું છે, સારી કમાણી કરવાની અને કરાવવાની છે.

વરદાન :-
મરજીવા જન્મની સ્મૃતિ થી સર્વ કર્મ - બંધનો ને સમાપ્ત કરવાવાળા કર્મયોગી ભવ

આ મરજીવા દિવ્ય જન્મ કર્મબંધની જન્મ નથી, આ કર્મયોગી જન્મ છે. આ અલૌકિક દિવ્ય જન્મ માં બ્રાહ્મણ આત્મા સ્વતંત્ર છે ન કે પરતંત્ર. આ દેહ લોન માં મળેલો છે, આખા વિશ્વ ની સેવા માટે જૂના શરીરો માં બાપ શક્તિ ભરીને ચલાવી રહ્યા છે, જવાબદારી બાપ ની છે ન કે તમારી. બાપે ડાયરેક્શન આપ્યું છે કે કર્મ કરો, આપ સ્વતંત્ર છો, ચલાવવા વાળા ચલાવી રહ્યા છે. આ જ વિશેષ ધારણા થી કર્મબંધનો ને સમાપ્ત કરી કર્મયોગી બનો.

સ્લોગન :-
સમય ની સમીપતા નું ફાઉન્ડેશન છે - બેહદ ની વૈરાગ્ય વૃત્તિ.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જેટલા-જેટલા યાદ માં રહેશો એટલો અનુભવ કરશો કે હું એકલો નથી પરંતુ બાપદાદા સદા સાથે છે. કોઈ પણ સમસ્યા સામે આવે તો આ જ સ્મૃતિ માં રહે કે હું કમ્બાઈન્ડ છું, તો ગભરાઓ નહીં. કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી કોઈપણ મુશ્કેલ કાર્ય સહજ થઈ જશે. પોતાનાં બધા બોજા બાપ નાં ઉપર રાખી સ્વયં હલ્કા થઈ જાઓ તો સદા પોતાને ખુશનસીબ અનુભવ કરશો અને ફરિશ્તા સમાન નાચતાં રહેશો.