21-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આપ
આત્માઓ નો પ્રેમ એક બાપ સાથે છે , બાપે તમને આત્મા સાથે પ્રેમ કરતા શીખવાડ્યું છે ,
શરીર સાથે નહીં”
પ્રશ્ન :-
કયા પુરુષાર્થ માં જ માયા વિઘ્ન નાખે છે? માયાજીત બનવાની યુક્તિ શું છે?
ઉત્તર :-
તમે પુરુષાર્થ કરો છો કે અમે બાપ ને યાદ કરીને પોતાનાં પાપો ને ભસ્મ કરીએ. તો આ યાદ
માં જ માયા નાં વિઘ્ન પડે છે. બાપ ઉસ્તાદ તમને માયાજીત બનવાની યુક્તિ બતાવે છે. તમે
ઉસ્તાદ ને ઓળખીને યાદ કરો તો ખુશી પણ રહેશે, પુરુષાર્થ પણ કરતા રહેશો અને સર્વિસ પણ
ખૂબ કરશો. માયાજીત પણ બની જશો.
ગીત :-
ઈસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
રુહાની બાળકોએ
ગીત સાંભળ્યું, અર્થ સમજ્યો. દુનિયામાં કોઈ પણ અર્થ નથી સમજતાં. બાળકો સમજે છે અમારો
આત્માઓનો પ્રેમ પરમપિતા પરમાત્મા સાથે છે. આત્મા પોતાનાં બાપ પરમપિતા પરમાત્મા ને
પોકારે છે. પ્રેમ આત્મા માં છે કે શરીર માં? હવે બાપ શીખવાડે છે પ્રેમ આત્મા માં
હોવો જોઈએ. શરીર તો ખતમ થઈ જવાનું છે. પ્રેમ આત્મા માં છે. હવે બાપ સમજાવે છે તમારો
પ્રેમ પરમાત્મા બાપ સાથે હોવો જોઈએ, શરીરો સાથે નહીં. આત્મા જ પોતાનાં બાપ ને પોકારે
છે કે પુણ્ય આત્માઓની દુનિયા માં લઈ ચાલો. તમે સમજો છો - આપણે પાપ આત્મા હતાંં, હવે
ફરી પુણ્ય આત્મા બની રહ્યાંં છીએ. બાબા તમને યુક્તિ થી પુણ્ય આત્મા બનાવી રહ્યાં
છે. બાપ બતાવે ત્યારે તો બાળકો ને અનુભવ થાય અને સમજે કે અમે બાપ દ્વારા બાપ ની યાદ
થી પવિત્ર પુણ્ય આત્મા બની રહ્યાં છીએ. યોગબળ થી આપણા પાપ ભસ્મ થઈ રહ્યાં છે. બાકી
ગંગા વગેરે માં કોઈ પાપ ધોવાઈ નથી જતાં. મનુષ્ય ગંગા સ્નાન કરે છે, શરીર ને માટી
ચોળે (લગાવે) છે પરંતુ તેનાંથી કોઈ પાપ ધોવાતા નથી. આત્મા નાં પાપ યોગબળ થી જ નીકળે
છે. ખાદ નીકળે છે, આ તો બાળકો ને જ ખબર છે અને નિશ્ચય છે આપણે બાબા ને યાદ કરીશું
તો આપણા પાપ ભસ્મ થશે. નિશ્ચય છે તો પછી પુરુષાર્થ કરવો જોઈએ ને? આ પુરુષાર્થ માં જ
માયા વિઘ્ન નાખે છે. રુશ્તમ સાથે માયા પણ સારી રીતે રુશ્તમ થઈને લડે છે. કાચ્ચાઓ
સાથે શું લડશે? બાળકોએ હંમેશા આ ખ્યાલ રાખવાનો છે, આપણે માયાજીત જગતજીત બનવાનું છે.
માયાજીતે જગતજીત નો અર્થ પણ કોઈ સમજતા નથી. હમણાં આપ બાળકો ને સમજાવાય છે-તમે કેવી
રીતે માયા પર જીત મેળવી શકો છો. માયા પણ સમર્થ છે ને? આપ બાળકો ને ઉસ્તાદ મળેલા છે.
એ ઉસ્તાદ ને પણ નંબરવાર કોઈ વિરલા જાણે છે. જે જાણે છે તેમને ખુશી પણ રહે છે.
પુરુષાર્થ પણ પોતે કરે છે. સર્વિસ પણ ખૂબ કરે છે. અમરનાથ પર અનેક લોકો જાય છે.
હવે બધા મનુષ્ય કહે
છે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? હમણાં તમે બધા ને સિદ્ધ કરીને બતાવો છો કે સતયુગ
માં કેવી રીતે સુખ-શાંતિ હતાં. આખા વિશ્વ પર શાંતિ હતી. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
હતું, બીજો કોઈ ધર્મ નહોતો. આજ થી ૫ હજાર વર્ષ થયા જ્યારે સતયુગ હતો પછી સૃષ્ટિએ
ચક્ર તો જરુર લગાવવાનું છે. ચિત્રો થી તમે બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) બતાવો છો, કલ્પ
પહેલાં પણ આવાં ચિત્ર બનાવ્યાં હતાં. દિવસે-દિવસે ઇમ્પ્રુવમેન્ટ (સુધારો) થતી જાય
છે. ક્યાંક બાળકો ચિત્રો માં તિથિ-તારીખ લખવાનું ભૂલી જાય છે. લક્ષ્મી-નારાયણ નાં
ચિત્ર માં તિથિ-તારીખ જરુર હોવી જોઈએ. આપ બાળકો ની બુદ્ધિ માં બેઠેલું છે ને કે અમે
સ્વર્ગવાસી હતાં, હવે ફરી બનવાનું છે. જેટલો જે પુરુષાર્થ કરે છે એટલું પદ મેળવે
છે. હમણાં બાપ દ્વારા તમે જ્ઞાન ની ઓથોરિટી (સત્તા) બનો છો. ભક્તિ હવે ખલાસ થઈ જવાની
છે. સતયુગ-ત્રેતા માં ભક્તિ થોડી હશે? પછી અડધોકલ્પ ભક્તિ ચાલે છે. આ પણ હમણાં આપ
બાળકો ને સમજ માં આવે છે. અડધાકલ્પ પછી રાવણ રાજ્ય શરુ થાય છે. આખી રમત આપ
ભારતવાસીઓ પર જ છે. ૮૪ નું ચક્ર ભારત પર જ છે. ભારત જ અવિનાશી ખંડ છે, આ પણ પહેલાં
થોડી ખબર હતી? લક્ષ્મી-નારાયણ ને ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) કહે છે ને? કેટલું ઊંચું
પદ છે અને ભણતર કેટલું સહજ છે. આ ૮૪ નું ચક્ર પૂરું કરી પછી આપણે પાછા જઈએ છીએ. ૮૪
નું ચક્ર કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે. હમણાં તમને મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન
બધું યાદ છે. પહેલાં થોડી જાણતા હતાં - સૂક્ષ્મવતન શું હોય છે? હમણાં તમે સમજો છો
ત્યાં કેવી રીતે મૂવી માં વાતચીત કરે છે. મૂવી બાઈસ્કોપ પણ નીકળ્યાં હતાં. તમને
સમજાવવા માં સહજ થાય છે. સાઈલેન્સ, મુવી, ટોકી. તમે બધું જાણો છો લક્ષ્મી-નારાયણ
નાં રાજ્ય થી લઈને હમણાં સુધી આખું ચક્ર બુદ્ધિ માં છે.
તમને ગૃહસ્થ વ્યવહાર
માં રહેતાં આ જ ફિકર લાગી રહે કે અમારે પાવન બનવાનું છે. બાપ સમજાવે છે ગૃહસ્થ
વ્યવહાર માં રહેતાં પણ આ જૂની દુનિયા માંથી મમત્વ ખતમ કરી દો. બાળકો વગેરે ને પણ ભલે
સંભાળો. પરંતુ બુદ્ધિ બાપ ની તરફ હોય. કહે છે ને - હાથે થી કામ કરતા બુદ્ધિ બાપ તરફ
રહે. બાળકો ને ખવડાવો, પીવડાવો, સ્નાન કરાવો, બુદ્ધિ માં બાપ ની યાદ હોય કારણકે જાણો
છો શરીર પર પાપો નો બોજો ખૂબ છે એટલે બુદ્ધિ બાપ ની તરફ લાગી રહે. એ માશૂક ને
ખૂબ-ખૂબ યાદ કરવાના છે. માશૂક બાપ આપ સર્વ આત્માઓ ને કહે છે મને યાદ કરો, આ પાર્ટ
પણ હમણાં ચાલી રહ્યો છે પછી ૫ હજાર વર્ષ પછી ચાલશે. બાપ કેટલી સહજ યુક્તિ બતાવે છે.
કોઈ તકલીફ નથી. કોઈ કહે અમે તો આ કરી નથી શકતાં, અમને બહુ જ તકલીફ પડે છે, યાદ ની
યાત્રા બહુ જ મુશ્કેલ છે. અરે, તમે બાબા ને યાદ નથી કરી શકતાં? બાપ ને થોડી ભૂલવા
જોઈએ? બાપ ને તો સારી રીતે યાદ કરવાના છે ત્યારે વિકર્મ વિનાશ થશે અને તમે એવર
હેલ્દી (સદા સ્વસ્થ) બનશો. નહીં તો બનશો નહીં. તમને સલાહ બહુ જ સારી એક ટીક મળે છે.
એક ટીક દવા હોય છે ને? હું ગેરંટી કરું છું આ યોગબળ થી તમે ૨૧ જન્મો માટે ક્યારેય
રોગી નહીં બનશો. ફક્ત બાપ ને યાદ કરો-કેટલી સહજ યુક્તિ છે! ભક્તિમાર્ગ માં યાદ કરતા
હતાં અજાણ થી. હમણાં બાપ બેસીને સમજાવે છે, તમે સમજો છો અમે કલ્પ પહેલાં પણ બાબા
તમારી પાસે આવ્યાં હતાં, પુરુષાર્થ કરતા હતાં. પાક્કો નિશ્ચય થઈ ગયો છે. આપણે જ
રાજ્ય કરતા હતાં પછી આપણે ગુમાવ્યું હવે ફરી બાબા આવેલા છે, એમની પાસે થી
રાજ્ય-ભાગ્ય લેવાનું છે. બાપ કહે છે મને યાદ કરો અને રાજાઈ ને યાદ કરો. મનમનાભવ.
અંત મતિ સો ગતિ થઈ જશે. હવે નાટક પૂરું થાય છે, પાછા જઈશું. બાબા આવ્યાં છે બધાને
લઈ જવા માટે. જેમ વર, વધૂ ને લેવા માટે આવે છે. બ્રાઈડસ (વધૂ) ને ખૂબ ખુશી થાય છે,
અમે અમારા સાસરે જઈએ છીએ. તમે બધી સીતાઓ છો એક રામ ની. રામ જ તમને રાવણ ની જેલ માંથી
છોડાવીને લઈ જાય છે. લિબરેટર (મુક્તિદાતા) એક જ છે, રાવણ રાજ્ય માંથી લિબરેટ કરે
છે. કહે પણ છે-આ રાવણ રાજ્ય છે, પરંતુ યથાર્થ રીતે સમજતા નથી. હવે બાળકો ને સમજાવાય
છે, બીજાઓ ને સમજાવવા માટે ખૂબ સારા-સારા પોઈન્ટ્સ અપાય છે. બાબાએ સમજાવ્યું - આ લખી
દો કે વિશ્વ માં શાંતિ કલ્પ પહેલાં ની જેમ બાપ સ્થાપન કરી રહ્યાં છે. બ્રહ્મા દ્વારા
સ્થાપના થઈ રહી છે. વિષ્ણુ નું રાજ્ય હતું તો વિશ્વ માં શાંતિ હતી ને? વિષ્ણુ સો
લક્ષ્મી-નારાયણ હતાં, આ પણ કોઈ સમજે થોડી છે? વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણ અને
રાધા-કૃષ્ણ ને અલગ-અલગ સમજે છે. હમણાં તમે સમજ્યાં છો, સ્વદર્શન ચક્રધારી પણ તમે
છો. શિવબાબા આવીને સૃષ્ટિચક્ર નું જ્ઞાન આપે છે. એમનાં દ્વારા હમણાં આપણે પણ માસ્ટર
જ્ઞાનસાગર બન્યાં છીએ. તમે જ્ઞાન-નદીઓ છો ને? આ તો બાળકો નાં જ નામ છે.
ભક્તિમાર્ગ માં
મનુષ્ય કેટલાં સ્નાન કરે છે, કેટલાં ભટકે છે. ખૂબ દાન-પુણ્ય વગેરે કરે છે, સાહૂકાર
લોકો તો ખૂબ દાન કરે છે. સોનું પણ દાન કરે છે. તમે પણ હમણાં સમજો છો-આપણે કેટલાં
ભટકતા હતાં. હવે આપણે કોઈ હઠયોગી તો નથી. આપણે તો છીએ રાજયોગી. પવિત્ર ગૃહસ્થ આશ્રમ
નાં હતાં, પછી રાવણ રાજ્ય માં અપવિત્ર બન્યાં છીએ. ડ્રામા અનુસાર બાપ ફરી ગૃહસ્થ
ધર્મ બનાવી રહ્યાં છે બીજું કોઈ બનાવી ન શકે. મનુષ્ય તમને કહે છે કે તમે બધા પવિત્ર
બનશો તો દુનિયા કેવી રીતે ચાલશે? બોલો, આટલાં બધા સંન્યાસી પવિત્ર રહે છે તો દુનિયા
કોઈ બંધ થઈ ગઈ છે કે શું? અરે સૃષ્ટિ આટલી વધી ગઈ છે, ખાવા માટે અનાજ પણ નથી હજી
સૃષ્ટિ પછી શું વધારશો? હમણાં આપ બાળકો સમજો છો, બાબા આપણી સન્મુખ હાજર-નાજર છે,
પરંતુ એમને આ આંખો થી જોઈ નથી શકાતાં. બુદ્ધિ થી જાણીએ છીએ, બાબા આપણને આત્માઓ ને
ભણાવે છે, હાજર-નાજર છે.
જે વિશ્વ શાંતિ ની
વાતો કરે છે, તેમને તમે બતાવો કે વિશ્વ માં શાંતિ તો બાપ કરાવી રહ્યાં છે. તેનાં
માટે જ જૂની દુનિયા નો વિનાશ સામે છે, ૫ હજાર વર્ષ પહેલાં પણ વિનાશ થયો હતો. હમણાં
પણ આ વિનાશ સામે છે પછી વિશ્વ પર શાંતિ થઈ જશે. હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં છે જ
આ વાતો. દુનિયા માં કોઈ નથી જાણતાં. કોઈ નથી જેમની બુદ્ધિ માં આ વાતો હોય. તમે જાણો
છો સતયુગ માં આખા વિશ્વ પર શાંતિ હતી. એક ભારતખંડ સિવાય બીજો કોઈ ખંડ નહોતો. પાછળ
બીજા ખંડ થયા છે. હમણાં કેટલાં ખંડ છે? હવે આ રમત નો પણ અંત છે. કહે પણ છે ભગવાન
જરુર હશે, પરંતુ ભગવાન કોણ અને કયા રુપ માં આવે છે. આ નથી જાણતાં. શ્રીકૃષ્ણ તો હોઈ
ન શકે. ન કોઈ પ્રેરણા થી કે શક્તિ થી કામ કરાવી શકે છે. બાપ તો મોસ્ટ બિલોવેડ (સૌથી
પ્રિય) છે, એમની પાસે થી વારસો મળે છે. બાપ જ સ્વર્ગ સ્થાપન કરે છે તો પછી જરુર જૂની
દુનિયા નો વિનાશ પણ એ કરાવશે. તમે જાણો છો સતયુગ માં આ લક્ષ્મી-નારાયણ હતાં. હવે ફરી
પોતે પુરુષાર્થ થી આ બની રહ્યાં છે. નશો રહેવો જોઈએ ને? ભારત માં રાજ્ય કરતા હતાં.
શિવબાબા રાજ્ય આપીને ગયા હતાં, એવું નહીં કહેશે શિવબાબા રાજ્ય કરીને ગયા હતાં. ના.
ભારત ને રાજ્ય આપીને ગયા હતાં. લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં ને? ફરી બાબા રાજ્ય
આપવા આવ્યાં છે. કહે છે - મીઠાં-મીઠાં બાળકો, તમે મને યાદ કરો અને ચક્ર ને યાદ કરો.
તમે જ ૮૪ જન્મ લીધાં છે. ઓછો પુરુષાર્થ કરે છે તો સમજો એમણે ઓછી ભક્તિ કરી છે. વધારે
ભક્તિ કરવા વાળા પુરુષાર્થ પણ વધારે કરશે. કેટલું ક્લિયર કરીને સમજાવે છે પરંતુ
જ્યારે બુદ્ધિ માં બેસે. તમારું કામ છે પુરુષાર્થ કરાવવા નું. ઓછી ભક્તિ કરી હશે તો
યોગ લાગશે નહીં. શિવબાબા ની યાદ બુદ્ધિ માં રહેશે નહીં. ક્યારેય પણ પુરુષાર્થ માં
ઠંડા ન થવું જોઈએ. માયા ને પહેલવાન જોઈ હાર્ટ ફેલ ન થવું જોઈએ. માયા નાં તોફાન તો
ખૂબ આવશે. આ પણ બાળકો ને સમજાવ્યું છે, આત્મા જ બધું કરે છે. શરીર તો ખતમ થઈ જશે.
આત્મા નીકળી ગયો, શરીર માટી થઈ ગયું. તે પછી મળવાનું તો નથી. પછી તેને યાદ કરી રડવા
વગેરે થી ફાયદો શું? તે જ ચીજ ફરી મળશે શું? આત્માએ તો જઈને બીજું શરીર લીધું. હમણાં
તમે કેટલી ઊંચી કમાણી કરો છો. તમારું જ જમા થાય છે, બાકી બધાનું નહીં થશે.
બાબા ભોળા વેપારી છે
ત્યારે તો તમને મુઠ્ઠી ચોખા ને બદલે ૨૧ જન્મો માટે મહેલ આપી દે છે, કેટલું વ્યાજ આપે
છે. તમને જેટલું જોઈએ ભવિષ્ય માટે જમા કરો. પરંતુ એવું નહીં, અંત માં આવીને કહેશે
જમા કરો, તો તે સમયે લઈને શું કરશે? અનાડી વેપારી થોડી છે? કામ માં આવે નહીં અને
વ્યાજ ભરીને આપવું પડે. એવાં નું લેશે થોડી? તમને મુઠ્ઠી ચોખા ને બદલે ૨૧ જન્મો માટે
મહેલ મળી જાય છે. કેટલું વ્યાજ મળે છે. બાબા કહે છે નંબરવન ભોળો તો હું છું. જુઓ,
તમને વિશ્વ ની બાદશાહી આપું છું, ફક્ત તમે મારા બનીને સર્વિસ (સેવા) કરો. ભોળાનાથ
છે ત્યારે તો તેમને બધા યાદ કરે છે. હમણાં તમે છો જ્ઞાનમાર્ગ માં. હવે બાપ ની
શ્રીમત પર ચાલો અને બાદશાહી લો. કહે પણ છે બાબા અમે આવ્યાં છીએ રાજાઈ લેવાં. તે પણ
સૂર્યવંશી માં. અચ્છા, તમારું મુખ મીઠું થાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
ચાલી બાદશાહી લેવાની છે. ચોખા મુઠ્ઠી આપી ૨૧ જન્મો માટે મહેલ લેવાનાં છે. ભવિષ્ય
માટે કમાણી જમા કરવાની છે.
2. ગૃહસ્થ વ્યવહાર
માં રહેતાં આ જૂની દુનિયા માંથી મમત્વ ખતમ કરીને પૂરું પાવન બનવાનું છે. બધું જ કરતા
બુદ્ધિ બાપ તરફ લાગી રહે.
વરદાન :-
મન્સા શુભ
ભાવના દ્વારા એક - બીજા ને આગળ વધારવા વાળા વિશ્વ - કલ્યાણકારી ભવ
જો કોઈ કાંઈ ખોટું કરી
રહ્યાં છે તો એને પરવશ સમજીને રહેમ ની દૃષ્ટિ થી પરિવર્તન કરો, ડિસકસ (ચર્ચા) નહીં
કરો. જો કોઈ પથ્થર થી ઉભાં રહી જાય છે તો તમારું કામ છે પાર કરીને ચાલ્યાં જવાનું
કે તેમને પણ સાથી બનાવી પાર લઈ જવાનું. એનાં માટે દરેક ની વિશેષતા ને જુઓ, ખામીઓ ને
છોડતા જાઓ. હવે કોઈને પણ વાણી થી સાવધાન કરવામાં સમય નહીં પરંતુ મન્સા શુભ ભાવના
દ્વારા એક-બીજા નાં સહયોગી બનીને આગળ વધો અને વધારો ત્યારે કહેવાશો વિશ્વ-કલ્યાણકારી.
સ્લોગન :-
દૃઢ સંકલ્પ નો
બેલ્ટ બાંધી લો તો સીટ થી અપસેટ નહીં થશો.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
પ્રત્યક્ષતા નો સૂર્ય
ઉદય ત્યારે થશે જ્યારે પવિત્રતા ની શમા ચારેય તરફ પ્રગટાવશો. જેવી રીતે તેઓ શમા લઈને
ચક્કર લગાવે છે, એવી રીતે પવિત્રતા ની શમા ચારેય તરફ ઝગમગાવી દો ત્યારે બધા બાપ ને
જોઈ શકશે, ઓળખી શકશે. જેટલી અચલ પવિત્રતા ની શમા હશે એટલાં સહજ બધા બાપ ને ઓળખી શકશે
અને પવિત્રતા નો જયજયકાર થશે.