21-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શ્રીમત પર ચાલીને બધાને સુખ આપો , આસુરી મત પર દુઃખ આપતાં આવ્યાં , હવે સુખ આપો , સુખ લો”

પ્રશ્ન :-
બુદ્ધિવાન બાળકો કયાં રહસ્યને સમજવાનાં કારણે ઉંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરે છે?

ઉત્તર :-
તેઓ સમજે છે કે દુઃખ અને સુખ, હાર અને જીત નો ખેલ છે. હમણાં અડધોકલ્પ સુખ નો ખેલ ચાલવાનો છે. ત્યાં કોઈ પણ પ્રકાર નું દુઃખ નથી હોતું. હવે નવી રાજધાની આવવાની છે, તેનાં માટે બાપ પોતાનું પરમધામ છોડીને આપણે બાળકોને ભણાવવા આવ્યાં છે, હવે પુરુષાર્થ કરી ઉંચ પદ લેવાનું જ છે.

ગીત :-
બદલ જાયે દુનિયા ન બદલેંગે હમ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકોએ અર્થ સમજ્યો. અહીં કોઈ કસમ ખાવાની દરકાર નથી. આ તો આત્મા માં સમજ જોઈએ. આત્મા તમોપ્રધાન હોવાનાં કારણે બિલકુલ જ બેસમજ થઈ ગયો છે. બાળકો જાણે છે - અમે કેટલાં બેસમજ હતાં. હવે કેટલાં સમજદાર બન્યાં છીએ. બીજા સત્સંગ વગેરે માં આ વાતો હોતી નથી. તે શાસ્ત્ર, રામાયણ વગેરે વાંચે છે. એક કાન થી સાંભળ્યું, બીજા કાન થી નીકળી જાય છે. કોઈ પ્રાપ્તિ નથી. યજ્ઞ, તપ, દાન-પુણ્ય વગેરે ખૂબ કરે છે, ધક્કા ખાતાં રહે છે. પ્રાપ્તિ કંઈ પણ નથી. આ દુનિયામાં કોઈને સુખ નથી. હવે બાપ પૂરી સમજ આપે છે. બધાને સુખ-શાંતિ આપવાવાળા એક જ બાપ છે. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકાર માં છે. ભક્તિમાર્ગ વાળા પણ યાદ કરતાં રહે છે - હે દુઃખહર્તા, સુખકર્તા, સદ્દગતિ દાતા. જુઓ, દુનિયામાં શું થઇ રહ્યું છે. બધાને દુઃખ થતું જ રહે છે. જે પણ મનુષ્ય-માત્ર છે કોઈને પણ આ ખબર નથી કે બાપ કોણ છે? બાપ પાસેથી શું વારસો મળે છે? બેહદ નાં બાપ ને જાણતાં જ નથી. ધક્કા ખાતાં રહે છે, શાંતિ નાં માટે. હવે આ કોણે કહ્યું કે મનની શાંતિ જોઈએ? આત્મા કહે છે, આ પણ મનુષ્ય નથી જાણતાં. દેહ-અભિમાન છે ને? સાધુ-સંત વગેરે બધા દુઃખી છે, બધા શાંતિ ઈચ્છે છે. બીમારી વગેરે તો સાધુ-સંતો ને પણ થાય છે. એક્સિડન્ટ (અકસ્માત) થાય છે. દુનિયામાં દુઃખ નાં સિવાય બીજું કંઈ તો છે નહીં. હવે તમે બુદ્ધિવાન બન્યાં છો. બાપે સમજાવ્યું છે ડ્રામા ની અંદર નવી દુનિયા અને જૂની દુનિયા, સુખ અને દુઃખ નો ખેલ બનેલો છે. બાપે તમારી બુદ્ધિનું તાળું ખોલ્યું છે બીજા બધા મનુષ્ય-માત્ર ની બુદ્ધિ ને ગોદરેજ નું તાળું લાગેલું છે, બિલકુલ જ તમોપ્રધાન બુદ્ધિ છે. આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. બરોબર બેહદ નાં બાપ મળ્યાં છે, એ આપણને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સંભળાવે છે કે આ ખેલ કેવી રીતે બનેલો છે. જ્યારે સુખ હોય છે, ત્યારે દુઃખ નું નામ નથી હોતું. આપ બાળકોની બુદ્ધિમાં છે કે અમે બાપ પાસેથી સુખ-શાંતિ-સંપત્તિ નો વારસો લઈ રહ્યાં છીએ. સતયુગ થી લઈને ત્રેતા અંત સુધી કોઈ દુઃખ નહીં હશે. હવે તમે પ્રકાશ માં છો. તમે પુરુષાર્થ કરી રહ્યાં છો - પોતાની રાજધાની માં એકબીજા થી ઉંચ પદ પામીએ. આ સ્કૂલ છે બેહદ ની. બેહદ નાં બાપ ભણાવે છે. તમે જાણો છો એ આપણા મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ છે, જેમની અપરમઅપાર મહિમા છે. એ ઊંચે થી ઊંચા બાપ શ્રીમત આપે છે. બાકી બધા મનુષ્ય-માત્ર આસુરી મત પર એક-બીજા ને દુઃખ આપે છે. તમારે શ્રીમત પર બધાને સુખ આપવાનું છે. આ ડ્રામા માં આપણે એક્ટર્સ છીએ, આ કોઈ પણ નથી જાણતું. આપ બાળકો હવે સમજો છો આ ડ્રામામાં ભારતવાસીઓ નો જ ઓલરાઉન્ડર પાર્ટ છે. પહેલાં તો તમે કંઈ પણ નહોતા જાણતાં. હવે તો મૂળવતન થી લઈને સૂક્ષ્મવતન, સ્થૂળવતન બધાને તમે જાણી ગયાં છો. તમને સાચું જ્ઞાન છે. પરમપિતા પરમાત્મા આપણને આમનાં દ્વારા ભણાવી રહ્યાં છે. બાબા આપણ ને ત્રિલોક નું બધું જ્ઞાન આપી રહ્યાં છે. આ છે જ કાંટાઓનું જંગલ. બાળકો જાણે છે - હમણાં અમે કાંટા થી ફૂલ અર્થાત્ મનુષ્ય થી દેવતા બનીએ છીએ. અહીં તો નાનાં-મોટા બધા દુઃખ આપે છે. ગર્ભ માં માતાને બાળક દુઃખ આપે છે. આ ખૂબ જ છી-છી જૂની દુનિયા છે. આ સૃષ્ટિ ચક્ર ને કોઈ પણ નથી જાણતું. આપણે ક્યાંથી આવ્યાં, કેટલાં જન્મ લીધા, પછી ક્યાં જવાનું છે…? કંઈ પણ નથી જાણતાં, બેહદ નાં બાપ અર્થાત્ બધી સીતાઓનાં એક રામ, એ નિરાકાર છે. તમે બધી સીતાઓ છો. બાપ છે બ્રાઈડગ્રુમ (સાજન). એક સાજન ની બધી સજનીઓ, ભક્તિઓ છો. જે પણ સીતાઓ છે, બધાં રાવણ ની જેલ માં ફસાઈ શોકવાટિકા માં આવી ગઈ છે. આખી દુનિયાનાં બધાં મનુષ્ય-માત્ર એક ભગવાન ને યાદ કરે છે. ભક્તો નાં રક્ષક ભગવાન ને કહે છે. તમે બધા હમણાં બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છો. બ્રાહ્મણ જાણે છે - અમને શિવબાબા ભણાવી રહ્યાં છે. બાબા પાસેથી વારસો જરુર મળે છે. શિવબાબા છે સ્વર્ગ નાં રચયિતા. સ્વર્ગ કહો અથવા દૈવી રાજધાની કહો - આ સ્વર્ગ ની રાજધાની છે ને. લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક છે. આ પણ હવે તમે સમજો છો. અહીં જ્યારે સતયુગ હતો તો લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં છે કળિયુગ. મનુષ્ય તો બિચારા ઘોર અંધકાર માં હોવાનાં કારણે કંઈ નથી જાણતાં કે હમણાં કળિયુગ નો અંત છે. વિનાશ સામે ઉભો છે. આપ સર્વ સીતાઓનાં સદ્દગતિ દાતા એક રામ છે. સીતાઓ બધી દુર્ગતિ માં છે, પરંતુ આ કોઈ સમજે થોડી છે કે અમે દુર્ગતિ માં છીએ! પોતાની સાહૂકારી નો જ નશો છે. અમને આટલાં મકાન છે, આટલું ધન છે, આટલાં મહેલ છે, કોઈને ખબર નથી કે દુઃખ ની દુનિયા હવે બદલવાની છે. મોત સામે ઉભું છે. બધું માટીમાં મળી જવાનું છે. આ જે કંઈ જૂની દુનિયામાં જુઓ છો, વિનાશ થઇ જશે. વિનાશનાં માટે પૂરી તૈયારીઓ થઈ રહી છે. આ એ જ મહાભારત લડાઈ છે. એ જ ગીતાનાં ભગવાન છે. પરંતુ બાપ ની બાયોગ્રાફી માં બાળકનું નામ નાખી દીધું છે. હવે શિવબાબા તમને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. મોટામાં મોટી ભૂલ જ આ છે જે ભગવાન નું નામ ગુમ કરી દીધું છે.

આપ બાળકો જાણો છો આપણને કોઈ મનુષ્ય, સાધુ-સંત વગેરે નથી ભણાવતાં, શિવબાબા આપણ ને ભણાવે છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. બધુંજ છે. આ તો ન ભૂલવું જોઈએ ને. બાપ કહે છે - મારા બધા બાળકો છે પરંતુ બધાને થોડી ભણાવશે. બાપ કહે છે - હું ભારતવાસીઓને ફરીથી રાજયોગ શીખવાડવા આવ્યો છું. ભારતવાસી સ્વર્ગવાસી હતાં, હીરા જેવાં હતાં, હવે કોડી જેવાં બની ગયાં છે. ઘર માં કેટલી અશાંતિ છે. કહે છે - બાબા અમને ક્રોધ આવે છે, બાળકોને મારવું પડે છે. ડર લાગે છે, અમે ૫ વિકાર શિવબાબા ને દાન આપી દીધાં છે પછી અમે આ કેમ કરીએ છીએ? બાપ સમજાવે છે - આ સમયે બધાં પર ૫ વિકારો નું ગ્રહણ લાગેલું છે. દેહ-અભિમાન નું ભૂત આવવાથી પછી બધાં ભૂત લાગી જાય છે. હવે બાપ કહે છે - દેહી-અભિમાની બનો. હમણાં તમને સમજ મળી છે. સતયુગ માં પણ આપણે આત્મ-અભિમાની હતાં. સમજીએ છીએ - આત્મા નું આ શરીર હવે જૂનું થયું છે. આયુ પૂરી થઈ છે એટલે આ શરીર છોડી હવે નવું લેવાનું છે. (સાપનું દૃષ્ટાંત) સાપ ની એક ખાલ જૂની થાય છે તો પછી બીજી નવી લઈ લે છે. આ દૃષ્ટાંત છે સતયુગ નાં માટે. ત્યાં તમે એવી રીતે શરીર છોડો છો, દુઃખ ની કોઈ વાત નથી રહેતી. અહીં કેટલું દુઃખ થાય છે. રડવાનું-કુટવાનું વગેરે હોય છે. હવે આપ બાળકો જાણો છો - આ જૂની ખાલ છે. અહીં કોઈ નવી ખાલ નથી મળવાની. આ અંતિમ જૂની જુત્તી છે. હવે તમે એનાથી હેરાન થઈ ગયાં છો. ત્યાં તો ખુશી થી એક શરીર છોડી બીજું લે છે. આ વાતો ને પણ તમે સમજો છો. અહીં કેટલાં નવાં આવે છે, સમજે થોડી છે. બે-ચાર દિવસ અહીં થી સમજીને જાય છે પછી ભૂલી જાય છે. હાં, સારી રીતે સાંભળ્યું, ખુશી થઈ તો પ્રજા માં આવી જશે. પ્રજા પણ તો અસંખ્ય બનવાની છે ને! આ છે ઈશ્વર નું દર અથવા ઘર તમે ઈશ્વર નાં ઘર માં બેઠાં છો. પરમપિતા પોતાનું પરમધામ છોડી અહીં સાધારણ તન માં આવીને બેઠાં છે. ત્યાં તો બાપ ની પાસે આત્માઓ રહે છે. અહીં સંગમ પર બાબા સ્વયં આવ્યાં છે - પતિતો ને પાવન બનાવવાં. એમને શિવ નિરાકાર જ કહે છે. નિરાકાર બાબા ને આત્માઓ ઓ ગોડફાધર કહી પોકારે છે. મનુષ્ય વગર સમજે કહી દે છે ઓ ગોડફાધર. આ લક્ષ્મી-નારાયણ ને પણ યુરોપિયન લોકો ભગવાન-ભગવતી કહે છે. તેમને આવાં કોણે બનાવ્યાં? આ દેવતાઓને કહે છે આપ સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ છો પછી સ્વયં ને શું કહે છે? આ નથી જાણતાં કે આ પણ મનુષ્ય છે. ભારતમાં રાજ્ય કરીને ગયાં છે. તેમની આગળ જઈને મહિમા ગાય છે. પોતાને નીંચ-પાપી કહેતાં રહે છે. કૃષ્ણનાં મંદિર માં પણ જઈને મહિમા કરશે. શિવ ની આ મહિમા નહીં કરશે. એમની મહિમાં અલગ છે. ખાસ કરીને શિવ ની પાસે જાય છે તો કહે છે ભરી દો ઝોલી. પછી કઈ દે છે એ ભાંગ પીવા વાળા છે, ધતૂરા ખાવાવાળા છે. અરે ત્યાં ભાંગ-ધતૂરા ક્યાંથી આવ્યાં? કંઈ પણ સમજ નથી. માંગતા રહે છે - પતિ જોઈએ, આ જોઈએ… દિવાળી પર પણ લક્ષ્મીનું આહવાન કરે છે. તે છે કોણ? આ કોઈને પણ ખબર નથી. ૮-૧૦ ભુજાઓ ક્યારેય હોય છે શું? આ ચતુર્ભુજ રુપ દેખાડે છે કારણ કે પ્રવૃત્તિ માર્ગ છે. તેમનું નામ વિષ્ણુ રાખી દીધું છે. લક્ષ્મી-નારાયણ તો સતયુગ માં રહે છે. મનુષ્ય ને આ ખબર નથી કે વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ દ્વારા પાલના થાય છે. ચિત્રો માં લક્ષ્મી ની ૪ ભુજાઓ આપી દે છે. ૪ ભુજા વાળાને બાળક હશે તો તેમને પણ ૪ ભુજા હોવી જોઈએ. કંઈ પણ સમજતા નથી. તમે હમણાં સમજો છો - બાબા જ્યાં સુધી નહોતાં આવ્યાં તો આપણે પણ કંઈ નહોતાં જાણતાં. હમણાં આખાં વિશ્વનાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો. બાપ આવીને પતિત દુનિયાને પાવન બનાવે છે. બોલાવે પણ છે - હેં પતિત-પાવન આવો. હવે પરમાત્મા કેવી રીતે આવે? કેવી રીતે આવીને પતિતો ને પાવન બનાવે? બાપ કહે છે ૫ હજાર વર્ષ પહેલાં મેં દૈવી સ્વરાજ્ય બનાવ્યું હતું પછી તમે ૮૪ જન્મ કેવી રીતે લીધાં? આ સમજ પહેલાં તમારી બુદ્ધિમાં બિલકુલ નહોતી. આ બ્રહ્માને પણ ખબર નહોતી. રાધે-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણની પૂજા કરતા રહ્યાં. પરંતુ આ પણ ખબર નહોતી કે રાધે-કૃષ્ણ જ સ્વયંવર નાં પછી લક્ષ્મી-નારાયણ બને છે એટલે પ્રિન્સેસ રાધે, પ્રિન્સ કૃષ્ણ કહેવાય છે. સ્વયંવર નાં પછી મહારાજા-મહારાણી બને છે. આ જે સ્વયં બની રહ્યાં છે, તેમને પણ ખબર નહોતી. ભલે કોઈને દીદાર પણ થાય છે પરંતુ કંઈ પણ સમજતાં નથી. છતાં પણ ભક્તોની ભાવના અલ્પકાળ માટે પૂરી કરવા હું સાક્ષાત્કાર કરાવું છું. અહીં તો ધ્યાન-દીદાર ની વાત જ નથી. બાપ તો સમજાવે છે - સાક્ષાત્કાર માં માયા પ્રવેશ કરી લેશે તો તમે પદ ભ્રષ્ટ થઈ પડશો. ઘણાં આવીને કહે છે - અમને શિવબાબા નો સાક્ષાત્કાર થયો. અરે, તમને સમજાવાય છે - ફાયરફ્લાઈ કેટલાં નાનાં હોય છે, આંખો થી દેખાય છે. આત્મા તો તેનાથી પણ નાની બિંદી છે. જેવી રીતે આત્મા છે તેવી રીતે જ પરમાત્મા નું રુપ છે. સાક્ષાત્કાર પણ થશે તો એ નાની બિંદી નો થશે. આ તો નાની એવી બિંદી છે જે ભ્રકુટી ની વચ્ચે રહે છે. આત્મા નો સાક્ષાત્કાર થાય તો પણ સમજશે કંઈ નહીં.

આપ બાળકો જાણો છો - હમણાં આપણે શિવબાબા નાં સંતાન છીએ. બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ શિવબાબા પાસેથી વારસો લઈ રહ્યાં છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ જ આ છે. વિદ્યાર્થી છીએ ને? તમે કહો છો - બાપ પાસેથી સહજ રાજયોગ શીખવા આવ્યાં છીએ. આ મુખ્ય ઉદ્દેશ છે. આ બાળકોએ ભૂલવું ન જોઈએ. ભક્તિમાર્ગ માં ભક્ત લોકો દેવતાઓનાં ચિત્ર સાથે રાખે છે. પછી તમારે આ ત્રિમૂર્તિ નું ચિત્ર પોકેટ માં રાખવું જોઈએ. આ શિવબાબા દ્વારા આપણે આ લક્ષ્મી-નારાયણ બની રહ્યાં છીએ. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવબાબા ને વિકારોનું દાન આપી પછી ક્યારેય પાછું નથી લેવાનું. દેહ-અભિમાન નાં ભૂત થી બચવાનું છે. આ ભૂત થી બધાં ભૂત આવી જાય છે એટલે આત્મ-અભિમાની બનવાનો અભ્યાસ કરવાનો છે.

2. ધ્યાન-દીદાર ની આશ નથી રાખવાની. મુખ્ય ઉદ્દેશ ને સામે રાખી પુરુષાર્થ કરવાનો છે. શ્રીમત પર બધાને સુખ આપવાનું છે.

વરદાન :-
કરાવનહાર ની સ્મૃતિ થી સેવા માં સદા નિર્માણ નું કાર્ય કરવાવાળા કર્મયોગી ભવ

કોઈ પણ કર્મ, કર્મયોગી ની સ્ટેજ માં પરિવર્તન કરો, ફકત કર્મ કરવા વાળા નહીં પરંતુ કર્મયોગી છીએ. કર્મ અર્થાત્ વ્યવહાર અને યોગ અર્થાત્ પરમાર્થ બંને નું બેલેન્સ હોય. શરીર નિર્માણની પાછળ આત્મા નું નિર્માણ ભૂલી ન જાય. જે પણ કર્મ કરો તે ઈશ્વરીય સેવા અર્થ હોય. એના માટે સેવામાં નિમિત્ત-માત્ર નાં મંત્ર કે કરનહાર ની સ્મૃતિ નો સંકલ્પ સદા યાદ રહે. કરાવનહાર ભૂલાય નહીં તો સેવા માં નિર્માણ જ નિર્માણ કરતા રહેશો.

સ્લોગન :-
સેવા કે સંબંધ-સંપર્ક માં વિઘ્ન પડવાનું કારણ છે જૂનાં સંસ્કાર એ સંસ્કારો થી વૈરાગ્ય હોય

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સૌથી શ્રેષ્ઠ તખ્ત બાપદાદા નું દિલ તખ્તનશીન બનવાનું છે. પરંતુ આ તખ્ત પર બેસવા માટે પહેલાં અચળ સ્થિતિ નું તખ્ત જોઈએ. એકરસ સ્થિતિ નાં તખ્ત પર ત્યારે સ્થિત રહી શકશો જ્યારે અકાળ તખ્તનશીન બનવાનો અભ્યાસ હશે. જેવી રીતે તે તપસ્વી સદૈવ આસન પર બેસે છે, એવી રીતે તમે પોતાની એકરસ આત્મા ની સ્થિતિનાં આસન પર વિરાજમાન રહો. આ આસન ને નહીં છોડો ત્યારે સિંહાસન મળશે.