21-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આસુરી મત પર ચાલવાથી દરબદર ( બરબાદ ) થઈ ગયાં , હવે ઈશ્વરીય મત પર ચાલો તો સુખધામ ચાલ્યાં જશો”

પ્રશ્ન :-
બાળકોએ બાપ પાસે થી કઈ ઉમ્મીદ રાખવાની છે, કઈ નહીં?

ઉત્તર :-
બાપ પાસે થી એ જ ઉમ્મીદ રાખવાની છે કે આપણે બાપ દ્વારા પવિત્ર બની પોતાનાં ઘર અને ઘાટ (રાજધાની) માં જઈએ. બાબા કહે છે - બાળકો, મારા માં આ ઉમ્મીદ ન રાખો કે ફલાણા બીમાર છે, આશીર્વાદ મળે. અહીં કૃપા અથવા આશીર્વાદ ની વાત જ નથી. હું તો આવ્યો છું આપ બાળકો ને પતિત થી પાવન બનાવવાં. હવે હું તમને એવાં કર્મ શીખવાડું છું જે વિકર્મ ન બને.

ગીત :-
આજ નહીં તો કલ બિખરેંગે યહ બાદલ…

ઓમ શાંતિ!
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો જાણે છે હવે ઘરે ચાલવાનું છે. બાપ આવ્યાં છે લેવા માટે. આ યાદ પણ ત્યારે રહેશે જ્યારે આત્મ-અભિમાની હશે. દેહ-અભિમાન માં હશે તો યાદ પણ નહીં રહેશે. બાળકો જાણે છે બાબા મુસાફર બનીને આવ્યાં છે. તમે પણ મુસાફર બનીને આવ્યાં હતાં. હવે પોતાનાં ઘરને ભૂલી ગયા છો. પછી બાપે ઘર યાદ અપાવ્યું છે અને રોજ-રોજ સમજાવે છે. જ્યાં સુધી સતોપ્રધાન નથી બન્યાં તો ચાલી નહીં શકશો. બાળકો સમજે છે બાબા તો ઠીક કહે છે. બાપ પણ બાળકો ને જે શ્રીમત આપે છે તો સપૂત બાળકો તેનાં પર ચાલી પડે છે. આ સમયે બીજા તો કોઈ એવાં બાપ નથી જે સારી મત આપે એટલે દરબદર થઈ ગયા છે. શ્રીમત આપવા વાળા એક જ બાપ છે. એ મત પર પણ કોઈ બાળકો નથી ચાલતાં. વન્ડર છે. લૌકિક બાપ ની મત પર ચાલી પડે છે. તે છે આસુરી મત. આ પણ છે તો ડ્રામા. પરંતુ બાળકો ને સમજાવે છે તમે આસુરી મત પર ચાલી આ ગતિ પ્રાપ્ત કરી છે. હવે ઈશ્વરીય મત પર ચાલવાથી તમે સુખધામ માં ચાલ્યાં જશો. તે છે બેહદ નો વારસો. રોજ સમજાવે છે. તો બાળકોએ કેટલું હર્ષિત રહેવું જોઈએ? બધાને અહીં તો ન બેસાડી શકાય. ઘર માં રહીને પણ યાદ કરવાના છે. હવે પાર્ટ પૂરો થવાનો છે, હવે પાછા ઘરે ચાલવાનું છે. મનુષ્ય કેટલાં ભૂલેલા છે. કહેવાય છે ને-આ તો પોતાનાં ઘર-ઘાટ જ ભૂલી ગયા છે. હવે બાપ કહે છે ઘર ને પણ યાદ કરો. પોતાની રાજધાની પણ યાદ કરો. હવે પાર્ટ પૂરો થવાનો છે, હવે પાછા ઘરે ચાલવાનું છે. શું તમે ભૂલી ગયા છો?

આપ બાળકો કહી શકો છો-બાબા ડ્રામા અનુસાર અમારો પાર્ટ જ એવો છે, જો અમે ઘરબાર ને ભૂલી એકદમ ભટકી રહ્યાં છીએ. ભારતવાસી જ પોતાનાં શ્રેષ્ઠ ધર્મ, કર્મ ને ભૂલી ને દૈવી ધર્મ ભ્રષ્ટ, દૈવી કર્મ ભ્રષ્ટ થઈ ગયા છે. હવે બાપે સાવધાની આપી છે, તમારો ધર્મ-કર્મ તો આ હતાં. ત્યાં તમે જે કર્મ કરતા હતાં તે અકર્મ થતા હતાં. કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ બાપે જ તમને સમજાવી છે. સતયુગ માં કર્મ, અકર્મ થઈ જાય છે. રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ બને છે. હમણાં બાપ આવેલા છે, ધર્મ શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ બનાવવાં. તો હવે શ્રીમત પર કર્મ શ્રેષ્ઠ કરવા જોઈએ. કોઈ ભ્રષ્ટ કર્મ કરીને કોઈને દુઃખ ન આપવું જોઈએ. ઈશ્વરીય બાળકો નું આ કામ નથી. જે ડાયરેક્શન મળે છે તેનાં પર ચાલવાનું છે, દૈવીગુણ ધારણ કરવાના છે. ભોજન પણ શુદ્ધ લેવાનું છે, જો લાચારી માં નથી મળતું તો સલાહ પૂછો. બાબા સમજાવે છે નોકરી વગેરે માં ક્યાંક થોડું ખાવું પણ પડે છે. જ્યારે યોગબળ થી તમે રાજાઈ સ્થાપન કરો છો, પતિત દુનિયા ને પાવન બનાવો છો તો ભોજન ને શુદ્ધ બનાવવું શું મોટી વાત છે! નોકરી તો કરવાની જ છે. એવું તો નથી બાપ નાં બન્યાં તો બધું જ છોડી અહીં આવીને બેસી જવાનું છે. કેટલાં બધા બાળકો છે, આટલાં બધા તો રહી ન શકે. રહેવાનું બધાએ ગૃહસ્થ વ્યવહાર માં છે. આ સમજવાનું છે - હું આત્મા છું, બાબા આવેલા છે, આપણને પવિત્ર બનાવીને પોતાનાં ઘરે લઈ જાય છે પછી રાજધાની માં આવી જઈશું. આ તો પારકો રાવણનો છી-છી ઘાટ છે. તમે બિલકુલ જ પતિત બની ગયા છો, ડ્રામા પ્લાન અનુસાર. બાપ કહે છે હમણાં હું તમને સુજાગ કરવા આવ્યો છું તો શ્રીમત પર ચાલો. જેટલાં ચાલશો એટલાં શ્રેષ્ઠ બનશો.

હમણાં તમે સમજો છો આપણે બાપ ને, જે બાપ સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમને ભૂલી ગયાં. હવે બાબા સુધારવા આવ્યાં છે તો સારી રીતે સુધરવું જોઈએ ને? ખુશી માં આવવું જોઈએ. બેહદ નાં બાપ મળ્યાં છે, બાળકો સાથે વાત એવી રીતે કરે છે જેમ તમે આત્માઓ પરસ્પર કરો છો. છે તો એ પણ આત્મા. પરમ આત્મા છે, એમનો પણ પાર્ટ છે. તમે આત્માઓ પાર્ટધારી છો. ઊંચ થી ઊંચ લઈને નીચ થી નીચ નો પાર્ટ છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય ગાય છે ઈશ્વર જ બધું કરે છે. બાપ કહે છે મારો એવો પાર્ટ થોડી છે જે બીમાર ને સારા કરી દઉં. મારો પાર્ટ છે રસ્તો બતાવવો કે તમે પવિત્ર કેવી રીતે બનો? પવિત્ર બનવાથી જ તમે ઘરે પણ જઈ શકશો. રાજધાની માં પણ જઈ શકશો. બીજી કોઈ આશા ન રાખો. ફલાણા બીમાર છે, આશીર્વાદ મળે. ના, આશીર્વાદ, કૃપા વગેરે ની વાત મારી પાસે કાંઈ પણ નથી. તેનાં માટે સાધુ-સંતો વગેરે ની પાસે જાઓ. તમે મને બોલાવો જ છો કે હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. પાવન દુનિયા માં લઈ ચાલો. તો બાપ પૂછે છે હું તમને વિષય સાગર માંથી કાઢી પાર લઈ જાઉં છું, પછી તમે વિષય સાગર માં કેમ ફસાઈ જાઓ છો? ભક્તિમાર્ગ માં તમારો આ હાલ થયો છે. જ્ઞાન, ભક્તિ તમારા માટે છે. સંન્યાસી લોકો પણ કહે છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. પરંતુ તેનો અર્થ તેઓ નથી સમજતાં. હમણાં તમારી બુદ્ધિમાં છે જ્ઞાન, ભક્તિ પછી વૈરાગ. તો બેહદ નો વૈરાગ શીખવાડવા વાળા જોઈએ. બાપે સમજાવ્યું હતું આ કબ્રસ્તાન છે, આનાં પછી પરિસ્તાન બનવાનું છે. ત્યાં દરેક કર્મ, અકર્મ થાય છે. હમણાં બાબા તમને એવાં કર્મ શીખવાડે છે જે કોઈ પણ વિકર્મ ન બને. કોઈને પણ દુઃખ ન આપો. પતિત નું અન્ન ન ખાઓ. વિકાર માં ન જાઓ. અબળાઓ પર અત્યાચાર જ આનાં પર થાય છે. જોતા રહો છો-માયા નાં વિઘ્ન કેવાં પડે છે. આ છે બધું ગુપ્ત. કહે છે દેવતાઓ અને અસુરો નું યુદ્ધ થયું. પછી કહે છે - પાંડવો અને કૌરવો નું યુદ્ધ થયું. હવે લડાઈ તો એક જ છે. બાપ સમજાવે છે હું તમને રાજયોગ શીખવાડી રહ્યો છું ભવિષ્ય ૨૧ જન્મો માટે. આ મૃત્યુલોક છે. મનુષ્ય સત્યનારાયણ ની કથા સાંભળતા આવ્યાં છે, ફાયદો કાંઈ નથી. હમણાં તમે સાચ્ચી ગીતા સાંભળો છો. રામાયણ પણ તમે સાચ્ચી સાંભળો છો. એક રામ-સીતા ની વાત નહોતી. આ સમયે તો આખી દુનિયા લંકા છે. ચારેય બાજુ પાણી છે ને? આ છે બેહદ ની લંકા, જેમાં રાવણ નું રાજ્ય છે. એક બાપ છે બ્રાઈડગ્રુમ (સાજન). બાકી બધા છે બ્રાઈડ્સ (સજનીઓ). તમને હવે રાવણ રાજ્ય થી બાપ છોડાવે છે. આ છે શોક વાટિકા. સતયુગ ને કહેવાય છે અશોક વાટિકા. ત્યાં કોઈ શોક હોતો નથી. આ સમયે તો શોક જ શોક છે. અશોક એક પણ નથી રહેતાં. નામ તો રાખી દે છે અશોકા હોટલ. બાપ કહે છે આખી દુનિયા આ સમયે બેહદ ની હોટલ જ સમજો. શોક ની હોટલ છે. ખાવા-પીવાનું મનુષ્ય નું જાનવરો જેવું છે. તમને જુઓ બાપ ક્યાં લઈ જાય છે! સાચ્ચી-સાચ્ચી અશોક વાટિકા છે સતયુગ માં. હદ અને બેહદ નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બાપ જ બતાવે છે. આપ બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ. જાણો છો બાબા આપણને ભણાવે છે. આપણો પણ એ જ ધંધો છે - બધાને રસ્તો બતાવવો, આંધળાઓ ની લાઠી બનવું. ચિત્ર પણ તમારી પાસે છે. જેમ સ્કૂલ માં ચિત્રો પર સમજાવે છે, આ ફલાણો દેશ છે. તમે તો પછી સમજાવો છો તમે આત્મા છો, શરીર નથી. આત્માઓ ભાઈ-ભાઈ છે. કેટલી સહજ વાત સંભળાવો છો. કહે પણ છે આપણે બધા ભાઈ-ભાઈ છીએ. બાપ કહે છે તમે બધા આત્માઓ ભાઈ-ભાઈ છો ને? ગોડફાધર કહો છો ને? તો ક્યારેય પણ પરસ્પર લડવું-ઝઘડવું ન જોઈએ. શરીરધારી બનો છો તો પછી ભાઈ-બહેન થઈ જાઓ. આપણે શિવબાબા નાં બાળકો બધા ભાઈ-ભાઈ છીએ. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો ભાઈ-બહેન છીએ, આપણે વારસો દાદા પાસે થી લેવાનો છે એટલે દાદા ને જ યાદ કરીએ છીએ. આ બાળક (બ્રહ્મા) ને પણ મેં પોતાનો બનાવ્યો છે અથવા આમનાં માં પ્રવેશ કર્યો છે. આ બધી વાતો ને તમે હમણાં સમજો છો. બાપ કહે છે - બાળકો, હવે નવો દૈવી પ્રવૃત્તિ માર્ગ સ્થાપન થઈ રહ્યો છે. તમે બધા બી.કે. શિવબાબા ની મત પર ચાલો છો. બ્રહ્મા પણ એમની મત પર ચાલે છે. બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો અને સર્વ સંબંધો ને હળવા કરતા જાઓ. ૮ કલાક યાદ રાખવાની છે બાકી ૧૬ કલાક માં આરામ તથા ધંધો વગેરે જે કરવાનું છે તે કરો. હું બાપ નું બાળક છું, આ ન ભૂલો. એવું પણ નહીં અહીં આવીને હોસ્ટેલ માં રહેવાનું છે. ના, ગૃહસ્થ વ્યવહાર માં બાળકો ની સાથે રહેવાનું છે. બાબા ની પાસે આવો જ છે રિફ્રેશ (તરોતાજા) થવાં. મથુરા, વૃંદાવન માં જાય છે મધુબન નો દીદાર કરવાં. નાનાં મોડલ રુપ માં બનાવી રાખ્યું છે. હવે તો આ બેહદ ની વાતો સમજવાની છે. શિવબાબા બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચી રહ્યાં છે. આપણે પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન બી.કે. છીએ. વિકાર ની વાત થઈ ન શકે. સન્યાસીઓ નાં શિષ્ય બને છે, જો તે સંન્યાસી કપડા પહેરી લે તો નામ બદલાય જાય છે. અહીં પણ તમે બાબા નાં બની ગયા તો નામ રાખ્યું ને બાબાએ? કેટલાં ભઠ્ઠી માં રહ્યા હતાં. આ ભઠ્ઠી ની કોઈને ખબર નથી. શાસ્ત્રો માં તો શું-શું વાતો લખી છે, ફરી પણ આવું જ થશે. હવે તમારી બુદ્ધિ માં સૃષ્ટિ નું ચક્ર ફરે છે. બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને? સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. બાબા ને તો શરીર પણ નથી. તમને તો સ્થૂળ શરીર છે. એ છે જ પરમ આત્મા. આત્મા જ સ્વદર્શન ચક્રધારી છે ને? હવે આત્મા ને અલંકાર કેવી રીતે અપાય? સમજણ ની વાત છે ને? આ કેટલી સુક્ષ્મ વાતો છે. બાપ કહે છે હકીકત માં હું છું સ્વદર્શન ચક્રધારી. તમે જાણો છો-આત્મા માં આખાં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન આવી જાય છે. બાબા પણ પરમધામ માં રહેવા વાળા છે, આપણે પણ ત્યાં નાં રહેવા વાળા છીએ. બાપ આવીને પોતાનો પરિચય આપે છે - બાળકો હું પણ સ્વદર્શન ચક્રધારી છું. હું પતિત-પાવન આવ્યો છું તમારી પાસે. મને બોલાવ્યો જ છે કે આવીને પતિત થી પાવન બનાવો, લિબ્રેટ કરો. એમને શરીર તો નથી. એ અજન્મા છે. ભલે જન્મ લે પણ છે પરંતુ દિવ્ય. શિવ જયંતિ અથવા શિવરાત્રી મનાવે છે. બાપ કહે છે હું આવું જ છું ત્યારે, જ્યારે રાત પૂરી થાય છે, તો દિવસ બનાવવા આવું છું. દિવસ માં ૨૧ જન્મ પછી રાત માં ૬૩ જન્મ, આત્મા જ ભિન્ન-ભિન્ન જન્મ લે છે. હવે દિવસ થી રાત માં આવ્યો છે પછી દિવસ માં જવાનું છે. સ્વદર્શન ચક્રધારી પણ તમને બનાવ્યાં છે. આ સમયે મારો પાર્ટ છે. તમને પણ સ્વદર્શન ચક્રધારી બનાવું છું. તમે પછી બીજાઓ ને બનાવો. ૮૪ જન્મ કેવી રીતે લીધાં છે, તે ૮૪ જન્મો નું ચક્ર તો સમજી લીધું છે. પહેલાં તમને આ જ્ઞાન હતું શું? બિલકુલ નહીં. અજ્ઞાની હતાં. બાબા મૂળ વાત સમજાવે છે કે બાબા છે સ્વદર્શન ચક્રધારી, એમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. એ સત્ય છે, ચૈતન્ય છે. આપ બાળકો ને વારસો આપી રહ્યાં છે. બાબા બાળકો ને સમજાવે છે, પરસ્પર લડો-ઝઘડો નહીં. લૂણપાણી નહીં બનો. સદૈવ હર્ષિત રહેવાનું છે અને બધા ને બાપ નો પરિચય આપવાનો છે. બાપ ને જ બધા ભૂલેલા છે. હવે બાપ કહે છે મામેકમ્ યાદ કરો. નિરાકાર ભગવાનુવાચ-નિરાકારી આત્માઓ પ્રત્યે. અસલ તમે નિરાકાર છો પછી સાકારી બનો છો. સાકાર વગર તો આત્મા કાંઈ કરી જ નથી શકતો. આત્મા શરીર માંથી નીકળી જાય છે તો ચુરપુર (હલચલ) કાંઈ પણ થઈ નથી શકતી. આત્મા તરત જઈને બીજા શરીર માં પોતાનો પાર્ટ ભજવે છે. આ વાતો ને સારી રીતે સમજો, અંદર ઘૂંટતા રહો. આપણે આત્મા બાબા પાસે થી વારસો લઈએ છીએ. વારસો મળે છે સતયુગ નો. જરુર બાપે જ ભારત ને વારસો આપ્યો હશે. ક્યારે વારસો આપ્યો પછી શું થયું? આ મનુષ્યો ને કાંઈ પણ ખબર નથી. હમણાં બાપ બધું બતાવે છે. આપ બાળકો ને જ સ્વદર્શન ચક્રધારી બનાવ્યાં છે, પછી તમે ૮૪ જન્મ ભોગવ્યાં. હવે ફરી હું આવ્યો છું, કેટલું સહજ સમજાવતો રહું છું. બાપ ને યાદ કરો અને મીઠાં બનો. મુખ્ય-ઉદ્દેશ સામે છે. બાપ વકીલો નાં વકીલ છે, બધા ઝઘડાઓ થી છોડાવી દે છે. આપ બાળકો ને આંતરિક ખુશી ખૂબ હોવી જોઈએ. આપણે બાબા નાં બાળકો બન્યાં છીએ. બાપે આપણને એડોપ્ટ કર્યા છે વારસો આપવાં. અહીં તમે આવો જ છો વારસો લેવાં. બાપ કહે છે બાળકો વગેરે જોતા બુદ્ધિ બાપ અને રાજધાની તરફ રહે. ભણતર કેટલું સહજ છે. બાપ જે તમને વિશ્વ નાં માલિક બનાવે છે, એમને તમે ભૂલી જાઓ છો. પહેલાં પોતાને આત્મા જરુર સમજો. આ જ્ઞાન બાપ સંગમ પર જ આપે છે કારણકે સંગમ પર જ તમારે પતિત થી પાવન બનવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં રુહાની બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ, આ દેવતાઓ કરતાં પણ ઊંચ કુળ છે. તમે ભારત ની ખૂબ ઊંચી સેવા કરો છો. હવે ફરી તમે પૂજ્ય બની જશો. હવે પુજારી ને પૂજ્ય, કોડી થી હીરા જેવાં બનાવી રહ્યાં છે. આવાં રુહાની બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર હવે દરેક કર્મ શ્રેષ્ઠ કરવાના છે, કોઈને પણ દુઃખ નથી આપવાનું, દૈવીગુણ ધારણ કરવાના છે. બાપ નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર જ ચાલવાનું છે.

2. સદૈવ હર્ષિત રહેવા માટે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે, ક્યારેય લૂણપાણી નથી બનવાનું. બધાને બાપ નો પરિચય આપવાનો છે. ખૂબ-ખૂબ મીઠાં બનવાનું છે.

વરદાન :-
માન માંગવા નાં બદલે બધાને માન આપવા વાળા , સદા નિષ્કામ યોગી ભવ

તમને કોઈ માન આપે, માને કે ન માને પરંતુ તમે તેમને મીઠાં ભાઈ, મીઠી બહેન માનતા સ્વમાન માં રહી, સ્નેહી દૃષ્ટિ થી, સ્નેહ ની વૃત્તિ થી આત્મિક માન આપતા ચાલો. આ માન આપે તો હું આપું-આ પણ રોયલ ભિખારીપણું છે, આમાં નિષ્કામ યોગી બનો. રુહાની સ્નેહ ની વર્ષા થી દુશ્મન ને પણ દોસ્ત બનાવી દો. તમારી સામે કોઈ પથ્થર પણ ફેંકે તો પણ તમે એને રત્ન આપો કારણકે આપ રત્નાગર બાપ નાં બાળકો છો.

સ્લોગન :-
વિશ્વ નું નવનિર્માણ કરવા માટે બે શબ્દ યાદ રાખો - નિમિત્ત અને નિર્માન.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો

સેવા માં સફળતા નું મુખ્ય સાધન છે-ત્યાગ અને તપસ્યા. એવાં ત્યાગી અને તપસ્વી અર્થાત્ સદા બાપ ની લગન માં લવલીન, પ્રેમ નાં સાગર માં સમાયેલા, જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ નાં સાગર માં સમાયેલા ને જ કહેવાશે - તપસ્વી. એવાં ત્યાગ તપસ્યા વાળા જ સાચાં સેવાધારી છે.