22-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ભણતર અને દૈવી ચરિત્ર નું રજીસ્ટર રાખો , રોજ ચેક કરો કે અમારાથી કોઈ ભૂલ તો નથી થઈ ?”

પ્રશ્ન :-
આપ બાળકો કયા પુરુષાર્થ થી રાજાઈ નું તિલક પ્રાપ્ત કરી શકો છો?

ઉત્તર :-
૧. સદા આજ્ઞાકારી રહેવાનો પુરુષાર્થ કરો. સંગમ પર ફરમાનવરદાર (આજ્ઞાકારી) નો ટીકો લગાવો તો રાજાઈ નું તિલક મળી જશે. બેવફાદાર અર્થાત્ આજ્ઞા ને ન માનવા વાળા રાજાઈ નું તિલક પ્રાપ્ત નથી કરી શકતાં. ૨. કોઈ પણ બિમારી સર્જન થી છુપાવો નહીં. છુપાવશો તો પદ ઓછું થઈ જશે. બાપ જેવાં પ્રેમ નાં સાગર બનો તો રાજાઈ નું તિલક મળી જશે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવી રહ્યાં છે, ભણતર એટલે સમજ. આપ બાળકો સમજો છો આ ભણતર ખૂબ સહજ અને ખૂબ ઊંચું છે અને ખૂબ ઊંચું પદ આપવા વાળું છે. આ ફક્ત આપ બાળકો જ જાણો છો કે આ ભણતર આપણે વિશ્વ નાં માલિક બનવા માટે ભણી રહ્યાં છીએ. તો ભણવા વાળા ને બહુજ ખુશી થવી જોઈએ. કેટલું ઊંચું ભણતર છે! આ એ જ ગીતા એપિસોડ (અધ્યાય) પણ છે. સંગમયુગ પણ છે. આપ બાળકો હવે જાગ્યાં છો, બાકી બધા સૂતેલા પડ્યાં છે. ગાયન પણ છે માયા ની નિંદ્રા માં સૂતેલા પડ્યાં છે. તમને બાબાએ આવીને જગાડ્યાં છે. ફક્ત એક વાત પર સમજાવે છે - મીઠાં બાળકો, યાદ ની યાત્રા નાં બળ થી તમે આખાં વિશ્વ પર રાજ્ય કરો. જેમ કલ્પ પહેલાં કર્યુ હતું. આ સ્મૃતિ બાપ અપાવે છે. બાળકો પણ સમજે છે અમને સ્મૃતિ આવી - કલ્પ-કલ્પ અમે આ યોગબળ થી વિશ્વ નાં માલિક બનીએ છીએ અને પછી દૈવી ગુણ પણ ધારણ કર્યા છે. યોગ પર જ પૂરું ધ્યાન આપવાનું છે. આ યોગબળ થી આપ બાળકો માં આપોઆપ દૈવી ગુણ આવી જાય છે. બરોબર આ પરીક્ષા છે જ મનુષ્ય થી દેવતા બનવાની. તમે અહીં આવ્યાં છો મનુષ્ય થી દેવતા બનવા માટે. અને આ પણ જાણો છો કે આપણા યોગ બળ થી આખું વિશ્વ પવિત્ર થવાનું છે. પવિત્ર હતું, હમણાં અપવિત્ર બન્યું છે. આખાં ચક્ર નાં રહસ્ય ને આપ બાળકોએ સમજ્યું છે અને દિલ માં પણ છે. ભલે કોઈ નવાં હોય તો પણ આ વાતો બહુજ સહજ છે સમજવાની. તમે દેવતા પૂજ્ય હતાં, પછી પુજારી તમોપ્રધાન બન્યાં બીજું કોઈ આમ બતાવી પણ ન શકે. બાપ ક્લિયર (સ્પષ્ટ) બતાવે છે તે છે ભક્તિમાર્ગ, આ છે જ્ઞાનમાર્ગ. ભક્તિ ભૂતકાળ થઈ ગઈ. ભૂતકાળ ની વાત ચિતવો નહીં. એ તો પડવાની વાત છે. બાપ હમણાં ચઢવાની વાતો સંભળાવી રહ્યાં છે. બાળકો પણ જાણે છે - અમારે દૈવી ગુણ ધારણ કરવાના છે જરુર. રોજ ચાર્ટ લખવો જોઈએ - અમે કેટલો સમય યાદ માં રહીએ છીએ? અમારા થી શું-શું ભૂલો થઈ? ભૂલ નો ભારે માર પણ લાગે છે, તે ભણતર માં પણ કેરેક્ટર (ચરિત્ર) જોવાય છે. આમાં પણ કેરેક્ટર ને જોવાય છે. બાપ તો તમારા કલ્યાણ માટે જ કહે છે. ત્યાં પણ રજીસ્ટર રાખે છે - ભણતર નું અને કેરેક્ટર નું. અહીં પણ બાળકોનું દૈવી ચરિત્ર બનાવવાનું છે. ભૂલ ન થાય, આ સંભાળ કરવાની છે. મારા થી કોઈ ભૂલ તો નથી થઈ? એટલે કચેરી પણ કરે છે. બીજી કોઈ સ્કૂલ વગેરે માં કચેરી નથી હોતી. પોતાનાં દિલ થી પૂછવાનું છે. બાપે સમજાવ્યું છે માયા નાં કારણે કાંઈ ને કાંઈ અવજ્ઞાઓ થતી રહે છે. શરુઆત માં પણ કચેરી થતી હતી. બાળકો સાચ્ચું બતાવતા હતાં. બાપ સમજાવતા રહે છે - જો સાચ્ચું ન બતાવ્યું તો તે ભૂલો ની વૃદ્ધિ થતી રહેશે. વધારે ભૂલ નો દંડ મળી જાય છે. ભૂલ ન બતાવવાથી પછી નાફરમાનવરદાર નો ટીકો લાગી જાય છે. પછી રાજાઈ નું તિલક મળી ન શકે. આજ્ઞા નથી માનતા, બેવફાદાર બને છે તો રાજાઈ મેળવી નથી શકતાં. સર્જન ભિન્ન-ભિન્ન પ્રકાર થી સમજાવતા રહે છે. સર્જન થી જો બિમારી છુપાવશો તો પદ પણ ઓછું થઈ જશે. સર્જન ને બતાવવા થી કોઈ માર તો નથી પડતો ને? બાપ ફક્ત કહેશે સાવધાન. પછી જો એવી ભૂલ કરશે તો નુકસાન થશે. પદ ખૂબ ઓછું થઈ જશે. ત્યાં તો નેચરલ દૈવી ચલન હશે. અહીં પુરુષાર્થ કરવાનો છે. ઘડી-ઘડી નાપાસ નથી થવાનું. બાપ કહે છે - બાળકો, વધારે ભૂલ ન કરો. બાપ બહુજ પ્રેમ નાં સાગર છે. બાળકોએ પણ બનવાનું છે. યથા બાપ તથા બાળકો. યથા રાજા રાણી તથા પ્રજા. બાબા તો રાજા નથી. તમે જાણો છો બાબા આપણને આપસમાન બનાવે છે. બાપ ની જે મહિમા કરે છે, તે તમારી પણ થવી જોઈએ. બાબા સમાન બનવાનું છે. માયા ખૂબ પ્રબળ છે, તમને રજીસ્ટર રાખવા નથી દેતી. માયા નાં લપેટ માં તો પૂરા ફસાયેલા છો. માયા ની જેલ થી તમે નીકળી નથી શકતાં. સાચ્ચું બતાવતા નથી. તો બાપ કહે છે એક્યુરેટ યાદ નો ચાર્ટ રાખો. સવારે ઉઠી બાબા ને યાદ કરો. બાપ ની જ મહિમા કરો. બાબા, તમે અમને વિશ્વ નાં માલિક બનાવો છો તો અમે તમારી મહિમા કરીશું. ભક્તિમાર્ગ માં કેટલી મહિમા ગાય છે, એમને તો કાંઈ પણ ખબર નથી. દેવતાઓ ની મહિમા નથી. મહિમા છે આપ બ્રાહ્મણો ની. સર્વ ને સદ્દગતિ આપવા વાળા પણ એક બાપ છે. એ ક્રિયેટર પણ છે, ડાયરેક્ટર પણ છે. સેવા પણ કરે છે અને બાળકો ને સમજાવે પણ છે. પ્રેક્ટિકલ માં કહે છે. તેઓ તો ફકત ભગવાનુવાચ સાંભળતા રહે છે શાસ્ત્રો થી. ગીતા વાંચતા આવ્યાં છે પછી એનાથી મળે છે શું? કેટલાં પ્રેમ થી બેસીને વાંચે છે, ભક્તિ કરે છે, ખબર નથી પડતી કે આનાથી શું થશે? આ નથી જાણતા કે અમે નીચે જ સીડી ઉતરી રહ્યાં છીએ. દિવસે-દિવસે તમોપ્રધાન બનવાનું જ છે. ડ્રામા માં નોંધ એવી છે. આ સીડી નાં રહસ્ય બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. શિવબાબા જ બ્રહ્મા દ્વારા સમજાવે છે. આ પણ એમની પાસે થી સમજીને પછી તમને સમજાવે છે. મુખ્ય મોટા શિક્ષક મોટા સર્જન તો બાપ જ છે. એમને જ યાદ કરવાના છે. એવું નથી કહેતાં કે બ્રાહ્મણી ને યાદ કરો. યાદ તો એક ની રાખવાની છે. ક્યારેય પણ કોઈની સાથે મોહ નથી રાખવાનો. એક બાપ પાસે થી જ શિક્ષા લેવાની છે. નિર્મોહી પણ બનવાનું છે. આમાં ખૂબ મહેનત જોઈએ. આખી જૂની દુનિયા થી વૈરાગ. આ તો ખતમ થયેલી છે. આમાં પ્રેમ કે આસક્તિ કાંઈ પણ નથી. કેટલાં મોટાં-મોટાં મકાન વગેરે બનાવતા રહે છે. એમને આ પણ ખબર નથી કે આ જૂૂની દુનિયા બાકી કેટલો સમય છે. આપ બાળકો હવે જાગ્યાં છો બીજાઓ ને પણ જગાડો છો. બાપ આત્માઓ ને જ જગાડે છે, ઘડી-ઘડી કહે છે પોતાને આત્મા સમજો. શરીર સમજો છો તો જાણે સૂતેલા પડ્યાં છો. પોતાને આત્મા સમજો અને બાપ ને પણ યાદ કરો. આત્મા પતિત છે તો શરીર પણ પતિત મળે છે. આત્મા પાવન તો શરીર પણ પાવન મળે છે.

બાપ સમજાવે છે તમે જ આ દેવી-દેવતા વંશજ નાં હતાં. પછી તમે જ બની જશો. કેટલું સહજ છે. આવાં બેહદ નાં બાપ ને આપણે કેમ નહીં યાદ કરીશું? સવારે ઉઠીને પણ બાપ ને યાદ કરો. બાબા તમારી તો કમાલ છે, તમે અમને કેટલાં ઊંચા દેવી-દેવતા બનાવીને પછી નિર્વાણધામ માં બેસી જાઓ છો. આટલાં ઊંચા તો કોઈ બનાવી ન શકે. તમે કેટલું સહજ કરીને બતાવો છો. બાપ કહે છે - જેટલો સમય મળે, કામકાજ કરતા પણ બાપ ને યાદ કરી શકો છો. યાદ જ તમારો બેડો પાર કરવાવાળી છે કળિયુગ થી પેલે પાર શિવાલય માં લઈ જવા વાળી છે. શિવાલય ને પણ યાદ કરવાનું છે, શિવબાબા નું સ્થાપન કરેલું સ્વર્ગ - તો બંને ની યાદ આવે છે. શિવબાબા ને યાદ કરવાથી આપણે સ્વર્ગ નાં માલિક બનીશું. આ ભણતર છે જ નવી દુનિયા માટે. બાપ પણ નવી દુનિયા સ્થાપન કરવા આવે છે. જરુર બાપ આવીને કોઈ તો કર્તવ્ય કરશે ને? તમે જુઓ પણ છો કે હું પાર્ટ ભજવી રહ્યો છું, ડ્રામા નાં પ્લાન અનુસાર. આપ બાળકો ને ૫ હજાર વર્ષ પહેલાં વાળી યાદ ની યાત્રા અને આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બતાવું છું. તમે જાણો છો દર ૫ હજાર વર્ષ પછી બાબા આપણી સન્મુખ આવે છે. આત્મા જ બોલે છે, શરીર નથી બોલતું. બાપ બાળકો ને શિક્ષા આપે છે - આત્માએ જ પવિત્ર બનવાનું છે. આત્માએ એકવાર જ પવિત્ર બનવાનું હોય છે. બાબા કહે છે મેં અનેકવાર તમને ભણાવ્યાં ફરી પણ ભણાવીશ. આવું કોઈ સંન્યાસી કહી ન શકે. બાપ જ કહે છે - બાળકો, હું ડ્રામા નાં પ્લાન અનુસાર ભણાવવા આવું છું. ફરી ૫ હજાર વર્ષ પછી આમ જ આવીને ભણાવીશ, જેમ કલ્પ પહેલાં તમને ભણાવીને રાજધાની સ્થાપન કરી હતી, અનેક વાર તમને ભણાવીને રાજાઈ સ્થાપન કરી છે. આ કેટલી વન્ડરફુલ વાતો બાપ સમજાવે છે. શ્રીમત કેટલી શ્રેષ્ઠ છે. શ્રીમત થી જ આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. ખૂબ-ખૂબ ઊંચું પદ છે! કોઈને મોટી લોટરી મળે છે તો માથું ખરાબ થઈ જાય છે. કોઈ ચાલતાં-ચાલતાં હોપલેસ (નિરાશ) થઈ જાય છે. અમે ભણી નથી શકતાં. અમે વિશ્વ ની બાદશાહી કેવી રીતે લઈશું! આપ બાળકો ને બહુજ ખુશી થવી જોઈએ. બાબા કહે છે અતીન્દ્રિય સુખ અને ખુશી ની વાતો મારા બાળકો ને પૂછો. તમે જાઓ છો બધાને ખુશી ની વાતો સંભળાવવાં. તમે જ વિશ્વ નાં માલિક હતાં પછી ૮૪ જન્મ ભોગવી ગુલામ બન્યાં છો. ગાય પણ છે હું ગુલામ, હું ગુલામ તારો. સમજે છે પોતાને નીચ કહેવું, નાનાં થઈને ચાલવું સારું છે. જુઓ, બાપ કોણ છે! એમને કોઈ જાણતું નથી. એમને પણ ફક્ત તમે જાણ્યાં છે. બાબા કેવી રીતે આવીને બધાને બાળકો-બાળકો કહીને સમજાવે છે. આ આત્મા અને પરમાત્મા નો મેળો છે. એમની પાસે થી આપણને સ્વર્ગ ની બાદશાહી મળે છે. બાકી ગંગા સ્નાન વગેરે કરવાથી કોઈ સ્વર્ગ ની રાજાઈ નથી મળતી. ગંગા સ્નાન તો ઘણી વાર કર્યું. આમ તો પાણી સાગર માંથી આવે છે પરંતુ આ વરસાદ કેવી રીતે પડે છે, આને પણ કુદરત કહેવાશે. આ સમયે બાપ તમને બધું જ સમજાવે છે. ધારણા પણ આત્મા જ કરે છે ન કે શરીર. તમે અનુભવ કરો છો બરોબર બાબાએ અમને શું થી શું બનાવી દીધાં છે! હવે બાપ કહે છે - બાળકો, પોતાનાં પર રહેમ કરો. કોઈ અવજ્ઞા ન કરો. દેહ-અભિમાની ન બનો. મફત પોતાનું પદ ઓછું કરી દેશો. શિક્ષક તો સમજાવશે ને? તમે જાણો છો બાપ બેહદ નાં શિક્ષક છે. દુનિયા માં કેટલી અનેક ભાષાઓ છે. કોઈ પણ ચીજ છપાય છે તો બધી ભાષાઓ માં છપાવવી જોઈએ. કોઈ સાહિત્ય છપાવો છો તો બધાને એક-એક કોપી મોકલી દો. એક-એક કોપી લાઇબ્રેરી માં મોકલી દેવી જોઈએ. ખર્ચા ની વાત નથી. બાબા નો ભંડારો ખૂબ ભરાઈ જશે. પૈસા પોતાની પાસે રાખીને શું કરશો? ઘરે તો નહીં લઈ જશો. જો કાંઈ ઘરે લઈ જશો તો પરમાત્મા નાં યજ્ઞ ની ચોરી થઈ જાય. તોબા-તોબા એવી બુદ્ધિ શલ કોઈની ન હોય. પરમાત્મા નાં યજ્ઞ ની ચોરી! એનાં જેવાં મહાન પાપ આત્મા કોઈ હોય ન શકે. કેટલી અધમગતિ થઈ જાય છે. બાપ કહે છે આ બધો ડ્રામા માં પાર્ટ છે. તમે રાજાઈ કરશો તે તમારા સેવક બનશે. સેવક વગર રાજાઈ કેવી રીતે ચાલશે? કલ્પ પહેલાં પણ આમ જ સ્થાપના થઈ હતી.

હવે બાપ કહે છે - પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલો. દૈવીગુણ ધારણ કરો. ક્રોધ કરવો દૈવી ગુણ નથી. તે આસુરી ગુણ થઈ જાય છે. કોઈ ક્રોધ કરે તો ચૂપ થઈ જવું જોઈએ. રિસપોન્સ ન કરવો જોઈએ. દરેક ની ચલન થી સમજી શકાય છે, અવગુણ તો બધામાં છે. જ્યારે કોઈ ક્રોધ કરે છે તો એમનો ચહેરો તાંબા જેવો થઈ જાય છે. મુખ થી બોમ્બ ચલાવે છે. પોતાનું જ નુકસાન કરી દે છે. પદ ભ્રષ્ટ થઈ જશે. સમજ હોવી જોઈએ. બાપ કહે છે જે પાપ કર્મ કરો છો, તે લખી દો. બાબા ને બતાવવાથી માફ થઈ જશે. બોજ હલકો થઈ જશે. જન્મ-જન્માંતર થી તમે વિકાર માં જવાં લાગ્યાં છો. આ સમયે તમે કોઈ પાપ કર્મ કરશો તો સૌગુણા થઈ જશે. બાપ ની આગળ ભૂલ કરી તો સૌ-ગણો દંડ પડી જશે. કર્યુ અને બતાવ્યું નહીં તો વધારે જ વૃદ્ધિ થઈ જશે. બાપ તો સમજાવશે કે પોતાને નુકસાન ન પહોંચાડો. બાપ બાળકો ની બુદ્ધિ સાલિમ (સારી) બનાવવા આવ્યાં છે. જાણે છે આ કેવું પદ મેળવશે. તે પણ ૨૧ જન્મો ની વાત છે. જે સર્વિસેબલ બાળકો છે, એમનો સ્વભાવ બહુજ મીઠો જોઈએ. કોઈ ઝટ બાપ ને બતાવે છે - બાબા આ ભૂલ થઈ ગઈ. બાબા ખુશ થાય છે. ભગવાન ખુશ થયા તો બીજું શું જોઈએ! આ તો બાપ શિક્ષક ગુરુ ત્રણેય છે. નહીં તો ત્રણેય નારાજ થશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર ચાલી પોતાની બુદ્ધિ સાલિમ (સારી) રાખવાની છે. કોઈ પણ અવજ્ઞા નથી કરવાની. ક્રોધ માં આવીને મુખ થી બોમ્બ નથી કાઢવાનાં, ચૂપ રહેવાનું છે.

2. દિલ થી એક બાપ ની મહિમા કરવાની છે. આ જૂની દુનિયા સાથે આસક્તિ કે પ્રેમ નથી રાખવાનો. બેહદ નાં વૈરાગી અને નિર્મોહી બનવાનું છે.

વરદાન :-
યાદ નાં આધાર દ્વારા માયા નાં કચરા થી પરે રહેવા વાળા સદા ચિયરફુલ ભવ

કોઈ કેવી પણ વાત સામે આવે ફક્ત બાપ નાં ઉપર છોડી દો. જીગર થી કહો - “બાબા”. તો વાત ખતમ થઈ જશે. આ બાબા શબ્દ દિલ થી કહેવો જ જાદુ છે. માયા પહેલાં-પહેલાં બાપ ને ભૂલાવે છે એટલે ફક્ત આ વાત પર અટેન્શન આપો તો કમળ પુષ્પ સમાન પોતાને અનુભવ કરશો. યાદ નાં આધાર પર માયા ની સમસ્યાઓનાં કચરા થી સદા પર રહેશો. ક્યારેય કોઈ પણ વાત માં હલચલ માં નહીં આવશો, સદા એક જ મૂડ હશે ચિયરફુલ.

સ્લોગન :-
પવિત્રતા ની ધારણા અથવા ધર્મ ને જીવન માં લાવવા વાળા જ મહાન આત્મા છે.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

સ્વયં ને બંધનો થી મુક્ત કરવા માટે પોતાની ચલન ને અને જે કડા (કઠોર) સંસ્કાર છે એને બદલો. બંધન નાખવા વાળા પોતાનાં કામ કરે, તમે પોતાનું કામ કરો. એમનાં કામ ને જોઈને ગભરાઓ નહીં. જેટલું તેઓ પોતાનું કામ ફોર્સ થી કરી રહ્યાં છે, તમે પોતાનું ફોર્સ થી કરો. એમનાં ગુણ ઉઠાવો કે તે કેવી રીતે પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે, તમે પણ કરો. પોતાને બંધનો થી મુક્ત કરવાની યુક્તિ રચો.