22-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  05.02.2009    બાપદાદા મધુબન


“ સેવા કરતા ડબલ લાઈટ સ્થિતિ દ્વારા ફરિશ્તાપણા ની અવસ્થા માં રહો ,
અશરીરી બનવાનો અભ્યાસ કરો”


આજે બાપદાદા ચારેય તરફ નાં બાળકો ને ત્રણ રુપ માં જોઈ રહ્યાં છે - જેવી રીતે બાપ નાં ત્રણ રુપ જાણો છો, એવી રીતે બાળકો નાં પણ ત્રણ રુપ જોઈ રહ્યાં છે. જે આ સંગમયુગ નું લક્ષ અને લક્ષણ છે, પહેલું સ્વરુપ બ્રાહ્મણ, બીજું ફરિશ્તા, ત્રીજું દેવતા. બ્રાહ્મણ સો ફરિશ્તા, ફરિશ્તા સો દેવતા. તો વર્તમાન સમયે હવે વિશેષ શું લક્ષ સામે રહે છે? કારણકે ફરિશ્તા બન્યાં વગર દેવતા ન બની શકાય. તો વર્તમાન સમય અને સ્વયં નાં પુરુષાર્થ પ્રમાણે હવે લક્ષ આ જ છે ફરિશ્તા. સંગમયુગ નું સંપન્ન સ્વરુપ ફરિશ્તા સો દેવતા બનવાનું છે. ફરિશ્તા ની પરિભાષા જાણો પણ છો, ફરિશ્તા અર્થાત્ જૂની દુનિયા નાં સંબંધ, સંસ્કાર, સંકલ્પ થી હલ્કા હોય. જૂનાં સંસ્કાર બધા માં હલ્કા હોય. ફક્ત પોતાનાં સંસ્કાર-સ્વભાવ, સંસાર માં હલ્કાપણું નહીં, પરંતુ ફરિશ્તા અર્થાત્ સર્વ નાં સંબંધ માં આવતા સર્વ નાં સ્વભાવ-સંસ્કાર માં હલ્કાપણું. આ હલ્કાપણા ની નિશાની શું છે? તે ફરિશ્તા આત્મા સર્વ નાં પ્રિય હશે. કોઈ કોઈ નાં પ્રિય નહીં, સર્વ નાં પ્રિય. જેમ બ્રહ્મા બાપ ને દરેક સમજે છે મારા છે. મારા બાબા કહે છે. એ ફરિશ્તા અર્થાત્ સર્વ નાં પ્રિય. ઘણાં બાળકો વિચારે છે કે બ્રહ્મા બાબા તો બ્રહ્મા જ હતાં, પરંતુ તમે બધાએ તમારા સમાન બ્રાહ્મણ આત્માઓ માં જોયું કે તમારા બધાની પ્રિય દાદી, જેમને બધા પ્રેમ થી અનુભવ કરતા રહ્યાં કે મારી દાદી છે. સર્વ તરફ સ્વભાવ, સંસ્કાર અને આ જૂનાં સંસાર માં રહેતાં ન્યારી અને પ્યારી, બધા હક્ક થી કહે છે અમારી દાદી. તો કારણ શું? સ્વયં સ્વભાવ, સંસ્કાર માં હલ્કા. બધાને પોતાનાપણું અનુભવ કરાવ્યું. તો એક્ઝામ્પલ (ઉદાહરણ) રહ્યાં. જગતઅંબા નું પણ જોયું પરંતુ ઘણાં વિચારે છે કે એ તો જગતઅંબા હતાં ને? પરંતુ દાદી તમારા બ્રાહ્મણ પરિવાર જેવી સાથી હતી. એમની પાસે થી જો પુરુષાર્થ સાંભળો અથવા પૂછો તો એમનાં મુખ માં સદૈવ એક જ શબ્દ રહ્યો - “હવે કર્માતીત બનવું છે.” કર્માતીત બનવાની લગન માં બીજાઓ ને પણ આ જ શબ્દ વારંવાર યાદ અપાવતા રહ્યાં. તો દરેક બ્રાહ્મણ નું હવે લક્ષ અને લક્ષણ વિશેષ આ જ રહેવા જોઈએ, છે પણ પરંતુ નંબરવાર છે. આ જ લગન હોય હવે ફરિશ્તા બનવું જ છે. ફરિશ્તા અર્થાત્ આ દેહ, સાકાર દેહ થી ન્યારો, સદા લાઈટ નાં દેહધારી. ફરિશ્તા અર્થાત્ આ કર્મેન્દ્રિયો નાં રાજા.

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે કે આખાં સૃષ્ટિ ચક્ર ની અંદર એક જ બાપદાદા છે જે ફલક થી કહે છે કે મારું એક-એક બાળક રાજા બાળક છે સ્વરાજ અધિકારી છે. તો ફરિશ્તા અર્થાત્ સ્વરાજ્ય અધિકારી. એવાં સ્વરાજ્ય અધિકારી આત્મા, લાઈટ નાં સ્વરુપધારી. કોઈ પણ એવી લાઈટ નાં ડબલ હલ્કાપણા ની સ્થિતિ માં સ્થિત થઈને જો કોઈને પણ મળે છે તો એમનાં મસ્તક માં આત્મા જ્યોતિ નું ભાન ચાલતાં-ફરતાં પણ દેખાશે. હવે આ તીવ્ર પુરુષાર્થ નું લક્ષ અને લક્ષણ સદા ઈમર્જ રાખો. જેવી રીતે બ્રહ્મા બાપ માં જોયું કે જો કોઈ પણ મળતા, દૃષ્ટિ લેતા તો વાત કરતાં-કરતાં શું દેખાતું? અને અંત માં અનુભવ કર્યો કે બ્રહ્મા વાત કરતાં-કરતાં પણ મીઠી અશરીરી સ્થિતિ માં સ્થિત થઈ જતાં. ભલે કેટલાં પણ સર્વિસ સમાચાર હોય પરંતુ બીજાઓ ને પણ સેકન્ડ માં અશરીરીપણા નો અનુભવ કરાવતા રહ્યાં અને કોઈ પણ મોરલી માં ચેક કરો, તો વારંવાર હું અશરીરી આત્મા છું, આત્મા નો આ પાઠ એક જ મોરલી માં કેટલી વાર યાદ અપાવતા રહ્યાં. તો હવે સમય અનુસાર નાની-નાની વિસ્તાર ની વાતો, સ્વભાવ-સંસ્કાર ની વાતો અશરીરી અવસ્થા થી દૂર કરી દે છે. હવે આમાં પરિવર્તન જોઈએ.

બાપદાદાએ જોયું સેવા માં રીઝલ્ટ સારું થઈ રહ્યું છે, સેવા માટે મેજોરીટી ને ઉમંગ-ઉત્સાહ છે, પ્લાન પણ બનાવતા રહે છે, સંદેશ આપવો આ પણ આવશ્યક છે અને બાપદાદાએ આજે પણ ભિન્ન-ભિન્ન વર્ગ નું, ભિન્ન-ભિન્ન સ્થાન ની સેવા નું સારું રીઝલ્ટ જોયું પરંતુ સેવા ની સાથે અશરીરીપણા નું વાયુમંડળ મહેનત ઓછી અને પ્રભાવ વધારે પાડે છે. સાંભળેલું સારું તો લાગે છે, પરંતુ વાયુમંડળ થી અશરીરીપણા ની દૃષ્ટિ થી અનુભવ કરે છે અને અનુભવ ભૂલાતો નથી. તો ફરિશ્તાપણા ની ધૂન હવે સેવા માં વિશેષ એડિશન કરો. કોઈ ન કોઈ શાંતિ નો, ખુશી નો, સુખ નો, આત્મિક પ્રેમ નો અનુભવ કરાવો. ચલન માં પ્રેમ અને જે ખાતરી (સેવા) કરો છો, સંબંધ થી, પરિવાર થી તે તો અનુભવ કરીને જાય છે પરંતુ અતીન્દ્રિય સુખ ની ફીલિંગ (અનુભૂતિ), શાંતિ નો રુહાની નશો હવે વાયુમંડળ અને વાયબ્રેશન દ્વારા વિશેષ અટેન્શન માં રાખો. વિશેષ અનુભવ કરાવો, કોઈ ન કોઈ અનુભવ કરાવો. જેમ સિસ્ટમ માં પ્રભાવિત થઈને જાય છે એવી સિસ્ટમ પરિવાર નાં પ્રેમ ની બીજે ક્યાંય પણ નથી મળતી, એવી રીતે હવે કોઈ ન કોઈ શક્તિ નો કોઈ ન કોઈ પ્રાપ્તિ નો અનુભવ કરીને જાય.

હમણાં ૭૦-૭૨ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, એટલાં સમય નાં રીઝલ્ટ માં શું જોયું? મહેનત કરી છે, પરંતુ હજી સુધી બ્રહ્માકુમારીઓ કામ કરી રહી છે, બ્રહ્માકુમારીઓ નું જ્ઞાન સારું છે. આપવા વાળા કોણ? ચલાવવા વાળા કોણ? સોર્સ (સ્ત્રોત) કોણ? આ બધાથી બાબા શબ્દ સાંભળીને કહે પણ છે બાબા છે આમનાં, પરંતુ મારા એ જ બાબા છે, બાપ ની પ્રત્યક્ષતા હજી ગુપ્ત રુપ માં છે. બાબા-બાબા કહે છે, પરંતુ મારા બાબા, હું બાબા નો, બાબા મારા, આ કોટો માં કોઈ નાં મુખે થી નીકળે છે.

તો સંગમયુગ નું લક્ષ શું છે? આપણા બધા આત્માઓ નાં બાપ આવી ગયાં, વારસો તો બાપ દ્વારા મળશે ને? તે પ્રભાવ ફરિશ્તા અવસ્થા થી વાયુમંડળ માં ફેલાશે. આમની દૃષ્ટિ થી લાઈટ મળે છે, આમની દૃષ્ટિ થી રુહાનિયત ની લાઈટ નજર આવે છે, તો હવે તીવ્ર પુરુષાર્થ નું આ જ લક્ષ રાખો હું ડબલ લાઈટ ફરિશ્તા છું, ચાલતાં-ફરતાં ફરિશ્તા સ્વરુપ ની અનુભૂતિ ને વધારો. અશરીરીપણા નાં અનુભવ ને વધારો. સેકન્ડ માં કોઈ પણ સંકલ્પો ને સમાપ્ત કરવામાં, સંસ્કાર સ્વભાવ માં ડબલ લાઈટ. ઘણાં બાળકો કહે છે અમે તો હલ્કા રહીએ છીએ પરંતુ અમને બીજા જાણતા નથી. પરંતુ એવાં ડબલ લાઈટ ફરિશ્તા, તો ડબલ લાઈટ ની લાઈટ શું છુપાઈ શકે છે? નાનકડી સ્થૂળ લાઈટ ટોર્ચ હોય અથવા માચીસ ની સળી હોય લાઈટ ક્યાંય પણ ચમકશે, છુપાશે નહીં અને આ તો રુહાની લાઈટ છે, તો પોતાનાં વાયુમંડળ થી એમને અનુભવ કરાવો કે આ કોણ છે? ભલે જગદંબા કે ભલે દાદીએ કહ્યું નથી કે મને જાણતા નથી. પોતાનાં વાયુમંડળ થી સર્વ નાં પ્રિય રહ્યાં, એટલે દાદી નું દૃષ્ટાંત આપે છે કારણકે બ્રહ્મા બાપ માટે પણ વિચારે છે કે બ્રહ્મા બાબા માં તો શિવબાબા હતાં, શિવ બાપ માટે પણ વિચારતા હતાં કે એ તો છે જ નિરાકાર, ન્યારા અને નિરાકાર, અમે તો સ્થૂળ શરીરધારી છીએ. આટલાં મોટા સંગઠન માં રહેવા વાળા છીએ, દરેક નાં સંસ્કાર ની વચ્ચે રહેવા વાળા છીએ, સંસ્કાર ને મેળવવા અર્થાત્ ફરિશ્તા બનવું. સંસ્કાર ને જોઈ ઘણાં બાળકો દિલશિકસ્ત પણ થઈ જાય છે, બાબા બહુ જ સારા, બ્રહ્મા બાપ બહુ જ સારા, જ્ઞાન બહુ જ સારું, પ્રાપ્તિઓ ખૂબ સારી, પરંતુ સંસ્કાર-સ્વભાવ મેળવવા અર્થાત્ સર્વ નાં પ્રિય બનવું. કોઈ કોઈ નાં પ્રિય નહીં, કારણકે ઘણાં બાળકો કહે છે કે કોઈ-કોઈ સાથે પ્રેમ વિશેષતા ને જોઈને પણ થઈ જાય છે. આનું ભાષણ ખૂબ સારું છે, આમનામાં ફલાણી વિશેષતા ખૂબ સારી છે, વાણી બહુ જ સારી છે, ફરિશ્તા બનવામાં આ વિઘ્ન આવે છે. પ્યારા ભલે બનાવો, પરંતુ હું આત્મા ન્યારો છું, ન્યારી સ્ટેજ (સ્થિતિ) થી પ્યારા બનાવો. વિશેષતા થી પ્યારા નહીં. આ આનો ગુણ મને ખૂબ ગમે છે ને, તે ધારણ ભલે કરો પરંતુ આનાં કારણે ફક્ત પ્યારા બનવું આ ખોટું છે. ફરિશ્તા બધાનાં પ્યારા. દરેક કહે મારા, પોતાનાપણું અનુભવ થાય. એવી ફરિશ્તા અવસ્થા માં વિધ્ન બે વસ્તુ નાખે છે. એક તો દેહ ભાન, તે તો નેચરલ બધાને અનુભવ છે, ૬૩ જન્મ નું ફરી-ફરી દેહભાન પ્રગટ થઈ જાય છે અને બીજું છે દેહ-અભિમાન, દેહભાન અને દેહ-અભિમાન, જ્ઞાન માં જેટલાં આગળ જાય છે, તો સ્વયં નાં પ્રત્યે પણ ક્યારેક-ક્યારેક દેહ-અભિમાન આવી જાય છે, તે અભિમાન નીચે પાડે છે, દેહ-અભિમાન શું આવે છે? જે પણ કોઈ વિશેષતા છે ને, એ વિશેષતા ને કારણે અભિમાન રહે છે, હું કોઈ ઓછો છું, મારું ભાષણ બધાને પસંદ આવે છે. મારી સેવા નો પ્રભાવ પડે છે, કોઈ પણ કળા, મારું હેન્ડલિંગ બહુ જ સારું છે, મારો કોર્સ કરાવવાનું બહુ જ સારું છે. કોઈ ન કોઈ જ્ઞાન માં આગળ વધવામાં, સેવા માં આગળ વધવામાં આ અભિમાન પોતાનાં પ્રત્યે પણ આવે છે અને બીજા નાં ગુણ તથા કળા કે વિશેષતા પ્રત્યે પણ પ્રેમ થઈ જાય છે. પરંતુ યાદ કોણ આવશે? દેહભાન જ યાદ આવશે ને, ફલાણા બુધ્ધિ નાં ખૂબ સારા છે, મારું હેન્ડલિંગ ખૂબ સારું છે, આ અભિમાન સેવા તથા પુરુષાર્થ માં આગળ વધવા વાળા ને અભિમાન નાં રુપ માં આવે છે. તો આ પણ ચેક કરવાનું છે અને અભિમાન વાળા ને અભિમાન છે તો એને ચેક કરવાનું સાધન છે, અભિમાન વાળા નું જરા પણ કોઈએ અપમાન કર્યુ, એનાં વિચાર નું, એની સલાહ નું, એમની કળા નું, એનાં હેન્ડલિંગ નું અપમાન બહુજ જલ્દી મહેસુસ થશે. અને અપમાન મહેસુસ થયું, એની બીજી સૂક્ષ્મ નિશાની ક્રોધ નો અંશ ઉત્પન્ન થાય છે, રોબ. તે ફરિશ્તા બનવા નથી દેતો. તો વર્તમાન સમય નાં હિસાબ થી બાપદાદા ફરી થી ઈશારો આપી રહ્યાં છે, પોતાનું સંગમયુગ નું અંતિમ સ્વરુપ ફરિશ્તા હવે જીવન માં પ્રત્યક્ષ કરો, સાકાર માં લાવો. ફરિશ્તા બનવાથી અશરીરી બનવું બહુજ સહજ થઈ જશે. પોતાનું ચેકિંગ કરો કે પોતાની વિશેષતા અથવા બીજા કોઈની વિશેષતા થી સૂક્ષ્મ રુપ માં પણ કોઈ લગાવ કે અભિમાન તો નથી? ઘણાં બાળકો ની અવસ્થા કોઈ નાનકડી વાત પણ હશે ને તો નીચે ઉપર થઈ જાય છે. દિલખુશ, ચહેરો ખુશ… એનાં બદલે ચિંતન વાળો ચહેરો અથવા ચિંતા વાળો ચહેરો થઈ જાય છે અને ચાલતાં-ચાલતાં દિલશિકસ્ત પણ થઈ જાય છે. દિલખુશ નાં બદલે દિલશિકસ્ત. તો સમજ્યાં, હવે પોતાની સંગમયુગ ની અંતિમ સ્ટેજ ફરિશ્તાપણા નાં સંસ્કાર ઈમર્જ કરો. જેમ બ્રહ્મા બાપ ને જોયા, ફોલો ફાધર કરવું છે ને? વાત કરતાં-કરતાં અંત માં ઘણાં બાળકો નો અનુભવ છે, સંભળાવવા આવ્યાં સમાચાર પરંતુ સમાચાર થી પરે, આવાજ થી પરે સ્થિતિ નો અનુભવ કરેલો જોયો છે. ઘણી વાતો નાં સમાચાર સંભળાવવા, બહુ જ પ્લાન બનાવીને આવતા આ બતાવીશું, આ બતાવીશું, આ પૂછીશું… પરંતુ સામે આવતા શું બોલવું હતું તે જ ભૂલી જતાં. તો આ છે ફરિશ્તા અવસ્થા. તો આજે શું પાઠ પાક્કો કર્યોં? હું કોણ? ફરિશ્તા. કોઈ વાતો થી, કોઈ પણ વિશેષતાઓ થી અથવા પોતાની વિશેષતા થી, દેહ અભિમાન થી પરે ડબલ લાઈટ ફરિશ્તા કારણકે ફરિશ્તા બન્યાં વગર દેવતા નું ઊંચું પદ નહીં મળશે. સતયુગ માં તો આવી જશો, કારણકે બાળક બન્યાં છો, વારસો તો મળશે પરંતુ શ્રેષ્ઠ પદ નહીં. જે વાયદો છે સદા સાથે રહીશું, સાથે-સાથે રાજ્ય કરીશું, તખ્ત પર ભલે નથી બેઠાં પરંતુ રાજ્ય અધિકારી બન્યાં, ત્યાંની રાજ્ય સભા જોઈ છે ને? જે પણ રાજ્યસભા નાં અધિકારી છે, તે તિલક અને તાજધારી, રાજ્ય નાં તિલક, રાજ્ય ની નિશાની તાજ. તો બહુ જ સમય થી સ્વરાજ્ય અધિકારી, વચ્ચે-વચ્ચે નહીં. બહુ જ સમય નાં સ્વરાજ્ય અધિકારી તખ્ત પર ભલે નથી બેઠાં પરંતુ રોયલ ફેમિલી નાં અધિકારી બની જાય છે. અચ્છા.

અચ્છા, આજે જે પહેલી વાર આવ્યાં છે તે ઉઠો. અચ્છા, પોણી સભા તો ઉઠી ગઈ છે. અચ્છા, જે પણ પહેલી વાર આવ્યાં છે, એ બધાને બાપ સાથે સાકાર માં મળવાની, પહેલી વાર ની જન્મ ની મુબારક છે. બાપદાદા નું બધા આવેલા બાળકો ને આ જ વરદાન છે કે આવ્યાં ટૂ-લેટ નાં સમયે છે પરંતુ નવાં આવેલા બાળકો પ્રત્યે એક વિશેષ વરદાન છે કે ક્યારેય પણ આ સંકલ્પ નહીં કરતા કે અમે આગળ કેવી રીતે જઈ શકીએ? ટૂ-લેટ આવવા વાળા ને, હમણાં તો લેટ માં આવ્યાં છો, ટૂ-લેટ માં નથી આવ્યાં અને બધા તમને બધાને વિશેષ બાપદાદા અને નિમિત્ત બનેલા બ્રાહ્મણ-પરિવાર નાં ભાઈ-બહેનો ની વિશેષ સહયોગ ની ભાવના છે કે જો તમે થોડા સમય ને, એક-એક સેકંડ ને સફળ કરવાની, કારણકે થોડા સમય માં ખૂબ મેળવવાનું છે, એક સેકન્ડ પણ વ્યર્થ નહીં ગુમાવતા, કર્મયોગી બનીને ચાલજો, કર્મ નથી છોડવાનાં પરંતુ કર્મ માં યોગ એડ કરતા (ઉમેરતા), કર્મ અને યોગ નું બેલેન્સ રાખવાનું છે. તો બેલેન્સ રાખવા વાળા ને બ્લેસિંગ એક્સ્ટ્રા મળે છે. તો જે પણ લેટ માં આવ્યાં છો, ટૂ-લેટ હવે આગળ લાગવાનું છે, તમને ચાન્સ છે, થોડા સમય માં ખૂબ પુરુષાર્થ કરી શકો છો. બાપદાદા વરદાન આપે છે કે હિંમતે બાળકો મદદે બાપ છે જ.

બધા ચારેય તરફ નાં બાળકો ને બાપદાદા નાં દિલ ની દુવાઓ, પદમગુણા વધાઈઓ અને મુબારક આપી રહ્યાં છે અને આવવા વાળા અથવા જે પત્ર, ઈમેલ મોકલે છે એમનાં સેકન્ડ થી પણ ઓછા સમય માં બાપદાદા ની પાસે પહોંચી જાય છે. એમને પણ અને બાપદાદા નાં તરસ્યા આત્માઓ, બાંધેલીઓ જે માર ને પણ ગળા નો હાર બનાવી દે છે, એવાં આત્માઓ ને પણ યાદ-પ્યાર અને નવાં-નવાં સ્નેહી આત્માઓ જે હમણાં નીકળી રહ્યાં છે, પરંતુ ઓછાં. સ્નેહી અને સહયોગી ડબલ હોવા જોઈએ. તો ચારેય તરફ નાં બધા યુવા, વૃદ્ધ, બાળકો, માતાઓ, પાંડવ બધાને મુબારક છે. અચ્છા.

વરદાન :-
સાકાર અને નિરાકાર બાપ નાં સાથ દ્વારા દરેક સંકલ્પ માં વિજયી બનવા વાળા સદા સફળમૂર્ત ભવ

જેવી રીતે નિરાકાર આત્મા અને સાકાર શરીર બંને નાં સંબંધ થી દરેક કાર્ય કરી શકો છો, એવી રીતે જ નિરાકાર અને સાકાર બાપ બંને ને સાથે અથવા સામે રાખીને દરેક કર્મ તથા સંકલ્પ કરો તો સફળમૂર્ત બની જશો કારણકે જ્યારે બાપદાદા સન્મુખ છે તો જરુર એમની પાસે વેરીફાઈ કરાવીને નિશ્ચય અને નિર્ભયતા થી કરશો. એનાથી સમય અને સંકલ્પ ની બચત થશે. કાંઈ પણ વ્યર્થ નહીં જશે, દરેક કર્મ સ્વત: સફળ થશે.

સ્લોગન :-
રુહાની સ્નેહ, સંપત્તિ થી પણ અધિક મૂલ્યવાન છે એટલે માસ્ટર સ્નેહ નાં સાગર બનો.

અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો .

ધર્મસત્તા વાળા નાં સામે પવિત્રતા ની શક્તિ અને રાજ્ય સત્તાવાળા નાં આગળ એકતા ની શક્તિ ને સિદ્ધ કરો. આ બંને જ શક્તિઓ ને સિદ્ધ કરવાથી ઈશ્વરીય સત્તા નો ઝંડો બહુજ સહજ લહેરાશે. હવે આ બંને ની તરફ વિશેષ અટેન્શન જોઈએ. જેટલાં-જેટલાં પ્યોરિટી અને યુનિટી ની શક્તિ થી એમની સમીપ સંપર્ક માં આવતા રહેશો એટલાં તે સ્વયં: જ પોતાનું વર્ણન કરવા લાગશે.