22-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  07.04.2009    બાપદાદા મધુબન


“ કારણ શબ્દ થી મુક્ત રહી ચલન અને ચહેરા થી મુક્તિ આપવા વાળા મુક્તિદાતા બનો , સેવા નાં ઉમંગ - ઉત્સાહ ની સાથે સદા બેહદ ની વૈરાગ વૃત્તિ માં રહો”


આજે બાપદાદા ચારેય તરફ નાં બાળકો જે ડબલ માલિક છે, એ દરેક બાળકો ને જોઈ રહ્યાં છે. એક તો બાપ નાં સર્વ ખજાનાઓ નાં માલિક છે અને બીજા સ્વરાજ્ય નાં માલિક છે. બંને માલિકપણું દરેક બાળકો ને બાપ દ્વારા મળેલું છે. બાળક પણ છે અને માલિક પણ છે. મારા બાબા કહ્યું અને બાપે પણ મારું બાળક કહ્યું, તો બાળક અને માલિક બંને અનુભવ છે.

આજે અનેક બાળકો આવ્યાં છે, આ વર્ષ નો છેલ્લો વારો છે. તો આજે બાપદાદાએ દરેક નો પુરુષાર્થ ચેક કર્યો. તો બતાવો શું જોયું હશે? દરેક પોતાને પૂછે કે મારો પુરુષાર્થ શું? બાપદાદા બધા બાળકો ને જોઈ ખુશ પણ થયા પરંતુ એક આશા બાપ ની છે, બતાવે તે શું છે? બાપ ની આશા તો પૂર્ણ કરશો ને? એક જ આશા છે, બતાવું? હાથ ઉઠાવો જે આશા પૂર્ણ કરશે! બહુ જ સારું. નાની જ આશા છે, તે છે આજ થી એક શબ્દ બદલો, કયો શબ્દ? જે વારંવાર નીચે લઈ આવે છે, તે શબ્દ છે - “કારણ”. આ કારણ શબ્દ ને પરિવર્તન કરી નિવારણ શબ્દ સદા ધારણ કરો કારણકે હવે તમારી સેવા પણ કઈ છે? વિશ્વ નાં આત્માઓ ની, બધાની સમસ્યા નું કારણ નિવારણ કરી, નિવારણ કરતા જ નિર્વાણ ધામ માં લઈ જવાના છે કારણકે તમે બધા મુક્તિદાતા છો. તો જ્યારે બીજાઓ ને પણ મુક્તિ અપાવવા વાળા છો તો સ્વયં પણ કારણ નું નિવારણ કરશો ત્યારે બીજાઓ ને મુક્તિ અપાવી શકશો, નિર્વાણ માં મોકલી શકશો. તો આ એક શબ્દ નું અંતર કરવું મુશ્કેલ છે કે સહજ છે? વિચારો.

આજે જે પણ આવ્યાં છે અથવા પોત-પોતાનાં સ્થાન પર જોઈ રહ્યાં છે, સાંભળી રહ્યાં છે, એ બધા પાસે થી બાપદાદા એક શબ્દ નું પરિવર્તન ઈચ્છે છે કારણકે કારણ જ નીચે લઈ આવે છે. કારણ માં તો અડધોકલ્પ રહ્યાં, હવે નિવારણ કરવાનો સમય છે. નિવારણ અને નિર્વાણ, મુક્તિ. તો આજે બાપ ને આ બંને આપવાની હિંમત છે? લાસ્ટ ટર્ન (છેલ્લો વારો) છે ને, બધા ઉમંગ-ઉત્સાહ થી આવ્યાં છે અને બાપદાદા એક-એક ને મુબારક આપી રહ્યાં છે. સુવા ની, જમવાની મુશ્કેલી પણ છે પરંતુ બધા સ્નેહ થી, સ્નેહ નાં પ્લેને (વિમાને) તમને બધાને મધુબન માં પહોંચાડી દીધાં છે. બાપદાદા દરેક નો સ્નેહ જોઈ, દરેક ને પદમગુણા દિલ નો સ્નેહ આપી રહ્યાં છે. પરંતુ સ્નેહ માં તમે શું કરો છો? જેમની સાથે સ્નેહ હોય છે ને, એમને સ્નેહ માં સૌગાત (ભેટ) પણ અપાય છે. તો આજે બાપદાદા સૌગાત માં આ કારણ શબ્દ લેવા ઈચ્છે છે. આ આશા બાપદાદા ની પૂર્ણ કરવાની છે ને? ફરી હાથ ઉઠાવો, અહીં જ છોડીને જવાનું છે. અહીં ગેટ (દરવાજે) થી નીકળો તો કારણ શબ્દ સમાપ્ત થાય. ભૂલ થી આવી પણ જાય તો બાપ ને આપેલી વસ્તુ અમાનત છે. તો અમાનત માં શું કરાય છે? પાછી લેવાય છે? તો બધાએ દૃઢ સંકલ્પ કર્યો? કર્યો? હાથ ઉઠાવો ફરી થી. પાછળ વાળા હાથ હલાવો. (આજે શાંતિવન માં લગભગ ૨૮-૨૯ હજાર ભાઈ બહેનો અંદર બહાર બેસીને મોરલી સાંભળી રહ્યાં છે, બધા હાથ હલાવી રહ્યાં છે) અચ્છા, બહુ જ સારું, કારણકે હવે સમય અનુસાર તમારી પાસે લાઈન લાગશે. શા માટે લાઈન લાગશે? હે મુક્તિદાતા, મુક્તિ આપો. તો આપવા વાળા મુક્તિદાતા પહેલાં તમે આ એક શબ્દ થી મુક્ત બનશો ત્યારે તો મુક્તિ આપી શકશો.

બાપદાદા આ જ ઈચ્છે છે કે હવે આ વર્ષ નું હોમવર્ક આ જ રહે કે મારે મુક્ત બની મુક્તિ અપાવવાની છે કારણકે સમસ્યાઓ દિવસે-દિવસે બહુ જ વધવાની છે. તો સમસ્યા સમાધાન રુપ માં બદલાઈ જાય. મહેનત અને સમય સમસ્યા ખતમ કરવામાં ન લાગે. શું તમને તમારા ભક્તો ની અને સમય ની પોકાર સંભળાતી નથી? તો હવે સમય અનુસાર શું પરિવર્તન કરવું આવશ્યક છે? કારણકે હવે દરેકે અનુભવી મૂર્ત બની કોઈ ન કોઈ અનુભવ કરાવવાની આવશ્યક્તા છે. તો બાબા આ જ ઈચ્છે છે કે તમારા બધાનો ચહેરો, ચલન એવો સ્પષ્ટ દેખાય કે આ મુક્તિદાતા નાં બાળકો મુક્તિ આપવા વાળા છે. તમારા મસ્તક થી ચમકતા સિતારા નો અનુભવ થાય. ફક્ત સાંભળવા થી જ નહીં પરંતુ ચહેરા થી જ અનુભવ થાય કારણકે અનુભવ નજીક લઈ આવે છે. તો આ અનુભવ ચહેરા અને ચલન થી દેખાડો. જેમ જુઓ સાયન્સ નાં સાધન અનુભવ કરાવે છે ને, હમણાં ગરમી ની સિઝન છે તો ગરમી નો અને ઠંડી નો અનુભવ કરાવી રહ્યાં છે ને? જ્યારે સાયન્સ નાં સાધન અનુભવી બનાવે છે તો શું સાઈલેન્સ ની પાવર, શક્તિ નો અનુભવ નથી કરાવી શકતી? તો બાપદાદા હવે બાળકો થી આ જ ઈચ્છે છે કે અનુભવ ની સ્થિતિ માં સ્થિત રહી નયનો થી, મસ્તક થી કોઈ ન કોઈ શક્તિ નો અનુભવ કરાવો. સાંભળેલી વાત, સાંભળતા સમયે સારી લાગે છે પરંતુ પછી કોઈ સમસ્યા આવે તો ભૂલી પણ જાય છે. પરંતુ અનુભવ જીવનભર સુધી ભૂલાતો નથી.

બાપદાદાએ એક કારણ જોયું. રીઝલ્ટ પણ જોયું, એક રીઝલ્ટ જોઈ બહુજ-બહુજ મુબારક આપી. કયું રીઝલ્ટ? આજ સુધી સેવા નો ઉમંગ-ઉત્સાહ સારો છે. તો બાપદાદા મુબારક પણ આપે છે, સેવા વધારે પણ છે અને પ્લાન પણ સારા બનાવે છે, રીઝલ્ટ પણ યથાશક્તિ મળે છે પરંતુ એક વાત અનુભવ કરાવવા માટે પોતાનામાં અટેન્શન આપવું પડશે. જેમ સેવા તમારી હવે પ્રસિદ્ધ થતી જાય છે. ખુશ પણ થતા રહે છે અને આજકાલ ઇન્ટ્રેસ્ટ પણ વધતો જાય છે. હવે બાકી અનુભવ કરાવવાની વિધિ શું છે? તે છે ઉમંગ-ઉત્સાહ સહિત, જેટલો ઉમંગ એટલી જ સમય અનુસાર હવે બેહદ ની વૈરાગ વૃત્તિ પણ જોઈએ. પુરુષાર્થ માં કોઈ સમસ્યા રુપ બને છે તો એનું કારણ છે બેહદ ની વૈરાગ વૃત્તિ માં કમી. હવે બેહદ નો વૈરાગ જોઈએ. બેહદ નો વૈરાગ સદાકાળ ચાલે છે. જો સમય પર થાય છે તો સમય નંબરવન બની જાય છે અને તમે નંબર બે માં આવી જાઓ છો. સમયે તમને વૈરાગ અપાવ્યો. બેહદ નો વૈરાગ સદાકાળ હોય છે. એક તરફ ઉમંગ-ઉત્સાહ, ખુશી અને બીજી તરફ છે બેહદ નો વૈરાગ. બેહદ નો વૈરાગ સદા ન રહેવાનું કારણ? બાપદાદાએ જોયું કે કારણ છે દેહ-અભિમાન. દેહ શબ્દ બધી વાતો માં આવે છે - જેવી રીતે દેહ નાં સંબંધ, દેહ નાં પદાર્થ, દેહ નાં સંસ્કાર, દેહ શબ્દ બધામાં આવે છે અને વિશેષ દેહ-અભિમાન કઈ વાત માં આવે છે, જે દેહી-અભિમાની થી દેહ-અભિમાન માં લઈ આવે છે, તે હમણાં સુધી બાપદાદાએ ચેક કર્યુ કે મૂળ કારણ જૂનાં સંસ્કાર નીચે લઈ આવે છે. સંસ્કાર ખતમ કર્યા છે પરંતુ કોઈ ન કોઈ સંસ્કાર નેચર નાં રુપ માં હજી પણ કામ કરી લે છે. જેવી રીતે દેહ-અભિમાન ની નેચર નેચરલ થઈ ગઈ છે, એવી રીતે દેહી-અભિમાની ની નેચર નેચરલ નથી થઈ. કહે છે અમે ખતમ કર્યુ છે પરંતુ એકદમ બીજ ને ભસ્મ નથી કર્યું. એટલે સમય આવવા પર ફરી તે દેહભાન નાં સંસ્કાર ઈમર્જ થઈ જાય છે. તો હવે આવશ્યક્તા છે આ દેહભાન નાં નેચર ને પાવરફુલ દેહી-અભિમાની ની શક્તિ થી વંશ સહિત નાશ કરવાની, કારણકે બાળકો કહે છે ઈચ્છતા નથી પરંતુ ક્યારેક-ક્યારેક નીકળી આવે છે. કેમ નીકળે છે? અંશ છે તો વંશ બનીને નીકળી જાય છે. તો હવે આવશ્યક્તા છે શક્તિ સ્વરુપ બનવાની, આધાર છે પોતે પોતાને ચેક કરો કે કોઈ પણ સ્વરુપ માં અંશમાત્ર પણ જૂનાં દેહભાન નાં સંસ્કાર રહેલા તો નથી? અને તે ખતમ થશે બેહદ ની વૈરાગ વૃત્તિ થી. સર્વિસ જોઈ, સાંભળી બાપદાદા ખુશ છે પરંતુ હવે બાપ ની આ જ ઈચ્છા છે કે જેવી રીતે સર્વિસ ની ફલક, ઝલક હવે લોકોને દેખાય છે. અનુભવ થાય છે સેવા નો, એવી રીતે બેહદ ની વૈરાગ વૃત્તિ નો પ્રભાવ હોય કારણકે આજકાલ સેવા દ્વારા તમારી પ્રશંસા વધશે, તમારી પ્રકૃતિ દાસી હશે. અનુભવ કરશો સાધન વધશે પરંતુ બેહદ ની વૈરાગ વૃત્તિ થી સાધન અને સાધના નું બેલેન્સ રહેશે. જેમ તમે લોકો પ્રવૃત્તિ માં રહેવા વાળા ને દૃષ્ટાંત આપો છો કે બધું કરતા કર્મયોગી કમળ-પુષ્પ સમાન રહો. એમ તમને બધાને પણ સેવા કરતા, સાધન મળતા, સાધના અને સાધન નું બેલેન્સ રહેશે. તો આજકાલ એડીશન (ઉમેરો) સેવા ની સાથે બેહદ ની વૈરાગ વૃત્તિ પણ આવશ્યક છે. ચાલતાં-ફરતાં પણ અનુભવ કરે કે આ વિશેષ આત્માઓ છે. ફક્ત યોગ માં બેસવાના સમયે નહીં, ભાષણ કરવાના સમયે નહીં પરંતુ ચાલતાં-ફરતાં પણ તમારા મસ્તક થી શાંતિ, શક્તિ, ખુશી ની અનુભૂતિ થાય કારણકે સમયે-સમયે હવે સમય બદલાતો જશે.

તો બાપદાદાએ સમયે-સમયે ઈશારો તો આપી દીધો છે પરંતુ આજે વિશેષ બાપદાદા એક તો બેહદ નાં વૈરાગ તરફ ઈશારો આપી રહ્યાં છે, એનાં માટે હવે પોતાને ચેક કરીને દેહી-અભિમાની બનવામાં જે દેહ-અભિમાન નું વિઘ્ન છે, અનેક પ્રકાર નાં દેહ-અભિમાન નો અનુભવ છે, એનું પરિવર્તન કરો. અને બીજી વાત બહુ જ સમય નું પણ પોતાનું વિચારો. બહુ જ સમય નો અભ્યાસ જોઈએ. બહુ જ સમય પુરુષાર્થ, બહુ જ સમય ની પ્રારબ્ધ. જો હમણાં બહુજ કાળ (લાંબાકાળ) નું અટેન્શન ઓછું આપશો તો અંતિમ કાળ માં બહુજ કાળ જમા નહીં કરી શકો. ટુ-લેટ નું બોર્ડ લાગી જશે એટલે બાપદાદા આજે બીજા વર્ષ માટે હોમવર્ક આપી રહ્યાં છે. આજે દેહ-અભિમાન બધી સમસ્યા નું કારણ બને છે અને પછી બાળકો રમણીક છે ને, તો બાપ ને પણ દિલાસો અપાવે છે કે સમય પર અમે ઠીક થઈ જઈશું. બાપદાદા કહે છે કે શું સમય તમારો ટીચર છે? સમય પર ઠીક થઈ જશો તો તમારા ટીચર કોણ થયાં? તમારું ક્રિયેશન (તમારી રચના) સમય તમારો ટીચર હોય, આ સારું લાગશે? એટલે સમય ને તમારા નજીક લાવવાનો છે. તમે સમય ને નજીક લાવવા વાળા છો. સમય પર રહેવા વાળા નથી. સમય ને ટીચર ન બનાવો.

તો બાપદાદા આજે આ જ વારંવાર ઈશારો આપી રહ્યાં છે કે સ્વયં ને ચેક કરો અને પરિવર્તન કરો. બહુજ કાળ નું પરિવર્તન બહુજ કાળ નાં પ્રારબ્ધ નાં અધિકારી બનાવે છે. તો કોઈ બાળકો ભલે હજી સુધી ઢીલા-ઢાલા પુરુષાર્થી છો પરંતુ લાસ્ટ (છેલ્લા) નંબરવાળા બાળકો સાથે પણ બાપ નો સ્નેહ છે. સ્નેહ છે ત્યારે તો બાપ નાં બન્યાં છે, બાપ ને ઓળખ્યાં છે, મારા બાબા તો કહે છે એટલે સમય પર ન છોડો. સમય આવશે નહીં, આપણે સંપૂર્ણતા નો સમય નજીક લાવવાનો છે. બાપદાદા નાં વિશ્વ પરિવર્તન નાં કાર્ય નાં તમે બધા સાથી છો. એકલા બાપ કાર્ય નથી કરી શકતાં, બાળકો નો સાથ છે. બાપ તો કહે છે પહેલાં બાળકો, આગળ બાળકો. તો હવે જો બીજા વર્ષ માં આવવું જ છે તો આ હોમવર્ક કરીને રાખશો? કરશો? હા, હાથ ઉઠાવો. અચ્છા. પાછળ વાળા પણ હાથ ઉઠાવી રહ્યાં છે.

જુઓ, આજે સંખ્યા વધી ગઈ છે તો બાપદાદાએ બાળકી ને ઈશારો કર્યો કે ચક્કર લગાવીને જોઈને આવો, ક્યાં ક્યાં સુતેલા છે, કેવી રીતે લાઈન માં ખાય છે. લાંબી લાઈન. પરંતુ બધાનાં ચહેરા પર ખુશી છે - મધુબન માં તો છે. પરંતુ આ ખુશી મધુબન માં જ છોડીને નહીં જતા, સાથે લઈ જજો. બાપદાદાએ વતન માં બેસીને તમારા બધાનું સુવાનું, ખાવાની લાઈન નું દૃશ્ય જોયું. બાપદાદા ને એવો સંકલ્પ થાય છે કે હમણાં-હમણાં રજાઈઓ નો, ગાદલાઓ નો વરસાદ પડી જાય. પરંતુ આ પણ મોજ નો મેળો છે અને સારી રીતે બાપદાદાએ જોયું, જ્યાં પણ મળ્યાં, જેવી રીતે પણ મળ્યાં છે, બધા મેજોરીટી સારી રીતે પાસ છે. તાળી વગાડો. પરંતુ આ હોમવર્ક ભૂલતા નહીં, એમાં તાળી નથી વગાડતાં. બાપદાદા અને વિશેષ બ્રહ્મા બાપ હંમેશા બાળકો ને મધુબન નો શૃંગાર કહે છે. તો તમે બધા મધુબન માં આવ્યાં, બાપદાદા પણ સાકાર રુપ થી આટલાં પરિવાર ને જોઈ ખુશ છે. સહન કરવું પડ્યું છે, પરંતુ આ સહન સદા નાં માટે સહનશક્તિ વધારશે. બધા ખુશ છો ને? તકલીફ તો નથી થઈ? અને જુઓ આટલાં પરિવાર માં પાણી તો પણ મળતું રહ્યું છે. બધાએ પાણી યુઝ કર્યુ ને? થોડું ઓછું છે તો ધ્યાન રાખવું પડશે પરંતુ આજકાલ ગામ માં પાણી પીવાનું પણ નથી મળતું, અહીં તો તમને કપડા ધોવાનું પણ પાણી મળ્યું. અને આટલાં પરિવાર ને જોઈ ખુશી પણ થાય છે. આખાં કલ્પ માં બાપદાદા ને આ ફખુર છે કે આટલો મોટો પરિવાર કોઈનો નથી. અચ્છા.

આજે બાપદાદા ટીચર્સ ને એક વિશેષ સેવા યાદ અપાવે છે, જે હોમવર્ક કરજો. ટીચર્સ માટે હોમવર્ક છે કે સદા ટીચર્સ પોતાને બાપદાદા નાં સાચાં સાથી , સમીપ નાં સાથી પોતાનાં દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા , કોઈ પણ તમને જુએ તો આમને બનાવવા વાળા કોણ ! આમનાં પણ બાપ , શિક્ષક , સદગુરુ કોણ ? તમને ન જુએ , બાપ ને જુએ . એ જ સ્વમાન માં આ ૬ - ૭ મહિના જે મળ્યાં છે , આ હોમવર્ક કરજો પછી બાપદાદા પૂછશે કે દરેકે કેટલાં પર્સેન્ટ માં કર્યું? વધારે સમાચાર નહીં પૂછશે, કેટલાં પર્સેન્ટ આ હોમવર્ક કર્યું? તમે ન દેખાવ, બાપ દેખાય. એમાં બધી ધારણા આવી જાય છે. મધુબન વાળા ને પણ બાપદાદા યાદ-પ્યાર તો આપી જ રહ્યાં છે. પરંતુ મધુબન વાળા પણ ચારેય તરફ નાં આ સમજે કે મધુબન નાં એક-એક રત્ન વિશેષ બાપ ને પ્રત્યક્ષ કરવાના નિમિત્ત છે. તો બધો સમય મધુબન વાળા એવી રીતે મન્સા સેવા, કર્મણા સેવા અને બધાને બાપ સમાન બનાવવાનાં એક્ઝામ્પલ (ઉદાહરણ) બનીને દેખાડે. તો મધુબન વાળા એ આ રીઝલ્ટ આપવાનું છે કે બાપ સમાન બનવાનો નક્શો પોતાનામાં દેખાડ્યો ? દરેક નાં મુખ થી નીકળે વાહ બાબા નાં બાળકો વાહ ! અને તમે બધા શું કરશો? તમે બધા પોતાને નંબરવાર નહીં પરંતુ નંબરવન બનવાનું એક્ઝામ્પલ બનીને દેખાડો. નંબરવાર બનવામાં મજા નથી, બનવું છે તો નંબરવન. નંબરવાર બનવું શું મોટી વાત! તો બધા વિન અને વન આ રીઝલ્ટ સંભળાવજો. અચ્છા.

બધા તરફ નાં બાપદાદા નાં દિલતખ્તનશીન અને ભ્રકુટી નાં તખ્તનશીન અને ભવિષ્ય નાં પણ રાજ્ય તખ્તનશીન એવાં બાપદાદા નાં સિકિલધા, પદમ પદમગુણા ભાગ્યશાળી બાળકો ને સદા પોતાનાં નયનો દ્વારા રુહાનિયત નો અનુભવ કરાવવા વાળા અને ચહેરા દ્વારા સદા ખુશ કિસ્મત, મન સદા ખુશી માં નાચતું રહે, કોઈ પણ સામે આવે, અનુભવ કરે કે આમનાં જેવી ખુશી ક્યાંય પણ નથી અને પાઠ શીખવાડી જાય. એવી રીતે દરેક બાપ નાં બાળકો પોતાનાં દ્વારા બાપ નો, મુખ દ્વારા બાપ નો પરિચય આપો છો પરંતુ નયનો અને ચહેરા દ્વારા બાપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા, એવાં ચારેય તરફ નાં બાળકો ને, જેમણે પત્ર મોકલ્યાં છે, ઇમેલ કર્યા છે, બધાનાં બાપદાદા ની પાસે પહોંચ્યાં છે, જે સમયે તમે સંકલ્પ કર્યો, એ જ સમયે બાપ ની પાસે પહોંચી ગયો એટલે બહુજ-બહુજ મુબારક છે. દેશ-વિદેશ નાં બધા બાળકો ને બાપ દિલ નાં સ્નેહ નો રિસ્પોન્ડ આપી રહ્યાં છે. તો ચારેય તરફ નાં બાળકો ને બાપદાદા પદમગુણા દિલ નો દુલાર, દિલ નો પ્રેમ આપી રહ્યાં છે અને બધાને નમસ્તે કહી રહ્યાં છે.

વરદાન :-
કર્મ કરવા સાથે કર્મ નાં બંધન થી મુક્ત રહેવા વાળા સહજ યોગી સ્વતઃ યોગી ભવ

જે મહાવીર બાળકો છે એમને સાકારી દુનિયા નું કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતું. તે સ્વયં ને એક સેકન્ડ માં ન્યારા અને બાપ નાં પ્યારા બનાવી શકે છે. ડાયરેક્શન મળતા જ શરીર થી પરે અશરીરી, આત્મ-અભિમાની, બંધન-મુક્ત, યોગયુક્ત સ્થિતિ નો અનુભવ કરવા વાળા જ સહજયોગી, સ્વતઃ યોગી, સદા યોગી, કર્મયોગી અને શ્રેષ્ઠ યોગી છે. તે જ્યારે ઈચ્છે, જેટલો સમય ઈચ્છે પોતાનાં સંકલ્પ, શ્વાંસ ને એક પ્રાણેશ્વર બાપ ની યાદ માં સ્થિત કરી શકે છે.

સ્લોગન :-
એકરસ સ્થિતિ નાં શ્રેષ્ઠ આસન પર વિરાજમાન રહેવું - આ જ તપસ્વી આત્મા ની નિશાની છે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

આ નિશ્ચય તથા સ્મૃતિ અને સમર્થી રાખો કે અનેકવાર બાપ નાં બન્યાં છીએ અથવા માયાજીત બન્યાં છીએ, તો હવે બનવું શું મુશ્કેલ છે? શું આ સ્મૃતિ સ્પષ્ટ નથી કે મુજ શ્રેષ્ઠ આત્મા એ વિજયી બનવાનો પાર્ટ અનેકવાર ભજવ્યો છે? જો સ્મૃતિ સ્પષ્ટ નથી તો એનાંથી સિદ્ધ છે કે બાપ નાં આગળ સ્વયં ને સ્પષ્ટ નથી કર્યાં.