22-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
ચેરિટી બિગેન્સ એટ હોમ અર્થાત્ જે દેવી - દેવતા ધર્મ નાં છે , શિવ નાં કે દેવતાઓનાં
પુજારી છે , એમને પહેલાં - પહેલાં જ્ઞાન આપો”
પ્રશ્ન :-
બાપ નું કયું કર્તવ્ય
કોઈ પણ મનુષ્ય નથી કરી શકતાં અને શા માટે?
ઉત્તર :-
આખાં વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનું કર્તવ્ય એક બાપ નું છે. મનુષ્ય, વિશ્વમાં શાંતિ
સ્થાપન નથી કરી શકતાં કારણકે બધાં વિકારી છે. શાંતિ ની સ્થાપના ત્યારે થાય જ્યારે
બાપ ને જાણે અને પવિત્ર બને. બાપને ન જાણવાનાં કારણે નિધન (અનાથ) નાં બની ગયાં છે.
ગીત :-
મરના તેરી ગલી
મેં…
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો
અર્થ પણ ઘડી-ઘડી બતાવવો પડે કારણકે ઓમ્ શાંતિ નો અર્થ કોઈ પણ નથી જાણતું. જેમ
ઘડી-ઘડી બોલવું પડે છે - મનમનાભવ અર્થાત્ બેહદ નાં બાપ ને યાદ કરો. ઓમ્ નો અર્થ કહી
દે છે ઓમ્ એટલે ભગવાન. બાપ કહે છે - ઓમ્ અર્થાત હું આત્મા, આ મારું શરીર. પરમપિતા
પરમાત્મા પણ કહે છે ઓમ્. હું પણ આત્મા છું, પરમધામ માં રહેવા વાળો છું. તમે આત્માઓ
જન્મ-મરણ નાં ફેરામાં આવો છો, હું નથી આવતો. હા, હું સાકાર માં આવું છું જરુર, આપ
બાળકોને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નો સાર સમજાવવાં. કોઇ બીજું આ સમજાવી ન શકે. જો
નિશ્ચય નથી તો આખી દુનિયામાં ભટકવું જોઈએ, શોધવું જોઈએ બીજું કોઈ છે જે પોતાનું અને
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે. પરમપિતા પરમાત્મા નાં વગર સૃષ્ટિ ચક્ર
નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય કોઈ બતાવી ન શકે, કોઈ રાજયોગ શીખવાડી ન શકે. પતિતો ને
પાવન બનાવી ન શકે. પહેલાં-પહેલાં જે પણ દેવી-દેવતાઓનાં પુજારી છે, એમનાં પર
પુરુષાર્થ કરો સમજાવવાનો. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળાઓએ જ પૂરાં ૮૪ જન્મ લીધાં
છે, તે જ સારી રીતે સમજી શકશે. પાછળ થી આવવા વાળા ૮૪ જન્મ લઈ ન શકે. આ સાંભળશે પણ
તે જે દેવતાઓનાં પૂજારી હશે અને જે ગીતા વાંચવા વાળા હશે. ગીતા માં ફક્ત આ ભૂલ કરી
છે કે ભગવાન નાં બદલે શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે. તો ગીતા વાંચવા વાળાઓને
સમજાવવું જોઈએ. પૂછવું જોઈએ - પરમપિતા પરમાત્મા શિવ થી તમારો શું સંબંધ છે? એમને
ભગવાન કહેશો. શ્રીકૃષ્ણ તો દૈવીગુણ વાળા છે, એમની દૈવી રાજધાની હતી, એમાં બધા દૈવી
ગુણ વાળા હતાં. હવે તે જ પૂજ્ય થી પૂજારી બની ગયાં છે. તો કોશિશ કરી પહેલાં-પહેલાં
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળાઓને ઉઠાવવાં જોઈએ. ચેરિટી બિગેન્સ એટ હોમ. જે શિવ
નાં પૂજારી છે એમને પણ સમજાવવું પડે. શિવ આવે જરુર છે ત્યારે તો એમની જયંતી મનાવે
છે, તે પરમપિતા પરમાત્મા છે. જરુર આવીને રાજયોગ શીખવાડતા હશે બીજા કોઈ મનુષ્ય માત્ર
શીખવાડી ન શકે. શ્રીકૃષ્ણ ને કે બ્રહ્મા ને ભગવાન ન કહી શકાય. જ્યારે સર્વ નાં
સદ્દગતિ દાતા બાપ એક જ છે, જ્ઞાન નાં સાગર હોવાનાં કારણે સર્વ નાં શિક્ષક પણ છે.
સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ની હિસ્ટ્રી-જોગ્રાફી બીજું કોઈ જાણતું નથી.
બાપ કહે છે મને જ્ઞાન
નાં સાગર, ચૈતન્ય બીજરુપ પણ કહે છે. આ જે ઉલ્ટું ઝાડ છે, એનાં આદિ-મધ્ય-અંત નું
જ્ઞાન એ બીજ ની પાસે જ હશે એટલે મને જ્ઞાન નાં સાગર, ઓલમાઇટી ઓથોરિટી કહે છે.
ઓથોરિટી શું છે? બધાં વેદો, શાસ્ત્રો, ગ્રંથો વગેરે બધાને જાણે છે. આપ બાળકો ને
સમજાવી રહ્યાં છે. તે શાસ્ત્ર સંભળાવવા વાળા કહે છે કલ્પ ની આયુ લાખો વર્ષ છે. પરંતુ
તે તો હોઈ ન શકે. આ વેરાઈટી ધર્મો નું મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે, એની આયુ ભાગવત્
માં લાંબી-લાંબી લખી દીધી છે. હવે ભાગવત્ કોઈ ધર્મ શાસ્ત્ર તો નથી. ગીતા ધર્મ
શાસ્ત્ર છે, એનાથી દેવી-દેવતા ધર્મ સ્થાપન થયો. બાકી ભાગવત્, મહાભારત વગેરે એનાંથી
કોઈ ધર્મ સ્થાપન નથી થતો. તે તો શ્રીકૃષ્ણ ની હિસ્ટ્રી લખી છે. બાપ સમજાવે છે -
બાળકો, તમે દેવી-દેવતા ધર્મ વાળાઓને સમજાવો કે તમે ૮૪ જન્મ લીધાં છે. સતયુગ માં
ફક્ત ભારત જ હતું બીજો કોઇ ધર્મ નહોતો. ભારત જ સ્વર્ગ હતું. ભારત જ ઊંચે થી ઊંચું
ગવાય છે અને પછી પરમપિતા પરમાત્મા શિવ ની જન્મભૂમિ છે જે આવીને પતિતો ને પાવન બનાવે
છે. શિવ ની પૂજા પણ અહીં થાય છે, જયંતી પણ અહીં મનાવાય છે. જરુર પતિત દુનિયામાં જ
આવ્યાં હશે. પોકારે પણ બધાં છે - પતિત-પાવન આવો. ભારત પાવન હતું પછી ૮૪ જન્મોનું
ચક્ર લગાવ્યું છે. જે પાવન સ્વર્ગવાસી હતાં, હમણાં તે નર્કવાસી પતિત બન્યાં છે.
પાવન બનાવ્યા શિવબાબાએ, પતિત બનાવ્યા રાવણે. આ સમયે છે જ રાવણ નું રાજ્ય. દરેક
નર-નારી માં ૫ વિકાર છે. સતયુગ માં વિકાર હતાં જ નહીં. નિર્વિકારી હતાં. હવે પતિત
છે ત્યારે તો બોલાવે છે - આવો આવીને અમને ફરીથી પાવન બનાવો. સતયુગ માં આપણે તો પાવન
હતાં, ૨૧ જન્મ રામરાજ્ય માં હતાં. હમણાં તો છે રાવણ રાજ્ય, બધાં વિકારી છે. બાપ કહે
છે - કામ મહાશત્રુ છે. આ આદિ-મધ્ય-અંત દુ:ખ આપે છે. હવે એનાં પર જીત મેળવી પાવન બનો.
તમે જન્મ-જન્માંતર પાપ કર્યા છે. સૌથી તમોપ્રધાન બન્યાં છો, આત્મા માં ખાદ પડતી ગઈ.
પહેલાં તો સતોપ્રધાન હતાં પછી સતો પછી રજો… ખાદ પડતાં-પડતાં સીડી ઉતરતાં આવ્યાં.
ભારતની જ વાત છે. સતયુગ માં ૮ જન્મ, પછી ત્રેતા માં ૧૨ જન્મ પછી તે જ ભારતવાસી
ચંદ્રવંશી, વૈશ્યવંશી… બને છે. આત્મા અપવિત્ર બને છે.
બાપ કહે છે હું આવીને
કલ્પ-કલ્પ ભારતને સ્વર્ગ બનાવું છું, પછી રાવણ નર્ક બનાવે છે, આ ડ્રામા બનેલો છે.
હવે બાપ સમજાવે છે જ્ઞાનસાગર તો શિવબાબા છે ને! ઊંચે થી ઊંચા શિવ છે સર્વ નાં પૂજ્ય.
પહેલાં-પહેલાં એમની પૂજા થાય છે. એ છે બેહદ નાં બાપ. જરુર એમની પાસેથી બેહદ નો વારસો
મળે છે. ભારતવાસી ભૂલી ગયાં છે, ભગવાન એક નિરાકાર ને જ કહેવાય છે. એમને મનુષ્ય યાદ
પણ કરે છે. એવું નથી કે બધાં ભગવાન જ ભગવાન છે. એક તરફ ભગવાન ને યાદ પણ કરે છે પછી
ગ્લાનિ પણ કરે છે. એક તરફ કહે, સર્વવ્યાપી છે અને પછી કહે પતિત-પાવન આવો. બાપ આવીને
બ્રહ્મા તન થી બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો ને જ સમજાવે છે. હમણાં તમે બ્રાહ્મણ
ચોટલી છો. બ્રાહ્મણો ની ઉપર થયાં શિવ. વિરાટ રુપ માં દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર
દેખાડે છે. બ્રાહ્મણો નું નામ જ નથી કારણ કે જુએ છે બ્રાહ્મણ તો છે વિકારી. પછી
દેવતાઓથી ઉત્તમ કેવી રીતે કહીએ? બાપ સમજાવે છે તે પણ ગાય છે બ્રાહ્મણ દેવી-દેવતાય
નમઃ એક્યુરેટ કોઈ જાણતું જ નથી કે આમનું રાજ્ય ક્યારે હતું? સ્વર્ગ ક્યાંથી આવ્યું?
હમણાં તમે સમજો છો બાબા આવીને બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરે છે, શંકર દ્વારા
નર્ક નો વિનાશ કરાવે છે. મહાભારત ની લડાઈ પણ લાગી હતી ને, જેનાથી સ્વર્ગ નાં દ્વાર
ખુલ્યાં હતાં. ગાય છે પરતું કંઈ પણ સમજતાં નથી. આ પણ દેખાડે છે કે આ રુદ્ર
જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજ્જવલિત થઇ. બરોબર હમણાં તે જ પાર્ટ ચાલી રહ્યો છે.
૫ હજાર વર્ષ પહેલાં પણ લડાઈ લાગી હતી ત્યારે પતિત દુનિયા વિનાશ થઇ હતી. ગીતા નું
જ્ઞાન જ્યારે સંભળાવે છે તો કહે છે ૩ સેનાઓ હતી - યુરોપવાસી યાદવ સેના જેમણે
વિજ્ઞાન થી મૂસળ શોધ કરી. ગીતા નાં પૂરા ૫ હજાર વર્ષ થયાં. બાપ સમજાવે છે આ ૩ સેનાઓ
હમણાં પણ છે. ગવાય છે - વિનાશકાળે વિપરીત બુદ્ધિ અર્થાત્ પરમપિતા પરમાત્મા થી
વિપરીત બુદ્ધિ છે. જાણતા નથી, તમારા સિવાય કોઈ ની પ્રીત નથી. બધાની વિનાશકાળે
વિપરીત બુદ્ધિ છે. બાકી આપ પાંડવોની છે પ્રીત બુદ્ધિ. તમે શિવબાબા ને જ યાદ કરો છો.
જાણો છો શિવબાબા અમને ૨૧ જન્મ નો વારસો આપવાં આવ્યાં છે. તમારી પ્રીત બુદ્ધિ છે
શિવબાબા ની સાથે. બાકી તો કોઈ બાપ ને જાણતાં જ નથી તો ૩ સેનાઓ થઈ ને? તમે છો પાંડવ
સેના. વિનાશકાળ તો છે જ. તમે જાણો છો મોત સામે ઉભું છે. શિવબાબા કહે છે તમે પવિત્ર
બનશો તો નવી દુનિયાનાં માલિક બનશો. સતયુગ માં એક જ દેવી-દેવતા ધર્મ હતો બીજો કોઈ
ધર્મ નહોતો. હમણાં બીજા બધાં ધર્મ છે બાકી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. પોતાને
દેવી-દેવતા સમજતાં જ નથી. કહે છે અમે તો પતિત છીએ. દેવતાઓની આગળ મહિમા ગાય છે - તમે
સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ છો. પોતાને કહે છે અમે વિકારી છીએ. મુજ નિર્ગુણ
હાર માં કોઈ ગુણ નથી. બાપ ને યાદ કરે છે. તમારે પણ એક બાપ ને યાદ કરવાનાં છે. બાપ
ને યાદ કર્યા વગર પાવન નહીં બનશો તો ઊંચ પદ નહીં મેળવશો. અપવિત્ર દુનિયાનો જ્યારે
વિનાશ થાય ત્યારે જ દુનિયામાં શાંતિ થાય. મનુષ્ય કોશિશ કરે છે, ભારતમાં અને દુનિયામાં
શાંતિ થાય. પરંતુ એ તો એક બાપ નું જ કામ છે. મનુષ્ય તો છે જ વિકારી. તે શાંતિ કેવી
રીતે સ્થાપન કરી શકે છે. ઘર-ઘર માં જ ઝઘડા છે. બાપ ને ન જાણવાનાં કારણે બિલકુલ નિધન
નાં (અનાથ) બની ગયાં છે. સતયુગ માં બિલકુલ જ પવિત્રતા, સુખ, શાંતિ હતાં. હમણાં ફરી
બાપ તે પવિત્રતા, સુખ-શાંતિ સ્થાપન કરી રહ્યાં છે બીજું કોઈ કરી ન શકે. ભારતવાસી
હમણાં નર્કવાસી છે. સ્વર્ગમાં જ્યારે હતાં તો પુનર્જન્મ પણ સ્વર્ગ માં લેતાં હતાં.
હમણાં પતિત છે, એટલે પતિત-પાવન બાપ ને યાદ કરે છે. હમણાં તો બાળકો જાણે છે -
પારલૌકિક બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. લૌકિક બાપ થી તો હદ નો વારસો મળે
છે. પારલૌકિક બેહદ નાં બાપ થી બેહદ નો વારસો લઈ રહ્યાં છો. આ સમજવાની વાતો છે. આ
કોઈ સત્સંગ નથી. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ.
તમને ખુશી થાય છે બાબા
અમને સ્વર્ગવાસી બનાવે છે. જે કલ્પ પહેલાં સ્વર્ગવાસી બન્યાં છે, તે જ હમણાં બનશે.
બ્રાહ્મણ બન્યાં વગર દેવતા ક્યારેય બની નહીં શકે. આ સમજવાની વાતો છે ને. હમણાં તો
ભારતમાં કોઈ કળા નથી રહી. કોઈને ખબર નથી પડતી. કુંભકરણ ની નિદ્રામાં સૂતેલાં પડ્યાં
છે, તમને બાપે હમણાં જગાડ્યાં છે. તમે અહીં આવ્યાં છો સ્વર્ગવાસી બનવાં. સિવાય બાપ
નાં બીજું કોઈ બનાવી ન શકે. સ્વર્ગ કહેવાય છે, સતયુગ ને. નર્ક કહેવાય છે કળિયુગ ને.
યથા રાજા-રાણી તથા પ્રજા. હમણાં બધાં વિકાર થી જન્મે છે, દેવતાઓ ક્યારેય વિકાર થી
પુનર્જન્મ નથી લેતાં. બાળકો હમણાં બાપ થી પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા કરે છે પરંતુ
ચાલતાં-ચાલતાં હાર ખાઈ લે છે પછી કરેલી કમાણી ચટ થઈ જાય છે. બહુ જોર થી ઘા (માર)
વાગે છે. આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી પછી ભાગન્તી થઈ જાય છે. ભલે સાક્ષાત્કાર પણ કરે
છે પરંતુ સાક્ષાત્કાર માં માયા નો પ્રવેશ બહુજ થાય છે. જેમ રેડિયો માં એકબીજા ની
વાત સાંભળી નથી શકતાં એટલે વચ્ચે ગડબડ કરી દે છે. આ પણ એવું જ છે. યોગ માં માયા
વિઘ્ન નાખે છે. મહેનત બધી યોગ માં જ છે. ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ થી
સાચ્ચી પ્રિત રાખી સાચ્ચા-સાચ્ચા પાંડવ બનવાનું છે. મોત સામે ઉભું છે એટલે પવિત્ર
બની પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું છે.
2. કામ મહાશત્રુ જે
આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે, એનાં પર જીત પ્રાપ્ત કરી પાવન બનવાનું છે, યાદ થી વિકારો
ની ખાદ કાઢી આત્માને સતોપ્રધાન બનાવવાનો છે.
વરદાન :-
મરજીવા જન્મ
ની સ્મૃતિ દ્વારા કર્મબંધન ને સંબંધ માં પરિવર્તન કરવા વાળા પરોપકારી ભવ
લૌકિક કર્મબંધન નો
સંબંધ હવે મરજીવા જન્મ નાં કારણે શ્રીમત નાં આધાર પર સેવા નાં સંબંધ નો આધાર છે.
કર્મબંધન નહીં સેવા નો સંબંધ છે. સેવા નાં સંબંધ માં વેરાઈટી પ્રકારનાં આત્માઓનું
જ્ઞાન ધારણ કરી ચાલશો તો બંધન માં હેરાન નહીં થશો. પરંતુ અતિ પાપ આત્મા, અપકારી
આત્મા થી પણ નફરત અથવા ઘૃણા નાં બદલે રહેમદિલ બની તરસ ની ભાવના રાખતા, સેવાનો સંબંધ
સમજીને સેવા કરશો તો નામીગ્રામી વિશ્વ કલ્યાણી અથવા પરોપકારી ગવાશો.
સ્લોગન :-
સમય અથવા
પરિસ્થિતિ પ્રમાણ વૈરાગ આવ્યો તો આ પણ અલ્પકાળ નો વૈરાગ છે, સદાકાળ નાં વૈરાગી બનો.
અવ્યક્ત ઈશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો .
કોઈ પણ પ્રકાર નાં
વિધ્ન કે સમસ્યા અથવા માયા નો વાર, વાર નહીં પરંતુ ખેલ સમાન અનુભવ થાય તો ખેલ
સમજવાથી ખુશી-ખુશી પાર કરી લેશો અને અવસ્થા એકરસ રહેશે. પરંતુ જો એને વાર સમજશો તો
ગભરાશો પણ અને હલચલ માં પણ આવી જશો. માયા નું કામ છે આવવું અને તમારું કામ છે વિજયી
બનવું.