22-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાંં બાળકો - હવે તમારે નવી દુનિયામાં ચાલવાનું છે , આ દુઃખ નાં દિવસો પૂરા થઇ રહ્યાં છે , એટલે જૂની વીતેલી વાતો ને ભૂલી જાઓ”

પ્રશ્ન :-
આપ કર્મયોગી બાળકોએ કયો અભ્યાસ નિરંતર કરવો જોઈએ?

ઉત્તર :-
હમણાં-હમણાં શરીર નિર્વાહ અર્થ દેહ માં આવ્યાં અને હમણાં-હમણાં દેહી-અભિમાની. દેહ ની સ્મૃતિ વગર કર્મ તો થઇ નથી શકતું એટલે અભ્યાસ કરવાનો છે કે કર્મ કર્યું, દેહ-અભિમાની બન્યાં ફરી દેહી-અભિમાની બની જાઓ, એવો અભ્યાસ આપ બાળકોનાં સિવાય દુનિયામાં કોઈ કરી નથી શકતું.

ગીત :-
જાગ સજનિયાં જાગ…

ઓમ શાંતિ!
રુહાની બાપ કહે છે - મીઠાં-મીઠાં રુહોએ અથવા બાળકોએ આ ગીત સાંભળ્યું. આને કહેવાય છે જ્ઞાન નું ગીત. આ ગીત તો ખૂબ સારું છે. આપ આત્માઓ હવે જાગી ગયાં છો. ડ્રામા નાં રહસ્ય ને પણ હવે તમે જાણી ગયાં છો. ભક્તિમાર્ગ નું તો કૌતુક જોઈ લીધું છે ને - જે કંઈ વીત્યું તે તમારી બુદ્ધિમાં છે. તમે પોતાનાં વીતેલા ૮૪ જન્મો ની હિસ્ટ્રીને જાણો છો. બાપે ૮૪ જન્મો ની કહાણી સંભળાવી છે. આ છે નવી દુનિયા નાં માટે નવી વાતો. બાપ દ્વારા તમે નવી વાતો સાંભળો છો. બાપ બાળકો ને ધીરજ આપે છે. બાળકો હવે નવી દુનિયામાં ચાલવાનું છે તો જૂની વાતો ને ભૂલી જાઓ. આ વેદ-શાસ્ત્ર જે પણ ભક્તિમાર્ગ ની સામગ્રી છે, આ બધી ખતમ થવાની છે. ત્યાં ભક્તિ માર્ગ નું ચિન્હ પણ નથી રહેતું. ત્યાં તો ભક્તિનું ફળ મળી જાય છે. ભક્તો ને બાપ આવીને ફળ આપે છે. બાળકોએ જાણ્યું બાપ કેવી રીતે આવીને ભક્તિનું ફળ આપે છે, જેમણે સૌથી વધારે ભક્તિ કરી છે, તેમને જરુર વધારે ફળ મળશે. જ્ઞાન નો પુરુષાર્થ પણ તે વધારે કરશે. તમે જાણો છો આપણે આત્માઓએ વધારે ભક્તિ કરી છે. જરુર જ્ઞાન માં પણ તે આગળ જશે ત્યારે આ લક્ષ્મી-નારાયણ જેવું ઉંચ પદ મેળવશે. હવે જ્ઞાન અને યોગ માટે તમારો પુરુષાર્થ છે. દેહી-અભિમાની થઈ રહેવાનું છે પછી દેહધારી પણ થવાનું છે. કર્મ કરતાં બાપ ને યાદ કરવાનાં છે. દેહ વગર તો આપણે કર્મ કરી ન શકીએ. આ તો ઠીક છે - બાબા ને યાદ કરવાનાં છે, પરંતુ પોતાને આત્મા સમજી, દેહ ને ભુલાવી દેવાથી કામ નહીં થશે, કર્મ તો કરવાનાં જ છે. બાપ ની યાદ માં ખૂબ મજા છે. ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરો પરંતુ છતાં પણ પેટ ને ભોજન તો જોઈએ. દેહી-અભિમાની થઈ રહેવાનું છે. દેહી-અભિમાની આ સમયે આપ બાળકો સિવાય કોઈ પણ નથી. ભલે પોતાને આત્મા પણ સમજે પરંતુ પરમાત્મા નો પરિચય નથી. ભલે સમજે અમે આત્મા અવિનાશી છીએ, આ શરીર વિનાશી છે પરંતુ આ સમજવાથી વિકર્મ વિનાશ નહીં થશે. કહે પણ છે પુણ્ય આત્મા, પતિત આત્મા. હું આત્મા છું, મારું આ શરીર છે. આ તો સામાન્ય વાત છે. મૂળ વાત બાપ સમજાવે છે કે મને યાદ કરો. શરીર નિર્વાહ અર્થ દેહ-અભિમાન માં તો આવવાનું છે. દેહ ને ખવડાવવાનું પણ છે, દેહ વગર તો કંઈ કરી ન શકીએ. દરેક જન્મ માં પોતાનો શરીર નિર્વાહ કરતાં આવ્યાં છો ને, કર્મ કરવા છતાં પણ પોતાનાં માશૂક ને યાદ રાખવાનાં છે. એ માશૂક ની કોઈને પૂરી ખબર નથી. એ માશૂક અથવા બાપ થી આપણને વારસો મળવાનો છે અને એમની યાદ થી વિકર્મ વિનાશ થશે, આ કોઈ નથી સમજાવતું. આપ બાળકો નવી વાતો સાંભળો છો. તમે જાણો છો ઘરે જવાનો આપણને રસ્તો મળ્યો છે. પોતાનાં ઘરે જઈને પછી રાજધાની માં આવીશું. બાબા નવું મકાન બનાવે છે તો જરુર દિલ થશે ને કે તેમાં જઈને બેસીએ. હવે તમને રસ્તો મળ્યો છે, જેને બીજું કોઈ નથી જાણતું. કેટલાં પણ યજ્ઞ-તપ વગેરે કરે, માથું ફોડતા રહે છે, સદ્દગતિ ને પામી નથી શકતાં. આ દુનિયાથી તે દુનિયામાં જઈ નથી શકતાં. આ પણ સમજવું જોઈએ. શાસ્ત્રો માં લાખો વર્ષ લખી દીધાં છે એટલે મનુષ્યો ની બુદ્ધિ કામ નથી કરતી. તમે સારી રીતે સમજી શકો છો - કાલ ની વાત છે. ભારત તો સ્વર્ગ હતું, આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં. દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. ભારત જેવું સુખ કોઈ પણ મેળવી નથી શકતું. સ્વર્ગ માં તો બીજા કોઈ ધર્મ વાળા જઈ ન શકે. તમારા જેવું સુખ બીજા કોઈને હોઈ ન શકે. કેટલાં પણ પ્રયત્ન કરે! ધન ખર્ચ કરે છતાં પણ સ્વર્ગ માં જે સુખ છે તે મળી ન શકે. કોઈ ને હેલ્થ (સ્વાસ્થ્ય) હશે તો વેલ્થ (સંપત્તિ) નહીં હશે. કોઈ ને વેલ્થ હશે તો હેલ્થ નહીં હશે. આ છે જ દુઃખ ની દુનિયા તો હવે બાપ કહે છે હે આત્માઓ જાગો… તમને હવે જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. કેટલી જાગૃતિ આવી છે. તમે આખી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી જાણો છો. બાપ જાની-જાનનહાર છે ને! આનો અર્થ એ નથી કે બધાનાં દિલો ને જાણે છે. આ કોણ છે? કેટલું સમજાવે છે? આ ક્યાં સુધી પવિત્ર રહે છે? ક્યાં સુધી બાબા ને યાદ કરે છે? હું દરેક નો આ વિચાર કેમ બેસીને કરું… હું તો રસ્તો બતાવું છું કે આપ આત્માઓએ પોતાનાં પરમપિતા પરમાત્મા ને યાદ કરવાનાં છે. આ સૃષ્ટિ ચક્ર ને બુદ્ધિમાં રાખવાનું છે. દેહી-અભિમાની તો જરુર બનવાનું છે. દેહ-અભિમાની બનવાનાં કારણે તમારી આ દુર્ગતિ થઈ છે. હવે તમારે બાપ ને યાદ કરવાનાં છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનવાનું છે. સ્વદર્શન ચક્રધારી પણ તમે છો, દેવતાઓને તો શંખ વગેરે નથી. આ જ્ઞાન-શંખ વગેરે આપ બ્રાહ્મણો ને છે. સિક્ખ લોકો શંખ વગાડે છે, ખૂબ મોટો અવાજ કરે છે. તમે પણ આ જ્ઞાન બેસી આપો છો તો મોટી સભા માં લાઉડ સ્પીકર લગાવો છો. તમારે અહીં લાઉડ સ્પીકર લગાવવાની દરકાર નથી. શિક્ષક ભણાવશે તો લાઉડ સ્પીકર લગાવશે શું? અહીં તો ફક્ત શિવબાબા ને યાદ કરવાનાં છે તો વિકર્મ વિનાશ થશે. હું સર્વશક્તિમાન્ છું ને. તમે લાઉડ સ્પીકર લગાવો છો કે અવાજ દૂર-દૂર સુધી સાંભળવામાં આવે. તે પણ આગળ જઈને કામ માં આવશે. તમારે સંભળાવવાનું આ છે કે મોત સામે છે. હવે બધાએ પાછાં જવાનું છે. મહાભારત લડાઈ પણ સામે ઉભી છે. ગીતા માં પણ લખેલું છે કે મહાભારત લડાઈ લાગી, વિનાશ થયો. સારું, પછી શું થયું? પાંડવ પણ ગળી મર્યા. બાપ સમજાવે છે - પહેલાં જો વિનાશ થઈ જાય પછી તો ભારત ખંડ પણ ખાલી થઈ જાય. ભારત તો અવિનાશી ખંડ છે, ખાલી તો થતો નથી. તમે જાણો છો પ્રલય તો થતો નથી. બાબા અવિનાશી છે તો એમની બર્થપ્લેસ (જન્મભૂમિ) પણ અવિનાશી છે. બાળકો ને ખુશી રહેવી જોઈએ - બાબા સર્વ નાં સદ્દગતિ દાતા, સુખ-શાંતિ કર્તા છે. જે પણ આવે છે, કહે છે શાંતિ જોઈએ. આત્માને આટલી શાંતી કેમ યાદ આવે છે! શાંતિધામ આત્માઓનું ઘર છે ને. ઘર કોને યાદ નહીં રહેશે? વિદેશ માં કોઈ મરે છે તો ઈચ્છે છે આમને પોતાની જન્મભૂમિ માં લઈ જઈએ. આ જો બધાને ખબર હોત કે ભારત સર્વ નાં સદ્દગતિ દાતા, દુઃખ થી મુક્તિ અપાવવા વાળા શિવબાબા ની બર્થ પ્લેસ છે તો તેનું ખૂબ માન હોત. એક જ શિવ ની ઉપર આવીને ફૂલ ચઢાવે. હમણાં તો કેટલાં ની ઉપર ફૂલ ચઢાવતાં રહે છે. જે બધાને સુખ-શાંતિ આપવા વાળા છે, એમનું નામ-નિશાન જ ગુમ કરી દીધું છે. જે બાપ ને સારી રીતે જાણે છે એ જ વારસો લેવાનો પુરુષાર્થ કરે છે. મારું નામ જ છે દુઃખહર્તા સુખકર્તા. દુઃખ થી લિબરેટ (મુક્ત) કરીને શું કરશે! તમે જાણો છો શાંતિધામ માં શાંત રહો છો, સુખધામ માં સુખ છે. શાંતિધામ ની જગ્યા અલગ, સુખધામ ની જગ્યા અલગ, આ તો છે જ દુઃખધામ. બધાને આ સમયે દુઃખ જ દુઃખ છે. હવે તમે જાણો છો આપણે એવાં સુખ માં જઈએ છીએ, જ્યાં ૨૧ જન્મ કોઈ પ્રકારનું દુઃખ નથી રહેશે. નામ જ છે - સુખધામ. કેટલું મીઠું નામ છે. બાપ કહે છે - તમને કોઈ તકલીફ નથી આપતો. ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરવાનાં છે. પોતાને આત્મા સમજવાનો છે. આ જ્ઞાન તમને બાબા શીખવાડી રહ્યાં છે. સતયુગ માં આત્મા નું જ્ઞાન છે, આપણે આત્મા આ શરીર છોડી બીજો જન્મ લઈશું, આને આત્મ-અભિમાની કહેવાય છે. આ છે રુહાની નોલેજ (જ્ઞાન), જે બીજું કોઈ આપી ન શકે. રુહ ને રુહાની બાપ આવીને નોલેજ આપે છે. દર ૫ હજાર વર્ષ પછી આપે છે. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકાર માં છે. હવે તમને પ્રકાશ મળ્યો છે, તમે અજ્ઞાન નિંદર થી જાગ્યા છો. બધી સજનીઓનાં સાજન છે - એક બાપ. બાપ કહે છે - હું તમારો બાપ પણ છું, સાજન પણ છું, ગુરુઓનો ગુરુ પણ છું. સુપ્રીમ શિક્ષક છું. સર્વ ગુરુઓનાં સદ્દગતિ દાતા એક જ સદ્દગુરુ છે. કહે છે બાળકો હું સર્વની સદ્દગતિ કરું છું. ગતિ નાં પછી સદ્દગતિ થાય છે.

બાપે સમજાવ્યું છે - દરેક આત્માએ પાછા જવાનું છે. આત્મા જ સતોપ્રધાન, સતો-રજો-તમો બને છે. કોઈ-કોઈ નો ખૂબ થોડો પાર્ટ છે. આવ્યાં અને ગયાં. જેમ મચ્છરો માફક જન્મ્યાં અને મર્યા. એવાં તો બાપ થી વારસો નથી લેતાં. બાપ થી વારસો લેવાય છે પવિત્રતા, સુખ-શાંતિ નો. બાપ આપ આત્માઓ ને સમજાવે છે, બાપ તો છે નિરાકાર. એ પણ આ મુખ થી આવી ને સમજાવે છે. શિવબાબા નાં મંદિર પણ ખૂબ ઊંચે-ઊંચે બનાવે છે. કેટલાં દૂર-દૂર જાય છે, તીર્થો પર મેળા પર. ઉપર માં કોઈ જ્ઞાન-અમૃત પીવાનું રાખ્યું છે શું! કેટલો ખર્ચો કરે છે. ગવર્મેન્ટ ને પણ તેમનાં માટે કેટલો પ્રબંધ વગેરે રાખવો પડે છે. તકલીફ થાય છે. અહીં તીર્થો પર નાનાં બાળકો ને કેવી રીતે લઈ જશે. બાળકો વગેરેને કોઈને-ન-કોઈને સંભાળવા માટે આપતાં જાય છે. સાથે નથી લઈ જતાં. બે-ત્રણ મહિના યાત્રા કરે છે. અહીં તમે આવો છો, તમારે બેસીને સાંભળવાનું છે, ભણવાનું છે. નાનાં બાળકો તો નહીં સાંભળશે. અહીં તમે આવ્યાં જ છો - યોગ અને જ્ઞાન શીખવાં. બાપ બેસી જ્ઞાન સંભળાવે છે તો કોઈ અવાજ વગેરે ન થવો જોઈએ. નહીં તો અટેન્શન (ધ્યાન) જાય છે. શાંતિ માં બેસી અટેન્શન આપીને સાંભળવાનું છે. યોગ તો ખૂબ સહજ છે. કંઈ પણ કામ કરતાં રહો, બુદ્ધિ નો યોગ ત્યાં લાગેલો રહે. બાબા ની યાદ રહેવાથી કમાણી ખુબ જબરજસ્ત થાય છે. તમે જાણો છો આપણે એવરહેલ્દી (સદા સ્વસ્થ) બનીશું. પોતાની સાથે વાતો કરવાની હોય છે. બાબાની યાદ માં રહી ભોજન પણ પોતાનાં હાથે થી બનાવવાનું છે. હાથે થી કામ પણ કરો, બાકી યાદ કરો પોતાનાં બાપ ને. તમારું પણ કલ્યાણ થશે અને યાદ માં રહેવાથી વસ્તુ પણ સારી બનશે. તમને વિશ્વની બાદશાહી મળે છે. તમે અહીં આવો જ છો - લક્ષ્મી-નારાયણ બનવાં. બધાં કહે છે અમે સૂર્યવંશી બનીશું.

તમે જાણો છો અમારાં મમ્મા-બાબા આ સમયે બ્રહ્મા-સરસ્વતી છે. બીજા જન્મ માં લક્ષ્મી-નારાયણ બનશે. ભવિષ્ય માં કોઇ શું બનશે, એવી કોઈ નાં જન્મ ની ખબર નથી. નહેરુ શું જઇને બન્યાં, શું ખબર! સારું કાંઈક દાન કર્યું હશે તો અહીં સારા કુળ માં જન્મ લેશે. હમણાં તમને બધી ખબર પડે છે. હમણાં આમનું નામ છે - આદિ દેવ બ્રહ્મા, આદિ દેવી સરસ્વતી. એ જ પછી સ્વર્ગ નાં માલિક બનશે. સારું એમનાં બાળકો પણ સાથે છે. તે પણ કહેશે અમે સ્વર્ગ નાં માલિક બનીશું. આ તો પાક્કું છે. સૂક્ષ્મવતન માં પણ તમે જુઓ છો - દેવીઓનાં મંદિર માં પણ ખૂબ મેળા લાગે છે. હવે જગદમ્બા તો છે એક. તેમનાં ફીચર્સ પણ એક જ હોવાં જોઈએ. મમ્મા ને પણ તમે જુઓ છો. આપ બાળકોનાં ફીચર્સ છે પછી નામ રાખી દીધા છે, કન્યા-કુમારી, અધર-કુમારી. તમે જાણો છો આ અમે જ બનીએ છીએ. આપણે બધાં છીએ બ્રહ્માકુમાર-કુમારી. યુગલ પણ કહે છે અમે બ્રહ્મા કુમાર-કુમારી છીએ, એક બાપ નાં બાળકો છીએ. તમારું જ યાદગાર છે. બરોબર તમે બેસી આ નોલેજ આપો છો. અર્થ સહિત આ દેલવાડા મંદિર છે. પરંતુ આ તમે જ સમજાવી શકો છો. તમે જાણો છો આપણે સ્થાપના કરી રહ્યાં છીએ, રાજયોગ થી શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન અને યોગ પર પૂરે-પૂરું અટેન્શન (ધ્યાન) આપવાનું છે. સાંભળવા સમયે ખૂબ શાંત, એકાગ્રચિત થઈને બેસવાનું છે. કર્મયોગી પણ બનવાનું છે.

2. બાપે જે ઘર નો રસ્તો બતાવ્યો છે તે બધાને બતાવવાનો છે. સ્વદર્શન ચક્રધારી બનવાની સાથે-સાથે જ્ઞાન-શંખ પણ વગાડવાનો છે.

વરદાન :-
મહાન અને મહેમાન - આ બે સ્મૃતિઓ દ્વારા સર્વ આકર્ષણો થી મુક્ત બનવા વાળા ઉપરામ અથવા સાક્ષી ભવ

ઉપરામ અથવા સાક્ષીપણા ની અવસ્થા બનાવવા માટે બે વાતો ધ્યાન પર રહે - એક તો હું આત્મા મહાન આત્મા છું, બીજું હું આત્મા હવે આ જૂની સૃષ્ટિ માં અથવા આ જૂના શરીર માં મહેમાન છું. આ સ્મૃતિ માં રહેવાથી સ્વતઃ અને સહજ જ સર્વ કમજોરીઓ અથવા લગાવ ની આકર્ષણ સમાપ્ત થઈ જશે. મહાન સમજવાથી જે સાધારણ કર્મ અથવા સંકલ્પ સંસ્કારો નાં વશ ચાલે છે, તે પરિવર્તિત થઈ જશે. મહાન અને મહેમાન સમજીને ચાલવાથી મહિમા યોગ્ય પણ બની જશો.

સ્લોગન :-
સર્વ ની શુભભાવના અને સહયોગ નાં બુંદ (ટીપાં) થી મોટું કાર્ય પણ સહજ થઈ જાય છે.

અવ્યકત ઈશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

પાવરફુલ મન ની નિશાની છે - સેકન્ડમાં જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી જાઓ. મન ને જ્યારે ઉડવાનું આવડી ગયું, પ્રેક્ટિસ થઈ ગઈ તો સેકન્ડ માં જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે છે. હમણાં-હમણાં સાકાર વતન માં, હમણાં-હમણાં પરમધામ માં, સેકન્ડ ની રફતાર (ગતિ) છે - હવે આ જ અભ્યાસ ને વધારો તો યાદ શક્તિશાળી બની જશે.