23-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
સંગમયુગ છે ચઢતી કળા નો યુગ , આમાં બધાનું ભલું થાય છે એટલે કહેવાય છે ચઢતી કળા તેરે
ભાને સર્વ કા ભલા”
પ્રશ્ન :-
બાબા બધા બ્રાહ્મણ
બાળકો ને ખુબ-ખુબ અભિનંદન કરે છે - કેમ?
ઉત્તર :-
કારણકે બાબા કહે છે તમે મારા બાળકો મનુષ્ય થી દેવતા બનો છો. તમે હમણાં રાવણ ની
જંજીરો (માયાજાળ) થી છૂટો છો, તમે સ્વર્ગ ની રાજાઈ મેળવો છો, પાસ વિથ ઓનર બનો છો,
હું નહીં, એટલે બાબા તમને ખુબ-ખુબ અભિનંદન આપે છે. તમે આત્માઓ પતંગ છો, તમારી દોરી
મારા હાથ માં છે. હું તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ...
ઓમ શાંતિ!
આ અમરકથા કોણ
સંભળાવી રહ્યાં છે? અમરકથા કહો, સત્ય નારાયણ ની કથા કહો કે તિજરી ની કથા કહો -
ત્રણેય મુખ્ય છે. હમણાં તમે કોની સામે બેઠાં છો અને કોણ તમને સંભળાવી રહ્યું છે?
સત્સંગ તો આમણે પણ ખૂબ કર્યા છે. ત્યાં તો બધા મનુષ્ય દેખાય છે. કહેશે ફલાણા
સંન્યાસી કથા સંભળાવે છે. શિવાનંદ સંભળાવે છે. ભારત માં તો અનેક સત્સંગ છે. ગલી-ગલી
માં સત્સંગ છે. માતાઓ પણ પુસ્તક ઉઠાવી બેસી સત્સંગ કરે છે. તો ત્યાં મનુષ્ય ને જોવું
પડે છે પરંતુ અહીં તો વન્ડરફુલ (અદ્દભુત) વાત છે. તમારી બુદ્ધિ માં કોણ છે? પરમાત્મા.
તમે કહો છો હમણાં બાબા સામે આવેલા છે. નિરાકાર બાબા આપણને ભણાવે છે. મનુષ્ય કહેશે એ
ઈશ્વર તો નામ-રુપ થી ન્યારા છે. બાપ સમજાવે છે કે નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ નથી.
આપ બાળકો જાણો છો અહીં કોઈ પણ સાકાર મનુષ્ય નથી ભણાવતા બીજે ક્યાંય પણ જાઓ, આખી
દુનિયા માં સાકાર જ ભણાવે છે. અહીં તો સુપ્રીમ બાપ છે, જેમને નિરાકાર ગોડ ફાધર
કહેવાય છે, એ નિરાકાર સાકાર માં બેસીને ભણાવે છે. આ બિલકુલ નવી વાત થઈ. જન્મ બાય
જન્મ તમે સાંભળતા આવ્યાં છો, આ ફલાણા પંડિત છે, ગુરુ છે. અનેકાનેક નામ છે. ભારત તો
ખૂબ મોટું છે. જે પણ કાંઈ શીખવાડે છે, સમજાવે છે તે મનુષ્ય જ છે. મનુષ્ય જ શિષ્ય
બનેલા છે. અનેક પ્રકાર નાં મનુષ્ય છે. ફલાણા સંભળાવે છે. હંમેશા શરીર નું નામ લેવાય
છે. ભક્તિમાર્ગ માં નિરાકાર ને બોલાવે છે કે હે પતિત-પાવન આવો. એ જ આવીને બાળકો ને
સમજાવે છે. આપ બાળકો જાણો છો કે કલ્પ-કલ્પ આખી દુનિયા જે પતિત બની જાય છે, તેને
પાવન કરવા વાળા એક જ નિરાકાર બાપ છે. તમે અહીં જે બેઠાં છો, તમારા માં પણ કોઈ કાચ્ચા
છે, કોઈ પાક્કા છે કારણકે અડધોકલ્પ તમે દેહ-અભિમાની બન્યાં છો. હવે દેહી-અભિમાની આ
જન્મ માં બનવાનું છે. તમારા દેહ માં રહેવા વાળો જે આત્મા છે તેને પરમાત્મા સમજાવે
છે. આત્મા જ સંસ્કાર લઈ જાય છે. આત્મા કહે છે ઓરગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા કે હું
ફલાણો છું. પરંતુ આત્મ-અભિમાની તો કોઈ નથી. બાપ સમજાવે છે જે આ ભારત માં
સૂર્યવંશી-ચંદ્રવંશી હતાં એ જ આ સમયે આવીને બ્રાહ્મણ બનશે પછી દેવતા બનશે. મનુષ્ય
દેહ-અભિમાની રહેવાના ટેવાયેલા છે, દેહી-અભિમાની રહેતાં ભૂલી જાય છે એટલે બાપ ઘડી-ઘડી
કહે છે દેહી-અભિમાની બનો. આત્મા જ ભિન્ન-ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવે છે. આ છે તેમનાં
ઓરગન્સ. હવે બાપ બાળકો ને કહે છે મનમનાભવ. બાકી ફક્ત ગીતા વાંચવાથી કોઈ રાજ્ય-ભાગ્ય
થોડી મળી શકે છે? તમને આ સમયે ત્રિકાળદર્શી બનાવાય છે. રાત-દિવસ નો ફરક થઈ ગયો છે.
બાપ સમજાવે છે હું તમને રાજયોગ શીખવાડું છું. કૃષ્ણ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર)
છે. જે સૂર્યવંશી દેવતાઓ હતાં એમનામાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન તો પ્રાય:લોપ થઈ જશે.
જ્ઞાન છે જ સદ્દગતિ માટે. સતયુગ માં દુર્ગતિ માં કોઈ હોતું જ નથી. તે છે જ સતયુગ.
હમણાં છે કળિયુગ. ભારત માં પહેલાં સૂર્યવંશી ૮ જન્મ પછી ચંદ્રવંશી ૧૨ જન્મ. આ એક
જન્મ હમણાં તમારો સૌથી સારો જન્મ છે. તમે છો પ્રજાપિતા બ્રહ્મા મુખ વંશાવલી. આ છે
સર્વોત્તમ ધર્મ. દેવતા ધર્મ સર્વોત્તમ ધર્મ નહીં કહેવાશે. બ્રાહ્મણ ધર્મ સૌથી ઊંચો
છે. દેવતાઓ તો પ્રારબ્ધ ભોગવે છે.
આજકાલ ઘણાં સોશિયલ
વર્કર (સમાજસેવક) છે. તમારી છે રુહાની સર્વિસ (સેવા). તે છે શારીરિક સેવા કરવાની.
રુહાની સર્વિસ એક જ વખત થાય છે. પહેલાં આ સોશિયલ વર્કર વગેરે નહોતાં. રાજા-રાણી
રાજ્ય કરતા હતાં. સતયુગ માં દેવી-દેવતા હતાં. તમે જ પૂજ્ય હતાં પછી પુજારી બન્યાં.
લક્ષ્મી-નારાયણ દ્વાપર માં જ્યારે વામમાર્ગ માં જાય છે તો મંદિર બનાવે છે.
પહેલાં-પહેલાં શિવ નું બનાવે છે. એ છે સર્વ નાં સદ્દગતિ દાતા તો એમની જરુર પૂજા થવી
જોઈએ. શિવબાબાએ જ આત્માઓ ને નિર્વિકારી બનાવ્યાં હતાં ને? પછી થાય છે દેવતાઓ ની પૂજા.
તમે જ પૂજ્ય હતાં પછી પુજારી બન્યાં. બાબાએ સમજાવ્યું છે - ચક્ર ને યાદ કરતા રહો.
સીડી ઉતરતાં-ઉતરતાં એકદમ પટ પર આવીને પડ્યાં છો. હવે તમારી ચઢતી કળા છે. કહે છે ચઢતી
કલા તેરે ભાને સર્વ કા ભલા. આખી દુનિયા નાં મનુષ્ય માત્ર ની હવે ચઢતી કળા કરું છું.
પતિત-પાવન આવીને બધાને પાવન બનાવે છે. જ્યારે સતયુગ હતો તો ચઢતી કળા હતી અને બાકી
બધા આત્માઓ મુક્તિધામ માં હતાં.
બાપ સમજાવે છે
મીઠાં-મીઠાં બાળકો મારો જન્મ ભારત માં જ થાય છે. શિવબાબા આવ્યાં હતાં, ગવાયેલું છે.
હવે ફરી આવેલા છે. આને કહેવાય છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન-યજ્ઞ.
સ્વરાજ્ય મેળવવા માટે યજ્ઞ રચાયેલો છે. વિઘ્ન પણ પડ્યાં હતાં, હમણાં પણ પડી રહ્યાં
છે. માતાઓ પર અત્યાચાર થાય છે. કહે છે બાબા અમને આ નિર્વસ્ત્ર કરે છે. અમને આ છોડતા
નથી. બાબા અમારી રક્ષા કરો. દેખાડે છે દ્રોપદી ની રક્ષા થઈ. હવે તમે ૨૧ જન્મો માટે
બેહદ નાં બાપ પાસે થી વારસો લેવા આવ્યાં છો. યાદ ની યાત્રા માં રહીને પોતાને પવિત્ર
બનાવો છો. પછી વિકાર માં ગયા તો ખલાસ, એકદમ નીચે પડશો એટલે બાપ કહે છે પવિત્ર જરુર
રહેવાનું છે. જે કલ્પ પહેલાં બન્યાં હતાં એ જ પવિત્રતા ની પ્રતિજ્ઞા કરશે પછી કોઈ
પવિત્ર રહી શકે છે, કોઈ નથી રહી શકતાં. મુખ્ય વાત છે યાદ ની. યાદ કરશે, પવિત્ર રહેશે
અને સ્વદર્શન ચક્ર ફેરવતા રહેશે તો પછી ઊંચ પદ મેળવશે. વિષ્ણુ નાં બે રુપ રાજ્ય કરે
છે ને? પરંતુ વિષ્ણુ ને જે શંખ, ચક્ર આપી દીધાં છે તે દેવતાઓ ને નહોતાં.
લક્ષ્મી-નારાયણ ને પણ નહોતાં. વિષ્ણુ તો સૂક્ષ્મવતન માં રહે છે, તેમને ચક્ર નાં
નોલેજ ની જરુર નથી. ત્યાં મુવી (મૌન ની ભાષા) ચાલે છે. હવે તમે જાણો છો કે આપણે
શાંતિધામ નાં રહેવા વાળા છીએ. તે છે નિરાકારી દુનિયા. હવે આત્મા શું વસ્તુ છે, તે
પણ મનુષ્ય માત્ર નથી જાણતાં. કહી દે છે આત્મા સો પરમાત્મા. આત્મા માટે કહે છે એક
ચમકતો સિતારો છે, જે ભ્રકુટી ની વચ્ચે રહે છે. આ આંખો થી જોઈ ન શકાય. ભલે કોઈ કેટલી
પણ કોશિશ કરે, કાંચ વગેરે માં બંધ કરીને રાખે કે જોઈએ આત્મા કેવી રીતે નીકળે છે?
કોશિશ કરે છે પરંતુ કોઈને પણ ખબર નથી પડતી - આત્મા શું વસ્તુ છે, કેવી રીતે નીકળે
છે? બાકી એટલું કહે છે આત્મા સ્ટાર જેવો છે. દિવ્ય દૃષ્ટિ વગર તેને જોઈ નથી શકાતો.
ભક્તિમાર્ગ માં અનેક ને સાક્ષાત્કાર થાય છે. લખેલું છે અર્જુન ને સાક્ષાત્કાર થયો
અખંડ જ્યોતિ છે. અર્જુને કહ્યું હું સહન નથી કરી શકતો. બાપ સમજાવે છે એટલું તેજોમય
વગેરે કાંઈ નથી. જેમ આત્મા આવીને શરીર માં પ્રવેશ કરે છે, ખબર થોડી પડે છે? હવે તમે
પણ જાણો છો કે બાબા કેવી રીતે પ્રવેશ કરીને બોલે છે? આત્મા આવીને બોલે છે. આ પણ
ડ્રામા માં બધી નોંધ છે, આમાં કોઈની તાકાત ની વાત નથી. આત્મા કોઈ શરીર છોડીને જતો
નથી. તે સાક્ષાત્કાર ની વાત છે. વન્ડરફુલ વાત છે ને? બાપ કહે છે હું પણ સાધારણ તન
માં આવું છું. આત્મા ને બોલાવે છે ને? પહેલાં આત્માઓ ને બોલાવીને તેમને પૂછતાં પણ
હતાં. હવે તો તમોપ્રધાન બની ગયા છે ને? બાપ આવે જ એટલે છે કે હું જઈને પતિતો ને
પાવન બનાવું. કહે પણ છે ૮૪ જન્મ. તો સમજવું જોઈએ કે જે પહેલાં આવ્યાં છે, તેમણે જ
જરુર ૮૪ જન્મ લીધાં હશે. તેઓ તો લાખો વર્ષે કહી દે છે. હવે બાપ સમજાવે છે તમને
સ્વર્ગ માં મોકલ્યાં હતાં. તમે જઈને રાજ્ય કર્યુ હતું. તમને ભારતવાસીઓ ને સ્વર્ગ
માં મોકલ્યાં હતાં. રાજયોગ શીખવાડ્યો હતો સંગમ પર. બાપ કહે છે હું કલ્પ નાં સંગમયુગે
આવું છું. ગીતા માં પછી યુગે-યુગે શબ્દ લખી દીધો છે.
હમણાં તમે જાણો છો
આપણે સીડી કેવી રીતે ઉતરીએ છીએ પછી ચઢીએ છીએ. ચઢતી કળા પછી ઉતરતી કળા. હમણાં આ
સંગમયુગ છે સર્વ ની ચઢતી કળા નો યુગ. બધા ચઢી જાય છે. બધા ઉપર જશે પછી તમે આવશો
સ્વર્ગ માં પાર્ટ ભજવવાં. સતયુગ માં બીજો કોઈ ધર્મ નહોતો. તેને કહેવાય છે વાઈસલેસ
વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). પછી દેવી-દેવતાઓ વામમાર્ગ માં જઈને બધા વિશશ (વિકારી)
થવા લાગે છે, યથા રાજા-રાણી તથા પ્રજા. બાપ સમજાવે છે હે ભારતવાસી તમે વાઈસલેસ
વર્લ્ડ માં હતાં. હમણાં છે વિશશ વર્લ્ડ. અનેક ધર્મ છે બાકી એક દેવી-દેવતા ધર્મ નથી.
જરુર જ્યારે ન હોય ત્યારે તો પછી સ્થાપન થાય. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા આવીને
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરું છું. અહીં જ કરશે ને? સૂક્ષ્મવતન માં તો
કરશે નહીં. લખેલું છે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની રચના રચે છે.
તમને આ સમયે પાવન નહીં કહેવાશે. પાવન બની રહ્યાં છો. સમય તો લાગે છે ને? પતિત થી
પાવન કેવી રીતે બન્યાં, આ કોઈ પણ શાસ્ત્રો માં નથી. હકીકત માં મહિમા તો એક બાપ ની
છે. એ બાપ ને ભૂલવાનાં કારણે જ ઓરફન (અનાથ) બની ગયા છે. લડતા રહે છે. પછી કહે છે બધા
મળીને એક કેવી રીતે થાય? ભાઈ-ભાઈ છે ને? બાબા તો અનુભવી છે. ભક્તિ પણ આમણે પૂરી કરી
છે. સૌથી વધારે ગુરુ કરેલા છે. હવે બાપ કહે છે આ બધાને છોડો. હમણાં હું તમને મળ્યો
છું. સર્વ નાં સદ્દગતિ દાતા એક સત્ શ્રી અકાળ કહે છે ને? અર્થ નથી સમજતાં. વાંચતા
તો ખૂબ રહે છે. બાપ સમજાવે છે હમણાં બધા પતિત છે પછી પાવન દુનિયા બનશે. ભારત જ
અવિનાશી છે. આ કોઈને ખબર નથી. ભારત નો ક્યારેય વિનાશ થતો નથી અને નથી ક્યારેય પ્રલય
થતો. આ જે દેખાડે છે સાગર માં પીપળા નાં પાન પર શ્રીકૃષ્ણ આવ્યાં - હવે પીપળા નાં
પાન પર તો બાળક આવી ન શકે. બાપ સમજાવે છે તમે ગર્ભ થી જન્મ લેશો, ખૂબ આરામ થી. ત્યાં
ગર્ભ-મહેલ કહેવાય છે. અહીંયા છે ગર્ભ-જેલ. સતયુગ માં છે ગર્ભ-મહેલ. આત્મા ને પહેલાં
થી જ સાક્ષાત્કાર થાય છે. આ તન છોડી બીજું લેવાનું છે. ત્યાં આત્મ-અભિમાની રહે છે.
મનુષ્યો તો નથી રચયિતા ને, નથી રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણતાં. હમણાં તમે જાણો છો
બાપ છે જ્ઞાન નાં સાગર. તમે માસ્ટર સાગર છો. તમે (માતાઓ) છો નદીઓ અને આ ગોપ છે
જ્ઞાન માનસરોવર. આ જ્ઞાન-નદીઓ છે. તમે છો સરોવર. પ્રવૃત્તિ માર્ગ જોઈએ ને? તમારો
પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. હમણાં પતિત છે. બાપ કહે છે આ સદૈવ યાદ રાખો કે અમે આત્મા
છીએ. એક બાપ ને યાદ કરવાના છે. બાબાએ ફરમાન આપ્યું છે કે કોઈ પણ દેહધારી ને યાદ ન
કરો. આ આંખો થી જે કાંઈ જુઓ છો તે બધું ખતમ થઈ જવાનું છે એટલે બાપ કહે છે મનમનાભવ,
મધ્યાજીભવ. આ કબ્રિસ્તાન ને ભૂલતા જાઓ. માયા નાં તોફાન તો ખૂબ આવશે, આનાંથી ડરવાનું
નથી. ખૂબ તોફાન આવશે પરંતુ કર્મેન્દ્રિયો થી કર્મ નથી કરવાનાં. તોફાન ત્યારે આવે છે
જ્યારે તમે બાપ ને ભૂલી જાઓ છો. આ યાદ ની યાત્રા એક જ વખત થાય છે. તે છે મૃત્યુલોક
ની યાત્રાઓ. અમરલોક ની યાત્રા આ છે. તો હવે બાપ કહે છે કોઈ પણ દેહધારી ને યાદ ન કરો.
બાળકો, શિવજયંતી નાં
કેટલાં તાર (ટપાલ) મોકલે છે. બાપ કહે છે તતત્વમ્. આપ બાળકો ને પણ બાપ અભિનંદન કરે
છે. હકીકત માં તમને અભિનંદન છે કારણ કે મનુષ્ય થી દેવતા તમે બનો છો. પછી જે પાસ વિથ્
ઓનર થશે તેમને વધારે માર્કસ અને સારો નંબર મળશે. બાપ તમને અભિનંદન કરે છે કે હવે તમે
રાવણ ની જંજીરો (માયાજાળ) થી છૂટો છો. બધા આત્માઓ પતંગ છે. બધા ની દોરી બાપ નાં હાથ
માં છે. એ બધાને લઈ જશે. સર્વ નાં સદ્દગતિ દાતા છે. પરંતુ તમે સ્વર્ગ ની રાજાઈ
મેળવવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પાસ વિથ્
ઓનર થવા માટે એક બાપ ને યાદ કરવાના છે, કોઈ પણ દેહધારી ને નહીં. આ આંખો થી જે દેખાય
છે, તેને જોતાં પણ નથી જોવાનું.
2. આપણે અમરલોક ની
યાત્રા પર જઈ રહ્યાં છીએ એટલે મૃત્યુલોક નું કાંઈ પણ યાદ ન રહે, આ કર્મેન્દ્રિયો થી
કોઈ પણ વિકર્મ ન થાય, આ ધ્યાન રાખવાનું છે.
વરદાન :-
પોતાનાં શિક્ષા
સ્વરુપ દ્વારા શિક્ષા આપવા વાળા શિક્ષા સંપન્ન યોગ્ય શિક્ષક ભવ
યોગ્ય શિક્ષક એમને
કહેવાય છે જે પોતાનાં શિક્ષા સ્વરુપ દ્વારા શિક્ષા આપે. એમનું સ્વરુપ જ શિક્ષા
સંપન્ન હશે. એમનું જોવાનું-ચાલવાનું પણ કોઈને શિક્ષા આપશે. જેવી રીતે સાકાર રુપ માં
કદમ-કદમ દરેક કર્મ શિક્ષક નાં રુપ માં પ્રેક્ટિકલ માં જોયું, જેને બીજા શબ્દો માં
ચરિત્ર કહેવાય છે. કોઈને વાણી દ્વારા શિક્ષા આપવી તો સાધારણ વાત છે પરંતુ બધા અનુભવ
ઈચ્છે છે. તો પોતાનાં શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ સંકલ્પ ની શક્તિ થી અનુભવ કરાવો.
સ્લોગન :-
સંકલ્પો ની
સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આત્મશક્તિ ની ઉડાન ભરતાં ચાલો.
આ અવ્યક્ત ઈશારા -
એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
સંગઠન ને એકતા નાં
સૂત્ર માં પરોવવા માટે વાણી ની શક્તિ પર વિશેષ ધ્યાન આપો. વાણી સદા નિર્મળ હોય, ઓછું
બોલો, ધીરે બોલો અને મીઠું બોલો. સન્માનજનક બોલે જ બોલો. હજી સુધી સાધારણ બોલ વધારે
છે. ‘અલૌકિક બોલ હોય, ફરિશ્તાઓ નાં બોલ હોય’, દરેક બોલ મધુર હોય. હવે આ વાત પર
અન્ડરલાઇન કરો ત્યારે પ્રત્યક્ષતા થશે.